Wednesday, February 29, 2012

મારી નાવ તારે સહારે
મહેન્દ્ર ભટ્ટ

કિનારેથી છુટેલી મારી નૈયા ,પ્રભુ વચ્ચે ભવરમાં ફસાય,
મદદ માટે બિચારી આંખો ચારે દિશામાં શોધે સહાય
ક્ષિતિજે આથમતી સંધ્યાએ પ્રભુ હવે તારો છેલ્લો સહારો
કોણ તારા વિના મને બચાવે,મારી નાંવ છે તારે સહારે.(૨)
તારે માટે નથી કામ અઘરું,પ્રભુ કરજે ઉતાવળ આજે
તારી દયા દ્રષ્ટી જો વરશસે,પ્રભુ જોઇશ કિનારો હું આજે
તોફાનોને સમાવે તારી શક્તિ,કરજે ભક્તની આજે સહાય
કોણ તારા વિના મને બચાવે, મારી નાવ છે તારે સહારે(૨)
તારી મરજીના સહારે જગતની નાવોને કીનારો મળે છે
આશાના ફૂલો ખીલે છે ,સાંજ સવાર તારે સહારે,
કાલ હતી,અંને આજ આવી,આવશે કાલ તારે સહારે,
કોણ તારા વિના મને બચાવે ,મારી નાવ છે તારે સહારે(૨)..
મારી નાવને તારો સહારો,એકજ તું હી કિનારે લગાવે,
એકલ ભક્તિ કરે પુકાર ,મારી નાવ છે તારે સહારે,
મારી નાવ છે તારે સહારે, મારી નાવ છે તારે સહારે.

Tuesday, February 21, 2012

કરતો રહું ગુણગાન
-મહેન્દ્ર ભટ્ટ

શક્તિ માંગું તારી ભક્તિમાં રહીને,
કરતો રહું ગુણગાન ,તારી નામની જપમાળામાં
મારું જીવન થાયે બલિદાન
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)
તારી દયાથી મારા જીવનનું
થયું હતું નિર્માણ,પણ મોહમાયાના
ચક્રાવામાં ભૂલાઈ રહ્યું તારું નામ
પ્રભુજી દે શક્તિ મારા નાથ(૨)
કઠણ ભક્તોના જીવન જોઇને
મારી કાયા થરથર કંપે,કાંપતી કાયાને
તારો આશરો,ફક્ત રહ્યો એ માર્ગ
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)
કોને ખબર પ્રભુ ક્યારે જીવનનું
આ ખંડેર પડવાનું ,ઈચ્છા મનની મનમાં
ન રહે ,દેજે એવું વરદાન...
પ્રભુજી દે શક્તિ મારા નાથ (૨)
શક્તિ માગું તારી ભક્તિમાં
રહીને,કરતો રહું ગુણગાન ,
પ્રભુજી કરતો રહું ગુણગાન
હે પ્રભુ કરતો રહું ગુણગાન .
એક ચિંતન
-મહેન્દ્ર ભટ્ટ

