Wednesday, March 29, 2017

રામજી ભજન

રામજી ભજન 








દુનિયા ચલે ન શ્રી રામજી બીના,
રામજી ચલે ન હનુમાન કે બીના (૨) -દુનિયા.....
જબસે રામાયણ પઢ લી હૈ, એક બાત મૈને સમજલી હૈ
(રાવણ માં સીતા કો હરકર લે ગયા,રામકે હાથ મારા ગયા.)
લેકિન રાવણ મરે ન  શ્રી રામજી બીના
લંકા જલે ન હનુમાન કે બીના (૨) -દુનિયા.....
(લક્ષમણકા બચના મુશ્કિલ થા,કૌન બુટ્ટી લાનેકો કાબિલ થા ?
લક્ષમણ મૂર્છિત અવસ્થામે પડે હે)
લક્ષમણ બચે ન શ્રી રામકે બીના,
બુટ્ટી મિલે ન હનુમાનકે બીના (૨)-દુનિયા....
સીતા હરણકી કહાની સુનો,
વનમાળી મેરી જુબાની સુનો
(વાપસ પ્રભુ શ્રી રામકી  લાખ કોશિશસે માં સીતા વાપિસ તો મિલી )
લેકિન વાપસ મિલે ન શ્રી રામ કે બીના
પતા ચલે ન હનુમાનકે બીના(૨)-દુનિયા....
બૈઠે સિહાંસનપે શ્રી રામજી
ચરનોમે બૈઠે શ્રી હનુમાનજી
(મુક્તિ,પ્રભુ શ્રી રામ સિંહાસન પર બૈઠતે હૈ ઔર હનુમાનજી ચરનોમે બૈઠતે હૈ,સિહાંસનપે બૈઠતે હૈ વો ક્યાં દેતે હૈ ઔર ચરનોમે બૈઠતે હૈ વો  ક્યાં દેતે હૈ મુક્તિ,)
મુક્તિ મિલે ના શ્રી રામ કે બીના
ભક્તિ મિલે ના હનુમાનકે બીના(૨)દુનિયા......રામજી.....


જય શ્રી રામ

Friday, March 24, 2017

નવધા ભક્તિ (સપ્તમ ભક્તિ)

નવધા ભક્તિ 

સપ્તમ ભક્તિ




* सातवँ सम मोहि मय जग देखा। मोतें संत अधिक करि लेखा॥

 સાતમી ભક્તિ સમજાવતા પૂર્ણ પરસોત્તમ શ્રી રામજીએ શબરીને કહ્યું આખા જગતને સંભાવથી (સરખા ભાવથી)મારામાં ઓતપ્રોત જોવું,એટલેકે  આખી દુનિયાને સમભાવથી રામમય જોવી,અને સંતોને મારાથી પણ વધારે માનવા.



ગુરુ ચેલા સાથે જતા હતા,ગુરુ અંધ હતા એટલે ચેલાની સહાયમાં તે દોરે તેમ ચાલ્યા જતા હતા,જંગલ હતું ગુરુએ ચેલાને કહ્યું બેટા જ્યારે ખાઈ આવે ત્યારે મને કહેજે,ચેલાએ સારું કહ્યું અને જ્યારે ખાઈ આવી ત્યારે ચેલાએ કહ્યું ગુરુજી ખાઈને કિનારે આપણે ઉભા છીએ,તો ગુરુજીએ કહ્યું બેટા મને ખાઈમાં ધક્કો મારી દે,ચેલો વિષ્મય થઇ બોલ્યો એ હું ન કરી શકું ગુરુદેવ,બેટા ગુરુની આજ્ઞાનું પાલન ન કરીશ તો તારે નર્કમાં જવું પડશે,ચેલાએ કહ્યું હું સો વાર નર્કમાં જવા તૈયાર છું અને ગુરુ ચેલાનો નિર્ણય જોઈ પ્રસન્ન થયા અને કહ્યું બેટા,તું ગુરુના પ્રેમમાં મને ધક્કો નથી મારી શકતો તો સકલ જગમાં વ્યાપ્ત પ્રભુ ભક્તને કેમ ત્યજી શકે,એટલે આખા જગતને પ્રભુમય જોવું,પ્રભુનું વારંવાર સ્મરણ એજ જીવનનું ધ્યેય છે,ભક્ત એકચિત્ત થઇ ભક્તિ કરે ત્યારે પ્રભુના કૈક અંશનો પ્રસાદ તેને પ્રાપ્ત થાય છે,
મીરાંબાઈ ને જયારે ગુરુ પ્રાપ્તિ થઇ ત્યારે ગુરુજીએ તેને એક તંબૂર અને ગળામાં તુલસીની માળા પહેરાવી ,ગુરુ જયારે જીવનમાં આવે ત્યારે ભજન લઈને આવે,એટલેકે જીવન કૃષ્ણાર્પણ કરે છે,જ્યા શરણાગતિ થઇ ત્યાં મીરા કહેવા લાગી રામ વિના જગ ખારો લાગે,ભક્તિમય મીરાંબાઈએ ભક્તિમય પદો રચી જીવન સાર્થક કર્યું,રામ રતન ધન પાયો, જૂનું તો થયું રે દેવળ ,ઝેર તો પીધા છે જાણી જાણી ,એ રી મૈં તો પ્રેમ દીવાની વગેરે પ્રસિદ્ધ પદો તેમણે રચ્યા.
આ મીરાંબાઈનો જન્મ રાજસ્થાનમાં,જોધપુર,ચૌકડી ગામમાં પિતા રત્નસિંહને ત્યાં ૧૪૪૮ માં થયો હતો,દાદા દુદાજી પાસેથી કૃષ્ણ ભક્તિ બાળપણથી જ મળી હતી,૧૫૪૭ માં કૃષ્ણ ભક્તિ ગાતા ગાતા જીવનનો ત્યાગ કર્યો હતો,
સત ચિત્ત આનંદ માં આખું  જગત વ્યાપ્ત છે,જે જ્ઞાની સર્વમાં ભગવાનને જુએ છે તે સાચો જ્ઞાની છે,ભગવાનમાં માનતા ભક્તનું શરીર એક મંદિર છે,અને તેમાં ભગવાન રહે છે તો ભગવાન કહે છે મારાથી મોટો મારો ભક્ત,ભગવાન સંતો અને ભક્તોને પોતાનાથી વિશેષ સમજવાનું શબરીને જ્ઞાન આપે છે,ભગવાનના વિધાનને ભક્ત જ ઉકેલી શકે છે,જે તપથી અને યોગ થી શક્ય નથી તે ભક્તિથી શક્ય છે.
કુરુક્ષેત્રમાં એક મેળો નિર્માણ થયો,શ્રી કૃષ્ણ દ્વારકાવાસી સાથે આવ્યા, ઉગ્રસેન આવ્યા,યુધિષ્ઠિર આવ્યા,બધા આવ્યા અને નંદ બાબાના શિબિરમાં ઘણા માણસો આવ્યા,નારદજી પણ પહોંચ્યા અને શ્રી કૃષ્ણની પટરાણીઓને કહ્યું અહીં તીર્થમાં આપેલું દાન અક્ષય રૂપમાં મળે છે,તમે જે દાન કરો,જે તમે આ ત્રાજવામાં મુકશો તે દાન રૂપે મળશે,સત્યભામાએ કહ્યું દાનનું ફળ અક્ષય મળે તો શ્રી કૃષ્ણનો સાથ જન્મો જન્મ મળતો રહે તે માટે મારે દાન કરવું છે તો કહેવામાં આવ્યું શ્રીકૃષ્ણને ત્રાજવામા મૂકી દો,તો શ્રી કૃષ્ણ એક ત્રાજવામાં બેસી ગયા અને બીજામાં સંકલ્પ કરી બીજી વસ્તુઓ મુકવામાં આવી પણ શ્રી કૃષ્ણનું પલ્લું ભારે રહ્યું,યુધિષ્ઠિરે રાજ મૂકી દીધું ,સોના ચાંદી અને દ્વારકાની બધી સંપત્તિ મૂકી દેવાય પણ કોઈ વસ્તુ પલ્લું ઊંચું ન કરી શક્યું,ભગવાન કૃષ્ણ એમજ બેસી રહ્યા બલરામના માતાજી રોહિણી જે નંદ બાબા સાથે આવ્યા હતા તેમણે સૂઝાવ મુક્યો કનૈયા ભક્તિની કિંમતે જ વેચાશે,કેટલી મોટી વાત હતી,બીજા પલ્લામાંથી બધુજ કાઢી નાખવામાં  આવ્યું,રાધાજીને બોલાવવામાં આવ્યા અને રાધાજીએ ત્રણ વખત શ્રીકૃષ્ણ શરણમ મમ કહ્યું અને એકપાત્રમાં પાણી સાથે તુલસીપત્ર મૂક્યું અને શ્રી કૃષ્ણનું પલ્લું ઉચકાઈ ગયું ,નારદજીએ તુલસીને પ્રસાદના રૂપમાં લઇ ભગવાનને કહ્યું તમો બધાની સાથે મળો અને ભક્તિનો માર્ગ સમજાવો અને નારદ ત્યાંથી જતા રહ્યા,એટલે રાધાની ભક્તિનો મહિમા અધિક રહ્યો,હે નાથ તમે તુલસીને પાંદડે તોરાણા..... સમ દ્રષ્ટિનો સાધક અણુ અણુમાં ભગવાનના સ્વરૂપનું જ દર્શન કરે છે,તે ખૂબ જ ઊંચી ભક્તિ છે.,ભક્ત ભગવાનના ધ્યાન સ્વરૂપનો અભ્યાસ કરતા કરતા અંતર્મુખ થતો જાય છે અને પરમાનંદ માં ખોવાઈ જાય છે,ત્યાં કોઈ નાદ નથી શ્વાસની ક્રિયા પણ ખબર પડતી નથી,અને તેજોમય શક્તિનો અનુભવ થતા ભક્તના શરીરમાંથી આભા બહાર આવવા માંડે છે,એવી શરણાગત ભક્તિને પ્રભુ હંમેશા આધીન રહે છે,

