Tuesday, December 10, 2019

મેડિકલ ફિટનેસ ( કેટલીક અગત્યની માહિતી )


મેડિકલ ફિટનેસ ( કેટલીક અગત્યની માહિતી )


જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
મેડીકલ ફીટનેસ ::
High BP
120/80 — Normal
130/85 –Normal (Control)
140/90 — High
150/95 — V.High
Low BP
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
90//65 — V.Low
Haemoglobin
Male — 13 — 17
Female — 11 — 15
RBC Count — 4.50 — 5.50 (million)
Pulse(ધબકારા)
72 per minute (standard
60 — 80 p.m. (Normal)
40 — 180 p.m.(abnormal)
Temperature :
98.4 F (Normal
99.0 F Above (Fever)
Must Save
હાર્ટએટેક અને પાણી” તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.
હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી માહિતી રસપ્રદ છે.
બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ——
(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટે આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદા દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.
આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,


(વોટ્સ અપની એક સહુ માટે જાણવા યોગ્ય પોસ્ટ )

જય શ્રી કૃષ્ણ.

Monday, December 9, 2019

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર 



એક વખત દુર્વાશા મુનિ દુર્યોધનને ત્યાં આવ્યા ,બ્રાહ્મણ અતિથિનું સ્વાગત અનિવાર્ય, કેમકે દુર્યોધન મુનિની પ્રચંડ શક્તિને જાણતો હતો.પણ હંમેશા અધર્મનો સાથ લઇ પોતાના પિતૃ ભાઈયો પાંડવો કેવી રીતે હેરાન થાય તેના જ વિચારો તેને ભરી દેતા.તે જો દુર્વાસાને નારાજ કરે તો જરૂર તેમના શ્રાપથી અનહોની થાય.પધારેલા દુર્વાશા માટે આવેલા એક વિચારે તેણે કહ્યું પૂજ્ય શ્રી  અમો સર્વે માં યુધિષ્ઠિર મોટા  હોય આપ તેમને ત્યાં અન્ન ગ્રહણ કરો તે સારું લાગે,દુર્વાશા ઋષિ તેમના શિષ્યોના મોટા સમુદાય સાથે હતા.એટલે  તેમને પણ તેમ યોગ્ય લાગ્યું પણ દુર્યોધનને ખબર હતી યુધિષ્ઠિર અને તેમની પત્ની દ્રૌપદીએ અત્યારે તો ભોજન લઇ લીધું હતું.અને દ્રૌપદી પાસે રહેલું અક્ષયપાત્ર દ્રૌપદી જમી લે પછી
કોઈ ભોજન ભરી ન શકે એટલે આટલા મોટા સમુદાય જો ભૂખ્યા રહે તો જરૂર દુર્વાશા ઋષિનો શ્રાપ તેમના ઉપર ભયંકરતા સર્જે એટલે તેની ખરાબ યોજનાનો દુર્વાશા ઋષિ ભોગ બન્યા અને યુધિષ્ઠિરના મહેલ તરફ તે સમુદાયે પ્રસ્થાન કર્યું.યુધિષ્ઠિર તો ધર્મરાજા ખુબજ સ્વાગત પછી મુનિવરને કહ્યું ગુરુવર આપ આપની સંધ્યા વિધિ પતાવો ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઇ  જશે હું ભીમને આપના  અતિથિ સત્કાર માટે મોકલીશ જે આવતા આપ સમગ્ર શિષ્ય સમુદાય સાથે પધારજો અને યુધિષ્ઠિરના કહેવાથી મુનિવર પ્રસન્ન થઇ પોતાની સંધ્યા વિધિ પતાવવા સમુદાય સાથે નદી તરફ ગયા

 દ્રૌપદીને આ વાતની ખબર પડી અને તે એકદમ  ગભરાઈ ગઈ કે શી રીતે બાહ્મણોને ભોજન કરાવી શકાય અને મુનિના ક્રોધથી બચાય.કઈ સૂઝ ન પડતા તેણે અંતિમ સમયે શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે ભક્તોના રખવાળ હાજર થઇ ગયા ,દ્રૌપદીએ સંશયની રજુઆત કરી એટલે ભગવાને તેનું અક્ષય પાત્ર માંગ્યું.દ્રૌપદીએ કહ્યું મેં જમી લીધું છે હવે અક્ષય પાત્ર કઈ કરી ન શકે પણ પ્રભુની માંગણીનો સ્વીકાર કરી તેણે અક્ષય પાત્ર શ્રીકૃષ્ણને આપ્યું શ્રી કૃષ્ણે તે અક્ષય પાત્રમાં એક ભાજીનું નાનું પાંદડું ચોટેલું હતું તે તેમના મુખમાં મુકવા કહ્યું.દ્રૌપદી વિસ્મય પામી પણ શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ હતા.વિસ્મય દ્રૌપદી એ જયારે 'હવે શું '
પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું બહેન શાંતિ રાખ  અને ભગવાનમાં વિશ્વાસ રાખી અધીરી દ્રૌપદી  વિચારી રહી અને શ્રી કૃષ્ણે કહ્યું હવે ભીમને મુનિવરને ભોજન માટે કહેવા કહે દ્રૌપદીએ તે પ્રમાણે કહ્યું અને ભીમ નદી કિનારે ગયો અને મુનિવરને પ્રણામ કરી ભોજન માટે કહ્યું.પરંતુ મુનિવર બોલ્યા બેટા અમારું પેટ ભોજનથી ભરાઈ ગયું છે હવે તેમાં કઈ વધારે જાય તેમ નથી એટલે હું આપ સહુને મારા આશીર્વાદ આપી અહીંથી જ વિદાય લઉ છું આમ આશીર્વાદ આપી તેઓ ગયા અને ભીમ સમાચાર લઇ યુધિષ્ઠિરને આપ્યા અને ભગવાનની લીલાથી વિસ્મય દ્રૌપદીં ના ચહેરા ઉપર હાશનો અનુભવ થતા તેની આંખો બંધ થઇ અને ખુલી ત્યાં શ્રી કૃષ્ણ ન હતા.ભગવાન ભક્તને સહાય કરવા સદા તત્પર છે પરંતુ ભક્તિ નું સામર્થ્ય તેમાં ભાગ ભજવે છે .એવા શ્રી ભગવાનને ખુબ ખુબ સાષ્ટાંગ દંડવત.

જય શ્રી કૃષ્ણ.

Wednesday, November 27, 2019

પ પૂ બાપજી ની ૫૧ મી પુણ્યતિથિ






પ પૂ બાપજીની  ૫૧ મી પુણ્યતિથિ 







અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત....
આજે પ પૂ બાપજીની  ૫૧ મી પુણ્યતિથિ નિમિતે પૂજ્ય બાપજીને શસ્તાંગ દંડવત 

જય ગુરુદેવ 
જય અવધૂત.

Tuesday, November 26, 2019

સુંદરકાંડ પાઠનાં લાભ

                                     સુંદરકાંડ પાઠનાં લાભ




(૧)સુંદરકાંડનો પાઠ:એવી માન્યતા છે કે હનુમાનજી સાથે જોડાયેલો કોઈ પણ મંત્ર અથવા પાઠબીજા કોઈ પણમંત્રથી અધિક શક્તિશાળી હોય છે હનુમાનજી પોતાના ભક્તોને તેમની   ઉપાસના ના ફળ માં બળ
અને શક્તિ આપે છે

(૨) સુંદરકાંડના ફાયદા:આજે આપણે વિશેષ રૂપથી સુંદરકાંડ પાઠનાં મહત્વ અને તેનાથી મળનારા
 લાભ પર વાત કરીશું .ભક્તો દ્વારા હનુમાનજીને કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.હનુમાન ચાલીસા આબાલ વૃદ્ધ તેમજ નાના બાળકોને પણ જલ્દી યાદ રહી જાય છે.

(૩ )હનુમાન ચાલીસા સિવાય જો સુંદરકાંડના પાઠનાં લાભ જાણી લેશો તો રોજ કરવાના પસંદ કરશો.હિન્દૂ ધર્મ નીપ્રસિદ્ધ માન્યતા પ્રમાણે સુંદરકાંડ પાઠ કરવાવાળા ભક્તની મનોકામના જલ્દી પુરી થઇ જાય છે.

(૪)સુંદરકાંડ,ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલા રામચરિતમાનસના સાત અધ્યાયોમાંનો પાંચમો અધ્યાય છે.રામચરિતમાનસના બધા અધ્યાયોભગવાનની ભક્તિ માટે છે  પરંતુ સુંદરકાંડનું મહત્વ વધારે
બતાવવામાં આવ્યું છે

(૫) જ્યા એકબાજુ આખા રામચરિત માનસમાં ભગવાનના ગુણો બતાવાયા છે તેનો મહિમા બતાવાય  છે. પણ બીજી બાજુ સુંદરકાંડની કથા બધાથી જુદી છે.તેમાં ભગવાન રામના ગુણોની નહિ પરંતુ તેમના ભક્તના ગુણો અને તેના વિજયની વાત બતાવવામાં આવી છે.

(૬) હનુમાન પાઠનો લાભ: સુંદરકાંડનો પાઠ કરનારા ભક્તને હનુમાનજી બળ આપે છે.તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ ભટકી શકતી નથી,એવી રીતની શક્તિ તે ભક્ત મેળવે છે.એ પણ માનવામાં આવે છે કે જયારે ભક્તનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય અથવા જીવનમાં કોઈ કામ થતું ન હોય તો સુંદરકાંડનો પાઠ કરવાથી બધા કામ જાતે જ થવા લાગે છે.

(૭) શાસ્ત્રીય માન્યતાઓ :ખાલી શાસ્ત્રીય માન્યતાઓએ જ નહિ વિજ્ઞાને પણ સુંદરકંદપાઠનાં મહત્વને સમજાવ્યું છે.જુદા જુદા મનોવૈજ્ઞાનિકો ના મત પ્રમાણે સુંદરકાંડનો પાઠ ભક્તનો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે છે

(૮)સુંદરકંદપાઠનો અર્થ :આ પાઠની એક એક પંકતિ અને તેની સાથે જોડાયેલો અર્થ ભક્તને જીવનમાં ક્યારે ય હાર ન માનવાની શીખ આપે છે મનોવૈજ્ઞાનિકોના પ્રમાણે કોઈ મોટી પરીક્ષામાં સફળ થવું હોય તો પરીક્ષા પહેલાં સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

(૯)મહત્વજો સંભવ હોય તો વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.તે પાઠ તેની અંદર આત્મવિશ્વાસ જગાડશે અને તેને સફળતાની નજીક લઇ જશે.

(૧૦)સફળતાનાં સૂત્ર:તમને કદાચ ખબર નહિ હોય પણ જો તમો સુંદરકાંડના પાઠની પંક્તિઓનો અર્થ જાણશો તો તમને એ ખબર પડશે કે તેમાં જીવનની સફળતાનાં સૂત્રો પણ બતાવાયા છે.

(૧૧)સફળ જીવનનો મંત્ર:આ સૂત્ર જો વ્યક્તિ પોતાના જીવન પર અમલ કરે તો તેને સફળ થતા કોઈ રોકી ન શકે.એટલે એવી સલાહ આપવામાં આવે છે કે રામચરિત માનસનો કોઈ પૂરો પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછો સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૧૨) કયા સમયે પાઠ કરવોએવું પણ કહેવામાં આવે છે કે જયારે ઘરમાં રામાયણનો પાઠ રાખો તો તે પુરા પાઠમાંથી સુંદરકાંડનો પાઠ ઘરના કોઈ સદસ્યએ કરવો જોઈએ.તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવાહ થાય છે.

(૧૩)જ્યોતિષનો લાભ :જ્યોતિષની નજરોથી જોવામાં આવે તો આ પાઠ ઘરના બધા સદસ્યો ઉપર ઘૂમી રહેલા અશુભ ગ્રહો થી છોડાવે છે.જો તે જાતે પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછું ઘરના બધા સભ્યોએ આ પાઠ જરૂર સાંભળવો જોઈએ.અશુભ ગ્રહોના દોષોને દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ લાભકારી છે.

(૧૪) આત્માની શુદ્ધિ :સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મિક લાભ મળે છે.આત્મા શુદ્ધ થાય છે.સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મા પરમાત્માને મળવા તૈયાર થાય છે.માણસ આ જીવન રૂપી દુનિયામાં જે કરવા આવ્યો છે તે જ કરે છે.અને સુંદરકાંડનો પાઠ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે.

(૧૫)રોગોને દૂર કરે:સુંદરકાંડનો પાઠ એક તીરથી કેટલાય નિશાનો લગાવવાનું નામ છે.પાઠ કરવાથી રોગો દૂર થાય છે.તેનાથી તમારી દરિદ્રતા દૂર થાય છે.

(૧૬)માનસિક સુખ :જો કોઈ વ્યક્તિ સતત સુંદરકાંડનો પાઠ કરે છે તો તેના ઘણા લાભ મળે છે. સુંદરકાંડનો પાઠ નિરંતર કરવાથી માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

(૧૭)અનહોની દૂર થાય :કદાચ તમો કોઈ એવી જગાએ રહો છો જે સુમસામ છે.અને તમોને હંમેશા કોઈ અહ્નોનીનો ડર રહેતો હોય તો તમો સુંદરકાંડનો પાઠ કરો.તેનાથી તમારી પાસે આવનારી દરેક સમસ્યાઓ દૂર રહે છે.