પ્રભાવ

પ્રભાવ વિષે વિચારીએ તો તેનું બે રીતે ચિંતન કરી શકાય પ્રભાવ હોવો અને પ્રભાવ પાડવો,પ્રભાવ હોવો
એ જન્મ સાથે અને જન્મ પછી જીવનભર સાથે રહેવાવાળી વ્યવસ્થા છે અને શરીર તેનું માધ્યમ છે બાકીની ઇન્દ્રિયો તેમાં વધારો ઘતાડો કરવાનું કામ કરે છે તેનાથી જન્મિત તેના જેવી જાતિમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરે છે,અને તેની જાતીમાં તેનું બહુમાન થાય છે અને તેનું અસ્તિત્વ જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી ટકી રહે છે ફક્ત મનુષ્યમાં તેના માટે લડાઈ ચાલે છે અને હરીફાઈમાં બધા પ્રભાવશાળી વ્યક્તિઓ હારને કબુલ કરવાનું પસંદ કરતા નથી અને જીત માટે લડ્યા કરે છે જયારે બીજા જીવો હારને કબુલ કરી સામાન્ય જીવનમાં પોતાને ફેરવી જીવન ને રક્ષિત સમજી લડાઈને ભૂલી જાય છે અને લડાઈમાં જીતનારનું સન્માન કરી બાકી જીવનને રક્ષિત બનાવે છે , જયારે પ્રભાવ પાડવો એ એકદમ જુદું છે જેમાં ફક્ત મનુષ્યો ઉપર તેની અસર વધારે દેખાય છે,જેવા હોઈએ તેના કરતા કૈક વધુ પ્રભાવ પાડવાની હરીફાઈમાં મનુષ્ય જાત જાતની રીતોનો ઉપયોગ કરે છે,અને તેમાં સારી ખોટી દરેક રીતોનો ઉપયોગ થાય છે,તેમાં પોતાનું કે પારકું તેની સમજ જતી રહે છે અને પછી તેના ગ્રુપ માટે તે સુરક્ષિત રહેતું નથી,અને જયારે સુરક્ષાની વાત આવે ત્યાં તેના પાડેલા પ્રભાવનો અંત આવી જાય છે એટલે પાડેલા પ્રભાવનું અસ્તિત્વ બહુ ટુકા ગાળાનું હોય છે,એટલે જીવનના અંત સુધીમાં પ્રભાવ પાડવાની ઝંખનાઓ છોડી જેવા હોઈએ તેવું જીવન જીવવું વધુ શાંતિમય અને ફાયદાકારી છે,કદાચ મનુષ્ય સિવાયના અન્ય જીવો પ્રભાવ પાડવાની સમજમાં નથી હોતા કદાચ એક વસ્તુ વિચારી શકાય કે તેમનું મગજ એટલું વિકસિત ન હોવાથી એવું બનતું હોય, પણ આ એક મારું પોતાનું વ્યક્તિગત ચિંતન છે કદાચ એનાથી પણ સારું ચિંતન હોય શકે.

પ્રભાવની વાત કરતા માતા પાર્વતીને દેવોના દેવ મહાદેવનો વિયોગ થયો,માતાજીએ પ્રભુનો વિશ્વાસ ગુમાવ્યો ,રામકથાના રામજીના વખાણ કરતા મહાદેવને ખુબ ખુશ જોઇને દેવીને પ્રશ્ન થયો,સમાધાનમાં પ્રભુએ રામજીને બ્રહ્મ સ્વરૂપ કહ્યા,પણ મનુષ્ય જેવા રામજીમાં દેવીને શંકા થઇ,પતિના કથનની અવગણના કરી,દેવી જયારે દેવાધિદેવ તપમાં હતા ત્યારે સીતાજી બની પોતાનો પ્રભાવ પાડવા ગયા અને રામજી સામે ઉપસ્થિત થયા ત્યારે માતાજીના સ્થાનનો ઉદગાર કરતા રામજીએ પ્રણામ કર્યાં અને એકલા કેમ અને દેવાધિ દેવ ક્યાં...? ત્યારે ભાન થયું,પણ દેવાધિદેવ પાસે માફી માંગે તે પહેલાજ મહાદેવે તેમનો ત્યાગ કરી દીધો હતો,માતાજી ખુબ દુઃખી થયા,થાકીને પિતાજીનું શરણું લીધું ,પિતા યક્ષ યજ્ઞ કરી રહ્યા હતા પણ દીકરીને પિતા તરફથી કોઈ સન્માન ન મળ્યું,છેવટે ખુબજ સહારા વિનાના માતાજીએ જીવનને ટુકાવ્યું ,પણ છેલ્લી ઈચ્છા પોતાના દેવાધિદેવ મહાદેવ પતિની રહી અને માતાજીનો પુનર્જન્મ હિમાલયને ત્યાં પાર્વતી નામે થયો,હોનીને માતાજી ન ટાળીશક્યા
તો જ્યાં માતાજી થી આવી ભૂલ થાય તો આપણે તો ક્યાં,બસ જેવા હોઈએ તેવા રહીએ,જીવન ને ભક્તિમાં ફેરવી પ્રભુ શરણમાં પૂરું કરીએ,-જય શ્રી કૃષ્ણ.