Saturday, March 18, 2017

એક સ્વીટ બર્ડ

એક સ્વીટ બર્ડ


 હાજી આ મારા એક ઓઇલ પેઇન્ટિંગ નું નામ છે,હમણાંજ દોર્યું છે,અને હું એક નાનો લેખક પણ છું  પણ જીવનના સમયના વહેણમાં વહેતી ઘડીયોમાં આનંદ લેવાનો પ્રયત્ન,શોખ જે  કહો તે મારા મનને એકદમ ખેંચાણ વગરનું રાખે છે,અને દરેક પળોમાં મારી કૃતિ,રચના કે પેઇન્ટિંગ તરફ મન જતા દિલ ઉમંગ થી નાચી ઉઠે છે,પોતાનુંજ બનાવેલું ,આટલો આનંદ આપી જીવનની મુશ્કેલ સ્થિતિને હળવી   કરી નાખે છે,કોઈ ચિત્રકાર કહે કે ન કહે,કોઈ લેખક કહે કે ન કહે પણ આનંદ કેટલો બધો,દુનિયાની વાત સાથે શું,દુનિયા તો બંને બાજુ બોલે,આવી પ્રેરણા આપનાર સાથે મતલબ કે જે ક્યારેક રચના જોઈને ક્યારેક પ્રેમથી હૈયા ધારણ આપે,નામમાં શું નામ તેનો નાશ એ હકીકત છે,
પણ કોઈથી છૂટતું નથી,
બધાને ઊંચું સ્થાન જોઈએ છે,
ખોટું નહિ કહું પણ ક્યારેક પેઈન્ટિંગ પુરુ કર્યા પછી કે કોઈ રચના લખ્યા પછી નામની સહી કરતા મારી રચના કે મેં દોર્યું એવું તો થઇ જ જાય છે,એટલે હું પણ અહમના દોષમાંથી બાકાત નથી,દુનિયામાં જ પાલન પોષણ થયું હોય પછી દુનિયાનો  રોગ તો લાગવાનોજ પણ કઈ ખોટું ન થાય અને મિત્રતા વધે,અને કોઈ હસે એટલે આપનો ભગવાન પણ ખુશ,હવે મૂળ વાત પાર આવીયે,આ મારા પઈંટિંગ એક સ્વીટ બર્ડને વાચા આપી હું એક રચનામાં ફેરવવામાં ઈચ્છું છું એટલે તેની વાર્તા કહેવા જઈ રહ્યો છું,જે કદાચ તમને પણ મારા જેવો આનંદ આપે,તમને નથી લાગતું આવો શોખ ગમે ત્યારે ગમે તે વિષય પર,તમને મઝા આપે,તમારા મનને થયું સમાજ સાથે જોડાયેલા કોઈ પણ સંજોગો સાથે તમારે લખવું છે બસ,લઇ લો કલમ અને પેપર હાથમાં અને વહેવા દો  મનના તરંગોને,અને રચના તૈયાર,કેટલા બધા વિષયો,આખા જીવન સુધી લખ્યા જ કરો અને એવુજ પેઇન્ટિંગમાં,
તો આ મારા પેઈંટિંગનું સ્વીટ બર્ડ જંગલના એક લીલાછમ ઝાડની એક ડાળી પર બેઠું બેઠું હિલોળા ખાતું હતું અને તેની નજર એક જુવાન ઉપર પડી,આજુબાજુ બીજા પક્ષીઓ પણ ચહેચહાટ કરતા હતા,તે જુવાન કોઈ ચિંતામાં ચાલ્યો જતો હોય એમ લાગ્યું,તે ઝાડ નજીક આવ્યો  અને તેને વાચા ફૂટી મોટેથી બોલ્યું
"એ ભાઈ"પેલો હાંફળો ફાંફળો ઉપર નીચે જોવા લાગ્યો અને ગભરાયો.
" એ ભાઈ,અહીં આ ઝાડની ડાળી ઉપરથી હું બોલું છું,મારુ નામ સ્વીટ બર્ડ છે,"
"સ્વીટ બર્ડ"અને તેની નજર ઝાડની ડાળી ઉપર સ્થિર થઇ એક સુંદર પક્ષી તેને કહી રહ્યું હતું તે નવાઈ પામ્યો આ વગડામાં કોઈ તેની સાથે વાત કરી રહ્યું હતું,
"આભાર મિત્ર,હું એકલો અટૂલો પાણી માટે ક્યારનો તલસી રહ્યો છું,ખુબ તરસ લાગી છે,મને પાણી ક્યાં છે  તે કહીશ"
"ઓ હો તે મને મિત્ર કહ્યો અને એટલી મદદ ન કરું,ચાલ મારી પાછળ પાછળ આવ,પણ હું ચીસ પાડું તો ઉભો રહી જજે,કેમકે આ વગડો છે મુસીબત ગમે ત્યાંથી આવી પડે,
" સારું સારું હું ચેતી જઈશ" અને તે સ્વીટ બર્ડ ઉડ્યું તે પ્રમાણે તેને જોઈને તે દિશામાં ચાલવા મંડ્યો,પાંચેક મિનિટ ચાલ્યા અને પાણી દેખાયું એટલે તે દોડ્યો પણ તેના મિત્રે ચીસ પાડી,તે એકદમ ઉભો રહી ગયો,જોયું તો જ્યા તેના  મિત્રે ચીસ પાડી તે ઝાડ નીચેથી એક લાંબો સાપ પસાર થઇ રહ્યો હતો,તે પસાર થયો પછી તે ફરી ઉડ્યો અને અને એક નાની ખાડીમાંથી વહેતુ પાણી બંને મિત્રો એ પીધું તરસ છિપાતા જુવાન ખુબ સંતોષ પામ્યો,બંને મિત્રો ફરીથી એક ઝાડ પાસે આવ્યા,એક નીચી ડાળી પર સ્વીટ બર્ડ બેઠું ને છાયામાં પેલો જુવાન ઝાડના થડનો ટેકો લઈને બેઠો,બંને વાત કરવા લાગ્યા ,પેલા જુવાને કહ્યું હું ચાલી ચાલીને ખુબ થાકી ગયો છું,વસ્તીમાં પાછા જવું છે પણ રસ્તો મળતો નથી,અને વગડામાં ભટક્યા કરું છું,"
સ્વીટ બર્ડે કહ્યું " તારા નસીબ સારા છે,હજુ તું હેમ ખેમ છું નહિ તો આ વગડામાં ઝોખમો ઘણા છે"
"સારું થયું મિત્ર તું મળ્યો  તો ગમે તેમ મને રસ્તો મળશે."
"જરૂર મળશે હું જાણું છું આ વગડો પૂરો થયે એક સડક વસ્તી તરફ જાય છે,"
" તો ચાલ આપણે અતયારેજ ચાલવા મંડીએ તો સાંજ પડ્યે કોઈ ઠેકાણું પડે,"
"તું થોડો આરામ કર અને પછી જઇયે,બહુ દૂર નથી, પણ આ ખભે તે શું ટીંગાડ્યું છે,દૂરબીન જેવું"
જુવાન હસ્યો અને કહ્યું "આ દૂરબીન નથી,આ કેમેરો છે ,જો હું તારો ફોટો લઉં અને છબી બહાર આવશે પછી હું મેગેઝીનમાં મુકીશ,હું એક છબીકાર છું,મારુ કુટુંબ છે મારી પત્ની અને એક નાની દીકરી"
અને જુવાને સ્વીટ બર્ડનો ફોટો પાડયો અને તેને બતાવ્યો સ્વીટ બર્ડ ખુબ ખુશ થયું ,ખુબજ સુંદર હતો જુવાન પણ ખુશ થયો અને સ્વીટ બર્ડને કહ્યું અને ખાતરી આપી હું મેગેઝીનમાં તારો ફોટો મુકીશ અને આપણી કહાની પણ લખીશ,આ દરમ્યાન જુવાનને આરામ પણ  થઇ ગયો અને બંને મિત્રો સડક તરફ નીકળી પડ્યા ,અડધા કલાકના અંતરે સડક આવી ગઈ,સડક જોઈને યુવાનમાં સ્ફૂર્તિ આવી,પણ વસ્તીમાં પહોંચતા ચાલતા વાર તો લાગશે જ કોઈ વાહન મળી જાય તો ઝડપથી પહોંચાય પણ વગડા જેટલો અહીં ભય ન હતો,તે જ્યાં સુધી ચાલતો રહ્યો ત્યાં સુધી તેના મિત્રની મદદ મળી પણ થોડા વખતમાંજ મિત્ર બર્ડની વાચા બંધ થઇ ગઈ તે પ્રયત્ન કરવા છતાં વાત ન કરી ન શક્યું,જાણે પેલા મિત્રને મદદ કરવા તેને ભગવાને થોડો સમય વાચા આપી હોય,ગમે તેમ તેને જુવાનને મદદ કરવાનો સંતોષ હતો તે તેના કુટુંબ સાથે ફરી મળી જશે,પેલા મિત્રને એક વાહન મળ્યું એટલે તેણે સ્વીટ બર્ડ ને આવજો કહ્યું પણ પેલા વાહન ઉપર સ્વીટ બર્ડ થોડીવાર ઉડીને તેણે પોતાનો જવાબ આપ્યો,આવજો ન કહિં શક્યું તેનો તેને અફસોસ હતો.અને અહીં આ વાર્તાનું હું  પૂર્ણવિરામ આપું છું,મિત્રો આ સ્વીટ બર્ડનું
પેઇન્ટિંગ ૧૬" બાય ૨૦"ના કેનવાસ ઉપર ઓઇલમાં બનાવ્યું   છે જે  જોયા પછી આપ કથા અને ચિત્ર બંનેનો બમણો આનંદ મેળવી શકશો,ખુબ ખુબ આભાર.

-મહેન્દ્ર ભટ્ટ 

Thursday, March 16, 2017

નવધા ભક્તિ (ષષ્ઠી ભક્તિ)