(૧૮) છોકરા આદર ન આપે તો: જો તમારા છોકરાઓ તમારું સાંભળે નહિ અને વડીલોનો આદર ન કરે તો તમો તમારા બાળકોને સુંદરકાંડનો પાઠ કરવા પ્રેરી શકો છો.જો તેઓ તેમના સંસ્કારો ભૂલી ગયા હોય તો સુંદર કાંડનો પાઠ છોકરાઓ સાથે કરાવી શકો છો.

(૧૯) દેવામાંથી છુટકારો જો તમારે માથે ખુબ દેવું થઇ ગયું હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
પાઠ દેવામાંથી મુક્તિ અપાવે છે.

:(૨૦)ભયભીત મન માટે :જો તમને રાતે ડર લાગતો હોય અને ખરાબ સપના આવતા હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.જેવી રીતે હનુમાનચાલીસાનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.બસ એવી જ રીતે સુંદરકાંડનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.

(૨૧) હનુમાનજીની કૃપા :સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા થતી રહે છે,ફક્ત હનુમાનજીની જ નહિ ભગવાન રામજીની કૃપા પણ થાય છે જો શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી રામજી બંનેની કૃપા મેળવવા ઈચ્છો છો તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૨) ગૃહ કલેશથી છુટકારોસુંદરકાંડનો પાઠ કરવાથી ગૃહકલેશ થતો અટકી જાય છે.ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓમાંથી છુટકારો મળે છે.

(૨૩)વિદ્યાર્થીઓ માટે લાભદાયક: જો વિદ્યાર્થીઓ સુંદરકાંડનો પાઠ કરે તો તેમને વિદ્યાર્થી જીવનમાં સફળતા મળે છે.તેમનું ભણતરમાં ધ્યાન લાગે છે.અને પરીક્ષામાં સારા માર્ક આવે છે.એટકે વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૨૪)ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ એવું માનવામાં આવે છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરમાં વાતાવરણ સકારાત્મક તથા આનંદમયી રહે છે.જો સુંદરકાંડનો પાઠ ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

(૨૫) અશુબ ગ્રહો દૂર થાય:સુંદરકાંડનો પાઠ કરવાથી અશુભ ગ્રહોની સ્થિતિને શુભ બનાવી શકાય છે માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૬)ક્યારેય હાર ન માનવી: જીવનમાં એવા કેટલાય અંતરાય આવે છે જયારે આપણે હારી જઇયે છીએ.મન દુઃખી થઇ જાય છે તેમાં આપણે હાર માનવી ન જોઈએ.સુંદરકાંડનો પાઠ તમને જીવનમાં ક્યારે પણ હાર ન મળે તેની શક્તિ આપે છે.

જય શ્રી રામ 
જય શ્રી હનુમાનજી મહારાજ.

(એક લેખના આધારે)
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ. 

       

Monday, November 18, 2019

એક રાજાની વાત




એક રાજાની વાત


એક પિતાએ એક વખત એક વેપારી પાસે ૧૦૦૦ રૂપિયા જમા કરાવી, વ્યાજ સાથે સારી રકમ લાંબા સમય પછી મળે જેથી તે પોતાની દીકરીના લગ્ન સારી રીતે કરી શકે વેપારીએ રકમ જમા કરી અને ભરોષો આપ્યો કે તેમને તે પ્રમાણે રકમ મળશે ગામડામાં ભરોષો મોટી વાત હતી  વેપારીનું સારું નામ હતું પિતા પણ ખુશ થયા તે ગામડું એક રજવાડામાં આવતું હતું જયારે રાજાની સવારી નીકળે ત્યારે સહુ રાજાને ખુશીથી સલામ આપતા.પ્રજા ખુશ રાજા ખુશ
સમય જતા પિતાની દીકરી મોટી થઇ અને પિતાએ પોતાની ફરજ નિભાવવા તેના લગ્ન કરવાનું નક્કી કર્યું પણ પહેલા વેપારી પાસે મુકેલી રકમ વ્યાજ સાથે ઘણી મોટી થઇ ગઈ હશે જે મેળવવા તેણે વેપારી પાસે જવાનું નક્કી કર્યું જયારે પિતાએ વેપારી પાસે જઈ પોતાની રકમ અંગે રજુઆત કરી તો વેપારીએ તેમને નારાજ કરી કહ્યું,
 ‘તમારા કોઈ પૈસા અહીં નથી કોઈ લખાણ હોઈ તો બતાઓ ‘ અને પિતાના દિલે ધ્રાસ્કો પડ્યો તેણે વિનંતી કરી શેઠજીને હાથ જોડી કહ્યું,
 ‘ શેઠજી આપણા ગામમાં ક્યાં કોઈ લખાણ કરે છે જો પૈસા ન મળે તો મારી દીકરીના લગ્ન કેવી રીતે કરીશ એટલા સમય પછી મારી રકમ વધીને ૧૫૦૦ થઇ હોવી જોઈએ શેઠ મહેરબાની કરો, તમારી પણ દીકરી છે,’

પણ શેઠીયાએ કોઈ દાદ ન આપી નિરાશ બાપે ઘરે આવી પોતાની પત્નીને વાત કરી બંને ને ખબર ન પડી શું કરવુંપણ બીજે દિવસે પત્નીએ પતિને કહ્યું શા માટે આ વાત આપણા રાજાજીને ન કરવી
તે જરૂર કોઈ રસ્તો કાઢશે અને પત્નીનો વિચાર સારો લાગતા પતિએ રાજા પાસે જવાનું નક્કી કર્યું બીજે દિવસે રાજાનો દરબાર ભરાયો ત્યાં રૈયતની બધી વાતો રાજા સાંભળતા અને યોગ્ય ન્યાય આપતા જયારે પિતાએ પોતાની વાત દરબારમાં કહી તો એવું પહેલા ક્યારેય થયું ન હતું પણ પિતાની વાત માં સચ્ચાઈ દેખાતા જયારે રાજાની સવારી આવે ત્યારે વેપારીના ઘરની સામે પિતાને ઉભા રહેવાની સલાહ આપવામાં આવી

બીજે દિવસે પિતાએ તે પ્રમાણે કર્યું  રાજાની સવારી આવી , બધા લોકોએ  સલામી આપી તેમાં વેપારી પણ સામેલ હતો જયારે રાજા પિતા પાસે આવ્યા ત્યારે તેમણે પિતાને પોતાની સાથે બેસવા કહ્યું પેહલા તો પિતાને સંકોચ થયો પણ રાજાના આગ્રહ થી તે બેસી ગયો અને સવારી આગળ નીકળી વેપારીએ આ જોયુંને તેની આંખો ચાર થઇ થોડા આગળ જઈને રાજા બોલ્યા,
 ‘ હવે તમે ઘેર જઈને નિરાંતે બેસો તમારું કામ થઇ ગયું ‘ પિતા સમજ્યા નહિ પણ રાજાની વાત માથે ચઢાવી ઘેર ગયો ત્યાં તેની પત્નીએ પૂછ્યું એટલે રાજાની વાત તેણે કહી પત્નીને પણ કોઈ સમજ ન પડી પણ રાજા ઉપર ભરોષો રાખી બંને બેઠા થોડીવાર થઇ ત્યાં વેપારી આવ્યો અને હસતા મોઢે બોલ્યો,
 ‘ મારા ગુમાસ્તા પાસેથી ખબર પડી તમારા ૧૫૦૦ રૂપિયા છે પણ હું તમને બીજા પાંચસો આપું છું જે મારા તરફથી બક્ષીશ હવે દીકરીના લગ્ન ખુશીથી કરો બીજા પૈસાની જરૂર હોય તો કહેજો, રાજાજી ને મારા સલામ કહેજો’અને પૈસા મળતા ખુશ થયેલા કુટુંબને રાજાજીની ખુબ મદદ મળી

આવી રાજાજીની વાતથી એક પિતાનું કામ થઇ ગયું તો પરમ પિતા પરમેશ્વર પણ એક મોટા રાજા જ છે સાચા હશો તો મદદ મળતા વાર નહિ લાગે.

એક બીજા રાજાની વાત,જે રાજા પ્રજાના કોઈ પણ વ્યક્તિ સામે મળે એટલે કોઈને કોઈ કિંમતી ભેટ સામાન વગેરે આપી દે, રાજાની આવી હરકતથી પ્રધાન ખુબ પરેશાન હતા  કેમકે રાજા આમ ને આમ કિંમતી વસ્તુઓ લૂંટાવે તો એક દિવસ ખજાનો ખાલી થઇ  જાય અને મુશ્કેલીના સમયમાં શું થાય એટલે પોતાની આગવી બુદ્ધિનો ઉપીયોગ કરી તેણે એક વખત રાજાને હિમ્મત કરી કહ્યું, જોકે રાજાને સાચી વસ્તુ યાદ કરાવવાની તેની જવાબદારી હતી,પણ રાજા વાજા ને વાંદરા એટલે સતત તકેદારી રાખવી સારી એ પ્રમાણે તેણે કહ્યું
'મહારાજ,આ પ્રજા આપણી સાથે જોડાયેલી છે અને આપને અપાર પ્રેમ છે પરંતુ જ્યાં ગોળ હોય ત્યાં માખી આવેજ,એટલે આમ ને આમ તો ખજાનો ખાલી થઇ જાય.'રાજાનો મૂડ સારો હતો એટલે પ્રધાનની વાત સાંભળી અને તેના પર વિચારવા લાગ્યા,કઈ બોલ્યા નહિ એટલે પ્રધાનને લાગ્યું કે પોતાની વાત સાચી લાગી.કેટલાક દિવસો પસાર થયા અને અડધી રાતે એક દિવસ રાજા જાગ્યા અને સેવકો પાસે ગોળ મંગાવી પોતાની બેઠકની સામે એક ટેબલ પર મુકાવ્યો,અને પહેરેદારને કહ્યું અત્યારે પ્રધાનજીના આવાસમાં જાઓ અને  તેમને બોલાવી લાવો.રાજાના હુકમનું પાલન થયું અને પ્રધાને અનુચરની વાત સાંભળી નવાઈ અનુભવી વિચાર્યું શું થયું હશે કોઈ યુદ્ધની વાત હોય અથવા કોઈ તાત્કાલિક તકલીફની વાત હોય તો જ રાજાજી આવી રીતે બોલાવે એટલે તરત તૈયાર થઇ પ્રધાનજી ત્યાં આવ્યા
રાજા સિંહાસન બેઠા હતા સામે એક ટેબલ ઉપર ગોળ પડ્યો હતો જ્યાં તેમની નજર રાજા સાથે મળી ત્યાં રાજા બોલ્યા,
'પ્રધાનજી જુઓ આ ગોળ ટેબલ પર પડ્યો છે અને એક પણ માખી અહીં નથી.જે તમે કહેલી વાતને ખોટી પડે છે.એ બાબતમાં શું અભિપ્રાય છે.'પ્રધાને મોઢા ઉપર સ્મિત લાવતા કહ્યું,
'પ્રભુ ,ભૂલ ચૂક ક્ષમા,પણ અત્યારે રાત્રી છે રાત્રીના સમયમાં માંખી ક્યાંથી હોય/'
રાજા વિના વિલંબ હસતા બોલ્યા ,
'પ્રધાનજી સાવ સાચી વાત છે,પરંતુ વિચારો કે મારી પણ રાત આવી જશે પછી અંધારા સિવાય બીજો કોઈ અનુભવ થવાનો નથી,ખજાનો અહીં નો અહીં રહી જશે.તમે પ્રજાના ચહેરા તો જુઓ કેટલા આનંદિત છે પછી કોણ આવશે.'રાજાની વાતનો પ્રધાન પાસે કોઈ જવાબ ન હતો.



રજુઆત મહેન્દ્ર ભટ્ટ( એક હિન્દી લેખના આધારે)

Tuesday, November 12, 2019

શુક્લતીર્થ ગામે કારતક સુદ પૂર્ણિમાનો મેળો



Image may contain: sky and outdoor


No photo description available.No photo description available.No photo description available.
                                                                                                                                                                           
શુક્લતીર્થ એ એક નર્મદા કિનારે આવેલું મહાન તીર્થ છે ત્યાં કારતક સુદ પૂનમનો મેળો ભરાય છે.તે ખુબ જ પવિત્ર અને આહલાદક છે.તીર્થયાત્રીઓ ખુબ જ પ્રમાણમાં તેનો લાભ લે છે તે અંગે કેટલીક માહિતી નો લેખ મળતા અહીં પ્રસ્તુત કર્યો છે.શુક્લતીર્થમાં બાળપણના કેટલાક વર્ષોના સંસ્મરણો છે,એટલે તે તીર્થ માટે અપાર ભાવ સાથે સહુ વાચક મિત્રોને મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.



