Wednesday, February 28, 2018

સ્વપ્નની કહાણી રાધા


સ્વપ્નની કહાણી રાધા  




કિશન દર વખતે વેકેશનમાં શહેરથી ઘેર આવતો ત્યારે બસમાંથી ઉતરી સીધો તેની માં અવંતિને મળ્યા સિવાય કોઈની સાથે વાત ન કરતો તે સીધો ઘેર પહોંચતો અને બેટાને જોવા માં પણ એટલીજ આતુર રહેતી પણ આ વખતે બસમાંથી ઉતર્યા પછી લોકોની નજરનો સામનો કરવો પડ્યો પોતાના નાના ગામની દરેક નજરોમાં તેના તરફ કોઈ નફરત દેખાતી હતી .

'કેમ?' પ્રશ્નનો કોઈ જવાબ તેને મળતો નહોતો,તેનો વતનનો આનંદ આજે તેનાજ લોકોએ લૂંટી લીધો હતો,ગેમલ તેનો ભાઈબંધ કે જે હનુમાન મંદિરના ઓટલે બેસીને નાની મોટી વાતો કરતા, તેનો ખાસ હતો તે પણ સામો મળ્યો પણ ખસી ગયો,કિશનને પણ લાગ્યું કે તેને કૈક પૂછું તો થોડીક તો ખબર પડે

' શું થયું છે બધાને,આવું તો આટલા જીવનમાં ક્યારેય નથી બન્યું,'પણ ખબર નહિ કિશન ગેમલને પણ પૂછી ન શક્યો, રસ્તો પસાર થતો ગયો,લોકો આવતા ગયા ,હવે નફરત પછીનું પગલું,કોઈ અવરચંડી હરકત ન કરે,કારણકે ગામના માણસોમાં પણ ગુસ્સો બતાવવાની જુદી જુદી રીત હોય કોઈ ધક્કો મારી દે તો પછી બચવું મુશ્કેલ બને પણ એવું કઈ બન્યું નહિ,આટલી બધી નફરત,મેં એવું કોઈ કામ કર્યું નથી,અને કોલેજ પણ પુરી થઇ જશે પછી તો નોકરી ન મળે ત્યાં સુધી અહીજ રહેવું પડશે,તેના ચકડોળે ચઢેલા વિચારોમાં માં નો ચહેરો તેને થોડીક સાંત્વના આપતો રહ્યો,માં તો નફરત ન કરે,લોકો ગાંડા બને,પણ મારી માએ ક્યારેય મને નફરત નથી કરી,પ્રાથમિક શાળાની શિક્ષિકા તેના પગારમાંથી બાપાના સ્વર્ગવાસ પછી કિશનને કોલેજ સુધી પહોંચાડી તેને હવે મળવાની ડિગ્રી થી ગર્વ અનુભવતી હતી,હવે ઘરની તકલીફો દૂર થવામાં બહુ વાર ન હતી,કિશન એક જવાબદાર યુવક થઇ ગયો હતો,જોત જોતામાં ૨૫ વર્ષના કિશન માટે માં એ કેટલાય સ્વપનાં જોવાના ચાલુ કરી દીધા હતા,

