Saturday, December 31, 2011

ઈશુનું નવું વર્ષ આપ સહુના જીવનમાં ખુશી ભરી દે તેવી પ્રભુ પ્રાર્થના
હેપ્પી ન્યુ યીઅર ,જય શ્રી કૃષ્ણ..

Tuesday, December 27, 2011

જગત પરાયું
-મહેન્દ્ર ભટ્ટ


જગત છે પરાયું સાઈ જગત છે પરાયું (૨)
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વગરનું પાત્ર અધૂરું સાઈ પ્રેમ વગરનું પાત્ર
ખાવું-પીવું,સુવું -જાગવું,કમાઈને ખોવું,ખોઈને કમાવું
આ તો બધો ક્રમ કાયમનો,જગતના નિયમોનો
શું... આ ખરું જીવન છે ...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

જુઠ્ઠી છે કાયા,પ્રાણ અમર છે,સત્ય છે ઈશ્વર ,બધે ખબર છે
કાળથી શું ડરવું ,આવશે એક દિન
શું...કોને ખબર ક્યારે...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

આવ્યા ક્યાંથી,ખબર નથી પ્યારે,
અંતે જવાનું ,માટીમાં માટી,જ્યોતિમાં જ્યોતિ
બુંદ જેમ દરિયામાં....
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વિના નથી કઈ જગતમાં ,પ્રેમ માં ઈશ્વર માનું .

(આ રચના હિન્દી ભજનના આધારે,રચાઈ છે )

Saturday, December 17, 2011

one of one

ચાંદની રાત

લેખક-મહેન્દ્ર ભટ્ટ

ચાંદની રાત હતી ,નાના ગામની એક કેડી અડધો માઈલ દુર એક ખંડેર તરફ જતી હતી ,અને તે કેડી ઉપર ચુપકીદીથી પોતાને બચાવતી કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,સુમસામ રાત્રી,ચાંદનીનો પ્રકાશ પણ રાત એટલે રાત,સીમમાં રાત્રે વિચરતા જંગલી પ્રાણીઓ, ખંડેર પછી તો વગડો શરુ થતો,આવી ભયાનકતા અને કેડી ઉપર પસાર થતી સ્ત્રી,જરૂર કોઈ વાત હતી,કોઈમજબૂરી હતી,તમરાનો અવાઝ એકધારો હતો,ક્યાંક વગડામાંથી જુદા જુદા અવાઝ આવતા હતા,છતાં તે સ્ત્રીની ગતિ એકધારી હતી, ગામ નાનું હતું ,પંચની આગેવાની હેઠળ ગામની કાયદા વ્યવસ્થા હતી,પંચનો નિર્ણય આખરી ગણાતો,નાની મોટી ચોરી ક્યારેક થતી,ચોરો બીજા ગમોમાંથી કયારેક ઉતરી આવતા,પણ શેરીના શ્વાનની સાવચેતીથી ગામને સહાય થતી,અજાણ્યાની પરખ થતાજ તે સાવચેત કરતા,ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર થતું આ ગામમાં રખેવાળી માટે રામલાલ શર્મા હતા,છ ફૂટ લાંબો કદાવર માણસ,વાંકડી ભરાવદાર મૂછો, તેની હિમત અને તાકાત સામે કોઈ પડકારતું નહિ અને તેથી ગામ રાત નિરાંતે સુતું,ક્યારેક સિંચાઈનું પાણી રાત્રે છોડાતું તો ખેડૂતો રાતે પાણી પાવા જતા,ત્યારે રામલાલની જવાબદારી વધી જતી ખેડૂતો જે ખેતરમાં પાણી પાવામાં વ્યસ્ત હતા તેમની સાથે થોડો સમય પસાર કરી બધું હેમખેમ લાગતા રામલાલ ત્યાંથી નીકળ્યા, હાથમાં ધારીયું અને માથે ફાળિયું ધારણ કરેલ આ રખેવાળ તેના સ્વાંગમાં ગમે તે પરિસ્થિતિ સામે તાકાતથી સામનો કરવા યોગ્ય હતા, મજબુત બાંધો અને હિંમત થી તેની રખેવાળીમાં હજુ સુધી કોઈએ સામનો કરવાની હિંમત નથી કરી,ચાંદની રાત હતી ,દુર સુધી બધું દ્રષ્ટિગોચર હતું, ખેતરો સુમસામ પડ્યા હતા,સાપ સાપોલિયાં,તથા બીજા ઝેરી જીવોથી બચાવ કરતા તેઓ ગામની મુખ્ય કેડી ઉપર થઇ ગામની આજુબાજુ બીજો ફેરો મારવાના વિચાર સાથે આગળ વધ્યાં ત્યાં કેડી ઉપરની ચહલ પહલથી તે એક ઝુફાની આડ લઇ છુપાય ગયા ,કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,ગજબ થયું હોય તેમ, બારીકાઈથી જાણવાનો પ્રયત્ન કર્યો,કોણ હશે..? સ્ત્રી જરૂર હતી,એટલે પ્રથમ તેમના મન ઉપર તેની બચાવ માટેના વિચારો જાગ્યા, દુર સુધી કેડી ઉપર તથા ખંડેર ઉપર તેમણે બારીકાઈથી જોઈ લીધું,બધું બરાબર જણાયું પણ, આટલી રાતે પહેલો બનાવ હતો કે જેમાં કોઈ સ્ત્રી આ રીતે ઘરની બહાર હતી,શું હેતુ હશે, અનેક આડા અવળા વિચારોએ સ્થાન લીધું,કઈ પણ હોય શકે,ગામમાં ક્યારેક નવરી સ્ત્રીઓ કેટલીક વખત દોરા ધાગાને ભક્તિની આડમાં કોઈ વહેમવમળમાં ખેચાઈને ખોટા પગલા ભરી દુખી થતી હોય છે,ડાકણ ભૂત થી ભડકાવીને ઘણા ભુવા પેટ ભરતા હોય છે,અને આવા કોઈ રોગનો આ સ્ત્રી ભોગ બની હોઈ શકે...!નહિ તો આટલી રાતે ગમે તેટલી હિંમત હોઈ તો પણ આવી રીતે સુમસામ કેડી ઉપર ભયાનકતાની સમજ હોવા છતાં જવું, રામલાલે પરિસ્થિતિને એકવાર પડકાર કરવાનો વિચાર કર્યો ,પણ બીજી પળે ચુપ રહી તેને પસાર થવા દીધી,અને તેનો છુપાતા છુપાતા પીછો કર્યો,ખંડેર સુધી પહોચી તે તેમાં પ્રવેશી ગઈ,પછી રામલાલની નઝર બહાર થઇ ગઈ,ખંડેરના અંધારામાં ઓજલ થઇ ગઈ,ખંડેરનો વિસ્તાર બહુ નાનો હતો અને આટલા વર્ષોની રખેવાળીમાં રામલાલને તેના ખૂણે ખુણાની માહિતી હતી, એટલે જેટલું નજીક જવાય તેટલું નજીક જઈ,માહિતી લેવાનો તેમણે નિર્ણય કર્યો,એક વાત તો નક્કી હતી,કે રામલાલ આજે આ બાજુ હતા એટલે આ સ્ત્રી કોઈ અણબનાવ થી રક્ષિત હતી ,નહિ તો રાતની આ વાત ગમે તે બની શકે, એકવાર રામલાલને પણ થોડી ભયની કંપારી છૂટી ગઈ,કદાચ કોઈ અગોચર દુનિયાનો જીવ પ્રગટ થયો હોય તો, જીવન પછીનો ભાગ કે જે આત્મ તત્વ છે તે દુનિયાની સમજ મુજબ અમર હોય છે અને અંતિમ ઈચ્છા ને વશ થઇ તેની ગતિ ન થઇ હોય તો તેની તાકાત પણ ખુબ વધી જતી હોય છે,ક્યારેક તેની તાકાતને વાવાઝોડા સાથે પણ સરખાવી છે,એટલે વિવેકી રામલાલે પોતાની જાતને ખંડેરમાં જતા રોકી,પણ પોતાની નજર જ્યારથી તે સ્ત્રી ઉપર પડી ત્યારથી અત્યાર સુધીનો વિચાર કરતા રામલાલને મનુષ્ય દેહના ચિન્હો નજરે પડ્યા અને હિંમત કરી તેમણે પણ પુરાણા ખંડેરમાં પ્રવેશ કર્યો, સાવચેતીની જરૂર હતી પણ રખેવાળીમાં બધું આપમેળેજ આવી જતું હોય ,આજુબાજુ જોતી તે સ્ત્રી એક બેઠક ઉપર પગની આજુબાજુ હાથ વીટાળી ખંડેરથી આગળ જતી કેડી તરફ નજર કરતી બેસી ગઈ,રામલાલ પોતાને છુપાવતા ,તેની નજીકની દીવાલ પાસે પહોચી ગયા,પણ અંધારામાં હજુ સ્ત્રીની ખબર પડતી નહોતી,એકદમ તેની સામે જવું તે પણ ઠીક ન હતું, તેથી તેને ગભરાઈને બેહોશ થઇ જવાનો ડર હતો,એટલે કોઈક બીજા પ્રયોગથી પોતાની હાજરીનો અનુભવ કરાવવાનો વિચાર કરી એક પથ્થર તેની દિશામાં ફેક્યો,એકદમ પોતાને સાવચેત કરી તેણે પોતાને દીવાલની આડમાં છુપાવી દીધી,હવે આવેલા પથ્થરની દિશામાં તે જોવા માંડી, અને તે ઘડીએ રામલાલે તે બેઠી હતી ત્યાં જઈ કહ્યું ,"બેન, મારાથી ડરવાની જરૂર નથી,હું રામલાલ છું,ગામનો રખેવાળ"ઓળખ આપવા છતાં તે સામે ન આવી "જુઓ હું આપને વચન આપું છું,અને સાથે સચેત પણ કરું છું,આટલી રાતે એકલા નીકળવું સારું નથી,"અને રામલાલને રડવાનો અવાજ સંભળાયો ,એટલે મજબુરીથી તેમને જવું પડ્યું તે સ્ત્રી જયા છુપાઈ હતી ત્યાજ બેસીને રડી પડી, હવે રામલાલ તેની નજીક ગયા,"શું દુખ છે બહેન,મને કહો ,હું વચન પાળીશ,કોઈને નહિ કહું," અને પોતાના પગ ઉપરથી છુપાવેલો