Tuesday, November 5, 2019

હર હાલમે ખુશ રહેના (હિન્દી ભજન )



હર હાલમે ખુશ રહેના (હિન્દી ભજન )





હર હાલમે ખુશ રહેના સંતોંસે શીખ જાયે મહેફિલમેં જુદા રહેના સંતો સે શીખ જાયે (૨) 

ઝંઝટસે દૂર રહેના સબ લોક શીખાતે હૈ (૨) ઝંઝટસે બચકે રહેના સંતોંસે શીખ જાયે ....હર હાલ ...

સુખ દુઃખમેં હસના રોના હૈ કામ કાયરોકા(૨) દોનોમેં મુસ્કરાના સંતોંસે શીખ જાયે (૨)

મરનેકે બાદ મુક્તિ સબ લોક બતાતે  હૈ (૨) જી તે જી મુક્ત રહેના સંતો સે શીખ જાયે ....હર હાલ .....

દુનિયાકે લોક દૌલતકો પાકે મુસ્કુરાતે (૨) પર ભિક્સુ બનકે હસના સંતોંસે શીખ જાયે(૨)

હર હાલમે .............(૩)

Saturday, November 2, 2019

ટિમ ટિમ કરતે તારે (ફિલ્મી ગીત)

ટિમ ટિમ કરતે તારે (ફિલ્મી ગીત)




ટિમ ટિમ કરતે તારે યે કહેતે  હૈ સારે, સોજા  તો હે  સપનોમે નિંદીયા પુકારે ...ટિમ ...ટિમ....
સપનોકે દેશકા ચંદામામા રાજા,બતા રહા હૈ,બજા બજાકે સાત સુરોંકા બાજા
ચોરી  ચોરી કરકે યે કરતે ઈશારે ...ટિમ ટિમ ...
રંગ બે રંગી પરીયા તુઝે ઝુલેમેં ઝુલાયેંગી ,બિલ્લી, તોતા, મૈના કી યે કહાની ભી સુનાયેંગે
અચ્છે અચ્છે તુંજે ખીલૌને દેંગે પ્યારે પ્યારે ...ટિમ ટિમ ....
બાદલોંકી પાલખીમે મુન્નેકો બિઠાકે,ચંદામામા સારા જગ લાયેગા ગુમાંકે
લૌટ કે આયે શાનસે મેરા રાજા મેરે બારે ...ટિમ ..ટિમ...

Sunday, October 27, 2019

દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ

દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ








પ્રિય વાચક મિત્રો ,

દિવાળી તેમજ નવા વર્ષની આપ સહુને 'મોગરાના ફૂલ' વતી કુટુંબ સહીત શુભ કમાઓ

સાલમુબારક,જય શ્રી કૃષ્ણ.
-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, October 22, 2019

દિવાળીના તહેવારો માટે શુભ કામનાઓ.

દિવાળીના તહેવારો માટે શુભ કામનાઓ.

Image result for diali ane navu varsh
વાચક મિત્રો

આવી રહેલા દિવાળીના તહેવારો માટે આપ તેમજ આપણા કુટુંબી જનોને "મોગરાના ફૂલ બ્લોગ "વતી
ખુબખુબ શુભ કામનાઓ.

દિવાળી તેમજ નવું વર્ષ મુબારક.
જય શ્રી કૃષ્ણ.
મહેન્દ્ર ભટ્ટ

૨૪,રમા એકાદશી
૨૫. વાઘબારસ (ધન તેરસ પુંજા-૭:૪૯ થી ૮:૪૪ સાંજે ઈન અમેરિકા)
૨૬ .ધન તેરસ
૨૭ દિવાળી
૨૮. નવુંવર્ષ
૨૯ ભાઈ બીજ

Friday, October 18, 2019

રામ કહનેસે તર જાયેગા


રામ કહનેસે તર જાયેગા 


રામ કહનેસે તર જાયેગા (૨)
પાર ભવસે ઉત્તર જાયેગા,(૨)હોગી ઘર ઘરમેં ચર્ચા તેરી
જિસ ગલી સે ગુજર જાયેગા,રામ.....
બડી મુશ્કિલ સે નર તન મિલા, ક્યાં પતા ફિર કિધર જાયેગા
રામ...
ઉનકે આગે તું ઝોળી ફૈલા,રબ કે આગે તું ઝોળી ફૈલા
વો તેરી ઝોલીકો ભર જાયેગા રામ.....
જગ કહેગા કહાની તેરી,સબ કહેંગે કહાની તેરી
કામ ઐસા તું કર જાયેગા ,રામ.......


જય શ્રી કૃષ્ણ.

Tuesday, October 8, 2019

વિજયા દશમી ની શુભ કામનાઓ

વિજયા દશમી ની શુભ કામનાઓ 







પ્રિય વાચક મિત્રો ,

"મોગરાનાફૂલ બ્લોગ" વતી વિજયાદશમી (દશેરા)ની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત હાર્દિક શુભ કામનાઓ 

મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

કેટલીક શુભ વાતો.


દશેરાના દિવસે જો નીલકંઠ પક્ષીને જોવામાં આવે તો તેને શુભ કહેવામાં આવે છે.આ નીલકંઠ પક્ષીના કહેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા જતા પહેલા દર્શન કર્યા હતા અને વધ કર્યા પછી જયારે બ્ર્હમ હત્યા કર્યાના નિવારણ માટે અનુજ લક્ષમણ સહીત શિવજીની પુંજા આરાધના કરી હતી .ત્યારે શિવજીએ નીલકંઠ પક્ષીના રૂપમાં આવી પૃથ્વી પર દર્શન આપ્યા હતા.આવી રીતે નીલકંઠ પક્ષીના દર્શન વર્ષોથી શુભ માનવામાં આવ્યા છે.

Sunday, September 29, 2019

નવરાત્રીની શુભ કામનાઓ


જય માતાજી






















આજથી શરુ થતા નવરાત્રી ઉત્સવની સહુ વાચક મિત્રોને ‘મોગરાનાફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખૂબ જ શુભ કામનાઓ માતાજીના આશીર્વાદ સહુ પર ઉતરે,જય માતાજી,

મહેન્દ્ર ભટ્ટ


એક માહિતી
જય આદ્યા શક્તિના રચયિતા કોણ હતા.
ઈ.સ.૧૫૪૧ માં જન્મેલા સ્વામી શિવાનંદ નામના નાગર બ્રાહ્મણે,આ ખુબ જ ભાવવાહી લોકપ્રિય આરતીની રચના કરી હતી.મૂળ વડનગરના વતની તેમના દાદા હરિહર કાકદેવ પંડ્યા ૧૪ મી સદીમાં વડનગરથી સુરત આવીને વસ્યા હતા.તેમના પિતા વામદેવ હરિહર પંડ્યાના અવસાન બાદ કાકા સદાશિવે તેમને ઉછેરીને મોટા કર્યા હતા.તેઓ સુરતમાં અંબાજી રોડ ઉપર નાગર ફળિયામાં રહેતા હતા.આ આરતી શિવાનંદ સ્વામીએ,ઈ.સ. ૧૬૦૧ માં અંકલેશ્વર નજીક માંડવી બુઝુર્ગ ગામે આવેલા માર્કંડ મુનિ આશ્રમના યજ્ઞ સંપન્ન કર્યા બાદ લખી હતી.જગદંબાના વિવિધ રૂપ અને ગુણોની સ્તુતિ આ આરતી દ્વારા કરવામાં આવી છે.

Thursday, September 12, 2019

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો



કોઈ પણ પૂજા અર્ચના કરતા પહેલા પૂજ્ય ગણપતિમહારાજની આરાધના કરવામાં આવે છે.ગણેશ પુરાણના પાથ કરવાથી બધા કાર્યો સફળ થાય છે.
૧.પહેલો ભાગ -આરંભ ખંડ-આ ભાગમાં સુતજીએ જે કથાઓ સંભળાવી છે તે બધી મંગળ કરનારી કથાઓ છે.બધાથી પહેલી કથા કહેતા જણાવ્યું કે કેવી રીતે પ્રજાઓની દુનિયા સર્જાઈ અને ખુબ જ મહાન દેવ ગણપતિનો આવિર્ભાવ કેવી રીતે થયો.
આગળ સુતજીએ શિવજીના અનેક રૂપોનું વર્ણન કર્યું છે. તે કેવી રીતે દુનિયાની ઉત્ત્પત્તિનાશ અને પાલન કરે છે.અને સાથે કહ્યું છે કે વિષ્ણુનું એક વર્ષ શિવજીના એક દિવસ બરાબર હોય છે.અને તેની સાથે સતીજીની કથા છે જેમનો શિવજી સાથે વિવાહ થયો હતો.
૨. બીજો ભાગ-પરિચય ખંડ -આ ખંડ પરિચય ખંડ છે જેમાં ગણેશજીના જન્મની કથાઓનો પરિચય આપવામાં આવ્યો છે.તેમાં જુદા જુદા પુરાણો પ્રમાણે કથાઓ કહેવામાં આવી છે.જેમ પદ્મ  લિંગ અને પુરાણ પ્રમાણે,અને છેલ્લે ગણપતિજીની ઉત્તપત્તિની સવિસ્તાર કથા છે.
૩.ત્રીજો ભાગ-માતા પાર્વતી ખંડ-ત્રીજો ખંડ માતા પાર્વતી છે.જેમાં માતા પાર્વતીની હિમાલયને ત્યાં જન્મની કથા છે.અને શિવજી સાથે વિવાહની કથા છે.આગળ કાર્તિકેયના જન્મની કથા છે જેમાં તારકાસુરના અત્યાચાર સાથે કાર્તિકેયના જન્મની કથા છે.આ ખંડમાં વશિષ્ઠજી દ્વારા સંભળાવેલી અરણ્યરાજની કથા છે.
૪.ચોથો ભાગ-યુદ્ધ ખંડ-ચોથો ખંડ યુદ્ધ ખંડના નામે છે.તેમાં શરૂઆતમાં મત્સર નાનામના અસુરની કથા છે.જેણે બ્રહ્માની આરાધના કરીને ત્રણેય લોકોનું સ્વામિત્વ મેળવ્યું હતું.સાથે તેમાં મહોદર અથવા મમના અસુરની જન્મની કથા છે.જેણે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી પંચાક્ષરી મંત્રની દીક્ષા લીધી હતી.આગળ તારક હાસુરઃના પોતાના યુદ્ધની કથા છે.લોભાસુર અને ગજાનનની કથા પણ છે જેમાં લોભાસુરે ગજાનનનું મૂળ મહત્વ સમજ્યું અને તેના કેટલાય ચરણોની વંદના કરવા લાગ્યો.આમ આગળ  ક્રોઘાસુર અને લમ્બોદરની કથા છે.
૫.પાંચમો ભાગ-મહાદેવ પુણ્ય કથા ખંડ-પાંચમો મહાદેવ પુણ્ય કથા ખંડ છે.તેમાં સુતજીએ ઋષિયોને કહ્યું,તમો કૃપા કરીને ગણેશ અને પાર્વતીજીના યુગોનો પરિચય આપો.ત્યારે આગળ આ ખંડમાં સતયુગ,ત્રેતાયુગ અને દ્વાપર યુગ વિષે બતાવ્યું છે.જન્માસુર અને તારકાસુરની કથાઓ સાથે આ પુરાણનો અંત થયો છે.


કથા ટૂંકાણમાં...



ઘણા જુના સમયની વાત ચિ એક વાર નૈમિષારણ્યમાં કથાવાચક સુતજી આવ્યા.તેમને આવેલા જોઈ ત્યાં રહેતા ઋષિ મુનિયોએ તેમનું અભિવાદન કર્યું.અભિવાદન કર્યા પછી સહુ ઋષિ મુનિ પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે તેમાંથી કોઈ એકે સુતજીને કહ્યું,
"હે સુતજી,તમો લોકો અને લોકોને લગતા જ્ઞાન અને ધ્યાનથી પરિપૂર્ણ કથા  વાંચનમાં સિદ્ધ છો.અમે આપને નિવેદન કરીએ છીએ કે આપ અમોને અમારું શુભ થાય તેવી કથાઓ સંભળાવો."
ઋષિયોથી આદર મળતા સુતજી ખૂબ જ પ્રસન્ન થયા.તેમણે કહ્યું,
"આપે જે મને આદર આપ્યો છે તે ખૂબ જ પ્રસંસનીય છે.હું તમોને ખુબ જ કલ્યાણ કરવાવાળી કથા સંભળાવીશ."સુતજીએ કહ્યું,
"બ્રહ્મા,વિષ્ણુ મહેશ બ્રહ્મના ત્રણ રૂપો છે.હું કાયમ તેની શરણમાં રહુ છું.એટલેકે વિષ્ણુ સંસાર પાલક
અને બ્રહ્માની ઉત્તપન્ન કરેલી સૃષ્ટિનું પાલન કરે છે.
બ્રહ્માએ જ  દેવ -દાનવ,પ્રજાપતિ તથા અન્ય યોનિજઃ અને અયોનિજઃ સૃષ્ટિની રચના કરી છે.રુદ્ર પોતાના સંપૂર્ણ કલ્યાણકારી કૃત્યથી સૃષ્ટિના બદલાવનો આધાર રજુ કરે છે.પહેલા તો હું તમોને બતાવીશ કઈ રીતે પ્રજાઓ ની દુનિયા બની અને પછી તેમાં સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી ગણેશજીનો આવિર્ભાવ કેવી રીતે થયો.
ભગવાન બ્રહ્માએ જયારે પ્રથમ સૃષ્ટિની રચના કરી તો તેમની પ્રજા નિયમાનુસાર માર્ગમાં પ્રવુત ન થઇ તે બધા જુદા રહી ગયા.તેટલા માટે સહુ પ્રથમ બ્રહ્માએ તામસી સૃષ્ટિ બનાવી,પછી રાજસી,છતાંપણ ધારેલું ફળ પ્રાપ્ત ન થયું.જયારે રજોગુણ અને તમોગુણને ઢાંકી દીધા તો તેથી એક મીથુનનું સર્જન થયું. બ્રહ્માના પગોમાથી અધર્મ અને શોકથી માનવનો જન્મ થયો.બ્રહ્માએ આ મલિન શરીરને બે ભાગોમાં વહેંચી કાઢ્યું.

એક પુરુષ અને એક સ્ત્રી,સ્ત્રી નું નામ સતરૂપા થયું.તેણે જાતે મનુને પતિના રૂપમાં વર્ણવી તેમની સાથે ફરવા લાગી.ફરવાને કારણે તેમનું નામ રતી થયું.પછી બ્રહ્માએ વિરાટને સર્જી ત્યારે વિરાટથી વૈરાજ મનુની ઉત્તપત્તિ થઇ.પછી મનુ અને સતરૂપા થી પ્રિયવ્રત અને ઉત્તાનુંપાત બે પુત્રો ઉત્તપન્ન થયા અને આપુતિ અને પ્રસુતિ નામની બે પુત્રીઓ થઇ.

એ બે પુત્રિયોથી બધી પ્રજા ઉત્તપન્ન થઇ.મનુએ પ્રસુતિને દક્ષના હાથમાં સોંપી દીધી.જે પ્રાણ છે તે દક્ષ છે અને સંકલ્પ છે તે મનુ છે.મનુએ રુચિ પ્રજાપતિને આપુતિ નામની કન્યા ભેટમાં આપી.પછી તેનાથી યજ્ઞ અને દક્ષિણા નામના સંતાનો થયા.દક્ષિણાથી બાર પુત્રો થયા જેને યામ કહેવામાં આવ્યા.

તેમાં શ્રદ્ધા,લક્ષ્મી વગેરે મુખ્ય છે.તેનાથી ફરી આ દુનિયા વિકસિત થઇ.અધર્મ ને હિંસાના ગર્ભથી
નીર્કતિ ઉત્તપન્ન થઇ અને અનિદ્ધ નામનો પુત્ર થયો.ત્યાર પછી આ વંશક્રમ વધતો ગયો.કેટલાક સમય પછી નીલરોહિત,નિરૂપ,પ્રજાઓની ઉત્તપત્તિ થઇ અને તેને રુદ્ર નામે પ્રતિષ્ઠ કરાઈ.

રુદ્રે પહેલાજ બતાવી દીધું હતું કે બધા શતરુદ્ર નામથી પ્રખ્યાત થશે.એ સાંભળીને બ્રહ્માજી ખુશ થયા અને પછી તેમણે પૃથ્વી ઉપર મૈથુની સૃષ્ટિની શરૂઆત કરીને શેષ પ્રજાની સૃષ્ટિ બંધ કરી દીધી.
સુતજીની વાતો સાંભળીને ઋષિ મુનિઓએ કહ્યું,
"તમે અમોને જે બતાવ્યું છે તેનાથી અમે ખુબ ખુશ થયા છીએ.તમો કૃપા કરીને અમોને અમારા પૂજનીય દેવના વિષય વિષે સમજાવો,જે દેવતા આપણને પ્રિય હોય અને તેમની કૃપાથી આપણે તથા આગળ આવનારી પ્રજાના શુભ કર્યો પુરા થાય."ઋષિઓની વાત સાંભળીને સુતજીએ કહ્યું,
"એવા દેવ તો એક જ છે અને તેઓ છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશ."

બોલો શ્રી ગણપતિ  ભગવાનની જય.
(એક પબ્લિશ લેખના આધારે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ)
અનુવાદક -મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, September 3, 2019

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 






પ્રિય વાચક મિત્રો આપ સહુને તેમજ આપણા કુટુંબીજનોને પવિત્ર તહેવાર ગણેશચતુર્થીની શુભ કામનાઓ,આપ સહુ ઉપર ભગવાન ગણપતિજીના આશીર્વાદ ઉતરે.
મોગરાનાફૂલ વતી,
-મહેન્દ્ર ભટ્ટ.

ગણેશજી અંગે હિન્દૂ માન્યતા અનુસાર એક વખત ભગવાન શિવજીની ગેરહાજરીમાં માતા પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે એમને દ્વાર પર કોઈ આવે નહિ તે માટે એક બાળકની પ્રતિમાનું નિર્માણ કરી તેમાં પ્રાણ પૂર્યા અને દ્વાર ઉપર પહેરો ભરી  કોઈને પણ ન આવવાં દેવાનું સૂચન કર્યું.માતાજીની આજ્ઞા વશ બાળકે  પહેરો ભરવા મંડ્યો તે દરમ્યાન શિવજીના ત્રણ ગણો આવ્યા અને ઘરમાં જવાનો આગ્રહ કર્યો પણ અવજ્ઞા કરતા યુદ્ધ થયું અને બાળકે  ગણોને પરાસ્ત મારી નાખ્યા  આથી અંતે ભગવાન શિવજીએ ક્રોધિત થઇ બાળકનું માથું કાપી નાખ્યું,માતા પાર્વતી ક્રોધે ભરાયા અને સર્વનાશની ઘોષણા કરી આથી દેવો ખુબ ગભરાયા અને માતા પાર્વતીને પ્રાથના કરી શાંત કર્યા,શ્રી વિષ્ણુ ભગવાને ઉત્તરમાં પ્રયાણ કરી એક હાથીનું ડોકું કાપી લાવ્યા જેને  ભગવાન રુદ્રે બાળકના કપાયેલા શરીર સાથે જોડતા ભગવાન ગણપતિજીનું સર્જન થયું જેથી માતાજી હર્ષિત થયા અને બાલ ગણપતિને ભેટી પડ્યા દેવોએ ભગવાન ગણપતિને બધાથી ઉંચુ સ્થાન આપી તેમની પ્રથમ પુંજા પછી જ બીજી પૂજા થાય તેવું નક્કી કર્યું,અને સર્વત્ર આનંદની લાગણી છવાઈ ગઈ આ ઘટના ભાદરવા માસની શુક્લપક્ષની ચોથે બની એટલે ત્યારથી ગણેશચતુર્થીને  હિન્દૂ સમાજ ધૂમ ધામથી મનાવી ભગવાન ગણપતિની આરાધના કરે છે. 

Friday, August 23, 2019

શુભકામનાઓ.


શુભકામનાઓ.



પ્રિય વાચક મિત્રો
આપ સહુને તથા કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી જન્માષ્ટમીની ખુબ શુભકામનાઓ.
-મહેન્દ્ર ભટ્ટ.


શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

ભગવાન શ્રી કૃષ્ણના ખડગનું  નામ નંદક,ગદાનું નામ કૌમોદકી અને શંખનું નામ પંચજન્ય જે ગુલાબી રંગનો હતો.
ભગવાન શ્રી કૃષ્ણુના ધનુષ્યનું નામ સારંગને મુખ્ય શસ્ત્ર ચક્રનું નામ સુદર્શન હતું,તે લૌકિક,દિવ્યાસ્ત્ર અથવા દેવાસ્ત્ર ત્રેણય રૂપમાં કામ કરી શકતું હતું.તેની બરાબરીના દુનિયામાં બીજા બે શસ્ત્રો હતા, પાશુપતાસ્ત્ર (શિવ કૃષ્ણ અને અર્જુન પાસે હતા)અને પ્રસ્વંપાસ્ત્ર (શિવ,વસુગણ,ભીષ્મઅને કૃષ્ણ પાસે હતા) 
ભગવાન શ્રી કૃષ્ણના પરદાદી "મારિષા" અથવા અપરમા રોહિણી (બલરામની માં)નાગ જ્ઞાતિના હતા.
ભગવાન શ્રી કૃષ્ણ સાથે જેલમાં બદલેલી યશોદા પુત્રીનું નામ એકાંશા હતું.જે આજે વિધ્યવાસિની દેવીના નામે પૂજવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમિકા રાધાનું વર્ણન મહાભારત,વિષ્ણુપુરાણ,હરિવંશપુરાણ ,ભગવતપુરાણમાં નથી.તેનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ,ગીતગોવિંદ જેવી જનશ્રુતિઓમાં છે.
 ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા સમય સિવાય  છ મહિનાથી વધારે દ્વારકામાં નથી રહ્યા.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું ભણતર ઉજ્જૈનના સાંદિપની આશ્રમમાં થોડાક મહિનામાં પૂરું કર્યું હતું.
શ્રી કૃષ્ણને કાલારીપટ્ટુના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે.તે કારણથી નારાયણી સેનાભારતની સહુથી ભયંકર પ્રહારક સેનાએ બની ગઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના મસલ્સ લવર્ણમય અથવા મૃદુ હતા પરંતુ યુદ્ધના સમયમાં તે વધીને કઠણ થઇ જતા.એટલે કન્યાની માફક દેખાતું તેમનું સુંદર શરીર યુદ્ધના સમયમાં ભયંકર દેખાવા લાગતું હતું.
ભગવાન શ્રીકૃષ્ણે કેટલાય યુદ્ધોનું સંચાલન કર્યું હતું પરંતુ તેમાંના ત્રણ બધામાં ભયંકર હતા.
૧.મહાભારત,૨.જરાસંઘ અને કલ્યવાનની સામે અને ૩.નરકાસુરની સામે.
ભગવાન શ્રી કૃષ્ણે ૧૬ વર્ષની ઉંમરમાં દુનિયામાં પ્રચલિત ચારુણ અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ કર્યો હતો.મથુરામાં દુષ્ટ રજકના માથાને હથેળીના પ્રહારથી કાપી નાખ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું મોટામાં મોટું ભયાનક યુદ્ધ સુભદ્રાની  પ્રતિજ્ઞાને  કારણે અર્જુન સાથે થયું હતું જેમાં બંને એ પોત પોતાના વિનાશક શસ્ત્રો અનુક્રમે સુદર્શન અને પાશુપતાસ્ત્ર કાઢ્યા હતા પછી દેવોના વચ્ચે પડવાથી બંને શાંત થયા હતા.
ભગવાન શ્રી કૃષ્ણે બે શહેરોની સ્થાપના કરી હતી દ્વારકા(પુરાણમાં કુશાવતી)અને પાંડવ પુત્રો દ્વારા ઇન્દ્રપ્રસ્થ (પુરાણમાં ખાંડવપ્રસ્થ)
 ભગવાન શ્રી કૃષ્ણે કાલારીપટ્ટનો પાયો નાખ્યો જે પછીથી બૌદ્ધધર્મનથી થી આધુનિક માર્શલઆર્ટમાં વિકસિત થઇ.
ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ભગવતગીતાના રૂપમાં આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી જે માનવતા માટે આશાનો ખુબજ મોટો સંદેશો હતો,છે અને કાયમ રહેશે.
(એક પબ્લિશ હિન્દી માહિતીના આધારે)
અનુવાદક-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, August 13, 2019

શુભ કામનાઓ.






                                     સ્વાતંત્ર દિવસ  તેમજ 


રક્ષા બંધનની હાર્દિક શુભેચ્છાઓ

Image result for raksha bandhan 2019 date



વાચક મિત્રો ,
સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઓગસ્ટ ની તેમજ ભાઈ બહેનના પવિત્ર દિવસ રક્ષાબંધન ની પ્રિય વાચક મિત્રોને તથા કુટુંબીજનોને "મોગરાના ફૂલ" બ્લોગ વતી હાર્દિક શુભ કામનાઓ.

-મહેન્દ્ર ભટ્ટ.

Thursday, August 1, 2019

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો ●●●●


ગુજરાત રાજ્યના પિશ્ચમ સમુદ્રના કિનારે આવેલા ચાર ધામોમાંથી એક ધામ અને ૭ પવિત્ર પુરીઓમાંની એક પુરી દ્વારકા છે , જ્યા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે ચાલો તેના રહસ્યોના ઇતિહાસ અંગે જાણીયે..

૧. પુરાણી કથાઓ પ્રમાણે મહારાજા રેવાતકના સમુદ્ર તટ પર કુશ પાથરીને યજ્ઞ કરવાને કારણે આ નગરીનું નામ પહેલા કુશસ્થલી હતું.

૨. હરિવંશ પુરાણના આધારે કુશસ્થલીના ઉઝડી ગયા પછી શ્રી કૃષ્ણના આદેશ થી મયાસુર અને  ઋષિ વિશ્વામિત્રે અહીં ભવ્ય નગરનું નિર્માણ કર્યું હતું જેનું નામ દ્વારિકા રાખવામાં આવ્યું હતું.

૩.કેટલાય દરવાજાનું શહેર હોવાથી દ્વારિકાને દ્વારાવતી,કુશસ્થલી,આનર્તક,ઓખા-મંડળ,ગોમતી દ્વારિકા,ચક્રતીર્થ,અંતરદ્વીપ,વારિદુર્ગ,અને ઉદધિમથ્યસ્થાન પણ કહેવાય છે.

