Thursday, April 20, 2017

વાલો મારો....

ગુજરાતી ભજન (નરસિંહ મેહતા)

વાલો મારો....

વાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨)
તેમાં શું કરે પંડિત  ને કાજી ...વાલો મારો....
કર્માબાઈનો ખાધો ખીચડો,વિદુરની ખાધી ભાજી ,(૨)
એંઠા બોર શબરીના ખાધા....જી જી ...(૨)
છપ્પન ભોગ મેલ્યા ત્યાગી વાલે મારે છપ્પન ભોગ....વાલો મારો...
વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા..(૨)કેળા લાવ્યા હતા માંગી,
ગર્ભ કાઢીને છાલ ખવડાવી,તોયે ન જોયું જાગી...જી જી વાલે મારે તોયે ન જોયું...વાલો મારો....
ગણિકા શિકે પોપટ પઢાવતી,(૨)તેમાંથી લેહ એને લાગી(૨)
શ્રી હરિ તેને સહેજમાં મળ્યા..(૨) તેની સંસારની ભ્રમણા ભાંગી...વાલો મારો.....
ભક્તની લોકો નિંદા કરે છે, ને જગત બન્યું છે પાજી,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી...(૨)માથે ગિરધર રહયા છે ગાજી....વાલો મારો.....
વાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨)
તેમાં શું કરે પંડિત  ને કાજી ...વાલો મારો....

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment