Sunday, April 30, 2017

ગુરુ ભજન


ગુરુ ભજન 


ગુરુ ઘર આવ્યા ,વિઘ્નો સહુ દૂર સિધાવ્યા....
બ્રહ્માહરિહર મૂર્તિ મનોહર,દંડકમંડલુંશોભિત વર(૧) કર;
કંથા કૌપીન (૨)અક્ષરમાળધર, સૂર્વર ધાયા....વિઘ્નો.....
આનંદાબધી  ઉર છલકાયે,દુઃખ નામ ક્યાંયે ન જણાયે;
આધિ વ્યાધિ સહુ મન ગભરાયે,સુકૃત ફાલ્યાં......વિઘ્નો.....
વાણી (૩)સુધાસમ  શી માધુરી આ,જાણે કુસુમો મુખ્દ્રુમ(૪) ખરિયાં;
ચિંતા દૈન્ય ઉપાધિ ટળિયા,મન સુખ પામ્યા ....વિઘ્નો.....
સ્વાગતની શી કરું તૈયારી? તન મન ધન સહુ તુજ પર વારી !
જ્યા દેખું ત્યાં તુજ બલિહારી,'રંગ' ચઢાયા ! !....વિઘ્નો......
 
(૧)સુંદર (૨)રુદ્રાક્ષની માળા ધારણ કરનાર(૩)અમૃત જેવી (૪) વૃક્ષ.

જય ગુરુદેવ દત્ત.

Friday, April 28, 2017

નવધા ભક્તિ (નવમ ભક્તિ)

નવધા ભક્તિ 

નવમ ભક્તિ

* नवम सरल सब सन छलहीना। मम भरोस हियँ हरष न दीना॥
नव महुँ एकउ जिन्ह कें होई। नारि पुरुष सचराचर कोई॥3॥
* सोइ अतिसय प्रिय भामिनि मोरें। सकल प्रकार भगति दृढ़ तोरें॥
जोगि बृंद दुरलभ गति जोई। तो कहुँ आजु सुलभ भइ सोई॥4॥

નવમી ભક્તિ સરળતા અને બધાની સાથે કપટ વગરનો વર્તાવ કરવો તે છે,હૃદયમાં મારો ભરોષો રાખવો અને કોઈ પણ સ્થિતિમાં ખુશી અને શોકના તાબે ન થવું, આ નવમાંથી જેની પાસે એક પણ ભક્તિ હશે તે કોઈ પણ સ્ત્રી પુરુષ,જડ કે ચેતન કોઈ પણ હોય તે હે ભામિની મને અતયંત પ્રિય છે,પછી તમારામાં તો બધાજ પ્રકારની દ્રઢ ભક્તિ છે તે પણ જે ગતિ યોગિયોં માટે પણ દુર્લભ છે તે આજે માતા તમારા માટે સુલભ થઇ ગઈ છે.

પ્રભુ જે સરળ છે તેઓ માટે સહેજમાં પ્રાપ્ત છે,પણ સરળ થવું એકદમ અઘરું છે,સત્સંગ નો સંગ સરળ બનવામાં ખુબજ મદદગાર બને છે,જ્યાં સુધી માનવી બાલ્યાવસ્થામાં હોય છે ત્યાં સુધી તેનું જીવન સરળ હોય છે,જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ તેમ જવાબદારી તેને સારા ,ખરાબ અને અઘરા માર્ગો પર જવા મજબુર કરે છે,કપટરહિત બાળપણ એટલું સરળ છે કે પ્રભુને ભક્તના બોલાવે પધારવું પડે છે,

