Saturday, December 31, 2011

ઈશુનું નવું વર્ષ આપ સહુના જીવનમાં ખુશી ભરી દે તેવી પ્રભુ પ્રાર્થના
હેપ્પી ન્યુ યીઅર ,જય શ્રી કૃષ્ણ..

Tuesday, December 27, 2011

જગત પરાયું
-મહેન્દ્ર ભટ્ટ


જગત છે પરાયું સાઈ જગત છે પરાયું (૨)
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વગરનું પાત્ર અધૂરું સાઈ પ્રેમ વગરનું પાત્ર
ખાવું-પીવું,સુવું -જાગવું,કમાઈને ખોવું,ખોઈને કમાવું
આ તો બધો ક્રમ કાયમનો,જગતના નિયમોનો
શું... આ ખરું જીવન છે ...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

જુઠ્ઠી છે કાયા,પ્રાણ અમર છે,સત્ય છે ઈશ્વર ,બધે ખબર છે
કાળથી શું ડરવું ,આવશે એક દિન
શું...કોને ખબર ક્યારે...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

આવ્યા ક્યાંથી,ખબર નથી પ્યારે,
અંતે જવાનું ,માટીમાં માટી,જ્યોતિમાં જ્યોતિ
બુંદ જેમ દરિયામાં....
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વિના નથી કઈ જગતમાં ,પ્રેમ માં ઈશ્વર માનું .

(આ રચના હિન્દી ભજનના આધારે,રચાઈ છે )

Saturday, December 17, 2011

one of one

ચાંદની રાત

લેખક-મહેન્દ્ર ભટ્ટ

ચાંદની રાત હતી ,નાના ગામની એક કેડી અડધો માઈલ દુર એક ખંડેર તરફ જતી હતી ,અને તે કેડી ઉપર ચુપકીદીથી પોતાને બચાવતી કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,સુમસામ રાત્રી,ચાંદનીનો પ્રકાશ પણ રાત એટલે રાત,સીમમાં રાત્રે વિચરતા જંગલી પ્રાણીઓ, ખંડેર પછી તો વગડો શરુ થતો,આવી ભયાનકતા અને કેડી ઉપર પસાર થતી સ્ત્રી,જરૂર કોઈ વાત હતી,કોઈમજબૂરી હતી,તમરાનો અવાઝ એકધારો હતો,ક્યાંક વગડામાંથી જુદા જુદા અવાઝ આવતા હતા,છતાં તે સ્ત્રીની ગતિ એકધારી હતી, ગામ નાનું હતું ,પંચની આગેવાની હેઠળ ગામની કાયદા વ્યવસ્થા હતી,પંચનો નિર્ણય આખરી ગણાતો,નાની મોટી ચોરી ક્યારેક થતી,ચોરો બીજા ગમોમાંથી કયારેક ઉતરી આવતા,પણ શેરીના શ્વાનની સાવચેતીથી ગામને સહાય થતી,અજાણ્યાની પરખ થતાજ તે સાવચેત કરતા,ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર થતું આ ગામમાં રખેવાળી માટે રામલાલ શર્મા હતા,છ ફૂટ લાંબો કદાવર માણસ,વાંકડી ભરાવદાર મૂછો, તેની હિમત અને તાકાત સામે કોઈ પડકારતું નહિ અને તેથી ગામ રાત નિરાંતે સુતું,ક્યારેક સિંચાઈનું પાણી રાત્રે છોડાતું તો ખેડૂતો રાતે પાણી પાવા જતા,ત્યારે રામલાલની જવાબદારી વધી જતી ખેડૂતો જે ખેતરમાં પાણી પાવામાં વ્યસ્ત હતા તેમની સાથે થોડો સમય પસાર કરી બધું હેમખેમ લાગતા રામલાલ ત્યાંથી નીકળ્યા, હાથમાં ધારીયું અને માથે ફાળિયું ધારણ કરેલ આ રખેવાળ તેના સ્વાંગમાં ગમે તે પરિસ્થિતિ સામે તાકાતથી સામનો કરવા યોગ્ય હતા, મજબુત બાંધો અને હિંમત થી તેની રખેવાળીમાં હજુ સુધી કોઈએ સામનો કરવાની હિંમત નથી કરી,ચાંદની રાત હતી ,દુર સુધી બધું દ્રષ્ટિગોચર હતું, ખેતરો સુમસામ પડ્યા હતા,સાપ સાપોલિયાં,તથા બીજા ઝેરી જીવોથી બચાવ કરતા તેઓ ગામની મુખ્ય કેડી ઉપર થઇ ગામની આજુબાજુ બીજો ફેરો મારવાના વિચાર સાથે આગળ વધ્યાં ત્યાં કેડી ઉપરની ચહલ પહલથી તે એક ઝુફાની આડ લઇ છુપાય ગયા ,કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,ગજબ થયું હોય તેમ, બારીકાઈથી જાણવાનો પ્રયત્ન કર્યો,કોણ હશે..? સ્ત્રી જરૂર હતી,એટલે પ્રથમ તેમના મન ઉપર તેની બચાવ માટેના વિચારો જાગ્યા, દુર સુધી કેડી ઉપર તથા ખંડેર ઉપર તેમણે બારીકાઈથી જોઈ લીધું,બધું બરાબર જણાયું પણ, આટલી રાતે પહેલો બનાવ હતો કે જેમાં કોઈ સ્ત્રી આ રીતે ઘરની બહાર હતી,શું હેતુ હશે, અનેક આડા અવળા વિચારોએ સ્થાન લીધું,કઈ પણ હોય શકે,ગામમાં ક્યારેક નવરી સ્ત્રીઓ કેટલીક વખત દોરા ધાગાને ભક્તિની આડમાં કોઈ વહેમવમળમાં ખેચાઈને ખોટા પગલા ભરી દુખી થતી હોય છે,ડાકણ ભૂત થી ભડકાવીને ઘણા ભુવા પેટ ભરતા હોય છે,અને આવા કોઈ રોગનો આ સ્ત્રી ભોગ બની હોઈ શકે...!નહિ તો આટલી રાતે ગમે તેટલી હિંમત હોઈ તો પણ આવી રીતે સુમસામ કેડી ઉપર ભયાનકતાની સમજ હોવા છતાં જવું, રામલાલે પરિસ્થિતિને એકવાર પડકાર કરવાનો વિચાર કર્યો ,પણ બીજી પળે ચુપ રહી તેને પસાર થવા દીધી,અને તેનો છુપાતા છુપાતા પીછો કર્યો,ખંડેર સુધી પહોચી તે તેમાં પ્રવેશી ગઈ,પછી રામલાલની નઝર બહાર થઇ ગઈ,ખંડેરના અંધારામાં ઓજલ થઇ ગઈ,ખંડેરનો વિસ્તાર બહુ નાનો હતો અને આટલા વર્ષોની રખેવાળીમાં રામલાલને તેના ખૂણે ખુણાની માહિતી હતી, એટલે જેટલું નજીક જવાય તેટલું નજીક જઈ,માહિતી લેવાનો તેમણે નિર્ણય કર્યો,એક વાત તો નક્કી હતી,કે રામલાલ આજે આ બાજુ હતા એટલે આ સ્ત્રી કોઈ અણબનાવ થી રક્ષિત હતી ,નહિ તો રાતની આ વાત ગમે તે બની શકે, એકવાર રામલાલને પણ થોડી ભયની કંપારી છૂટી ગઈ,કદાચ કોઈ અગોચર દુનિયાનો જીવ પ્રગટ થયો હોય તો, જીવન પછીનો ભાગ કે જે આત્મ તત્વ છે તે દુનિયાની સમજ મુજબ અમર હોય છે અને અંતિમ ઈચ્છા ને વશ થઇ તેની ગતિ ન થઇ હોય તો તેની તાકાત પણ ખુબ વધી જતી હોય છે,ક્યારેક તેની તાકાતને વાવાઝોડા સાથે પણ સરખાવી છે,એટલે વિવેકી રામલાલે પોતાની જાતને ખંડેરમાં જતા રોકી,પણ પોતાની નજર જ્યારથી તે સ્ત્રી ઉપર પડી ત્યારથી અત્યાર સુધીનો વિચાર કરતા રામલાલને મનુષ્ય દેહના ચિન્હો નજરે પડ્યા અને હિંમત કરી તેમણે પણ પુરાણા ખંડેરમાં પ્રવેશ કર્યો, સાવચેતીની જરૂર હતી પણ રખેવાળીમાં બધું આપમેળેજ આવી જતું હોય ,આજુબાજુ જોતી તે સ્ત્રી એક બેઠક ઉપર પગની આજુબાજુ હાથ વીટાળી ખંડેરથી આગળ જતી કેડી તરફ નજર કરતી બેસી ગઈ,રામલાલ પોતાને છુપાવતા ,તેની નજીકની દીવાલ પાસે પહોચી ગયા,પણ અંધારામાં હજુ સ્ત્રીની ખબર પડતી નહોતી,એકદમ તેની સામે જવું તે પણ ઠીક ન હતું, તેથી તેને ગભરાઈને બેહોશ થઇ જવાનો ડર હતો,એટલે કોઈક બીજા પ્રયોગથી પોતાની હાજરીનો અનુભવ કરાવવાનો વિચાર કરી એક પથ્થર તેની દિશામાં ફેક્યો,એકદમ પોતાને સાવચેત કરી તેણે પોતાને દીવાલની આડમાં છુપાવી દીધી,હવે આવેલા પથ્થરની દિશામાં તે જોવા માંડી, અને તે ઘડીએ રામલાલે તે બેઠી હતી ત્યાં જઈ કહ્યું ,"બેન, મારાથી ડરવાની જરૂર નથી,હું રામલાલ છું,ગામનો રખેવાળ"ઓળખ આપવા છતાં તે સામે ન આવી "જુઓ હું આપને વચન આપું છું,અને સાથે સચેત પણ કરું છું,આટલી રાતે એકલા નીકળવું સારું નથી,"અને રામલાલને રડવાનો અવાજ સંભળાયો ,એટલે મજબુરીથી તેમને જવું પડ્યું તે સ્ત્રી જયા છુપાઈ હતી ત્યાજ બેસીને રડી પડી, હવે રામલાલ તેની નજીક ગયા,"શું દુખ છે બહેન,મને કહો ,હું વચન પાળીશ,કોઈને નહિ કહું," અને પોતાના પગ ઉપરથી છુપાવેલો

two of one

ચહેરો ઉંચો થયો અને રડવાના આક્રંદ સાથે "રામુકાકા " કહી તે રામલાલને વળગી પડી, “ઓહ,ગૌરી, ગૌરી બેટા,આ પહેલા તો તું ક્યારેય દુખી નહતી અને આટલું બધું રડવાનું ,શાંત થા બેટા,મને માંડીને તારા દુઃખનું કારણ કહે,અંધારામાં તારી ખબર ન પડી બેટા,શાંત થા મને તારા બાપની જગ્યાએ માનીને કહે બેટા,હું તને જરૂર મદદ કરીશ,અને ધીરે ધીરે ગૌરી શાંત પડી , રામલાલની આંખોના છેડા પણ ભીના થયા."ઘેર ,તારી માં તો બરાબર છેને બેટા અને તને આટલી રાતે એકલી કેવી રીતે નીકળવા દીધી,"રામુકાકાના વચન અને સહારામાં ગૌરીને વિશ્વાસ બેઠો એટલે તે બોલી "કાકા,મારું અહી આવવું જરૂરી હતું"અને આંસુ લુછતા તેણે રામુકાકાને કહેવા નક્કી કર્યું,પોતાની અંગત વાત હતી એટલે કહેતા પહેલા વિચાર કરવો ખુબ જરૂરી હતો,એકલી આવી હતી પણ હવે રામુકાકાની હાજરી હતી અને વાત છુપાવવાથી પણ નુકશાન હતું,રામુકાકા રખેવાળ હતા,પણ ઘણા વખતથી ગૌરી તેમને જાણતી હતી અને ગામમાં પણ લોકોમાં તેમની સારી છાપ હતી,ઉત્તર બાજુથી કામની શોધમાં આવેલો આ માણસ આ ગામમાં લોકો
સાથે ઘણોજ ભળી ગયો હતો,ગમે તેમ પણ ગૌરીને પોતાની અંગત વાત રામુકાકાને જણાવવામાં કોઈ વાંધો દેખાતો ન હતો. અને પોતાના અંગત સવાલની તેણે રજૂઆત કરી ,"ત્રણ વર્ષ પહેલા એક યુવાન કે જે આ ખંડેરમાં આરામ અર્થે રોકાયો હતો ,અને હું અને મારી બે સહેલીયો સુકી ડાળીઓ અને ગોબર ભેગી કરતી અહી આવી હતી અને આ યુવાનનો ત્યાં ભેટો થયો,સહેલીયોના સમજાવવા છતાં,આ અજાણ્યા યુવાનમાં મારું મન પરોવાયું,સહેલીયો મારી જીદથી નારાજ થઈને જતી રહી અને યુવાન સાથે થોડો સમય પસાર થયો, તે વેપારી હતો,લાંબી વાતચીત ન થઇ પણ અમારા બંનેની આંખોએ સબંધ બંધાયો,ફરી કોઈ ચાંદની રાતે આવવાના વચન આપી તે જતો રહ્યો, ત્યારથી એક વર્ષ સુધી અહી દર પૂનમે હું આવી એની રાહ જોતી,થાકેલી માં સુતા પછી હું ઘરની બહાર બધાથી નજર બચાવતી નીકળી જતી,પછીતો મારી સહીલીયોએ પણ સંબંધ કાપી કાઢ્યા ને મારી માએ ગામ અને નાતમાં છોકરા શોધવા પ્રયત્ન કર્યા,પણ ગામમાં આ બનાવ પછી મારું નામ વગોવાયું,અને કોઈ સાથ આપતું નથી ,માં પણ હવે થાકી ગઈ છે,કંટાળીને હિંમત ભેગી કરીને આજે પણ આવી ,યુવાન તો ન મળ્યો પણ પ્રેમથી વાત કરવાવાળું કોઈ મળ્યું, મને વચન આપ્યું છે તો કાકા સાથ પણ આપજો ,નહિ તો આ ગામ મને મરવાની ફરજ પાડશે " અને ચોધાર આંસુએ તે રડી પડી,રામલાલ પણ વાત સાંભળી થોડા ક્ષોભમાં પડ્યા અને ઊંડા વિચારમાં સરકી પડ્યા,ગૌરીની વાતમાં ઘણું સત્ય હતું પણ ગૌરીને સાથ આપતા બીજી ઘણી મુશ્કેલીયોનો સામનો ઉભો થયો,અને અત્યાર સુધી જે ગામ તેમને ઓળખતું હતું તે આવતી કાલથી ભૂલવા માંડશે અને પછી તો તબાહી તબાહી,પણ વચનથી બંધાયા પછી વચન