૪. આ નગરમાં વિશાળકાય સભામંડપ હતો.સમુદ્રી વહેપાર માટે બંદરગાહ પણ હતું. કહેવાય છે કે શહેરમાં સોનુ,રજત અને રત્નો સાથે ૭,૦૦,૦૦૦ મહેલો હતા.તેના સિવાય કુદરતી ઉદ્યાન અને ઝરણાઓ પણ હતા.

૫. જૈન સૂત્રના 'અંતકૃતદશાંગ'માં ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તારનો ઉલ્લેખ છે.તથા તેનું કુબેર દ્વારા નિર્માણ બતાવવામાં આવ્યું છે.અને તેના વૈભવ અને સુંદરતાને કારણે તેની તુલના અલકા સાથે કરવામાં આવી છે.

૬. ઘણા પુરાણકારો માને છે કે શ્રી કૃષ્ણ ૧૮ સાથી અને કુળ સાથે દ્વારકા આવ્યા હતા. અહીં તેમણે ૩૬ વર્ષો સુધી રાજ કર્યું હતું.તેમના નિર્વાણ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો.

૭. એ પણ કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી અને દુર્વાશા ઋષિએ  યદુવંશના નાશ માટેનો શ્રાપ આપ્યો હતો તેના કારણે દ્વારિકા નાશ પામી હતી.

૮. એક માન્યતા  એ પણ છે કે આ નગર અરબી સમુદ્રમાં ૬ વાર ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા સાતમું શહેર અથવા નગર છે જેનું પુરાણી દ્વારકા પાસે ફરી નિર્માણ કરવામાં આવ્યું છે.

૯.વર્તમાન દ્વારિકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત છે.દ્વારકાધીશ મંદિરનું વર્તમાન સ્વરૂપ ૧૬મી સદીમાં નિર્માણ પામ્યું હતું.અહીં પહેલા કેટલાય મંદિરો હતા પણ મોગલોએ તેને તોડી નાખ્યા હતા.

૧૦. દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા વિરાજમાન છે.અહીં તેને 'રણછોડજી' પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે આ મંદિરની જગ્યા પહેલા અહીં નિજીમહેલ અને હરિગૃહ હતા.

૧૧. વર્તમાન દ્વારિકા બે છે,ગોમતી દ્વારિકા,બેટ દ્વારિકા.ગોમતી દ્વારિકા ધામ છે.અને બેટ દ્વારિકા પુરી છે બેટ દ્વારિકા માટે સમુદ્ર માર્ગે જવું પડે છે. 

૧૨.'ધ હિન્દૂ' ની એક રિપોર્ટ અનુસાર ૧૯૬૩ માં સહુથી પહેલા દ્વારકા નગરીની ઍસ્કવેશન ડેક્કન કોલેજ પુણે,ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યું હતું. તે વખતે ૩૦૦૦ હજાર વર્ષો પુરાણા વાસણો મળ્યા હતા.ત્યાર પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અંડરવોટર આર્કિયોલોજિ  વિંગને સમુદ્રમાં કેટલાક ત્રામ્બાના સિક્કાઓ અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચરો પણ મળ્યા હતા.ત્યાર પછી આખું નગર શોધી કઢાયું.

(એક પુબ્લીશ રિપોર્ટનો અનુવાદ.-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.)

Tuesday, July 16, 2019

ગુરુકૃપા હી કેવલમ


ગુરુકૃપા હી કેવલમ 



"ગુરુબ્રહ્મા ગુરૂવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:
ગુરુ:સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવેં નમઃ
ગુરુપૂર્ણિમાની આપ સહુ વાચક મિત્રો તેમજ કુટુંબીજનોને "મોગરાનાફૂલ બ્લોગ વતી" ખુબ ખુબ શુભ કામનાઓ.

Friday, July 12, 2019

શુભ કામનાઓ

  શુભ કામનાઓ 




દેવશયની પવિત્ર એકાદશી થી શરુ થતા પવિત્ર ચાતુર્માસની આપ સહુ વાચક  મિત્રોને મોગરાના ફૂલ બ્લોગ તરફથી ખુબ ખુબ શુભ કામનાઓ,પ્રભુ આપ તેમજ કુટુંબીજનોને ખુબ સુખ શાંતિ આપે એ જ અભ્યર્થના સાથે મહેન્દ્રભટ્ટના જય શ્રી કૃષ્ણ.



Thursday, July 4, 2019

૪ જુલાઈ ની હાર્દિક શુભેચ્છાઓ

Image result for 4th of july 2019

પ્રિય વાચક મિત્રો


૪  જુલાઈ ની આપ સહુ મિત્રોને મોગરાના ફૂલ બ્લોગ તરફથી હાર્દિક શુભેચ્છાઓ 

 મહેન્દ્ર ભટ્ટ.

Saturday, May 18, 2019

એક રાતની વાત

એક રાતની વાત 



રાકેશની નોકરીમાં બદલી થઇ અને તે વડોદરામાં, પોતાની પત્ની સાથે હવે તેને નવા સ્થાનમાં જવું પડશે,પોતાના પગારમાં જુના સ્થાનમાં સારું હતું,પત્ની સાથે ખુશ ખુશાલ જીવન, હવે વડોદરામાં કેવું હશે ! ,શહેર છે એટલે ખર્ચાનો પાર નહિ હોય,પણ નોકરીમાં બીજું શું કરી શકાય,નોકરી તો કરવી જ પડે,ચિંતાથી બદલાતા ચહેરાને જયાના આશ્વાસને થોડો શાંત કર્યો,પડશે તેવી દેવાશે તેમ કહી જયાએ તેનામાં કોઈ જોમ ભર્યું,ઘરમાં બે જણ પૂરતો સરસામાન હતો. તે વડોદરામાં રહેવાની વ્યવસ્થા કરવા જયા સાથે નીકળી પડ્યો.બહુ શોધને અંતે એક કમરો એક મહિનાની ડિપોઝિટ સાથે મળ્યો.ભાડું સસ્તું હતું, પણ વસ્તીમાં જયાને રુચિ નહોતી તેણે રાકેશને પોતાના મનની વાત કહી,રાકેશ પણ સંમત થયો કેમકે કેટલાક માણસોની નજર સારી ન હતી.તેણે બીજું કોઈ સ્થાન શોધવાનો વિચાર આવ્યો,પણ ડિપોઝિટના પૈસા આપી દીધા હતા એટલે મજબૂરીથી બંને નવા રૂમમાં પોતાના સરસામાન સાથે મુવ થયા,મકાન માલિકે એક પલંગ ત્યાં રહેવા દીધો હતો એટલે રાકેશને તેના ઉપર પાથરવા અને ઓઢવાની વ્યવસ્થા કરવી પડી,પછી તો ગમે તેમ મન મનાવી  રાકેશે નોકરીની શરૂઆત કરી,જયા ઘરકામ અને પુસ્તકો વાંચી સમય પસાર કરવા લાગી.
વસ્તીમાં દેખાતો ભય રોજનું થતા દેખાતો બંધ થયો.જયાને પણ શાકભાજી લેવા જવું પડતું એટલે ક્યાંક કોઈ હરકત થતી પણ તે અજાણ બની ત્યાંથી પસાર થઇ જતી ,એક દિવસ કોઈકે તેના ખભા પર હાથ મુક્યો,એટલે તે ગભરાઈ ગઈ કેમકે વસ્તીનું ચિત્ર તેના મન ઉપર ગભરાટના રૂપમાં સ્થાપિત થયેલું હતું,પાછળ ફરી જોયું તો એક સ્ત્રી હતી,જયારે તેની નજર મળી ત્યારે અવાજ આવ્યો,
"નવા રહેવા આવ્યા છો."
જયાનો શ્વાસ થંભ્યો અને તે બોલી ,
"હા,પણ તમે કોણ?"વાતમાં તમે શબ્દ આદરનું સ્થાન પ્રાપ્ત કરી,સારા માણસોની પ્રતીતિ થતી દેખાઈ.
"હું સરોજ ,તમારી પાડોશમાં રહું છું." જયાને કોઈ અજાણ આડેધ વયની સ્ત્રી સાથેની મુલાકાત કોઈ આશીર્વાદ માં બદલાતી દેખાઈ,કૈક સારું દેખાયું,અજાણતા હતી પણ તેના મનમાં આમંત્રણ આપવાની ઈચ્છા જાગી.પણ કહેતા તે રોકાઈ.
"મને ઘણા સરોજ માસી પણ કહે છે.એટલે તમે પણ કહી શકો"એટલે જયાએ સ્માઈલ આપ્યું અને કહ્યું,
"હું,જયા,મારા પતિની નવી બદલી થઇ એટલે અહીં મુવ થવું પડ્યું." અને જવાબ આવ્યો,
"હા,નોકરી તો કરવી જ પડે,પણ એક વસ્તુ કહેવા જેવી લાગે છે તમે સારા માણસો લાગો છો,એટલે કહું છું,કે તમારા રૂમમાં એક મહિનાથી વધુ કોઈ રહેતું નથી.તમને કોઈ તકલીફ ન હોય તો કઈ ચિંતાની જરૂર નથી,કે હું તેમ કહી તમને ડરાવતી પણ નથી."જયાની ખુશી હમણાં તો જવાન હતી,પણ શારદામાસીનું પાત્ર ચિનગારી ચાંપી આગ લગાડતું ગયું,તેના મનનું આમંત્રણ મનમાં રહી ગયું,પણ શાક લેવાનું બાકી હતું એટલે શારદામાંસીનું ઉપજેલું પાત્ર ફરી મળવાનો સંકેત કરી ત્યાંથી વિદાય થયું.શાક કયારે લેવાયું,પૈસા કેટલા આપ્યા તેની જયાને કૈજ ખબર ન હતી,હવે રાકેશને આ ખબર કહેવી પડશે,માંડ સેટ થયેલા ઘરમાં હવે ચિતાઓ ઘેરાવા મંડી,જયા ઘેર આવી બેસી પડી. 
વારે ઘડી મન પર ઘણ ઝીકાતા હતા,"અહીં કોઈ મહિનાથી વધુ ટક્યું નથી," અચાનક આવી પડેલા સરોજ માસીની વાતના જાણે પડઘા પડતા હતા, રાકેશ અને જયા આ વસ્તીના અનુભવ પછી માંડ સેટ થયા ત્યાં સરોજમાસી ક્યાંથી ટપક્યા,જયાને એક વિચાર તો એવો આવ્યો કે સીધા માણસોને આખી દુનિયા હેરાન કરે,તેમ તે પણ ડરાવતા હોય,રાકેશને વાત કરતા તે જરૂર દુઃખી થશે.અને તેનો સ્વભાવ તો મારાથી પણ નરમ,જયા નક્કી નહોતી કરી શકતી કે રાકેશને કહેવું કે ન કહેવું, પણ જો તેમનું કહેવું સાચું હોય અને ના કહે તો ,જરૂર કઈ અઘટિત થાય તે નક્કી હતું,સાચા માણસો માટે એવું બધું અચૂક બને.તેનો ચહેરો માયુશી પકડતો જતો હતો,રાકેશ બે કલાકમાં તો ઘેર આવી જશે.તેનું ભાન થતા તે ઉઠી અને રસોઈમાં મન લગાડ્યું,પણ સરોજમાસી,મન ઉપરથી જતા ન હતા,પાછા કેતા તા કે' કેમ કોઈ ટકતું નથી તેની તેમને ખબર નથી',હવે દીવાસળી ચાંપીને તે તો જતા રહ્યા,પછી શું, ચિનગારી આગ ન પકડે !,તેણે નિર્ણય કરી લીધો તે આ વાત રાકેશને જરૂર કહેશે.રસોઈ થયા પછી પાછી તેણે ચાખી એટલે,આ બધી માથાકૂટમાં કઈ ભુલાઈ ગયું હોય તો સુધારી લેવાય.પણ બધું બરાબર હતું.રાકેશ આવે ત્યાં સુધીમાં તેનું મન વિચારોથી કશોકશ ભરાઈને પડ્યું હતું. અને તે ઘડી પણ આવી ગઈ,રાકેશ આવ્યો પણ તે પણ થોડો નિરાશ દેખાયો,એટલે જયાએ પોતાની વાત કહેતા પહેલા રાકેશને સમજવા સ્મિત કરી પાણી આપતા પૂછ્યું, "રાકેશ બધું બરાબર તો છેને ?" "એમ તો બધું બરાબર છે પણ ખબર નહિ નવા આવેલાને કેવી રીતે ટ્રીટ કરવા તે બધા ભૂલી ગયા છે,એટીટ્યૂડની ખામી છે."અને તેણે પાણી પીધું,તે એક સારી પોસ્ટ ઉપર હતો.છતાં ઉદાસ હતો એટલે જયાને થયું કે નક્કી કૈક ખોટું થઇ રહ્યું છે,તે જયારે ભણતી હતી ત્યારે સહેલીઓ સાથે,જાત જાતની વાતો કરતી તેમાં આવતા વિષયોમાં એક વિષય આજના સમયમાં પણ લોકો ભૂત પ્રેત ને વાસ્તુ શાસ્ત્રની વાતો કરતા ત્યારે તે તેનો વિરોધ કરતી,પણ ખબર નહિ આજે સરોજ માસીની વાતથી તેનું મન તે ભયાનક વિચાર તરફ પણ દોરાઈ જતું હતું.આ બધું બદલી થયા પછી થઇ રહ્યું હતું,વડોદરા શહેરમાં રહેતા આવા બધા વિચારોને ક્યાં સ્થાન આપવું પણ તે વિચારી રહી હતી,શા માટે,તે સારું ભણેલી સુંદર યુવતી અને પત્ની હતી, રાકેશ પણ ચિંતિત હતો,હવે સમાધાન તો બે વચ્ચે જ થાય અને ચિંતા જાય, પણ તે તેટલું સરળ ન હતું.આવા વિચારો જયારે ઉપજે ત્યારે એવી મજબૂતાઈ પકડે કે ભલભલા હારી જાય.એ બધું તો પછી પણ રાકેશ શાંત ન થાય ત્યાં સુધી સરોજમાસીની વાત પણ કેવી રીતે કહી શકાય.
જયારે રાકેશ શાંત થયો ત્યારે તે બોલ્યો,
"જયા,કાલે મારી સાથે કામ કરે તે વિનુભાઈના છોકરાની બર્થડે માટે આમંત્રણ છે,અને કહ્યું છે કે રાતે મોડે સુધી ચાલશે એટલે બીજે દિવસે રજા હોય ત્યાં રાત રોકાઈ જવાનું કહ્યું છે.તો..."  રાકેશને ચિંતા મુક્ત થવા માટે જયાએ પણ કહી દીધું,
"તમને વાંધો ન હોય તો મને શું વાંધો?"અને ખુશીની એક લહેર વચ્ચે જવાનો નિર્ણય લેવાયો.જયારે ખાવા બેઠા ત્યારે જયાએ સરોજ માસીની  વાત કરી ફરી રાકેશ ચિંતિત થયો.પણ તે એ વાતથી એટલો ગંભીર ન હતો,એટલે એવું કઈ હશે તો ઘર બદલી કાઢીશું એવું કહી જયાને શાંત કરતા વાત ટૂંકાવી,ચારેક દિવસોમાં એવું કઈ દેખાયું ન હતું એટલે ચિતાઓને પડતી મૂકી બીજે દિવસે બર્થડે પાર્ટીમાં ગયા,ત્યાં રાત રોકાયા,સારા સ્વભાવના મિત્રના કુટુંબ સાથે ખુબ ખુશી બટોરી,બીજે દિવસે ઘેર આવ્યા.

