Monday, November 7, 2016

કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ



કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ 


સમયની વાત 

સમયની વાત કોઈ ના જાણે (2)
માનવ મોટો મોટી વાતો માંડે,પણ પળભરની ના જાણે,
સમયની વાત......
માત પિતા સમજે ,દીકરો મારો એક દિ મોટો થાશે,
સ્વપનાનો સંસાર માનવનો,(2)
એક દિ તો એ વિખાશે,સમયની વાતો.....
મોટી મોટી આશા બાંધે,પણ ઘડીભરનું ના જાણે
સમયની વાત....(2)
અખંડ  આશિષ લઈને કન્યા સાસરિયામાં જાશે,
કોઈ ના જાણે ચૂડલો એનો એક દિ તો નંદવાશે,
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
કોણ રળે,ને કોણ ભોગવે,કોણ રોવે, કોણ ખાશે,(2)
ઊંચી ઊંચી મેડી બાંધીને કોણ રહેવાને જાશે,
સમયની વાતો ....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
પથરા પૂજીને માનતાઓ માને,દીકરા કેવા થાશે...(2)
મરણ પથારીએ સુતા ત્યારે પાણી કોણ પાશે
સમયની વાતો....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
અશ્વીન સોની કહે સમયનો ભેદ કોઈ ના જાણે,
વિરલા એવા કોક  જ પાકે,હસતા હસતા સુખ દુઃખ માણે
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)

સમય છે મહાન....

સમય છે  જગમાં મહાન, ભાઈ સમય છે જગમાં મહાન,
સમયના સથવારે ચાલી સમયને દેજો માન
સમય છે જગમાં...(2)
સમયના તો ખેલ છે ન્યારા,સમયના તો રંગ નિરાળા(2)
ઘડીમાં કોઈને તાજ પહેરાવે
ઘડીમાં કરે લીલામ,સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમય છે જુગજુગનો રાજા,સમય છે રાજાનો રાજા,
સહુના માટે કાનૂન એનો રહેતો એક સમાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
આ મારુ આ તારું કહીને, ખોટા રે ગુમાનમાં  ફરતા (2)
જેવાને ઠોકર સમય કરાવે
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
અશ્વિન સોની કહે સાવધ રેજો,સમયને તમે ઓળખી લેજો(2)
સમય કોપશે તે દિ કોઈનું નહિ રહે નામો નિશાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમયના સથવારે રહીને  સમયને દેજો માંન
ભાઈ રે સમય છે  જગમાં મહાન... સમય છે જગમાં....

જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment