Monday, January 3, 2022

ભાવના

 


ભાવના 


એ સ્થિતિમાં અમારી ચારે તરફ દુઃખ ફેલાઈ છે.માનવીનું આયુષ્ય વધવાની સાથે તેની માનસિક સ્થિતિ અનેક અનેક ઇચ્છાઓથી ભરાયેલી રહે છે.તેના કારણે શરીર શિથિલ થઇ જાય છે પણ મન શિથિલ નથી થતું,અને મનની અંદરની વાસનાઓ તૃષ્ણાઓ એવી ને એવી બની રહે છે.શરીર અને મનની સાથે તાલમેલ ન થવો તેનાથી એક વાત સમજમાં આવે છે કે વ્યક્તિ પોતાને યુવાન સમજતી રહે છે પણ શરીર વૃદ્ધ થઇ જાય છે શરીરની ગતિ મંદ પડી જાય છે પણ મનની ગતિ તીવ્ર થતી જાય છે.વ્યક્તિના બોલવામાં અને કાર્યમાં શિથિલતા આવી જાય છે પણ મનમાં શિથિલતા નથી આવતી,તેને જોવામાં તકલીફ પડતી જાય છે,તેને ખોરાક પચવામાં તકલીફ પડે છે પણ મનમાં અનેક અનેક જાતની ઈચ્છાઓ રહે છે અને તેની અતૃપ્ત ઈચ્છાઓને કારણે મનમાં વ્યાકુળતા અસંતોષ વધતો જાય છે અતૃપ્ત ઈચ્છાઓ ની પૂરતી માટે મન સતત લાલચુ બનતું જાય છે અને તેની સાથે નવી નવી ઈચ્છાઓ જન્મતી જાય છે તેના પરિણામે ઈચ્છાથી ઈચ્છા વધે છે, ક્રોધથી ક્રોધ વધે છે,બદલાની ભાવનાથી તેમાં વધારો થાય છે,અશાંતિથી અશાંતિ વધતી જાય છે તેનો ક્યાંય અંત દેખાતો નથી.શ્રી કૃષ્ણ એક સંદેશો આપતા કહે છે કે દરેકે પોતાની જાતથી જોડાયેલા રહેવું જોઈએ.એટલે તમે શરીર નથી,પ્રાણ પણ નથી,બુદ્ધિથી પણ આગળ છો,ચેતન તત્વ છો,પોતાના તે ચેતન સ્વરૂપને ઓરખો અને પોતાની જાતને ઓરખો,તમારું નિજ રૂપ શાંતિ અને કરુણાથી ભરેલું છે.સહયોગ અને ઉદારતાથી ભરેલું છે એ જો ક્રોધ,દ્વેષ, વેર, બદલાની ભાવના,ઇજા કરવાની ભાવના એ બધી વસ્તુઓ આપનો સ્વભાવ નથી,પણ એ બીજાની સગતિથી,પાછલા સંસ્કારોને કારણે તમારા મન પર પડેલો મેલ છે જેના લીધે તમને ઝાંખું દેખાય છે.જેના કારણે ખોટી શંકા થાય છે, તકલીફો ઉભી થાય છે.એટલે એમણે એ કહ્યું, 