ભંગ રામલાલને માન્ય ન હતો અને ગૌરીને સાથ આપવાનું નક્કી કર્યું પછી ગમે તે થાય,અને ગૌરીને હાથ પકડી ઉભી કરતા કહ્યું," હું સાથ આપીશ બેટા ચાલ,તારે વધારે હવે રડવું નહિ પડે,હું તને ઘરે મૂકી દઉ "અને અત્યાર સુધી તૂટી પડેલી ગૌરીના ચહેરા ઉપર ખુશીઓની લહેર દોડી ગઈ,જીવવાનો સહારો મળ્યો,જતા જતા ગૌરીએ એક સવાલ રજુ કર્યો
"કાકા, હજી મને એ યુવાન મળશે.....?"
જવાબમાં રામલાલે આછા હાસ્યથી કહ્યું"તું એવી વ્યક્તિના શોધમાં છે કે જેનું નામ નથી,ઠેકાણું નથી,થોડા સમયનું મીઠું સ્વપ્નું તને પરેશાન કરતુ ગયું છે પણ તારો સાચો પ્રેમ હશે તો જરૂર આવશે,અને બેટી કહી છે તો હું તેને શોધવામાં મદદ કરીશ બંને સાથે શોધીશું "અને આમ ગૌરીએ રામલાલના સાથથી શાંતિનો શ્વાસ લીધો , બીજા દિવસની સવાર થઇ ,રામુકાકા મુકીને ગયા પછી પહેલીવખત ગૌરી શાંતિથી ઊંઘી હતી,માં જયારે ઉઠી ત્યારે ગૌરીના કાયમ નાખુશ લાગતો ચહેરા ઉપર
લાલીમાં જોઈ એટલે માએ ટકોરે કરી ,
"આજે કઈ નવું કરવાની છે કે આટલી ખુશ છે,કામ ઘણું પડ્યું છે "
"માં ,મારી કોઈ ખુશી પણ ગમતી નથી,કામ રોજ તો કરું છું "
"સારું,હવે જીભાજોડી કર્યા વગર કામે લાગ "
ગૌરી કઈ બોલી નહી,પણ બારણું કોઈએ ઠોક્યું અને માંડીએ જાતે જઈને બારણું ઉઘાડ્યું ,ગામનો કોતવાલ પંચાયતનો સંદેશો લાવ્યો હતો,
"માડી,પંચને કેટલાક ખુલાશા જોઈએ છે એટલે તમારા બંનેને આવવાનું છે"
"બધા પાછળ પડી ગયા છે,હવે અમે શું કર્યું ...?"અને માંડીએ ગૌરી સામે જોયું ,ગૌરી નીચું જોઈ ગઈ
"સારું ,આવીશું" અને બારણું બંધ કરી ગૌરીનો હાથ પકડી બોલ્યા
"છોરી,કઈ થયું હોય તો અત્યારે કહી દે,રસ્તો સુઝે.."
"માડી ,કઈ નથી થયું,...."
"આ ઘરમાં ક્યારેય શાંતિ આવવાની નથી ...."
અને કુધાપો કરતા બંને માં-દીકરી કામે લાગ્યા,ઘડીક માટે આવેલી ગૌરી ની ખુશી ઉપર ફરીથી ચિંતાઓનો ઢગલો
થયો. સાંજ પડી પંચ ભેગું થયું ગામલોકોની હાજરી વચ્ચે ગૌરી તેની માં અને રામલાલ પણ હતા,પહેલો પ્રશ્ન રામલાલને થયો "રામલાલ,ગામ માટે રખેવાલી માટે બધાને માન છે પણ ગઈ રાતે કેટલાકે તમને ગૌરી

three of one

સાથે ખંડેરની કેડી ઉપર આવતા જોયા હતા અને ગૌરીનો હાથ તમારા
હાથમાં હતો ,તો આ અંગે તમારું શું કહેવું છે? "
"એ તો મારા બાપા જેવા છે,કોઈને વગોવતા પહેલા થોડો તો વિચાર કરો
" ગૌરી એ મોટેથી કહ્યું અને માડી સામે જોયું પણ માંડી પણ સાદ્લાનો છેડો મોઢા પર ઢાંકી માથું હલાવતી હતી.
"ગૌરી,તને પૂછવામાં આવે ત્યારે બોલવાનું ,વચ્ચે બોલવાનો દંડ થશે "મુખ્યાએ ખુલાશો કર્યો.
"રામલાલ,જવાબ આપો "મુખ્યાએ કહ્યું "હા,એ સાચી વાત છે, પણ હું રખેવાળ છું ,મારી રખેવાળીમાં એક દીકરી જેવી દુખી ગૌરીને તેના ઘરે સહી સલામત પહોચાડવામાં તમને મારો કોઈ દોષ દેખાયો, આટલા વર્ષો પછી તમને વિશ્વાસ નથી "
"પણ રામલાલ જે લોકો એ જોયું ,તેમના વર્ણન મુજબ ગૌરી સાથે તમે જે કહો છો તે કરતા વધારે પડતા સંબંધો પંચની નજરોમાં છે,તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો "
"શું સાબિત કરું..?,કોઈએ કહ્યું ને તમે માની લીધું,મેં જે તમને કહ્યું તેજ મારું સત્ય છે અને તેમાં સાબિત કરવા જેવું કઈ છેજ નહિ,અને છતાં તમને બરાબર ન લાગતું હોય તો પંચનો જે નિર્ણય હોય તે હું ખુશી થી સ્વીકારીશ,બસ આથી વધારે મારે કશું કહેવાનું નથી, માનવ ધર્મ મારા માટે બહુ મહત્વનો છે." રામુકાકાના સચોટ નિર્ણય અને જવાબથી પંચના સભ્યોમાં અસર પડી ,બધાએ ભેગા થઇ પંચના મુખ્યાને નિર્ણય કહ્યો,ગૌરી તથા તેની માંને પણ આ અંગે પ્રશ્ન પુછાયા,તેની માં એ તો આખો દિવસ કામ કર્યાથી થાકી જવાથી આ બધું ક્યારે બન્યું તેની કંઈજ ખબર ન હોવાનો ખુલાશો કર્યો,પણ ગૌરી રામુકાકાએ જે કહ્યું તેને વળગી રહી ,પંચે રામુકાકા તથા ગૌરીના જવાબનો અનાદર કરતા તડીપારનો દંડ કર્યો,ગામના લોકો પણ પંચના નિર્ણય સાથે સંમત ન થયા,એક જુવાને તો મોટા આવઝ્થી કહ્યું, "અત્યાર સુધી પંચનો નિર્ણય માથે ચઢાવ્યો છે પણ રામુકાકાને ખોટી રીતે બલીનો બકરો બનાવાયા છે ,તેમના ગયા પછી કોણ એવું છેકે ગામની સાચવણી કરશે,ચોરી લુટ વધી ન જાય તો મને કહેજો,અને હું ચમન જો પંચ તડીપારનો નિર્ણય પાછો લેતું હોય તો,ગૌરી સાથે વિવાહ કરવા તૈયાર છું,પંચને શાંતિથી ફરીથી વિચારવા વિનંતી " પંચે યુવાનની વાત સાંભળી તેની વાતની ગંભીરતાનો વિચાર કર્યો,અને ગૌરી તરફ મુખ્યાએ ઈશારો કરી તેને પૂછ્યું,પણ ગૌરી નીચું જોઈ ગઈ,રામુકાકાને પણ યુવાનની વાત બરાબર લાગી,ગૌરી ઉપર તેની માએ પણ દબાણ કર્યું,પણ ગૌરીએ બધાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, "હું એક વખત મારું દિલ દઈ ચુકી છું, અને તેની હું રાહ જોઇશ,મારા માટે કોઈને ભાવ જાગ્યો તેમનો આભાર, પણ મને તે મંજુર નથી "અને ગામલોકોને પણ ગૌરીની આ વાત ન ગમી ,માએ ફરી દીકરી ઉપર કુધાપો કર્યો અને ન કહેવાના શબ્દો ગૌરીને કહ્યા,રામુકાકા સિવાય ગૌરીના નિર્ણયનો વિરોધ થયો અને બીજા દિવસની સવારે રામુકાકા અને ગૌરીને ગામ છોડવું પડ્યું, આ પછી રામલાલ તેમજ ગૌરીએ બાજુના મોટા ગામમાં કામ માટે શોધ ચલાવી અને રામલાલને ચોકીદારની નોકરી મળી ગૌરીને પણ પૈસાદારને ત્યાં ઘરના કામ કરવાની નોકરી મળી ,અને આવી રીતે એકાદ વર્ષ પસાર થયું,પોતાના ગામમાંથી ક્યારેક કોઈ બઝારમાં મળી જતું,ત્યારે રામલાલને ત્યાની ખબરો મળતી,જયારે ગૌરીને કહેતા ત્યારે ગૌરી માના સમાચાર જાણવા ખુબ આતુર થતી અને એક દિવસ પંચના મુખ્યા શમ્ભુકાકા રામલાલને મળવા આવ્યા,રામલાલ ખુબ અચંબામાં પડી ગયા,પહેલાતો ગામમાં વધી ગયેલા ચોરી લૂટના બનાવ અંગે જણાવ્યું અને ફરીથી પંચે તેમની સજા માફ કરીને પાછા ગામમાં આવી જવાનું સુચન કર્યું,રામલાલ તેમને ઘેર લઇ ગયા અને ગૌરીને આ અંગે પૂછ્યું પણ ગૌરી નારાજ હતી,કેમકે શમ્ભુકાકા જાણતા હતા છતાં પંચના દબાણથી સજા કરી હતી એટલે રામુકાકાને જવા અંગે તે સહમત થઇ પણ પોતે જવા રાજી ન હતી,રામુકાકાએ સમજાવી પણ પોતાના નિર્ણયમાં ફેરફાર ન કર્યો, આખરે શમ્ભુકાકાએ એક વાત કહી કે એક માણસને પુરાના ખંડેરમાં વારે ઘડી આવતો હોવાથી ગામની હદમાં પંચ સમક્ષ હીરાશતમાં લઇ રાખવામાં આવ્યો હતો અને ગામની બે છોકરીઓએ તેને ઓળખી બતાવ્યો હતો ,ત્યારે ગૌરીની ખુશીનો પાર ન રહ્યો અને રામલાલે અને સમ્ભુકાકાએ હસીને ગૌરીને આશીર્વાદ આપી દીધા,
"હવે તું ઓળખી બતાવ એટલે કરીએ કંકુના ..."સમ્ભુકાકાની વાતથી ગૌરી શરમાઈ ગઈ,આ પછી ગામમાં શરણાઈ વાગી,ઢોલ ધબૂક્યા ,પૂનમની રાતે ગૌરીની માએ પહેલી વખત સુખનો અનુભવ કર્યો, ચાંદની રાતના ચંદ્રની હાજરીમાં ગૌરીએ પ્રભુતામાં પગલા માંડ્યા.