Tuesday, February 14, 2012

પ્રભુજી તારી પ્રસાદી
-મહેન્દ્ર ભટ્ટ

સુખ આપો કે પ્રભુ તમે દુઃખ આપો,
કરીશું બંને સ્વીકાર ,પ્રભુજી તારી પ્રસાદી
હોઈશું અમે હાલ કે બેહાલ ,પ્રભુજી તારી રચનામાં
પણ છોડીશું નહિ તારો સાથ ,પ્રભુજી તારી પ્રસાદી
સુખ દુઃખ બંને નદીના કિનારા બન્યા
પ્રભુ બંને કિનારે તારો વાસ ,પ્રભુજી તારી પ્રસાદી
સુખમાં સુમિરન દુઃખમાં નહિ,
કેમ ભક્ત શોધે સરળ માર્ગ,પ્રભુજી તારી પ્રસાદી
સુખમાં સારું જગ હસે, દુઃખમાં હસે ન કોઈ
કેવી છે જગની વિચિત્રતા ,પ્રભુજી તારી પ્રસાદી
હું કેમ જાણું જગતની વ્યથા ,બસ ભક્તિમાં માલુ,
તારી મરજી તું સુખ કે દુઃખ આપે,પ્રભુજી તારી પ્રસાદી
સુખ આપે તો આભારી થઈશ દુઃખમાં નહિ કોઈ ફરિયાદ,
બસ વિનંતી પ્રેમે ભક્તિ સ્વીકારજે ,પ્રભુજી તારી પ્રસાદી.

Thursday, February 2, 2012

પ્લાસ્ટીકની રીંગ
લેખક-મહેન્દ્ર ભટ્ટ

માધવીના મનને ચેન પડતું ન હતું,છોકરાનો કોઈ પ્રોબ્લેમ ન હતો,મજાના બે છોકરાને જોઇને માધવીને કોઈ રાહત મળી જતી અને બે વર્ષનો શાન તો માધવીના આવવાની રાહ જોઈનેજ બેઠો હોય,માધવીને જોતાજ દોડીને ગળે લપેટાય જતો ,અને માધવી પણ તેનામાં ખોવાઈ જતી,જયારે શ્રુતિ શાનને ખેચતી અને
"અલા મમ્મીને ઘરમાં તો આવવા દે,તું પાડી નાખીશ,"ત્યારે તેના તરફ મોઢું ફેરવી શાન કહેતો
"મારી મમ્મી છે તારે શું..?"અને અણગમો તેના ચહેરા ઉપર ફેરવાય જતો,અને મમ્મી પણ બંનેના
ચહેરા જોઇને સંતોષ અનુભવતી,હસતી ને કહેતી ,
"એવું ના કહેવાય બેટા,મમ્મી તો બેનની પણ ખરીજને..."
સાત વર્ષની શ્રુતિ તેની ઉમરના પ્રમાણમાં ઘણી હોશિયાર અને શાનની ખુબજ કાળજી કરતી, શાન નાખુશ થતો તો પણ તે હસતી જ રહેતી,માધવીની સરકારી નોકરી હતી,આખો દિવસની જવાબદારી પછી ઘેર આવ્યા પછી છોકરાઓમાં ખોવાયને ઘરની જવાબદારી સંભાળી લેતી, શાંતિલાલ ખાનગી કંપની માં નોકરી કરતા એટલે આવવાના સમયમાં થોડું વહેલું મોડું થતું ,શાંતિલાલના બા આખો દિવસ છોકરાઓની ખબર રાખતા,વહુને
દીકરાના ઘરે આવી ગયા પછી તે જવાબદારીમાં થોડી રાહત લઇ,પુંજા પાથમાં ખોવાઈ જતા,ઉમર હતી,શાંતિલાલના પિતા આઠ વર્ષ પહેલા હૃદયની બીમારીનો ભોગ બન્યા હતા,અને સનાતન સત્યનો સ્વીકાર કરી દીકરાના પરિવાર સાથે મન મનાવી લીધું હતું,પરિવારના મહોરાના પરિવર્તનથી રૂઢીચુસ્ત માતાનું હૃદય ક્યારેક ધબકારા ચુકી જતું પણ સમજનો સાથ લઇ માજી મનના ઉભરાતને શાંત કરતા,અને પતિના ગયા પછીની સ્થિતીમાં શાંતિથી જીવવું હોય તો એ સિવાય બીજો રસ્તો પણ ન હતો,ચાલતી આવતી પરિવારની રીત રસમોનો ઊંચા પ્રકારની નોકરી કરતા પરિવારના સભ્યો માટે નિભાવ શક્ય ન હતો અને પરાણે વારેઘડીએ તે માટે છોકરાને પરેશાન કરવાનું ભાગીમાએ છોડી દીધું હતું,આમતો માજીનું નામ ભાગ્યલક્ષ્મી હતું પણ પતિએ તેને ટુકાવી ભાગી કરી નાખ્યું હતું અને પછી ભાગ્યલક્ષ્મી ક્યારેય બોલાંયુ ન હતું,અને ઉમરના પ્રભાવે ભાગીમાને પોતાના નામનો હર્ષ શોક ન હતો,પણ હવે તો પરિવારની સુખ શાંતિ જેવી રીતે શાંત રહે તેવી રીતની તેમની તૈયારી હતી ,અને એટલેજ માધવી સાથેના સબંધોમાં કોઈ તનાવ ન હતો,બધું સમતોલિત હતું,દીકરો અને વહુ સારું કમાતા
હતા એટલે બધી સગવડતા હતી, પણ કયારેક ભાગીમાં પોતાના અનુભવની આંખોથી જોતા ત્યારે માધવીના ચહેરો શાંતિ આવવાનો હોય તે પહેલા કોઈ ચિંતામાં દેખાતો,શું હશે તે જાણવામાં અધીરાઈ થતી પણ જાણવું કોની પાસે ,ક્યાંક તો ઉણપ હતી,ભાગીમાંને તો ઘરમાં ને ઘરમાં રહેવાનું એટલે ક્યાં તો માધવી પાસેથી જાણવા મલે કે શાંતિ પાસેથી,પણ આ તનાવ દુર થવો જરૂરી હતો, નહિ તો દીકરાની શાંતિ જરૂર જોખમમાં હતી, કદાચ વહેમ
ગણીને કાઢી કરાય પણ તેમ ન હતું, સમસ્યા થોડી ગંભીર હતી ,આજે પણ માધવીએ આવીને છોકરાઓ સાથે પ્યારથી સમય વિતાવ્યો ભાગીમાં સાથે પણ વાત કરી બધું જાણ્યું પણ શાંતિલાલના આવતા પહેલા તે તેમના બેડરૂમમાં જતી રહી,શાન તેની પાછળ જતો હતો પણ શ્રુતીં વચ્ચે આવી,
"પપ્પા મમ્મીના રૂમમાં ન જવાય શાન,"
"પણ કેમ,ન જવાય? "નાનું મન કેમના વાતાવરણમાં છવાઈ તે પહેલા ભાગીમાએ બાજી હાથમાં
લઇ , શાનને બીજા રૂમમાં લઇ ગયા,થોડીવારે શાંતિલાલ આવ્યા છોકરા પપ્પા આવી ગયા એમ કહેતા દોડ્યા ,આગળ શ્રુતી અને પાછળ શાન દોડીને પપ્પાને ભેટી પડ્યા,પપ્પાએ પણ બંનેને આલીગન આપ્યું ,ભાગીમાની નજર શાંતિના ચહેરા ઉપર હતી,જયારે માં દીકરાની નજર મળી,ત્યારે ભાગીમાને દીકરાનો ચહેરો થોડો પરેશાન દેખાયો,પૂછવાનું મન થયું ,શું વાત છે દીકરા ,પણ ભાગીમાની હિંમત ન ચાલી,કામ
પરથી થાકીને આવેલા પરેશાન દીકરા માટે તેમ કરી પરેશાની વધારવી તેમને યોગ્ય ન લાગી,પાણીનો ગ્લાસ ભરવા ગયા,ત્યાં શાંતિલાલે કહ્યું ,"રેવા દે માં,હું જાતે પી લઈશ 'અને ઉમેર્યું "માધવી તો આવીજ ગઈ હશે,પછી તેને કરવાનું કામ તારે શું કરવા કરવું પડે...?"
માડી લાચાર નજરે દીકરાને જોઈ રહ્યા,