સં ત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે,સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે,સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે,અને તેને માટે મનને જગાડવું પડે છે ,શરીર તો સમયની સાથે ના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે,પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી જ સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફ ની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખુબ સરળતા પડશે, કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિનું ,પણ માનવ ની એ બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રયત્નશીલ રહે છે,કેટલાય પ્રયોગોમાંથી પસાર થઇ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઉભી થયે પણ રોકાતી નથી, સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે,બાકી દુનિયાની આજની સ્થિતિ તણાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઇ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહિ આવે,ગમે તે સંતનો સમાગમકે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે
 અને તે માટે મનને શાંત કરવાની જરૂરીયાત પર ખુબ ભાર મુકે છે,
 એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજુ કરી છે, ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છા રૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે,એક ગામમાં એક જુવાન જયારે પણ જમણવાર હોય ત્યારે અઢાર લાડવા ખાઈ જતો,તેની ખાવાની આ રીતથી ગામલોકોને ત્રાસ થતો,પણ ગામનું માણસ એટલે તેને દુ:ખી ન કરાય પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને ચેલાની મદદની જરૂરત હતી,આમતો તેઓ ગામેગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખુબ મળતી,સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું એટલે 'સાધુ તો ચલતા ભલા ' એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા આ ગામમાં આવી ચઢ્યા,ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામા ચેલાની મદદ માટેની રજૂઆત થઇ ત્યારે ગામના ઉપરી એ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું,યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી પણ સાથે પોતાની શરત રાખી કે 'ગુરુજી હમ મદદમેં આપકા સબ કામ કરેગા મગર શરત ઇતની કે હંમે અઢી શેર આતા હર અગીયાસકો આપકો દેના પડેગા,લાડુ બનાંકે ખાયેગા,અપવાસ હમ નહિ કરેગા વો આપકા કામ, મગર ખાના ભી હમ પકાયેગા 'સાધુને પણ યોગ્ય લાગ્યું, આ ઉમરમાં ઝોલીનો ભાર ઉચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો ,પછીતો
રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મઝા કરવાની,બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું પહેલી અગિયારસ આવી અને ગુરુએ અઢી શેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો,અને ગુરુજી તો અગિયારસ કરે એટલે એમના માટે જુદું અગિયારસનું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું , લાડવાનું ભોજન જોઇને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં
ગુરુજીના અવાઝ્થી રોકાયો, 'બેટા ભોજન કરનેસે પહેલે હમારી બાત સુનોગે ?'રોકાયેલો ચેલાને મનમાં થયું ,ગુરુજીએ તો પેટ પુંજા કરી લીધી હતી , હવે મને કકડીને ભૂખ લાગી છેને ગુરુ ને વાત સંભળાવવી છે પણ ગુરુની વાત ટાળી પણ ન શકાય 'હા હા,જરૂર સુનેગે'અને ગુરુજીએ કહ્યું" બેટા, ભોજન કરનેશે પહલે ઠાકુરજીકો ભોગ લગાકે બાદ ખાના "બસ ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આઘોપાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકુરજીનું મંદિર હતું ત્યાં લઇ ગયો,ગુરુજીની આજ્ઞાનો અવરોધ પણ ન થાય અને દુર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો,થોડીવાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો,પછી ત્યાંથી બેઠા બેઠા બુમો પાડવા લાગ્યો,"ઓ ઠાકોર ખાવું હોય તો ખાય લો મને તો કકડીને ભૂખ લાગી છે"પણ કોઈ ફેરફાર નહિ ફરીથી જોર કરીને બુમ પાડી" ઓ ઠાકોર હવે એક વખત વધારે કહીશ, નહિ આવો તો આપણાથી વધુ ભુખું નહિ રહેવાય ,કહી
દઉ છૂ આપણે તો ખાઈ લઈશું પછી ભલે ગુરુજી દંડ આપે"અને છતાં કઈ ફેરફાર ન થયો એટલે છેલ્લે ફરીથી
બુમ પાડી "ઓ ઠાકોર હવે ખાઈ લો નહિ તો તમારો સમય પૂરો ને આ થાળી મારી "અને કહેવાય છે કે ઠાકોરજીનું ત્રણ વખત નામ પડ્યું અને ચેલાની અજાયબીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી એટલે ચેલો ઉભો થઇ ગયો "લો આ તો આવી ગયા,એમ શરમ વગર ખાવા ન મંડાઈ "અને ઠાકોરજી એ કહ્યું " બેટા તે તો મને કહ્યું..."અને ચેલો ચોટલી ઉપર હાથ ફેરવતો બોલ્યો"હવે આવ્યા છો તો ખાઈ લો,પણ મારો વિચાર કરજો અને ચેલો ફરીથી બેસી ગયો ,"તથાસ્તુ " એવું ઠાકોરજી બોલ્યા અને થોડીવારમાં ભોજન કરી અંતર્ધ્યાન થઇ ગયા ,ચેલો તો ઉભો થઈને પહોચ્યો થાળી પાસે,એક લાડવો અને બીજી બધી પીરસેલી વાનગી થોડી થોડી બચી હતી,અને તુલસીના પાન ,આજુબાજુ જોયું,"બધું ખાઈ ગયા, અને જતા રહ્યા" પણ કોણ હોય ,તે તેને સાંભળે,ચેલાએ
