Tuesday, November 22, 2016

યમ નો દરબાર





યમ નો દરબાર

❤The King of Death


દુનીયાંનાં જુદા જુદા ભાગમાંથી મરેલા લોકોને યમના દરબાર બાજુ દોરી જતા યમના દૂતોને ક્યારેક વારેઘડી બધું બરાબર છે તે માટે પાછું જોવું પડતું હોય તો  તે ગુજરાતમાંથી પકડેલા જીવો તરફ, કેમકે આ પહેલા કદાચ આ ગ્રુપ માટે છટકી જવાનો જરૂર કોઈ અનુભવ હોવો જોઈએ,આમ તો જ્યારે જમ ના દૂતની સવારી આવતી ત્યારે કઈ કેટલાય આઘા પાછા થઈને છુપાઈ જતા અને છેલ્લે તેમનો પત્તો ન લાગતા જમ દૂતો ચોપડામાં ન મળ્યાની નોંધ કરી બીજાને પકડવા જતા રહેતા,કેમકે મોટો દેશ એટલે તેમનું સ્કેડયુઅલ ખુબજ બીઝી રહેતું અને ઘણા અહીજ રહી જતા અને રહી ગયેલા પછી તો છાતી કાઢીને ભમતા રહેતા,વધારેમાં વધારે તેમના સગાની આસપાસ ફર્યા કરતા,પ્રેક્ટિકલી  તો કોઈ મદદ ન કરી શકે  પણ આત્માનું કદ નાનું થઇ જવાથી તેની શક્તિ ખુબજ વધી જતી હોય એટલે ક્યારેક કોઈ ગંભીર સમસ્યામાં તે કુટુંબ માટે મદદ કરવાંમાં સફળ થતા,તો પછી કુટુંબ માટે ક્યારેક તેઓ મુસીબત પણ ઉભી કરતા,કેમકે તે બધુજ જોઈ શકતા,ગમે ત્યાં જઈ શકતા મચ્છર કરતા પણ નરી આંખે ન જોઈ શકાય તેવું તેનું  નાનું કદ હોવાથી પોતાથી ન સહન થતા દ્રશ્યો માટે તે હેરાનગતિ ઉભી કરતા,કદાચ ડાકણ ભૂત વળગાડ  વગેરે તેના કદાચ ઉદાહરણ હોઈ શકે, ફરીથી  યમદૂતો શોધતા આવે ત્યાં સુધી તો કોઈ ચિંતા નહિ એટલે સ્વચ્છંદે સમાજમાં ફરતા રહેતા ,
યમદૂતને  વારેઘડી પોતાની નોર્મલ સ્થિતિમાં વિઘ્ન લાગતા તેને પાછળ જોવાની ફરજ પડી તેમાં એક ગુજરાતી જીવ બીજાને વારેઘડી ધક્કો મારતો હતો અને પેલો તેને પાછો વળીને ધક્કો મારતો હતો એટલે જમદૂતે પાડા ઉપરથી ઉતરી સમસ્યાનું કારણ પૂછ્યું,તો બંને એકબીજા માટે ફરિયાદ કરવા મંડ્યા અને સોગન ખાવા તૈયાર થઇ ગયા ત્યારે યમે કહ્યું કે હવે શું સોગન ખાવ છો,સરખા રો નહિ તો દરબારમાં મોટી સજા થશે.એટલે બંને ચૂપ થયા,કેમકે પૃથ્વી ઉપર સાંભરેલું કે સ્વર્ગ મળે તો સારું નહિ તો નર્કમાં તો કફોડી સ્થિતિ,બંનેને ખબર હતી કે પોતાનું સ્થાન નર્ક સિવાય ક્યાંય નથી છતાં પણ જેમ પૃથ્વી ઉપર પૈસાનો મોહ હતો તેમ એક આશા સ્વર્ગની પણ તેઓને હતી એટલે ચૂપ થઇ ગયા ,વળી પાછો દૂત સવાર થઇ આગળ વધ્યો ત્યાં પેલા બેમાંથી એકને હિમ્મત આવી  અને પૂછી નાખ્યું કે" હજુ કેટલું દૂર છે"એટલે દૂતે તેના તરફ ડોળા કાઢ્યા અને બોલ્યા "આ બધા ચુપચાપ હાલ્યા આવે છે ને તને ચેન નથી પડતું,ધરતી પર તું એવોજ હશે, હવે બહુ પૂછીશ તો તારું ખાતું ઉધાર બાજુ વધતું જશે,"
અને  પેલાને થોડી હિમ્મત આવી એટલે તે હસ્યો,એટલે દૂતે કહ્યું,"હવે તને પહેલો જમ રાજા પાસે રજુ કરીશ એટલે તારો બધો ફાંકો ઉતરી જશે"આમ તે દૂતને ગરમ કરવામાં સફળ થયો,આજુબાજુ વાળા બધા ચુપચાપ આને જોઈ રહ્યા,તેને થયું કે હવે જે થાય તે પણ જમદૂતને પણ ખબર પાડી દઉં ,જમદૂતની સવારી પાછી આગળ વધી,જમદૂત આગળ ને બધા ખેંચાતા પાછળ,આકાશમાર્ગે વધતો કાફલો,એક વખત એવો આવ્યો કે બધું દેખાતું બંધ થઇ ગયું,અને એ અંધારામાં બધા જમદૂતની પાછળ ખેંચાતા હતા,ત્યાં થોડીવારમાં બે જગ્યાએ લીલો પ્રકાશ  થયો અને તેની આજુ બાજુ બે જગ્યાએ લાલ પ્રકાશ હતો એટલે જમદુતો બે