હૃદયને શુદ્ધ રાખવું,પોતાને શાંત રહેવું,વિચારોને પવિત્ર રાખવા અને જાતે શાંત રહેવું એ જરૂરી છે. અશાંત વ્યક્તિના જીવનમાં સુખ નથી અંદરની અશાંતિ,બેચેની આપના સુખને લઇ જાય છે.પણ બે વાતો ખુબ જ મહત્વની છે અયુક્ત વ્યક્તિની બુદ્ધિ રોકાતી નથી,એકાગ્રતાની શક્તિ કામ નથી કરતી,જેમાં એકાગ્રતા ન હોય તેને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી મળતી તેને સુખ ક્યાંથી મળે ? અયુકતનો અર્થ ભગવાનના સ્રોતથી કપાયેલો માણસ,જેમ ઝાડના મૂળિયાં કપાઈ જાય તો પછી હરિયાળી નથી રહેતી,ઝાડ સુકાઈ જાય છે.એટલે મુળીયાથી જોડાયેલા રહેવું જોઈએ,વ્યક્તિના મૂળિયાં પરમાત્મા છે એટલે પરમાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ.જ્યાં જીવની શક્તિ શ્વાસ દ્વારા પ્રાણવાયુ લે છે, ભોજનથી જીવની શક્તિ લો છો બ્રહ્માડથી ઊંઘમાં આપ શક્તિ મેળવો છો, નવ ગ્રહ,અને સત્તાવીસ નક્ષત્રો થી આવતી ઉર્જા તે સાત રંગોનો પ્રકાશ આપના શરીર પર પડે છે તેનાથી આપનો ઓળો બને છે સૂરજનો પ્રકાશ આપને શક્તિ આપે છે પણ એ બધાથી ઉપર પણ એક શક્તિ છે તે પરમાત્મા બીજથી છોડ અંકુરિત થાય છે,તે વધે છે ,તેને ફૂલ આવે છે પછી ફળ આવે છે એ પ્રકારનો ક્રમ ચાલ્યા કરે છે તેને ચલાવનારી શક્તિ છે પરમાત્મા.તે આપણું મૂળ છે.વેદોમાં કહ્યું છે કે મનુષ્ય એક ચાલતું ફરતું ઝાડ છે.પણ તે ઊંધું ઝાડ છે પાણીમાં દેખાતું ઝાડ ઊંધું હોય છે.મૂળિયાં ઉપર અને ડાળિયો નીચે.તેવુંજ મનુષ્યનું છે માથું અને મોઢું તેના મૂળિયાં અને હાથ પગ ડાળિયો.ઝાડ નીચેથી ખોરાક મેળવે છે મનુષ્ય ઉપરથી ખોરાક અને ઉર્જા મેળવે છે 

આપ ઉપરથી ખાઓ પણ છો અને ઉર્જા પણ ઉપરથી લો છો તેનાથી જોડાયેલું રહેવું જરૂરી છે આકાશમાંથી આવતી ઉર્જા આપના ઇંડોકલાઇન ગ્લેન્સ ઉપર અસર કરે છે તેનાથી આપની ભાવના બને છે.ભાવના પ્રમાણે વિચાર બને છે તેનાથી આપનો મૂડ બને છે કોઈ દિવસ ખરાબ અનુભવાઈ,કોઈ દિવસ ગુસ્સો વધારે આવે કોઈ દિવસ આપ ખુબ ખુશ રહો છો પણ જીવન એટલાથી નથી ચાલતું,જીવનનું એક બીજું રૂપ છે જે નાના બાળકમાં જે ખુબ ભોળો હોય છે તેનું હસવું,રમવું,અને કોઈથી ઝગડો પણ કરી લેવો,બધુજ બાળકમાં ચાલે છે પણ તે એવો અદભુત છે જેમ પાણી પર ખેંચેલી લીટી,તેનો ઝગડો પાણી પર ખેંચેલી લીટી જેવો હોય છે થતાની સાથે પૂરો પણ થઇ જાય છે જેમ છોકરો મોટો થઇ કિશોર અવસ્થામાં પહોંચે છે તેનો ઝગડો રેતી પર ખેંચેલી લીટી જેવો હોય છે પવન કે હવા ચાલતા તે રેતીની લીટીઓ ભૂંસાઈ જાય છે,આપ મોટા થાઓ છો તેમ આપનો અહંકાર વધે છે પછી તે પથ્થર પર ખેંચેલી લીટીનું રૂપ લે છે તે ભુંસાતી નથી આપ જિંદગીભર વેર બાંધીને બેસશો તેનાથી અશાંતિ આવશે 