"શું વાત છે શાંતિ...?,આવું પહેલા ક્યારેય ન હતું ,કોઈ વાત બની હોય તો સમજીને નિકાલ કરો,આ છોકરાનો સમય રમવાનો ને માં-બાપના વ્હાલ કરવાનો છે,પછી તમારી સામે બિચારા બની જોયા કરે તે સારું નહિ,"
"તારી વહુ તો તને પણ સાંભળે છે તો પછી મને એકલાને શું કરવા કહે છે "પોતાની વ્યથા રજુ કરી
"પણ તું મને સાચી વસ્તુ બતાવી શકવાનો નથી,અને તમારી બંને વચ્ચે ઉભી થયેલી મુસીબત હું શી રીતે દુર કરું ,એતો તમારે બંને એ આપસમાંજ સમજવું પડે."અને માધવી આ સાંભળી નીચે આવી
"બા,સવાલ કોઈ મોટો નથી ,દીવાસળી નો ઉપયોગ ન કરે તો."
"માને શું સમજાવે છે, હું કઈ સિગારેટ નથી પીતો ..."
"અરે તમાંરી બંનેની વાતમાં મને તો કઈ ખબર નથી પડતી,પણ માંડીને વાત કરો તો સમજ પડે.અને માધવી ભાગીમાને રૂમમાં લઇ ગઈ.
"લો,માને પણ મસકા મારવા માંડ્યા,ધણી માં ધરપત નથી" અને શાંતિલાલ બીજી કોઈ વાત થાય તે પહેલા કપડા બદલવા ગયા. શાંતિલાલ કપડા બદલીને આવી સોફા પર બેઠા,બાજુમાં ટેબલ ઉપર પડેલું છાપું લઇ પાના
ફેરવી જોયા પણ મન ન લાગ્યું,વારેઘડીએ તેની નજર બંધ બારણા તરફ જોતી રહી,શાંતિલાલને ખબર હતી,મુસીબત ની,કદાચ પોતાનીજ ભૂલ હતી,પણ કબુલ કરવા મન તૈયાર ન હતું અને આમને આમ તો ક્યાં સુધી
ચાલે માધવી ના બે દિવસથી અબોલા હતા,કોકડું બરાબર ગુચવાતું હતું ,અને સમયસર તેનો ઉકેલ ન આવે તો ,તો પછી ક્યારેય ઉકેલી ન શકાય,અને કુટુંબના બીજા સભ્યોનું શું...?!સદા સુખી કુટુંબમાં પહેલી વખત મુસીબતોના વાદળ ઘેરાયા હતા ,બે દિવસ પહેલા રજુ થયેલી માધવીની રજૂઆત પછી વાતે વણાંક લીધો હતો ,વાત હતી રસીક્લાલાની કે જેમની નવી નવી બદલી માધવીના વિભાગમાં માધવીના હાથ નીચે થઇ હતી,રસિકલાલ ખુશ
હતા તેમણે માધવી સાથે તેમના એક બીજાના કુટુંબના પરિચય માટે ભેગા થવાની દરખાસ્ત કરી અને માધવીએ હસતા હસતા તેનો સ્વીકાર કર્યો અને એજ રજૂઆત શાંતિલાલને હસતા હસતા કરી ,અને તેનો સ્વીકાર પણ થયો, પણ માધવીએ વધુમાં ઉમેર્યું કે રસિકલાલ કોલેજકાળ દરમ્યાન તેના મિત્ર હતા,ત્યારે શાંન્તીલાલે મઝાક છેડી,અને માધવીને કોઈ ખાસ મિત્ર કે ખાલી મિત્ર વચ્ચે ઉભી કરી ત્યાં સમસ્યા અને શંકા ઉભા થયા પછી તોફાન ,અને બે દિવસથી અબોલા થયા કાલે તો મહેમાન આવવાના ,નિકાલ તો આવવોજ જોઈએ ,બંધ બારણું ખુલ્યું અને ભાગીબા ચિતિત ચહેરે શાંતિલાલ પાસે આવી બાજુના સોફામાં બેઠા પણ માધવી ન આવી
"આ બધું શું છે બેટા શાંતી ?,"
"શું બધું બા, મેં તો ખાલી મઝાક કરી હતી ,"
"આવીમઝાક હોય બેટા ,તું જુએ છેને પરિણામ ,"માધવી મઝાક
શબ્દ સાંભળીને ધસી આવી ભાગીમાની બાજુમાં બેસી ગઈ
"બા,એમને કહો કે રીસ્પેક્ત વગરના સબંધોનો કોઈ અર્થ નથી "
"બાને વચ્ચે હોડીનું નારીયેર શું કરવા બનાવે છે,મને કહે ,હું બરાબર સાંભળી શકું છું "
માધવીએ ન તો તેના તરફ જોયું કે કહ્યું તે મુક અવસ્થામાં રહી
"અરે,શ્રીમતીજી હું તમને કહું છું"
"બહુ વાયદા થવાની જરૂર નથી" હજુ માધવી કાબુ વિહીન હતી
" ચાલો સારું,મજાક મારી ભૂલ હતી સોરી,સજા કાન પકડવાની હોય તો કાન પણ પકડીશ"
દીકરા અને વહુ વચ્ચેના સંવાદમાં ભાગીમાની નજર આમથી તેમ ઝોલા ખાતી હતી.
"પણ માધવી,તારા હાથમાં રીંગ નથી,"અને માધવીની નજર ઝુકી ગઈ પહેલી વખત તેના હાથમાં રીંગ ન હતી ,તે બાથરૂમમાં ભૂલી ગઈ હતી,ભૂલનો એકરાર કર્યો,પણ રિંગની વાત બીજી જગ્યાએ પણ સંભરાઈ,પોતાની મસ્તીમાં રમતો શાન દોડ્યો તેની પાછળ શ્રુતિ પણ દોડી,શાન સીધો તેની મમ્મી તરફ ધસ્યો અને ભોળા ભાવે બોલ્યો,
"મમ્મી ,ચિંતા ન કરતી હું તને મારી રીંગ પહેરાવીશ "અને શ્રુતિ એટલા મોટેથી હસી કે તેનો પડઘો પડતોજ રહ્યો ,જાણે કઈ બન્યુજ ન હતું ,ભાગીમાની આંખે આસું વેરાયા ,શાનને તેની મમ્મીએ છાતી સરસે ચાપ્યો
,શ્રુતિએ બુમ પાડી
"શાન તું ગાંડો છે,..."અને તે હસતીજ રહી,શાન ગભરાયો,શું થયું તેની ખબર ન પડી, આ બધા કેમ
હસતા હશે ,દાદીનો અવાઝ આવ્યો
"પહેરાવી દે બેટા...."માધવીની આંખોમાં આંસુ અવિરત વહેતા હતા ,ફક્ત શાનના હાથમાં પ્લાસ્ટીકની રીંગ હતી અને તે મમ્મીની આંગળી શોધવામાં મશગુલ હતો .