two of one

ચહેરો ઉંચો થયો અને રડવાના આક્રંદ સાથે "રામુકાકા " કહી તે રામલાલને વળગી પડી, “ઓહ,ગૌરી, ગૌરી બેટા,આ પહેલા તો તું ક્યારેય દુખી નહતી અને આટલું બધું રડવાનું ,શાંત થા બેટા,મને માંડીને તારા દુઃખનું કારણ કહે,અંધારામાં તારી ખબર ન પડી બેટા,શાંત થા મને તારા બાપની જગ્યાએ માનીને કહે બેટા,હું તને જરૂર મદદ કરીશ,અને ધીરે ધીરે ગૌરી શાંત પડી , રામલાલની આંખોના છેડા પણ ભીના થયા."ઘેર ,તારી માં તો બરાબર છેને બેટા અને તને આટલી રાતે એકલી કેવી રીતે નીકળવા દીધી,"રામુકાકાના વચન અને સહારામાં ગૌરીને વિશ્વાસ બેઠો એટલે તે બોલી "કાકા,મારું અહી આવવું જરૂરી હતું"અને આંસુ લુછતા તેણે રામુકાકાને કહેવા નક્કી કર્યું,પોતાની અંગત વાત હતી એટલે કહેતા પહેલા વિચાર કરવો ખુબ જરૂરી હતો,એકલી આવી હતી પણ હવે રામુકાકાની હાજરી હતી અને વાત છુપાવવાથી પણ નુકશાન હતું,રામુકાકા રખેવાળ હતા,પણ ઘણા વખતથી ગૌરી તેમને જાણતી હતી અને ગામમાં પણ લોકોમાં તેમની સારી છાપ હતી,ઉત્તર બાજુથી કામની શોધમાં આવેલો આ માણસ આ ગામમાં લોકો
સાથે ઘણોજ ભળી ગયો હતો,ગમે તેમ પણ ગૌરીને પોતાની અંગત વાત રામુકાકાને જણાવવામાં કોઈ વાંધો દેખાતો ન હતો. અને પોતાના અંગત સવાલની તેણે રજૂઆત કરી ,"ત્રણ વર્ષ પહેલા એક યુવાન કે જે આ ખંડેરમાં આરામ અર્થે રોકાયો હતો ,અને હું અને મારી બે સહેલીયો સુકી ડાળીઓ અને ગોબર ભેગી કરતી અહી આવી હતી અને આ યુવાનનો ત્યાં ભેટો થયો,સહેલીયોના સમજાવવા છતાં,આ અજાણ્યા યુવાનમાં મારું મન પરોવાયું,સહેલીયો મારી જીદથી નારાજ થઈને જતી રહી અને યુવાન સાથે થોડો સમય પસાર થયો, તે વેપારી હતો,લાંબી વાતચીત ન થઇ પણ અમારા બંનેની આંખોએ સબંધ બંધાયો,ફરી કોઈ ચાંદની રાતે આવવાના વચન આપી તે જતો રહ્યો, ત્યારથી એક વર્ષ સુધી અહી દર પૂનમે હું આવી એની રાહ જોતી,થાકેલી માં સુતા પછી હું ઘરની બહાર બધાથી નજર બચાવતી નીકળી જતી,પછીતો મારી સહીલીયોએ પણ સંબંધ કાપી કાઢ્યા ને મારી માએ ગામ અને નાતમાં છોકરા શોધવા પ્રયત્ન કર્યા,પણ ગામમાં આ બનાવ પછી મારું નામ વગોવાયું,અને કોઈ સાથ આપતું નથી ,માં પણ હવે થાકી ગઈ છે,કંટાળીને હિંમત ભેગી કરીને આજે પણ આવી ,યુવાન તો ન મળ્યો પણ પ્રેમથી વાત કરવાવાળું કોઈ મળ્યું, મને વચન આપ્યું છે તો કાકા સાથ પણ આપજો ,નહિ તો આ ગામ મને મરવાની ફરજ પાડશે " અને ચોધાર આંસુએ તે રડી પડી,રામલાલ પણ વાત સાંભળી થોડા ક્ષોભમાં પડ્યા અને ઊંડા વિચારમાં સરકી પડ્યા,ગૌરીની વાતમાં ઘણું સત્ય હતું પણ ગૌરીને સાથ આપતા બીજી ઘણી મુશ્કેલીયોનો સામનો ઉભો થયો,અને અત્યાર સુધી જે ગામ તેમને ઓળખતું હતું તે આવતી કાલથી ભૂલવા માંડશે અને પછી તો તબાહી તબાહી,પણ વચનથી બંધાયા પછી વચન
ભંગ રામલાલને માન્ય ન હતો અને ગૌરીને સાથ આપવાનું નક્કી કર્યું પછી ગમે તે થાય,અને ગૌરીને હાથ પકડી ઉભી કરતા કહ્યું," હું સાથ આપીશ બેટા ચાલ,તારે વધારે હવે રડવું નહિ પડે,હું તને ઘરે મૂકી દઉ "અને અત્યાર સુધી તૂટી પડેલી ગૌરીના ચહેરા ઉપર ખુશીઓની લહેર દોડી ગઈ,જીવવાનો સહારો મળ્યો,જતા જતા ગૌરીએ એક સવાલ રજુ કર્યો
"કાકા, હજી મને એ યુવાન મળશે.....?"
જવાબમાં રામલાલે આછા હાસ્યથી કહ્યું"તું એવી વ્યક્તિના શોધમાં છે કે જેનું નામ નથી,ઠેકાણું નથી,થોડા સમયનું મીઠું સ્વપ્નું તને પરેશાન કરતુ ગયું છે પણ તારો સાચો પ્રેમ હશે તો જરૂર આવશે,અને બેટી કહી છે તો હું તેને શોધવામાં મદદ કરીશ બંને સાથે શોધીશું "અને આમ ગૌરીએ રામલાલના સાથથી શાંતિનો શ્વાસ લીધો , બીજા દિવસની સવાર થઇ ,રામુકાકા મુકીને ગયા પછી પહેલીવખત ગૌરી શાંતિથી ઊંઘી હતી,માં જયારે ઉઠી ત્યારે ગૌરીના કાયમ નાખુશ લાગતો ચહેરા ઉપર
લાલીમાં જોઈ એટલે માએ ટકોરે કરી ,
"આજે કઈ નવું કરવાની છે કે આટલી ખુશ છે,કામ ઘણું પડ્યું છે "
"માં ,મારી કોઈ ખુશી પણ ગમતી નથી,કામ રોજ તો કરું છું "
"સારું,હવે જીભાજોડી કર્યા વગર કામે લાગ "
ગૌરી કઈ બોલી નહી,પણ બારણું કોઈએ ઠોક્યું અને માંડીએ જાતે જઈને બારણું ઉઘાડ્યું ,ગામનો કોતવાલ પંચાયતનો સંદેશો લાવ્યો હતો,
"માડી,પંચને કેટલાક ખુલાશા જોઈએ છે એટલે તમારા બંનેને આવવાનું છે"
"બધા પાછળ પડી ગયા છે,હવે અમે શું કર્યું ...?"અને માંડીએ ગૌરી સામે જોયું ,ગૌરી નીચું જોઈ ગઈ
"સારું ,આવીશું" અને બારણું બંધ કરી ગૌરીનો હાથ પકડી બોલ્યા
"છોરી,કઈ થયું હોય તો અત્યારે કહી દે,રસ્તો સુઝે.."
"માડી ,કઈ નથી થયું,...."
"આ ઘરમાં ક્યારેય શાંતિ આવવાની નથી ...."
અને કુધાપો કરતા બંને માં-દીકરી કામે લાગ્યા,ઘડીક માટે આવેલી ગૌરી ની ખુશી ઉપર ફરીથી ચિંતાઓનો ઢગલો
થયો. સાંજ પડી પંચ ભેગું થયું ગામલોકોની હાજરી વચ્ચે ગૌરી તેની માં અને રામલાલ પણ હતા,પહેલો પ્રશ્ન રામલાલને થયો "રામલાલ,ગામ માટે રખેવાલી માટે બધાને માન છે પણ ગઈ રાતે કેટલાકે તમને ગૌરી

three of one

સાથે ખંડેરની કેડી ઉપર આવતા જોયા હતા અને ગૌરીનો હાથ તમારા
હાથમાં હતો ,તો આ અંગે તમારું શું કહેવું છે? "
"એ તો મારા બાપા જેવા છે,કોઈને વગોવતા પહેલા થોડો તો વિચાર કરો
" ગૌરી એ મોટેથી કહ્યું અને માડી સામે જોયું પણ માંડી પણ સાદ્લાનો છેડો મોઢા પર ઢાંકી માથું હલાવતી હતી.
"ગૌરી,તને પૂછવામાં આવે ત્યારે બોલવાનું ,વચ્ચે બોલવાનો દંડ થશે "મુખ્યાએ ખુલાશો કર્યો.
"રામલાલ,જવાબ આપો "મુખ્યાએ કહ્યું "હા,એ સાચી વાત છે, પણ હું રખેવાળ છું ,મારી રખેવાળીમાં એક દીકરી જેવી દુખી ગૌરીને તેના ઘરે સહી સલામત પહોચાડવામાં તમને મારો કોઈ દોષ દેખાયો, આટલા વર્ષો પછી તમને વિશ્વાસ નથી "
"પણ રામલાલ જે લોકો એ જોયું ,તેમના વર્ણન મુજબ ગૌરી સાથે તમે જે કહો છો તે કરતા વધારે પડતા સંબંધો પંચની નજરોમાં છે,તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો "
"શું સાબિત કરું..?,કોઈએ કહ્યું ને તમે માની લીધું,મેં જે તમને કહ્યું તેજ મારું સત્ય છે અને તેમાં સાબિત કરવા જેવું કઈ છેજ નહિ,અને છતાં તમને બરાબર ન લાગતું હોય તો પંચનો જે નિર્ણય હોય તે હું ખુશી થી સ્વીકારીશ,બસ આથી વધારે મારે કશું કહેવાનું નથી, માનવ ધર્મ મારા માટે બહુ મહત્વનો છે." રામુકાકાના સચોટ નિર્ણય અને જવાબથી પંચના સભ્યોમાં અસર પડી ,બધાએ ભેગા થઇ પંચના મુખ્યાને નિર્ણય કહ્યો,ગૌરી તથા તેની માંને પણ આ અંગે પ્રશ્ન પુછાયા,તેની માં એ તો આખો દિવસ કામ કર્યાથી થાકી જવાથી આ બધું ક્યારે બન્યું તેની કંઈજ ખબર ન હોવાનો ખુલાશો કર્યો,પણ ગૌરી રામુકાકાએ જે કહ્યું તેને વળગી રહી ,પંચે રામુકાકા તથા ગૌરીના જવાબનો અનાદર કરતા તડીપારનો દંડ કર્યો,ગામના લોકો પણ પંચના નિર્ણય સાથે સંમત ન થયા,એક જુવાને તો મોટા આવઝ્થી કહ્યું, "અત્યાર સુધી પંચનો નિર્ણય માથે ચઢાવ્યો છે પણ રામુકાકાને ખોટી રીતે બલીનો બકરો બનાવાયા છે ,તેમના ગયા પછી કોણ એવું છેકે ગામની સાચવણી કરશે,ચોરી લુટ વધી ન જાય તો મને કહેજો,અને હું ચમન જો પંચ તડીપારનો નિર્ણય પાછો લેતું હોય તો,ગૌરી સાથે વિવાહ કરવા તૈયાર છું,પંચને શાંતિથી ફરીથી વિચારવા વિનંતી " પંચે યુવાનની વાત સાંભળી તેની વાતની ગંભીરતાનો વિચાર કર્યો,અને ગૌરી તરફ મુખ્યાએ ઈશારો કરી તેને પૂછ્યું,પણ ગૌરી નીચું જોઈ ગઈ,રામુકાકાને પણ યુવાનની વાત બરાબર લાગી,ગૌરી ઉપર તેની માએ પણ દબાણ કર્યું,પણ ગૌરીએ બધાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, "હું એક વખત મારું દિલ દઈ ચુકી છું, અને તેની હું રાહ જોઇશ,મારા માટે કોઈને ભાવ જાગ્યો તેમનો આભાર, પણ મને તે મંજુર નથી "અને ગામલોકોને પણ ગૌરીની આ વાત ન ગમી ,માએ ફરી દીકરી ઉપર કુધાપો કર્યો અને ન કહેવાના શબ્દો ગૌરીને કહ્યા,રામુકાકા સિવાય ગૌરીના નિર્ણયનો વિરોધ થયો અને બીજા દિવસની સવારે રામુકાકા અને ગૌરીને ગામ છોડવું પડ્યું, આ પછી રામલાલ તેમજ ગૌરીએ બાજુના મોટા ગામમાં કામ માટે શોધ ચલાવી અને રામલાલને ચોકીદારની નોકરી મળી ગૌરીને પણ પૈસાદારને ત્યાં ઘરના કામ કરવાની નોકરી મળી ,અને આવી રીતે એકાદ વર્ષ પસાર થયું,પોતાના ગામમાંથી ક્યારેક કોઈ બઝારમાં મળી જતું,ત્યારે રામલાલને ત્યાની ખબરો મળતી,જયારે ગૌરીને કહેતા ત્યારે ગૌરી માના સમાચાર જાણવા ખુબ આતુર થતી અને એક દિવસ પંચના મુખ્યા શમ્ભુકાકા રામલાલને મળવા આવ્યા,રામલાલ ખુબ અચંબામાં પડી ગયા,પહેલાતો ગામમાં વધી ગયેલા ચોરી લૂટના બનાવ અંગે જણાવ્યું અને ફરીથી પંચે તેમની સજા માફ કરીને પાછા ગામમાં આવી જવાનું સુચન કર્યું,રામલાલ તેમને ઘેર લઇ ગયા અને ગૌરીને આ અંગે પૂછ્યું પણ ગૌરી નારાજ હતી,કેમકે શમ્ભુકાકા જાણતા હતા છતાં પંચના દબાણથી સજા કરી હતી એટલે રામુકાકાને જવા અંગે તે સહમત થઇ પણ પોતે જવા રાજી ન હતી,રામુકાકાએ સમજાવી પણ પોતાના નિર્ણયમાં ફેરફાર ન કર્યો, આખરે શમ્ભુકાકાએ એક વાત કહી કે એક માણસને પુરાના ખંડેરમાં વારે ઘડી આવતો હોવાથી ગામની હદમાં પંચ સમક્ષ હીરાશતમાં લઇ રાખવામાં આવ્યો હતો અને ગામની બે છોકરીઓએ તેને ઓળખી બતાવ્યો હતો ,ત્યારે ગૌરીની ખુશીનો પાર ન રહ્યો અને રામલાલે અને સમ્ભુકાકાએ હસીને ગૌરીને આશીર્વાદ આપી દીધા,
"હવે તું ઓળખી બતાવ એટલે કરીએ કંકુના ..."સમ્ભુકાકાની વાતથી ગૌરી શરમાઈ ગઈ,આ પછી ગામમાં શરણાઈ વાગી,ઢોલ ધબૂક્યા ,પૂનમની રાતે ગૌરીની માએ પહેલી વખત સુખનો અનુભવ કર્યો, ચાંદની રાતના ચંદ્રની હાજરીમાં ગૌરીએ પ્રભુતામાં પગલા માંડ્યા.

સમાપ્ત

Saturday, December 3, 2011

સંત સમાગમ-મહેન્દ્ર ભટ્ટસં ત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે,સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે,સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે,અને તેને માટે મનને જગાડવું પડે છે ,શરીર તો સમયની સાથે ના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે,પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી જ સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફ ની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખુબ સરળતા પડશે, કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિનું ,પણ માનસ ની એ બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રત્નશીલ રહે છે,કેટલાય પ્રયોગોમાંથી પસાર થઇ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઉભી થયે પણ રોકાતી નથી, સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે,બાકી દુનિયાની આજની સ્થિતિ તનાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઇ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહિ આવે,ગમે તે સંતનો સમાગમ
કે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે અને તે માટે મનને શાંત કરવાની જરૂરીયાત પર ખુબ ભાર
મુકે છે, એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજુ કરી છે, ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છા રૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે,એક ગામમાં એક જુવાન જયારે પણ જમણવાર હોય ત્યારે અઢાર લાડવા ખાઈ જતો,તેની ખાવાની આ રીતથી ગામલોકોને ત્રાસ થતો,પણ ગામનું માણસ એટલે તેને દુ:ખી ન કરાય પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને ચેલાની મદદની જરૂરત હતી,આમતો તેઓ ગામેગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખુબ મળતી,સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું એટલે 'સાધુ તો ચલતા ભલા ' એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા આ ગામમાં આવી ચઢ્યા,ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામા ચેલાની મદદ માટેની રજૂઆત થઇ ત્યારે ગામના ઉપરી એ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું,યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી પણ સાથે પોતાની શરત રાખી કે 'ગુરુજી હમ મદદમેં આપકા સબ કામ કરેગા મગર શરત ઇતની કે હંમે અઢી શેર આતા હર અગીયાસકો આપકો દેના પડેગા,લાડુ બનાંકે ખાયેગા,અપવાસ હમ નહિ કરેગા વો આપકા કામ, મગર ખાના ભી હમ પકાયેગા 'સાધુને પણ યોગ્ય લાગ્યું, આ ઉમરમાં ઝોલીનો ભાર ઉચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો ,પછીતો
રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મઝા કરવાની,બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું પહેલી અગિયારસ આવી અને ગુરુએ અઢી શેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો,અને ગુરુજી તો અગિયારસ કરે એટલે એમના માટે જુદું અગિયારસનું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું , લાડવાનું ભોજન જોઇને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં
ગુરુજીના અવાઝ્થી રોકાયો, 'બેટા ભોજન કરનેસે પહેલે હમારી બાત સુનોગે ?'રોકાયેલો ચેલાને મનમાં થયું ,ગુરુજીએ તો પેટ પુંજા કરી લીધી હતી , હવે મને કકડીને ભૂખ લાગી છેને ગુરુ ને વાત સંભળાવવી છે પણ ગુરુની વાત ટાળી પણ ન શકાય 'હા હા,જરૂર સુનેગે'અને ગુરુજીએ કહ્યું" બેટા, ભોજન કરનેશે પહલે ઠાકુરજીકો ભોગ લગાકે બાદ ખાના "બસ ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આઘોપાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકુરજીનું મંદિર હતું ત્યાં લઇ ગયો,ગુરુજીની આજ્ઞાનો અવરોધ પણ ન થાય અને દુર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો,થોડીવાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો,પછી ત્યાંથી બેઠા બેઠા બુમો પાડવા લાગ્યો,"ઓ ઠાકોર ખાવું હોય તો ખાય લો મને તો કકડીને ભૂખ લાગી છે"પણ કોઈ ફેરફાર નહિ ફરીથી જોર કરીને બુમ પાડી" ઓ ઠાકોર હવે એક વખત વધારે કહીશ, નહિ આવો તો આપણાથી વધુ ભુખું નહિ રહેવાય ,કહી
દઉ છૂ આપણે તો ખાઈ લઈશું પછી ભલે ગુરુજી દંડ આપે"અને છતાં કઈ ફેરફાર ન થયો એટલે છેલ્લે ફરીથી
બુમ પાડી "ઓ ઠાકોર હવે ખાઈ લો નહિ તો તમારો સમય પૂરો ને આ થાળી મારી "અને કહેવાય છે કે ઠાકોરજીનું ત્રણ વખત નામ પડ્યું અને ચેલાની અજાયબીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી એટલે ચેલો ઉભો થઇ ગયો "લો આ તો આવી ગયા,એમ શરમ વગર ખાવા ન મંડાઈ "અને ઠાકોરજી એ કહ્યું " બેટા તે તો મને કહ્યું..."અને ચેલો ચોટલી ઉપર હાથ ફેરવતો બોલ્યો"હવે આવ્યા છો તો ખાઈ લો,પણ મારો વિચાર કરજો અને ચેલો ફરીથી બેસી ગયો ,"તથાસ્તુ " એવું ઠાકોરજી બોલ્યા અને થોડીવારમાં ભોજન કરી અંતર્ધ્યાન થઇ ગયા ,ચેલો તો ઉભો થઈને પહોચ્યો થાળી પાસે,એક લાડવો અને બીજી બધી પીરસેલી વાનગી થોડી થોડી બચી હતી,અને તુલસીના પાન ,આજુબાજુ જોયું,બધું ખાઈ ગયા , અને જતા રહ્યા પણ કોણ હોય ,તે તેને સાંભળે,ચેલાએ
મને કમને જે બચ્યું હતું તે ખાધું,ગુરુજી જયારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું "ક્યાં હુઆ
બેટા સબ કુછ ઠીક થાક તો હૈ ."અને ચેલો વરસ્યો "અરે કુછ ભી થીક થાક નહિ હૈ,અબસે દુસરી અગીયારસકો પાંચ શેર આટા ચાહીયેગા " ગુરુજી અચરજમાં પડ્યા પણ તરત કહ્યું "હા તો ઇસમે કોનસી બડી બાત હૈ પાંચ શેર આટા લે લેના ,મગર બેટા હુઆ ક્યાં...?"અને ચેલાએ કહ્યું "ક્યાં ન હુઆ ઐસા પૂછીએ,વો ઠાકોરજી ,જીસકો આપને
ભોગ લગાનેકો બોલા થા,વો સબ ખા ગયા,ઔર મેરે લિયે એક લાડુ ઔર તુલસીકે પત્તે છોડ ગયા..."અને ચેલાની વાત ગુરુજીને ગળે ન ઉતરી,અને હસ્યાં ચેલાને ગમે તે રીતે શાંત કર્યો.,પણ ગુરુજીનું મન પણ અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું,થોડા સમય પછી સુદની અગિયારસ આવી અને ચેલાએ પાંચ શેરના લાડુનો ભોગ લગાવ્યો અને ફરી ગુરુજી તો ફરાર આરોગી ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચઢાવી પેલા ઝાડની નીચેની બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બુમો પાડવા માંડી ,બે વખત પછી ત્રીજી વખતે ચેલો બુમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખુબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું, તો કહ્યું "પ્રિયે ,મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઇ જાવ,એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે,અને આજે તારે પણ સાથ આપવાનો છે."પ્રભુ, ભક્ત તમારો છે ને હું આવીશ તો એને તકલીફ નહિ પડે ,"અને પ્રભુએ હાથ પકડીને કહ્યું"ચાલો આ ત્રીજી વારની બુમ પડી બીજી વાત પછી,આજે ભક્તની કસોટી"અને લક્ષ્મીજી કઈ સમજે એ પહેલા ઠાકોરજીના ખેચાણમાં
ખેચાઈ ભક્તની ત્રીજી બુમે ભોગ સામે હાજર થયા,અને ચેલો તો હડફ લઈને ઉભો થઇ ગયો ,"આવ્યા તો આવ્યા પણ સાથે એમનેય લઇ આવ્યા,વાહ માની ગયા ઠાકોરજી તમને " પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા ,"અરે ભક્તના ભોગને આરોગો,'અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા "હા હા,જમી લો ને છોડજો થોડું ભગત માટે " અને ચેલો અદબ વાળીને બેસી ગયો ,ફરીથી ભગવાને કહ્યું "તથાસ્તુ" અને લક્ષ્મિજી તો હસી પડ્યા, ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મીજી સાથે અંતર્ધ્યાન થયા, ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું,ગુરુજી આવ્યા તેમને ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કઈ કહે તે પહેલા ગુરુજી
બોલ્યા"મૈ સબકુછ સમઝ ગયા ,ઠાકોરજી સબ ભોગ ખા ગયે " અને તેના ખભાપર હાથ મૂકી સમજાવવા
જતા હતા ત્યાં ચેલો બોલ્યો "અરે ,અકેલે ઠાકોરજી નહિ સાથમે અપની પત્નીકો ભી સાથ લે આયે થે ,ખા ગયે સબકુછ ને છોડ ગયે પરસાદ,માલુમ નહિ અબ કબ પુરા ખાના મીલેગા,આપકો અબ સાડાસાત શેર આટા દેના પડેગા ". ગુરુજી આ વખતે ચેલાની વાતથી હસ્યાં નહિ પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી અગિયારસે જાતે હાજર રહેવાનું મન મનાવ્યું,સમય પસાર થયો અને ફરી અગિયારસ આવી આ વખતે ચેલાએ બે થાળી ભરીને ભોગ લગાવ્યો જોઈએ હવે બે જણા કેટલું ખાય છે,આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બુમો પાડવા માંડ્યો ગમે તેમ પણ તેનો અવાઝ થોડો ભગવાન માટે માનભર્યો હતો,અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા હતા બે બુમો પડી અને ત્રીજીનો વારો હતો ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ મચી ,ભગવાનના કુટુંબને પૃથ્વી ઉપર જતા જોઈ ,શંકર-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને
વાત જાણવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું "જાણવું હોય તો ચલો સાથે "અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિ-દેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ
અને એ જોઇને ચેલો તો ભડક્યો "આટલા બધા,તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો ,તે મને ભૂખો રાખી રાખીને ખાઈને જતા શરમ નથી આવતી,આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું,થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો "અને ફરીથી ઠાકોરજીનો હાથ ઉંચો થયો અને શબ્દ આવ્યો "તથાસ્તુ"અને ગુરુએ થડની આડમાંથી ત્રણે દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા અને જયારે ચેલાએ કહ્યું ગુરુદેવ શું કરો છો "અરે બેટા,આજ મુઝે કુછ સમજમે નહિ આતા કે કૌન ચેલા હૈ ઔર કૌન ગુરુ આજ તેરી નિર્દોષ ભક્તિસે મુઝે ભી ભગવાનકે દર્શંનકા લાભ મિલા,આજ તેરી વજહસે મેરા જીવન ધન્ય હો ગયા " અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અસૃસભર થઇ અને તે જોઈ ચેલો પણ રડ્યો ,ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક-એક લાડવો તેમજ તુલસી પત્ર પડ્યા
હતા.અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો,બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં" નારાયણ નારાયણ" ના પુકારે હાજર થઇ નારદજીએ ત્રણે દેવોને દેવીઓ સહીત પ્રણામ કરી ભક્ત
અને ભક્તના તારક ભગવાનનો ખુબ મહિમા ગાયો.
સમાપ્ત

