Thursday, January 19, 2012

ઇતના તો કરના.......(હિન્દી ભજન)

ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે(૨)
ગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તનસે નિકલે ,ફિર પ્રાણ.....ઇતના તો....
શ્રી ગન્ગાજીકા તટ હૈ યા યમુનાકા બંસીપત હૈ ,મેરા સાંવરા નિકટ હો જબ પ્રાણ.....(૨)
શ્રી વૃન્દાવનકા સ્થલ હો,મેરે મુખમે તુલસી દલ હો,વિષ્ણુ ચરનકા જલ હો જબ પ્રાણ....ઇતના તો .......
સન્મુખ સાંવરા ખડા હો ,બંસીકા સ્વર ભરા હો ,દિલમે લગન ભરા હો જબ પ્રાણ.....(૨)
શિર સાવના મુકુટ હો, મુખડે પે કાલી લટ હો,યહી જ્ઞાન મેરે ઘટ હો જબ પ્રાણ....ઇતના તો..
જબ કંઠ પ્રાણ આયે ,કોઈ રોગ ન સતા્યે,યમ દર્શ ન દિખાયે જબ પ્રાણ.....(૨)
મેરા પ્રાણ નિકલે સુખસે,તેરા નામ નિકલે મુખસે,બચ જાઉં ઘોર દુ:ખશે જબ પ્રાણ .....ઇતના તો....
ઉસ વક્ત જલ્દી આના ,નહિ શામ ભૂલ જાના ,રાધેકો સાથ લાના જબ પ્રાણ....(૨)
યહ એક્સી અરજ હૈ,માનો તો ક્યાં હરજ હૈ,કુછ આપકા ફરજ હૈ જબ પ્રાણ....ઇતના તો કરના...
સુદ્ધી હોવે તારી તનકી,તૈયારી હો ગમનકી ,લકડી હો વ્રજ્કે વનકી જબ પ્રાણ....(૨)
કેસર તિલક હો ભાલા,મુખ ચન્દ્રસા ઉજાલા પહેલું ગલેમેં માલા જબ પ્રાણ....ઇતના તો.....
એક ભક્ત કી હૈ અરજી,ખુદ ગર્જીકી હૈ ગરજી ,આગે તુમ્હારી મરજી જબ પ્રાણ ....(૨)
ઇતનાતો.....ઇતના તો.....ઇતના તો....જબ પ્રાણ...જબ પ્રાણ....

જય શ્રી કૃષ્ણ .

Thursday, January 5, 2012

સુખીબાબા
-મહેન્દ્ર ભટ્ટ


ગોમતીને કિનારે સુખીબાબાની ધૂણી ધખે ,જંગલનો વિસ્તાર વેરણ જગ્યા,જંગલી પ્રાણીઓ અને રંગ બેરંગી
પક્ષીયોની હાજરી વર્તાય,ઘણું એકાંત,યોગીબાબા યોગમાં મશગુલ રહે,તેમના માટે રહેવાની સુકા ઘાસ અને લાકડાથી બનાવેલી ઝુપડી,દૂર ગામોમાં વસ્તી ખરી ત્યાંથી ક્યારેક બાબા માટે સીધું સામગ્રી આવ્યા કરે,સુખીબાબાને ધૂણી ધખતી હોય એટલે ઠંડી અને વરસાદથી બચાવ થાય,અને બાબા યોગી એટલે તબિયતથી ખુબ ખુશ રહે,તેમની સાથે તેમનો એક પાલતું પોપટ રહે,તેનું નામ બાબાએ સુખિયા રાખેલું,બાબા એની ભાષા સમજે ,એટલે આજુબાજુ ક્યારેક ભય વર્તાય ત્યારે કે કોઈ હિંસક પ્રાણી આવી જાય તો બાબાને સુખિયો ચેતવી દે,સુખીયો બાબાની આજુબાજુના ઝાડો ઉપર બાબાની સેવામાં સમય પસાર કરે,પેટની પુંજા માટે તો કોઈ સવાલ જ નહિ,બાબાની ઝુંપડીની થોડે દુર એક ઝરણું વહેતું વહેતું