મને કમને જે બચ્યું હતું તે ખાધું,ગુરુજી જયારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું "ક્યાં હુઆ
બેટા સબ કુછ ઠીક થાક તો હૈ ."અને ચેલો વરસ્યો "અરે કુછ ભી થીક થાક નહિ હૈ,અબસે દુસરી અગીયારસકો પાંચ શેર આટા ચાહીયેગા " ગુરુજી અચરજમાં પડ્યા પણ તરત કહ્યું "હા તો ઇસમે કોનસી બડી બાત હૈ પાંચ શેર આટા લે લેના ,મગર બેટા હુઆ ક્યાં...?"અને ચેલાએ કહ્યું "ક્યાં ન હુઆ ઐસા પૂછીએ,વો ઠાકોરજી ,જીસકો આપને
ભોગ લગાનેકો બોલા થા,વો સબ ખા ગયા,ઔર મેરે લિયે એક લાડુ ઔર તુલસીકે પત્તે છોડ ગયા..."અને ચેલાની વાત ગુરુજીને ગળે ન ઉતરી,અને હસ્યાં ચેલાને ગમે તે રીતે શાંત કર્યો.,પણ ગુરુજીનું મન પણ અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું,થોડા સમય પછી સુદની અગિયારસ આવી અને ચેલાએ પાંચ શેરના લાડુનો ભોગ લગાવ્યો અને ફરી ગુરુજી તો ફરાર આરોગી ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચઢાવી પેલા ઝાડની નીચેની બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બુમો પાડવા માંડી ,બે વખત પછી ત્રીજી વખતે ચેલો બુમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખુબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું, તો કહ્યું "પ્રિયે ,મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઇ જાવ,એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે,અને આજે તારે પણ સાથ આપવાનો છે."પ્રભુ, ભક્ત તમારો છે ને હું આવીશ તો એને તકલીફ નહિ પડે ,"અને પ્રભુએ હાથ પકડીને કહ્યું"ચાલો આ ત્રીજી વારની બુમ પડી બીજી વાત પછી,આજે ભક્તની કસોટી"અને લક્ષ્મીજી કઈ સમજે એ પહેલા ઠાકોરજીના ખેચાણમાં
ખેચાઈ ભક્તની ત્રીજી બુમે ભોગ સામે હાજર થયા,અને ચેલો તો હડફ લઈને ઉભો થઇ ગયો ,"આવ્યા તો આવ્યા પણ સાથે એમનેય લઇ આવ્યા,વાહ માની ગયા ઠાકોરજી તમને " પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા ,"અરે ભક્તના ભોગને આરોગો,'અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા "હા હા,જમી લો ને છોડજો થોડું ભગત માટે " અને ચેલો અદબ વાળીને બેસી ગયો ,ફરીથી ભગવાને કહ્યું "તથાસ્તુ" અને લક્ષ્મિજી તો હસી પડ્યા, ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મીજી સાથે અંતર્ધ્યાન થયા, ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું,ગુરુજી આવ્યા તેમને ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કઈ કહે તે પહેલા ગુરુજી
બોલ્યા"મૈ સબકુછ સમઝ ગયા ,ઠાકોરજી સબ ભોગ ખા ગયે " અને તેના ખભાપર હાથ મૂકી સમજાવવા
જતા હતા ત્યાં ચેલો બોલ્યો "અરે ,અકેલે ઠાકોરજી નહિ સાથમે અપની પત્નીકો ભી સાથ લે આયે થે ,ખા ગયે સબકુછ ને છોડ ગયે પરસાદ,માલુમ નહિ અબ કબ પુરા ખાના મીલેગા,આપકો અબ સાડાસાત શેર આટા દેના પડેગા ". ગુરુજી આ વખતે ચેલાની વાતથી હસ્યાં નહિ પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી અગિયારસે જાતે હાજર રહેવાનું મન મનાવ્યું,સમય પસાર થયો અને ફરી અગિયારસ આવી આ વખતે ચેલાએ બે થાળી ભરીને ભોગ લગાવ્યો જોઈએ હવે બે જણા કેટલું ખાય છે,આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બુમો પાડવા માંડ્યો ગમે તેમ પણ તેનો અવાઝ થોડો ભગવાન માટે માનભર્યો હતો,અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા હતા બે બુમો પડી અને ત્રીજીનો વારો હતો ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ મચી ,ભગવાનના કુટુંબને પૃથ્વી ઉપર જતા જોઈ ,શંકર-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને
વાત જાણવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું "જાણવું હોય તો ચલો સાથે "અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિ-દેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ
અને એ જોઇને ચેલો તો ભડક્યો "આટલા બધા,તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો ,તે મને ભૂખો રાખી રાખીને ખાઈને જતા શરમ નથી આવતી,આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું,થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો "અને ફરીથી ઠાકોરજીનો હાથ ઉંચો થયો અને શબ્દ આવ્યો "તથાસ્તુ"અને ગુરુએ થડની આડમાંથી ત્રણે દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા અને જયારે ચેલાએ કહ્યું ગુરુદેવ શું કરો છો "અરે બેટા,આજ મુઝે કુછ સમજમે નહિ આતા કે કૌન ચેલા હૈ ઔર કૌન ગુરુ આજ તેરી નિર્દોષ ભક્તિસે મુઝે ભી ભગવાનકે દર્શંનકા લાભ મિલા,આજ તેરી વજહસે મેરા જીવન ધન્ય હો ગયા " અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અસૃસભર થઇ અને તે જોઈ ચેલો પણ રડ્યો ,ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક-એક લાડવો તેમજ તુલસી પત્ર પડ્યા
હતા.અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો,બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં" નારાયણ નારાયણ" ના પુકારે હાજર થઇ નારદજીએ ત્રણે દેવોને દેવીઓ સહીત પ્રણામ કરી ભક્ત
અને ભક્તના તારક ભગવાનનો ખુબ મહિમા ગાયો.