અને જયાએ બારણે  મારેલું તાળું ખોલ્યું. તો આખા રૂમમાં બધું વેર વિખેર પડ્યું હતું,,લોખંડના પલંગની  આજુ બાજુ બુકો વેરવિખેર પડી હતી,અને દ્રશ્ય હોરર હતું બારણે તો તાળું હતું,,રૂમમાં બીજેથી ક્યાંય આવી શકાય તેવું ન હતું.રાકેશને જયા વળગી પડી રાકેશે તેને માંડ શાંત કરી,પછી બંને બધું સરખું કરવા લાગ્યા,પણ રાકેશે મકાન માલિકને બોલાવ્યો,તેને પણ કઈ ખબર ન પડી,એટલે રાકેશે પોલિસ ને ખબર કરવાનું કહ્યું.પણ જયાએ તેને રોક્યો,તે ગભરાઈ ગઈ હતી,એટલે વધુ માથાકૂટમાં ન પડતા મકાન  માલિકની સાથે વાત કરી તેમણે ત્યાંથી મુવ થવાનું નક્કી કર્યું,તેમના મિત્ર વિનુભાઈની મદદથી બીજું મકાન મળી ગયું,મકાન માલિક નિરાશ થયો પણ તે સાચો હતો કેમકે તેણે રાકેશને ડિપોઝીટ પાછી આપી દીધી,રાકેશે અડધા પૈસા લઇ ,કેમ થયું કોણે કર્યું,,તે બધા વિચારોને ત્યાંજ દફનાવી હોરર અનુભવ સાથે વિદાય લીધી,


-મહેન્દ્ર ભટ્ટ

Wednesday, May 8, 2019

સંત વાણી


સંત વાણી 


એક ચોર તેના વિસ્તારમાં ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો,રજવાડું હતું એટલે પકડાઈ જતા મોટી સજાનો સતત ભય તેના માથે રહેતો પણ ખરાબ આદતમાં પણ તે ગમે તે રીતે સજાથી બચી જતો તેને એક છોકરો હતો અને ચોરનો છોકરો ચોર તેમ બાપે તેને પણ ચોરીનો જોખમ વાળો ધંધો શીખવાડવા મંડ્યો તે શીખી ગયો,પણ તેના બાપાએ એક સલાહ આપી ને કહ્યું,
"બેટા,સંતો જ્યાં પ્રવચન કરતા હોય ત્યાં સાંભળવું નહિ અને કાનમાં આંગણી નાખી નીકળી જવું"
તેણે પોતાના પિતાની સલાહનું બરાબર પાલન કરવા માંડ્યું ,તે એક મહાન ચોર બની ગયો પણ એક વખત તેને પોતાની આવડતને રાજાના મહેલમાં અજમાવવાનો વિચાર આવ્યો અને તે ચાલી નીકળ્યો,,પોતે અનુભવી હતો એટલે જતો હતો અને રસ્તામાં એક ઝાડ નીચે કેલાક લોકોના સમુદાયને એક સંત ઉપદેશ આપી રહ્યા હતા ,એટલે બાપાની સલાહને યાદ કરી તેણે બંને કાનોમાં આંગળી નાખી દીધી અને જેથી તેને કઈ સંભળાયું નહિ,પણ ચોરની આદત પ્રમાણે તે વારે ઘડી લોકોની નજરોથી બચવા પ્રયત્ન કરતો  અને તેમ કરતા ભૂલથી તેને એક પથ્થરની ઠેસ વાગી અને તે પડી ગયો અને તેના કાનમાંથી આંગળી નીકળી ગઈ,તેથી સંતના ઉપદેશના કેટલાક શબ્દો તેના કાને અથડાયા સંત કહેતા હતા,ખોટું બોલવું નહીં,અને જેનું ખાવું તેનું ક્યારેય ખોદવું નહિ,તે ત્યાંથી ભાગ્યો પણ બાપાની સલાહની અવગણના થઇ, થોડે દુરજ રાજાનો મહેલ હતો,તે તેની નજીક પહોંચી ગયો પણ સંતવાણી ની અસર એવી થઇ કે તે ખોટું બોલી ન શક્યો અને સીધો દરવાજે પહોંચ્યો, દરવાને રોક્યો અને પૂછ્યું ક્યાં જાય છે તો તેણે કહી દીધું કે હું ચોર છું ને ચોરી કરવા આવ્યો છું ખબર નહિ પણ પેલા દરવાને તેને રોક્યો નહિ અને જવા દીધો.મહેલમાં ખજાના પાસે તે સહેલાઈથી પહોંચી ગયો અને હીરા માણેકથી ઝળહરતા ખજાનામાંથી તેને અમૂલ્ય રત્નોની ચોરી કરી પોટલું બાંધ્યું પણ પાછા જતા તે જતો હતો અને તેની નજર રસોડા તરફ પડી એટલે દરબારી ભોજન માટે તેની ભૂખ જાગી અને તેણે પેટ ભરી ખાધું,અને પછી પાણી પીને પોટલું પાછું ખભે નાખ્યું અને જતો હતો ત્યાં ફરીથી સંતવાણીનો પ્રભાવ જાગ્યો જેમાં સંતનો સંદેશો જેનું ખાવું તેનું ખોદવું નહિ,તેની અસરે રાજાનું ભોજન આરોગ્યું તો હવે રાજાનું  નુકશાન પણ ન થાય એટલે તેણે પોટલું ત્યાંજ રહેવા દીધું અને ખાલી હાથે નીકળી પડ્યો ફરી દરવાને રોક્યો અને પૂછ્યું ચોરી કરી તો જવાબ આપે તે પહેલા રસોડામાંથી રસોયા ચોર ચોર ની બૂમો પાડતા તેની પાછળ આવ્યા અને દરવાને તેને પકડી રાજાના દરબારમાં  હાજર કર્યો હવે તેને ખબર પડી કે રાજા મોટી સજા કરશે પણ સંતવાણીના પ્રભાવે તેનો પીછો ન મુક્યો અને તેથી રાજાએ પૂછ્યું તો તેણે સાચે સાચી વાત બતાવી રાજા સામે નજર ઝુકાવી ઉભો રહ્યો પણ સત્યનો વિજય થયો રાજાએ પ્રભાવિત થઇ તેને દરબારમાં નોકરી આપી તે મનોમન સંતનો ઉપકાર માનતો ખુબ ખુશ થયો,તેના પિતા ચાર દિવસે તે પાછો ન આવ્યો એટલે સમજી ગયા કે રાજાના દરબારમાં ચોરી કરવાનું તેને મોંઘુ પડી ગયું અને પોતે છોકરો ગુમાવ્યાનો અફસોસ કરવા લાગ્યા પણ બીજે દિવસે તે સુંદર કપડાં પહેરી પિતા પાસે આવ્યો ત્યારે પિતા ખુબ ખુશ થયો અને સમજ્યો કે છોકરો ચોરીના ધંધામાં પારંગત થઇ ગયો પણ જયારે છોકરાએ તેમને સાચી હકીકત જણાવી ત્યારે તેને પણ સંતવાણી ની અસર થઇ અને ચોરીનો ધંધો આખા કુટુંબમાંથી જતો રહ્યો,અને કુટુંબ સંતવાણીના પ્રભાવે સુખી થઇ ગયું

જય શ્રી કૃષ્ણ.

.રજુઆત મહેન્દ્ર ભટ્ટ 


Monday, April 8, 2019

ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ


 ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ 









પ્રિય વાચક મિત્રો
મોગરાના ફૂલ તરફથી આપ સહુને કુટુંબ સહીત ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ માતાજી સહુ ઉપર અવિરત કૃપા કરે તેવી મનોકામના સાથે


મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Monday, March 18, 2019

હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ

.


હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ 

Image result for holika dahanવાચક મિત્રો,
હોળી તેમજ ધુળેટીની આપ સહુ તેમજ આપના કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી  ખુબ ખુબ શુભકામનાઓ


પુરાણી માન્યતાઓ મુજબ ફાગણ માસની સુદ આથમ હોળાષ્ટકની શરૂઆત છે.આ તિથિ થી પૂનમ સુધી આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે.હોળાષ્ટક ભક્તિની શક્તિનો પ્રભાવ બતાવે છે.ભગવાન વિષ્ણુએ દુરાચારી હિરણકશ્યપુનો ઉદ્ધાર કરવા તેમનો એક અંશ તેની પત્ની કયાધૂને ગર્ભમાં સ્થાપિત કરી પ્રહલાદના રૂપમાં લાવી ભક્તિનો મહિમા વધાર્યો જે તેના પિતા સહન કરી ન શક્યો અને પ્રહલાદને ભક્તિથી દૂર કરવા શુક્લ પક્ષની અષ્ટમીથી તેને બંદી બનાવી  અનેક રીતે મૃત્યુ દંડ આપ્યો પણ બધાથી ઉપર પ્રહલાદ ભક્તિને વળગી રહ્યો.તેનો બચાવ થયો એવી રીતે સાત દિવસો પસાર થઇ ગયા.અને હિરણકશ્યપુ હેરાન થઇ ગયો આથમે દિવસે
તેની બહેન હોલિકા જેને બ્રહ્માજીનું અગ્નિથી નહિ બળવાનું વરદાન હતું તે પ્રહલાદને જલતી જ્વાળાઓમાં પોતાના ખોળામા લઈને બેઠી પણ તે સળગી ગઈ અને પ્રહલાદનો બચાવ થઇ ગયો.
ત્યારથી ભક્તિ ઉપરના આ આઠ દિવસો અત્યાચારના રૂપમાં હોળાષ્ટક તરીકે મનાવાય છે.આ દિવસોમાં શુભ કામ થતા નથી.સુદ આથમે હોલિકાદહન માટેનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને પૂનમને દિવસે સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં પૂજા કરીને હોલિકા દહન કરવામાં આવે છે.

જય શ્રી કૃષ્ણ
મહેન્દ્ર ભટ્ટ.