પણ આજે ગામમાં પ્રેવશતાજ કિશન ટીકી ટીકીને જોતી નજરોથી બચી શક્યો ન હતો,ક્યારેક ગુસ્સો આવી જતો,પણ તેને કાબુ કરવામાં પણ તેને વાર ન લાગતી,હશે કોઈ કારણ નહિ તો આટલા બધા માણસો એક સાથે નફરત ન કરે,તેને ડર એટલા માટે નહોતો કે તે પોતાની રીતે એકદમ નિર્દોષ હતો,દુનિયા તો ગમે તેમ જુએ,અને એટલા નાના ગામમાં તો વાત હવાની લહેરો સાથે લપેટાઇને ફેલાય જાય.એક વખત એવો આવ્યો કે તેને લોકોની સામે જોવાનું બંધ કરી દીધું,એજ વખતે તેના ઘરમાં કામ કરતી રાધા તેનો રસ્તો ક્રોસ કરી ગઈ,પણ તે એવો અબુધ થઇ ગયો કે આજુબાજુ બધું ધુંધળું થઇ ગયું બસ તે ઘેર પહોંચવા ઉતાવળો થયો.,હવે થોડી વારમાં જ પોતાની માં મળશે એટલે નફરતના દરવાજા બંધ થઇ વ્હાલની ઝલક તેને જરૂર મળશે.તે ઝલક માટે તેની ચાલમાં પણ ઝડપ વધી ગઈ.રાધા કિશનને કઈ કહેવા માંગતી હતી પણ તે ન રોકાયો, રાધાની એકદમ થોભવાની ક્રિયા બીજી બે તેનીજ ઉંમરની છોકરીઓએ નોટિસ કરી જે પોતાના ઓટલા પર બેસીને વાતો કરતી હતી

“ રાધા શું વાત છે “ સોલ વર્ષની છોકરીયો ફરીથી બોલી

"કિશનનું કામ હતું" અને રાધા ના નો ઈશારો કરે તે પહેલાજ બૂમ પડી

"કિશનભાઇ” અને કિશન રોકાય ગયો

કિશનને ખબર હતી આટલી મંઝિલ નફરતોથી ભરેલી હતી તો આ માસુમ અવાઝમાં પણ કોઈ ચાલ હતી પણ તેના નામની બૂમ નો અવાજ તેના કાનના પરદા ઉપર કુંડાળા કરતો ઉતરી ગયો,તેનું મન વિચારતું રહ્યું તેણે આજ સુધી કોઈ છોકરીની સાથે વાત નથી કરી અને હવે છોકરીયો પણ મશ્કરી કરતી થઇ ગઈ છે,તેને થોડો ગુસ્સો આવ્યો પણ આ ગામ હતું આવેલો અવાજ ગામની કોઈ છોકરીનો હતો,પોતાનું ગામ હતું,છોકરી નો ઉદ્દેશ જાણ્યા સિવાય તે અવાજને મશ્કરી કેમ કહેવાય,પણ કિશનની સાથે ભાઈ જોડાઈને અવાજ આવ્યો હતો એટલે કોઈ બેન હોય શકે સગી નહિ તો ધર્મની તે શાંત થયો રોકાયો અને અવાજની દિશા તરફ પ્રયાણ કર્યું ,તેની સમજ સાચી નીકળી, થોડે દુરજ બે છોકરીયો હસતી દેખાઈ,આજે પ્રથમ વાર તે છોકરીઓના સંપર્કમાં આવી રહ્યો હતો,પોતાની માં અવંતી એક શિક્ષિકા હતી પોતાની કોઈ બહેન ન હતી તે એકલો એક માત્ર અવંતીનો પુત્ર હતો પોતાના લક્ષ્ય ઉપર આવી તે અટક્યો,હસતી છોકરીયો કિશન તરફ જોતી રહી પણ કઈ બોલી નહિ,અને તેના તરફ જોતી રહી,હવે તેને લાગ્યું અહીં કોઈ બહેનની લાગણી નથી પણ બધાજ તેની મશ્કરી કરવાંમાં પડ્યા છે,તેને કઈ બોલવું યોગ્ય ન લાગ્યું એક નફરતની દ્રષ્ટિ નાખી તે ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે પેલી છોકરી બોલી,

"કિશનભાઇ,રાધા..."અને હવે તેને પણ શરમ ન રહી તે બોલ્યો

"બસ આવી રીતે મશ્કરી કરવાની,કોણ રાધા ,ક્યાં છે રાધા....?અને તેની દ્રષ્ટિમાં કોઈ રાધા નજરે ના પડી.

"કિશનભાઇ,એ તમને જોઈને ઉભી રહી ગઈ હતી એટલે મેં બૂમ પાડી પણ તે ગભરાઈને ભાગી ગઈ,સાચું કહું છું." અને કિશનને લાગ્યું તે મશ્કરી કરતી ન હતી કોઈ સમજ ન પડે ત્યારે હાથની એક્ષન માથા તરફ જાય તેમ તે પણ માથું ખજવાળવા મંડ્યો છોકરી ફરી બોલી,

"ગામમાં એક જ રાધા છે ચીમન કાકાની છોરી,અને તે કોણ તે કિશનભાઇ તમને સમજાવવાની જરૂર નથી "અને તે છોકરીયો ત્યાંથી જતી રહી પણ તેના મોઢામાંથી નીકળેલો શબ્દ "એટલે....?"ખૂબ જ જોરદાર હતો પણ તેની અસર કોઈ ન હતી તે ત્યાં ને ત્યાં જ હવામાં શમાઈ ગયો,હવે વિચારોએ કિશનને એટલો ઘેરી લીધૉ કે રાધા શબ્દ પોતાના ઘરમાં પણ પહેરો ભરતો હશે તો તેને માને પણ જવાબ આપવો પડશે, પણ માં છે ,હું કઈ ખોટું થોડું કહીશ ,મારી માં થોડી બધાની રીતે પોતાની નજર ફેરવી લેશે.દુનિયા તો દુનિયા છે,માં સિવાય અત્યારે તેને વ્હાલ કરવા વાળો કોઈ ચહેરો નથી,તે ઘેર પહોંચ્યો ત્યારે તેનું મન થોડું શાંત થયું,તેને કોઈ હાશનો અનુભવ થયો અહીં તે સલામત હતો,

ઘરમાં પ્રવેશતા તેની નજરોએ માં પડી પણ ઘરકામમાં ખુબ વ્યસ્ત માં ના ચરણોમાં હાથ અડાડી માના આશીર્વાદ માથે ચઢાવ્યા,શંકા કુશંકાઓ સાથે જોડાયેલું રાધાનું નામ તેના મન ઉપર તો સવાર હતુજ પણ માં તરફથી કોઈ રજુઆત નહતી,આવ્યા પછી બધું કાયમ જેમ બનતું તેમજ હતું,માં એ ગરમ નાસ્તો બનાવી દીધો અને કામથી થોડો થાક દેખાતો હતો એટલે જયારે માએ

' બધું બરાબર છે બેટા ' એમ પૂછ્યું ત્યારે તેણે સામે પૂછ્યું

"માં તું ખુબ થાકેલી દેખાય છે

."ત્યારે હવે બેટા થાક તો લાગેજ ને ઉંમર થઇ"કિશન આડકતરી રીતે રાધા કામ કરવા કેમ નથી આવતી એમ પૂછવા માંગતો હતો.પણ મા તે બાબતમાં કઈ બોલી નહિ. ત્યારે તેણે અત્યાર સુધી સતાવતો પ્રશ્ન રજુ કર્યો ,અને માં સામે કઈ પણ કહી શકાય,કોલેજ પુરી કરવાની ઉમર વાળો યુવાન હજુ પોતાની મુસીબતોનુ નિદાન માં પાસે શોધતો હતો,તેણે કહ્યું ,

"માં ,આજે ગામના બધા લોકો બરાબર ન લાગ્યા" અને તેની માં સાડીથી છેડે હાથ લૂછતી તેની સામે બેઠી.

"કોઈએ કઈ કહ્યું બેટા" અને તરત

" હા,માં,રાધાનું નામ બે છોકરીઓએ લીધું."અને માં તરફ તે જોઈ રહ્યો,

"બેટા,રાધા માટે મને બધુજ ખરેખરું કહેજે,કેમકે અત્યારે તે કામ કરવા નથી આવતી,પણ શું વાત છે તે ખબર નથી,તેનો વિવાહ બીજા ગામમાં તે નાની હતી ત્યારે તેના માબાપે કર્યો હતો,અને હવે જયારે લગ્નનો સમય આવ્યો ત્યારે ચીમનકાકાને તેણે લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી,હવે અહીં તે કામ કરતી હતી,તેની માના મૃત્યુ પછી છેલા પંદર દિવસથી તે નથી આવતી,તેના બાપા ચીમનકાકા મને પૂછવા આવ્યા હતા,અને ગામમાં ખોટી વાતો વહેતી થઇ તેમાં કઈ ખોટું તો નથી થયું ને તે જાણવાનો મારો ખાલી પ્રયત્ન છે,જે કઈ હોય તે ચોખ્ખું કહેજે."અને માં તેની સામે જોઈ રહી.