શુભમ ભવતુ

Thursday, April 20, 2017

નવધા ભક્તિ (અષ્ટમ ભક્તિ)


નવધા ભક્તિ 

અષ્ટમ ભક્તિ 




















आठवँ जथालाभ संतोषा। सपनेहुँ नहिं देखइ परदोषा॥2॥

પૂર્ણ પુસોત્તમ ભગવાન શ્રી રામ શબરીને આઠમી ભક્તિના અનુસંધાનમાં સમજાવે છે માતા આઠમી   ભક્તિ એ છે કે જે કઈ જીવનમાં મળે તેટલામાં સંતોષ માનવો અને બીજાના (પારકાના ) દોષો સ્વપનામાં પણ ન જોવા.

આઠમી ભક્તિમાં સંતોષને ખુબ મહત્વ આપતા ભગવાન શબરીને કહે છે કે માતા પાંચ વર્ષની ઉંમરે ઘરથી ભાગ્યા પછી જંગલમાં સહારો શોધતી એક છોકરીને માતંગ ઋષિનો આશ્રય મળ્યો તે પણ કેવી રીતે,એક નીચી જાતિની કન્યા એક ઋષિના આશ્રમમાં શરૂઆત રસ્તાઓની સાફ સફાઈ કરતા થઇ કઈ પણ ખાધા પીધા વિના શરૂઆતમાં પાંદડા ખાઈને ઝાડ પર રહેતી શબરીને એક દિવસ માતંગ ઋષિએ સફાઈ કરતા જોઈ અને પ્રેમથી  તેની વિગતો જાણી તેને આશરો આપ્યો,આજુબાજુના લોકો નો વિરોધ હોવા છતાં માતંગ ઋષિએ કોઈ પરવા કર્યા વગર તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તું ખુબ સંતોષી અને શાંત છે એક દિવસ શ્રી રામ તને જરૂર દર્શન આપશે અને તેની રાહ જોતી શબરી જયારે માતંગ ઋષિનો કાળ પૂરો થતા તેમના પછી પણ રાહ જોતી રહી જ્યારે પ્રભુ આવ્યા ત્યારે શબરી વૃદ્ધાવસ્થામાં બરાબર જોઈ પણ  શકતી ન હતી અને તેથી જંગલમાંથી બોરને ચાખી ચાખીને ભગવાન માટે ભેગા કર્યા હતા તેના એઠા બોર આરોગી ભગવાને ભક્તની ઈચ્છા પુરી કરી તે વખતે આજુબાજુથી પણ લોકોએ પોતાની મુશ્કેલી ભગવાન પાસે રજુ કરવાનો પ્રયત્ન કર્યો પણ માતા શબરીનું અપમાન માટે પ્રભુએ કોઈનું ન સાંભળ્યું અંતે માં શબરી પાસે જ્યારે તેઓએ માફી માંગી ત્યારે તેઓની ભગવાને સંભાળ લીધી,
જુના સમયમાં રાજા ને   ત્યાં આવતા ભિક્ષુક અન્ન ભિક્ષામાં  મળે તેટલાથી સંતોષ અનુભવતા એક વખત એક રાજાને કૈક નવું સુજ્યું અને ભિક્ષામાં જે ચોખા  આપતા તેની સાથે થોડાક હીરા ભેગા કરી એક ભિક્ષુક   પત્નીને આપ્યા,અને પોતાના માણસોને તે શું કરે છે તેની નજર રાખવા કહ્યું ,પેલી સ્ત્રી ભિક્ષા લઇ ઘેર ગઈ તેના છોકરા ભૂખ્યા હતા એટલે તેણે ચોખા રાંધવા એક વાસણમાં કાઢ્યા અને ચોખામાં જે હીરા હતા તેને પથ્થર સમજીને બહાર નાખવા લાગી અને તે સમયે રાજાના માણસો તેના પર  નજર રાખતા હતા તેઓએ કહ્યું તું આ શું કરે છે,હીરાને રસ્તા ઉપર ફેંકી   દે છે,પેલીએ જવાબ આપ્યો તમારા માટે હીરા હશે મારા છોકરા ભૂખ્યા છે મને કામ કરવા દો,અને રાજાને   માહિતી મળતા તેમને પણ આશ્ચર્ય થયું ભિક્ષુક માટે હીરા ની કોઈ કિંમત ન હતી કેમકે તેને પરિવારના ભરણ પોષણની ફક્ત ચિતા હતી,અન્ન મળતાં તે સંતોષ અનુભવતા.આજની દુનિયામાં કોઈને સંતોષ નથી જે મળે તેનાથી વધુ કેમ મળે તેની હોડ લાગી છે,અને એટલેજ સુખ   સંપત્તિ હોવા છતાં સંતોષ નથી અને માનવી પરેશાન છે,બધું અહીંનું અહીં રહેવાનું છે જીવનના અંતે કઈ સાથે આવવાનું નથી પણ આ સત્યને જાણવા છતાં અજાણ રીતે ભક્તિ તરફ કે જે ભગવાન તરફનો  એક સત્ય માર્ગ ને અવગણી પોતાની મન માની કરી ભોગોમાં અસંતોષી બનતો માનવી પોતાની દશાનો વિચાર નથી કરતો પોતે દોષી છે પણ તે આખી દુનિયાને દોષિત માને છે સમય કોઈને માટે થોભતો નથી જે માટે જીવન મળ્યું તે ભક્તિ મેળવ્યા વિના તે વેડફી દેવાશે તેની પણ તેને ચિતા નથી,
શબરી ભગવાન શ્રી રામના પ્રસન્ન વદનને પામી ત્યારે એ અનુભવ હતો કે પ્રભુ કોઈને પણ દર્શન આપી શકે ફક્ત નમ્રતા,વિવેકને સંતોષ સાથે,પ્રભુના દર્શનની તાલાવેલી એકાગ્ર થતા એ સંભવ છે,જેમ પ્રકાશિત સૂર્ય તેના અતિ તેજમાં નરી આંખે  જોવો શક્ય નથી ,તેમ પ્રભુનું તેજ સુર્યથી પણ અત્યંત હોવાથી  નરી આંખે દર્શન થતા નથી તેના માટે ભક્તિમાં એકાગ્ર થઇ અંતરની આંખની જરૂર પડે છે,સૂર્ય પણ વાદળો વચ્ચે આવતા નથી દેખાતો તેમ પ્રભુને જોવા અજ્ઞાન અને માયાના વાદળો દૂર કરવા પડે છે,પ્રભુ સર્વત્ર વ્યાપક છે,ભક્તિનો માર્ગ એટલો સરળ નથી નરસિંહ મહેતા અને મીરાંબાઈ તેનું ઉદાહરણ છે,સંતોષી જીવન પણ ઉપાધિઓ અનેક,કુંવરબાઇનું મામેરું પણ પ્રભુને સંભાળવું પડ્યું,હૂંડી લખી તો તેની કાળજી પણ કનૈયાને લેવી પડી,મીરાંબાઈને પણ ભક્તિમાં બધું છોડી  ઝેરના કટોરાનો સામનો કરવો પડ્યો અને ભક્તિમાં કોઈ આંચ ન આવી,મીરાંબાઈ સલામત રહ્યા,કેટલાય ભક્તોની પ્રભુએ રક્ષા કરી,શરીર પાંચ તત્વોનું છે,તેમાં રહેલો આત્માની ઓરખ જયારે તમને નામ અપાતા થાય છે,પણ જયારે આત્મા તેમાંથી નીકળી જાય પછી તે નામ કે શરીરની કોઈ કિંમત નહિ પણ ભોગોમાં ખોવાયેલાને ભોગ સિવાય કઈ દેખાતું નથી,સમય કોઈને માટે રોકાતો નથી,ક્યારે જનમ્યા અને ક્યારે ઘડપણ આવ્યું તે ભોગોની હરીફાઈમાં કઈ ખબર પડતી નથી અને જયારે સત્યની ખબર પડે ત્યારે ખુબ મોડું થઇ જતું હોય છે,દરવાજે યમના ટકોરાની બીક લાગે છે,પણ જે નક્કી છે તેમાં છૂટકો નથી,ચાહનારાઓના  મોટા કાફલાને છોડી ચાલી નીકળવું પડે છે,ભક્તિ એ સંતોની વાત છે ,સમજણ છે,અને સાચું સમજનાર માટે તથ્ય છે,સંતોનો સત્સંગ એ તારક છે, સંતોષ જીવનમાં વ્યાપ્ત થઇ કોઈના પણ દોષ જોવાની વ્યાધિમાંથી જીવને મુક્તિ અપાવે છે. દયા ધર્મનું મૂળ છે તેની સમજ આપે છે,અને જીવ દાની બને છે,લોભ અને અસંતોષ કોઈ પણ જીવને સદ્ માર્ગ ઉપર ચાલવા નથી દેતા,

માયા અને અભિમાન માં નારદ મુનિ પણ ફસાઈ ગયા હતા,પોતાની તપસ્યા જયારે દેવો ભંગ ન કરી શક્યા ત્યારે નારદ મુનીમાં અભિમાને પ્રવેશ કર્યો અને જયારે તેની રજુઆત તેમણે નારાયણ અને દેવી સમક્ષ કરી ત્યારે ભગવાનને ભક્તની ચિંતા થઇ અને વિશ્વમોહિનીનો સ્વયંવર રચાયો અને નારદને પણ આમંત્રણ અપાયું,અભિમાની નારદ માયામાં પણ ફસાઈ ગયા હવે વિશ્વમોહિનીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવા તેમને નારાયણના રૂપની જરૂર પડી,ક્ષીર સાગર તો ઘણું દૂર હતું પણ નારાયણ તો વિશ્વ વ્યાપક હતા એટલે નારાયણને યાદ કરતા તે નારદ સમક્ષ હાજર થયા અને પૂછ્યું બોલ નારદ શું જોઈએ ત્યારે નારદે તેમના રૂપની માંગણી કરી ભગવાને તથાસ્તુ કહી નારદને વાંદરાનું રૂપ આપી દીધું,,ભગવાને નારદને માયામાંથી સલામત રાખ્યા ,જયારે સ્વયંવર માં હાજર થયા ત્યારે વિશ્વ મોહિની તો ન મળી પણ હાસ્યને પાત્ર બન્યાં,બે મહાદેવના ગણોએ કહ્યું મહારાજ ચહેરો પાણીમાં જોવો તો હતો અને ગુસ્સે થઇ નારદે તેઓને શ્રાપ આપ્યો,પણ પાણીમાં ચહેરો જોતા હકીકતની ખબર પડી અને સ્વયંવરમાં વિશ્વમોહિનીને વરીને જતા નારાયણને ખિજવાઈને ખુબ ગાળો આપી રથની પાછળ દોડ્યા પણ હસતા નારાયણે જયારે માયા ને ભક્ત નારદમાંથી ખેંચી લીધી ,ત્યાં કોઈ વિશ્વ મોહિની નહિ અને કોઈ અભિમાન નહિ ફક્ત ભગવાન અને ભગવાનનો સંતોષી માફી માંગતો ભક્ત,માટે

નારાયણ નારાયણ ભજમન નારાયણ.


વાલો મારો....

ગુજરાતી ભજન (નરસિંહ મેહતા)

વાલો મારો....

વાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨)
તેમાં શું કરે પંડિત  ને કાજી ...વાલો મારો....
કર્માબાઈનો ખાધો ખીચડો,વિદુરની ખાધી ભાજી ,(૨)
એંઠા બોર શબરીના ખાધા....જી જી ...(૨)
છપ્પન ભોગ મેલ્યા ત્યાગી વાલે મારે છપ્પન ભોગ....વાલો મારો...
વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા..(૨)કેળા લાવ્યા હતા માંગી,
ગર્ભ કાઢીને છાલ ખવડાવી,તોયે ન જોયું જાગી...જી જી વાલે મારે તોયે ન જોયું...વાલો મારો....
ગણિકા શિકે પોપટ પઢાવતી,(૨)તેમાંથી લેહ એને લાગી(૨)
શ્રી હરિ તેને સહેજમાં મળ્યા..(૨) તેની સંસારની ભ્રમણા ભાંગી...વાલો મારો.....
ભક્તની લોકો નિંદા કરે છે, ને જગત બન્યું છે પાજી,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી...(૨)માથે ગિરધર રહયા છે ગાજી....વાલો મારો.....
વાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨)
તેમાં શું કરે પંડિત  ને કાજી ...વાલો મારો....

જય શ્રી કૃષ્ણ.