Wednesday, November 30, 2011

જયારે જયારે
-મહેન્દ્ર ભટ્ટ
જયારે જયારે પ્રેમ શબ્દનો કરો ઉપયોગ
ત્યારે ત્યારે ન કરશો પૉલિટિક્સનો પ્રયોગ
જયારે જયારે ભક્તિ શબ્દનું સ્મરણ
ત્યારે ત્યારે ન કરશો કોઈ અન્ય સ્મરણ
જયારે જયારે દુ:ખોનો વરસે વરસાદ
ત્યારે ત્યારે ન ભૂલશો પ્રભુનો પ્રસાદ
જયારે જયારે કોઈ ન રહે આસપાસ
ત્યારે ત્યારે પ્રભુ તો જરૂર હશે આસપાસ
જયારે જયારે પ્રભુ ભક્તિનું મન જાગે
ત્યારે ત્યારે ન જોશો વાર કેમકે સમય ઝડપથી ભાગે.

Tuesday, November 29, 2011

પસંદગી

લેખક-મહેન્દ્ર ભટ્ટ

ધવલ રોજ કરતા વહેલો ઉઠીને પોતાનો નિત્યક્રમ પરવાળી નાસ્તો તથા ચા માટે રસોડામાં આવ્યો,
સાંજનું ખાવાનું બધા સાથે ટેબલ પર ભેગા થઇ ખાતા,પણ સવારે તો જેમ જેમ બધા પોતપોતાની રીતે તૈયા્ર
થાય તેમ નાસ્તો તથા ચા-પાણી કરતા,મીનાબેન ને માથે બધી જવાબદારી એટલે બધું સવારે તૈયાર થઇ જતું ,ક્યારેક કિરણ મમ્મીને હેલ્પ કરતી એટલે તેને શીખવા પંણ મળતું, વધારે તો બધાને
હેરાન કરવામાં તેને મઝા આવતી,ક્યારેક તો મીનાબેનને વળગીને મમ્મી જ્યાં સુધી ખીજવાય નહિ ત્યાં સુધી વળગેલી રહેતી,કુટુંબમાં સહુથી નાની હોવાથી લાડલી થઇ ગઈ હતી,કોલેજમાં બીજા વરસમાં તેનો અભ્યાસ હતો,પણ આજે હજુ તે ઉઠી ન હતી,એટલે રસોડામાં બધું શાંત લાગતું હતું,મીના બેન નાસ્તો તૈયાર કરીને થોડીવાર દીવો કરી માતાજીની સેવા પુંજા કરતા ,તે તેમનો નિત્ય ક્રમ હતો,ધવલ રસોડામાં આવ્યો ત્યારે તેના પપ્પા રસીક ભાઈ છાપું વાચતાં બેઠા હતા,ધવલ આવ્યો એટલે તેના તરફ જોઇને હસ્યા,પણ તેનાથી ધવલ ખીજ્વાયો,એટલે નાસ્તો કર્યા વગર ખેચેલી ખુરશી પાછી મુકીને ચાલવા માંડ્યો,
"ધવલ,અહી આવ બેસ,શું થયું,?"
"મારે કઈ બેસવું નથી,તમેં શું કહેવાના છો તે મને ખબર છે,અને મારે મૂડ બગાડી ઝઘડો નથીં કરવો "
"તને બધી ખબર પડી જાય તે તો આખા કુટુંબને ગમે, પંણ આવી શક્તિ આવી ક્યારે?,"
"હવે હું નાસ્તો કરું,અજય થોડીવારમાં આવી જશે,"
"હા,પ્રેમથી બેટા,પણ અજયની રાહ જોઈ હોતતો,"
"પપ્પા,એણે રાહ જોવાની ના પાડી છે અને એ આવે એટલે તરત નીકળવાનું છે,"
"સારું ચાલ,હવે વધારે કઈ નહિ કહું,પણ...."
"પણ,પણ શું પપ્પા....!?"
"આ વખતે તારો ભાઈબંધ સાથે છે એટલે,ફાઈનલ..આ ચોથીવાર ખરુંને".
"જોયું, તમારેકહેવાનું હતું તે કહ્યુજ...!"
"પણ,બેટા..."
"તમે છાપું લઈને બેઠક રૂમમાં જાવ તો,એને હેરાન ન કરો,હમણા સમય થઇ જશે"
"લો,મમ્મીનું ઉપરાણું આવી ગયું ,હવે પપ્પાને જવું પડશે પણ ભૂલતો નહિ ઓકે "
"ઓકે,મમ્મી કઈ બીજું કહે તે પહેલા જાવો,"ધવલે બ્રેડને બટકું માર્યું
"તે હું કઈ તારી મમ્મીથી ડરતો નથી,"
"ખબર છે,"
"બંને જણા બાખડવાનું બંધ કરો ,ને તમે બહાર જા વો,લો ચા હું લઇ આવું "
"ચલો ત્યારે રસિક ભાઈ ,"અને આગળ રસિકભાઈ અને પાછળ મીનાબેન ચા લઈને બહાર જતા હતા ત્યાં
"એ,આવજો રસિકભાઈ ...."
"સાંજે આવ્યા પછી તારી વાત છે બેટમજી "
"તે મમ્મી ઘર છોડીને જતી નથી રહેવાની ,મારા પક્ષ માં છે મારા..."અને ધવલ મૂ ડમાં આવી ગયો
ધવલની ટકોરે રોકાઈ ગયેલી રસિકભાઈની ગતિ મીનાબેનના ધક્કે ચલિત થઇ,રસિકભાઈ કદાચ સમતોલન ગુમાવી બેઠા
"મમ્મી,જો જે પપ્પા પડી ના જાય ...."
"એક દા' ડો, પડવાના જ છીએ,આ બધી ફ્રીડમ અમારા સમયમાં નોતી,અત્યારે તો કુવર હજી ફરે છે "
"તે ફરેજ ને, તમારે તો ફરવું નથી.."
"હવે તમે બંને જીભા જોડી મુકશો,"અને વાતાવરણમાં ભાર પડ્યો,જાણે પીન ડ્રોપ સાયલન્સ અને અજયનો પ્રવેશ થયો
"અજય આવી ગયો બેટા,તારી કાગડોળે વાર જોવાઈ છે,"
"મારી,હું સમજ્યો નહિ અંકલ..?"
"આ અમારો ધવલ ,ક્યાંક ખોવાઈ ગયો હોય તેમ સુરજ ભગવાન કરતા વહેલો ઉઠીને તલપાપડ થઇ રહ્યો છે,"
" મમ્મી,પપ્પાને કહે કે તલપાપડી ખાય ને તાલ પડી છે તે ભૂલી ન જાય,નહિ તો...."
"ધવલ,તું માને કે ન માને પણ મને અંકલની વાતમાં તથ્ય જરૂર લાગે છે...!"
"તે જાને તું પણ જઈને પપ્પાની બગલમાં ભરાઈ જા,..જા." અને ધવલનો હાથ ઉંચો થઇ ગયો,
" ઓ બેટા,આજે તું ફતેહ થઈને આવવાનો તે નક્કી,પણ તાલ હજુ પડી નથી જો..."અને રસિકભાઈએ
ધવલની નજીક આવીને માથું નમાવ્યું,અને એ એક્શન મીનાબેનને ભારે પડી,ખીજવાતા પુત્ર અને
ખીજવતા પતિ વચ્ચે તેઓ જેમતેમ રોકી રહેલા હાસ્યને રોકી ન શક્યા અને તેની એવી તો અસર થઇ કે,તેમનો
જમણો હાથ હોઠ પરને ડાબો પેટ પર અને તો પણ તે ના રોકાયું તે ,અજય,રસિકભાઈ બધાને અસર કરતુ ઠેઠ રસોડામાંથી કિરણના ઓરડા સુધી પહોચી ગયું અને કિરણ દોડતી રસોડામાં ધસી આવી,
"શું થયું...?!"અને તેના સવાલને કોઈ જવાબ મળે ત્યાં ટેબલ પર ઉંધી પડેલી તપેલી ફ્લોર ઉપર પડી તેનો ગુંજારવ કરતી ગઈ
"હસો,બધા હસો,આપણું જવાનું કેન્સલ " અને ધવલ ખુરશી ખેચી બેસી ગયો,ફેરવાયેલા હાસ્યમાં ઘટાડો થયો, મીનાબેન જેમતેમ સ્થિતિ ઉપર કાબુ કરી ધવલ પાસે આવી તેને હગ આપ્યો
"એટલો જલ્દી ખીજવાઈ ગયો બેટા,તારા પપ્પાને હજુ તું સમજ્યો નથી ,"અને ધવલનો થોડોજ ફેરફાર લાગણીઓમાં ફેરવાઈ ગયો ,તેની આજુબાજુ રસિકભાઈ,અજય ને કિરણ ઉભા હતા,ત્યાં ધવલ ખુરશી પરથી ઉભો થયો,અને મીનાબેનથી થોડો દુર થયો અને રસિકભાઈ તરફ ફરી બોલ્યો,
"પપ્પા,શું થયું,ક્યાં ગયું હસવાનું .....?"
"ખોવાઈ ગયું બેટા....."
"તો,થંભસ અપ ઓર ડાઉન ....!!"
"ઓલ્વેઝ અપ "
અને ઘડીભર લુટાઈ ગયેલી ખુશી ફરીથી પાછી આવી ફેલાઈ ગઈ,વાતાવરણ મુસ્કુરાયું,પપ્પા,મમ્મીને ચરણ
સ્પર્શ કરી,કિરણના ગાલને ચૂમી ધવલ અજય સાથે પોતાના ધ્યેય માટે રવાના થયો,અને કિરણ નો પ્રશ્ન જવાબ વગર વાતાવરણમાં ખોવાઈ ગયો.
બે યુવાન મિત્રો ખભે ખભા મિલાવી પોતાના ઘરથી બસ સ્ટોપ તરફ નીકળી પડ્યા દસેક મીનીટનો રસ્તો પસાર કરી બસસ્ટોપ આવી ગયા ,મુસાફરો હતા એટલે બસ હજું આવી નહોતી,અજયે ધવલને ખભા ઉપર હાથ મૂકી પૂછ્યું,
"ધવલ,બસ આવવવાને હજુ વાર લાગે છે,જ્યાં જવાનું છે ત્યાનું સરનામું વગેરેનું બધું યાદ છેને,"