નવધા ભક્તિ 


ષષ્ઠી ભક્તિ 




छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥

છઠ્ઠી ભક્તિ કહેતા રામજીએ શબરીને કહ્યું માતા શરીરની ઇન્દ્રિયો પર કાબુ રાખવો,ઇન્દ્રિયો મન પાસે પહેલા જાય છે અને જ્યા તમારું મન તેને પરવાનગી આપે પછી જ ઈચ્છાઓનો બોઝ વધે છે,એટલે મન પર કાબુ કરતા ઇન્દ્રિયો પણ કાબુમાં આવે છે,શરીરને મીઠી ચીજો ખુબ પસંદ આવે છે,આંખો મીઠાઈને જુએ છે અને જીભ પર લાળ ધસી આવે છે,આંખો કોઈ સુંદર વસ્તુને જુએ છે અને તેમાં તરત મોહ પામે છે,જો મન બરાબર હોય તો જેટલું શરીર કે જેને પિંડ કહેવામાં આવે છે તેને અનુકૂળ હોય એટલુંજ ગ્રહણ કરે છે,દરેકની હદ હોય છે,તે પાર કરતા નુકશાન વેઠવાનો વારો આવે છે,મીઠાઈ વધુ પડતી ખવાઈ તો શરીર તેની તંદુરસ્તી ગુમાવે છે,સુંદર વસ્તુ તેના અધિકાર સુધી સુંદર રહે છે,તેના પર
પરાણે અધિકાર જમાવાય તો સમાજમાં આબરૂ ખોવાનો વારો આવે છે,મન શું સારું અને શું નકામું તેનું અનુમાન કરે છે અને તે પ્રમાણે ઇન્દ્રિયો ને છૂટ આપે છે,
ધર્મ પ્રમાણે વર્તવું તે સારી વસ્તુ છે પણ અધર્મનો સહેવાસ કરતા નાશ પામવાનો વારો આવે છે,ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત ,ધર્મ એ સારી વસ્તુ છે જયારે જ્યારે પૃથ્વી પર તેનો નાશ થાય છે ,ત્યારે અધર્મ નો નાશ કરવા ગ્લાનિ એટલેકે પ્રકાશના રૂપમાં ભગવાન ખુદ અવતાર ધારણ કરે છે,અને ધરતીને પાપવિહોણી કરે છે.કળિયુગ ચાલે છે અધર્મ વધતો જાય છે,પુરાણોમાં લખ્યું છે તેમ ક્યાંક પ્રભુનો અવતાર થશે,
મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે  કૌરવોને પોતાની અક્ષૌહીણી સેનાને  આપી અને કહ્યું હું યુદ્ધભૂમિમાં યુદ્ધ નહિ કરું , પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બની રથ હાંક્યો પણ જ્યા ભગવાન ત્યાં ધર્મ અંતે અધર્મ પર ધર્મનો વિજય થયો,
શીલ એટલે સારો સ્વભાવ કે સારું ચારિત્ર્ય તે પણ જેનામાં ધર્મ હોય તેમાં જરૂરથી હોય ,સારા સમાજ માટે આ બધું આવશ્યક છે,વધારે પડતા કામોનો ત્યાગ કરી સંત પુરુષોના ધર્મમાં આચરણ કરવુતે છઠ્ઠી ભક્તિમાં પ્રભુ શબરીને સમજાવે છે,
સમુદ્ર મંથનમાં જ્યારે વિશ્વ મોહિની નીકળી ત્યારે દેવો તેના સ્વરૂપને જોઈ મોહ મુગ્ધ બની ગયા હતા પણ તે વિષ્ણુ ભગવાનની માયા હતી,એક વખત પોતાના ભક્ત નારદ કે જેમાં અહંકાર પેદા થયો,ત્યારે વિષ્ણુ ભગવાને આ વિશ્વમોહિનીમાં ફસાવી પોતાના ભક્તને સમજાવી તેનો અહંકાર દૂર કર્યો,જરૂર પડતી બધીજ વ્યવસ્થા ભગવાને કરી ,રાજા પણ તે બન્યા અને રાણી પણ તે બન્યા,દીકરી વિશ્વમોહિનીને બનાવી અને સ્વયંવર પણ રચી ,બધા રાજાઓ સાથે નારદને પણ આમંત્રણ આપ્યું,અને વિશ્વમોહિનીનો મોહ પામવા અહંકારી નારદે ભગવાન પાસે તેમનું રૂપ અને શણગાર માંગી લીધો અને સ્વંયવરમાં ભાગ લેવા સન્યાસી નારદ પહોંચી ગયા,ભાન ભૂલ્યા અને ફસાયા,ભગવાન પણ તેમના રચેલા સ્વંયવરમાં જાતે આવ્યા,વિશ્વ મોહિની વરમાળા લઇ નારદ પાસે આવી તો ખરી પણ હસીને ત્યાંથી હારમાં ઉભેલા એક રાજાના ગળામાં વરમાળા પહેરાવી દીધી,નારદ વિચારમાં પડી ગયા કે આમ કેમ થયું વિશ્વંભરનું રૂપ નારદ અને માળા બીજાના ગળામાં,ત્યાં બાજુમાં બેઠેલા મહાદેવના બે ગણોએ કહ્યું મહારાજ તમારો ચહેરો જોયો છે ,જરા પાણીમાં તેનું પ્રતિબિંબ તો જુઓ,અને નારદ ગુસ્સામાં ધુઆ પૂઆ થતા બે ગણોને શ્રાપ આપી ચહેરો જોવા ગયા અને વાંદરાનું પ્રતિબિંબ જોતા સમજી ગયા,વિષ્ણુ કહે કઈ ને કરે કઈ ,ત્યાંથી ગાળો ભાંડતા તેમના રથ તરફ દોડ્યા અને ભગવાન તો વિશ્વમોહિનીને લઇ હસતા હસતા નારદને ગાળો બોલતા સાંભળતા રહ્યા અને જ્યા ભક્ત માટે પ્રેમ થયો એટલે નારદના સ્વભાવમાંથી મોહ ખેંચી લીધો,અને જ્યા નારદને પોતાની ભૂલ સમજાય ત્યાં કોઈ વિશ્વમોહિની નહિ કે કોઈ રથ નહિ ફક્ત ભક્ત અને ભગવાન ,
