Monday, July 30, 2012

જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા.....(શ્રી જી ભજન)


જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા.....(શ્રી જી ભજન)
-મહેન્દ્ર ભટ્ટ 

જ ય શ્રી કૃષ્ણ કહેતા કહેતા હૃદયે પ્રભુજી રાખજો,(૨)
કમળ નિર્મળ ચહેરા ઉપર પ્રશન્નતા પ્રસરાવજો ,
ભૂલતા નહિ પણ જીહવા ઉપર શબ્દો સાચા આવશે ,
પરોઢના દરવાજે એવા પ્રસન્ન કિરણો પ્રકાશશે ,જય શ્રી કૃષ્ણ કહેતા......
મંગળાના દર્શનનો લાવો લુટજો ને લૂટાવજો,
પ્રેમથી પ્રારંભાતા  પ્રભાતે પ્રભુને પ્રેમે વધાવજો,
શ્રીજી શ્રીજી કરતા કરતા વૈષ્ણવો હરખાય છે,
દિવસભર પ્રભુજીના ધામે ,ભક્તિ સભર થઇ જાય છે,જય શ્રી કૃષ્ણ કહેતા.....
સત્સંગ સેવી હું પણાને સદા વિદાય આપજો,
બહુ રૂપિયાનું જીવન છોડી,પ્રેમ હૃદયમાં સ્થાપજો
શ્રી પ્રભુ શરણે શીશ નમાવી સદાનું શરણું યાચજો
શ્રી વલ્લભ પ્રભુની સેવા સાંધી ,જીવન ધન્ય બનાવજો,જય શ્રી કૃષ્ણ કહેતા......
જય શ્રી કૃષ્ણ.

Tuesday, July 24, 2012

ભગવાન મેરી નૈયા.....(હિન્દી ભજન)


ભગવાન મેરી નૈયા.....(હિન્દી ભજન)

ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના
અબ તક તો નિભાયા હૈ, આગેભી નીભા લેના(૨)
હમ દીન, દુઃખી,નિર્બળ ,નિત નામ રહે પ્રતિપળ,હોજી હો.......
યહ સોચ કરત જોગી,પ્રભુ આજ નહિ તો કલ 
જો બાગ લગાયા હૈ,ફૂલોસે સજા દેના,ભગવાન મેરી નૈયા .......
તુમ શાંતિ સુધાકર હો,તુમ જ્ઞાન દિવાકર હો ,હોજી હો......
મન હંસ ચુગે મોતી,તુમ માન સરોવર હો
દો બુંદ સુધારસકી હમકો ભી પીલા દેના ,ભગવાન મેરી નૈયા.....  
સંભવ હૈ ઝંઝટ મેં ,મૈ  તુમકો ભૂલ જાઉં,
પણ નાથ તુમ ભી મુઝકો ભૂલા કહી ન દેના હોજી હો....
જલ બલકે  સાથ માયા  ઘેરે મુજકો પાકર,
જબ દેખતે ન રહેના ,તબ આકે  છુડા લેના ,ભગવાન મેરી નૈયા......
તુમ ઇષ્ટમેં   ઉપાશક ,તુમ પૂજ્યમે પૂજારી, હોજી હો...
જબ સત્ય હૈ  તો સ્વામી,સચ કરકે દિખા દેના ભગવાન મેરી નૈયા......
અબ તક તો મેં ખોયા થા,સંસારકે જાલોમે,હોજી હો...
કરુણા કરકે તુમને મુઝે હોશ દિલાયા હૈ,
તેરે ચરનોમે હું પડા, મુઝે જલ્દી ઉઠા લેના, ભગવાન મેરી નૈયા.....
મૈ ખોજ રહા થા અમૃત ,ઇન વિષકે પ્યાલોમે,
એક ઝલક તેરી જો મિલી,તો સાર  યે  પાયા હૈ,હોજી હો....
માયાકે હરેક પલમે તુહી તો શમાયા હૈ, ભગવાન મેરી નૈયા.....
રોકો ભી ભલા કબ તક દર્શન કો મુઝે તુમસે,હોજી હો....
ચરનોકો લિપટ જાઉં,વૃક્ષોસે લતા જૈસે,
અબ ધ્વાર ખડા તેરે મુઝે રાહ દિખા દેના,ભગવાન મેરી નૈયા.......
મઝધાર પડી નૈયા,ડગમગ ડોલે ભવમેં  ,હોજી હો....
આ ઓ શીલાનંદન  હમ ધ્યાન ધરે મનમેં
અબ તન કરું બિનતી,મુઝે અપના બના લેના ,ભગવાન મેરી નૈયા.......
જય શ્રી કૃષ્ણા

Saturday, July 21, 2012

અજબ કાયાનો ઘડનારો.(.ભજન)


અજબ કાયાનો ઘડનારો.(.ભજન)


પ્રભુજિ પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
એ પોતે એમા પુરાણો..૨
માયાપતિ માયા ને વસથય માનવ બનિ ને મુંજાણો..
પ્રભુજિ પોતે એમા પુરાણો..૨

પુરણબ્રમ્હ પરમાત્મા રુપે..૨
એકલો બહુ અકળાણો..૨
એતોહં બહુસ્વામિ કહિને...૨
લખચોર્યાસિ મા સમાણો..૨
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..૨

કોટિ બ્રમ્હાંડ રચ્યા પલકમા ને એમાં સાંધો ક્યાય ન  દેખાણો..૨
અખંડ માંથી ખંડ ઉપજ્યુ..૨
થયો ન ઓછો દાણો..
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..૨

પ્રુથવિ મહિ  ઔષધી  એ સૌને દેવા વાળો..૨
 હજાર  હાથે દિયે છતા એ..૨
પોતે ન ક્યાય દેખાણો..પ્રભુજિ ..૨
પોતે એમા  પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા  પુરાણો..૨

પોતે ભગવંત પોતે પુજારિ..૨
પોતે દર્સન વાળો..
રિધિ સિધિ દિયે સંતોને..૨
સ્વામિ થયને સુઢાળૉ..૨
પોતે એમા  પુરાણો..
અજબ  કાયાનો ઘડનારો..૨
પોતે એમા  પુરાણો..

દ્રસ્યમાન છે જે  કઈ  જગમા..૨
સિયારામ મય જાણો..
તમે સિયારામ મય જાણો..
ગુરુકૃપા આનંદ તેરે..૨
અર્જુન માયામા અટવાણો..૨
પોતે એમા પુરાણો..
અજબ કાયાનો ઘડનારો..૨
પોતે એમા પુરાણો..
જય શ્રી કૃષ્ણ

Thursday, July 19, 2012

હિન્દી ભજન


તેરે નામકા સુમિરન કરકે (હિન્દી ભજન)

તેરે નામકા સુમિરન કરકે મેરે મનમેં સુખ ભર આયા(૨)
તેરી કૃપાકો મૈને પાયા,તેરી દયાકો મૈને પાયા (૨)તેરે  નામકા......
દુનીયાકી ઠોકર ખાકર(૨)જબ હુઆ  થા જી બે સહારા
ના પાકાર અપના કોઈ,જબ મૈને તુમહે  પુકારા ,
હે નાથ મેરે શિર ઉપર તુને અમૃત બરસાયા,તેરી કૃપાકો...તેરે નામકા......
તું સંગમે થા નિત મેરે,(૨) યે નૈના દેખ ન પાયે,
ચંચલ માયાકે રંગમે યે નૈન રહે ઉલઝાયે,
જીતની બાર ગીરા હું ,તુને પગ પગ મુઝે  ઉઠાયા,તેરી કૃપાકો.....તેરે નામકા.......
ભવસાગરકી લહેરોમે,(૨)ભટકી જબ મેરી નૈયા,
તટ છૂના ભી મુશ્કિલ થા,નહિ દીખે કોઈ કેવૈયા,
તું  લહેર બના સાગરકી,મેરી નાવ  કિનારે લાયા,તેરી કૃપા......તેરે નામકા......
હરતરફ તુમ્હી હો મેરે,(૨)હરતરફ તેરા ઉજીયાલા,
નિર્લેપ પ્રભુજી મેરે,હર રૂપ તુમ્હીને ધારા,
તેરી શરણમે હોકે દાતા, તેરા તુઝ્હિકો ચઢાયા,તેરી કૃપાકો....તેરે  નામકા.....
તુને જ્ઞાનકી જ્યોત જલાકે,(૨)અજ્ઞાન દુર કિયા મેરા,
જબ મિલા સહારા તેરા,છુટા જનમ મરણકા ફેરા,
તેરે ચરણોમે હે સદગુરુજી,મૈને મોક્ષધામકો પાયા
તેરી કૃપાકો........તેરે નામકા........
જય સદગુરુજી,જય ભગવાન. 

