Tuesday, June 25, 2013

નથી રહ્યો તું નટવર નાનો......

નથી રહ્યો તું નટવર નાનો......

જા જા રે તું કૃષ્ણકનૈયા જા જા જા,
નથી રહ્યો તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા કનૈયા જા જા જા (૨).
માતા જશોદા નંદબાબાને પૂછે રે એકજ વાર,
આ મોહન હવે તો મોટો થયો છે કરો સગાઈની વાત,
મોહન જેવડા સહુ ગોવાળો પરણી આવ્યા રે, કનૈયા જા જા જા..,જા જા રે....
આ નેહ્ડે નેહ્ડે વાત કરોને કન્યા ગોટો રૂપાળી (૨)
મોટેરાએ ભેળાં થઈને વાતનો કાઢ્યો તાગ,
આ રૂપાળી જશબાંધ છોડીને કરો સગાઈની વાત,  કનૈયા જા જા જા..,જા જા રે....
કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સંગે,(૨)
ત્યારે રાધાજીના માતપીતાએ તરત પાડી નાં,
ક્યા તમારો કાળીયોને ક્યા મારી રાધા,   કનૈયા જા જા જા..,જા જા રે.... 
રાધા મારી રૂપાળીને કંચન વરણી કાયા,(૨)
કાઢ તારા કાળિયાને લોક બધા લજ્વાયા,
જશોદા રડીને કહેવા લાગ્યા હવે શું થાશે ભાઈ,
કાનુડો ત્યારે હસીને બોલ્યો, ધીરજ ધરજો માં,  કનૈયા જા જા જા..,જા જા રે....
આ સગાઈની રૂડી વાત સુણીને રાધાએ માંડ્યા કાન,
સખીરે મુજને ક્યારે મળશે નંદ જસોદાનો લાલ,
રાધાજી કહે કાળો તોયે મારા તનમનનો આધાર,   કનૈયા જા જા જા..,જા જા રે....
હવે કનૈયે વેણું વગાડી ચૌદ ભુવનને જગાડ્યા,
રાધારાણીના માતપિતા પછી પગે લાગતાં આવ્યા,
કૃષ્ણપ્રભુનો વિવાહ થયોને લોકો બોલ્યા વાહ,   કનૈયા જા જા જા..,જા જા રે....

જય શ્રી કૃષ્ણ