સમાપ્ત

Wednesday, February 1, 2012

અરજી મારા પ્રભુને
-મહેન્દ્ર ભટ્ટ

પ્રભુ મારા જીવનને એવું બનાવો, કોઈ ખોટ રહેવા એમાં ન પામે
શ્વાસે શ્વાસે પ્રભુ તારું નામ લેવાય, જ્યાં સુધી જીવનની જ્યોતિ બુઝાય
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
કરો મારા જીવનને ઉજ્જવળ એવું ,કોઈ દોષ તેમાં રહેવા ન પામે
જ્યાં જ્યાં હું જોઉં ત્યાં ત્યાં હું પામું ,શામળ તારું રૂપ નિરાળું
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
બસ એક અરજી પ્રભુ તારી પાસે,જીવન થાય પૂરું તને પામવામાં
પ્રભુ તારા દર્શન છે અતિ દુર્લભ ,કરું તપ એવા કે સુલભ બનાવે
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
અંતરમાં જીવનની જ્યોતિ જગાવી સતત રહું હું તને શોધવામાં
ઘટાઓમાં શોધું કે હવામાં હું નીરખું,ખબર નથી પ્રભુ હું ક્યા તને શોધું
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
અધીરાઈમાં હું સતત ફાફા મારું,દયા કરી દર્શન દેજે મારા સ્વામી,
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
હે યાદવા,રઘુનંદના ...............
જય શ્રી કૃષ્ણ