Thursday, April 4, 2024

સુદામા થવું સરળ નથી.

 



સુદામા થવું  સરળ નથી.


અને જેવા દ્વારિકાધીશે  ત્રીજી મુઠ્ઠી પહુંઆની ફાકી મારવાનું  વિચાર્યું રુક્મણિજી એ જલ્દી તેમનો હાથ પકડી લીધો અને કહ્યું,” આપની ભાભીએ મોકલાવેલા સ્વાદિષ્ટ પહુંઆનો સ્વાદની મજા આપ એકલાજ લેશો સ્વામી ? તેની મજા લેવાનો મોકો અમને પણ આપો .”

દ્વારિકાધીશના હોઠો પર એક ભાવભર્યું સ્મિત સ્થિર થયું, તેમણૅ તે મુઠ્ઠી પહુંઆ ફરીથી તે પોટલીમાં નાખ્યા અને તે પોટલી ઉઠાવી પોતાની પટરાણીને આપી દીધી.

સુદામાની સાથે વાતો કરતા કરતા ક્યારે શ્રી કૃષ્ણ તેમના પગ દબાવવા લાગ્યા તેની સુદામાને પણ ખબર ન પડી.સુદામા ઊંઘી ગયા હતા પરંતુ શ્રી કૃષ્ણ પોતાના વિચારોમાં મગ્ન પગ દબાવતા દબાવતા બાળપણની વાતો કહ્યે જતા હતા ત્યારે અચાનક રુક્મણિજીએ તેમના ખભા પર હાથ મુક્યો.

શ્રી કૃષ્ણે ચોંકીને પહેલા તેમને અને પછી સુદામાને જોયા પછી તેમનો આશય સમજીને ત્યાંથી ઉઠી પોતાના રૂમમાં ચાલી આવ્યા.

શ્રી કૃષ્ણની એવી મગ્ન સ્થિતિ જોઈ રુક્મણિજીએ પૂછ્યું, “ સ્વામી આજે આપનો વર્તણુક કંઈક વિચિત્ર જેવી લાગે છે.આપ જે આ સંસારના મોટામાં મોટા સમ્રાટના દ્વારકા આવ્યા પછી જરાપણ પ્રભાવિત થતા નથી તે પોતાના મિત્રના આવવાની જાણથી એટલા ભાવ વિભોર થઇ ગયા કે ખાવાનું છોડી પગરખાં પહેર્યા વગર દોડી ગયા.

આપ જેમને કોઈ દુઃખ,કષ્ટ અથવા આફટ ક્યારેય રડાવી નથી શકી ત્યાં સુધી કે જયારે ગોકુલ છોડતી વખતે માં યશોદા ના આંસુ જોઈને પણ નથી રડ્યા તે પોતાના મિત્રના જીર્ણ શીર્ણ ઘાથી ભરેલા પગ જોઈને એટલા ભાવુક થઇ ગયા કે પોતાના આંસુઓથી જ તેમના પગ ધોઈ નાખ્યા. 

કુટનીતિ,રાજનીતિ અને જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ આપ આપના મિત્રને જોઈને એટલા મુગ્ધ થઇ ગયા કે વગર કંઈ વિચાર્યે તેમને આખાય ત્રિલોકની સંપત્તિ તેમજ સમૃદ્ધિ આપવા જઈ રહ્યા હતા.”

શ્રી કૃષ્ણે પોતાની એજ સહજ અવસ્થામાં કહ્યું , “ રુક્મણિ , એ બાળપણનો મારો મિત્ર છે.”

“ પરંતુ તેમણે તો બાળપણમાં આપથી છુપાવીને જે ચણા પણ ખાધા હતા જે ગુરુમાતાએ તેમને આપની સાથે વહેંચીને ખાવાના કહ્યા હતા? હવે એવા મિત્ર માટે આટલી ભાવના કેમ ?” સત્યભામાને પણ જાણવાની ઈચ્છા થઇ.

શ્રી કૃષ્ણ હસ્યા,” સુદામાએ તો એવા કામો કર્યા છે સત્યભામા, કે આખી દુનિયાએ તેમનો આભાર માનવો જોઈએ.તે ચણા તેમણે એટલા માટે નહોતા ખાધા કે તેમને ભૂખ લાગી હતી પરંતુ તેમણે એટલા માટે ખાધા હતા કેમકે તેઓ નહોતા ઇચ્છતા કે તેમનો મિત્ર શ્રી કૃષ્ણ ગરીબાઈ ભોગવે. તેમને ખબર હતી કે તે ચણા આશ્રમમાં ચોર ચોરો છોડી ગયા હતા તે ચોરોએ તે ચણા એક બ્રાહ્મણીના ઘેરથી ચોર્યા હતા તેમને તે પણ ખબર હતી કે તે બ્રાહ્મણીએ એ શ્રાપ આપ્યો હતો કે જે પણ એ ચણા ખાશે તે આખ્ખાં જીવનભર ગરીબ જ રહેશે.સુદામાએ એટલે તે ચણા મારાથી છુપાવીને ખાધા હતા તેથી હું આખું જીવન સુખી રહું.તે મને ભગવાનનો કોઈ અંશ સમજતો હતો.તો એણે ચણા એટલા માટે ખાધા કેમકે તેને લાગ્યું કે જો ભગવાન જ ગરીબ થઇ જશે તો આખી સૃષ્ટિ ગરીબ થઇ જશે 

સુદામાએ આખી સૃષ્ટિના કલ્યાણ માટે પોતાની જાતે ગરીબ થવા ઇચ્છ્યું.”

“ એટલો મોટો ત્યાગ ! “ રુક્મણીના મોઢે તરત નીકળી ગયું .

“  મારો મિત્ર બ્રાહ્મણ છે રુક્મણિ અને બ્રાહ્મણ જ્ઞાની અને ત્યાગી જ હોય છે.તેમનામાં જનકલ્યાણની ભાવના ભારોભાર ભરેલી હોય છે. એક બે અપવાદોને છોડી દેવામાં આવે તો બ્રાહ્મણ એવા જ હોય છે.

હવે તુજ બતાવ એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ નહિ તો શું ઉત્તપન થશે પ્રિયે ? ગોકુલ છોડતી વખતે હું એટલા માટે નહોતો રડ્યો કે હું રડતે તો મારી માં તો મરી જ જતે. પરંતુ મારા મિત્રના પગોમાં એવા ઘા અને તેના જીવનની એવી દશા એટલા માટે થઇ કેમકે એ તેના આ મિત્રનું ભલું ઈચ્છતો હતો.

“ ખબર છે રુક્મણિ, કુટુંબને છોડીને કોઈ બીજાએ ક્યારેય આ કૃષ્ણ માટે એટલું ભલું નથી વિચાર્યું.લોકો તો મારી પાસે તેમનું ભલું થાય તેવી ઈચ્છા રાખે છે.બસ સુદામા જેવા જ મિત્ર એવા હોય છે કે સુખને માટે સ્વેચ્છાથી પોતા માટે ગરીબાઈ એટલે કે કષ્ટનું આવરણ ઓઢી લે છે.”

“ એવા મિત્ર દુર્લભ હોય છે અને ન જાણે ક્યાં પુણ્યના પ્રતાપે મળે છે.હવે એવા મિત્રને જો દુનિયાની બધીજ સંપત્તિ આપી દેવામાં આવે તો પણ ઓછી પડે.” શ્રી કૃષ્ણ પોતાના ભાવભર્યા સ્વરમાં બોલ્યા.

આબાજુ ઘરમાં બધીજ રાણીઓની આંખો સજળ હતી અને ત્યાં ઘરની બહાર ઉભેલા સુદામાની આંખોમાંથી ગંગા જમુના વહી રહી હતી.


જય શ્રી કૃષ્ણ.  




(એક પબ્લિશ હિન્દી લેખનું ગુજરાતી ભાષાંતર )


Friday, March 15, 2024

Monday, February 12, 2024

શુભકામનાઓ





 આવતીકાલની “ વસંત પંચમી” ની આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભેચ્છાઓ,જય શ્રી કૃષ્ણ.