Tuesday, December 9, 2014

આ વર્ષના એક મહત્વના સમાચાર

 


 
આ વર્ષના એક મહત્વના સમાચાર
વાચક મિત્રો મને જણાવતા અત્યંત આનંદ થાય છે,આ બ્લોગ મોગરાના ફૂલ ની શરૂઆત  કરી ત્યારે મારી એક નાની વાર્તા મોગરાના ફૂલ કે જે ગુજરાતી માસિક ચાંદનીમાં પ્રકાશિત થયેલી તેના નામ ઉપરથી મેં બ્લોગનું નામ રાખ્યું હતું હવે આ વર્ષે મારી આ નાની વાર્તાનું વિસ્તૃત રૂપ આપીને નવલકથાના રૂપે પ્રકાશિત કરવામાં હું સફળ થયો છું,આ પુસ્તક પ્રકાશિત કરવામાં મારા એક લેખક મિત્ર શ્રી વિજય શાહ કે જેમના પચાસેક પુસ્તકો હાલમાં પ્રકશિત છે,તેઓની ખુબ મદદ મળી છે,તેમનો હું ઘણો આભારી છું,આપ સહુ વાચક મિત્રો આ નવલકથા "મોગરાના ફૂલ" વાંચીને આનંદ લેશો જેની માહિતી નીચે ઉપલબ્ધ છે,ખુબ ખુબ ધન્યવાદ મિત્રો,નવા વર્ષની આપ સહુને ખુબ ખુબ શુભ કામનાઓ.
જય શ્રી કૃષ્ણ.
-મહેન્દ્ર  ભટ્ટ.
Mogaraana phool: Shyam shvet
Authored by Mahendra Bhatt

List Price:$12.50
6" x 9" (15.24 x 22.86 cm)
Black & White on White paper
236 pages
ISBN-13: 978-1505403091 (CreateSpace-Assigned)
ISBN-10: 150540309X
BISAC: Family & Relationships / General
This is First novel of Mahendra bhatt along with his 11 Pictures
Vijay Shah વિજય શાહ
Future belongs to those who dare!
My web site www.vijaydshah.com and
My books on Createspace e Store
My books on Amazon

 
 

Sunday, October 19, 2014

માતા સરસ્વતી દેવીનો પ્રભાવ

માતા સરસ્વતી દેવીનો પ્રભાવ (એક કથાકારના કથનના આધારે)


એક વખત એક બાળકને માતા પિતાએ કાઢી મુક્યો,બાળકમાં વિશેષ બુદ્ધિ ન હતી,બિચારો મુર્ખ હતો,ન કરવાનું કામ કરતો હતો અને માતાપિતા માટે પરેશાની સિવાય કંઈજ બાકી રાખ્યું ન હતું,પ્રેમના ઘુટને ઉતાર્યા વગર આખરે તેને કાઢી મુક્યો,બીજા લોકોને તો હેરાન ન કરે,આ બાળક નીકળી ગયો,ભટકતા ભટકતા તે એક વનમાં આવી પડ્યો,વનમાં વિચરતા ઘણા જંગલી પશુઓથી બચતો,તે વિચરતો હતો,ત્યાં કોઈક પારધીએ તેના ભાથામાંથી એક તીર કાઢી એક ભુંડ તરફ છોડ્યું,તીર નિશાના ઉપર લાગતાં, પેલું ભૂંડ પડ્યું,અને આખરી ચીસ પાડવા લાગ્યું,તેના અવાઝ્ની આ મુર્ખ બાળકે કોપી કરી અને તેના જેવો અવાઝ કાઢ્યો,કેમકે તે મુર્ખ હતો,વિશેષ બુદ્ધિ તો હતી નહિ,બસ તેના અવાજથી દેવી સરસ્વતી પ્રગટ થઇ ગયા,અને વચન આપ્યું,"બેટા માંગ,તું માંગે તે હું તને આપું" અને આ બાળકને તેનો કોઈ પ્રભાવ ન પડ્યો,તે બોલ્યો "તમે કોણ છો?"અને માતાજીએ કહ્યું"બેટા હું માં સરસ્વતી તે મને યાદ કર્યો એટલે તને મદદ કરવા પ્રગતિ છું"અને બાળકે તરતજ કહી દીધું,"મેં તમને કઈ યાદ નથી કર્યા,અને મારે કઈ નાં જોઈએ"દેવી નું પ્રાગટ્ય મુર્ખ બાળકને અસર ન કરતા,માએ ફરી કહ્યું "બેટા તું એઇમ ,એઇમ એઇમ, બોલ્યો એટલે હું પ્રગટ થઇ"તો પણ બાળક યથાવત મરતા ભૂંડની અવાજની નકલ કરતો રહ્યો,માતાજી તો બધું જાણતા હતા,તેમણે તેમના જમણા હાથે મુર્ખ બાળકને આશીર્વાદ આપી બુદ્ધિવાન બનાવી દીધો,માતાજી આશીર્વાદ આપી અદ્રશ્ય થયા,
માતાજીનો મંત્ર "ઐમ ઐમ ઐમ "  હતો,મરતા ભૂંડ નો અવાજ પણ કૈક એવોજ હતો,અને આમ અબુધ બાળકને તેની નકલ કરતા તેને માતાજીના દર્શન અને બુદ્ધિ મળી,માં ખુબ કૃપાલુ દેવી છે,ભક્તોની રક્ષા માટે આજે પણ સારા જગતમાં વ્યાપ્ત છે,માં સહુનું કલ્યાણ કરે,શ્રી સરસ્વતી માતાજીની જય.


-મહેન્દ્ર ભટ્ટ  
દિવાળીના પર્વોની શરૂઆતમાં સહુ  વાચકમિત્રો તેમજ કુટુંબીજનોને દિવાળીની તેમજ નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ,શુભ દિપાવલી

જ્ય શ્રી કૃષ્ણા.

Tuesday, August 5, 2014

કનકાઈ બાવની

કનકાઈ બાવની
ધ્યાન
દીપશિખા મુંડ લસે કરનીચલામા,
ત્રિશુલઘંટા વચલા કરમાં વિરાજે.
ઊંચા દ્વિહસ્તે કમલે શુભ પાશાકુશ,
એવા નમુશ્રી કનકાઈમાં ત્રિશક્તિ સ્વરૂપ.

જય કનકાઈમાં અતીકૃપાલ,ગીરમાં તું એકજ પ્રતિપાળ,
કનકસેનને કરી નિમિત્ત,પ્રગટી ગીર મધ્યે નિશ્ચિત -2
જંગલ મધ્યે તારો વાસ, પશુપંખી કરે તારા ગાન,
ગાંધીગુર્જર મહેતાને આહીર,ઉનેવાળોની કુળદેવી સાક્ષાત-4
ગીર સોરઠના ઈકોતેર કુળ, માતુ સૌનું આધારમૂળ
અંતર્યામી સતચિત સુખ,બહાર પતભુજા સન્મુખ-6
ક્યાય ચર્તભૂજ અષ્ટભુજસાર,અનંત બાહુ તું નિર્ધાર,
સકલ બ્રહ્માંડની સર્જન હાર,ભક્તોની તું તારણહાર-8
સહસ્ત્ર નામે નામી એક,માં અંબા કનકાઈ એક
વંદુ તુજને વારંવાર,દેવ દાનવ પણ તારા બાળ-10
શૈલપુત્રી શક્તિ અપાર,ગૌરી શિવા જગદાધાર,
લક્ષ્મી કાળી વિદ્યાનો અવતાર,શરણાગતની તારણહાર-12
સમરું તુજને વારંવાર,માતુ સારા જગનો આધાર,
ચરિત તારા દિવ્ય અનંત,વર્ણવે કો તે સર્વે અંત-14
પૂર્વે સૂણી બ્રહ્માકેરો સાદ,પ્રગતિ માયારૂપે સાક્ષાત,
વિસ્તારી માયા દિતિ સુત,વિષ્ણુ કરે હણાવ્યો તૂર્ત-16
મહીસાસુરથી ત્રાસ્યા દેવ,કીધી મહેર ત્યાં તત્ખેવ,
સિંહ પર થયા સવાર,કરવા દેવોનો ઉધ્ધાર-18
હસ્તે ધર્યું શુળ પ્રચંડ,હણવા મહિસાસુર પ્રચંડ,
કીધો એનો ઘાત,મહિસાસુર મર્દિની જગવિખ્યાત-20
પુરણ કરવા દેવનકાજ,દોડી આવે તું સાક્ષાત  
ધરીને બહુ રૂપ અરૂપ,સંહારે દાનવ કુલ કુરૂપ-22
અવની પર લીલા કરી અનેક,વર્ણવે કો તે સર્વે છેક,
વર્ણન કરતા થાકે વ્યાસ,હું તારો નાનો બાળક રાંક-24
વણિક સ્ત્રીનો માંદો ભરથાર,જીવન દીધું તે નિર્ધાર,
અંગપીડા કીધી દુર ચરણના મટાડયા શુળ-26
ચારણ રૂપ ધારી એક,આશા એની પુરણ કરી છેક
પહોચાડી શ્રી મંદિર ધામ,કીધા એના પુરણ કામ-28
બ્રાહ્મણ બાળે કર્યો પોકાર,આવો માં મારે ગામ
મુખડું જોવા તલસે મન,ચંદ્ર વિણ જેમ ચકોર-30
દોડી આવું હું તારી પાસ,મારી તારી એકજ આશ
સુણી બાળક કેરો સાદ,કૃપા કીધી તે અગાધ-32
દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર,અંતે લક્ષ્મીનો વરસાદ
જોઈ દ્વિજ કેરો સ્નેહ,ફૂલથી ફોરી થઈ તું નિસંદેહ-34
ધામ ધૂમ ને શોભા અપાર,જોઈ રહ્યો સકળ સંસાર
સ્વયં આસન લીધું તે,પરચાના શું વર્ણન થાય-36
જેની વારે ચડે માં સાક્ષાત  ,મનુજ ગણની તે શી વિસાત
ભક્તની તું ટાળે ભીડ,જાતપાતની તને ન ચીડ-38
લગાડ તારી ભક્તિનો રંગ,છૂટેના તારો સંગ
ગુણ ગાતા થાકુના લેશ,બાળક તારો બહુકૃતવેષ-40
એવી કરજો કૃપા અગાધ,બાળકની ભૂલો કરજો માફ
અંતરથી ઉઠે એવો નાદ,સાંભળજે માં મારો સાદ-42
જે જન આવે તારે ધામ,થાજો એનો અંતરે વ્રીશ્રામ
પ્રેમ થકી દર્શન જે નિત કરે,નિશ્ચે તેના ભાગ્ય ફરે-44
રિદ્ધિ સિદ્ધિ યશ અપાર મળે,તન મનની પીડા સાવ ટળે
સંતતિહીનની ભક્તિ ફળે,ખોળાનો ખુંદનાર મળે-46
કોડીલી કન્યાના કોડ ફળે,મનગમતો ભરથાર મળે
અધમ ઉધારણ તારું નામ,સ્મરણ કરતા સુધરે કામ-48
ભાવથકી જે ભક્તિ કરે,કુળ કુટુંબમાં સૌનો નેહ વધે,
ભણે બાવની આ સવાર સાંજ,ધૂપ કે દીપ કરી નિર્ધાર-50
રાગ દ્વેષ સૌ એના જાય,મનોકામના પુરણ થાય
અંતરથી અવાજ કરી બોલો શ્રી જયમાં કનકાઈ-52

કનકેશ્વરી માતાકી જય

Sunday, July 6, 2014

નારાયણનું નામ જ લેતા....(પ્રભાતિયું)


 

નારાયણનું નામ જ લેતા....(પ્રભાતિયું)

 

નારાયણનું નામ જ લેતા વારે તેને તજીયે રે,

નારાયણનું નામજ લેતા..

મનસા વાચા કર્મના કરીનેં લક્ષ્મીવરને ભજીયે રે ,નારાયણનું....

કુળને તજીયે,કુટુંબને તજીયે,(2)

તજીયે માને બાપ રે..,ભગીની, સુત,દારાને તજીયે,

જેમ તજે કંચુકી સાપ રે ... નારાયણનું નામ જ .......

પ્રથમ પિતા પ્રહલાદે તજીયા,નવ તજિયું હરિનામ રે...(2)

ભરત શત્રુઘ્ને, તજી જનેતા....નવ તજીયા શ્રી રામ રે ..નારાયણનું.....

ઋષિ પત્નીએ હરિને કાજે,જીયા નિજ ભરથાર રે...(2)

તેમાં તેનું કઈ રે ન ગયું,....પામી પદારથ ચાર રે....નારાયણનું....

