Wednesday, November 23, 2016

દાસી જીવણના ભજનો

દાસી જીવણના ભજનો


જાઉં છે મરી ....

જાઉં છે મરી ,જાઉં છે મરી,મેરણ,જાઉં છે મરી
લે લગાડી રામ ભજીલે જાઉં છે મરી (૨)
મેડી, વંડી,માળીયા તારા જાશે રે પડી,
કાચી કાયાનું ધડ બંધાણું,જાણે ધૂળની ઘડી,
જાઉં છે મરી ......
સગા, કુટુંબ તારા લૂંટવા લાગે,કાલની ઘડી,
કાઢો કાઢો સહુ કહે હવે રોકો માં ઘડી,
જાઉં છે મરી......
ફુલણજીની જેમ ફૂલી રહ્યો છે,જાણે વૃથજમાં ઘડી
જમડા આવશે જીવને લેવા ,ભાંગશે નળી
જાઉં છે મરી.......
સાધુ સંતનો સંગાથ કરી લે,ગુરુની સેવા એ વાત ખરી,
દાસી જીવણ ભીમને ચરણે,જનમ જાયે ઘડી,
જાઉં છે મરી.......

જેનો હંસલો...

એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી   મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)
પોતાના મંદિરીયાની પથિક નથી પાળતો ને
પારકે મંદિરિયે પૂજવા જાય રે..એ રે મંદિરિયેથી પાછો  ફરે
તો ભવ રે ચોર્યાસીમાં જાય -ગુરુજી મારા......
સહુને પેઠે  મૂર્ખે આ માયા ભેળી કીધી ને
નવ ખર્ચે નવ ખાય,લોભિયાની જેમ માયા ભેળી કીધી,
જમડા આવે જયારે જીવડાને લેવા ભાઈ,
ત્યારે જીવની શી ગત થાય,-ગુરુજી મારા.....
સાધુ શૂરા એ તો સન્મુખ રેવે,ને
કાયર કંપે મનની માય,(૨)
કાયર મનડાને એ જી ઘણું સમજાવો  ભાઈ,
છતાં ગાફિલ ગોથા ખાય,ગુરુજી મારા,,......
મુજ અબળાને મહેલે આવો,મારા નાથજી ને
દાસી તમારા શુરને ગાય,(૨)
દાસી જીવણ સંતો,ભીમ કેરે શરણે,
એ તો ઘોળી ઘોળી અમીરસ પાય,ગુરુજી મારા.....
એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી   મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)

રામ સમર મન ........

રામ સમર મન રામ સમરી લે,અરે મૂરખ મન ક્યુ સુતા,(૨)
જાગૃત નગરીમાં ચોર ન લૂંટે,જખ મારે જમદુતા   ...રામ સમર......
જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર,કાશીએ જય કરવત લેતા,(૨)
મુવા પછી એની મુક્તિ ન હોવે,રણમે સર્જે જમદુતા..રામ સમર......
જોગી હોકર જટા બધાએ,અંગ લગાવે ભભુતા(૨)
શમણાં ટાણે  સેહ જલાવે,જોગી નહિ જગ જુઠ્ઠા...રામ સમર......
જોગી હોય સો બસે જંગલમેં,કામ ક્રોધ કો દે જંગા(૨)
અધર પટલ પર આપ મિલા દે વો જોગી હૈ અવધૂત...રામ સમર.....
સુતા નર ગયા  ચોર્યાસી,જાગ્યા સોઈ નિર્ભય હોતા,(૨)
દાસી જીવણ ભીમને શરણે ,અનુભવી નર અનુભવ લેતા ...રામ સામ

જય શ્રી કૃષ્ણ.

Tuesday, November 8, 2016

મન લાગો( હિન્દી ભજન)

મન લાગો( હિન્દી ભજન)


મન લાગો રે,મેરો મન લાગો
યાર ફકીરીમેં ,હો યાર ફકીરીમેં -મન....
જો સુખ પાવો રામભજનમે (2)
સો સુખ નાહી અમીરીમેં,ભલા બુરા સબકા સુન લીજે
કર ગુજરાન ગરીબીમેં...મન લાગો....
પ્રેમનગરમેં રહીમી હમારી રે
ભલી બની આયી સબૂરીમેં,હાથમે કુંડી,બગલમે સોટા
ચારો દિશા જગીરીમેં...મન લાગો....
આખિર તન ખાક મિલેગા
કહા ફિરત મગરુરીમેં,કહત કબીરા સુનો ભાઈ સાધુ,
શાહિદ મિલે સબૂરીમેં..મન લાગો.....
મન લાગો રે,મેરો મન લાગો
યાર ફકીરીમેં ,હો યાર ફકીરીમેં -મન....

Monday, November 7, 2016

કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ



કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ 


સમયની વાત 

સમયની વાત કોઈ ના જાણે (2)
માનવ મોટો મોટી વાતો માંડે,પણ પળભરની ના જાણે,
સમયની વાત......
માત પિતા સમજે ,દીકરો મારો એક દિ મોટો થાશે,
સ્વપનાનો સંસાર માનવનો,(2)
એક દિ તો એ વિખાશે,સમયની વાતો.....
મોટી મોટી આશા બાંધે,પણ ઘડીભરનું ના જાણે
સમયની વાત....(2)
અખંડ  આશિષ લઈને કન્યા સાસરિયામાં જાશે,
કોઈ ના જાણે ચૂડલો એનો એક દિ તો નંદવાશે,
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
કોણ રળે,ને કોણ ભોગવે,કોણ રોવે, કોણ ખાશે,(2)
ઊંચી ઊંચી મેડી બાંધીને કોણ રહેવાને જાશે,
સમયની વાતો ....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
પથરા પૂજીને માનતાઓ માને,દીકરા કેવા થાશે...(2)
મરણ પથારીએ સુતા ત્યારે પાણી કોણ પાશે
સમયની વાતો....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
અશ્વીન સોની કહે સમયનો ભેદ કોઈ ના જાણે,
વિરલા એવા કોક  જ પાકે,હસતા હસતા સુખ દુઃખ માણે
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)

સમય છે મહાન....

સમય છે  જગમાં મહાન, ભાઈ સમય છે જગમાં મહાન,
સમયના સથવારે ચાલી સમયને દેજો માન
સમય છે જગમાં...(2)
સમયના તો ખેલ છે ન્યારા,સમયના તો રંગ નિરાળા(2)
ઘડીમાં કોઈને તાજ પહેરાવે
ઘડીમાં કરે લીલામ,સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમય છે જુગજુગનો રાજા,સમય છે રાજાનો રાજા,
સહુના માટે કાનૂન એનો રહેતો એક સમાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
આ મારુ આ તારું કહીને, ખોટા રે ગુમાનમાં  ફરતા (2)
જેવાને ઠોકર સમય કરાવે
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
અશ્વિન સોની કહે સાવધ રેજો,સમયને તમે ઓળખી લેજો(2)
સમય કોપશે તે દિ કોઈનું નહિ રહે નામો નિશાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમયના સથવારે રહીને  સમયને દેજો માંન
ભાઈ રે સમય છે  જગમાં મહાન... સમય છે જગમાં....

જય શ્રી કૃષ્ણ