ગોમતિમાં મળી જાય એટલે પીવાનું નિર્મળ પાણી મળે, દુરના ગામોમાંથી બાબાની મુલાકાતે ગામના મુખીયાની આગેવાની હેઠળ ભજન મંડળી આવે,રાતભર ભગવાનનું ભજન કરી બાબાના આશીર્વાદ લઇને જાય ,આમ બાબા અને સુખિયો ખુબ ખુશ રહે,બાબાની સફેદ લાંબી દાઢી અને લાંબી જટાથી બાબાની ઉમર વર્તાય પણ ખુશ રહેતા બાબાને તેની કોઈ અસર નહિ ,આ બાબા એક વખત આરામમાં હતા અને સુખિયાએ ચેતવણીનો સંદેશો આપ્યો,બાબાએ આંખો ખોલી પૂછ્યું
"શું છે સુખિયા,..."અને સુખીયાએ બહાર ઉડી બાબાને દિશા સુચન કર્યું, બાબા તેના ઈશારા પ્રમાણે જવા લાગ્યા,હાથમાં સુકી પણ જાડી લાકડી ,થોડે દુર જઈ સુખિયો એક પથ્થર પર બેસી ગયો,બાબાએ
ત્યાં જઈને જોયું બાજુમાં એક પીળા રંગના પથ્થરની ટોચ દેખાતી હતી,બાબાએ યોગથી ધ્યાન લગાવી પથ્થર ઉપર હાથ રાખી અવલોકન કર્યું,અને સુખિયા તરફ હસતા ચહેરે કહ્યું
"આતો સોનું છે કાચું સોનું,અડધો ફૂટ અંદર,પણ આપણે તો શું કામનું....?" ,છતાં સુખીયાની આ શોધથી તે
રાજી થયા બાબાને આમ ઝુપડીમાં પાછા જતા જોઈ સુખિયાને ચિંતા થઇ,તેનું મન આ કીમતી પથ્થરના વિચારે ચઢ્યું,આપણે માટે કોઈ કિંમત નહિ પણ અડધો ફૂટનો પથ્થર અને બાબા કહે કાચુ સોનું ,સુખિયાને બાબાની આવી હરકત પસંદ ન પડી તેણે પથ્થર ઉપર નજર રાખવાનું નક્કી કર્યું,તે નજીકના ઝાડ ઉપર બેસીને ચોકી રાખવા લાગ્યો,બાબા તો ઝુપડીમાં જઈને ધ્યાન લગાવ્યું તેમની નજર મનના માર્ગે બધું જોવા લાગ્યું અને બાબાને સુખિયા જેવાને પણ ચમત્કારી અસરથી હસવું આવ્યું,ત્યાંથી તેમણે ફરી પથ્થર ઉપર નજર લગાવી,દુરના એક ગામના પછાત વર્ગના એક છોકરા સાથે લાગી,પણ મહિના સુધી તે પથ્થરના જોડાણમાં ન આવતો હોવાથી એ એક મહિના સુધી પથ્થરનું શું? ,તે કઈ ધ્યાનમાં ન આવ્યું,બાબાએ સમાધિ છોડી તેમને ખબર હતી સુખિયો કંટાળીને હમણાં આવશે,બાબાને તો કઈ અસર ન હતી,પણ કંટાળીને સુખિયો પાછો આવ્યો ત્યારે તેનાથી ન રહેવાયું,તેની
વાચામાં તેણે બાબાને પૂછી નાખ્યું ,
"બાબા,ગામના માણસો અહી આવીને ભજન કરે છે તેમને આ પથ્થર ભેટમાં ન આપી દેવાય,ગામનું ભલું થઇ જાય"
"સુખિયા તારો સારો વિચાર છે પણ જે વસ્તુ જેના માટે લખાયેલી હોય તેનોજ તેના પર હક્ક થાય, નહિ તો આ પથ્થર અત્યાર સુધી અહી કેમ છે."
" પણ બાબા આપણને હવે ખબર પડી તો,તમને ચાહતા માણસોને લાભ ન આપીએ,કોઈ ખોટા માણસોને હાથ લાગશે તો ખોટો ઉપયોગ નહિ થાય."
"નહિ થાય,કેમકે હું જે જાણું છું તે તું નથી જાણતો,હજુ એક મહિનો એ અહી રહેવાનો છે,બસ તું નજર રાખતો રહેજે કેમકે વચ્ચેનો સમય બહુ ખરાબ લાગે છે "
સુખિયાને બાબાના ધ્યાનની ખબર હતી એટલે વધારે ચર્ચામાં ન પડ્યો,ત્રણ દિવસ પછી બાબાને કઈ નવું કરતા જોઈ સુખિયો જોઈ રહ્યો , બાબાએ લાકડીથી ઝુપડીની આજુબાજુ ગોળ કુંડાળું કરી થોડીવાર આંખ બંધ કરીને એક પગે પૂર્વ દિશામાં મોઢું રાખી ઉભા રહ્યા,સુખિયાને ચિંતા થઇ,કઈ અજુગતું થવાના અણસાર દેખાતા હતા,પણ બાબાને પૂછવું કઈ રીતે,જંગલમાં એકલા બાબા કેટલાય વખતથી રહે છે અને કેટલીય વખત મુશ્કેલીઓ આવી પણ બાબાને ક્યારેય ચિંતા કરતા જોયા નથી,તેમની શકતી અજબ હતી એટલે સુખીયાએ વધુ વિચાર્યા વગર બાબા પર ભરોસો રાખી તેમની ભક્તિમાં મન વાર્યું ,સાંજ પડી ,રાત પસાર થઇ ને સવાર પડ્યું સુખિયો લાલ
બેરીનો સ્વાદ લેતો હતો ત્યાં તેની નજર કામથા ઉપર ખેચાતા તીર ઉપર પડી ,નિશાન હરણનું બચ્ચું હતું,તેણે વિના વિલંબે ચેતવણીનો અવાઝ કર્યો અને તેને વશ થઇ બચ્ચું જીવ બચાવતું ભાગ્યું ,અને નિશાન સુખિયા બાજુ ફેરવાયું ને સુખિયો ઝુપડી બાજુ ભાગ્યો,પારધી પાછળ પડ્યો ,ઝુપડી જોઈ અચંબામાં પડ્યો ત્યાં બીજા બે હથિયારધારી આવી ચઢ્યા, બાબા ઝુપડીમાં હતા ,હવે સુખિયાને ખરેખરી ચિંતા થઇ ,ઝાડની ઓથમાંથી તેણે ત્રણેયને ઝુપડી બાજુ આગળ વધતા જોયા,માણસો ખરાબ હતા તે નક્કી હતું ,અને તેની પાસે બીજો કોઈ ઉપાય ન હતો,પેલા બાબાએ આંકેલા નિશાન સુધી આવ્યા પણ અંદર ન જવાયું ,હવે સુખિયાને બાબાના ચમત્કારની ખબર પડી ,ત્રણમાંથી એકેથી અંદર ન જવાયું એટલે તીરથી ઝુપડીમાં આગ લગાડવાનો નિર્ણય કર્યો અને તીર પાછળ કપડું બાંધી આગ લગાડી ઝુપડી બાજુ ટંકાર કર્યો ,પણ જોતજોતામાં ઝૂપડીમાંથી એક સ્વરુપમાન સ્ત્રી પ્રગટ થઇ ,અને પેલા સાથે કઈ વાત કરી ,સુખિયો આ બધું જોઈ વિચારમાં પડી ગયો, પોતે સ્વપ્નું તો નથી જોતોને ,તેણે પોતાને ચકાસી જોયો,આ સ્વપ્નું તો નહોતુજ, પેલા ત્રણે પેલી સ્ત્રીની પાછળ પાછળ જવા માંડ્યા,સુખિયો
પોતાની જાતને બચાવતો તેની પાછળ જતો હતો પણ જતા પહેલા ઝુપડીમાં તપાસ કરી,બાબા ધ્યાનમાં હતા તે ફરીથી ઉડી પેલાની પાછળ ગયો, પ્રયાણ સોનાના પથ્થર તરફ હતું,ત્યાં પહોચ્યા ,પેલી યુવતી મુસ્કરાઈ,અને
ત્યાંથી જવા માંડી,ત્રણે પથ્થર જોતા ખુબ ખુશ થયા,અને તેને ખોદવાની યોજના બનાવવા માંડ્યા,સુખિયો નારાજ
થયો,બાબાને કહ્યું હતું,ખોટા માણસો આવી લાભ લઇ જશે,અને આ એકાએક પ્રગટ થયેલી યુવતી એ સારું કામ
નથી કર્યું,ક્યાંથી આવી આવું નુકશાન કરવા,સુખિયો વિચારોના વમળમાં ગુંચવાઈ ગયો, ત્યાં તેની
નજર પડી, પેલામાથી એકે યુવતીનો હાથ પકડી લીધો,યુવતીએ આજીજી કરી,જવા દેવા માટે,પણ બીજા બે
પણ જોડાઈ ગયા,સુખીયાએ પરિસ્થિતિ બેકાબુ બનતી જોઈ જોરદાર ચીસ પાડી વાતાવરણને સાબદું કર્યું,અવાઝ્ની દિશામાં બધા જોવા માંડ્યા,ત્યાં બીજી નજરે પેલી યુવતી ત્યાં ન હતી,પેલા આજુબાજુ જોતા રહ્યા,અને એક જણ પથ્થર પાસે રહ્યો ને બે ઝુપડી બાજુ ગયા,સુખિયો આ બધું શું થઇ રહ્યું છે તે નક્કી કરી ન શક્યો,બાબા હજુ ઝુપડીમાજ હતા,સુખીયાએ જોયું,પેલો માણસ પથ્થરને આલીગન આપતો હતો,ત્યાં
તેની બરાબર બાજુમાં એક નાગ પસાર થતો હતો તેણે પોતાનો રસ્તો બદલી પેલાને ડંખ માર્યો,અને જતો રહ્યો,પેલો પડ્યો હતો એમનો એમજ શાંત થઇ ગયો,સુખીયાએ જોયું તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું,અને આ ઘટનાથી સુખિયો ફરી અજાયબીમાં પડ્યો,જાણે કોઈ વાર્તામાં બદલાવ આવી રહ્યો હતો,બાબા માટેની સમજ હજુ સુખીયો નક્કી કરી નહોતો શકતો, સુખિયો ઉડીને ઝુપડીમાં આવ્યો,પેલા બંને ઝુપડી બાજુ આવતા હતા,સુખીયાના આવવાથી બાબાના ધ્યાનમાં ભંગ પડ્યો
"બાબા પેલી નવયૌવના ક્યાંક અલોપ થઇ ગઈ,અને પેલા બે ચોરો પાછા આ બાજુ આવે છે,"સુખીયો
ગભરાઈ ગયો હતો
"મને ખબર છે,એ સુંદર સ્ત્રી વનદેવી છે, શક્તિ છે સુખિયા ચિંતાની જરૂર નથી,તે મને મદદ કરી રહી છે "અને સુખિયો અચંબામાં પડી ગયો
"બાબા,એ બતાવોને તમે કોણ છો ?... અને કેમ આટલા વખતથી હું સેવામાં છું અને તમને જાણતો નથી"સુખીયાની અજીજીનો જવાબ બાબા આપે તે પહેલા એક હાસ્ય ઝુપડીમાં પ્રસરી ગયું વનદેવી ફરી પ્રગટ થયા
"હવે બતાવ સુખિયા હું કોણ છું ...?"અને વનદેવીની આંખો સુખિયા પર કેન્દ્રિત થઇ અને બાબા હસી પડ્યા
"હું બેભાન થઇ જઈશ "સુખીયાએ કાબુ ગુમાવ્યો
"અરે બેભાન થશે તો બાબાની સેવા કોણ કરશે..?"વનદેવી તરફ
સુખિયો જોઈ રહ્યો,ત્યાં બહારથી અવાજ આવ્યો
"એ છોકરી બહાર આવ નહિ તો તારી ઝુપડી ફૂકી મારીશું,હવે તું બચી નહિ શકે ..."ત્યાં તો વનદેવી અને બાબા બંને બહાર નીકળ્યા,સુખિયો પણ ગભરાતો ગભરાતો બહાર આવ્યો
"અરે વાહ,હવે ખબર પડી ,સુંદરી નો ધણી પણ છે..."અને બાબા કઈ બોલે તે પહેલા સુંદરી બોલી
"તે તમારે શું મતલબ,પેલો પથ્થર બતાવ્યો તે સાચું સોનું છે લઈને ચાલતી પકડો,મારી માયા લાગી તો જાન ગુમાવવાનો વારો આવશે..."વનદેવી શું બોલે છે તેનું ભાન પણ નથી અને બાબા ચુપ કેમ છે,સુખિયો
મનમાં ને મનમાં ગુંચવાઈ રહ્યો હતો
"એ તો હવે ખબર પડશે, આ બુદ્ધાનેજ ખતમ કરીએ છીએ,પછી તારી વાત ..."અને પેલાએ બાણ ચઢાવ્યું બાબા આગળ આવી બોલ્યા
"હજુ વિચાર કરી લો,તમારો સાથી મરવા પડ્યો છે,તેને બચાવી પાછા આવો ,અમે અહીંથી ક્યાય જવાના નથી "અને પેલા બંને આશ્ચર્યમાં પડ્યા
