Sunday, October 19, 2014

માતા સરસ્વતી દેવીનો પ્રભાવ

માતા સરસ્વતી દેવીનો પ્રભાવ (એક કથાકારના કથનના આધારે)


એક વખત એક બાળકને માતા પિતાએ કાઢી મુક્યો,બાળકમાં વિશેષ બુદ્ધિ ન હતી,બિચારો મુર્ખ હતો,ન કરવાનું કામ કરતો હતો અને માતાપિતા માટે પરેશાની સિવાય કંઈજ બાકી રાખ્યું ન હતું,પ્રેમના ઘુટને ઉતાર્યા વગર આખરે તેને કાઢી મુક્યો,બીજા લોકોને તો હેરાન ન કરે,આ બાળક નીકળી ગયો,ભટકતા ભટકતા તે એક વનમાં આવી પડ્યો,વનમાં વિચરતા ઘણા જંગલી પશુઓથી બચતો,તે વિચરતો હતો,ત્યાં કોઈક પારધીએ તેના ભાથામાંથી એક તીર કાઢી એક ભુંડ તરફ છોડ્યું,તીર નિશાના ઉપર લાગતાં, પેલું ભૂંડ પડ્યું,અને આખરી ચીસ પાડવા લાગ્યું,તેના અવાઝ્ની આ મુર્ખ બાળકે કોપી કરી અને તેના જેવો અવાઝ કાઢ્યો,કેમકે તે મુર્ખ હતો,વિશેષ બુદ્ધિ તો હતી નહિ,બસ તેના અવાજથી દેવી સરસ્વતી પ્રગટ થઇ ગયા,અને વચન આપ્યું,"બેટા માંગ,તું માંગે તે હું તને આપું" અને આ બાળકને તેનો કોઈ પ્રભાવ ન પડ્યો,તે બોલ્યો "તમે કોણ છો?"અને માતાજીએ કહ્યું"બેટા હું માં સરસ્વતી તે મને યાદ કર્યો એટલે તને મદદ કરવા પ્રગતિ છું"અને બાળકે તરતજ કહી દીધું,"મેં તમને કઈ યાદ નથી કર્યા,અને મારે કઈ નાં જોઈએ"દેવી નું પ્રાગટ્ય મુર્ખ બાળકને અસર ન કરતા,માએ ફરી કહ્યું "બેટા તું એઇમ ,એઇમ એઇમ, બોલ્યો એટલે હું પ્રગટ થઇ"તો પણ બાળક યથાવત મરતા ભૂંડની અવાજની નકલ કરતો રહ્યો,માતાજી તો બધું જાણતા હતા,તેમણે તેમના જમણા હાથે મુર્ખ બાળકને આશીર્વાદ આપી બુદ્ધિવાન બનાવી દીધો,માતાજી આશીર્વાદ આપી અદ્રશ્ય થયા,
માતાજીનો મંત્ર "ઐમ ઐમ ઐમ "  હતો,મરતા ભૂંડ નો અવાજ પણ કૈક એવોજ હતો,અને આમ અબુધ બાળકને તેની નકલ કરતા તેને માતાજીના દર્શન અને બુદ્ધિ મળી,માં ખુબ કૃપાલુ દેવી છે,ભક્તોની રક્ષા માટે આજે પણ સારા જગતમાં વ્યાપ્ત છે,માં સહુનું કલ્યાણ કરે,શ્રી સરસ્વતી માતાજીની જય.


-મહેન્દ્ર ભટ્ટ  
દિવાળીના પર્વોની શરૂઆતમાં સહુ  વાચકમિત્રો તેમજ કુટુંબીજનોને દિવાળીની તેમજ નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ,શુભ દિપાવલી

જ્ય શ્રી કૃષ્ણા.