Friday, April 7, 2017

અવધૂતી ભજન

અવધૂતી ભજન 



ભર્યું જ્યા ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત
નિરાકારી ની જે ચાહે બન્યો સાકાર તું અવધૂત...ભર્યું....
ખૂનીના ખંજરોમાં તું,પ્રિયાના ચુંબનોમાં તું (૨)
અરે હરિ ગર્જનામાં તું ,રહ્યો પીક પૂજાને અવધૂત...ભર્યું.....
ગુલાબી ગાલમાં હસતો,ચઇના હાડમા વસતો (૨)
બધે નિબન્ધ તું રમતો ,નિજાનંદે હો અવધૂત...ભર્યું....
મને યોગી થઇ વસતો,જગે ભોગી સમો ભમતો(૨)
કદી રોગી સમો રડતો,અગમની લાકડી અવધૂત...ભર્યું....
સદા પાસે છતાં આઘે,અભાગીને અરે દીસતો (૨)
સહુ રંગે રંગી તું રહે તુજ અંગ કો અવધૂત ....ભર્યું ......

જય ગુરુદેવ દત્ત.

Saturday, April 1, 2017

માં અન્નપૂર્ણા કથા

માં અન્નપૂર્ણા કથા 


કાશી નિવાસી ધનંજયને  ત્યાં સુલક્ષણા નામની પવિત્ર સ્ત્રી હતી,તેણે પતિને કહ્યું  સ્વામી   તમે કઈ ધંધો કરો તો એ વાત ધનંજયના ધ્યાનમાં આવી તેણે ભગવાન શ્રી વિશ્વનાથનું પૂજન કરવાનું નક્કી કર્યું,તે ભગવાનને પ્રસન્ન કરવા પૂજા કરવા બેસી ગયો કહેવા માંડ્યો હે પ્રભુ ! મને પૂજાપાઠ કઈ નથી આવડતું ફક્ત તમારા ભરોશે બેઠો છું એટલી વિનંતી કરીને તે ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો,એ જોઈને ભગવાન શંકરે તેના કાનમાં  અન્નપૂર્ણા,અન્નપૂર્ણા અન્નપૂર્ણા એવી રીતે ત્રણ વખત કહ્યું,આ કોણે કહ્યું તેના વિચારમાં ધનંજય પડી ગયો,મંદિરોથી આવતા બ્રાહ્મણોને તે પૂછવા લાગ્યો,અન્નપૂર્ણા કોણ છે,તો તેઓએ કહ્યું તું અન્ન છોડીને બેઠો છે માટે તને અન્નની વાત સૂઝે છે તું ઘેર જા અને અન્ન ખા,ધનંજયે ઘર જઈને પોતાની પત્નીને બધી વાત કરી,તે બોલી નાથ ચિંતા ન કરો,શંકર ભગવાને જાતે મંત્ર આપ્યો છે તે તેનો જાતે જ ખુલાસો કરશે,તમે ફરીથી જઈને તેમની આરાધના કરો.ધનંજય ફરીથી પહેલાની જેમ પૂજા કરવા બેસી ગયો,રાત્રે શ્રી શંકર ભગવાને સ્વપનામાં આજ્ઞા કરી પૂર્વ દિશામાં જા,તું સુખી થશે ,મહાદેવજીનું કહ્યું માની તે પૂર્વ દિશામાં અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ જપ કરતો ચાલી નીકળ્યો,ત્યાં તેને  સુંદર સરોવર દેખાયું,તેના કિનારે કેટલીય અપ્સરાઓ ટોળામાં બેઠી હતી.એક કથા કહેતી હતી અને બીજી બધી અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ વારંવાર બોલતી હતી,આજે અન્નહન માસની પૂજનીય રાત હતી ,આજથીજ તેની શરૂઆત થતી હતી ,તે જેની શોધ કરતો હતો તે બધું સાભળવામાં આવ્યું,ધનંજયે ત્યાં જઈને પૂછ્યું હે દેવીઓ આપ આ શું કરી રહયા છો,તેમણે કહ્યું અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ,તેણે ફરીથી પૂછ્યું વ્રત કરવાથી શું થાય છે,તે કોઈએ કર્યું પણ છે? તે ક્યારે કરવામાં આવે છે,તેની વિધિ મને પણ કોઈ કહો,તેઓ કહેવા લાગી આ વ્રત કોઈ પણ કરી શકે છે,૨૧ દિવસ માટે ૧૧ ગાંઠનો દોરો(સુતર) લેવો,૨૧દિવસ ના થાય તો એક દિવસનો ઉપવાસ કરવો, તે પણ ન થાય તો ફક્ત કથા સાંભળીને પ્રસાદ લેવો,ઉપવાસ કરીને કથા સંભળાવવી,કથા સાંભળવાવાળું કોઈ ન મળે તો સામે પીપળાનું પાન મૂકીને તેને કથા સંભળાવવી,અથવા કુંવારીકા,દ્વારપાટા વ્રજની સામે,અથવા દીવા ની સાક્ષી રાખીને સૂર્ય,ગાય,તુલસી કે મહાદેવને કથા સંભળાવવી,કથા કહયા વગર મોઢામાં દાણો પણ ન મુકવો,જો ભૂલ થાય તો ફરીથી એક દિવસ ઉપવાસ કરવો,તે દિવસે ક્રોધ ન કરવો,જુથ્થું ન બોલવું,
ધનનજયે કહ્યું,આ વ્રત કરવાથી શું થશે?,તો કહેવા લાગી આ વ્રત કરવાથી આંધળાને આંખો મળે,લુલા- લંગડાને પગ મળે,નિર્ધનના ઘેર ધન આવે,વાંઝણી સ્ત્રીને પુત્ર મળે,મુરખાને વિદ્યા મળે,જે  ઈચ્છાથી પુંજા કરવામાં આવે તેની ઈચ્છા માતા પુરી કરી છે,તે કહેવા લાગ્યો બહેનો મારી પાસે પણ અન્ન ,ધન ,વિદ્યા કૈજ નથી,હું એક દુઃખી બ્રાહ્મણ છું,મને આ વ્રતનું  સૂત્ર (સુતર) આપશો,તેણે કહ્યું હા ભાઈ તમારું કલ્યાણ થાઓ,હું તમને તે આપીશ લો આ વ્રતનું મંગળસૂત્ર,મંગલ સૂત્ર લો ધનંજય ,અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ બોલતો ધનંજય પગથિયાં ઉતરી ગયો,તો શું દેખાય છે કરોડો સૂર્યના તેજ જેવું પ્રકાશવાળું અન્નપૂર્ણા માતાનું મંદિર તેની સામે છે,સોનાના સિંહાસન ઉપર માતા વિરાજ્યા છે,અને ભિક્ષા માટે ભગવાન શંકર તેમની સામે ઉભા છે,દેવાંગનાઓ શ્લોકો ઉચ્ચારે છે,હથિયાર બંધ પહેરો છે,ધનંજય દોડીને માતાજીના પગમાં પડી ગયો,દેવી તેના મનની વાત જાણી ગયા, તે કહેવા લાગ્યો,માતા તમે તો અંતર્યામીઓ છો હું મારી દશા તમને શું કહું,માતાએ કહ્યું  બેટા તે મારુ વ્રત કર્યું છે જા,તારો દુનિયા સત્કાર કરશે,માતાએ ધનનજયની જીભ ઉપર મંત્ર લખી દીધો,હવે તો રોમેં રોમમાં  વિદ્યા પ્રગટ થઇ,એટલામાં આંખ ખુલી તો જોયું તે કાશી વિશ્વનાથ મંદિરમાં ઉભેલો હતો,માતાના વરદાનથી ધનંજયનું મન ભરાઈ આવ્યું,સુલક્ષણાંને બધી વાતો કહી,માતાની કૃપાથી તેનું  ઘર સંપત્તિથી ભરાઈ ગયું,સગા સબંધીઓ કહેવા લાગ્યા આટલું મોટું ઘર છે પણ સંતાન નથી,એટલા માટે તું બીજી વખત લગ્ન કર,ધનંજયને બીજું લગ્ન કરવું પડ્યું,અને સતી સુલક્ષણનાને સોંત નું દુઃખ સહન કરવું પડ્યું એવી રીતે દિવસો વીતતા ગયા,અને ન મહિનો આવ્યો,નવા લગ્ન કરેલ પતિને સુલક્ષણાએ કહેવડાવ્યું કે વ્રતના પ્રભાવથી આપણે સુખી છીએ,તેના કારણથી આ વ્રત છોડવાનું નથી, સુલક્ષણાની વાત ધ્યાનમાં લઈને ધનંજય તેની પાસે આવ્યો, આ વ્રતમાં બંને બેઠા,નવી વહુને આ વ્રતની ખબર જ ન હતી,તે ધનંજયના આવવાની રાહ જોવા લાગી,દિવસો વીતી ગયા અને વ્રતમાં ત્રણ દિવસ બાકી હતા,નવી વહુને ખબર પડી તેના મનમાં ઇર્ષયાની  જવાળા પ્રજ્વલિત થઇ,તે સુલક્ષણાના ઘેર આવી પહોંચી,અને ઝઘડો કર્યો,ધનંજયને થોડી ઊંઘ આવી ગઈ અને તે સમયે નવી વહુએ વ્રતનું સૂત્ર તોડીને અગ્નિમાં નાખી દીધું,તેનાથી માતાજી ક્રોધિત થયા,તેના ઘરમાં અકસ્માતે આગ લાગી ગઈ બધું સળગીને ખાક થઇ ગયું,સુલક્ષણાને ખબર પડી તે પતિને તેના ઘેર લઇ ગઈ,નવી વહુ ખીજવાતી તેના પિતાના ઘેર જતી રહી,
પતિને પરમેશ્વર માનતી સુલક્ષણા એ કહ્યું નાથ ગભરાવવું ન જોઈએ,માતાજીની કૃપા અલૌકિક છે,પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કુમાતા નથી થતી,શ્રદ્ધા રાખીને આપણે ફરી આરાધના શરૂ કરીયે,તે જરૂર આપણું કલ્યાણ કરશે,માતા રહિત બાળકની માફક ધનંજય ફરીથી માતાની કૃપા મેળવવા પાછળ પડ્યો,