"જો તું ખોટો પડ્યો ,તો તમને બંનેને મારી નાખીશું "
"મારવા મરવાની વાતપછી ,એને સાપ કરડ્યો છે,અહી લઇ આવો ,જાન બચી જશે "
"સાપ કરડ્યો છે અને તને અહી બેઠા બેઠા ખબર પડી ગઈ..."પણ વધારે વાત કર્યા વગર બંને દોડ્યા અને થોડીવારમાં પેલાને ઉચકીને લાવ્યા,સુખિયો વિચારમાં પડ્યો,ઝેરી નાગ હતો તો બાબા કેમનો બચાવશે ,પેલા દોડતા સાથીને ઉચકી ઝુપડીમાં આવવા ગયા,પણ પડ્યા
"ઉભા રહો"બાબાએ આંખો બંધ કરી ધ્યાન લગાવી પોતે બનાવેલી રેખામાં જગ્યા કરી,અને કહ્યું
"હવે આવો " અને પેલા ઝુપડીમાં આવી શક્યા
બાબાએ પેલા માણસ ઉપર મંત્ર બોલી પાણી છાટ્યું પેલો આંખો ખોલી બેઠો થયો ,સુખીયાની અજાયબીનો પાર નહોતો અને બધાની અજાયબી વચ્ચે પેલા દૃષ્ટ માણસો બાબા અને વનદેવીના પગમાં પડી ગયા,સુખિયો હજુ આ બધું સ્વપ્નું માનતો હતો ,પણ બાબા બોલ્યા
"જુઓ આ તપોભૂમિ છે ,અહી કોઈ મરણ થતું નથી,એટલે હું જાણું છું કે તમારો ધંધો ચોરીનો છે પણ હવે સારા કામ કરજો બધું સારું થશે,એવા મારા આશિષ છે."અને ત્રણેય ચોરો રડી પડ્યા બાબાના પગમાં પડી માફી માગી ,જવાની રજા માંગી,બાબાએ હાથ ઉંચો કરી અનુમતિ આપી ,બાબાની કોઈને ખબર ન પડી પણ વન દેવી બોલી
"પેલો પથ્થર નથી લઇ જવો...."અને તે હસ્યા
"માં,મશ્કરી ન કરશો અમારું નસીબ ક્યાંથી હોય બાબાની સહાયથી સારા થઈયે એટલુજ બસ છે"અને તેઓ
જતા રહ્યા,
સુખીયો સુંદરી પછી વપરાયેલો શબ્દ "માં"સમજી ન શક્યો ,આટલા ઝડપથી થયેલા પરિવર્તન કરાવનાર બાબા ને સમજવા તેના માટે ઘણું મુશ્કેલ હતું તેણે આંખો બંધ કરી બાબાને વંદન કર્યા આંખો ખોલી ત્યારે વનદેવી નહોતા અને બાબા ધ્યાનમાં હતા અને એ સ્વપ્નું પણ ન હતું ,તેણે બાબાને જાણવા કરતા બાબાની સેવામાં પોતાની ભલાઈ સમજી ,બીજી વખત ભજન મંડળી લાંબા સમય પછી આવી ત્યારે તેમાં પેલો પછાત છોકરો પણ આવ્યો હતો બાબાએ તેનું નસીબ તેને સોપ્યું, આમ બાબાની વાત સાચી થઇ તે સુખિયો સમજ્યો 'જેના માટે જેનું નસીબ હોય તે તેને મળે' ,આખું જીવન સુખીબાબાની સેવામાં વિતાવી તે ધન્ય થયો.ગોમતીનો કિનારો એમનો એમ હતો ,સવાર પડતી અને સાંજ થતી,રાત પડતી અને ફરી એનો એજ ક્રમમાં સુખી બાબાની ધૂણી ધખતી રહેતી.

સમાપ્ત

નોંધ:
આ વાર્તા કાલ્પનિક છે ,પણ ભારત દેશ ઋષિયોની તપોભુમી છે,એક ભારતીય હોવાનું ગર્વ છે,ભારત માતાને સાષ્ટાંગ દંડવત,સાચી નિષ્ઠા અને નિર્મળ હૃદય ના માર્ગે બાબાના આશીર્વાદ મેળવવા અહી બહુજ સહેલા છે,સુખીબાબા જેવા બાબાનો ક્યારેક ભેટો થઇ જાય તો બહુ જાણવાની ચેષ્ઠા કર્યા વગર વંદન કરી જીવન ધન્ય બનાવવામાં સાચી સમજ માનજો ,જય શ્રી કૃષ્ણ-મહેન્દ્ર ભટ્ટ.