લીલા પ્રકાશ વચ્ચે આગળ વધ્યા,ગુજરાતી ભાઈથી ન રહેવાયું,બોલ્યો"હવે આવી ગયું લાગે છે,અહીં હો વિમાન પટ્ટી જેવુંજ લાગે છે "જમ દૂતે તેના તરફ ફરી ફરીથી ડોળા કાઢ્યા અને નાક ઉપર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું"થોડીવાર માટે બધા ચૂપ થઇ ગયા કેમકે બધાની ઇંતેજારી વધતી જતી હતી બધું નવું નવું આવી રહ્યું હતું,થોડીવારમાં પીળૉ પ્રકાશનો એક બ્રિજ દેખાયો તેના પરથી બધા પસાર થવા મંડ્યા ત્યાં બીજી બાજુ સુશોભિત અદભુત પ્રકાશથી જમનો  દરબાર હતો અને ગુજરાતી ભાઈ બોલ્યા "ખુબજ અદભુત લાગે જમરાજાનો દરબાર " એટલે દૂતે કહ્યું "એતો હમણાં ખબર પડશે" અને પેલો બોલ્યો" આ વારે ઘડી નેગેટિવ બોલ્યા કરો છો તે તમને ક્યારેક મોજ નથી આવતી,બધા તો ચૂપ ચાપ હાલ્યા આવે છે પણ મારાથી ચૂપ નહિ રહેવાય,થોડીવારમાં તો આ દુઃખી ટોળાનું ભવિષ્ય નક્કી થઇ જશે ,નર્ક ને સ્વર્ગના ફાંટામાં કેટલાય ફસીને દુઃખી થશે,અને તમને કોઈ માટે સહાનુભૂતિ નથી,"અને એકીટસે તે દૂત બાજુ જોવા લાગ્યો,ઘડીક તો જમદૂત પણ સ્તબ્ધ થઇ ગયો,બધાજ ચૂપ છે અને આ મને પાઠ ભણાવવા મંડ્યો છે,દૂતે કહ્યું "અમે અહીં નોકરી કરીએ છીએ ને તારા જેવા થોડાક મળે તો જમ રાજાને હો નોકરીમાં ચાલુ રાખવાનો વિચાર કરવો પડે ,હવે તો એકદમ ચૂપ થઇ જા,અને તારા માટે નર્કનો રસ્તો પાકો જ છે,"અને પેલો ખંધુ હસતા બોલ્યો "એ તો રાજાને જોવાનું છે,"અને જમદૂતે બધાને પોતાની પાછળ દોર્યા,પણ પેલાની સામે જોતા કહ્યું "રજૂઆત તો તારી મારે કરવાની છે,તને તો હું જરૂર પાઠ ભણાવીશ " અને દરબારમાં જતા આ બોલ્યો "ગુજરાતી ભાયડો છું,સ્વર્ગ જ મારુ સ્થાન છે"ત્યાં તો દરબાર આવી ગયો ત્યાં  કેટલા બધાનો ફતો ફત ન્યાય થતો હતો અને ખાતાના હિસાબ પ્રમાણે સ્વર્ગ ને નર્ક બાજુ મોકલી દેવામાં આવતા હતા,દુનિયામાંથી કઈ કેટલાય જીવો સતત લાવવામાં આવી રહ્યા હતા,અને આ ગુજરાતી ભાઈને નંબર આવ્યો એટલે જમદૂતે ધક્કો મારી રાજા આગળ રજુ કર્યો,અને આ હસ્યો જમ રાજા પણ વિચાર કરવા લાગ્યા,કેમકે કદાચ આ પહેલો કિસ્સો હતો જેમાં જીવ તેમના દરબારમાં હસતો હતો.અને રાજાએ દૂતને શાંત થવા કહ્યું ત્યાં દૂત બોલ્યો "મહારાજ આને એકદમ સખત સજા કરજો,અને નર્કમાં મોકલી આપશો,આખા રસ્તે આ માણસ શાંત નથી રહ્યો"અને રાજાએ દૂતને શાંત કરતા આને પૂછ્યું" કેમ તને અહીં ડર નથી લાગતો"અને આને પણ રાજાને મહારાજનું સંબોધન કર્યું,"મહારાજ ,મારો હિસાબ કિતાબ પહેલેથી જ નક્કી છે,હું જાણું છું એટલે નિશ્ચિત્ત છું." અને રાજા ને પણ અજાયબી લાગી તેમણે ચોપડો જોયો ,અને તરત મુસ્કાઈને કહ્યું
"તું સાચો છેસ્વર્ગ હવે પછી તારું સ્થાન છે,ત્યાંની સુખ સુવિધાનો ભંગ ન કરતો નહિ તો ત્યાં પણ ઘણો મોટો દંડ થઇ શકે છે,જા મઝા કર."અને એક ભરાવદાર નજર જમદૂત તરફ કરી ,જમદૂત હાર્યો અને તે જીતની મઝા લેતો સ્વર્ગના રસ્તે બધાની સાથે આગળ વધ્યો,જતા તેને સંભરાયું રાજા જમદૂતને તેના હિસાબ વિષે કહી રહ્યા હતા,અને તેમાં છેલ્લે આ માણસ લોટરીમાં ઘણા પૈસા કમાયો હતો અને તેણે બધાનું દાન કરી દેતા તેનો હિસાબ પોઝિટિવ થઇ તેને સ્વર્ગ મળ્યું હતું.

-મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment