Monday, November 30, 2015

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

 ભલાઈ અને બુરાઈ
સંત શ્રી  સુધાંશુ મહારાજ પ્રવચનમાં ભલાઈ અને બુરાઈ ઉપર બોલતા કહ્યું હતું કે બુરાઈ એ એવી પ્રકિયા છે કે તેના પ્રભાવમાં આવેલ નું જોર ખુબ  હોય છે,તે કોઈની પણ પરવા કર્યા વગર સમાજને પાયમાલ કરી નાખે છે જ્યારે ભલાઈ સ્વભાવમાં ખુબ શાંત હોવાથી દબાવ અને ડર વચ્ચે તેનો પ્રભાવ સહન કરતો જાય છે એટલે બુરાઈ સામે લડો તેને હટાવો,સાચો સમાજ બનાવો,નહિ તો દુનિયા ખરાબીથી ભરાઈ જશે,ભગવાન ભોલાનાથ શિવજીએ પણ ત્રિશુલ ની સાથે ડમરૂ જોડી પ્રતિક બતાવ્યું છે ત્રિશુલ એ બુરાઈને હટાવવાનું અને સમય આવ્યે તેનો નાશ કરવાવાળું શસ્ત્ર છે જ્યારે ડમરું એ સંગીતથી વિશ્વમાં આનંદ વધારવાનું માધ્યમ છે,એટલે સમય આવ્યે બુરાઈ વધે તો ડમરું વગાડી બુરાઈને મર્યાદા બહાર જવાની ચેતવણી આપી ભગવાન  તેને સંતુલિત રાખે છે,કારણકે સમાજમાં આવા ખરાબ લોકો કઠોર થવાથી જ કાબુમાં આવે છે જ્યારે કેટલાક પ્યારને હિસાબે પોતાનું જીવન વિતાવે છે,કાયરતાનું નામ ભક્તિ નથી,તૈમુર લંગ એક મોગલ સામ્રાજ્યનો બાદશાહ થઇ ગયો તેને એક વખત એક સંતને કહ્યું કે મને ઊંઘ ખુબ આવે છે ,તો ઉપાય શું,પેલા સંતે તેને કહ્યું કે ઊંઘ તમારે માટે ખુબ સારી છે,એટલે જ્યાં સુધી તે ઊંઘતો રહે ત્યાં સુધી સમાજ ને હેરાન તો ન કરે,ખરાબ લોકો સુતા રહે તો સારું છે,ભલા લોકો ક્યારેય બેસતા નથી,હજારો માણસો સચ્ચાઈની સામે હશે પણ અંતે તો વિજય સચ્ચાઈનોજ થશે,સત્ય સહન કરે છે પણ કદાપિ હારતું નથી,1986 માં સંત શ્રી જ્યારે ભક્તિનો પ્રચાર કરવા મંદિરોમાં પ્રવચન આપતા પણ લોકો સાંભળતા નહિ ,મોટા પાર્કમાં માઈક લગાવી તેમણે પ્રચાર કરવા માંડ્યો, તો લોકો ટકોર કરવા માંડ્યા, આ તો અહી પણ પાછળ પડી ગયા,અને દુર ઉભા જાણે તમાસો જોતા હોય તેમ, અવાજ ઓછો રાખજો વગેરે કહેવા માંડ્યા,સંત શ્રીને કોઈ અસર ન હતી પણ વ્યવસ્થાપકો કહેવા માંડ્યા કે દુર ઉભા રહીને સાંભળે તે પણ આપને માટેતો સારું જ  છે,એટલે સંત શ્રી એ કહ્યું કે દુર ઉભા છે તે કાલે પાસે પણ આવશે અને બેસશે પણ ખરા,બીજે દિવસે બે શબ્દો કાન પર પડતા લોકો કહેવા માંડ્યા આને સત્સંગ થોડો કહેવાઈ આમાં તો જીવન જીવવાનું જ  સમજાવવામાં આવે છે,ત્યારે સંતે કહ્યું  કે મૃત્યુ તો અનિવાર્ય છે એની કોઈ વાત જ ન હોય જીવન કેમ જીવવું તેનીજ ચર્ચા કરી ઉકેલ શોધવો પડે પછી લોકોને કૈક બરાબર લાગ્યું બધા પ્રવચનમાં આવવા લાગ્યા ને સંત શ્રીને પૂછવા  લાગ્યા અમે કઈ સેવા આપી શકીએ,કઈ પાણી પીવડાવીયે ,સંત શ્રી એ કહ્યું તમારી મરજી ઘરથી પાણી લઇ આવોને પીવડાવો પછી તો લોકોનું જૂથ વધ્યું અને એજ લોકો કે જે પહેલા વિરોધ કરતા હતા તે પ્રચાર અને સત્સંગમાં જોડાઈ ગયા,એટલે સંત શ્રી એ કહ્યું