Sunday, December 2, 2012

રે ભોલાભાઈ........(ભજન)
એ જી કબીર વહા ન જાઇયે  જહાં કપટ કહેત
નો મણ  બીજ જુ હોઈ કે ,ખાલી રહેગા ખેત,
તો કપટી  મિત્ર ન કીજીયે જો મન કી બાત બુઝ લેત
એ જી આગે રાહ દિખાઈ કે પીછે ધક્કા દેત
રે ભોલા ભાઈ કાહે તું ભજન કરે (2)
રોમ રોમ મેં ક્રોધ ભર્યો હૈ,પહેલે તું ઇન્હેં નિકાલ,રે ભોલા ભાઈ........
છલકપટ મોરે નીંદ ઉડાલી ,કરતા ન પાછો પડે, રે ભોલા ભાઈ.......
જબ તક એ સબ કર્મ ન છૂટે રે,નિર્મળ કૈસે હુએ ,રે ભોલા ભાઈ.......
રોમ રોમ મેં ......
ઉપરસે મીઠો બોલો તું ,ભીતર કાટ  કરે(2)
ભાઈ કહીને પાસ બીથાવે,પીછે સે વાર કરે ,રે ભોલા ભાઈ.......
રોમ રોમ મેં ......
પરાઈ માર તો લાગે સુહાણી ,ચાહે તારા લોગ મરે
અપનો બનીને ચોટ લગાવે (2)મારા દિલડાને ઘાવ કરે ,રે ભોલા ભાઈ......
.રોમ રોમ મેં ...
અર્જુનદાસ મિલ્યા ગુરુ કુળા સાચા  જ્ઞાન કહે(2)
દાસ કરે તો નિર્મળ હોઈને,સાચા સુમિરન કરે ,રે ભોલા ભાઈ......
જય શ્રી કૃષ્ણ.

Tuesday, November 27, 2012

હે શિવ શંકર (શિવ ભજન )

હે શિવ શંકર ,હે કરુણાકર સુનિયે અરજ હમારી,(2)
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી , હે શિવ શંકર .........
ચંદ્રલલાટ ભભૂત જમાયે ,ઘટ નાગર બલીહારી ,
કરમે ડમરું ગલે ભુજંગા,નંદી ખડો દ્વારે
હે ગંગાધર દર્શ દીખાદો ,હે ભોલે ભંડારી, હે શિવ શંકર .........
જનમ મરણ કે તુમ હો સ્વામી,હે શંકર અભિલાષી ,
કણ કણમેં હૈ રૂપ તુમ્હારા,હે ભોલે કૈલાશી
ચરણ શરણ મેં આયા જો ભી ,રખીયો લાજ હમારી,હે શિવ શંકર ........
હર હર મહાદેવ .

Thursday, November 22, 2012

પૈસો કેવા પાપ કરાવે.. ..........(ગુજરાતી ભજન)

પૈસો કેવા પાપ કરાવે,માનવતા વિશરાવે છે,પાપ તણા ડુંગર ખડકીને મન બધા પ્રજરાવે છે,
પતન કરે છે કૈક પરાયા,પ્રભુથી દૂર કરાવે છે,મધુ ઘેલા કૈ માનવીઓ શિયળ કૈક ચટાવે છે,
માનવ ખુદ શેતાન બને છે,નૈતિકતા અભડાવે છે,માતપિતા,ભ્રાતાં  ,ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે, પૈસો કેવા.. .......
વેરઝેરના ભાવો વાળી,સગપણને સળગાવે છે,બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે,
પૈસો કેવા.. .......
પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો ,સત્ય બધું એ છુપાવે છે,સંતો,ભગતો  ભલભલાને પૈસો નાચ નચાવે છે,
પૈસો કેવા.. .......
આપ કહે માળી તમે થાશો,પર ઉપકારે જે વાવે છે,પૈસો બેડો પાર કરેને ,જગને પગમાં ઉતારે છે,
પૈસો કેવા.. .......

જય શ્રી કૃષ્ણ 

Monday, November 19, 2012

દેવા તો પડે છે અંતે .......(ગુજરાતી ભજન)

દેવા તો પડે છે અંતે સહુને નડે છે ,કરેલા  કરમનાં  બદલા દેવા પડે છે (2)
જીવડો લીધેલો એણે શ્રવણકુમારનો, અંધોને અંધી એની સુરતે ચઢે છે,(2)
દેણું રે દીધેલ, રાજા દશરથ જાણે,પુત્રના વિયોગે એનું ખોળિયું પડે છે,કરેલા કરમનાં .......
અવધપુરીના રાજા રામે વાલી માર્યો ,એના ન્યાય નાં હણેલા બંધન લાગથી લડે છે ,
જોર છે જગતનું તોયે કઈ નવ હાલ્યું ,કાશીના પાદર એનું ફળિયું પડે છે,
કરેલા કરમનાં .......
વામન  થઈને,રે જ્યારે બલી રાજા છેતર્યો ,વગર વિચારે વાલો પગલાં ભરે છે,
ભૂમિની સાતે,પછી ભૂદર આવ્યા,કાળીયો બનીને એના ફેરા તો ફરે છે ,
કરેલા કરમનાં .......
લાજ તો લુટાવી એથી ભીમની ગદાને ભાળી ,જાંઘ ઝોખમાવી એનો પુરાવો જડે છે ,
કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા ,હેમાળાના ખોળે એના હાડકા ગળે છે ,
કરેલા કરમનાં .......
અમૃત કેરી જ્યારે વહેચણી  કીધી,ત્યારે ચંદ્ર ને સૂર્ય એની ચાડીયું કરે છે,
આપકે એના કીધા,આડા એને આવે,રાહુને ભાળીને,એવા કાવા રે પડે છે ,
કરેલા કરમનાં .......
કર્મના છોડે કોઈને,ભલે હોય ભગવાન,દેણું પડે આપવું,માનવ રાખો ધ્યાન,દેવા તો પડે 
.......

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 15, 2012

ભક્તિ રે કરવી એને(પાનબાઈ ભજન)

ભક્તિ રે કરવી  એને રાંક  થઈને રહેવુંને ,મેલવું  અંતરનું અભિમાન રે(2)
સદગુરૂ  ચરણોમાં શીશ નમાવીને, સમજવી ગુરુજીની શાન રે
જાતીપણું છોડીને થાવું અજાતીરે,કાઢવો વર્ણ વિકાર રે (2)
જાતીભાતી નહિ,હરિ કેરા દેશમાં ,નિરમાની થાયે નીર ધાર રે
દોષ અને અવગુણ જુએ નહિ કોઈના જે ,એને રે કહીએ હરિનાં દાસ  રે,
આશાને તૃષ્ણા એકે નહિ ઉરમાં,એવો રે હોય વિશ્વાસ રે
ભક્તિ કરો તો તમે થાજો નિર્માની રે,વચનનો જાણી મહિમાય રે,
ગંગાસતી રે બોલ્યા રે એનો,જનમ સફળ થઇ જાય રે
 
ભક્તિ રે કરવી  એને રાંક  થઈને રહેવુંને ,મેલવું  અંતરનું અભિમાન રે(2)
સદગુરૂ  ચરણોમાં શીશ નમાવીને, સમજવી ગુરુજીની શાન રે

 

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 8, 2012

નૈયા ઝુકાવી મેં તો.......(ભજન)

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
સ્વાર્થનું સંગીત ચારેકોર ગાજે,
દુનિયામાં કોઈનું કોઈ નથી આજે,(2)
તનનો તંબૂરો મારો બેસુરો થાય નાં,ઝાંખો  ઝાંખો .....
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા,(2)
રાગ અને ધ્વેશ આજે ઘેર ઘેર ગોન્ધાતા,
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય નાં,ઝાંખો ઝાંખો ......
શ્રધાના દીવડાને,જલતો જ રાખજે,(2)
નીશ દિન સ્નેહનું દીવેલ એમાં પુરજે,
મનના મંદિરીએ મારે અંધારું થાય નાં,ઝાંખો ઝાંખો .......
નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
જય શ્રી કૃષ્ણ.

Wednesday, November 7, 2012

પાન બાઈ ભજન
મેરુ તો ડગે પણ જેના મંનડા ડગે નહિ ને,ભાંગી રે પડે બ્રહ્માંડ જી,(2)
વિપત્ત પડે પણ.....વણસે નહીરે રે,સોઈ હરિજનના પ્રમાણજી ,સોઈ....
ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખેને,કરે નહિ કોઈની આશ જી,(2)
દાન રે દિયે પણ રહે જે અજાચક ,વચનોમાં રાખે વિશ્વાસ જી,મેરુ તો........
હરખ અને શોકની જેને આવે નહિ હેડકીને આઠે પહોર જેને આનંદ  જી(2)
નિત્ય રહે એ તો સદા સત્સંગમાં ને,તોડે રે માયા કેરા ફંડ જી,મેરુ તો.........
તન,મન,ધન એ તો પ્રભુને રે અર્પેને,ધન્યને જાણે નર  ને નારી જી,(2)
એ તો શીવ  શેવીને અલખને આરાધે,તો પ્રભુજી પધારે એને ધ્વાર જી,મેરુ તો ......
સંગતું કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ,ભજનોમાં રહેજો ભરપૂર જી,(2)
ગંગા સતી બાઈ એમ કરી બોલ્યા,જેની નયનોમાં વરસે સાચા નૂર જી ,મેરુ તો........
જય શ્રી કૃષ્ણ.

Friday, November 2, 2012

માતાજીની આરતી
ઓમ જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પંડિત માં ,જ્યો જ્યો માં જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાઉં ,હર ગાઉં હર માં ,જ્યો જ્યો માં જગદંબે,
તૃતીયા ત્રણ સ્વરૂપ ,ત્રિભુવનમાં બેઠા, માં ત્રિભુવનમાં બેઠા
ત્રયાથકી તરવેણી તું તરવેણી માં ,જ્યો જ્યો માં જગદંબે,
ચોથે ચતુરા મહાલક્ષ્મી માં,સચરાચર વ્યાપ્યા માં સચરાચાર વ્યાપ્યા,
ચાર ભુજાચો  દિશા,પ્રગટ્યા દક્ષીણમાં જ્યો જ્યો માં જગદંબે,
પંચમી પંચ ઋષિ પંચમે ગુણપદમાં  માં પંચમે ગુણપદમા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં,જયો જયો માં જગદંબે
ષષ્ટિ તું  નારાયણી મહિસાસુર માર્યો ,માં મહિસાસુર માર્યો
નરનારીના રૂપે વ્યાપ્યા સર્વે માં,જયો જયો માં જગદંબે,
સપ્તમે સપ્ત પાતાળ સાવીતી સંધ્યા,માં સાવીતી ,
ગૌ ગંગા ગાયત્રી ,ગૌરી ગીતા માં ,જયો જયો માં જગદંબે,
અષ્ઠમે અષ્ઠ ભુજા માં આયી આનંદા માં આયી આનંદા
શુરીનર મુનીવર જન્મ્યા  દેવ દૈત્યોમાં ,જયો જયો માં જગદંબે
નવમે નવકુળ  નાગ સેવે નવદુર્ગા માં સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના  અર્ચન, કીધા હર બ્રહ્મા,જયો જયો માં જગદંબે,
દશમે દશ અવતાર ,જય વિજયા દશમી માં જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માં, જયો જયો માં જગદંબે,
એકાદશી અગિયારસ કાત્યા અનીકા માં,માં કાત્યા અનીકા માં,
કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા,જયો જયો માં જગદંબે,
બારસે બાળા રૂપ ,બહુચરી અંબામાં ,માં બહુચરી અંબામાં,

બટુક ભૈરવ સોહિયે માં,કાલભૈરવ સોહિયે,તાર્યા છે તુજ માં,માં જયો જયો માં જગદંબે,
તેરસે તુલજા રૂપ તું તારુણી માતા,માં તું તારુણી માતા,
બ્રહ્મા,વિષ્ણુ,સદાશિવ ગુણ તારા ગાતા,જયો જયો માં જગદંબે,
ચૌદશે ચૌદા રૂપ
ચંડી ચામુંડા,માં  ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કઈ આપો,ચતુરાઈ કઈ આપો,સિંહવાહિની માતા,જયો જયો માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો  માં, સાંભળજો કરુણા માં,સાંભળજો  કરુણા,
વશિષ્ઠ દેવે વખાણ્યા,માર્કંડ દેવે વખાણ્યા,ગાઈ શુભ કવિતા,જયો જયો માં જગદંબે,
સંવત સોળ સત્તાવન સોળશે બાવીસ માં,સોળશે બાવીસ માં,
સંવત સોળે પ્રગટ્યા,રેવાના તીરે,માં ગંગાના તીરે,જયો જયો માં જગદંબે,
ત્રમ્બાવતી નગરી માં,રૂપાવતી નગરી,માં મંછાવતી
નગરી ,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે ,ક્ષમા કરો ગૌરી,માં દયા કરો ગૌરી,જયો જયો માં જગદંબે,
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે,માં જે ભાવે ગાશે,

ભણે શિવાનંદ સ્વામી,સુઃખ સંપતિ થશે,હર કૈલાશે જાશે,માં અંબા દુઃખ હરશે,જયો......
એકમે એક સ્વરૂપ ,અંતર નવ ધરશો,માં અંતર નવ ધરશો,
ભોળા ભવાનીને ભજતા ભાવ સાગર તરશો ,માં જયો જયો માં જગદંબે.
જય માં જગદંબા ભવાની.

Thursday, November 1, 2012

વા વાયા ને વાદળ.......(ગરબો)
વા વાયાને વાદળ ઉમટયા,ગોકુલમાં ટહુક્યા મોર ,
મળવા આવોને સુંદર શામળિયા ,
હે તમે રમવા ન આવો શા માટે?(૨)
હે.... ન આવો તો નંદજીની આંણ, મળવા આવોને.......
હે  તમે વ્રજમાં વાંસળી વગાડંતા,(૨)
તમે ગોપીયોના છો ચિત્તચોર,મળવા આવોને.......
હે તમે યમુનાના તીરે રાસ રમતા (૨)
હા  હો  અમને તેડી રમાડવા રાસ ,મળવા આવોને.....
વા વાયાને વાદળ......
જી રે જી રેચુદડીયે (ગરબો)
 જી રે જી રે ચુદડીયે
રંગ લાગ્યો,હોવે હોવે ચુદડીયે રંગ લાગ્યો,
માની ચુંદડીના ચટકા ચાર,
ચુદડીયે.........
હે ,... માના દર્શન કરવાનો મને રંગ લાગ્યો,(૨)
માનું મુખડું જોઇને મન ભાયું,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે....
હે માના કાળા તે કડલા શોભતા,(૨)
હે માને ઝાંઝરનો ઝમકાર ,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે
હે માએ સોળે શણગાર અંગે ધર્યા,(૨)
હે માને હૈયે હરખ ન માય,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે
જય માં જગદંબે ભવાની

માં તારો ગરબો....(ગરબો).
માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ (૨)
માં તારી ઓધણી રાતી ચોળ,ઉડે રંગ સોળ ,પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)
હે.. માડી તારા પગલાથી પાવન પગ થાય ,હે માં તારી ઓધણી રાતી...........
હે માં તારો ગરબો
ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ
હે ખમ્મા ખમ્મા માં તારો જય જયકાર ,માડી તારા ચરણોમાં ઝાંઝર ઝમકાર
માં તારે ગરબે ફૂલોનો હિંડોળ ,મોંઘો અણમોલ,
પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)
માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ (૨)
માં તારી ઓધણી રાતી ચોળ,ઉડે રંગ સોળ ,પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)
જય માં જગદંબે ભવાની
બન્સીવાલોકે ચરણોમે શીર હો....(હિન્દી ભજન)

બન્સીવાલોકે ચરણોમે  શીર હો મેરા ફિર ના પૂછો કે  ઉસ વક્ત ક્યા બાત હૈ,
બન્સીવાલોપે ડાલા હૈ જબસે દેરા ,ફિર ન પૂછો કે કૈસી મુલાકાત હૈ ,બન્સીવાલો કે ચરણોમે.........
યે  ન ચાહુ કે ઉસકો જુદાઈ મિલે,યે ન ચાહું મુઝે બાદશાહી મિલે,
આભ ધરતી મિલે યે મુકદ્દર મેરા,ઇસસે બઢકર બતાઓ કે ક્યા બાત હૈ ,બન્સીવાલો કે ચરણોમે......
હો ગુલામી અગર આલી દરબારકી,યે ખુદાઈ ભી હૈ બાદશાહી ભી હૈ,
દાસી ધરતી ભિખારણ બને કૃષ્ણવત ,ઇસસે બઢકર બતાઓ કે ક્યાં બાત હૈ,બન્સીવાલોકે ચરણોમે.......
ગોવિંદ મેરે હૈ, ગોપાલ મેરે હૈ ,શ્રી બાંકી બિહારી નંદલાલ મેરે હૈ....(૩)

જય શ્રી કૃષ્ણ

Saturday, October 20, 2012


આજ રિસાઈ ......(રચના -સુરેશ દલાલ )
આજ રિસાઈ અકારણ રાધા,આજ રિસાઈ અકારણ,(૨)
બોલકણી એ મૂંગી થઈને મૂંગું એનું મારણ, રાધા આજ.....
મોરલીના સૂર છેડે માધવ,(૨)વિધ વિધ રીતે મનાવે,
નીલ ભૂરા નિજ મોરપીંછને, ગોરા ગાલ લગાવે,
આજ જવાને કોઈ બહાને,નેણથી નીતરે શ્રાવણ,રાધા આજ.......
છાની છેડ કરે છોગાળો ,(૨) જાય વળી સંતાઈ,
તોયે ન રીઝે રાધા,કા'નનું  કાળજું જાયે કંતાઈ,
થાય રે આજે શામળીયાને,અંતરે બહુ અકરામણ,રાધા આજ......

જય શ્રી કૃષ્ણ   

Thursday, October 11, 2012

પ્રેમળ જ્યોતિ તારો ...

પ્રેમળ જ્યોતિ તારો ....(કવિ-નરસિંહ  દિવેટિયા)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી ,મુજ જીવન પંથ ઉજાળ,
દૂરપડ્યો નિજ ધામથી હૂં,ને ઘેર ઘન અંધાર ,(૨)
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં(૨) ,નિજ શિશુને સંભાળ ,
મારો જીવન પંથ ઉજાળ ,પ્રેમળ.........
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દૂર નજર છો  ન જાય,(૨)
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,(૨)એક ડગલું બસ થાય ,
મારે એક ડગલું બસ થાય ,પ્રેમળ .........
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર,(૨) 
આપ બળે માર્ગ જોઇને ચાલવા ,(૨)હામ ઢળી મૂઢ બાળ,
હવે માર્ગ તુજ આધાર,પ્રેમળ.....
ભભકભર્યા તેજથી લોભાયો,ને ભય છતાં ધર્યો  ગર્વ, (૨)
વીત્યા વર્ષો ને લોપ સ્મરણ શ્રી(૨),સ્ખલન થયો જે સર્વ,
મારે આજ લગી નવું પર્વ ,પ્રેમળ.....
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !,આજ લગી પ્રેમભર(૨)
નિશ્ચય મને તે સ્થિર પગલેથી,(૨)ચલવી પહોચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની શેર ,પ્રેમળ.....
કર્દમ ભૂમિ કળણ ભરેલી,ને ગિરિવર કેરી કરાડ,(૨)
ધસમસતા જળકેરા પ્રવાહો,(૨)સર્વ વટાવી કૃપાળ,
મને પહોચાડશે નિજ દ્વાર,પ્રેમળ....
રજનિ જશે ને પ્રભાત ઉજળશે,ને સ્મિત ફરશે પ્રેમાળ,(૨)
દિવ્ય ગણોના વદન મનોહર,(૨)મારે હૃદય વસ્યા ચિરકાળ,
જે મેં ખોયા હતા ક્ષ
વાર ,પ્રેમળ.......

જય શ્રી કૃષ્ણ .

Sunday, October 7, 2012

માડી તારું કંકુ ............(ગુજરાતી ભજન)

હે માડી  તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો (૨)
જગમાથે  જાણે   પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ ખર્યુંને......
મંદિર સર્જાયુંને ઘંટારવ ગાજ્યો(૨)
નભનો ચંદરવો માએ આખ્યુંમાં આંજ્યો(૨)
દીવો થાવા મંદિરનો ચાંદો આવી થોભ્યો,કંકુ ખર્યુંને.......
માવડીની ખોટે માં તારાના મોતી(૨)
જનનીની આખ્યુંમાં પૂનમની જ્યોતિ(૨)
છડી રે પુકારે માની મોરલો ટહુક્યો,કંકુ ખર્યુંને.....
માવડીના રખના ભૂખરા વાગ્યા(૨)
અજવાળી રાતે માએ અમૃત ધોર્યા(૨)
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો ,કંકુ ખર્યુંને.....
માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ....

Tuesday, October 2, 2012


ભોલે તેરી જતામે...(શિવ ભજન)  

ભોલે તેરી જતામે ,શિવજી તેરી જતામે ,
બહતી હૈ ગંગ ધારા, બહતી હૈ ગંગ ધારા....
ગળે મુન્ધ્માલા રાસે ,શશી બાલમે બિરાજે,
હો ડમરુનો નાદ બાજે ,કરમે ત્રિશુલ ધારા,(૨)ભોલે તેરી......
જબ દિન તેરે રાશી,કટિબંધ નાગ ફાંસી,
ગીરીજા હૈ સંગ દાશી,સબ વિશ્વકે આધારા(૨) ભોલે તેરી .....
મૃગચર્મ વસ્ત્ર ધારી,રસરાજ્પે સવારી,
 
નિજ પાપ દુઃખ હારી ,કૈલાશમે બિરાજા  (૨) ભોલે તેરી......
શિવ નામ જો ઉચ્ચારે,સબ પાપકો સ્વીકારે,
બ્રહ્માનંદના વિષાદે,ભવ સિંધુ પાર પામે (૨)ભોલે તેરી ......

હર હર મહાદેવ

Saturday, September 22, 2012


નહિ ચાહિયે..(હિન્દી ભજન)

નહિ ચાહિયે  દિલ દુખાના કિસીકા,
સદા ના રહ હૈ,સદા ના રહેગા,જમાના કિસીકા,
આયેગા બુલાવા તો જાના પડેગા,
શરીર તુમકો આખિર ઝુકાના પડેગા,
વહા  ના ચલેગા બહાના કિસીકા,નહિ ચાહિયે ......
શોહરત તુમ્હારી  બેહ જાયેગી યે,
દૌલત યહીપે રેહ જાયેગી યે,
નહિ સાથ જાતા ખજાના કિસીકા,નહિ ચાહિયે........
પહેલે તો તુમ અપને આપકો સમાલો,
હતી નહિ બુરાઈ  તુમકો ઔરોમે નિકાલો,
બુરા હૈ બુરા જગમે બતાના કિસીકા,નહિ ચાહિયે........
દુનીયાકા ગુલશન સદા હી રહેગા,
યેતો જહામે લગા હી રહેગા,
આનાં કિસીકા જગમે જાના કિસીકા,નહિ ચાહિયે ,,,,,
સદા ના રહ હૈ,સદા ના રહેગા,જમાના કિસીકા,
જય શ્રી કૃષ્ણ.

Monday, September 17, 2012

હે જગજનની હે જગદંબા (ગુજરાતી ભજન)


હે જગજનની હે જગદંબા (ગુજરાતી ભજન)

હે જગજનની હે જગદંબા ,માત ભવાની શરણે તું લેજે,(૨)
આદ્યા શક્તિ માં આદિ અનાદી,અરજી અમારી ઉરમાં ધરજે ,હે જગજનની ........
દુઃખ ભલે હોય મેરુ સરીખા,રંજ એનો મને થાવા ન દેજે (૨)
રજ સરીખું દુઃખ જોઈ બીજાનું ,જોવાને બે આંખ્યું દેજે ,હે જગજનની......
ધૂપબનું તું મને સુગંધ દેજે,રાખ થઇ ઉડી જાવા તું દેજે,(૨)
હું બળુ પણ બાળું નહિ બીજાને ,જીવન મારું સુગંધિત કરજે ,હે જગજનની........
કોઈના તીર નું નિશાન બનીને, શીશ મારું તું વીંધાવા તું દેજે,(૨)
ઘા  સહીને ઘા  કરું નાં કોઈ પર,ઘાયલ થઇ પડી રહેવા તું દેજે ,હે જગજનની........
શક્તિ દે માં ભક્તિ તું દેજે ,દુનિયાના દુઃખ જોવા દેજે (૨)
શાંતિ દુર્લભ તારા ચરણોમાં,માં અંબા મને ખોલે તું લેજે ,હે જગજનની.......
હે માં,હે માં,હે માં,હે માં ,.........
હે માતભવાની,દીનદયાળી,પરમકૃપાળી,ત્રિશુલધારી,
હે અંબા જગદંબા માતા,સંકટમાંથી લેજો ઉગારી .હે માં...,હે માં....

Monday, August 27, 2012

વારંવાર પ્રણામ (ગુરૂ ભજન)

વારંવાર પ્રણામ (ગુરૂ  ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

છે સહુ તીરથધામ ,ગુરુ  તમારા ચરણોમાં
એવા હે ગુરુદેવ તમને વારંવાર પ્રણામ,
તમારા હૃદયે માં ગૌરી વસે,કંઠે શારદા માતા ,
તમારા મુખે જે વચન વહે તે સિદ્ધ થઇ જાતા ,એવા હે ગુરુદેવ.......
ગુરુ જોઉં તારા હૃદયે હું બ્રહ્મા, વિષ્ણુ,મહેશ
ત્યારે ભક્તિ જોડાતા ,થાય ગુરુનો એવો સત્સંગ
કૃષ્ણની સંભળાઈ બંસરી તે તો ગુરુ કૃપાનો આનંદ,
ગુરુની માયા,ગુરુની કૃપા અને આ બધા ગુરુના ખેલ,એવા હે ગુરુદેવ.....
જનમના દાતા માતા પિતા,પણ તમે કર્મના દાતા,
તમારાથી જોડાતી ભક્તિ,તમે મારા ભાગ્ય વિધાતા,
મારા જીવનની પળેપળ પ્રભુ તારા વિના વિહવળ,
તમને પ્રણામ કરું,હું નમન કરું કે પ્રેમેલાગુ પાય,એવા હે ગુરુદેવ......
ભક્તની નિર્બળતાને ,ગુરુ કરતા બળવાન
અજ્ઞાનીને જ્ઞાન દઈને કરે જીવન ઉદ્ધાર
કુદરત રંગે નિત્ય નિયમથી થાતા સાંજ સવાર
ભક્તોની ભક્તિને વશ થઇ કરુણાનો નહિ પાર ,એવા હે ગુરુદેવ......
બલિહારી એવા મારા ગુરુની,જેનો નથી કોઈ પાર,
ગુરુસંગે ગોવિંદ મળે ને,ગુરુસંગે દામોદર,
રામ ભક્તિનો મોહ જગાડી ,ગુરુ કરે  જીવન પવિત્ર,
જય હો,  બાબા, જય,જય હો એવા ગુરુના ચરિત્ર ,એવા હે ગુરુદેવ.....
જય ગુરુદેવ