એટલે ભગવાન એટલે શું જેનો કણ કણમાં,અત્ર,તત્ર સર્વત્ર તેનો વાસ,તમે તમારી ઇન્દ્રિયોને અંતર્મુખ કરી તેમાં એકાગ્ર થાવ અને જે રૂપમાં જુઓ તે તેનું રૂપ,પુરાણોમાં આવતા વર્ણન પ્રમાણે છબીકાર છબી બનાવે તે રૂપ  પુરાણોક્ત ભગવાનનું રૂપ ,કદાચ તે રૂપ ન પણ હોય,અત્યારે જે શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી રામજીનું ચિત્ર જોઈને આપણે નમન કરીયે છે તે કદાચ બીજું જુદું ચિત્ર પણ હોય શકે પણ આપણા પુરાણોએ જે કહ્યું તે રૂપમાં હિન્દૂ સમાજે સ્વીકાર્યું અને ચિત્રો અને મૂર્તિઓ બની પૂજા અર્ચના કરીયે છીએ.કળિયુગમાં
ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી ખુબજ અઘરું છે,એટલે પોતાના શરીરમાં રહેલા પરમાત્માને નજીક હોવા છતાં મરતા સુધી મેળવી શકાતો નથી,અને મુક્તિ થતી નથી અને અંતિમ ઈચ્છાઓને પરવશ થઇ પુનરપિ જન્મ અને મરણના ફેરા ફરતા રહેવું પડે છે,
અંતર્મુખનો આનંદ અનેરો હોય છે,સંતોને તે પર્યાપ્ત છે,માટે સંતોમાં સમાજ ભગવાનનું રૂપ જુએ છે અને પુંજા કરે છે,એક વખત વિશ્વામિત્ર ને તેમના ચેલાએ કહ્યું,આપણે સન્યાસી છીએ,એટલે જગતનો મોહ સ્પર્શી ન શકે,ગુરુએ જોયું ચેલામાં અહંકાર આવ્યો એટલે તેમણે કહ્યું સમય આવ્યે સમજાવીશ,સમય પસાર થયો વરસાદની ઋતુ આવે એટલે જંગલમાં રહેતા ઋષિઓની કુટિરમાં લાકડા ફાડીને ચેલાઓ દ્વારા ભેગા કરવામાં આવે તે એક શિષ્યની રોજની પ્રવૃત્તિનો એક ભાગ,જેથી આગ પ્રગટાવી ઠંડીથી બચી શકાય તેમ માઘ  માસમાં વિશ્વામિત્રની કુટિરમાં પણ અગ્નિ પ્રજ્વલિત હતો ચેલો હતો ગુરુ બહાર ગયા હશે,અને જંગલમાં કોઈ મધુર ગીત નો અવાઝ ચેલાને સંભળાયો,વિચાર્યું અહીં જંગલમાં રાત્રે કોણ ગીત ગાઈ રહ્યું છે કુતુહુલ થયું અને પોતે સન્યાસી હતો પણ ગુરુ વગર પોતાની મનોકામના પૂર્ણ કરવા તે કુટિર બહાર નીકળ્યો વરસાદ પડતો હતો જોયું તો કોઈ સુંદરકન્યા ,દેવ કન્યા  કે નાગ કન્યા આ ગીત ગાઈ રહી હતી ,મોહમાં તે ગુરુને ભુલ્યો અને પૂછ્યું આપ કોણ છો અને મેઘ માસમાં વરસતા વરસાદમાં સુંદર ગીત ગાઈ રહ્યા છો આપ સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયા છો જો શરીરની કાળજી નહિ લો તો બીમાર પડી જશો,મારી કુટિર નજીક જ છે તમો તેમાં રાતભર આશરો લઇ કાલે સૂર્યોદય થતા જતા રહેજો જેથી બીમાર ન પડો,પેલી સુંદર કન્યાને ચેલાની વાત ગમી અને કહ્યું હું આશરો જ શોધતી હતી,એટલે તે ચેલા સાથે કુટિરમાં ગઈ ચેલાએ કહ્યું તમે અહીં રહેજો અને હું બીજી કુટિરમાં જઈશ દરવાજો બંધ કરી લેજો,અને તે ગયો દરવાજો કન્યા એ બંધ કર્યો પણ  તે ગીતમાં મોહિત થયો હતો એટલે પાછો આવ્યો અને કહ્યું સાંભળો અહીં જંગલમાં મારા જેવાજ રૂપમાં એક રાક્ષસ રહે છે એટલે બારણું ખોલવાનું કહે તો પણ ન ખોલશો કન્યાએ સારું કહી દરવાજો ફરી બંધ કર્યો ,સુંદર યુવતીના ગીતમાં તે અત્યંત મોહિત થયો,તેના વિચારો બેકાબુ બન્યા,સન્યાસીની હાલત બુરી થઇ અને ગુરુનું ભાન રહ્યું નહિ , મોહમાં આંધળો થયો,અડધીરાત્રે આવી કુટિરનો દરવાજો ખખડાવી પોતાની ઓરખ આપી દરવાજો ખોલવા કહ્યું ,દરવાજો ન ખુલ્યો એટલે મોહ માં આંધળો બનેલા  ચેલાએ કુટિરની છતમાં જઈ છેદ કરી કુટિરમાં કૂદીને કન્યાને વળગી પડ્યો પણ દાઢીનો સ્પર્શ થતા જોયું તો વિશ્વામિત્રને જોયા અને પોતાના દોષની માફી માંગતો ગુરુના ચરણમાં પડી ગયો ગુરુએ ચેલાને માફ કરી તેનો અહંકાર દૂર કર્યો અને કહ્યું પુરાણોમાં બધું સમજીને લખવામાં આવ્યું છે,ગમે તેને મોહ થઇ શકે છે,ઇન્દ્રિયોનો કાબુ ન રહેતા ગમે તે પરેશાન થઇ શકે છે.