જાગતા રહો અને મસ્તીમાં રહો,,ખુશ રહો અને આગળ વધો સાથે સાથે અંદરનો આનંદ પણ વધારતા જાઓ,ખુશીયો વધારી અંદર અને બહારથી સૃન્ગાર કરો,જે કાઈ મળે તે અપનાવો,તેમાં સંતોષ માની ખુશીનું જીવન જીવો,ભલા માણસોને બદનામ કરવા મોટા મોટા ષડયંત્રો રચવામાં આવે છે,ભલા માણસો હંમેશા જાગતા રહે,એટલે સજાગ રહે,સત્ય સાથે જોડાતા ઈશ્વરની પણ સહાય મળશે,ભક્ત લોકો જલ્દી ગભરાતા હોય છે,ક્યા કોઈ મશ્કરી કરે તો તેમને દુનિયાથી છુપાવીને કામ કરે છે,સાચા છો શા માટે ડરવું,હિમતથી સામનો કરો,સુખેથી સુવો,અને બીજાનો ખ્યાલ કરો,
યેદ અંતરમ તદ બાહ્યમ,યેદ બાહ્યમ તદ અંતરમ, વેદોમાં કહ્યું છે
જનક વિદેહી સુંદર રેશ્મીવસ્ત્રો ધારણ કરતા,સોનાના સિહાસન ઉપર બેસતા,અને સુંદર રાજમહેલ ,નૃત્યાંગના નાચ કરતી હોય,સંગીતનો જલસો હોય,ઠાઠમાઠથી ભરેલા રાજદરબારમાં બધાની વચ્ચે એક તરફ રાજા અગ્નિ સળગતો રાખતા,લોકો પુછતાં બધા દીવા સળગાવે છે અને આપ અગ્નિ કેમ સળગતો રાખો છો,
 ત્યારે રાજા કહેતા,આ આગ ચિતાની યાદ કરાવે છે,એ ન ભૂલવું જોઈએ,કે એક દિવસ આવવાનો છે તો એક દિવસ જવાનો પણ છે, સજાગ થઇ જાવ,પ્રેમ કરો પ્રાણીમાત્રને પ્રેમ કરો ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું હતું!જીવો અને જીવવા  દો ,દરેકને આ પૃથ્વી ઉપર જીવવાનો હક્ક છે દરેક નાનામાં નાના જીવની કદર કરો , અનંત પ્રેમ કરવાવાળોશુભની સાથે રહે છે,પ્રેમની ઓર્ખાણ જ એ છે કે દંભ વગરનું જીવન જીવવું,
ફ્રાન્સને વિકસિત કરવામાં નેપોલિયન નો ખુબ ફાળો હતો ,બહુ જ વિનમ્ર સ્વભાવ,તે ફ્રાન્સનો અધીનાઈક,એક વખત કેટલાક મજુરો પૂલના બાંધકામમાં વ્યસ્ત  હતા, કામ તેજ દિવસે પૂરું કરવાનું હતું પણ પૂલ માટેના થાંભલા લઇ જવા માટે બે માણસો ખૂટતા હતા,નેપોલિયન એ વખતે ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી પસાર થતો હતો,તેને આ જોયું આને ઘોડા ઉપરથી ઉતરી તે મજુરો સાથે જોડાઈ ગયો,હજુ એક માણસ ખૂટતો હતો નેપોલીયને દુર ઉભેલા માણસને બુમ પાડી , ભાઈ તમેય જોડાય જાવ, પેલાએ ત્યાંથી ઉભા ઉભા કહ્યું હું શા માટે જોડાઉં , હું તો અહીનો ઠેકેદાર  છું,ત્યારે નેપોલિયન બોલ્યો હું પણ આખા દેશનો ઠેકેદાર છું,આ કામ આજે પતાવવાનું છે અને એક મજુર ખૂટે છે, પેલો બોલ્યો મને ખબર છે,તો પછી રાહ કોની જુએ છે,જોડાઈ જા ,અને એવું કહી તેને કહ્યું તું મને ઓળખે છે, હું કોણ છું ,પેલો કહે મારે તને ઓળખવાની શું જરૂર,તને મજુરી આપી દઈશું ,હું નેપોલિયન છું ,હવે તારો શું વિચાર છે,બદ્ધા અજાયબીથી નેપોલિયનને જોવા માંડ્યા અને પેલો ઠેકેદાર પણ જોડાઈ ગયો,એમ દેશનો વિકાસ કરવો હોય તો બધાએ કામ કરવું પડે,પૂલનું કામ તેના સમય પ્રમાણે પૂરું થયું,આટલો મોટો માણસ જ્યારે નાનો બનીને કામમાં જોડાઈ જાય તો જરૂર દેશનો ઉધ્ધાર થઇ જાય.




સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સમર્પણ



ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ક્ષેત્ર છે શરીર છે ક્ષેત્રજ્ઞ છે જીવાત્મા, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાચ કર્મેન્દ્રિય ,મન,અહંકાર,બુદ્ધિ તન માત્રાએ આ શરીરમાં અવ્યય છે,અવ્યય અંગ -પ્રત્યંગ,
ઉપકરણ અને કરણ, આ બધાના માધ્યમથી આ જીવાત્મા પોતાના ક્ષેત્રમાં સંસારનાં ભોગ ભોગવે છે,
જીવાત્માની કોઈને કોઈ આકાંક્ષા,ઈચ્છાઓ,ભોગની ઈચ્છા,જાણવાની ઈચ્છા,અતૃપ્ત ભાવનાઓ,જે રહી જાય છે તેને પૂરી કરવા,ભોગવવા શરીર આપ્યું છે,પણ આ યંત્રોના જિવ પોતાના શરીરને માધ્યમ બનાવીને જુદા જુદા કર્મ કરે છે,જુદા જુદા  ભોગો ભોગવે છે,જેમ જેમ નવા કર્મ નવા ભોગ ભોગવતો જાય છે તે તેમ તેમ બંધનોમાં બંધાતો જાય છે,આવા ગમન નું ચક્ર તેનો પીછો છોડતું નથી,એક કર્મ કર્યું અને બંધનમાં આવી જાય છે,જ્યાં સુધી ન કર્યું ત્યાં સુધી મુક્ત હતા,આનંદની વાત એ છે કે,કર્મની આઝાદી બધાને હોય છે પણ ફળની આઝાદી કોઈને હોતી નથી,દુખ આવે તો ભોગવવું પડે,જે કોઈ ચાહતું નથી,માંન ની સાથે અપમાન અને લાભની સાથે હાની અવશ્ય આવે છે,કર્મ ભોગના ચક્રમાં બધાજ બંધાયેલા છે,બાળક,જુવાન કે ઉમરવાન,શરીર સાથે સુ:ખ દુ:ખ જોડાયેલા છે,ફક્ત જ્ઞાની હસીને અને મુર્ખ રડીને ભોગવે છે,દુનિયામાં બે જ માણસો સુખી છે,એક તો પહેલા નંબર નો મુર્ખ અને બીજો આદર્શ જ્ઞાની, કેમકે તે મગજને વિચારોથી દુર હોય છે,એટલે તો ચાણક્યે કહ્યું હતું કે,માણસ સતત વિચાર્યા કરે તો દુ:ખી થઇ જાય છે, પણ મગજમાં વિચારો હટાવીદો તો પછી સુ:ખ સદા સાથે છે,એટલે તો દુખી માણસ દુ:ખ થી દુર થવા નશો કરે છે,
જ્યાં સુધી નશાની અસર રહે છે,ત્યાં સુધી દુ:ખ ભૂલી શકે છે,નશો છુટતા ફરીથી એની એજ સ્થિતિ, બધાજ વિચારો પરેશાનીના,સંત જ્ઞાની થઇ જવાય તો મુસીબતોનો ખ્યાલ આવે છે,જો ગુંચ ક્યા પડી તેનો ખ્યાલ આવી જાય તો ગુંચ ખોલવામાં વાર લાગતી નથી,જ્ઞાની બહાર આવી શકે છે અજ્ઞાની વધારે ને વધારે ફસાય છે,ભગવાને શરીર આપ્યું છે જે જીવાત્માનું કાર્યક્ષેત્ર છે,જેનાથી જ્ઞાન થવું ,પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો,આંખ જોશે તો હાથ કર્મ કરશે,ચાર ઉપકરણ  મન,બુદ્ધિ ,ચિત્ત અને અહંકાર,મનનું કાર્ય
 મનન,નિશ્ચય,સ્મૃત્ય,નિર્ણય વગેરે,હું શું છું,અને મારી શક્તિઓ શું છે,પાંચ મહાભૂત,અને પાંચ તેની ઇન્દ્રિયો,તન માત્રાએ જેની માંગ કરે છે,તેની પાછળ ભાગે છે,સંખ્ય લઈયે,જીવાત્માનું લક્ષણ,પ્રાણ-અપાન,નિમેષ-અનિમેષ, જીવન-ગતિ,ઈચ્છાના આધાર ઉપર મનુષ્ય કર્મ કરે છે,
ઈચ્છા કરવી,ઈર્ષ્યા કરવી,પ્રયત્ન કરવો,કોઈ વસ્તુને મેળવવા ઈચ્છા કરવી, આ બધું શરીરમાં જીવ આવ્યા પછી થાય છે,દિશા બદલાતા,દશા બદલાઈ જાય છે,સાચું જ્ઞાન દુ:ખનું નિવારણ છે,ભગવાન કૃષ્ણે,જ્ઞાનના સબંધમાં એક વાત કહી છે,જ્ઞાનના લક્ષણ બતાવ્યા છે,એક,જ્ઞાન છે જ્યારે માનની ઈચ્છા ન હોય,બે, કામના છે ત્યાં સુધી અજ્ઞાન છે,હસીને માન અપમાનમાં આગળ વધી જવું,દર્દીને દવા આપી,અસર ન થાય તો દવા બેકાર ગઈ,કોઈને ગાળ આપો અને અસર ન થાય તો,દુનિયા ગમે તે રીતે તમને રમકડું બનાવશે,પણ તમે ન બનો તો જ્ઞાની થઇ જશો,ભગવાનને અર્જુને પૂછ્યું હતું,બહુ મોટું જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે,આ
નિવારણ ગીતા કરે છે,ગીતા એ એકજ છે,બીજી થઇ જ ન શકે,કેમકે માનવીના દરેક પ્રશ્નોનું તે નિવારણ કરે છે,જ્ઞાન છે,માન અપમાનથી ઉપર થઇ જવું,દંભ ન હોવો,છલ,કપટ,કુટિલતા ન હોવી,પૂર્ણ પ્રમાણિક થઇ જવાય તો સમજવું જ્ઞાન આવી ગયું,ખુબ વિચારવા જેવી વાત છે જો તમે પ્રમાણિક થઈ જશો તો બીજાને ભરોષો,આવી જશે અને તમે કામ કરવાનું શરુ કરશો ,
અપ્રમાણિકતામાં આંખોથી ઈર્ષ્યા દેખાઈ જાય છે,બીજાનો ઉપકાર હશે તો પણ અપ્રમાણિકતા
તેને માન નહિ આપે,પરમાત્મા માટે સાચી ભાવના જગાવો,તો બધું મંગલમય થશે,અંત:કરણ પાપી છે તો બધું બહાર દેખાવા માંડશે,દંભથી દુર થશો તો જ્ઞાની થઇ જશો અને જ્ઞાની ભગવાનને ખુબજ પ્યારા છે,ભક્તો પણ કેટલા પ્રકાર નાં હોય,એક દુ:ખ પડતા,ભગવાનને યાદ કરે,મનની ઇચ્છાઓની પુરતી માટે ભગવાનને યાદ કરે,જીજ્ઞાસા માટે પણ કેટલાક યાદ કરે,મૂળ તો શાંત થઇ જવું,શાંત થવાથી તત્વજ્ઞાની થઈ જવાય છે,જીવનની ગતિ જ્ઞાનની બાજુ ફેરવી લેવી,દીવો સળગાવશો તો અંધારું નહિ રહે,અજ્ઞાન જાતેજ દુર થવા માંડશે,ભગવાનની પાસે જઈને સૂર્યએ સ્તુતિ ગઈ,મારામાં જે છે તે તારો પ્રકાશ છે,તારી અનુભૂતિ,તારી કૃપાઓ,મારા કાર્યથી સંતુષ્ટ છે કે કોઈ ફરિયાદ છે,ત્યારે ભગવાને કહ્યું એક અંધારાએ તારા માટે ફરિયાદ કરી છે,તે કહે છે કે હું જ્યાં રહું ત્યાં સુરજ મને મારવા આવે છે,અને સુરજે કહ્યું એને મારી સામે લઇ આવો હું પૂછી લઉં ફરિયાદ કરે છે તો.....
ઊંચા સ્વપ્ના જુઓ,મોટા સ્વપ્ના જુઓ,
સ્વપ્ના તે નથી હોતા જે રાતે સુઈ જવાથી આવે છે,સ્વપ્ના તે હોય છે જે તમને સુવા નથી દેતા,
આપણા તે નથી હોતા જે રડવા ઉપર આવે છે,આપણા તે હોય છે જે તમને રડવા નથી દેતા.
જગ રોક ન પાયેગા,મીરાં નાચેગી જબ પલ નચાયેગા,
યેહિ મેરી મરજી હૈ,મૈ વો હો જાઉં જો તેરી મરજી હૈ,
બાહર લાચારી હૈ,નામ પે યારેકા ભીતલ તો ઝાંખી હૈ,
આહત હૈ સાવનકી,રબા ખબર સુના માહીકે આનેકી,
હૈ ઈસ્ક બડી બોઝી,રાજી કર દુનિયા,યા ઉસકો કર રાજી.
સમર્પણ નો અર્થ છે,જેવી કુંભારની માટી,જેવી રીતે મોડો તેમ મોડાઈ,ગુરુના વચન એક એક કરી પિતા જાવ,એમાં ખોવાઈ જાવ,સમર્પણ કરી દો, બિલાડી તેના બચ્ચાને મોઢામાં પકડીને ક્યારેક જંપ કરતી હોય પણ બચ્ચું આંખો બંધ કરીને માતા ને  સમર્પિત થઇ જાય છે,અને કોઈ પણ જાતના નુકશાન વગર તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે,જંગલમાં વાંદરાના બચ્ચા માં જ્યારે જંપ કરતી હોય ત્યારે પકડ બરાબર મજબુત રાખે છે,તમે પણ પરમાત્માની પકડ મજબુત રાખો,જરૂર પાર થઇ જશો,પરમાત્માને તમારી જાત સમર્પિત કરી દો,બાળકને પ્રેમ કરો ,પણ તેના ઉપર મોહ ન કરો,ક્યારેક તે વિપરીત બોલી દે તો પછી તકલીફ કે દુ:ખ થાય છે,દુનિયાની પાછળ ભાગવાથી દુનિયા તમારી બનવાની નથી,પોતાની કાળજી રાખો,અને જે વધારેમાં વધારે કૃપા જે ભગવાન અથવા સદગુરુ કરે છે તેને તમારી જાત સમર્પણ કરો.

Thursday, November 19, 2015

ગીતા જ્ઞાન

ગીતા જ્ઞાન


યુદ્ધ મહાભારતકા હૈ,અંશ હૈ ગીતા જ્ઞાન ,હૈ કથા પરમાર્થની કહે કૃષ્ણ ભગવાન -હે માનવ કહે.....
વિફળ હુએ સબકે જતન જબ બચા ન કોઈ દ્વાર,અબ કરેંગે ફેસલા તીર,ધનુષ,તલવાર-હે માનવ..
કર તિલક રણભુમીમે ચલ પડે રણવીર,હાથ દે આશિષ માં કે,રેઇન બહાયે નીર,-હે માનવ..
હૈ ધરમ યુદ્ધ આખરી,લડે વીર સમુદાય,સેના મિલે દુર્યોધનકો,અર્જુન ગોવિંદ પાય -હે માનવ....
ઐસી પ્રીત લગી જિયરાસે પીડ સહી ન જાય,ખીંચ ભુજા ગિરધરને અર્જુન,લિયો કંઠ લગાય-હે માનવ
ચલ પડે દોનો અવતારી,કુરુક્ષેત્ર કી ઓર,એક ધનુર્ધર વીર અર્જુન,દુજા માખણચોર-હે માનવ..
બોલે અર્જુન શ્રી કૃષ્ણસે,હાંકો રથ જગદીશ,પહોચો જબ,દુશ્મનોકી સમ્મુખ દેના લગામકો ખીચ-હે
ફિર રૂકા,રથ રઘુવીરકા જાકો રબ કે બીચ,દેખ કો ભીષ્મપીતાકો,લગા ઝુકાને સિર-હે માનવ ..
ઉતર ગયા ફિર રથ સે અર્જુન,ધનુષ બાણ કો છોડ,દોડ પડા ચર્નોકો છુને દેખે જબ ગુરુ  દ્રોણ - હે
ગુરુ ચરણ મેં તુમ ચલે કહા અકેલે પાર્થ,જબ સમય આયેગા ઇસકા મૈ ચલુંગા સાથ-હે અર્જુન
બોલા અર્જુન,હમ સમય કો ક્યા દેખે જગદીશ,સામને ગુરુકે ચરણ હૈ ,યહાં હૈ મેરા શીશ -હે કેશવ..
ચરણ  ન જાયેંગે કહી,તુમ શીશ બચાવો પાર્થ,બીચ ખડે દુશ્મનો કે,શસ્ત્ર હૈ સબકે હાથ-હે અર્જુન..
અર્જુન દેખે સબ રથી,સુરત બચી ન કોઈ,સબ થે અપને હી કુટુંબ કે,દુશ્મન દિખા ન કોઈ,-હે કેશવ..