"માં,તું જે સમજે એવું કઈ નથી, મેં એની સાથે કોઈ વાત કરી નથી,લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે તે મારી સામે એકીટસે જોયા કરતી હતી,ઘરમાં તું શાળામાં હતી એટલે કોઈ ના હતું,મેં તેને એટલુંજ કહ્યું કે આમ આખો ફાડીને શું જોયા કરે છે,અને તેની આંખમાં આસું જોતા મને વધારે પડતું કહ્યું એવું લાગ્યું,એટલે મેં તેને સમજાવવા પ્રયત્ન કર્યો પણ તે કઈ બોલી નહિ,અને રડતી જતી રહી અને થોડીવારમાં બાજુવાળા ગોપાલકાકા આવ્યા મને કહેવા લાગ્યા શું થયું કિશન રાધા રડતી કેમ હતી,મને તેમના પ્રશ્નનો જવાબ આપવાનું યોગ્ય ન લાગ્યું અને વાતનું વતેસર થઇ ગયું,આખરે તે કામવાળી હતી,માં હું કોલેજમાં ભણું છું.બસ આટલુંજ હું જાણું છું,"અને તે ચૂપ થઇ ગયો.

"હું તને બીજું કશું કહેતી નથી,પણ ચીમનકાકા કહેતા હતા કે એક વખત સગાઇ તૂટે પછી અમારી નાતમાં રાધા સાથે કોઈ સગાઇ ન કરે.ભલે પછી તે ખુબ જ સુંદર હોય."પણ કિશન કઈ ન બોલ્યો ત્યારે માં ઉભી થઇ તેની પાસે ગઈ.

"બેટા,દુનિયા જે જુવે તે માને અને સાંભળે તે સાચું એકલો માણસ મુસીબતમાં મુકાઈ જાય,હું રાધા પાસે જાઉં છું,તારે આવવું હોય તો ચાલ,"

"માં, હજુ તું મારામાં શક કરે છે,તે એને મળવા જાય છે."અને અવંતિએ કહ્યું,

" ના બેટા,પણ તે અહીં કામ કરતી હતી એટલે મારે તેમને પણ જાણવા પડે.હું તારી જ રાહ જોતી હતી જેથી હવે તેની સાથે કઈ વાત કરી શકીશ,તે અભણ ગરીબ ઘર છે પણ આપણી સાથે તેમનો વર્ષોનો સબંધ છે,"અને કિશન કઈ ન બોલ્યો પણ માં સાથે જવા તૈયાર થયો.

લાલાએ કિશનને ખુબ ઢંઢોળ્યો અને સ્વપ્નું તૂટ્યું, તે જાગી ગયો,સ્વપ્નની કહાણી સામે ઉભી હતી રાધા, માજી ભગવાનને સમજાવતા હતા, અને લાલાને ભણવું હતું,પણ અભણ માં લાચાર હતી,બેન તેના રૂમમાં હતી,માની સમજાવટ પછી કિશને રાધાના પ્યારને અપનાવી લીધો હતો,આજે તે સી.એ.હતો,અને બે બાળકો સાથે તેનો સંસાર ખૂબ જ ખુશ હતો

-મહેન્દ્ર ભટ્ટ





Friday, February 9, 2018

રાણી પદ્મિની (પદ્માવતી )

રાણી પદ્મિની (પદ્માવતી)