Wednesday, August 15, 2012

જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન)

જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો...(૨)
માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો......
સપનાની આ દુનિ યામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિંદ્રાથી  ,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો........
ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક  પરપોટો ...
જીવન છે,મુસીબતો  તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે.......
જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે......
જય શ્રી કૃષ્ણ

Saturday, August 11, 2012

જાય છે આ જીવન....(ભજન)


જાય છે આ જીવન....(ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

જાય છે આ જીવન તારું ધીરે ધીરે,
નમી  જ ઈ રહી છે કમર ધીરે ધીરે ,જાય છે.....
બાળપણ ગયુંને યુવાની વીતી ગઈ,
હવે થાશે ઘડપણ  ની અસર ધીરે ધીરે,જાય છે.....
સુખ ભોગ બન્યું તારા દુઃખનું એ કારણ,
ખોવાતો રહ્યો તેમાં તું ધીરે ધીરે ,જાયછે....
ભક્તિથી રહ્યો વંચિત તું મુસાફર
હવે પુરવાની કસર ધીરે ધીરે,જાય છે .....
મુશ્કેલ છે કેમકે રસ્તો કઠણ છે,
ન હારીશ તું થશે સફળ ધીરે ધીરે ,જાય છે......
બહુમાન ,મોટાઈમાં ખોવાતો રહ્યો તું,
પણ ઘટશે અસર તેની ધીરે ધીરે,જાય છે......
ગુરુ જ્ઞાન વિના તું ડૂબતો રહ્યો છે,
ગુરુ સંગ કરશે અસર ધીરે ધીરે,જાય છે.....
જીવનના આ રસ્તે થયેલું અંધારું,
ઘટીને પ્રકાશિત થશે ધીરે ધીરે,જાય છે....
(
હિન્દી ભજનના આધારે)
જય શ્રી કૃષ્ણ 

Tuesday, August 7, 2012

અનમોલ તેરા જીવન...(હિન્દી ભજન)

 અનમોલ તેરા જીવન...(હિન્દી ભજન)

અનમોલ તેરા જીવન ,યુ હી ગવા રહા હૈ(૨)
કિસ ઓર તેરી મંઝીલ કિસ ઓર જા  રહા હૈ,અનમોલ.....
સપનોકી નીંદમેં હી  યહ રાત ઢલ ન જાયે (૨)
પલ ભરકા ક્યાં ભરોસા કહી જાન નિકલ ન જાયે
ગિનતી કી હૈ યે સાંસે યુ હી લુટા રહા હૈ ,કીસ ઓર તેરી........
જાયેગા જબ યહાસે કોઈ સાથ ન દેગા
ઇસ હાથ જો દિયા હૈ ઉસ હાથ જાકે લેગા ,
કર્મોકી હૈ યે  ખેતી,ફલ  આજ પા રહા હૈ ,કિસ ઓર તેરી.....
મમતાકે બંધનોને  કયું આજ તુઝકો ઘેરા (૨)
સુખમે સભી હૈ સાથી,કોઈ નહિ હૈ તેરા,
તેરા હી મોહ તુઝકો કબસે રુલા રહા હૈ,કિસ ઓર તેરી......
અનમોલ તેરા જીવન ,યુ હી ગવા રહા હૈ(૨)
કિસ ઓર તેરી મંઝીલ કિસ ઓર જા  રહા હૈ,અનમોલ.....
જબ તક હૈ ભેદ મનમેં ભગવાનસે  જુદા હૈ
ખોલો જો દિલકા દર્પણ ઇસ ઘરમે હી ખુદા હૈ,
સુખ હોતે હો ભી તું દુઃખ આજ પા રહા હૈ ,કિસ ઓર તેરી ....... 
 જય  શ્રી ક્રિશ્ના

Monday, July 30, 2012

જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા.....(શ્રી જી ભજન)


જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા.....(શ્રી જી ભજન)
-મહેન્દ્ર ભટ્ટ 

જ ય શ્રી કૃષ્ણ કહેતા કહેતા હૃદયે પ્રભુજી રાખજો,(૨)
કમળ નિર્મળ ચહેરા ઉપર પ્રશન્નતા પ્રસરાવજો ,
ભૂલતા નહિ પણ જીહવા ઉપર શબ્દો સાચા આવશે ,
પરોઢના દરવાજે એવા પ્રસન્ન કિરણો પ્રકાશશે ,જય શ્રી કૃષ્ણ કહેતા......
મંગળાના દર્શનનો લાવો લુટજો ને લૂટાવજો,
પ્રેમથી પ્રારંભાતા  પ્રભાતે પ્રભુને પ્રેમે વધાવજો,
શ્રીજી શ્રીજી કરતા કરતા વૈષ્ણવો હરખાય છે,
દિવસભર પ્રભુજીના ધામે ,ભક્તિ સભર થઇ જાય છે,જય શ્રી કૃષ્ણ કહેતા.....
સત્સંગ સેવી હું પણાને સદા વિદાય આપજો,
બહુ રૂપિયાનું જીવન છોડી,પ્રેમ હૃદયમાં સ્થાપજો
શ્રી પ્રભુ શરણે શીશ નમાવી સદાનું શરણું યાચજો
શ્રી વલ્લભ પ્રભુની સેવા સાંધી ,જીવન ધન્ય બનાવજો,જય શ્રી કૃષ્ણ કહેતા......
જય શ્રી કૃષ્ણ.

