Sunday, September 29, 2019

નવરાત્રીની શુભ કામનાઓ


જય માતાજી






















આજથી શરુ થતા નવરાત્રી ઉત્સવની સહુ વાચક મિત્રોને ‘મોગરાનાફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખૂબ જ શુભ કામનાઓ માતાજીના આશીર્વાદ સહુ પર ઉતરે,જય માતાજી,

મહેન્દ્ર ભટ્ટ


એક માહિતી
જય આદ્યા શક્તિના રચયિતા કોણ હતા.
ઈ.સ.૧૫૪૧ માં જન્મેલા સ્વામી શિવાનંદ નામના નાગર બ્રાહ્મણે,આ ખુબ જ ભાવવાહી લોકપ્રિય આરતીની રચના કરી હતી.મૂળ વડનગરના વતની તેમના દાદા હરિહર કાકદેવ પંડ્યા ૧૪ મી સદીમાં વડનગરથી સુરત આવીને વસ્યા હતા.તેમના પિતા વામદેવ હરિહર પંડ્યાના અવસાન બાદ કાકા સદાશિવે તેમને ઉછેરીને મોટા કર્યા હતા.તેઓ સુરતમાં અંબાજી રોડ ઉપર નાગર ફળિયામાં રહેતા હતા.આ આરતી શિવાનંદ સ્વામીએ,ઈ.સ. ૧૬૦૧ માં અંકલેશ્વર નજીક માંડવી બુઝુર્ગ ગામે આવેલા માર્કંડ મુનિ આશ્રમના યજ્ઞ સંપન્ન કર્યા બાદ લખી હતી.જગદંબાના વિવિધ રૂપ અને ગુણોની સ્તુતિ આ આરતી દ્વારા કરવામાં આવી છે.

Thursday, September 12, 2019

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો



કોઈ પણ પૂજા અર્ચના કરતા પહેલા પૂજ્ય ગણપતિમહારાજની આરાધના કરવામાં આવે છે.ગણેશ પુરાણના પાથ કરવાથી બધા કાર્યો સફળ થાય છે.
૧.પહેલો ભાગ -આરંભ ખંડ-આ ભાગમાં સુતજીએ જે કથાઓ સંભળાવી છે તે બધી મંગળ કરનારી કથાઓ છે.બધાથી પહેલી કથા કહેતા જણાવ્યું કે કેવી રીતે પ્રજાઓની દુનિયા સર્જાઈ અને ખુબ જ મહાન દેવ ગણપતિનો આવિર્ભાવ કેવી રીતે થયો.
આગળ સુતજીએ શિવજીના અનેક રૂપોનું વર્ણન કર્યું છે. તે કેવી રીતે દુનિયાની ઉત્ત્પત્તિનાશ અને પાલન કરે છે.અને સાથે કહ્યું છે કે વિષ્ણુનું એક વર્ષ શિવજીના એક દિવસ બરાબર હોય છે.અને તેની સાથે સતીજીની કથા છે જેમનો શિવજી સાથે વિવાહ થયો હતો.
૨. બીજો ભાગ-પરિચય ખંડ -આ ખંડ પરિચય ખંડ છે જેમાં ગણેશજીના જન્મની કથાઓનો પરિચય આપવામાં આવ્યો છે.તેમાં જુદા જુદા પુરાણો પ્રમાણે કથાઓ કહેવામાં આવી છે.જેમ પદ્મ  લિંગ અને પુરાણ પ્રમાણે,અને છેલ્લે ગણપતિજીની ઉત્તપત્તિની સવિસ્તાર કથા છે.
૩.ત્રીજો ભાગ-માતા પાર્વતી ખંડ-ત્રીજો ખંડ માતા પાર્વતી છે.જેમાં માતા પાર્વતીની હિમાલયને ત્યાં જન્મની કથા છે.અને શિવજી સાથે વિવાહની કથા છે.આગળ કાર્તિકેયના જન્મની કથા છે જેમાં તારકાસુરના અત્યાચાર સાથે કાર્તિકેયના જન્મની કથા છે.આ ખંડમાં વશિષ્ઠજી દ્વારા સંભળાવેલી અરણ્યરાજની કથા છે.
૪.ચોથો ભાગ-યુદ્ધ ખંડ-ચોથો ખંડ યુદ્ધ ખંડના નામે છે.તેમાં શરૂઆતમાં મત્સર નાનામના અસુરની કથા છે.જેણે બ્રહ્માની આરાધના કરીને ત્રણેય લોકોનું સ્વામિત્વ મેળવ્યું હતું.સાથે તેમાં મહોદર અથવા મમના અસુરની જન્મની કથા છે.જેણે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી પંચાક્ષરી મંત્રની દીક્ષા લીધી હતી.આગળ તારક હાસુરઃના પોતાના યુદ્ધની કથા છે.લોભાસુર અને ગજાનનની કથા પણ છે જેમાં લોભાસુરે ગજાનનનું મૂળ મહત્વ સમજ્યું અને તેના કેટલાય ચરણોની વંદના કરવા લાગ્યો.આમ આગળ  ક્રોઘાસુર અને લમ્બોદરની કથા છે.
૫.પાંચમો ભાગ-મહાદેવ પુણ્ય કથા ખંડ-પાંચમો મહાદેવ પુણ્ય કથા ખંડ છે.તેમાં સુતજીએ ઋષિયોને કહ્યું,તમો કૃપા કરીને ગણેશ અને પાર્વતીજીના યુગોનો પરિચય આપો.ત્યારે આગળ આ ખંડમાં સતયુગ,ત્રેતાયુગ અને દ્વાપર યુગ વિષે બતાવ્યું છે.જન્માસુર અને તારકાસુરની કથાઓ સાથે આ પુરાણનો અંત થયો છે.