Thursday, March 14, 2019

શિવપુરાણ

શિવપુરાણ

શિવનો અર્થ છે કલ્યાણ,શિવજીના માહાત્મ્યની આસપાસ આ પુરાણ શિવમહાપુરાણના નામે પ્રસિદ્ધ છે.ભગવાન શિવ પાપોથી મુક્ત કરનાર દેવ છે તે એટલા સરળ છે કે જલ્દી પ્રસન્ન થઇ જાય છે.માટે તેમનું એક નામ ભોળાનાથ પડ્યું છે.તેઓ મનવાંછિત ફળ આપનારા દેવ છે.૧૮ પુરાણોમાં ક્યાંક શિવ પુરાણ કે ક્યાંક વાયુપુરાણનું વર્ણન આવે છે.શિવપુરાણનો સબંધ શૈવ સાથે છે.આ પુરાણમાં મુખ્યત્વે શિવભક્તિ અને શિવમહિમાની આસપાસ વર્ણન થયું છે.બધા પુરાણોમાં શિવને ત્યાગ,તપસ્યા,વાત્સલ્ય અને કરુણાની મૂર્તિ બતાવવામાં આવ્યા છે.શિવ જલ્દી પ્રસન્ન થતા દેવ તરીકે વર્ણવામાં આવ્યાછે.પરંતુ શિવ પુરાણમાં તેમનું જીવનચરિત્રનું વર્ણન કરતા,રહેણીકરણી,વિવાહ અને પુત્રોના જન્મનું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું છે.

શિવ મહિમા

ભગવાન શિવ ત્રિદેવોમાં લોકોપ્કારી,અને સદા હિત કરનારા દેવ માનવામાં આવ્યા છે.તેઓને સંહારના દેવ પણ કહેવામાં આવ્યા છે.બીજા દેવોની તુલનામાં શિવને ખુબ સરળ દેવ માનવામાં આવ્યા છે.બીજા દેવોની માફક તેમને મનાવવા સુગંધિત પુષ્પમાળા,કે મીઠાઈ ની જરૂર પડતી નથી.તે તો,ચોખ્ખું પાણી,બીલીપત્ર કાંટાવાળા ન ખાઈ શકાય તેવા ફળો અને ધંતુરાનાં ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે.તેમને સુંદર વેશભૂષા કે અલંકારોની જરૂર નથી તે તો  ઓઘડ બાબા છે.
ગળામાં સાપ અને રુદ્રાક્ષની માલા વાળા,જટાઝૂંટ ચિતાની ભસ્મ શરીર પર લગાવી ફક્ત વાઘનું ચામડું,પહેરી ત્રિશુલ પકડી,પોતાની પગચંપીથી ડમરુના કર્ણભેદી અવાજથી સંસારને નચાવ્યા કરે છે તેથી તેમને નટરાજની ઉપમા આપવામાં આવી છે.તેમના પહેરવેશથી જીવન અને મૃત્યુનો બોધ મળે છે.માથા ઉપર ગંગા અને ચંદ્ર, જીવન અથવા કલાનું તેજ વધારે છે.શરીર ઉપર લગાવેલી ભસ્મ મૃત્યુનું પ્રતીક છે.ગંગાની ધારની માફક ચાલતું જીવન .છેલ્લે મૃત્યુના સાગરમાં ખોવાઈ જાય છે.રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે જેમને 'અશિવવેશધારી'અને 'નાનાવાહન નાનાભેષ'વાળા ગણોના અધિપતિ કહ્યા છે.તે શિવ ફક્ત આડંબર વગરના બધાને ગમે તેવો વેશ ધારણ કરે છે.તેઓ નીલકંઠ કહેવાય છે.કેમકે સમુદ્રમંથન સમયે દેવો તથા અસુરો બહુકીમતી રત્નોને હસ્તગત કરવાની મારામારી કરતા હતા ત્યારે કાલકૂટ ઝહેર નીકળ્યું ત્યારે કોઈ ગ્રહણ કરવા તૈયાર ન થયા અને પાછા પડી ગયા ત્યારે શિવજીએ એ મહાવિનાશક ઝહેરને ગળામાં ગ્રહણ કરી લીધું અને તેમનો કંઠ નીલો થઇ ગયો તેથી  તેઓ નીલકંઠ કહેવાયા. 

એવા અપરિગ્રહી અને પરોપકારી શિવનું ચરિત્રને વર્ણવવા જ આ પુરાણની રચના કરવામાં આવી છે.તે સંપૂર્ણ ભક્તિગ્રંથ છે.આ પુરાણમાં કળિયુગના પાપોથી પીડાતા વ્યક્તિને મુક્તિ માટે શિવજીની આરાધના નો માર્ગ બતાવવામાં આવ્યો છે.મનુષ્યે નિષ્કામભાવથી બધા કર્મો શિવને અર્પણ કરી દેવા જોઈએ.વેદો અને ઉપનિષદોમાં 'પ્રણવ ૐ 'ને મુક્તિનો આધાર બતાવવામાં આવ્યો છે.પ્રણવ મંત્રની સાથેસાથે 'ગાયત્રીમંત્ર' જાપને પણ શાંતિ અને મોક્ષકારક કહ્યો છે.

કથા

ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નાગશૈયા પર શયન કરતા હતા ત્યારે તેમની નાભિમાંથી એક સુંદર કમળ પ્રગટ થયું,તેના ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું.માયાના વશથી તેમની ઉત્તપત્તિનું કારણ તેઓ સમજી ન શક્યા ચારેબાજુ ફક્ત પાણી દેખાતું હતું.ત્યારે એક આકાશવાણી થઇ ,"તપસ્યા કરો" તે અનુસાર બ્રહ્માજીએ બાર વર્ષની કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન વિષ્ણુએ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઇ બ્રહ્માને કહ્યું મેં તમારી સત્વ ગુણ થી ઉત્પત્તિ કરી છે.પણ માયાના વશમાં ભગવાનને સમજ્યા વગર બ્રહ્માજી તેમની સાથે યુદ્ધ કરવા મંડયા.
ત્યારે બંનેના વિવાદને શાંત કરવા એક જ્યોતિર્લિંગ પ્રગટ થયું.બંને નવાઈ પામી જ્યોતિર્લિંગને જોવા લાગ્યા.આ જ્યોતિર્લિંગના સ્વરૂપને સમજવા બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરી ઉપર તરફ અને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી નીચે તરફ પ્રયાણ કર્યું પણ બંનેને  તેના આદિ અને અંતનો પત્તો ન લાગ્યો.
એવી રીતે ૧૦૦ વર્ષો પસાર થઇ ગયા.તે દરમ્યાન જ્યોતિર્લિંગમાંથી એક ૐકાર નામનો ધ્વનિ સંભળાયો.અને એક પાંચ મુખોવાળી મૂર્તિ દેખાઈ તે ભગવાન શિવ હતા.બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રણામ કર્યા ત્યારે શિવજીએ કહ્યું કે,
"તમે બંને મારા અંશથી ઉત્ત્પન્ન થયા છો."
અને પછી તેમણે બ્રહ્માજીને દુનિયાનું સર્જન અને ભગવાન વિષ્ણુને દુનિયાનું પાલન કરવાની જવાબદારી સોંપી.શિવ પુરાણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. તેમાં તારકાસુરવધ,મદનદાહ,પાર્વતીની તપષ્યા,

શિવ પાર્વતી વિવાહ,કાર્તિકેયનો જન્મ,ત્રિપુરનો વધ,શિવ પુંજમાં કેતકીના ફૂલોનો નિષેધ,રાવણની શિવ ભક્તિ વગેરે પ્રસંગોનું વર્ણન છે.

શિવપુરાણોમાં બાર સંહિતાઓ છે.
૧.વિઘ્નેશ્વર સંહિતા ૨ રુદ્ર સંહિતા ૩.વૈનાયક સંહિતા ૪.ભૌમ સંહિતા ૫. માત્ર સંહિતા ૬.રુદ્ર એકાદશ સંહિતા ૭.કૈલાસ સંહિતા ૮. શત રુદ્ર સંહિતા.૯.કોટી રુદ્ર સંહિતા ૧૦.સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા ૧૧.વાયવીય સંહિતા ૧૨. ધર્મ સંહિતા.


આ સંહિતાઓનું શ્રવણ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.મનુષ્યોએ ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય સાથે ખુબ આદર સાથે તેનું શ્રવણ કરવું જોઈએ.બાર સંહિતાઓ સાથે આ શિવપુરાણ પરબ્રહ્મ ભગવાન શિવ સમાન વિરાજમાન છે અને ખુબજ ઊંચી ગતિ  આપનારું છે.

વિઘ્નેશ્વર સંહિતા:

આ સંહિતામાં શિવરાત્રી વ્રત,પંચકૃત્ય,ૐકારનું મહત્વ,શિવલિંગ પૂંજા અને દાન ઉપર કહેવામાં આવ્યું છે.શિવની ભસ્મ અને અને રુદ્રાક્ષનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે.રુદ્રાક્ષ જેટલો નાનો હોય તેટલું તેનું ફળ વધુ મળે છે.ખંડિત રુદ્રાક્ષ,જંતુ દ્વારા  નુકશાની રુદ્રાક્ષ અને ગોળ ન હોય તેવા રુદ્રાક્ષ ક્યારેય પહેરવા ન જોઈએ જે રુદ્રાક્ષમાં કુદરતી કાણું હોય તે સર્વોત્તમ રુદ્રાક્ષ હોય છે.
બધીજ જાતિના લોકોએ સવારે પ્રાતઃકાળમાં ઉઠીને સૂર્ય તરફ મુખ રાખી દેવો અથવા શિવજીનું ધ્યાન કરવું જોઈએ.જે ધનની આવક થાય તે આવકમાંથી,એક ભાગ વૃદ્ધિમાં,એક ભાગ ઉપભોગમાં તથા એક ભાગ ધર્મ કર્મમાં ખર્ચવો જોઈએ.એ સિવાય ક્રોધ ક્યારેય કરવો ન જોઈએ અને ક્રોધિત થવાય તેવી વાણી ક્યારેય બોલવી ન જોઈએ.

રુદ્ર સંહિતા:

રુદ્ર સંહિતામાં શિવજીનું જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમાં નારદ મોહની વાત,સતીનો દક્ષના યજ્ઞમાં દેહ ત્યાગ,પાર્વતી વિવાહ,મદન દહન,કાર્તિકેય અને ગણેશ પૂત્રો ના જન્મ, પાર્વતીપરિક્રમાની કથા,શંખચૂડ સાથે યુદ્ધ,અને તેના સંહારની કથાનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શિવપૂજન પ્રસંગમાં કહ્યું છે કે દૂધ,દહીં,મધ,ઘી અને સાકરના પંચામૃતથી નવડાવી ચંપો,
પાટલ,કરણ,કમળ અને મલ્લિકાનાં ફૂલો ચઢાવવા,પછી ધૂપ,દીવો,નૈવેદ અને અક્ષત ચઢાવવા તેનાથી શિવજી પ્રસન્ન થઇ જાય છે.
આ સંહિતામાં દુનિયાની ઉત્તપત્તિનું આદિકારણ શિવજીને માનવામાં આવ્યા છે શિવજી થી આદ્ય શક્તિ "માયા" નો આવિર્ભાવ થાય છે અને શિવજીથી બ્રહ્મા અને વિષ્ણુનું સર્જન બતાવાયું છે.

શતરુદ્ર સંહિતા:

આ સંહિતામાં શિવજીના બીજા ચરિત્રો,હનુમાન,શ્વેતમુખ અને ઋષભદેવનું વર્ણન છે.તેને શિવજીનો અવતાર કહેવામાં આવ્યો છે.શિવજીની આઠ મૂર્તિઓ પણ બતાવવામાં આવી છે.તે આઠ મૂર્તિઓમાં 
ધરતી,પાણી,અગ્નિ,પવન,અંતરિક્ષ,ક્ષેત્રજ,સૂર્ય અને ચંદ્ર અધિષ્ઠિત છે.આ સંહિતામાં શિવજીનું 
"અર્ધનારીશ્વર" રૂપ ધારણ કરવાની કથા કહેવામાં આવી છે.આ સ્વરૂપ શ્રુષ્ટિના વિકાસમાં 'મૈથુની ક્રિયા' ના યોગદાન  માટે ધારણ કર્યું હતું.
શિવપુરાણની 'શતરુદ્ર સંહિતાના'ના બીજા અધ્યાયમાં ભગવાન શિવજીને 'અષ્ટમૂર્તિ' કહી તેમના આઠ રૂપો શર્વ,ભાવ,રુદ્ર,ઉગ્ર,ભીમ,પશુપતિ,ઈશાન,અને મહાદેવનું વર્ણન છે.શિવજીની આ આઠ મૂર્તિઓ થી પંચમહાભૂત તત્વ,ઈશાન(સૂર્ય),મહાદેવ(ચંદ્ર),ક્ષેત્રજ્ઞ(જીવ) અધિષ્ઠિત છે.સચરાચર વિશ્વને ધારણ કરવું (ભાવ),વિશ્વની અંદર બહાર રહી વર્તમાનમાં સ્પંદિત થવું(ઉગ્ર)આકાશાત્મક રૂપ(ભીમ),બધાજ વિસ્તારના જીવોના પાપનાશક(પશુપતિ),જગતને પ્રકાશ આપનાર સૂર્ય (ઈશાન ), ત્રિલોકમાં ભ્રમણ   કરીને બધાને આશીર્વાદ આપવાનું (મહાદેવ) રૂપ છે.