ગુરુ ભજન


એક દિન આવે એક દિન જાવે(ગુરુ ભજન)

ઘટમે પુરણ બ્રહ્મ બિરાજે બંદા કરે ભરમ  મનમેં
એક દિન આવે એક દિન જાવે બચે ન કોઈ ઇસ જગમે
ખુદા બનાવે આંખોવાલે ,કરલી આંખે બંધ સબને (૨)
ખુદાને કાન દિયે  દો  સબકો,હો ગયે બહેરે ઇસ જગમે  એક દિન......
મન તો સુલાવે નીન્દ મોહકી,ગુરુ તોડે જુથે સપને,
ખુદા સમાન બનાવે સબકો ,કરતે અંતર હમ સબમેં ,એક દિન.....
ગુરુને દીન્હી ચાબી ઐસી ,ખુલ ગયે તાલે સબ અપને,
કહતે સંત સુનો ભાઈ સાધો ,ગુરુ મીટાવે ભ્રમ પલમે , એક દિન આવે......
ઘટમે પુરણ બ્રહ્મ બિરાજે,બંદા કરે ભરમ મનમેં ,એક દિન આવે......

જય ગુરુદેવ 

Sunday, July 15, 2012


શ્રદ્ધાનો દીવડો (જલારામ ભજન)

અખંડ તું  રાખજે  માં વીરબાઇ  ,મારો શ્રધ્ધાનો દીવડો,
જોજે બુઝાય જાય ના ,માં મારો.........અખંડ....
હે......હ્રુદીયાનું  રૂપાળું કોડિયું રે કીધું,
સત્સંગના ઘી થકી છલકાવી દીધું,
વહાલની વાટ્યું વણી માં વીરબાઇ,મારો ....અખંડ.....
એ..જીવડો મારે મન સોનાનો સુરજ છે,
અંધારા ટાળે એ અજવાળા દે છે  
રાંકનું રતન છે માં વીરબાઇ મારો ...અખંડ....
એ ...શ્રદ્ધાની પાંખડીનું અતિ રૂડું ફૂલ છે,
શ્રદ્ધાના દીવડાનાં    મો ઘેરા મૂલ છે,
ઝળહરતો રાખજે માં વીરબાઇ ,મારો ...અખંડ....
એ ..જલીયાર વીરબાઇ માં ,
દીવડાનાં અજવાળે પહોચવું

આ મારે,હૈયામાં  હામ દેજે માં વીરબાઇ ,મારો...અખંડ.....

જય  જલારામ બાપા

Monday, July 9, 2012

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા પૂરો મારી આશ,જલીયાર ચરણોમાં રાખજો (૨)
બાપાના બગીચાના છોડ  મારે થવું,
પુજાના ફૂલ નિત નવલા ખીલાવું,
દેજો બાપા નિત નવા નીર જલીયાર.......
જોગીડા.....
ધજા થઇ જાવું તારી ફરકું ભવનમાં
કીર્તિ જલીયારની પ્રસરાવું ગગનમાં,
વર્તાવું  જયજયકાર જલીયાર...
જોગીડા.........
જોગી તારી આરતીનો દીપ બની જાવું,
જાતને પ્રજાળીને અંધારું તાળું,
પ્રગટું  હું થઈને પ્રકાશ, જલીયાર.......
જોગીડા.......
ઉડી ઉડી જાઉં હું પુરણ બનીને,
વિરપુર ગામની ધૂળમાં મળીને,
પાવન પાવન થઇ જાઉં,જલીયાર.....
જોગીડા....
રહેવું થઈને તમારા દાસ ,જલીયાર........
જોગીડા પૂરો મારી આશ જલીયાર......

જય  જલારામ બાપા