કથા ટૂંકાણમાં...



ઘણા જુના સમયની વાત ચિ એક વાર નૈમિષારણ્યમાં કથાવાચક સુતજી આવ્યા.તેમને આવેલા જોઈ ત્યાં રહેતા ઋષિ મુનિયોએ તેમનું અભિવાદન કર્યું.અભિવાદન કર્યા પછી સહુ ઋષિ મુનિ પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે તેમાંથી કોઈ એકે સુતજીને કહ્યું,
"હે સુતજી,તમો લોકો અને લોકોને લગતા જ્ઞાન અને ધ્યાનથી પરિપૂર્ણ કથા  વાંચનમાં સિદ્ધ છો.અમે આપને નિવેદન કરીએ છીએ કે આપ અમોને અમારું શુભ થાય તેવી કથાઓ સંભળાવો."
ઋષિયોથી આદર મળતા સુતજી ખૂબ જ પ્રસન્ન થયા.તેમણે કહ્યું,
"આપે જે મને આદર આપ્યો છે તે ખૂબ જ પ્રસંસનીય છે.હું તમોને ખુબ જ કલ્યાણ કરવાવાળી કથા સંભળાવીશ."સુતજીએ કહ્યું,
"બ્રહ્મા,વિષ્ણુ મહેશ બ્રહ્મના ત્રણ રૂપો છે.હું કાયમ તેની શરણમાં રહુ છું.એટલેકે વિષ્ણુ સંસાર પાલક
અને બ્રહ્માની ઉત્તપન્ન કરેલી સૃષ્ટિનું પાલન કરે છે.
બ્રહ્માએ જ  દેવ -દાનવ,પ્રજાપતિ તથા અન્ય યોનિજઃ અને અયોનિજઃ સૃષ્ટિની રચના કરી છે.રુદ્ર પોતાના સંપૂર્ણ કલ્યાણકારી કૃત્યથી સૃષ્ટિના બદલાવનો આધાર રજુ કરે છે.પહેલા તો હું તમોને બતાવીશ કઈ રીતે પ્રજાઓ ની દુનિયા બની અને પછી તેમાં સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી ગણેશજીનો આવિર્ભાવ કેવી રીતે થયો.
ભગવાન બ્રહ્માએ જયારે પ્રથમ સૃષ્ટિની રચના કરી તો તેમની પ્રજા નિયમાનુસાર માર્ગમાં પ્રવુત ન થઇ તે બધા જુદા રહી ગયા.તેટલા માટે સહુ પ્રથમ બ્રહ્માએ તામસી સૃષ્ટિ બનાવી,પછી રાજસી,છતાંપણ ધારેલું ફળ પ્રાપ્ત ન થયું.જયારે રજોગુણ અને તમોગુણને ઢાંકી દીધા તો તેથી એક મીથુનનું સર્જન થયું. બ્રહ્માના પગોમાથી અધર્મ અને શોકથી માનવનો જન્મ થયો.બ્રહ્માએ આ મલિન શરીરને બે ભાગોમાં વહેંચી કાઢ્યું.

એક પુરુષ અને એક સ્ત્રી,સ્ત્રી નું નામ સતરૂપા થયું.તેણે જાતે મનુને પતિના રૂપમાં વર્ણવી તેમની સાથે ફરવા લાગી.ફરવાને કારણે તેમનું નામ રતી થયું.પછી બ્રહ્માએ વિરાટને સર્જી ત્યારે વિરાટથી વૈરાજ મનુની ઉત્તપત્તિ થઇ.પછી મનુ અને સતરૂપા થી પ્રિયવ્રત અને ઉત્તાનુંપાત બે પુત્રો ઉત્તપન્ન થયા અને આપુતિ અને પ્રસુતિ નામની બે પુત્રીઓ થઇ.

એ બે પુત્રિયોથી બધી પ્રજા ઉત્તપન્ન થઇ.મનુએ પ્રસુતિને દક્ષના હાથમાં સોંપી દીધી.જે પ્રાણ છે તે દક્ષ છે અને સંકલ્પ છે તે મનુ છે.મનુએ રુચિ પ્રજાપતિને આપુતિ નામની કન્યા ભેટમાં આપી.પછી તેનાથી યજ્ઞ અને દક્ષિણા નામના સંતાનો થયા.દક્ષિણાથી બાર પુત્રો થયા જેને યામ કહેવામાં આવ્યા.

તેમાં શ્રદ્ધા,લક્ષ્મી વગેરે મુખ્ય છે.તેનાથી ફરી આ દુનિયા વિકસિત થઇ.અધર્મ ને હિંસાના ગર્ભથી
નીર્કતિ ઉત્તપન્ન થઇ અને અનિદ્ધ નામનો પુત્ર થયો.ત્યાર પછી આ વંશક્રમ વધતો ગયો.કેટલાક સમય પછી નીલરોહિત,નિરૂપ,પ્રજાઓની ઉત્તપત્તિ થઇ અને તેને રુદ્ર નામે પ્રતિષ્ઠ કરાઈ.

રુદ્રે પહેલાજ બતાવી દીધું હતું કે બધા શતરુદ્ર નામથી પ્રખ્યાત થશે.એ સાંભળીને બ્રહ્માજી ખુશ થયા અને પછી તેમણે પૃથ્વી ઉપર મૈથુની સૃષ્ટિની શરૂઆત કરીને શેષ પ્રજાની સૃષ્ટિ બંધ કરી દીધી.
સુતજીની વાતો સાંભળીને ઋષિ મુનિઓએ કહ્યું,
"તમે અમોને જે બતાવ્યું છે તેનાથી અમે ખુબ ખુશ થયા છીએ.તમો કૃપા કરીને અમોને અમારા પૂજનીય દેવના વિષય વિષે સમજાવો,જે દેવતા આપણને પ્રિય હોય અને તેમની કૃપાથી આપણે તથા આગળ આવનારી પ્રજાના શુભ કર્યો પુરા થાય."ઋષિઓની વાત સાંભળીને સુતજીએ કહ્યું,
"એવા દેવ તો એક જ છે અને તેઓ છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશ."

બોલો શ્રી ગણપતિ  ભગવાનની જય.
(એક પબ્લિશ લેખના આધારે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ)
અનુવાદક -મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, September 3, 2019

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 






પ્રિય વાચક મિત્રો આપ સહુને તેમજ આપણા કુટુંબીજનોને પવિત્ર તહેવાર ગણેશચતુર્થીની શુભ કામનાઓ,આપ સહુ ઉપર ભગવાન ગણપતિજીના આશીર્વાદ ઉતરે.
મોગરાનાફૂલ વતી,
-મહેન્દ્ર ભટ્ટ.

ગણેશજી અંગે હિન્દૂ માન્યતા અનુસાર એક વખત ભગવાન શિવજીની ગેરહાજરીમાં માતા પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે એમને દ્વાર પર કોઈ આવે નહિ તે માટે એક બાળકની પ્રતિમાનું નિર્માણ કરી તેમાં પ્રાણ પૂર્યા અને દ્વાર ઉપર પહેરો ભરી  કોઈને પણ ન આવવાં દેવાનું સૂચન કર્યું.માતાજીની આજ્ઞા વશ બાળકે  પહેરો ભરવા મંડ્યો તે દરમ્યાન શિવજીના ત્રણ ગણો આવ્યા અને ઘરમાં જવાનો આગ્રહ કર્યો પણ અવજ્ઞા કરતા યુદ્ધ થયું અને બાળકે  ગણોને પરાસ્ત મારી નાખ્યા  આથી અંતે ભગવાન શિવજીએ ક્રોધિત થઇ બાળકનું માથું કાપી નાખ્યું,માતા પાર્વતી ક્રોધે ભરાયા અને સર્વનાશની ઘોષણા કરી આથી દેવો ખુબ ગભરાયા અને માતા પાર્વતીને પ્રાથના કરી શાંત કર્યા,શ્રી વિષ્ણુ ભગવાને ઉત્તરમાં પ્રયાણ કરી એક હાથીનું ડોકું કાપી લાવ્યા જેને  ભગવાન રુદ્રે બાળકના કપાયેલા શરીર સાથે જોડતા ભગવાન ગણપતિજીનું સર્જન થયું જેથી માતાજી હર્ષિત થયા અને બાલ ગણપતિને ભેટી પડ્યા દેવોએ ભગવાન ગણપતિને બધાથી ઉંચુ સ્થાન આપી તેમની પ્રથમ પુંજા પછી જ બીજી પૂજા થાય તેવું નક્કી કર્યું,અને સર્વત્ર આનંદની લાગણી છવાઈ ગઈ આ ઘટના ભાદરવા માસની શુક્લપક્ષની ચોથે બની એટલે ત્યારથી ગણેશચતુર્થીને  હિન્દૂ સમાજ ધૂમ ધામથી મનાવી ભગવાન ગણપતિની આરાધના કરે છે.