રાણી પદ્મિની એ ચિતૌડગઢના રાજા રતનસેનની રાણી  હતી,તે ખુબજ સુંદર હતી,જેની તુલના ચંદ્રના તેજની સાથે થતી હતી,રાજાએ એક પોપટની પાસેથી તેની વાત સાંભળી જેનું નામ હીરમાંન  હતું,અને તેની સાથે તે સાત સમુદ્રો પાર કરી  જે ટાપુ પર પહોંચ્યો તે સિલોનમાં હતો,  એવું કહેવાય છે કે તે  ટાપુમાં રાજા ગંધર્વ સેનનું રાજ હતું ,રાણી ચંપાવતી તેની પત્ની હતી,અને તેમની રાજકુમારી પદ્માવતી હતી, રાજકુમારીનો સ્વયંવર રચાતા, તેમાં ભારતમાંથી પણ ઘણા રાજાઓ ભાગ લેવા આવ્યા હતા તેમાં રાજા રતન સેન પણ હતા જ્યા મુલાકાત પછી રતનસેન  તેનો હાથ ગ્રહણ કરવામાં  સફળ થયો હતો,અને ચિતોડ લઇ આવ્યો હતો, ત્યાં રાણીનું પદ પામેલી ખુબજ સુંદર રાણી તેની સુંદરતાને લીધે થોડાજ સમયમાં ખુબ ખ્યાતિ પામી હતી,આમ તો રાજસ્થાનમાં રાજપૂતો તેમની આન બાન અને શાન માટે પ્રાણ ત્યાગ કરતા પણ બિલકુલ ખચકાતા નહિ રાજા રતનસેન એક કુશળ અને બહાદુર રાજા હતો,રાજાના દરબાર માં  રાઘવ ચેતન નામનો સંગીતકાર બ્રાહ્મણ  તે એક જાદુગર પણ હતો એટલે રાજાને ખુબ પ્રિય હતો રાજા લડાઈના સમયમાં ધર્મ તથા સલાહસૂચનોમાં તેનો ઉપીયોગ કરતો પરંતુ  તે એક વખત કાળો જાદુ કરતા પકડાઈ ગયો અને  તેની  બેવફાઈ માટે રાજાએ તેનો દેશનિકાલ કર્યો,અને તેનાથી અપમાનિત થયેલો તે દિલ્હી ગયો તે વખતે મોગલોનું રાજ હતું,દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન ખીલજી બિરાજમાન હતો, રાઘવ ચેતન સીધો રાજા પાસે જઈ ન શકે એટલે  ઘણો સમય ત્યાંના જંગલમાં છુપાતો રહ્યો એક વખત સુલતાન શિકાર રમવા આવ્યો ત્યારે તેણે તેની વાંસળીનો જાદુ ઉપીયોગ કરી સુલતાનનો  સંપર્ક કરવામાં સફળ થયો આ પછી સુલતાનને રાણી પદ્મિની ની સુંદરતા થી એવો પ્રભાવિત કર્યો કે સુલતાન રાણીને પામવા આતુર થયો, તેણે થોડા સમયમાંજ ચિતોડ પર મોટા સૈન્ય સાથે ચઢાઈ કરી દીધી,પણ બહાદુર રાજા અને રાજપૂતો તથા મજબૂત કિલ્લામાં જવા તે ત્રણ માસ લડતો રહ્યો પણ કામિયાબ ન થયો તે દરમ્યાન દિલ્હીને સૈન્યની જરૂર પડી અને ખબરદારોએ તે માટે ખુબજ ગંભીરતા બતાવી આથી શું કરવું તેની સલાહકારો સાથે ચર્ચા કરી,તેને ગમે તે રીતે રાણી પદ્માવતીને પામવી હતી એટલે સલાહકારોએ સલાહ આપી રાજા રતનસેન સાથે ભાઇબંધીની  એટલે રાજાને પ્રસ્તાવ મોકલી જવાબની રાહ જોઈ,તેમાં પણ સુલતાનની ચાલ હતી,પણ બહાદુર રાજાએ પોતાના સલાહકારોની સલાહ વચ્ચે તેનો સ્વીકાર કર્યો,સુલતાનનો સતકાર કરી,મહેફિલનું આયોજન કર્યું,વિશ્વાસ થતા સુલતાને રાજાને વિનંતી કરી કે જેને  પામવામાં હું નિષ્ફળ ગયો પણ જતા જતા તેની એક ઝલક પામું કે સુંદરતાની રાણી કેટલી સુંદર છે,તેની વિનંતી રાજપૂતોની શાન બાનથી બિલકુલ શક્ય ન હતી,રાજપૂતોની સ્ત્રી કોઈ પરાયાની સામે ન આવી શકે,છતાં રાજાએ તેની દોસ્તીના માંન માટે  રાણી ને પૂછ્યું પણ રાણીએ તેના આગ્રહ  માટે અરીસામાં પોતાનું પ્રતિબિંબ બતાવવા સંમત થઇ,
પ્રતિબિંબ જોઈને સુલતાન ખૂબ જ પ્રભાવિત થયો,છેલ્લે જતા રાજા સાથે ચર્ચા કરતા કરતા તે કિલ્લાના પગથિયાં ઉતરવા લાગ્યો રાજા ને તેનામાં ખુબ દોસ્તી દેખાઈ અને છેલ્લે તેને કિલ્લા બહાર વિદાઈ આપી જ્યા પહેલેથીજ જંગલમાં છુપાયેલા સુલતાનના સિપાહીઓએ છાપો મારી રાજાને વિશ્વાસઘાટ કરી કેદ કરી લીધો,સુલતાન તેને કેદ કરી દિલ્હી લઇ ગયો,જોત જોતામાં રાણીને ખબર પડી સુલતાનનો સંદેશ આવ્યો કે રાજાને મળવું હોય તો રાણીને તુરંત મોકલી આપવામાં આવે અને રાણીએ પોતાના પતિને છોડાવવાની કસમ ખાધી,રાજપૂતોએ સુલતાને કાવતરું કર્યું તો તેનો જવાબ કાવતરાંથી આપવાનું નક્કી કર્યું,પ્રસ્તાવમાં સોનલગઢના ચંદલ ગોરા અને બાદલની મદદથી રાણીએ ૧૫૦ પાલખી સાથે રાણી સુલતાનને મળવા આવશે પણ પહેલા રાજાને મળશે,સુલતાને મંજૂરી આપતા ૧૫૦ પાલખી સાથે કાફલો સુલતાનના કેમ્પમાં ગયો જ્યા પાલખીમાં રાણીને બદલે રાજપૂતોએ સ્થાન લીધું અને રાજાને જ્યા કેદ રાખ્યો હતો ત્યાં જતાજ રાજપૂતોએ હલ્લો કરી ત્યાંના સૈનિકોને પરાજય કરી મારી નાખ્યા અને રાજાને મુક્ત કરી લઇ આવ્યા,જ્યાં સુલતાનને આ વાતની ખબર પડી એટલે તેણે
તરત મોટા સૈન્ય સાથે ચિતોડ પર હુમલો કર્યો,રાજા તથા તેના વફાદાર સૈનિકોએ કેસરિયા કરી કિલ્લાના દરવાજા ખોલી ખુબ યુદ્ધ કર્યું,પણ  સહુ  લડતા લડતા વીર થઇ ગયા,અને સુલતાન કિલ્લામાં દાખલ થયો પણ રાણી પદ્માવતી તથા રાજપૂત સ્ત્રીઓએ,ચિતા જલાવી પોતાના શૂરવીર પતિઓ પાછળ જોહર કર્યું,અને સુલતાન પદ્માવતીને મેળવવાના પોતાના ખરાબ ઈરાદામાં કામયાબ ન થયો,ઇતિહાસમાં સોળમી સદીની આ ઘટના કોતરાઈ ગઈ.

(એક  ઐતિહાસિક  ઘટના )

રજૂઆત -મહેન્દ્ર ભટ્ટ