ખડે હો તુમ રણ ભુમીમે ,યુદ્ધ કરો રણવીર,કિતને હૈ દુશ્મન યહાં પર દેખ ચલાકર તીર -હે અર્જુન..
ધર્મ સંકટ મેં પડા, મૈ અર્જુન અજ્ઞાન,કિસકો લેંઉ પ્રાણ મૈ,કિસકો દૂ સન્માન-હે કેશવ..
કાંધે પર અર્જુન તેરે,ન ધનુષ નાં બાણ,અબ ચલેંગે તીર ઉધરસે,દેતે રહો સન્માન-હે અર્જુન...
મધુસુદન નાં વ્યંગ કરો,મૈ માનવ અજ્ઞાન,લક્ષ્ય દિખાતા હી નહિ હૈ,કહા ચલાઉ બાણ-હે કેશવ...
બીત ચુકી વાર્તા તબ કુછ રહા ન ઇનકા મોલ,મનકી આંખ મૂઢ લો,તન કી આંખે ખોલ-હે અર્જુન
હે મધુસુદન કયું મેરા ભ્રમિત  હુઆ હૈ મન,નેત્ર હૈ નિર્જીવ સે,કંપિત હુઆ હૈ તન -હે કેશવ...
નાં આકાર પવન કા હૈ,ન જળ કા કોઈ રંગ,મન હૈ તેરી કલ્પના, તન કા નહિ હૈ અંગ -હે અર્જુન..
હે કેશવ ઘર મન મેરા,તન કા નહિ હૈ અંગ,ફિર કહો ,મન કયું જુદા હૈ માનવ તન કે સંગ-હે કેશવ...
મન હૈ એક ચેતના,કોઈ જગાયે ઉમંગ,આગે આગે યે ચલે,પીછે પીછે અંગ -હે અર્જુન.....
ગોવિંદ ઉત્તર દે રહે,અર્જુન પૂછે જાય,ઐસા દિપક કૌન જો,મન કો રાહ દિખાઈ-હે કેશવ....
ઐસા દિપક જ્ઞાન જો,મન કો રાહ દિખાઈ,જ્ઞાન રહિત હો જો ભી મન વો રાહ ભટકતા જાય-હે અર્જુન
હે કેશવ મુઝકો જ્ઞાન દો,મૈ માનવ અજ્ઞાન, મુઝે બતાઓ વો જગહ,જહાં મિલેગા જ્ઞાન -હે કેશવ.
ગોવિંદ સુનકર હસ દિયે,બસ સમજણ કી દેર,જ્ઞાન બસાચારો દિશામે,બસ દેખનકી દેર- હે અર્જુન..
કેશવ ઐસી નાવ મેં ,હો ગયા મૈ સવાર,દરિયામે તુફાન હૈ,ઔર હાથ નહિ પતવાર -હે કેશવ.....
જ્ઞાન ફળ હૈ કર્મકા,વચન કહે ભગવાન,ફ્લકી ઈચ્છા ન કરો,બસ યહી બડા હૈ જ્ઞાન-હે અર્જુન....
યે કૈસા ઉપદેશ હૈ,યે કૈસા હૈ જ્ઞાન,ફલકી ઈચ્છા ન કરે તો બીજ ન બોયે કિસાન-હે કેશવ...
ફળ મિલે હર બીજ્સે,સંભવ નહિ હૈ પાર્થ,લક્ષ્ય બેઠે એક કે ફળ,તીર ચલાયે યે સાથ-હે અર્જુન...
સંતુલિત મન કૈસે કરું કેશવ કહો ઉપાય,જીતને ઉત્તર દે રહે હો પ્રશ્ન તો બઢતે જાય -હે કેશવ...
અર્જુન ઇસ સંવાદકા,બસ યહી હૈ એક ઉપાય,મોહ માયાકો ત્યાગ,ઉઠ સંખ તો બજાય-હે અર્જુન...
કૈસે કરું મૈ યુદ્ધ સખા,સન્મુખ મેરે તાત,ક્યા કરમ કરતા રહું,વહ પુણ્ય હો યા હો પાપ -હે કેશવ...
યે તો કોઈ પાપ નહિ,ધર્મ હૈ તેરા પાર્થ,કયું ડરતા હૈ યુધ્ધ્સે જબ મૈ હું તેરે સાથ-હે  અર્જુન....
ભાઈ,કાકા,તાત,સખા,પ્રિય હૈ મેરે હર એક,મેરે હૈ વો સેકડો,ઔર તુમ કેવળ હો એક-હે કેશવ....
નાં અર્જુન તું કિસીકા હૈ,નાં તેરા હૈ કોઈ,વેશ બદલકે દેખ જરા,કૌન પહેચાને તોય -હે અર્જુન.....