જ્યાં સુધી તમે બાળક હતા ત્યાં સુધી ભોળા હતા પરમાત્માથી જોડાયેલા હતા.અહીં એ જોવાય છે એક જોડાયેલું સ્ત્રોત છે બીજું જુદું થયેલું સ્ત્રોત છે,આકાશમાં ઊડતી પતંગ જેની કોઈએ નીચે દોરી પકડેલી છે જો તે દોરી કપાઈ જાય તો તે પતંગ કોઈ કામની નહિ.ન જાણે ક્યાં જઈને પડશે અને ફાટી જશે.આપ આસમાનની ઉંચાઈ સ્પર્શી શકો છો પણ જોડાયેલા રહેવું ખુબ જરૂરી છે.બાળકને માફ કરવાનું કોઈ શીખવાડતું નથી તે બધુજ ભૂલી જાય છે નવું અવતરેલું બાળક કોઈથી નજર લગાવતું નથી તે ખુબ ભોળો હોય છે જેમ સંસારની ચેતના વધતી જાય છે તેમ તે તેની આજુબાજુ નજર ફેરવતો જાય છે તેને માની સાથે મમતા બંધાઈ છે તે માં સિવાય કોઈને જોવા માંગતો નથી.થોડો વધારે મોટો થાય છે પિતાની સાથે મમતા બંધાઈ છે.પછી ભાઈ બહેન જોડાઈ છે પછી તેને પણ છોડી તે મોટો થતા ભાઈબંધ સમાજ સાથે જોડાઈ છે.જ્યાં સુધી આપ સરળ રહો છો ત્યાં સુધી ચૈતન્યથી પરમ ચેતના સાથે જોડાયેલા રહો છો,એક બાળકનું હસવું પણ કેટલું મધુર હોય છે.તે બધી બાજુથી સુંદર દેખાય છે તેનો ફોટો ગમે તે બાજુથી લેવાય તો તે સુંદર જ હોય છે,મોટા માટે ફોટોગ્રાફરને કઈ બાજુથી સારો આવશે તે જોવું પડે છે.સીધા અર્થમાં એ જ્યાં સુધી સરળ છો ત્યાં સુધી આપણું જોડાણ પરમ શક્તિ સાથે જોડાઈ છે.એટલે ચિંતક એવું કહે છે કે વિચારે તો બધા છે પણ બધાને સારી રીતે વિચારતા નથી આવડતું જયારે આવડી જાય તો તે જુદી જ વ્યક્તિ બની જાય છે.જો તમે તમારા સ્રોતથી જોડાયેલા હશો,તો ધર્મ, ભાવના જોડાયેલી રહેશે અને તે તમને ખોટું કામ કરતા અટકાવશે,પ્રભુનો કે ધર્મનો તમને ડર રહેશે.આ દુનિયામાં બુદ્ધિ છે અને બુદ્ધિની સાથે ભાવના છે તો વાત બનશે કામ થશે.ડર,કમાઈ,એ બધી ભાવના છે સાપ જોતા ડરની ભાવના આવશે અને સાપથી રક્ષણ થશે,રમકડું જોતા રમવાની ભાવના બાળકને તે તરફ ગતિમાન કરશે.એટલે પોતાની સાથે જોડાયેલા રહેતા સારી ભાવના આવશે,પ્રભુ સાથે જોડાવું એટલે પોતાના આત્મા સાથે જોડાવું,તો સરળતાથી કામ પાર પડશે.પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમે દુનિયાથી જોડાશો તો દુર્ભાવનાથી જોડાશો અને ભગવાન કે ધર્મની જોડાશો તો સદભાવનાથી જોડાશો.નકામા માણસો સાથે કોઈની પાસેથી ઝૂંટવી લેવાની ભાવના જાગશે અને સારા માણસોનો સંગ કોઈનું ભલું કરવાની ભાવનાને જન્માવશે.પુરાણી કથાઓમાં શંખ અને લિખિત બે ભાઈઓની કથા આવે છે 