રજવનિતા વિઠ્ઠલને કાજે,.. સર્વ તજી વન ચાલી રે......(2)

ભણે નરસૈયો..,વૃન્દાવનમાં મોહન સાથે માલી રે....નારાયણનું.....

નારાયણનું નામ જ લેતા વારે તેને તજીયે રે,

નારાયણનું નામજ લેતા..

 

જય શ્રી કૃષ્ણ.

Saturday, June 28, 2014

મારા ઘટમાં બિરાજતા........(ભજન)


મારા ઘટમાં બિરાજતા........(ભજન)


 

મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી,યમુનાજી, શ્રી મહાપ્રભુજી,

મારું મનડું છે ગોકુલ વુંન્દ્રાવન,મારા તનનાં આંગણીયામાં

તુલસીના વન, મારા પ્રાણજીવન- મારા ઘટમાં।...........

મારા આતમને આંગણે શ્રી મહાકૃષ્ણજી,

મારી આંખો વિષે ગિરિધારી રે ધારી,

મારું તન મન ગયું.....,મારું તન મન ગયું જેને વારી રે વારી

મારા શ્યામ મોરારી,-મારા ઘટમાં.......

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,

નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા

મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન

મારું મોહી લીધું મન -મારા ઘટમાં.......

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું,

હું તો આઠે શમા કેરી ઝાંખી રે કરું,(2)

મેં તો ચિતડું.... મેં તો ચિતડું,શ્રીનાથજીને ચરણે ધર્યું,

જીવન સફળ કર્યું -મારા ઘટમાં.....

મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાંધ્યો,

એ.. મેતો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાંધ્યો,

મને ઘોર કીર્તન કેરો રંગ રે લાગ્યો,

મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો,

હીરલો હાથ લાગ્યો-મારા ઘટમાં.....

હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે,

વારે વારે માનવ દેહ કદી ન મળે,

ફરો લાખ રે ... ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,

મને મોહન મળે-મારા ઘટમાં........

મારી અંત સમય કેરી સુણો રે અરજી,(2)

લે જો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી,

મને તેડાં..... મને તેડાં રે યમ કેરા કદી નાં આવે,

મારો નાથ તેડાવે- મારા ઘટમાં.......

મારું મનડું છે ગોકુલ વુંદ્રાવન,

મારા તનનાં આંગણીયામાં તુલસીના વન,

મારા પ્રાણજીવન-મારા ઘટમાં.....

શ્રી નાથજી બોલો।...,શ્રી યમુનાજી બોલો....(2)

 
,

જય શ્રી કૃષ્ણ.,


Thursday, April 17, 2014

કોઈ કોઈનું નથી રે.....

કોઈ કોઈનું નથી રે.....

કોઈ કોઈનું નથી રે,કોઈ કોઈનું નથી રે (2)
નાહક મરીયે છે બધા મટી મટી રે ,કોઈ કોઈનું નથી રે,
જગતમાં જનેતાએ તને જન્મ દીધો,
પાળી પોષીને મોટો તને કીધો (2)
અરે પરણીને મા સામે જોતો નથી, કોઈ કોઈનું નથી રે...
કોઈ કોઈનું નથી રે ,કોઈ કોઈનું નથી રે ,નાહકના....
મનમાં માનેલા કે આ બધા મારા ,
જાણી લે જીવડા ન તારા કે ન મારા,(2)
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતુ નથી રે,કોઈ કોઈનું નથી રે,
કોઈ કોઈનું નથી રે ,કોઈ કોઈનું નથી રે ,નાહકના....
આ મારો દીકરો ને પેલો મારો બાપ છે,
આ મારી ઘરવાળી ને પેલી મારી માત છે ,
પણ મુવાની સંગાથે કોઈ જતું નથી રે ,કોઈ કોઈનું...
કોઈ કોઈનું નથી રે ,કોઈ કોઈનું નથી રે ,નાહકના....
એવા કૈક ગયાને કૈક જવાના,
નથી રહ્યા કોઈ કાયમના રહેવાના,(2)
ગયા એના કોઈ સમાચાર નથી રે,કોઈ કોઈનું...
કોઈ કોઈનું નથી રે ,કોઈ કોઈનું નથી રે ,નાહકના....(2)

જય શ્રી કૃષ્ણ.