Wednesday, September 25, 2013

કભી ફુરસદ હો તો જગદંબે.....(હિન્દી ભજન)


કભી ફુરસદ હો તો જગદંબે,નિર્ધન કે ઘર ભી આ જાના(2)
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
નાં છતર બના શકા સોનેકા,નાં ચુનરી ઘર મેરે તારો જડી,
નાં પેંડે બરફી મેવા હૈ માં,બસ શ્રધા હી નૈન બીછાયે  ખડી
ઇસ શ્રધાકી રખ લો લાજ હે માં,ઇસ અરજીકો નાં ઠુકરા જાના
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
જિસ ઘરકે દીયેમે તેલ નહિ,વહા જ્યોત જલાઉ મૈ  કૈસે,
મેરા ખુદ હી બિછાના ધરતી પર,તેરી ચૌકી સજાઉં મૈ  કૈસે
જહાં મૈ  બૈઠા વહી બૈઠકે માં,બચ્ચોકા દિલ બહેલા જાના,
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
તું ભાગ્ય બાનાનેવાલી હૈ માં,મૈ તકદીરકા મારા હું માં,
હે દાતી સમાલો ભિખારીકો,આખિર તેરી આંખોકા તારા હું મૈ,
મૈ  દોષી,તું નિર્દોષ હૈ માં, મેરે દોષોકો તું ભૂલા જાના
કભી ફુરસદ હો તો જગદંબે,નિર્ધન કે ઘર ભી આ જાના
કભી ફુરસદ હો તો જગદંબે।..............

જય માં જગદંબે





Thursday, September 19, 2013

મુશ્કેલી જ્યારે પડે.......

મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું,
સુખમાં હું વિસરું તને,દુઃખમાં હું યાદ કરું,
મુંડી હોય જ્યારે બે પૈસાની,બની જાઉં ત્યારે બહુ અભિમાની,
જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી........
યૌવન જ્યારે અંગમાં છલકે,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી......
સાથે હોય જ્યારે બે સંગાથી,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે એકલડું મરવું પડે,ત્યારે તને યાદ કરું,મુશ્કેલી.......
 
 

જય શ્રી કૃષ્ણ.  

Tuesday, September 3, 2013

ઘટમાં જીવલડો .... રંગ મને...


ઘટમાં જીવલડો .... રંગ મને...
શીરામણી કરી લેજો સહેલી(2)પીરસેલી પડી રહેશે થાળી રે,શીરામણી....
ઘટમાં જીવલડો  જાગ્યો રે,રંગ મને ભક્તિનો લાગ્યો રે....ઘટમાં....
કાયા  વાદળની છાયા રે,કોઈની  અમર નથી રહેવાની
ઘટમાં જીવલડો .... રંગ મને...
માયા બંધનની કાયા  રે,કઠણ છે છોડવી  જીવનથી રે,
ઘટમાં જીવલડો .... રંગ મને....
સગુણો  કહેવામાં સહેલા છે,આચરણ તેનું ઘણું મુશ્કેલ
ઘટમાં  જીવલડો   ...રંગ મને...
દુખી જીવ શોધે ફરી દરવાજો,ખોળિયે દસે દરવાજે તાળા
ઘટમાં જીવલડો   ...રંગ મને....
ચંદનબા રૂડું રૂપાળું નામ,ભભૂકતી જ્વાલા કરે તેનું કામ
ઘટમાં જીવલડો   ...રંગ મને.....
 જય શ્રી કૃષ્ણ
(છેલ્લી કેટલીક પક્તિઓ મેં જોડી છે,અનુકુળ નાં લાગે તો માફ કરશો -મહેન્દ્ર ભટ્ટ.)

Thursday, August 29, 2013

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..............

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..............


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ  વિશ્વનું એવી ભાવના નિત્ય રહે(2)
ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે(2)
એ સંતોના ચરણ કમળમાં મુઝ જીવનનું અર્ઘ્ય રહે(2)
દીન,ક્રૂર ને ધરમ વિહોણા દેખી દિલમાં દર્દ રહે(2)
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે -મૈત્રીભાવ.....
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,(2)
કરે ઉપેક્ષા એ માર્ગની તોયે ક્ષમતા ચિત્ત ધરું,(2)
ચિત્ર ભાનુની ધર્મભાવના હૈયે સહુ માનવ રાખે,(2)
વેરઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે,
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ  વિશ્વનું એવી ભાવના નિત્ય રહે


જય શ્રી કૃષ્ણ

Wednesday, July 31, 2013

સમય મારો....(શ્રીનાથજી ભજન)

સમય મારો....(શ્રીનાથજી ભજન)

 સમય મારો સાધજે વાલા ,કરું હું તો કાલાવાલા (2)
અંત સમય મારો આવશે જ્યારે નહિ રહે દેહનું ભાન,ભાન નહિ રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજો,દેજો યમુના પાન,પાન દેજો યમુના પાન,-સમય...(2)
જીભલડી  મારી પરવશ બનશે જો હારી બેસું હું હામ,હામ હારી બેસું હું હામ,
એવે સમય મારી વારે ચઢીને રાખજે તારું નામ,નામ રાખજે તારું નામ,સમય.....(2)
કંઠ રૂંધાસેને નાડીયો  તૂટશે,તૂટશે જીવન દોર,દોર તૂટશે જીવન દોર, 
એવે સમય મારા અલબેલાજી કરજો બંસરી શોર, શોર કરજો બંસરી શોર,સમય.....(2)
આંખલડી મારી પાવન કરજો દેજો એકજ નામ,નામ દેજો એકજ નામ, આંખલડી.....(2)
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ,પ્રાણ ભક્તો છોડે પ્રાણ,સમય.....(2)
અંત સમય મારો આવશે જયારે ,...................

જય શ્રી કૃષ્ણ.

Tuesday, June 25, 2013

નથી રહ્યો તું નટવર નાનો......

નથી રહ્યો તું નટવર નાનો......

જા જા રે તું કૃષ્ણકનૈયા જા જા જા,
નથી રહ્યો તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા કનૈયા જા જા જા (૨).
માતા જશોદા નંદબાબાને પૂછે રે એકજ વાર,
આ મોહન હવે તો મોટો થયો છે કરો સગાઈની વાત,
મોહન જેવડા સહુ ગોવાળો પરણી આવ્યા રે, કનૈયા જા જા જા..,જા જા રે....
આ નેહ્ડે નેહ્ડે વાત કરોને કન્યા ગોટો રૂપાળી (૨)
મોટેરાએ ભેળાં થઈને વાતનો કાઢ્યો તાગ,
આ રૂપાળી જશબાંધ છોડીને કરો સગાઈની વાત,  કનૈયા જા જા જા..,જા જા રે....
કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સંગે,(૨)
ત્યારે રાધાજીના માતપીતાએ તરત પાડી નાં,
ક્યા તમારો કાળીયોને ક્યા મારી રાધા,   કનૈયા જા જા જા..,જા જા રે.... 
રાધા મારી રૂપાળીને કંચન વરણી કાયા,(૨)
કાઢ તારા કાળિયાને લોક બધા લજ્વાયા,
જશોદા રડીને કહેવા લાગ્યા હવે શું થાશે ભાઈ,
કાનુડો ત્યારે હસીને બોલ્યો, ધીરજ ધરજો માં,  કનૈયા જા જા જા..,જા જા રે....
આ સગાઈની રૂડી વાત સુણીને રાધાએ માંડ્યા કાન,
સખીરે મુજને ક્યારે મળશે નંદ જસોદાનો લાલ,
રાધાજી કહે કાળો તોયે મારા તનમનનો આધાર,   કનૈયા જા જા જા..,જા જા રે....
હવે કનૈયે વેણું વગાડી ચૌદ ભુવનને જગાડ્યા,
રાધારાણીના માતપિતા પછી પગે લાગતાં આવ્યા,
કૃષ્ણપ્રભુનો વિવાહ થયોને લોકો બોલ્યા વાહ,   કનૈયા જા જા જા..,જા જા રે....

જય શ્રી કૃષ્ણ  
 

Wednesday, January 2, 2013

તારા આધારે ..........(ગુરુ ભજન)
 
તારા આધારે બેઠો છું રંગા ,તારી છે મોટી આશ(2)
તારી આશાએ બેઠેલા બાળને જોજે ન કરતો નિરાશ
આજે લાજ મારી તો  જાશે વાલા હસી તારી થાશે -તારા આધારે......
ડગમગ ડોલતી નાવડી મારી કંઠે  આવ્યા મારા પ્રાણ,(2)
તારા વિના બીજું કોણ બચાવે,સોપ્યું મેં તુજને શૂકાન
નાવ મારી તારો કે મારો ,મારે એક આશરો તારો(2) -તારા આધારે.......
દોડ દોડતો ભક્ત હે પ્યારા દુભાઈ તારો બાળ (2)
તારા બાનાની પટ રાખવાને (2) દોડને વહેલો દયાળ
આજે કેમ વિલંબ કીધો, ભરોશો શીદને દીધો(2)-તારા આધારે........
લોકો કહેશે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો  નાથ(2)
દીન  બાળકને દુઃખમાં દીઠો(2) તારો ન ઝાલ્યો હાથ ,
લોકો એમ મેણા દેશે,વાલા થી કેમ સહેવાશે(2)-તારા આધારે...........
શ્રધ્ધાને જોરે કહું છું કે,મારી અવધૂત રાખશે લાજ,(2)
ભક્તને કાજે દોડશે એને હૈયે છે ભકતની જાણ
બાળકની આશા પૂરી થાશે ,નીંદકોના મો  પડી  જાશે (2)-તારા આધારે ..........
ઓમ શ્રી રંગા,ઓમશ્રી રંગા ,ઓમશ્રી રંગા,ઓમ(2)

ઓમ શ્રી દત્તા,શ્રી રંગ અવધુતા
ઇતની શક્તિ હંમે દેના ..............(હિન્દી ભજન)

ઇતની શક્તિ હંમે દેના દાતા ,મનકા વિશ્વાસ કમજોર હો નાં,(2)
હમ ચલે  નેક રસ્તેપે,હમસે ભૂલકર ભી કોઈ ભૂલ હો નાં,ઇતની શક્તિ........
દુર અજ્ઞાન કે ઘોર અંધેરે,તું હંમે જ્ઞાનકી રોશની દે,
હર બુરાઈસે બચતે રહે હમ,જીતની ભી દે,ભલી જીંદગી દે,
બેર હો નાં કિસીકા કિસીસે ,ભાવના મનમેં  બદલેકી હો નાં,હમ ચલે .....ઇતની......
હમ નાં સોચે હંમે ક્યા મિલા હૈ,હમ યે  સોચે કિયા ક્યા હૈ અર્પણ,
ફૂલ ખુશીયોકે બાટે સભીકો,સબકા જીવન હી બન જાયે મધુબન ,
અપની કરુણાકે જલ કો બહાકેબહાકે,કર દે પાવન હરેક મનકા હોના,હમ ચલે ......ઇતની .......
 જય  શ્રી ક્રિશ્ના.