Monday, October 24, 2022

શુભકામનાઓ

 


પ્રિય વાચક મિત્રો 

દીપાવલી તેમજ નવા વર્ષના આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ અભિનંદન તેમજ વિક્રમ સંવત ૨૦૭૯ આપ સહુને ખુબ લાભદાયી નીવડે તેવી ‘મોગરાના ફૂલ બ્લોગ’ વતી ખુબ ખુબ શુભકામનાઓ,


દીપાવલી :

આ દિવસે ભગવાન રામચંદ્ર પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષમણની સાથે ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા હતા 

એવું કહેવાય છે આ દિવસે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને ભગવાન વિષ્ણુને પતિ રૂપે વરણ કર્યા હતા.

એવી માન્યતા છે કે આ દિવસે પાંડવોએ પોતાના વનવાસના તેર વર્ષ તેમ જ અજ્ઞાતવાશનું એક વર્ષ પૂરું કર્યું હતું.

આ દિવસે માં લક્ષ્મી ખુબ પ્રસન્ન રહે છે અને બધાને ધન ધાન્યથી ભરપૂર રહેવાના આશીર્વાદ આપે છે. 

ભગવાન વિષ્ણુએ આજ દિવસે પોતાનો પાંચમો અવતાર વામન અવતારમાં દેવી લક્ષ્મીજીને રાજા બલિથી મુક્ત કરાવ્યા હતા. 

આજ દિવસે ભારતના મહાન રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક થયો હતો અને તેને કારણે દીપાવલી પોતાનામાં એક ઐતિહાસિક ઘટના પણ છે.

આજના દિવસે કાર્તિક અમાવાસ્યાએ એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ હિન્દુત્વનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી. 

ભગવાન ગણેશ બધા દેવોમાં પ્રથમ પૂજનીય છે તેના કારણે તેમની દેવી લક્ષ્મીજી સાથે દીપાવલી પાર પુંજા થાય છે અને બાકી બધા કારણો માટે આપણે દીપમાળા કરી દિવાળીનો તહેવાર મનાવીએ છીએ.


દિવાળીનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. 

દિવાળીમાં સાફ સફાઈ એટલા માટે કરીયે છીએ કેમકે વરસાદ પછી વસ્તુઓમાં સિલન આવી જાય છે અને સાફ ન કરતા માંદગી આવી શકે છે.

દીપમાળા એટલે સળગાવાઈ છે કે આ ઋતુમાં જંતુઓ થાય છે અને તે દિપમાળાની આજુબાજુ ફરતા રહે છે અને મનુષ્યોને હેરાન પરેશાન નથી કરતા. 

અમીર કે ગરીબ વર્ષમાં એકવાર નવા કપડાં પહેરે છે તેમ જ પકવાન ખાય છે કેમકે કારતક મહિનામાં પકવાન સુપાચ્ય હોય છે અને રોગોથી બચાવે છે.એવી રીતે દિવાળી વિશેષ મહત્વ રાખે છે જે બધા મનુષ્યો માટે લાભદાયક હોય છે. 

( એક પ્રકાશિત લેખના આધારે )


જય શ્રી કૃષ્ણ 


Wednesday, October 19, 2022

દિવાળીના શુભ તહેવારોની શુભ કામનાઓ

 






પ્રિય વાચક મિત્રો, 

ઓક્ટોબર ૨૨ થી શરૂ થતા દિવાળીના શુભ તહેવારોની આપ સહુને કુટુંબ સહીત 'મોગરાના ફૂલ બ્લોગ' વતી ખુબ ખુબ શુભ કામનાઓ. 


જય શ્રી કૃષ્ણ