અને ફરીથી  તે સરોવર અને પગથિયાં પ્રગટ થયા,તેમાં અન્નપૂર્ણા માં કહીને તે ઉતરી પડ્યો,ફૂલની માફક માતાજીએ તેને સંભાર્યો,ફરીથી આવેલો જોઈ દેવાંગનાઓ તેને મારવા દોડી,માતાએ કહ્યું એને ન મારશો તે બ્રાહ્મણ છે,ગઈ વખતે તે વ્રત કરીને આવ્યો હતો અત્યારે તે પ્રાણદાન કરીને આવ્યો છે,ધનંજય તે સાંભળીને માતાના ચરણોમાં રડવા લાગ્યો,માતા પ્રસન્ન થયા અને બોલ્યા આ સોનાની મૂર્તિ લે તેનું પૂજન કર તું ફરીથી સુખી થઇ જશે,તને મારા આશીર્વાદ છે, તારી પત્ની સુલક્ષણાએ શ્રદ્ધાથી મારુ વ્રત કર્યું છે,તેને મેં પુત્ર આપ્યો,ધનંજયે પોતાની આંખો ઉઘાડી,તે ફરીથી કાશીવિશ્વનાથ મંદિરમાં ઉભો હતો,ત્યાંથી તે પોતાના ઘેર આવ્યો,સુલક્ષણાને સારા દિવસો રહ્યા અને પુરા મહિના વીતતા પુત્રનો જન્મ થયો,કાશીમાં આશ્ચર્યની લહેરો ફેલાય ગઈ,અને લોકો ખુબ માનવા લાગ્યા આવી રીતે શહેરના ની:સંતાન શેઠને ત્યાં પુત્ર પ્રાપ્ત થતા તેમણે માતા અન્નપૂર્ણાનું સુંદર મંદિર બંધાવ્યું,તેમણે  ધૂમ ધામથી માતાજીને મંદિરમાં પધરાવ્યા ,યજ્ઞ કર્યો અને ધનંજયને મંદિરના પુંજારી (આચાર્ય)બનાવ્યા,મંદિરની દક્ષિણ બાજુ તેને રહેવા માટે સુંદર ભવન બનાવી આપ્યો,ધનંજય તેની પત્ની સાથે તેમાં રહેવા લાગ્યો,માતાજી માટે આવતી દાન દક્ષિણાથી તેની આવક ખુબ વધી ગઈ,ત્યાં નવી વહુના પિતાને ઘેર ચોરી થઇ,બધું લૂંટાઈ ગયું તે ભિક્ષા માંગીને પેટ ભરવા લાગી,સુલક્ષણાએ સાંભર્યું તો તેને બોલાવવામાં આવી,તેને બીજા ઘરમાં રાખીને અન્ન વસ્ત્રની વ્યવસ્થા કરી આપી,ધનંજય સુલક્ષણા અને તેનો પુત્ર માતાની કૃપાથી આનંદ કરવા લાગ્યા,માતાજીએ જેમ તેનો ભંડાર ભરી દીધો તેમ બધાના ભર્યા.
બીજી કથામાં સંતો કહે છે એક વખત એક ભક્ત કાશીમાં માં અન્નપૂર્ણાની વાતોથી પ્રભાવિત થયો એવું કહેવાય છે કે કાશીમાં માતાના ભવ્ય મંદિરમાં તેને તેના પ્રભાવમાં માતા અન્નપૂર્ણા ના હાથે ખાવાની જીદ સાથે મંદિરમાં ભૂખો બેસી રહ્યો,ભોજન ગ્રહણ કરતા અન્ય ભક્તોએ તેને અન્ન ગ્રહણ કરવા કહ્યું અને કહ્યું અહીં વારાણસીમાં માં અન્નપૂર્ણા કોઈને ભૂખ્યા રાખતી નથી પણ તે ન માન્યો પોતાની જીદ પર તેણે ન ખાધું,સહુ ભક્તો રાત પડી એટલે ઘેર ગયા,પણ તે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો મંદિર બંધ થયું,તે બેસી રહ્યો પુજારીજીએ પણ તેની નોંધ ન લીધી ત્યાં મંદિરમાં મધરાતે  માં અન્નપુર્ણાને ચાંદીની થાળીમાં ભોગ ધરાવવામાં આવે છે,ભોગ ધરાવીને પૂજારી જતા રહે અને સવારે પ્રસાદીના રૂપમાં તે ભોગ  વહેંચાતો હશે,
પણ તે દિવસે જે ભોગ માતાજીને ચઢ્યો તે ચાંદીની થાળી માતાજીએ ખુદ પેલા ભક્તની પાસે લઇ જઈને કહ્યું બેટા ખાઈ લે જીદ ન કરીયે,એટલું કહી માતાજી જતા રહ્યા,અને તે ભૂખ્યો તો હતો જ અને માતાજી એ ખુદ કહ્યું એટલે તેણે બધું ખાધું અને ત્યાં ને ત્યાં જ સુઈ ગયો,સવારે પૂજારી આવ્યા માતાજી પાસે થાળી ન જોતા શોધ ખોળ થઇ અને ચોરી થઇ હોવાનો સંદેશ ફેલાયો અને શોધતા ખાલી પડેલી થાળી પેલા સુતેલા માણસ પાસે મળી આવી એટલે ચોર ગણી સહુ તેને  મારવા ગયા ત્યારે પેલા ભક્તે કહ્યું મને મારશો નહિ ખુદ માતાજીએ મને આ થાળી આપી ખાવાનું કહ્યું હતું હું માતાજીનો ભક્ત છું જુઠ્ઠું નથી કહેતો એટલે સહુ અચંબામાં પડ્યા અને તેની વાતનો સ્વીકાર થયો પણ પૂજારી રડી પડ્યા અને બોલ્યા કેટલાય વર્ષોથી સેવા કરું છું મને કઈ ન મળ્યું અને આ પાગલને માતાજીએ ખુદ ખવડાવ્યું .
અન્નપૂર્ણા સદા પૂર્ણા શંકર પ્રાણવલ્લભે,
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી.
માતામેં પાર્વતી દેવી ,પિતા દેવો મહેશ્વર ,
બાંધવા શિવભક્તિશ્ચ સવદેશો ભુવનત્વયં .

શુભમ ભવતુ .

ચૈત્રી નવરાત્રમાં માતા અન્નપૂર્ણા સહુનું શુભ કરે 

જય માતાદી 
અન્નપૂર્ણા માતાની જય 
(પબ્લિશ મીડિયાના આધારે)