સમાપ્ત

Saturday, December 3, 2011

સંત સમાગમ-મહેન્દ્ર ભટ્ટસં ત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે,સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે,સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે,અને તેને માટે મનને જગાડવું પડે છે ,શરીર તો સમયની સાથે ના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે,પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી જ સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફ ની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખુબ સરળતા પડશે, કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિનું ,પણ માનસ ની એ બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રત્નશીલ રહે છે,કેટલાય પ્રયોગોમાંથી પસાર થઇ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઉભી થયે પણ રોકાતી નથી, સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે,બાકી દુનિયાની આજની સ્થિતિ તનાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઇ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહિ આવે,ગમે તે સંતનો સમાગમ
કે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે અને તે માટે મનને શાંત કરવાની જરૂરીયાત પર ખુબ ભાર
મુકે છે, એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજુ કરી છે, ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છા રૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે,એક ગામમાં એક જુવાન જયારે પણ જમણવાર હોય ત્યારે અઢાર લાડવા ખાઈ જતો,તેની ખાવાની આ રીતથી ગામલોકોને ત્રાસ થતો,પણ ગામનું માણસ એટલે તેને દુ:ખી ન કરાય પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને ચેલાની મદદની જરૂરત હતી,આમતો તેઓ ગામેગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખુબ મળતી,સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું એટલે 'સાધુ તો ચલતા ભલા ' એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા આ ગામમાં આવી ચઢ્યા,ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામા ચેલાની મદદ માટેની રજૂઆત થઇ ત્યારે ગામના ઉપરી એ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું,યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી પણ સાથે પોતાની શરત રાખી કે 'ગુરુજી હમ મદદમેં આપકા સબ કામ કરેગા મગર શરત ઇતની કે હંમે અઢી શેર આતા હર અગીયાસકો આપકો દેના પડેગા,લાડુ બનાંકે ખાયેગા,અપવાસ હમ નહિ કરેગા વો આપકા કામ, મગર ખાના ભી હમ પકાયેગા 'સાધુને પણ યોગ્ય લાગ્યું, આ ઉમરમાં ઝોલીનો ભાર ઉચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો ,પછીતો
રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મઝા કરવાની,બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું પહેલી અગિયારસ આવી અને ગુરુએ અઢી શેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો,અને ગુરુજી તો અગિયારસ કરે એટલે એમના માટે જુદું અગિયારસનું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું , લાડવાનું ભોજન જોઇને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં
ગુરુજીના અવાઝ્થી રોકાયો, 'બેટા ભોજન કરનેસે પહેલે હમારી બાત સુનોગે ?'રોકાયેલો ચેલાને મનમાં થયું ,ગુરુજીએ તો પેટ પુંજા કરી લીધી હતી , હવે મને કકડીને ભૂખ લાગી છેને ગુરુ ને વાત સંભળાવવી છે પણ ગુરુની વાત ટાળી પણ ન શકાય 'હા હા,જરૂર સુનેગે'અને ગુરુજીએ કહ્યું" બેટા, ભોજન કરનેશે પહલે ઠાકુરજીકો ભોગ લગાકે બાદ ખાના "બસ ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આઘોપાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકુરજીનું મંદિર હતું ત્યાં લઇ ગયો,ગુરુજીની આજ્ઞાનો અવરોધ પણ ન થાય અને દુર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો,થોડીવાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો,પછી ત્યાંથી બેઠા બેઠા બુમો પાડવા લાગ્યો,"ઓ ઠાકોર ખાવું હોય તો ખાય લો મને તો કકડીને ભૂખ લાગી છે"પણ કોઈ ફેરફાર નહિ ફરીથી જોર કરીને બુમ પાડી" ઓ ઠાકોર હવે એક વખત વધારે કહીશ, નહિ આવો તો આપણાથી વધુ ભુખું નહિ રહેવાય ,કહી
દઉ છૂ આપણે તો ખાઈ લઈશું પછી ભલે ગુરુજી દંડ આપે"અને છતાં કઈ ફેરફાર ન થયો એટલે છેલ્લે ફરીથી
બુમ પાડી "ઓ ઠાકોર હવે ખાઈ લો નહિ તો તમારો સમય પૂરો ને આ થાળી મારી "અને કહેવાય છે કે ઠાકોરજીનું ત્રણ વખત નામ પડ્યું અને ચેલાની અજાયબીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી એટલે ચેલો ઉભો થઇ ગયો "લો આ તો આવી ગયા,એમ શરમ વગર ખાવા ન મંડાઈ "અને ઠાકોરજી એ કહ્યું " બેટા તે તો મને કહ્યું..."અને ચેલો ચોટલી ઉપર હાથ ફેરવતો બોલ્યો"હવે આવ્યા છો તો ખાઈ લો,પણ મારો વિચાર કરજો અને ચેલો ફરીથી બેસી ગયો ,"તથાસ્તુ " એવું ઠાકોરજી બોલ્યા અને થોડીવારમાં ભોજન કરી અંતર્ધ્યાન થઇ ગયા ,ચેલો તો ઉભો થઈને પહોચ્યો થાળી પાસે,એક લાડવો અને બીજી બધી પીરસેલી વાનગી થોડી થોડી બચી હતી,અને તુલસીના પાન ,આજુબાજુ જોયું,બધું ખાઈ ગયા , અને જતા રહ્યા પણ કોણ હોય ,તે તેને સાંભળે,ચેલાએ