સત્ય વચન હૈ આપકા,દો કેશવ વિસ્તાર,ક્યા રહસ્ય વેશકા,ક્યા હૈ ઇસકા સાર-હે કેશવ....
મૈ કર્તા,મૈ  હી કારક,મૈ યૌવન, મૈ રૂપ,મૈને ઇસ સંસારમે બદલે હૈ કઈ રૂપ -હે અર્જુન...
મૈ તપન હું સૂર્યકી, મૈ પવનકા જોર,મૈ હી નરસિંહ,રામ હું,મૈ હી માખણચોર-હે અર્જુન...
મૈ હરી,મૈ શ્યામ હું,મૈ વિષ્ણુ અવતાર,મૈ હી ઘટ ઘટમે બસા હું,બનકે જીવનસાર-હે અર્જુન...
મૈ  કભી જન્મા નહિ,મૈ અમર હું પાર્થ,મૈ સબમેં પહલે હું, મૈ હું સબકે બાદ-હે અર્જુન....
મૈ જીવનકા અંશ હું,મૈ હું મૃત્યુકા આધાર,જન્મદાતા પુણ્યકા ,મૈ હી પાપ સંહાર -હે અર્જુન...
મૈ હી સબસે સુક્ષ્મ હું ઔર મૈ હી સબસે વિશાલ,મૈ જગતકા પાલક હું ઔર મૈ હી સબકા કાલ-હે
મૈ શીતલ,મૈ તાપ હું,મૈ ભાદો કા ફુંહાર,મૈ હી પતઝડ,મૈ હી સાવન,મૈ બસંત બહાર -હે અર્જુન...
મૈ ઋતુ ઔર યુગ ભી મૈ,ઔર મૈ હી સુબહા,શ્યામ,નવગ્રહ હૈ,મેરે હી સમતુલિત,મૈ તીર્થ,મૈ ધામ-હે
મૈ અર્જુન સંપન્ન હું,મૈ સકલ સંતાપ, મૈ રહું જિનકે સમ્મુખ,વહા રહે ન પાપ -હે અર્જુન....
વ્યર્થ ચિંતા કયું કરે,ક્યુ ડરે બિન બાતા,આત્મા તો અમર હૈ,કયું કરે પશ્ચાતાપ -હે અર્જુન....
પરિવર્તન સંસારકા,હૈ નિયમ સુન પાર્થ, ખાલી તુમ આયે ધરામે,જાના ખાલી હાથ -હે અર્જુન...
તું હૈ અર્જુન કુછ નહિ,નાં તેરે હૈ કોઈ સાથ,સબ અકેલે હૈ ધરામે,ધર્મ હૈ કેવળ સાથ-હે અર્જુન...
હે અર્જુન અબ યુદ્ધ કરો,ત્યાગો મનકે વિચાર,દેતા હું આદેશ તુમ્હે,મૈ વિષ્ણુકા અવતાર -હે અર્જુન...
દેખ નારાયણકો સમ્મુખ,અર્જુન ઝુકાયે શીશ,રૂપ થા વિકરાળ ઐસા,કઈ થે જિનકે શીશ-હે માનવ....
જગકી હર  એક વસ્તુકો ધારણ કિયે થે નાથ,એકમુખી,જ્વાળામુખી,થર થર કંપે પાર્થ,-હે માનવ...
ક્ષમા કરો ભગવાન મુઝે,યે રૂપ ન દેખા જાય,ઇતના કહકે વીર અર્જુન લિયા ધનુષકો ઉઠાય-હે
ફિર ધનુષ ગાંડીવકી ઐસી ખીચી કમાન,જિસકી ગર્જન તીન લોક્મે,ગુંજી વ્રજ સમાન-હે માનવ..
ભીષ્મ પીતાકે ચરણોમેં છોડા પહેલા બાણ,સમજ ગયે કે પૌત્ર અર્જુન માંગે આશીર્વાદ-હે માનવ....
ફ્લકી ઈચ્છા નાં કરો,કર્મ કરો ઇન્શાન,સત્ય વચન કો પીંડ કહે યહી હૈ ગીતા જ્ઞાન-હે અર્જુન....
સત્ય વચન હૈ આપકા દો કેશવ વીસ્તાર,ક્યા રહસ્ય હૈ ભેષકા,ક્યા હૈ ઇસકા સાર -હે કેશવ....
યોનીકે અનુસાર અર્જુન,બદલે માનવ રૂપ,કર્મસે રાજા બનાયે કર્મ ઇસકો શુદ્ર-હે અર્જુન....
માત પિતા મેરે નહિ,નાં મેરા હૈ શરીર,જુડે હૈ કયું યે નાતે,પૂછે અર્જુન વીર-હે માનવ....
નાતે શાખ હૈ વૃક્ષ કી,જો દ્રષ્ટિકો રખે બચાય,ફુલકો જો ફળ બનાય,ફળ કો બીજ બનાય -હે અર્જુન..
હે કેશવ ફળ રૂપમેં, હૈ કો રબ સમુદાય,કયું મુઝે તુમ કહે રહે હો,કિનકો દુ મૈ મિટાય -હે કેશવ....
કડવે ફળકો શાખ પર રખું ન પાક બચાય,ક્યુકી કડવે ફળ પર બીજ ભી કડવે આય-હે અર્જુન....
ઐસે કેશવ તુમ મુઝે દેતે હો ઉપદેશ,જૈસે હો ભગવાન કોઈ,ઇસ ગ્વાલેકે ભેષ-હે કેશવ.....
દાનવ,માનવ,જીવ નહિ,નાં વસ્તુ હૈ ભગવાન,હૈ ભગવાન હે અર્જુન,જિનકે અંદર જ્ઞાન-હે અર્જુન...
જિસકે અંદર જ્ઞાન હૈ,ઉસકો માંન લુ ભગવાન,પર ઉસે મૈ ક્યા કહું,જો બાટે સબકો જ્ઞાન-હે કેશવ....
હે અર્જુન વો હૈ ગુરુ,જો બાટે સબકો જ્ઞાન,પહેલે ગુરુકો કર નમન,ફિર લે ઈશ્વર કા નામ- હે  અર્જુન...
ધર્મ સંકટ મેં ગીરા, મૈ અર્જુન અજ્ઞાન,તુમકો કેશવ ગુરુ કહું,યા કહું તુમ્હે ભગવાન-હે કેશવ....
કુછ ન બોલો મુખસે તુમ,બસ ધનુષ ઉઠાઓ પાર્થ,જીતો પહેલે ધર્મયુદ્ધ કો,ત્યાગો અપના સ્વાર્થ-હે
ઈચ્છા મૃત્યુ ધારણ કિયે,ખડે હૈ સમ્મુખ તાત,ઉનકે સમ્મુખ કેશવ,કૈસે વિજય હો મેરે હાથ -હે કેશવ....
અર્જુન ક્ષણ ભર કે લિયે,દેખ ન ઉનકી ઓર,છોડ દો તુમ ભીષ્મકો ઔર બાણ ચલા કહી ઓર-હે
હૈ પિતામહ ઉસ તરફ,તો દ્રોણ હૈ દુજી ઔર,ત્રીજે મેં કુલગુરુ ખડે હૈ,દેખું મૈ કિસ ઔર-હે કેશવ.....
અબ અર્જુન ન દેખ કહી,બસ દેખ મેરી ઔર,ઐસી દ્રષ્ટી દુ તુજે,મુજે દેખે ન કોઈ ઓર-હે અર્જુન....
જલમે  મૈ હું,તલ મેં  મૈ, મૈ માનવ કે સ્વરૂપ, મૈ જગત આધાર હું,અબ દેખ મેરા યે રૂપ,-હે અર્જુન....
 મૈ નિર્માણ કરું ઇસ જગકા,  મૈ પતન આધાર,મેરે હી આધીન હૈ યે સકલ સંસાર.હે અર્જુન.....


જય શ્રી કૃષ્ણ..

Monday, November 9, 2015

દિપાવલીની શુભ કામનાઓ

દિપાવલીની સહુ વાચક મિત્રોને શુભ કામનાઓ તેમજ નવું વર્ષ ખુબજ લાભદાયી રહે તેવી અભ્યર્થના સાથે મોગરાના ફૂલ વતી શ્રી મહેન્દ્ર ભટ્ટ ,આ બ્લોગની વારંવાર મુલાકાત માટે ખુબ ખુબ ધન્યવાદ,
મિત્રો જેને હું ગુરુ તરીકે માનું છું એવા નારેશ્વરના સંત પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ  જીવન દરમ્યાન  સંદેશ આપતા રહ્યા હતા   'મનુષ્ય હોના મેરા ભાગ્ય હૈ,પણ આપ સબસે જોડા રહેના મેરા પરમ સૌભાગ્ય હૈ,મૈ  કુછ શીખ લુ યે મેરા પરમ સૌભાગ્ય હૈ ,પૂજ્ય શ્રી નાં આશીર્વાદ સહુ ઉપર રહે એવી શુભકામના.

જય શ્રી ગુરુદેવ દત્તા