Sunday, March 12, 2017

Happy Holi

Happy Holi


I am Mahendra Bhatt wishing you and your family to all friends From Mogarana phool Blog.
you always welcome for Gujarati readings,

Jai Shree Krishna.

Friday, March 10, 2017

નવધા ભક્તિ (પંચમ ભક્તિ )



નવધા ભક્તિ 


પંચમ ભક્તિ 



मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥

મારા મંત્રનો જપ અને મારામાં દ્રઢ વિશ્વાસ તે પાંચમી ભક્તિ છે.

 મંત્રનો જપમાં મારો દ્રઢ વિશ્વાસ છે શબરી અને વેદો પણ તેનું પ્રમાણ આપે છે,પાંચમી ભક્તિમાં પૂર્ણ પુરુસોત્તમ શ્રી રામ સમજાવે છે,પુરાણોમાં અસંખ્ય મંત્રો છે,ૐ એ સૌથી મૂળ મંત્ર છે હિન્દૂ ધર્મમાં "પ્રણવ મંત્ર " તરીકે પણ ઓરખાય છે, જેનો દરેક મંત્રની શરૂઆતમાં અને ક્યારેક અંતમાં પણ જોડવામાં આવે છે,જેમકે ૐ નમઃ: શિવાય,એમ દરેક દેવના નામ

આગળ ૐ નમઃ: લગાડવાથી તે દેવનો મંત્ર બને છે,મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખી તેનું ઉચ્ચારણ કરવાથી તે સિદ્ધ થાય છે,ગુરુદેવની સલાહ મુજબ તે કહે તેટલા મંત્રનો રોજ જપ કરવો જોઈએ,વધારે કરવાની ચેષ્ઠા કોઈ વખત નુકશાન કરે છે,ગુરુ તેમનું પદ કેટલી આકરી તપષ્યાઓ પછી પ્રાપ્ત કરે છે,તેમને અનુભવ હોય છે, એટલે ગુરૂઆજ્ઞા નું પાલન કરવું ખુબ જ જરૂરી છે,મંત્ર ની શક્તિ અપાર હોય છે,મંત્રનો એક ચિત્તથી કરવામાં આવતો જપ તે દેવ કે દેવી સુધી મંત્ર જપનારને પહોંચાડે છે,કળિયુગની શરૂઆત પછી દેવાધિદેવ અને માં પાર્વતીએ જનકલ્યાણના હેતુ અર્થે કળિયુગમાં શાંતિ અર્થે મંત્રની રચના કરી હતી,વેદકાળથી તેની ઉત્ત્પત્તિ માનવામાં આવે છે,દરેક મંત્ર નું રટણ જીવને શાંતિ અર્પે છે અને શરીરના જે સાત ચક્રો છે તેમાં મદદ કરી તેને ખોલે છે, જેથી વ્યાધિ મુક્ત શરીર વાળું જીવન જીવી જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે,મંત્રના કેટલાક સ્વરૂપો છે

ભજન:આધ્યાત્મિક ગીત,
કીર્તન:ગીતમાં પ્રભુના નામનું રટણ,
પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદનો માર્ગ,
ઉપચાર મંત્ર:તેના કંપનથી શક્તિ કાર્યરત થાય છે,
ગુરુમંત્ર: સત્વનું પ્રતિનિધિત્વ,પરમાત્માના સ્થાનનું આરોપણ,અને શિષ્યને આધ્યાત્મિક માર્ગ પરનો પ્રારંભ,
બીજ મંત્ર:ગુરુમંત્રના અર્કનું પ્રતિનિધિત્વ,સમાધિમાં તેનો પ્રભાવ વધારે.

મંત્રના નિરંતર અનુસ્થાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે,હિંદુત્વમાં મંત્ર જાપનો ૧૦૮ પવિત્ર અંક છે તેથી માળામાં ૧૦૮ મણકા તથા એક મેરુ અથવા ગુરુ મણકો હોય છે,કેટલાક મંત્રો :

ૐ નમઃ:શિવાય (શિવજીને નમસ્કાર)

ૐ નમો નારાયણા અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય (ભગવાન વિષ્ણુને નમસ્કાર)

ૐ શ્રી ગણેશાય નમઃ:(ૐ અને શ્રી ગણપતિજીને નમસ્કાર)

ૐ શ્રી દત્તાત્રેયાય નમઃ(ૐ અને શ્રી દત્તાત્રેયને નમસ્કાર)


ગાયત્રી મંત્ર ,શાંતિ મંત્ર ,ૐ એ મૌલિક મંત્રો છે.વિશ્વના તમામ તત્વો અને ઉર્જાઓ મંત્રથી પ્રભાવિત કરી શકાય છે.

મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ અર્જુનનો વધ કરવાનું વચન દુર્યોધનને આપે છે ત્યારે તેની પુરે પુરી શક્યતા શ્રી કૃષ્ણ જુએ છે અને ઉપાયમાં જ્યારે યુદ્ધવિરામનો સમય હોય છે ત્યારે રાત્રે એક વાગ્યે દ્રૌપદીને સોળે શણગાર રચવા કહે છે,અને સમજાવે છે  પ્રહર પહેલા પૂજ્ય પિતામહને આશીર્વાદ માટે મળવું જરૂરી છે,અને પોતાની ઓળખ શ્રી કૃષ્ણ દ્રૌપદીને તેના નોકર તરીકે આપવાનું કહે છે ત્યારે દ્રૌપદી કહે છે એવું મારાથી કેવી રીતે કહેવાય ત્યારે શ્રી કૃષ્ણ કહે છે બેન હું અર્જુનનો સારથી છું એટલે નોકર જ કહેવાઉ અને અંતે દ્રૌપદીને મનાવી તેઓ ભીષ્મ પિતામહની છાવણી તરફ જવા નીકળે છે, બધા આરામ કરતા હોય છે પણ યુદ્ધનો સમય અને દુશ્મન છાવણીમાં જવું એક ભયાનક કામ હતું,પણ અગત્યનું હતું ન જાય તો અર્જુનનું મૃત્યુ નક્કી હતું,તે વખતે છાવણીમાં રસ્તામાં આવતા દરેક યોદ્ધાઓને તાંત્રિક મંત્રનો ઉપીયોગ કરી બેશુદ્ધ કરી દીધા અને તેમ પિતામહના પડાવ સુધી પહોચી ગયા ત્યાં પિતામહ દ્રૌપદીને ઓળખી ન જાય માટે ચહેરો સાડીથી ઢાંકેલો રાખવાની સલાહ શ્રી કૃષ્ણે આપી હતી, તેમ દ્રૌપદીએ પિતામહના પડાવ માં પ્રવેશ કરી તેમના પગમાં પડી,એટલે તરત પિતામહે આશીર્વાદ આપી દીધા,સૌભાગ્યવતી ભવ,અને પૂછ્યું આટલી રાત્રે એકલી સ્ત્રી ,તું કોણ છે એમ પુછાતા દ્રૌપદીએ કહ્યું હું દ્રૌપદી,અને પિતામહ નવાઈ પામ્યા,અને પૂછ્યું બેટા તું એકલી કેવી રીતે આવી તને કોઈએ રોકી નહિ ત્યારે તેણે કહ્યું મારા નોકર સાથે આવી,ત્યારે પિતામહે પૂછ્યું તારોં નોકર ક્યાં છે, ત્યારે કહ્યું નીચે છે, તો પિતામહે કહ્યું ચાલ હું પણ તારા નોકરને મળું,જો કે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે બને તો પિતામહ મને ન મળે એવું કરજે પણ પિતામહ ઉઠીને જાતે નીચે આવ્યા,જોયું અને બોલ્યા સમજ્યો પણ પૂછ્યું શ્રી કૃષ્ણ,હવે મારા વચનનું શું,ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું તમે અર્જુનને મારજો,હું વચન ભંગ   થવા નહિ દઉં,અને પિતામહને પ્રણામ કરી શ્રી કૃષ્ણ દ્રૌપદીને લઇ પોતાની છાવણીમાં પાછા વળ્યાં,પિતામહ સમજતા હતા ભગવાનની લીલા ન્યારી છે,તે ધારે તે કરી શકે.બીજે દિવસે યુદ્ધનો પ્રારંભ થયો અને ભીષ્મ પિતામહે અર્જુનને પોતાની શકિતથી બાણ ચલાવી  માર્યો અને દુર્યોધન ને આપેલું વચન પૂરું કર્યું પણ અર્જુનના આત્માને શ્રી કૃષ્ણે છેલ્લા ચક્રથી ઉપર મૂકી દીધો એટલે કપાળથી નીચે સુધી જો આત્મા જાય તો યમ રાજાને લઇ જવાની છૂટ પણ અર્જુનનો આત્મા બ્રહ્મમાં હતો એટલે શરીરમાંજ રહ્યો  અને આમ અર્જુન ફરીથી જીવિત બન્યો,આમ પિતામહનું વચન અને આશીર્વાદ બંનેનું જતન ભગવાન શ્રી કૃષ્ણે કર્યું.મંત્રના પ્રભાવથી આમ થયું.

Friday, March 3, 2017

નવધા ભક્તિ (ચતુર્થ ભક્તિ)

નવધા ભક્તિ

ચતુર્થ ભક્તિ



ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન
ચૌથી ભગતી મમ ગુન ગન કરઈ કપટ તજિ ગાન
ચોથી ભક્તિ શબરીને સમજાવતા પૂર્ણ પરસોત્તમ ભગવાન રામ શબરીને કહે છે,શબરી મનમાં કોઈ પણ કપટ રાખ્યા વિના મારા ગુણોનું ગાન કરવું,
કપટ રહિત થઇ ભગવાનના ગુણો ગાવા,જેમ અગ્નિની પાસે જતા ઠંડી દૂર જતી રહે છે અને ગરમીનો અનુભવ થાય છે તેમ ભગવાનના ગુણોનું કપટ રહિત ગાન કરવાથી દુઃખો દૂર ભાગે છે અને આનંદનો અનુભવ થાય છે,ભગવાન શખ્ય ભાવમાં ભક્તની ભક્તિથી પ્રસ્તુત થાય છે,દુઃખ દૂર ભાગી જાય છે અને કદાચ દૂર ન થયા હોય તો તેને સહન કરવાની શક્તિ વધે છે અને દુઃખમાં પણ આનંદનો અનુભવ થાય છે, કીર્તન ભક્તિ ભજનમાં ચાર વિભાગોમાં વહેંચાઈ છે,જે હનુમાનજીએ   હાથમાં કિરતાર લઈને ભગવાનના ગુણોનું   ગાન કર્યું તે હનુમંતિ ભક્તિ,નારદની રીતે નારાયણ નારાયણ કરી તંબુરાના તાર ઉપર પ્રભુના ગુણો ગવાય તે નારદિય ભક્તિ,સામાન્ય રીતે  ઇસ્કોન,હરે રામ હરે કૃષ્ણનું ગાન કરનારા ,એકનાથ,ચૈતન્ય મહા પ્રભુ,વગેરે હાથમાં તંબૂર લઇ,ટપલી લઇ કે કિરતાર લઈને આ ભક્તિમાં તરબોર થતા હોય છે,ડમરુના નાદ ઉપર નાચતા ગવાતી ભક્તિ તે શામ્ભવીક ભક્તિ જે શૂર તાલના નાદ ઉપર ગવાતી હોય છે,,અને ભાગવત ,રામચરિત માનસ વગેરેના શ્લોકોનું ગાન કરી તેના વિષે વર્ણન કરી કરવામાં આવતી ભક્તિ તે વ્યાસીક કીર્તન ભક્તિ ,યેન કેન પ્રકારે ભગવાનની નિકટ જવા કપટ રહિત થઇ પ્રભુના ગુણો ગાઈને ભક્તિ કરવી,મનુષ્યના જન્મથી આરંભાતી જીવન યાત્રા શરૂઆતમાં નિર્દોષ નિરાકાર હોય છે, જેમ જેમ જીવન વધતું જાય તેમ તેમ માત પિતા તથા સમાજના વાત્સલ્યમાં સારું ,નબળું મનુષ્ય શીખતો જાય અને દુઃખોની અવધિ વધતા,કોઈ મહાશક્તિનું સ્મરણ થતું જાય તે કપટ રહિત હોય તો અંતકાળ પહેલા પ્રભુની પ્રાપ્તિ થાય,પહેલા સ્મરણ અને પછી સમાધિની અવસ્થા આવે જેમાં ભક્ત ભગવાનનો બની જાય,સંસારથી મન છૂટી જાય આ છે ભક્તિનું પરિપક્વ ફળ,
પ્રાચીન કાળમાં ભક્ત કવિ નરસિંહ અને મીરાંબાઈ ની નિષ્કામ ભક્તિ માં કૃષ્ણ ભગવાનના ગુણો ગાતા ગાતા ભગવાનની પ્રાપ્તિ થયાના દાખલા છે,નરસિંહ મહેતાના તે કાળમાં પણ સમાજ સામે પડકાર રૂપમાં ભજનો છે, મીરબાઈયે પણ પોતાના રાણાના રાજ ત્યજીને કૃષ્ણ ભક્તિમાં જીવન પૂરું કર્યું, તે  સમયના  તેઓ  ક્રાંતિકારી  કવિઓ  હતા
નરસૈંયો પ્રભુના  ગુન ગાન કરતા સમાજને સમજાવે છે,

જાગીને જોઉં તો જગત દીસે નહીં
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
પંચ મહાભૂત જે પરબ્રહ્મથી ઉપન્યા અણુંઅણુંમાં રહ્યાં એને વળગી
ફૂલ ને ફળ તેતો વૃક્ષ નાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે
ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
જીવ ને શિવ તેતો આપ ઈચ્છાએ થયાં રચી પરપંચ ચૌદ લોક કીધાં
ભણે નરસૈયો તેજ તું તેએજ તું તેને સમર્યા તે કંઈ સંત સીદ્યા
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

~ નરસિંહ મહેતા
આનો આસ્વાદ આપતા ~ નિખિલ મહેતા, હ્યુસ્ટન, ટેક્ષાસ, યુ.સેસ.એ.કહે છે

ભક્તિની ચરમસીમા પર ભક્ત જ્ઞાની બને અને જ્ઞાની ભક્ત બને. નરસિંહ મહેતા કૈક એવાજ જ્ઞાનીભક્ત અને ભક્તકવિ ! કવિ ની વ્યાખ્યા શું? જે સંસાર ની પેલે પાર જોઈ શકે. “સંસારસ્ય પારમ દર્શયતી ઈતિ…” નરસિંહની આ રચના, સર્જન, એજ પરમ અદ્વૈતનું આખ્યાન. બસ આટલુંજ સમજાય તો કોઈ શાસ્ત્રો ફમ્ફોળવાની જરૂર નહીં કદાચ આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું સત્ય…
“જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘ માં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”

મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે. સંસાર સાગરમાં ઝોલાં ખાતો અથડાયાં કરે છે. ડૂબી જવાની ભીતિ તેને સતત રહે છે. અને એકવાર જાગ્યાં પછી તેને ભોગ પણ પરમ ભોગ બની જાય છે. બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! જ્યાં સુધી “હું” ત્યાં સુધી આ માયા, આ સંસાર, આ જગત! “હું” નાઓગળી ગયા પછી બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! અ-દ્વૈત “One without a Second” પરમ ચૈતન્ય ની લીલા માત્ર. “બ્રહ્મ ના લટકાં!” પરમ ચૈતન્ય માં રમવાની ઈચ્છા જાગી “એકોહમ બહુસ્યામ” અને તે એક અદ્વૈત અનેક દ્વૈત ભાસવા લાગ્યું. જગત શબ્દનો અર્થ ખૂબજ સરસ છે “જે હરક્ષણ બદલાતું રહે છે તે જગત” – That which is fleeting and changing! જે છે નહીં પણ ભાસે છે. મૃગજળ ની જેમ. જેમ તરસ્યો મનુષ્ય મૃગજળ ની પાછળ દોડે છે પણ તે દૂર સરતું દેખાય છે અને તે પામી શકતો નથી. જે છેજ નહીં તેને પામી કેમ શકાય! આંખના ઉઘડ્યાં પછી જ એની વ્યર્થતા સમજાય. સમજાયા પછી બધાંજ પ્રપંચો શમી જાય અને પછી એકમેવદ્વિતીયમ – તે એકમેવ તત્વ નું શેષ રહેવું! પછી બધાં બ્રહ્મનાં જ લટકાં “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” બસ પરમતત્વની લીલા માત્ર!
પંચમહાભૂત એક સચ્ચાઈ જેનું પરબ્રહ્મથી અવતરણ થવું અને અણું અણું માં એનું વિલસી રહેવું. ફૂલ અને ફળ જેમ વૃક્ષનાં જ અંગો. અને ડાળ નું થડમાંથી ઉદભવવું. બસ એક અખંડ તત્વ, ભાસે કે અલગ છે પણ નથી! It’s just mind blowing!
“પંચ મહાભૂત જે પરબ્રહ્મથી ઉપન્યાં અણુંઅણું માં રહ્યાં એને વળગી
ફૂલ ને ફળ તેતો વૃક્ષ નાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી”
જેમ સમુદ્રમાં જન્મેલી માછલી ને પ્રશ્ન થાય કે આ સમુદ્ર ક્યાં છે? એને કેમ કરી સમજાવાય કે તારું અસ્તિત્વજ આ સમુદ્ર છે. તું આમાંજ જન્મી છે આજ તારું ઉદભવ સ્થાન! તારી ચોતરફ, તારી ઉપર-નીચે આજુ-બાજુ જે છે તેજ સમુદ્ર. આજ તારું ઉદભવ સ્થાન અને તારું વિલીનીકરણ પણ એમાંજ! Your very existence is this ocean! પણ એની અંતરની આંખ ઉઘડે તોજ એને સમજાય કે જે સમુદ્રને તે શોધી રહી છે તેને એનાથી અલગ કરી દેખાડી કેમ શકાય? વેદો શ્રુતિ-સ્મૃતિ આના જ તો સાક્ષી છે… કનક કુંડળ નો ભેદ તો ફક્ત નામ રૂપ પુરતોજ… ઓગળ્યા પછી તો તે સોનું જ ને.
“વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે
ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે”
પરમ તત્વમાં ઈચ્છા જાગી અને જીવ અને શિવ પ્રગટ થયા અને ચૌદ લોક નો આ બધો પ્રપંચ રચાયો. નરસિંહ આજ તો ભણી રહ્યો છે અને જોઈ રહ્યો છે કે આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય અને અનુભૂતિ ની એક ક્ષણે એના મોઢામાંથી સરી પડેલા ઉદગાર… તેજ તું તે એજ તું તેને સમર્યા તે કંઈ સંત થયા.
“જીવ ને શિવ તેતો આપ ઈચ્છાએ થયાં રચી પરપંચ ચૌદ લોક કીધાં
ભણે નરસૈયો તેજ તું તેએજ તું તેને સમર્યા તે કંઈ સંત સીદ્યા
જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”