Tuesday, July 24, 2012

ભગવાન મેરી નૈયા.....(હિન્દી ભજન)


ભગવાન મેરી નૈયા.....(હિન્દી ભજન)

ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના
અબ તક તો નિભાયા હૈ, આગેભી નીભા લેના(૨)
હમ દીન, દુઃખી,નિર્બળ ,નિત નામ રહે પ્રતિપળ,હોજી હો.......
યહ સોચ કરત જોગી,પ્રભુ આજ નહિ તો કલ 
જો બાગ લગાયા હૈ,ફૂલોસે સજા દેના,ભગવાન મેરી નૈયા .......
તુમ શાંતિ સુધાકર હો,તુમ જ્ઞાન દિવાકર હો ,હોજી હો......
મન હંસ ચુગે મોતી,તુમ માન સરોવર હો
દો બુંદ સુધારસકી હમકો ભી પીલા દેના ,ભગવાન મેરી નૈયા.....  
સંભવ હૈ ઝંઝટ મેં ,મૈ  તુમકો ભૂલ જાઉં,
પણ નાથ તુમ ભી મુઝકો ભૂલા કહી ન દેના હોજી હો....
જલ બલકે  સાથ માયા  ઘેરે મુજકો પાકર,
જબ દેખતે ન રહેના ,તબ આકે  છુડા લેના ,ભગવાન મેરી નૈયા......
તુમ ઇષ્ટમેં   ઉપાશક ,તુમ પૂજ્યમે પૂજારી, હોજી હો...
જબ સત્ય હૈ  તો સ્વામી,સચ કરકે દિખા દેના ભગવાન મેરી નૈયા......
અબ તક તો મેં ખોયા થા,સંસારકે જાલોમે,હોજી હો...
કરુણા કરકે તુમને મુઝે હોશ દિલાયા હૈ,
તેરે ચરનોમે હું પડા, મુઝે જલ્દી ઉઠા લેના, ભગવાન મેરી નૈયા.....
મૈ ખોજ રહા થા અમૃત ,ઇન વિષકે પ્યાલોમે,
એક ઝલક તેરી જો મિલી,તો સાર  યે  પાયા હૈ,હોજી હો....
માયાકે હરેક પલમે તુહી તો શમાયા હૈ, ભગવાન મેરી નૈયા.....
રોકો ભી ભલા કબ તક દર્શન કો મુઝે તુમસે,હોજી હો....
ચરનોકો લિપટ જાઉં,વૃક્ષોસે લતા જૈસે,
અબ ધ્વાર ખડા તેરે મુઝે રાહ દિખા દેના,ભગવાન મેરી નૈયા.......
મઝધાર પડી નૈયા,ડગમગ ડોલે ભવમેં  ,હોજી હો....
આ ઓ શીલાનંદન  હમ ધ્યાન ધરે મનમેં
અબ તન કરું બિનતી,મુઝે અપના બના લેના ,ભગવાન મેરી નૈયા.......
જય શ્રી કૃષ્ણા

Saturday, July 21, 2012

અજબ કાયાનો ઘડનારો.(.ભજન)


અજબ કાયાનો ઘડનારો.(.ભજન)


પ્રભુજિ પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
એ પોતે એમા પુરાણો..૨
માયાપતિ માયા ને વસથય માનવ બનિ ને મુંજાણો..
પ્રભુજિ પોતે એમા પુરાણો..૨

પુરણબ્રમ્હ પરમાત્મા રુપે..૨
એકલો બહુ અકળાણો..૨
એતોહં બહુસ્વામિ કહિને...૨
લખચોર્યાસિ મા સમાણો..૨
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..૨

કોટિ બ્રમ્હાંડ રચ્યા પલકમા ને એમાં સાંધો ક્યાય ન  દેખાણો..૨
અખંડ માંથી ખંડ ઉપજ્યુ..૨
થયો ન ઓછો દાણો..
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..૨

પ્રુથવિ મહિ  ઔષધી  એ સૌને દેવા વાળો..૨
 હજાર  હાથે દિયે છતા એ..૨
પોતે ન ક્યાય દેખાણો..પ્રભુજિ ..૨
પોતે એમા  પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા  પુરાણો..૨

પોતે ભગવંત પોતે પુજારિ..૨
પોતે દર્સન વાળો..
રિધિ સિધિ દિયે સંતોને..૨
સ્વામિ થયને સુઢાળૉ..૨
પોતે એમા  પુરાણો..
અજબ  કાયાનો ઘડનારો..૨
પોતે એમા  પુરાણો..

દ્રસ્યમાન છે જે  કઈ  જગમા..૨
સિયારામ મય જાણો..
તમે સિયારામ મય જાણો..
ગુરુકૃપા આનંદ તેરે..૨
અર્જુન માયામા અટવાણો..૨
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..
જય શ્રી કૃષ્ણ

Thursday, July 19, 2012

હિન્દી ભજન


તેરે નામકા સુમિરન કરકે (હિન્દી ભજન)

તેરે નામકા સુમિરન કરકે મેરે મનમેં સુખ ભર આયા(૨)
તેરી કૃપાકો મૈને પાયા,તેરી દયાકો મૈને પાયા (૨)તેરે  નામકા......
દુનીયાકી ઠોકર ખાકર(૨)જબ હુઆ  થા જી બે સહારા
ના પાકાર અપના કોઈ,જબ મૈને તુમહે  પુકારા ,
હે નાથ મેરે શિર ઉપર તુને અમૃત બરસાયા,તેરી કૃપાકો...તેરે નામકા......
તું સંગમે થા નિત મેરે,(૨) યે નૈના દેખ ન પાયે,
ચંચલ માયાકે રંગમે યે નૈન રહે ઉલઝાયે,
જીતની બાર ગીરા હું ,તુને પગ પગ મુઝે  ઉઠાયા,તેરી કૃપાકો.....તેરે નામકા.......
ભવસાગરકી લહેરોમે,(૨)ભટકી જબ મેરી નૈયા,
તટ છૂના ભી મુશ્કિલ થા,નહિ દીખે કોઈ કેવૈયા,
તું  લહેર બના સાગરકી,મેરી નાવ  કિનારે લાયા,તેરી કૃપા......તેરે નામકા......
હરતરફ તુમ્હી હો મેરે,(૨)હરતરફ તેરા ઉજીયાલા,
નિર્લેપ પ્રભુજી મેરે,હર રૂપ તુમ્હીને ધારા,
તેરી શરણમે હોકે દાતા, તેરા તુઝ્હિકો ચઢાયા,તેરી કૃપાકો....તેરે  નામકા.....
તુને જ્ઞાનકી જ્યોત જલાકે,(૨)અજ્ઞાન દુર કિયા મેરા,
જબ મિલા સહારા તેરા,છુટા જનમ મરણકા ફેરા,
તેરે ચરણોમે હે સદગુરુજી,મૈને મોક્ષધામકો પાયા
તેરી કૃપાકો........તેરે નામકા........
જય સદગુરુજી,જય ભગવાન. 