કોટિરુદ્ર સંહિતા:

કોટિરુદ્ર સંહિતામાં શિવજીના બાર જ્યોતિર્લિંગોનું વર્ણન છે.તે જ્યોતિર્લિંગો ક્રમમાં:સૌરાષ્ટ્રમાં સોમનાથ,શ્રીશૈલમાં મલ્લિકાર્જુન,ઉજ્જૈનમાં મહાકાલેશ્વર,ૐકારમાં અમલેશ્વર,હિમાલયમાં કેદારનાથ,ડાકિનીમાં ભીમેશ્વર,કાશીમાં વિશ્વનાથ,ગોમતી કિનારે ત્રયંબકેશ્વર,ચિતાભૂમિમાં વૈદયનાથ,સેતુબંધમાં રામેશ્વર,દારુકવનમાં નાગેશ્વર અને શિવાલયમાં ગુશ્વેશ્વર છે.આ સંહિતામાં વિષ્ણુ દ્વારા શિવના સહસ્ત્ર નામનું વર્ણન પણ છે.
સાથે શિવરાત્રી વ્રતના માહાત્મ્ય સંબધે વાઘ અને સત્યવાદી મૃગ  પરિવારની કથા પણ છે.ભગવાન 'કેદારેશ્વર જ્યોતિર્લિંગ' ના દર્શન કર્યા પછી બદ્રીનાથમાં ભગવાન ર-નારાયણના દર્શન કરવાથી મનુષ્યોના પાપનો નાશ થાય છે અને તેઓને જીવનમુક્તિ પણ મળી જાય છે. 
આ આશયના મહિમાને શિવપુરાણના કોટિરુદ્ધ સંહિતામાં બતાવવામાં આવ્યો છે.
આ સંહિતામાં ભગવાન શિવ માટે તપ,જ્ઞાન અને દાનનું મહત્વ પણ સમજાવ્યું છે.જો નિષ્કામ કર્મથી તપ કરવામાં આવે તો તેની મહિમા જાતે જ પ્રકટી ઉઠે છે.અજ્ઞાનના નાશથી સિદ્ધિ મળે છે.'શિવપુરાણ' ના અધ્યયનથી અજ્ઞાનનો નાશ થાય છે.આ સંહિતામાં જુદા જુદા પ્રકારના પાપો નો ઉલ્લેખ કરતા બતાવાયું છે કે કયું પાપ કરવાથી કયું નર્ક મળે છે.પાપ થઇ જાય તો તેના પ્રાયશ્ચિત્ત માટે ઉપાય વગેરે પણ બતાવાયા છે.

ઉમા સંહિતા:

ઉમા સંહિતામાં માતા પાર્વતીનું અદભુત ચારિત્ર તથા તેના સબંધે અદભુત લીલાઓ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કે પાર્વતી, ભગવાન શિવજીના અડધા ભાગથી પ્રગટ થયા છે અને ભગવાન શિવજીનું આંશિક સ્વરૂપ છે.માટે આ સંહિતામાં ઉમા મહિમાનું વર્ણન કરીને અપ્રત્યક્ષ રૂપથી ભગવાન શિવજીના 'અર્ધનારીશ્વર' શરીરનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે.

કૈલાસ  સંહિતા:



કૈલાસ સંહિતામાં ૐકારના મહત્વનું વર્ણન છે.તેના સિવાય યોગનો વિસ્તારથી ઉલ્લેખ છે.તેમાં વિધિ પૂર્વક શિવોપાસના,નંદી શ્રાદ્ધ અને બ્રહ્મયજ્ઞાદિ ની વિવેચન પણ  કર્યું  છે.ગાયત્રીજપનુ મહત્વ અને વેદોના બાવીસ મહાવાક્યોનો અર્થ પણ સમજાવ્યો છે.


વાયુ સંહિતા:
આ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગમાં પાશુપત વિજ્ઞાન,મોક્ષ માટે શિવનું જ્ઞાન હોવું જરૂરી,હવન ,યોગ અને શિવ ધ્યાનનું મહત્વ સમજાવ્યું છે.શિવ જ સચરાચર જગતના એકમાત્ર દેવ છે.શિવજીના નિર્ગુણ અને સગુણ રૂપની રજુઆત કરતા કહેવામાં આવ્યું છે શિવ  એકજ છે જે બધાજ પ્રાણીઓ ઉપર દયા કરે છે.તે કાર્ય માટે જ તે સગુણ રૂપ ધારણ કરે છે.જેવી રીતે અગ્નિ તત્વ અને જળ તત્વ ને કોઈ ખાસ રૂપ માં રાખી લાવવામાં આવે છે તેમ શિવજી પોતાનું કલ્યાણકારી સ્વરૂપ સાકાર મૂર્તિના રૂપમાં પ્રગટ કરીને દુઃખી માણસ સામે આવે છે શિવજીના મહિમાનું ગીત જ આ પુરાણનો પ્રતિપાદય વિષય છે.

શિવપુરાણ સાંભળવાનું ફળ

શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કોઈપણ શ્રદ્ધા રાખીને શિવપુરાણ કથા સાંભળે છે તે જન્મ મરણના બંધન થી મુક્ત થઇ જાય છે અને ભગવાન શંકરના પરમ ધામમાં જાય છે.બીજા દેવતાઓની તુલનામાં ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને થોડી પૂજાનું ખૂબ જ મોટું ફળ આપી દે છે.એકવાર ભસ્માસુરે ભગવાન શંકરની તપસ્યા કરીને ઇચ્છિત ફળ માગ્યું કે હું જેના માથે હાથ મુકું તે ભષ્મ થઇ જાય,ભગવાન શંકર એટલા ભલા ભોળા કે કંઈપણ સમજ્યા વિચાર્યા વગર તથાસ્તુઃ કહી દીધું.

ભષ્માસૂરે વિચાર્યું કે પહેલા શંકરજીને જ ભષ્મ કરી જોઉં,અને તે ભગવાન શંકરની પાછળ દોડ્યો.ભગવાન શંકર દોડતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા.તો વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી ભસ્માસૂરનો હાથ તેનાજ માથા ઉપર મુકાવી ભગવાન શિવજીની રક્ષા કરી.
 એટલે ભગવાન શંકરની થોડીક પૂજા કરો તો તો તે પ્રસન્ન થઇ  ખુબજ મોટું ફળ આપી દે છે.જે શિવપુરાણની કથા સાંભળે છે તેને કપિલ ગાયદાન જેટલું ફળ મળે છે.પુત્રહીનને પુત્ર,મોક્ષાર્થીને મોક્ષ,પ્રાપ્ત થાય છે અને તેના કોટિ જન્મોનાં પાપ નાશ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.માટે શિવપુરાણની કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ.

જે કાયમ અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા કાયમ માત્ર તેના પાઠ પ્રેમપૂર્વક કરે છે તે પુણ્ય આત્મા છે.એમાં કોઈ સંશય નથી.જે બુદ્ધિશાળી પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે તેના ઉપર ખુબજ પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર પોતાનું ધામ પ્રદાન કરે છે.જે રોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે સંસારના બધાજ ભોગો ભોગવી અંતમાં ભગવાન શિવજીના ધામમાં જાય છે.જે રોજ આળસ વગર રેશમી વસ્ત્રો પહેરી શિવપુરાણનો સત્કાર કરે છે તે કાયમ સુખી રહે છે.

આ શિવપુરાણ નિર્મળ અને  ભગવાન શિવજીનું સર્વશ્વ છે જે આલોક અથવા પરલોકમાં સુખ મેળવવા માંગતા હોય તેણે આદર સાથે પ્રયત્નપૂર્વક તેનું સેવન કરવું જોઈએ.આ નિર્મળ અથવા ઉત્તમ શિવપુરાણ ધર્મ,અર્થ,કામ અને  મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે.માટે કાયમ પ્રેમપૂર્વક તેનો વિશેષ પાથ અને શ્રવણ કરવું જોઈએ.

શિવપુરાણ પુંજા વિધિ 

પૂજાના દિવસે સવારે સ્નાન વગેરે નિત્ય કર્મોથી પરવારી ત્યાર પછી પૂજાના સ્થળ ઉપર ભગવાન શીવ, માતા પાર્વતી અને નંદીને પવિત્ર જળ ચઢાવો.શિવલિંગ ઉપર માટીના વાસણમાં પવિત્ર જળ ભરીને બીલી પાત્ર,આકડાના અથવા ધંતુરાનાં ફૂલ,ચંદન અને અક્ષત સાથે ચઢાવો.જો નજીકમાં કોઈ શિવાલય ન હોય તો ભીની માટીમાંથી શિવલિંગ બનાવી તેની પુંજા પણ કરી શકાય છે.મહાશિવરાત્રીએ વ્રતની સાથે જાગરણ કરવું જોઈએ અને શિવપુરાણના પાથ સાંભળવા જોઈએ. બીજે દિવસે સવારે જવ,તલ,

ખીર અને બીલીપત્ર સાથે હવન કરી વ્રતની સમાપ્તિ કરવી જોઈએ.

શિવપુરાણ પૂજા વખતે આ વાતોનું પણ ધ્યાન રાખો.

જે પણ શિવપુરાણ કથા કરે છે તેને શરૂઆત કરવાના એક દિવસ પહેલા જ વાળ નખ વગેરે કપાવી લેવા જોઈએ.કારણકે કથા  પુરી થાય તે દરમ્યાન કોઈપણ પ્રકારનું ક્ષૌર કર્મ કરી શકાતું નથી.કથા સંભાળવવા વાળા પણ ધ્યાન રાખે કે જલ્દી ન પચે તેવા ખોરાક,દાળ,તળેલો ખોરાક મસૂર અને વાસી અનાજ ખાઈને શિવપુરાણ સાંભળવું ન જોઈએ.
કથા સાંભળનારે કથા વાંચનાર પાસે પહેલા દીક્ષા ગ્રહણ કરવી જોઈએ.દીક્ષા લીધા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું,જમીન પર સૂવું,પતરાળામાં ખાવું અને રોજ કથા પુરી થયા પછી જ ખાવું જોઈએ.શિવપુરાણનું વ્રત જે કરે છે તેને દિવસમાં એક જ વાર જવ,તલ અથવા અક્ષત નું ભોજન કરવું જોઈએ.જેણે ફક્ત કથા સાંભળવાનું વ્રત લીધું હોય તેણે લસણ,ડુંગરી,હિંગ ગાજર વગેરે માદક પદાર્થો ન ખાવા જોઈએ.
કથા કરનારે કામ ક્રોધથી બચી સાધુ અને બ્રાહ્મણોની નિંદા ન કરવી જોઈએ.

ગરીબ,રોગી,કમનસીબ અને સંતાનવિહીન લોકોએ અવશ્ય કથાનું શ્રવણ કરવું જોઈએ.કથાનું વાચન કરનારની પુંજા કરી તેને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ.કથા સાંભળવા આવનાર બ્રાહ્મણોનું પણ સન્માન કરી દાન દક્ષિણા આપવા જોઈએ.

શિવપુરાણ કરાવવાનું મુહૂર્ત

શિવપુરાણ કથા કરાવવા માટે સહુ પ્રથમ વિદ્વાન બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવવું જોઈએ.શિવ પુરાણ માટે શ્રાવણ,ભાદરવો,આષો,માગસર,મહા ,ફાગણ વૈશાખ,અને જેઠ મહિના વધુ શુભ છે  પણ વિદ્વાનોના કહેવા મુજબ જે દિવસે શિવપુરાણ કથા પ્રારંભ કરીએ તેજ શુભ મુહૂર્ત છે.

શિવપુરાણનું આયોજન ક્યાં કરવું

શિવપુરાણ કરવા માટેનું સ્થાન સામાન્ય રીતે ખૂબ જ પવિત્ર હોવું જોઈએ.જન્મભૂમિમાં તેનું આયોજન કરવાનું વિશેષ કહેવામાં આવ્યું છે.'જનની જન્મ ભૂમિશ્ચ:સ્વર્ગા
દપિ ગરિયશી ' તે ઉપરાંત તીર્થોમાં પણ શિવપુરાણનું આયોજન કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે.છતાંપણ જ્યા મનને સંતોષ મળે તે સ્થાન પર કથા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શિવપુરાણ કરવાના નિયમો

શિવપુરાણના વક્તા વિધવાન બ્રાહ્મણ હોવા જોઈએ.તેમને શાસ્ત્રો અને વેદોનું સારું જ્ઞાન હોવું જોઈએ.બધાં બ્રાહ્મણ સારા આચરણવાળા અને સદાચારી હોવા જોઈએ.તે સંધ્યાવંદના અને રોજ ગાયત્રી જાપ કરતા હોવા જોઈએ.બ્રાહ્મણ અને યજમાને સાત દિવસો સુધી ઉપવાસ કરવા જોઈએ.ફક્ત એક સમય ભોજન કરવું.ભોજન શુદ્ધ શાકાહારી હોવું જોઈએ.સ્વાસ્થ્ય સારું ન હોય તો ભોજન કરી શકે છે.

શિવપુરાણમાં કેટલો ખર્ચ થાય છે.


આ ભૌતિક યુગમાં પૈસા વગર કશું શક્ય નથી,ધન વગર ધર્મ કરી શકાતો નથી, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેટલો ખર્ચ દીકરીના વિવાહ માટે કરીયે એટલો ખર્ચ શિવપુરાણ કથા માટે કરવો જોઈએ અને જેટલી ખુશીથી પુત્રીનો વિવાહ કરીએ એટલીજ ખુશીથી શિવપુરાણ કથા કરવી જોઈએ.

અસ્તુ .