મને કમને જે બચ્યું હતું તે ખાધું,ગુરુજી જયારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું "ક્યાં હુઆ
બેટા સબ કુછ ઠીક થાક તો હૈ ."અને ચેલો વરસ્યો "અરે કુછ ભી થીક થાક નહિ હૈ,અબસે દુસરી અગીયારસકો પાંચ શેર આટા ચાહીયેગા " ગુરુજી અચરજમાં પડ્યા પણ તરત કહ્યું "હા તો ઇસમે કોનસી બડી બાત હૈ પાંચ શેર આટા લે લેના ,મગર બેટા હુઆ ક્યાં...?"અને ચેલાએ કહ્યું "ક્યાં ન હુઆ ઐસા પૂછીએ,વો ઠાકોરજી ,જીસકો આપને
ભોગ લગાનેકો બોલા થા,વો સબ ખા ગયા,ઔર મેરે લિયે એક લાડુ ઔર તુલસીકે પત્તે છોડ ગયા..."અને ચેલાની વાત ગુરુજીને ગળે ન ઉતરી,અને હસ્યાં ચેલાને ગમે તે રીતે શાંત કર્યો.,પણ ગુરુજીનું મન પણ અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું,થોડા સમય પછી સુદની અગિયારસ આવી અને ચેલાએ પાંચ શેરના લાડુનો ભોગ લગાવ્યો અને ફરી ગુરુજી તો ફરાર આરોગી ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચઢાવી પેલા ઝાડની નીચેની બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બુમો પાડવા માંડી ,બે વખત પછી ત્રીજી વખતે ચેલો બુમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખુબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું, તો કહ્યું "પ્રિયે ,મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઇ જાવ,એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે,અને આજે તારે પણ સાથ આપવાનો છે."પ્રભુ, ભક્ત તમારો છે ને હું આવીશ તો એને તકલીફ નહિ પડે ,"અને પ્રભુએ હાથ પકડીને કહ્યું"ચાલો આ ત્રીજી વારની બુમ પડી બીજી વાત પછી,આજે ભક્તની કસોટી"અને લક્ષ્મીજી કઈ સમજે એ પહેલા ઠાકોરજીના ખેચાણમાં
ખેચાઈ ભક્તની ત્રીજી બુમે ભોગ સામે હાજર થયા,અને ચેલો તો હડફ લઈને ઉભો થઇ ગયો ,"આવ્યા તો આવ્યા પણ સાથે એમનેય લઇ આવ્યા,વાહ માની ગયા ઠાકોરજી તમને " પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા ,"અરે ભક્તના ભોગને આરોગો,'અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા "હા હા,જમી લો ને છોડજો થોડું ભગત માટે " અને ચેલો અદબ વાળીને બેસી ગયો ,ફરીથી ભગવાને કહ્યું "તથાસ્તુ" અને લક્ષ્મિજી તો હસી પડ્યા, ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મીજી સાથે અંતર્ધ્યાન થયા, ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું,ગુરુજી આવ્યા તેમને ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કઈ કહે તે પહેલા ગુરુજી
બોલ્યા"મૈ સબકુછ સમઝ ગયા ,ઠાકોરજી સબ ભોગ ખા ગયે " અને તેના ખભાપર હાથ મૂકી સમજાવવા
જતા હતા ત્યાં ચેલો બોલ્યો "અરે ,અકેલે ઠાકોરજી નહિ સાથમે અપની પત્નીકો ભી સાથ લે આયે થે ,ખા ગયે સબકુછ ને છોડ ગયે પરસાદ,માલુમ નહિ અબ કબ પુરા ખાના મીલેગા,આપકો અબ સાડાસાત શેર આટા દેના પડેગા ". ગુરુજી આ વખતે ચેલાની વાતથી હસ્યાં નહિ પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી અગિયારસે જાતે હાજર રહેવાનું મન મનાવ્યું,સમય પસાર થયો અને ફરી અગિયારસ આવી આ વખતે ચેલાએ બે થાળી ભરીને ભોગ લગાવ્યો જોઈએ હવે બે જણા કેટલું ખાય છે,આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બુમો પાડવા માંડ્યો ગમે તેમ પણ તેનો અવાઝ થોડો ભગવાન માટે માનભર્યો હતો,અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા હતા બે બુમો પડી અને ત્રીજીનો વારો હતો ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ મચી ,ભગવાનના કુટુંબને પૃથ્વી ઉપર જતા જોઈ ,શંકર-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને
વાત જાણવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું "જાણવું હોય તો ચલો સાથે "અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિ-દેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ
અને એ જોઇને ચેલો તો ભડક્યો "આટલા બધા,તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો ,તે મને ભૂખો રાખી રાખીને ખાઈને જતા શરમ નથી આવતી,આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું,થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો "અને ફરીથી ઠાકોરજીનો હાથ ઉંચો થયો અને શબ્દ આવ્યો "તથાસ્તુ"અને ગુરુએ થડની આડમાંથી ત્રણે દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા અને જયારે ચેલાએ કહ્યું ગુરુદેવ શું કરો છો "અરે બેટા,આજ મુઝે કુછ સમજમે નહિ આતા કે કૌન ચેલા હૈ ઔર કૌન ગુરુ આજ તેરી નિર્દોષ ભક્તિસે મુઝે ભી ભગવાનકે દર્શંનકા લાભ મિલા,આજ તેરી વજહસે મેરા જીવન ધન્ય હો ગયા " અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અસૃસભર થઇ અને તે જોઈ ચેલો પણ રડ્યો ,ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક-એક લાડવો તેમજ તુલસી પત્ર પડ્યા
હતા.અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો,બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં" નારાયણ નારાયણ" ના પુકારે હાજર થઇ નારદજીએ ત્રણે દેવોને દેવીઓ સહીત પ્રણામ કરી ભક્ત
અને ભક્તના તારક ભગવાનનો ખુબ મહિમા ગાયો.
સમાપ્ત