ગુરુ ભજન


એક દિન આવે એક દિન જાવે(ગુરુ ભજન)

ઘટમે પુરણ બ્રહ્મ બિરાજે બંદા કરે ભરમ  મનમેં
એક દિન આવે એક દિન જાવે બચે ન કોઈ ઇસ જગમે
ખુદા બનાવે આંખોવાલે ,કરલી આંખે બંધ સબને (૨)
ખુદાને કાન દિયે  દો  સબકો,હો ગયે બહેરે ઇસ જગમે  એક દિન......
મન તો સુલાવે નીન્દ મોહકી,ગુરુ તોડે જુથે સપને,
ખુદા સમાન બનાવે સબકો ,કરતે અંતર હમ સબમેં ,એક દિન.....
ગુરુને દીન્હી ચાબી ઐસી ,ખુલ ગયે તાલે સબ અપને,
કહતે સંત સુનો ભાઈ સાધો ,ગુરુ મીટાવે ભ્રમ પલમે , એક દિન આવે......
ઘટમે પુરણ બ્રહ્મ બિરાજે,બંદા કરે ભરમ મનમેં ,એક દિન આવે......

જય ગુરુદેવ 

Sunday, July 15, 2012


શ્રદ્ધાનો દીવડો (જલારામ ભજન)

અખંડ તું  રાખજે  માં વીરબાઇ  ,મારો શ્રધ્ધાનો દીવડો,
જોજે બુઝાય જાય ના ,માં મારો.........અખંડ....
હે......હ્રુદીયાનું  રૂપાળું કોડિયું રે કીધું,
સત્સંગના ઘી થકી છલકાવી દીધું,
વહાલની વાટ્યું વણી માં વીરબાઇ,મારો ....અખંડ.....
એ..જીવડો મારે મન સોનાનો સુરજ છે,
અંધારા ટાળે એ અજવાળા દે છે  
રાંકનું રતન છે માં વીરબાઇ મારો ...અખંડ....
એ ...શ્રદ્ધાની પાંખડીનું અતિ રૂડું ફૂલ છે,
શ્રદ્ધાના દીવડાનાં    મો ઘેરા મૂલ છે,
ઝળહરતો રાખજે માં વીરબાઇ ,મારો ...અખંડ....
એ ..જલીયાર વીરબાઇ માં ,
દીવડાનાં અજવાળે પહોચવું

આ મારે,હૈયામાં  હામ દેજે માં વીરબાઇ ,મારો...અખંડ.....

જય  જલારામ બાપા

Monday, July 9, 2012

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા પૂરો મારી આશ,જલીયાર ચરણોમાં રાખજો (૨)
બાપાના બગીચાના છોડ  મારે થવું,
પુજાના ફૂલ નિત નવલા ખીલાવું,
દેજો બાપા નિત નવા નીર જલીયાર.......
જોગીડા.....
ધજા થઇ જાવું તારી ફરકું ભવનમાં
કીર્તિ જલીયારની પ્રસરાવું ગગનમાં,
વર્તાવું  જયજયકાર જલીયાર...
જોગીડા.........
જોગી તારી આરતીનો દીપ બની જાવું,
જાતને પ્રજાળીને અંધારું તાળું,
પ્રગટું  હું થઈને પ્રકાશ, જલીયાર.......
જોગીડા.......
ઉડી ઉડી જાઉં હું પુરણ બનીને,
વિરપુર ગામની ધૂળમાં મળીને,
પાવન પાવન થઇ જાઉં,જલીયાર.....
જોગીડા....
રહેવું થઈને તમારા દાસ ,જલીયાર........
જોગીડા પૂરો મારી આશ જલીયાર......

જય  જલારામ બાપા

Saturday, June 30, 2012

જપ લે હરિકા નામ (હિન્દી ભજન )

જપ લે હરિકા નામ (હિન્દી ભજન )



જપલે હરિકા નામ તું મનવા જપ લે હરિકા નામ (૨)
ઇસકે નામસે, બન જાયેંગે તેરે બિગડે કામ , મનવા જપ લે.......
નામ તો વો ધન હૈ કે જો નિર્ધનકો  ધનવાન બનાયે
નામ હી નરકો નાંરાયણકી એક પહેચાન કરા દે
મતલબ એક હૈ રામ કહે તું યા કહેલે રહેમાન,મનવા જપ લે ........
સ્વ્પનેકો અપના સમજે તું રેતકે મહેલ બનાયે,  
પદ્છાઈકે  પીછે ભાગે,હાથ કછુ ન આયે તેરે હાથ કછુ ન આયે
નામકે પેડકી છાવ તલે તું  કરલે કુછ વિશ્રામ ,મનવા જપ લે......
સુરજ,ચાંદ,સિતારે,પંછી,નદિયા,નાવ,સમંદર
નામકે બલસે હી ચલતે હૈ યે  ધરતી યે અંબર,
નામકે બલસે દિન ઉગતા હૈ,નામસે ઢલતી શામ મનવા જપ લે ........    
ઇસકે નામસે બન જાયેંગે તેરે બિગડે કામ તું મનવા જપ લે .......

Wednesday, June 27, 2012

મારે આંગણિયે

મારે આંગણિયે
-મહેન્દ્ર ભટ્ટ

આવજો આવજો આવજો રે બાબા મારે આંગણિયે (૨)
શકતી વગરની ભક્તિમાં રહીને,
સજાવું પુષ્પમાળ પુષ્પો ગુથીને,
કરજો વિનંતી સ્વીકાર ,બાબા મારે આંગણિયે, આવજો આવજો.......
આંગણિયા મારા સાફ કરાવી,
આસોપાલવના તોરણ બનાંવી,
સજ્યા મેં તો શણગાર ,બાબા મારે આંગણિયે,આવજો આવજો.........
નથી કોઈ મને મોતીની આશા,
એમાં સતત વર્તાતી નિરાશા ,
બસ કરજો ભક્તિનો સ્વીકાર,બાબા મારે આંગણિયે,આવજો આવજો.......
જનમ મરણ વચ્ચેની ઝંઝાળે,
ઝૂમ્યો જીવન બાબા તીક્ષણ ધારે .
હવે કરશો ન બહુ વાર ,બાબા મારે આંગણિયે,આવજો આવજો .........