એક ભાઈએ વગર પૂછયે બીજા ભાઈના બગીચામાંથી ફળ ખાઈ લીધું,હવે ભાઈનો ભાઈ ઉપર તો હક હોય પણ રાજા પાસે પહોંચી ગયા અને અપરાધની સજા માટે પૂછયું તો રાજાએ કહ્યું હાથ કાપવાની સજા છે તો તો તેણે કહ્યું તો મારો હાથ કાપો મેં ગુનો કર્યો છે.પણ રાજાએ કહ્યું તમે તો ઋષિ છો ચિંતક છો તે તમારો ભાઈ છે પણ તેણે કહ્યું ન જાણે ક્યાંથી ભાવના આવી અને સુંદર ફળ જોયું અને તોડી લીધું જો તેની સજા હું ન ભોગવું તો કેટલાય જન્મો સુધી તે મારો પીછો કરે જન્મો જન્માંતરના પાપ ધોતા ધોતા કૈક ઠીક થયું હતું.અને આપણા દેશમાં જે ઋષિયોએ સ્મૃતિઓ લખી તેમાં લિખિત અને શંખનું નામ આવે છે.એટલે પોતાના દેશ કે કુટુંબથી જોડાયેલા રહેવા આપની અંદરથી ભાવના જાગે ત્યારે દેશ આગળ વધે છે પ્રગતિ કરે છે. અશાંતિ દુઃખ આપશે શાંતિથી સુખ મળશે.

ભાવના એ વિચારને વારંવાર વિચારતા અથવા વિચારના ઊંડાણમાં ગયા પછીનું રૂપ છે.તેના પછી નું રૂપ તે ભાવનાની આજુબાજુ છવાતું આવરણ છે કે જેનો આકાર ગોળ છે જેને ઓળો કહેવામાં આવે છે સારા વિચારોનો સારો ઓળો હોય છે જેને આપણે પોઝિટિવ થીંકીંગ કરતા મેળવીએ છે જે માનવીના સુખ કે સ્વસ્થતાનું  કારણ છે નેગેટિવ થીંકીંગ માનવીના દુઃખ કે અસ્વસ્થતાનું કારણ છે.એ ઓળો આત્માના વિચારથી બનતું આવરણ છે એટલે આપણે જ આપણા સુખ કે દુઃખનું કારણ છે મંદિર ,ભગવાનની કથા,કે સંતો સાથેનું મિલન કે સત્સંગ એ આત્માથી ઉપર પરમ આત્માના સ્થાનો છે,પરમાત્મા એ સત્ય છે,આત્મા પણ સત્ય છે કે જે અમર છે.એ સ્થાનોમાં સદાય પવિત્ર ઓળો હોય છે આખી દુનિયામાં તે સ્થાનો ઊંચા છે કે જ્યાં પહોંચતા માણસને સદા સુખનો અનુભવ થાય છે દુઃખો દૂર થાય છે માટે હિંદુત્વએ સદા પરમાત્માને ઉંચુ સ્થાન આપી તેની શરણાગતિ સ્વીકારી છે.હિંદુત્વએ પરમાત્માના ચોવીસ અવતારો માન્યા છે જેની વ્યાખ્યા ચિંતકોએ પરમાત્મા શબ્દમાં જ સમજાવી છે ગણતરી કરતા શબ્દનો પહેલો અક્ષર પ એટલે પાંચ,બીજો અક્ષર ર એટલે બે,ત્રીજો અક્ષર મા એટલે સાડા ચાર,ચોથો અક્ષર ત્મા એટલે આઠ અને સાડા ચાર એવી રીતે આખા શબ્દ ‘પરમાત્મા’ નો કુલ સરવાળો ૫+૨+૪ ૧/૨ +૮ +૪ ૧/૨ =૨૪.


સંતોના પબ્લિશ પ્રવચનોમાંથી શુભ વિચારો 

ઈશુના નવા વર્ષ ૨૦૨૨ ની સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત શુભ કામનાઓ

જય શ્રી કૃષ્ણ.









P