ભક્તિમાં કપટ ન હોવું જોઈએ,કપટથી પ્રભુની પ્રાપ્તિ મુશ્કેલ બની જાય છે,જયારે આશ્રમમાં સુદામા અને કૃષ્ણ ખાસ મિત્રો હતા,ગુરુમાં લાકડા કાપવા સહુને મોકલતા તેમાં એક વખત જગલમાં બહુ વરસાદ પડ્યો અને બંને એક ઝાડના ઓથમાં વરસાદથી બચવા તે બંધ થાય ત્યાં સુધી ઉભા હતા અને બંનેને ખુબ ભૂખ લાગી હતી તેમાં સુદામા તેની સાથે પોટલીમાં ચણા લઇ આવ્યા હતા તે થોડી થોડી વારે ચાવીને ખાતા હતા ચાવતા અવાજ આવતો હતો એટલે કૃષ્ણે પૂછ્યું સુદામા કઈ ખાવાનો અવાજ આવે છે,ત્યારે સુદામા જુઠ્ઠું બોલ્યા ના ના એ તો ઠંડીને હિસાબે મારા દાંત કકડે છે કૃષ્ણ બધું જાણતા હતા પણ બહુ ઊંડાણમાં ન ગયા અને તે અંગે વધુ ના પૂછ્યું,આશ્રમનો કાલ સમાપ્ત થયો અને સમય જતા બંને પોત પોતાની રીતે મોટા થયા,શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામાની સ્થિતિ બહુ સારી ન હતી , ભીખ માંગીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હતા,તેમને ખબર હતી પોતાના શખા શ્રી કૃષ્ણ મોટા રાજા થઇ ગયા હતા,તેમની મિત્રતામાં પૂરો ભાવ હતો પણ એક વખતના જૂઠાણાંથી તેમને ગરીબાઈનો સામનો કરવો પડતો હતો,પણ ભગવાન દરેકને જીવનમાં એક વખત રાજી થતા હોય અને તે વખતે સ્થિતિ બદલાતા વાર નથી લાગતી,એવુજ સુદામાનું થયું,તેમની પત્નીએ એક વખત કહ્યું શ્રી કૃષ્ણ તમારા પરમ મિત્ર છે એક વખત તો જાઓ અને આપણી સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરો,સુદામાને પત્નીની વાત ગમી પણ ગરીબાઈને બધાજ હસતા હોય ત્યાં આવા ચિથરેહાલ પોશાકમાં દ્વારકામાં કેવી રીતે જવું અને કોઈને ત્યાં જાય તો કૈક લઈને જવું પડે,એટલે પોતાની વ્યથા કહી તો તેની પત્ની પાડોશમાંથી ત્રણ મુઠ્ઠી પહુંઆ લઇ આવી તેની પોટલી બાંધીને લઇ જવા કહ્યું,સુદામા ગભરાતા આવતી મુશ્કેલી માથે લઇ દ્વારકા પહોંચ્યા પગમાં પગરખાં નહોતા એટલે કાંટા કાંકરાથી ઇજા પામ્યા હતા અને દરવાજા ઉપર ઉભેલા દરવાનને કહ્યું ભાઈ મારે શ્રી કૃષ્ણને મળવું છે,પેલો અચરજથી હસ્યો,અને કહ્યું તારે કૃષ્ણને મળવું છે,હા ભાઈ હું તેમનો બચપણનો મિત્ર છું,મિત્ર ન કહો તો ખાલી સુદામા આવ્યો છે એટલું કહેશો તો તેમને ખ્યાલ આવી જશે,પહેલા તો પેલાને નવાઈ લાગી પણ જ્યા સારું થવાનું હોય તેમ તે ત્યાંથી ગયો ખુબજ સમય લાગતા સુદામાને થયું એટલા મોટા વૈભવમાં તેમને કેવી રીતે યાદ હોય એટલે નિરાશ થઇ સુદામા પાછા ઘેર જાવા ઉપડ્યા,પણ કૃષ્ણને સમાચાર મળતા
તે દોડ્યા રસ્તામાં ખેસ પણ પડી ગયો અને મારો સુદામા આવ્યો એમ કહી દોડ્યા,રાણીઓ વિચારમાં પડી ગઈ પહેલી વખત આટલા વ્યગ્ર થઇ કૃષ્ણ દોડી રહ્યા હતા એવું તો શું થયું,અને પાછા જતા સુદામાને રોકી ભેટી પડ્યા બંને અશ્રુ સભર બની ગયા આખરે આટલા મોટા મહેલમાં શરમાતા શખા સુદામાના તાંદુલ આરોગી ભગવાને પોતે તેના પગ રાણીઓ સાથે ધોયા અને સાથેજ પોતાના મિત્રનું દરદર ટાળી  તેની સ્થિતિ સુખમયી કરી દીધી,આવા ઘણા દ્ર્ષ્ટાન્ત પુરાણોમાં લખાયેલા છે.એટલે પ્રભુ પોતાના ભક્ત પાસે કપટ રહિત ભક્તિનો આગ્રહ રાખે છે.