જય શ્રી
સાઇ બાબા

Friday, June 15, 2012

એક હિન્દી ભજન
 

મેરા આપકી કૃપાસે સબ કામ હો રહા હૈ,
કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ -મેરા આપકીકૃપાસે......
પખવાર કે બીના હી મેરી નાવ ચલ રહી હૈ,
હેરાન હૈ જમાના મંઝીલ ભી મિલ રહી હૈ (૨)
કરતા નહિ કુછ ભી સબ કામ હો રહા હૈ-મેરા આપકી કૃપાસે.......
તુમ સાથ હો જો મેરે કિસ ચીજકી કમી હૈ(૨)
કિસી ઔર  ચીજકી અબ દરકાર હી નહિ હૈ
તેરે સાથસે ગુલામ અબ ઉલ્ફામ હો રહા હૈ ,મેરા આપકી કૃપાસે.......
મૈ તો નહિ હું કાબિલ,તેરા પ્યાર કૈસે પાઉં,
તૂટી હૂઈ  વાણીસે ગુણગાન કૈસે ગાઉ  (૨)
તેરી
પ્રેરણાસે હી સબ યે તમામ હો રહા હૈ   -મેરા આપકી કૃપાસે.....
તુફાન આંધીયોસે તુમને દિયા સહારા ,
તુમ કૃષ્ણ બનકે આયે,મૈ જબ બના સુદામા,(૨)
તેરા કર્મ 
યે મુજીપે સરેઆમ હો રહા હૈ -મેરા આપકી કૃપાસે......
મુજે હર કદમ  દગર પર તુમને દિયા સહારા,
મેરી જીંદગી બદલ દી તુને કરકે એક ઈશારા (૨)
અહેશાન પર
યે તેરા અહેશાન હો રહા હૈ -મેરા આપકી કૃપાસે.......
કરતે હો તુમ કનૈયા,મેરા નામ હો રહા હૈ,
મેરા આપકી કૃપા સે  સબ કામ હો રહા હૈ.

Tuesday, June 12, 2012

નારેશ્વરનો  નાદ
-મહેન્દ્ર ભટ્ટ

મને વ્હાલું રંગ નામ, રંગ રંગ રંગ  નામ
રંગ અવધૂત નામ, રંગ રંગ રંગ નામ
બોલો ભાઈ પ્રેમથી તમે  રંગ રંગ નામ,મને વહાલું .......
નારેશ્વરથી  ગુન્જાયો  એ નારેશ્વરનો નાદ
ભક્તિ ભરપુર પ્રવાહે નારેશ્વર વચ્ચે ધાય
ભક્તોની સદા સહાય કરતા રંગ મહારાજ,મને વ્હાલું.....
ગુજરાતે નારેશ્વરમાં એવા સંતનો પ્રભાવ,
ધરા ગુર્જરી સદા ભરેલી ભક્તોને સંતોથી
બાપજી ને ભક્તો વચ્ચે સદા ભક્તિનો વાસ,મને વ્હાલું......
આંઠ વર્ષની વયે ગુરુની થાય મુલાકાત,
રેવા કિનારે શુકલતીર્થ પવિત્ર ધામ કહેવાય
પિતાશ્રીની સાથે સંધાયો ગુરુજીનો સાથ , મને વ્હાલું .......
આરામ ખુરશી માં બેઠેલા ગુરુની સ્મૃતિ થાય
પ્રસાદીમાં ગુરુએ આપ્યું કેળું હાથોહાથ
ત્યારથી રંગાયોને રેલાયો ગુરુજી નો સાથ ,મને વ્હાલું .....

ગુરુદેવ દત્ત

Friday, May 4, 2012

એક દિન (હિન્દી ભજન)

તોડ ચલેગા જગસે નાતા,સદા સદા સો જાયેગા
એક દિન ઐસા આયેગા એક દિન ઐસા  આયેગા
ધન દૌલત ઔર રિસ્તે નાતે એક પલમે છૂટ જાયેગા,  એક દિન........
જિનકો તું અપના કહેતા હૈ,
યે ન તેરે અપને હૈ
તું રાહી હૈ જીવન પથકા,
યે સબ સારે સપને હૈ
તુતેગા જબ સપના તેરા સબ અપના ખો જાયેગા,એક દિન........
જબસે જગકો અપના સમજા,તબસે રબ્કો ભૂલ ગયા
જન્મોસે તું આતા રહા,હર બાર ગર્વમે ડૂબ ગયા
અબ ભી વક્ત હૈ સુનલે બંદે બાદમે તું પસ્તાયેગા,એક દિન.........
બચપન તેરા બીત ગયા ઔર જાતી તેરી જવાની હૈ
યે જીવન તો કલ કલ બહેતા એક નદીયાકા પાની હૈ
હાથ ગુરુકા થામ લે વરના બીચ
ભવરમે  ડૂબ જાયેગા,એક દિન........
નહિ જાયેગા લખ ચોરાસી જિસને ગુરુકો પાયા હૈ,
બડભાગી હૈ ગુરુ સંગ જિસને જીવન સફળ બનાયા હૈ
ગુરુ ચરનોસે પ્રીતિ કરલી અંત ગુરુમે સમાયેગા,એક દિન........
તોડ ચલેગા જગસે નાતા સદા સદા સો જાયેગા
એક દિન ઐસા આયેગા,એક દિન ઐસા આયેગા.

Monday, April 30, 2012




શ્રી યમુનાસ્તક

શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા,સિદ્ધી અલોકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું
પુંજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
માં સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા,ત્યાં કાલીન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા,ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા
હરી હેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શુક મોર સારસ હંસ આદી પક્ષીથી સેવાયેલા, ગોપીજનોએ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા
તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોટી તણા ,કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે
નિતંબ રૂપ શ્રી તટ તણું અદભુત દર્શન થાય જો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અનંત ગુણથી શોભતા સ્તુત્ય દેવ બ્રહ્મા શિવ કરે,ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યું ,સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સહુ પુરા કરોજ્યમ ધ્રુવ પરાશરના કર્યાં, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રી કૃષ્ણના ચરણો થાકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયા,સત્સંગ પામ્યા આપનોને સીદ્ધીદાયક થઇ ગયા
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઈ શું કરે, સમ કક્ષામાં આવી શકે સાગર સુતા એકજ ખરે
એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો,વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અદભુત ચારિત્ર્ય છે આપનું વંદન કરું હું પ્રેમથી,યમયાતના આવે નહિ માં આપના પયપાનથી
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના,સ્પર્શે નાં અમને કોઈ ભય છાયા સદાછેઆપની
ગોપીજનોને પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો , વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રીકૃષ્ણને પ્રિય આપ છો મમદેહ સુંદર રાખજો,ભગવતલીલામાં થાય પ્રીતી  સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી  ગંગાજી પુષ્ટિમા વહયા,મમદેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો
વિરહાતિમાં હે માત મારા હૃદયમાં બીરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
હું આપની સ્તુત્ય શું કરું મહાત્મય અપરંપાર છે,શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી અદભુત જલક્રીડા તણા,જળના અણુની પ્રાપ્તિ થયે ગોપીજનોના પ્રેમથી
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજોવંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાસ્તકતણો,નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો
સિદ્ધી સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી,આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા અમારા વલ્લભાદિશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો ,(૨)
જય શ્રી કૃષ્ણ