"હા,પપ્પાએ,મને ડાયરીમાં બધું વ્યવસ્થિત લખી આપ્યું છે,જો..."અને પેન્ટના ખિસ્સામાંથી ધવલે ડાયરી કાઢી અંદર લખ્યું હતું, જસવંતસિંહ બારોટ ,સાંકડી શેરી,ભરતપુર,.બીજા સ્ટોપ પર ઉતરવું.
",બસ,આટલુજ સરનામું...!!"અજયને અચંબો થયો
"ગામ બહુ મોટું નથી,એવું પપ્પા કહેતા હતા,"
"પણ જેને માટે જવાનું છે તેની તો કોઈ માહિતી જ નથી "
"એ તો ગયા પછી આપણેજ જાણવાનું,પણ પપ્પાના સંબંધો સારા,પહેલા પણ તકલીફ નથી પડી."
"એટલે લગભગ બધુજ અજાણ્યું,સિવાય અંકલના સારા સંબધો... "
"ચાલો ત્યારે,પડે એવી દેવાશે. "અને બસ આવી એટલે બંને બસમાં બેઠા ,દરવાજો બંધ થતા ઘંટડીના બે ટકોરે બસ ગતિમય થઇ,દોઢેક કલાકનોરસ્તો હતો,
"સાંકડી શેરી,ભરતપુર ..વેલ આ છેલ્લી શેરી ...ખરું.."થોડાક મુસાફરોની હાજરી અને સાવ નવરા જુવાનીયા,લાંબા
રસ્તાની પહેલી કોમેન્ટ શરૂ થઇ
"હા,અને તે પણ સાંકડી,કેમ તારે કઈ પ્રોબ્લેમ છે."હળવા સ્માઈલ સાથે ધવલે વાર કર્યો.
"પણ ધવલ પાત્ર સાંકડું ન હોય તો સારું નહિ તો...! "
"સારું બોલ ,પાત્ર ઘરમાંજ આવવાનું છે,જરા ભાવીનો વિચાર તો કર "
"ખોટું મારા મિત્ર,ખોટું ...ભાવી નહિ ભાભી....જરા સુધાર"
"વાર છે ઘણી,કોણ જાણે કેટલી ,પણ સમસ્યાઓને ફેસ કરવાની છે."
"અરે,યંગ બોય અને સમસ્યા.......? ઓલ્વેઝ પોસીતીવ મિત્ર,સફળતાની નિશાની."
"ઓકે ગુરુનો મંત્ર સ્વીકાર્ય ."
અને આમ એકબીજાને ટપલા ટપલી કરતા મુસાફરીનું પહેલું સ્ટોપ પસાર થઇ ગયું. અજયની નજર કંડકટર ઉપર પડી ,દરવાજા પાસેની સીટ ઉપર બેઠા બેઠા તે ટીકીતોનો હિસાબ કરી રહ્યો હતો , ચશ્માં તેની ઉમરની
ચાડી ખાતા હતા,અજયની સ્થિર નજરો પંચાવન ઉપરનું અનુમાન કરતી હતી,મસ્તીના મીઝાઝ્માં સ્થિર થયેલી આંખો બહુ વખત સ્થિર રહે તો જરૂર કોઈ મુસીબત વહોરી લે ,તેવું બન્યું, હિસાબમાં વ્યસ્ત કંડકટરની આંખો અજયની દિશામા એકદમ ઉઠી,અને જાણે વીજળીનો આચકો લાગ્યો હોય તેમ,અજયનો ચહેરો નેવું ડીગ્રીએ ફરી ગયો,અને જાણે અજયને ગુનાનો અહેસાસ થયો હોય તેમ ફરી તે દિશામાં ન ફર્યો,પણ તેની સ્થીતીથી શંકાના સમાધાન માટે કંડકટરે અજય પાસે ટીકીટ માંગી,અને ધવલે બે ટીકીટ બતાવી,પણ તેને અપમાન જેવું લાગ્યું,
"કંડકટર,તમે તો ટીકીટ પહેલાજ કાપી,...."
" તો,શું વાંધો છે...?"અને તેની આંખો જાડા ચશ્માં માં તીવ્ર થઇ
"કશો વાંધો નથી..."અજયે ધવલનો હાથ દબાવી રોક્યો,મુસીબત ગઈ,કંડકટર બંને તરફ જોતો પોતાની સીટ તરફ ગયો.
"સારા કામમાં મુસીબતોનો ઢગલો સારી વાત ન કહેવાય,'શાન્તમ સુભમ ' આપણે બંનેને શાંત થવાની જરૂર
લાગે છે "
"પણ આ મને બરાબર ન લાગ્યું "
"હશે હવે ,પતી ગયું છોડને" અને જેમતેમ ધવલ શાંત થયો ,બીજું સ્ટોપ આવ્યું બસ ઉભી રહી, સામેજ પાનનો ગલ્લો હતો, એક માણસ ગલ્લાવાળા સાથે વાત કરતો હતો તેના હાથમાં ધારિયું હતું.ધવલ તો ચકિત થઇ ગયો
" આવા,માણસો આમ ધારિયા સાથે ખુલ્લેઆમ ફરે...?!"
"આવા તો કેટલાય દ્રશ્યો જોવા મળશે,એટલે સાવચેતી અને શાંતિ બંનેની જરૂર પડશે. "
"પપ્પાને પણ ગાંમડામાંજ સંબંધો હોય છે."
"તને એક વાત કહું ,માણસો પણ દિલવાળા હોય છે,સાચું ,સીધું અને ભોળું જીવન બહુ પોલીટીક્સ નહિ "
"એટલે છોકરી સાથે પણ એજ રીતે વાત કરવાની એવુંને...!"
"લગભગ એવુજ .."
"જોઈએ, કેમના પાસા પડે છે...!" દરવાજો બંધ થતા બસે ગતિ પકડી.
"તું આટલો બધો વિવેકી નહોતો અને એટલું બધું ડહાપણ ક્યાંથી આવી ગયું..?"
"એક તો તારો મિત્ર અને બધાનો મારા માટે તારા મિત્ર માટેનો ખરો વિશ્વાસ એટલે જવાબદારી, બધું આપોઆપ ગોઠવાઈ જાય.."
"એવી વાત છે, જોઈએ બસમાંથી ઉતર્યા પછી શું થાય છે..?"
"જો,આખી દુનિયાને વિશ્વાસ છે પણ તને નથી,અને બસ માંથી ઉતર્યા પછી એતો ભવિષ્યકાલ છે..ભલા..".
"એટલે ગતે શોકો ન કર્તવ્યમ,ભવિષ્યમ નૈવ ચીન્ત્યેત,વર્ત્માનેન કાલેન વર્ત્યંતી વિચક્ક્ષનાં " બંને જણા સાથે બોલ્યા અને અવાજની માત્રામાં વધારો થયો, મૂડમાં ખબર ન પડી અને નજર ઉઠી તો સામે કંડકટર હતો,અને મઝામાં ભંગ પડ્યો ફરીથી ધવલનું મગજ છટક્યું,"આને શું પ્રોબ્લેમ છે...?"પણ અજયના પ્રયત્નથી તે રોકાયો ,વાત બદલાઈ
"કાકા,ભરતપુર આવે એટલે કહેજોને,અમે અજાણ્યા છીએ .."
"સારું, પણ જરા બીહેવ ઓકે ..."અને વોર્નિંગ સાથે તે પોતાની સીટ પર ગયો.
"બાપ રે ,બિહેવ અને તે પણ અંગ્રેજીમાં...માંન ગયે..."અને બંને ચકિત થઇ ગયા.બીજી નજરમાં કંડકટર શાંત થઇ પોતાના કામમાં બીઝી થઇ ગયો હોય એમ લાગ્યું,કદાચ અજયનું 'કાકા' સંબોધન તેને શાંત કરતુ ગયું, ગમે એમ પણ ઘણો રસ્તો પસાર થઇ ગયો હવે ભરતપુર આવવુજ જોઈએ,બંને જણા આતુર હતા, પણ ધવલ વધારે આતુર હતો,તે હોયજ ને નવી દુનિયાના નવા પાત્રની શોધ હતી.
તેણે બંને હાથ ઊંચા કરી આળસ ખાધી,અને અજયને તેની આતુરતાનો પરિચય કરાવ્યો,બસ ધીરી પડી,બકરીઓનું ટોળું રસ્તો પસાર કરી રહ્યું હતુ,ભરવાડ તેને સાચવીને જુદા જુદા અવાજ સાથે પસાર કરાવી રહ્યો હતો,આજુ બાજુ તેના બે ચોકીદાર કુતરા તેને મદદ કરી રહ્યા હતા,પસાર થઈ જતા ફરીથી બસે ગતિ પકડી,બંને જણા માટે આવા દ્રશ્યો ખુબ આનંદ દાયક હતા બીજા બધાને તો આ રોજનું હતું એટલે નવાઈ ન હતી.
ભરતપુર હવે નજીકમાં હોય એમ લાગતું હતું કેમકે હવે ખેતરો અને તેમાં કામ કરતા માણસો નજરે પડતા હતા,
"મારી સલાહ માટે નો સમય પસાર થઇ ગયો છે,એટલે હજુ કઈ ....."
"આગળ આપણે માનવ વસ્તીમાજ જવાનું છે ,છોકરીયો તો કોલેજમાં પણ હતી અને અહી પણ છે એમાં શું મોટી વાત છે..."
" ઘણી મોટી,બસમાંથી ઉતર્યા પછી આ રૂઆબ નહિ રહે "
"એ,તારું માનવું છે, હવે ઘણો અનુભવ છે,પહોચી વરાસે."
"ઔલ રાઈટ ..."અને ધીરા સ્મિત વચ્ચે ભરતપુરનો અવાઝ આવ્યો,બંને જણે પાછળ જોયું,
"ભરતપુર ઉતરવું છેને ..!"
"હા, કાકા બીજા સ્ટેન્ડ ઉપર ."
"સારું..."ભરતપૂરનું પાટિયું વન્ચાયું થોડા પેસેન્જર ઉતર્યા અને બસ ફરી આગળ વધી અને થોડીવારમાં બીજું સ્ટોપ આવ્યું ,બંનેએ કંડકટરને આવજો કહ્યું
"બેસ્ટ ઓફ લક "એટલે અજયે નહિ પણ ધવલે જવાબમાં "થેંક યુ " કહ્યું અને બસ દરવાજો બંધ થતા થોડીવારમાં દેખાતી બંધ થઇ રહેવાના હતા નહિ એટલે સામાન તો હતો નહિ, વડના ઝાડ નીચે બેઠક હતી,કોઈ હતું પણ નહિ ,સુમસામ,અજાણ્યા સ્થળમાં અજાણ્યા યુવાનો ,ગામ તરફ જતી કેડી ઉપર ચાલવા લાગ્યા ,કોઈ મળે તો પૂછાય,બે છોકરા સામેથી આવતા દેખાયા, નજીક આવ્યા એટલે અજયે પૂછ્યું,
"સાંકડી શેરી,ક્યાં આવી"અજયે છોકરાને પૂછ્યું
"ભરતપુરમાં...."
"હા, પણ જવાનો રસ્તો "
"આ કેડી ,મોટા રસ્તે જશે ને પછી બઝાર "
"સારું..."
"લાવો પાંચ રૂપિયા "
"શેના,રસ્તો બતાવવાના...."
"હા,તો.... ચાલો કાકા મોડું થાય..."
"ન,આપીએ તો .."ધવલે અવાઝ્ની માત્રા વધારી,અને અજય આગળ આવી ગયો , પાંચની નોટ પકડાવી દીધી.
"શું કરે છે,અજય "ધવલ ખીજ્વાયો
"જાવ છોકરાઓ મઝા કરો"
"એ તો જૈશુજ ને ,તારા મિત્રને કે કે ભરતપુરમાં દાદાગીરી મોઘી પડશે "જતા જતા છોકરાએ ચીમકી આપી અને તૂ તા પર ઉતરી ગયા
"જોયું,બે તીનયા હવે મળશે તો ગાળો દેશે ,ને આપણે ચુપ રહીશું બરાબરને..."
"ધવલ શાંત થા ભાઈ,અજાણી ધરતી પર તોફાન સારું નહિ,અહી શાંતિ સિવાય કોઈ કાયદા કામ નહિ લાગે ..."
"ગમે એમ પણ શરુઆત બહુ સારી નથી "ધવલે નીશાશાનો શ્વાસ છોડ્યો.
થોડાક આગળ ગયા ત્યાં કેડી મોટા રસ્તાને મળી,પછી થોડું આગળ જતાજ નાની બઝાર શરુ થયું ,બીજી
દુકાન શાક્ભાજીની હતી અને ત્યાં એક યૌવના શાકભાજી ખરીદી રહી હતી ,બંને યુવાનો માહિતી પૂછવા
નજીક ગયા ત્યાં એક લાલ કુતરો બંને ની પાછળ એકદમ દોડી ગયો અને ધવલ અને અજય બંને દુકાનના પગથીયા ચઢી ગયા,દુકાનદારે' હત' કહી કુતરાને ભગાડ્યો અને કુતરો છેલ્લી નજર બંને સામે મિલાવી વિજયની અદામાં જોતો ભાગી ગયો સહેજ મોડું થયું હોત તો ધવલનું પેન્ટ પકડાઈ જાત, બચી ગયાના સંતોષ સાથે બંને મુસ્કરાયા,અને દુકાનદાર પણ હસ્યા,
"લાલ્યો કરડતો નથી પણ અજાણ્યા દેખાઈ એટલે પાછળ પડી જાય ..."
"અરે કાકા,આમને આમ જો કોકને કરડી પડે તો એનું તો આવીજ બને,..."
"હા, ભાઈ ક્યારેક એવું પણ બને, શેરીના કુતરા રખડ્તાજ હોય ,પણ હજુ સુધી કોઈને હેરાન થયાનો બનાવ
નથી..."કાકાએ ખુલાશો કર્યો
બંને પોતાની સ્થિતિ સરખી કરી ,કાકાને બીજા બે ગરાકો આવ્યા,પેલી યૌવના પણ હસી પડી હતી પણ યુવાનો કાકા સાથે ચર્ચામાં હતા અને ક્યારે જતી રહી તે ખબર ન પડી ,બંને ને શંકા થઇ કદાચ જ્યાં જવાનું હતું તે તો ન હોય ,લાગતી હતી ભણેલી ,કાકા બીઝી થઇ ગયા,બીજા ગરાકો આવ્યા,બંને સંભાળીને પગથીયા ઉતર્યા લાલ્યો પાછો ક્યાંક આજુબાજુ ન હોય,પણ કાકાની નજર પડી
"ક્યાં આવ્યા છો છોકરાઓ"કાકાએ ચશ્માં પહેર્યા હતા અને માથે કાળી ટોપી હતી
"અમારે સાંકડી શેરી,જશવંતસિંહ બારોટને ત્યાં જવું હતું"
"અરે,પેલી બેન હમણાજ ગઈ "
"કોણ...!!"
"આ જાનકી,બારોટની છોડી,...."બંનેની શંકા સાચી પડી દુર દ્રષ્ટી નાખી પણ છોકરી ન દેખાઈ
" એતો, હસતી હસતી વેલી વેલી ઝડપથી જતી રહી મેં બોલાવી તોય ઉભી ન રહી "એક બેને ખુલાશો કર્યો
બંને કોઈ અજાણ્યા સંતોષમાં ડૂબી ગયા અને ધવલે તો અજય સાથે હાથ મિલાવી પસંદગીનો પહેલો આનંદ જણાવ્યો ,બેનના કહેવા ઉપરથી છોકરી બંનેને જોઇને જરૂર શરમાઈ ભાગી ગઈ હતી ,અને પાછો લાલીયાનો
બનાવ,બંનેએ એકબીજા સામે જોયું ,અને કાકા સાથે હાથ મિલાવી આભાર વ્યક્ત કર્યો
"ઉભા રો,હમણા મારો છોકરો આવશે તે તમને લઇ જશે"
"ના તે હું ઘેરજ જાઉં છું ,તે એમને સાંકડી શેરી બતાવી દઈશ."પેલા બેને કહ્યું
" સારું પણ,હમણા એ લોકો આવ્યા ત્યારે લાલીયું પાછળ પડી ગયું હતું એટલે..."કાકા મુસ્કરાયા
"એમ, તે હું એમને ત્યાં સુધી પહોચાડી પછી ઘેર જઈશ,હો....ઉભા રો હું પૈસા આપી દઉ " અને ફરીથી કાકાનો જુવાનીયાઓએ ખુબ આભાર માન્યો આમતો આ અનુભવમાં પસંદગી જરૂર સ્થાન લે તેવું બંને યુવાનો અનુભવી રહ્યા હતા કારણકે પસંદગીના પાત્રનો ચહેરો તેમની સામે ઘડીક પહેલાજ આવી ગયો હતો પેલા બહેન કદાચ
ઉતાવળમાં હશે એટલે બહુ સવાલ જવાબ ન થયા,અને તેઓ આગળ અને યુવાનો પાછળ મુક થઇ ચાલ્યે જતા હતા,શેરીમાં શ્વાનની હાજરી હતી પણ લેઝી ની જેમ આરામની મુદ્રામાં હતા,નવા મહેમાનો ઉપર તેમની નઝર હતી પણ પેલા બેનની હાજરીમાં નવા મહેમાનોને જાણવાની તે ચેષ્ઠા નહોતા કરતા,સાંકડી શેરીનું પાટિયું જોયું અને બંને મુશ્કરાયા,અજયે ધવલને હળવો ટપલો માર્યો અને સ્થાનની પ્રતીતિ કરાવી બે માળનું મકાન હતું ત્યાં સુધી બેન આવ્યા અને મકાન બતાવી "જય શ્રી કૃષ્ણ" કહી જતા રહ્યા, મકાન ઉપર લખ્યું હતું "જાનકી નિવાસ" મકાનનું બંધ બારણું ખુલ્યું જાણે મહેમાનોની રાહ જોવાતી હોય તેમ એક માંજીનો હસતો ચહેરો નજરે પડ્યો ,યૌવના ત્યાં ન
હતી ,ઉંમરવાળા કાકા સામે આવ્યા ખભા ઉપર રૂમાલ હતો અને ભારે સફેદ મુછોવાળો ચહેરો હતો ,
"આવો "કહી આવકાર આપ્યો અને સોફા તરફ તેમને બેસવાનું શુચન થયું,બંને બેઠા ,કાકાનો ચહેરો ઘણો પ્રભાવ શાળી હતો , વાતાવરણ યુવાની અને વૃદ્ધાવસ્થાની દુરી બતાવતું હતું, શાંત હતું ,માનથી ભરેલું હતું,માજીના ચહેરા ઉપર છોકરાઓને જોઇને પ્રસન્નતા ઉભરાઈ રહી હતી,વડીલ પણ સંતોષી દેખાતા હતા,તેમણે પણ બાજુમાં પડેલી ખુરશી ઉપર બેઠક લીધી,યુવાનોએ જોયેલું કન્યાનું રૂપ ફરીથી દ્રસ્તીમય થાય તેવી આતુરતા બંનેને હતી,અને વડીલે તેમાં પુરતી કરી ,
"જાનકી ....બેટા ,મેહમાનો માટે પાણી લાવ"અને ફરી રજુ થયેલું નામ થોડીવાર પહેલાજ સંભળાયું હતું અને એ નામના ચહેરાને જોઇને બંને મિત્રોએ સંતોષ લીધો હતો,જાનકી બંનેને પસંદ પડી હતી ,કદાચ ઘેર આવ્યા પછી જો તેણે ડ્રેસ બદલ્યો હશે તો કદાચ વધુ સુંદર દેખાશે,પણ હિલોરે ચઢેલા જોબનીયાને વધુ વિલંબ માન્ય ન
હતો ,
"લાવી બાપુ...." મધુર રણકારે હવામાં ખુશી ફેલાવી દીધી, જાનકી પાણીના ગ્લાસની પ્લેટ સાથે હાજર થઇ,ઘડીક પહેલાનું દ્રશ્ય એવુજ હતું ,કોઈ ડ્રેસ તેણે બદલ્યો ન હતો ,કદાચ સુંદરતા ગમે તેવા રૂપમાં પણ સુંદર દેખાતી હશે ,પણ જરૂર તે સુંદર હતી, "જાનકી" પુરાણથી વપરાઈ રહેલું આ નામ કેટલું સુંદર હતું,પણ નામમાં શું....?,ભવિષ્યના જીવન સાથે જોડાવા ઉપસેલું આ પાત્ર દરેક સ્થિતિમાં ખુશીયોથી ઘર ભરી દે ,તેટલુંજ અગત્યનું, ઘણી વખત સુંદરતા પણ દામ્પત્ય જીવનને વેરવિખેર કરી નાખતી હોય છે,એવું વિચારવા પણ બંને મિત્રો તૈયાર ન હતા.અને સારું જ વિચારવું જોઈએ,ગમે એમ પણ જાનકીને જોઇને બંને મિત્રો સંતુષ્ટ હતા,જયારે
જાનકીની નજર ધવલ સાથે મળી ત્યારે પરાણે રોકાઈ રહેલું હાસ્ય કોઈ વિચિત્ર પરિસ્થિતિ ઉભી કરે તે પહેલા ખાલી ગ્લાસની પ્લેટ સાથે જાનકી ઝડપથી બીજા રૂમમાં જતી રહી ,કોઈ વાતચીત ન થઇ,કે જેનો બંનેને ઈન્તેજાર હતો,વડીલે પરિસ્થિતિ પર કાબુ લીધો
"ઘણી શરમાળ છે,અને લાલીયાનો પ્રસંગ આવીને તરતજ મને કહ્યો હતો અને ત્યારથી હજુ તેનું હસવાનું રોકાતું નથી "અને આ રજૂઆતથી બધા હસી પડ્યા,અને પ્રસંગ જ એવો બન્યો હતો કે જયારે જયારે તે યાદ આવશે ત્યારે ત્યારે હાસ્ય તેના વિપરીત રૂપમાં હશે,બિચારા ધવલનું પેન્ટ ચીરાય ગયું હોત,એ તો બચી ગયો પછી જાનકી તો બંને સાથે વાત પણ કેવી રીતે કરી શકશે,એક સવાલ હતો અને ગંભીર સવાલ હતો ,જયારે જીવનમાં બે પાત્રોનું જોડાણ થતું હોય ત્યારે વાતચીતથી ,એકબીજાની પસંદગી શક્ય હતી,વાતચીત તો કરવી જ પડે,જાનકીને
જેટલા ભાવથી ધવલ જોતો હતો ,એટલાજ ભાવથી અજય જોતો હતો,તેને પણ એટલીજ પસંદ હતી, પણ
એ શક્ય ન હતું,અને બરાબર પણ ન હતું,તે ધવલ માટે પાત્રની શોધમાં મિત્રની મદદે આવ્યો હતો,એટલે એવું વિચારવું બિલકુલ યોગ્ય ન હતું, વડીલના માનસપટ ઉપર યુવાનોની અધીરાઈ,ઈચ્છા ,ગમા-અણગમાના ચિત્રો ચિતરાઈ રહ્યા હતા,તેમાં જાનકી વારે ઘડીએ કન્યાના પાત્રમાં ઉપસી આવતી હતી,પહેલાતો વડીલ એટલું ગંભીર નહોતા લેતા પણ હવે અસલીયતથી યુવાનોને જરૂર વાકેફ કરવા જરૂરી હતા,કદાચ આ સચ્ચાઈ યુવાનોને માનવી ભારે પડશે પણ સચ્ચાઈની રજૂઆત પણ વડીલ માટે એટલીજ જરૂરી હતી,માજીનો ચહેરો પણ વડીલ તરફ મંડાયેલો હતો,તેઓ પણ થોડા ચિંતિત હતા,અને વાતાવરણને થોડું હળવું કરવા વડીલે યુવાનોને કહ્યું,
"સાંજે જમીને પછી જજો ,દીકરીયો જમવાનું તૈયાર કરી દેશે" અને યુવાનોના ચહેરા ઉપર થોડો બદલાવ આવ્યો, દીકરી શબ્દનું બહુવચન તેમને ભારે પડ્યું,તો શું હવે અત્યાર સુધીના ચિત્રમાં કોઈ નવું પાત્ર પ્રવેશ કરશે...! અજાયબ પરિસ્થિતિ વણાંક લઇ રહી હતી,યુવાનો વડીલ તરફથી થયેલી જમવાની રજૂઆતમાં નકારો જણાવી દેશે,પણ એવું ન થયું
"સારું પણ બસનો સમય તો છેને ...? "અજયે ધવલની ઈચ્છા જાણ્યા વગર જવાબ આપી દીધો, કદાચ
જાનકીનું ભવિષ્ય અજય માટે ખુશીના દરવાજા ઉઘાડતું જાય,બધું બદલાઈ રહ્યું હતું,ધવલ કહેતો હતો તેમ ગામમાં પ્રવેશ કર્યા પછી અવનવું બનતું હતું અને તેના માટે બરાબર ન હતું ,પણ અજય તેનો લાભ લેતો હોય તેમ તે અનુભવી રહ્યો હતો ,બધાની હાજરીમાં શું કહેવું, નહિ તો અજયની ખબર લઇ નાખી હોત ,
"શું ભાઈ ધવલ બરાબરને,જમવામાં શું ફાવશે..?"વડીલનો પ્રશ્ન હતો
"ના, ગમે તે ...ગમે તે ફાવશે "ગમે તેમ સ્મિતને રેલાવી વડીલને જવાબ આપ્યો,અજયે તેની નારાજગી માર્ક કરી,અને તેનો હાથ ધવલના ખભા ઉપર તેને શાંત કરવા પ્રસરી ગયો ,કદાચ વડીલને પણ તેના ફેરફારની
પ્રતીતિ થઇ હોય તેમ માજી તરફ જોયું એટલે માજી અંદરના રૂમમાં ગયા અને જયારે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે ધવલની નારાજગી દૂર થઇ ગઈ,તેમની બીજી પુત્રી પણ એટલીજ રૂપાળી હતી, જેટલી જાનકી ,ફક્ત બે વર્ષ જાનકીથી મોટી હતી,અને ફરી સુંદરતાએ વાતાવરણ બદલી કાઢ્યું,
"આ મારી મોટી પુત્રી સુનયના "વડીલે રજૂઆત કરી અને ધવલ સામે જોયું ,અને ધવલનો ચહેરો પોતાની પુત્રીને પસંદ કરતો નજરે પડ્યો, ધવલ ખુશ હતો એટલે વડીલે માજીને જમણ માટે તૈયારી કરવા કહ્યું,ધવલ ,સુનયના અને અજયને એકલા છોડી માજી અને વડીલ બીજા રૂમમાં ગયા ,બધા ખુશ હતા,ચારે બાજુ ખુશી હતી ,વાત નક્કી જેવી હતી ,જાનકી સિવાય બેઠક રૂમમાં યુવાનીનું વાતાવરણ હતું , હવે અજયને પણ બંનેને એકલા છોડવાનું વિચારી ઉભા થવાનું મન થયું અને ઉભો થયો પણ ધવલે હાથ પકડી બેસાડી દીધો ,ધવલને એકલા નહોંતું પડવું ,અને ધવલ ને મિત્રની હાજરીનો વાંધો ન હોય તો સુનયનાને પણ તેમ મંજુર હતું ,અને અજયે પણ સાથ આપ્યો ,ઘણી વાતો થઇ , એકબીજાના અનુભવો, પસંદ અને નાપસંદની વાતોએ સ્થાન લીધું અંતે સુનયનાએ પોતાનો નાજુક હાથ ધવલના હાથમાં મૂકી પસંદગીનું પ્રમાણ રજુ કરી બંને મિત્રોના આગ્રહથી તે
માજીને તથા જાનકીને રસોઈ માં મદદ કરવા અંદર આવી ,
"અહી તારી કઈ જરૂર નથી તું......એમને એકલા મૂકી કેમ આવી,જા એમને સાથ આપ બેટા...."માજીએ કહ્યું અને વડીલ પણ રસોડામાં આવ્યા
"માડી,એમણેજ કહ્યું અને મારો હાથ પકડી મને ઉભી કરી "
"અરે વાહ, બેનીનો હાથ પકડાઈ ગયો..."જાનકી એ ખુશીનો સાદ રેલાવ્યો
"તો ,નક્કી બેટા " વડીલે વહાલનું આલિંગન આપ્યું
"હા, બાપા"અને બાપ બેટી ની આંખોએ આંસુ ઉભરાયા ,વહા્લ ના એ ઝરણાએ માજીને સાડીના છેડાથી આંસુ લૂછવામાં મજબુર કર્યા. બેન જાનકી પણ રસોઈ છોડી બાપુજી અને બેનને વળગી પડી, સારા સમાચારે ખુશીથી વાતાવરણ ઉભરાઈ ગયું,બધાએ જમવાનું થયું એટલે જમણને માન આપ્યું, અને છેલ્લે ધવલ અને અજએ પણ વડીલોના આશીર્વાદ લીધા,સગાઈને ધવલના હાથમાં શુકનના પૈસા મૂકી નક્કી કરી, શુભ સમયે આવવાનું કહી
વડીલે આશીર્વાદ આપ્યા,સબંધોએ ધવલ સુનયનાની જોડીનું સર્જન કર્યું ,પસંદગી થઇ ગઈ ,ધવલ અજયે જવા માટે વિદાઈ માંગી,વડીલ બસ ઉપર મુકવા સાથે ગયા પણ જતા જતા વડીલે માર્ક કર્યું,જાનકી અજયને સ્થિર નજરોએ જોઈ રહીં હતી ,એનો અર્થ બીજી દીકરીની પસંદગી પણ હાથવેતમાં હતી,સુનયનાની દ્રષ્ટિમાં બધા દેખાતા બંધ થયા અને ક્ષિતિજ ઉપર સૂર્ય મહારાજ પણ લાલીમાંમાં ઓજલ થયા.
સમાપ્ત

Sunday, November 6, 2011

સ્તુ્તી -મહેન્દ્ર ભટ્ટ
હે પ્રભુજી તમારી સ્તુતિ કરીએ -(૨) 
શરણું તમારું સ્વીકારી લઈને -હે પ્રભુજી...
 તમારી કૃપાનો છે એક આશરો 
કૃપાહીન ન બનશો, અરજ કરીએ -હે પ્રભુજી...
 અમે તો રહ્યા પામર પ્રાણીઓ 
કૃપા વીના કેમ જીવન જીવીએ -હે પ્રભુજી ... 
જનમ પછી નામની રચના થઇ
 નામની પાછળ સ્મૃતિ પણ ગઈ -હે પ્રભુજી... 
અમે નોતા તોયે તમે તો હતા
નહિ રહીશું તોયે તમે તો હશો -હે પ્રભુજી... 
અનંત ,નિરંતર,નિરાકાર તું 
સ્વીકારો અમારી સ્તુતિ પ્રેમથી -હે પ્રભુજી ..


.
શમણા
-મહેન્દ્ર ભટ્ટ
શમણાની આ વાત છે
જે કદી સાચા પડતા નથી
વ્યર્થ વિચારો માનવીને
સાચો માર્ગ દેતા નથી
માનો યા ના માનો
પણ નિરાશાની આ વાત છે
શમણા તો આવશેજ
પણ જોજે ખોવાઈ ના જવાય
વાત મારી માને તો
શમણું કાલાશનો દરીયો છે
સમજી જીવાય તો જીવી લે
નહિ તો પછી અંધારું જ છે.

Saturday, November 5, 2011

જાન બચી લાખો પાયે
લેખક-મહેન્દ્ર ભટ્ટ
સવારે નિત્ય દાણા ચણવા આવતા પક્ષીયોમાં હોલી
(ડોવ),બ્લુ જે ,ચકલીઓ,અને ક્યારેક વિઝીતર ઓરેન્જ બર્ડ ,આ બધામાં
ખીસ્કોલીયો તો હોયજ,જેટલા દાણા ખવાય એટલા ખાય ને બાકીના દાઢમાં ભરીને લઇ
જાય ,અને પાછી આવે,અને એક હોલીની જોડી આ જોયા કરે તેમાં હોલાને આ ન ગમ્યું
તેણે હોલીને કહ્યું "આ ખીસ્કોલીયોનો સ્વભાવ સારો નથી,"હોલીએ કહ્યું"કેમ?"
"તે જોને દાઢમાં ભરીને બદ્ધા દાણા લઇ જાય છે" "તે તારે શું...?,બીજાની
પંચાતમાં તું શું કરવા પડે છે..?દાણા ખા ને મને ખાવા દે" "તું મારી કોઈ
વાત સાંભળતી નથી" અને હોલાએ નારાજ્ગીમાં તેને ચાંચ મારી,હોલી થોડી આઘી
જઈને ફરીથી ચણવા માંડી, હોલો તેની વાત સમજાવવા ફરીથી નજીક આવ્યો, હોલીએ
સાવચેત થઇ કહ્યું "ફરીથી હેરાન કરીશ તો છોડીને જતી રહીશ"સમાધાન થયું, હોલો
ઠંડો પડ્યો, થોડાક દાણા ચણ્યા પણ "આ બ્લુ જે
બહુ સુંદર દેખાય છે નહિ..?!"ખુશ થવાને બદલે હોલી ત્રાટકી "પાછી પારકી
પંચાત " અને "એય તને ન ગમ્યું,મારી બધી વાત ન ગમે..?"પણ હોલીએ શાંત થઇ
કહ્યું "જે કરવાનું છે તે કરને ,આખો દા'ડો ભૂખો રહીશ"પણ હોલાને તેની સલાહ
માફક ન આવી,બધા દાણા પુરા થવા આવ્યા હોલી પણ ચણીને સંતુષ્ટ થઇ એટલે હોલા
તરફ જોયું,પણ નારાજ હોલો દાણા ચણ્યા વગર ભૂખો રહ્યો ,છેલ્લા રહેલા દાણા
ઉપર તેની નજર પડી ને તે ચણવા ગયો પણ નજીકના બુશમાંથી એક કાળી બિલાડી ધસી
આવી ,નસીબદાર કે તેના પન્ઝાથી બચી ગયો ,બધા બચી ગયા,ઉંચે ડાળ ઉપર બેઠેલી
હોલી પાસે જઈ તે બોલ્યો "તું સાચી હતી,માંડ બચી ગયો,શોકાતુર હોલી બોલી
"જાન બચી લાખો પાયે."આ બનાવ પછી પણ બંને સાથે ચણતા, પેટનો ખાડો તો પુરવો
જ પડે, પણ હોલીની વાત હવે હોલો માનતો અને બંને ખુબ ખુશ રહેતા.

Thursday, October 27, 2011

દીપાવલીની શુભ કામનાઓ તેમજ નુતન વર્ષાભિનંદન

નવું વર્ષ આપ સહુ વાચક મિત્રો તેમજ આપના કુટુંબમાં ખુશીઓથી ઉભરાઈ જાય તેવી શુભ કામના .

-મહેન્દ્ર ભટ્ટ

Monday, September 19, 2011

Mogarana phool(First novel)

મોગરાના ફૂલ
ગુજરાતી નવલિકા
લેખક મહેન્દ્ર  ભટ્ટ
(આ કૃતિ ગુજરાતી માસિક 'ચાંદની' ના ઓગસ્ટ ૧૯૮૧ માં રજુ થયેલી તે આપ ગુજરાતી મિત્રો સમક્ષ મૂકી રહ્યો છું મને આશા છે કે આપને જરૂર પસંદ આવશે )
"કેમ ધના?"
" આવો મંછાકાકા જુઓ એ...આ આપણે તો ચૂલામાં ભરાયા છીએ."
તાવડી ઉપર રોટલો નાખીને મંછારામની સામે આછું હસતો ધનો બોલ્યો. 
"તે ભઈ,તું દૂધ લેવા જતો હોઉં ને રમલીને બેહાડતો હોય તો? અલા ,તારે ધારિયું લેવાનું ને ચૂલો કેમ ચાલે?"
અને કાકાના સુચન ઉપર બેધ્યાન બની રોટલાની કોર સરખી કરતો ધનો હસ્યો,
"કાકા, અમે રિયા અઢી જણ,આવું આવું કરું એટલે રમલી મારી ખુશખુશાલ રે ",અને કાકા બૈરું ,સુખી એટલે ચકુડી સુખી,દૂધવાળાએ બુમ પાડી નથી ને રમલી હેડી    નથી,વાહે સાલ્લો  પકડીને ખેચાતી
ચકુડીની તો વાતજ ન પૂછો,મારી ભણી જોતી જાય ને રમલીની વાહે ખેચાતી જાય .બોલો,છીએ ને સુખી ?"
ધનો મૂછો ઉપર હાથ ફેરવતો  મંછાકાકાના ચહેરા સામે જોઈ રહ્યો,પણ  મંછાકાકાના ચહેરા ઉપર ખેચાયેલી રેખાઓમાં તેણે કૈંક ઉણપ અનુભવી,સફેદ દાઢીવાળો  ચહેરો આટલી ખુશી પર હસવો જોઈએઅને તેના હસવાથી ખુલી ગયેલા મોઢામાં પડી   ગયેલા દાતની બારીઓ જોઇને ધનો ખૂશ થવો જોઈએપણ મંછાકાકાના ગંભીર ચહેરાએ ધનાની ખુશી ઉપર વજ્રઘાત  કર્યો,  પણ  મંછોકાકો ઘણીવાર આમ એકાએક ગંભીર બની
જતો  એટલે  ધનાએ મન વાર્યું ,ચૂલામાં લાકડું સંકોરી ફૂક મારી. 

 " કાકા આવડી કોટડી એ આપણું ઘર,એમાં આ અમારો નાનો સંસાર હેંડ્યો જાય છે તમારા આશીર્વાદે...."
" હા ભઈ ધના આપણે  રહ્યા ગરીબ જીવ,કન્ત્રાત્રી મહીને'દાડે  બહે રૂપરડી આપે,એમાં ખુશ થતા રહેવાનું "
વરસોના રખોપા કરીને ઘરડી થયેલી આંખોને આંગળીથી મસળતો મંછો બોલ્યો.
" એ તો ખાડો ભરાતો જાય ને ખાલી થતો રે',કાકા. ભગવાનની દેન છે,ઉપરવાળાની મહેરબાની કે કોઈ દી કોઈએ હાથ મારવા હુધ્ધા પ્રયત્ન નથી કર્યો."
એક ગરમ રોટલો કથરોટમાં મુકતા ધનો બોલ્યો.
"એવા એના ભોગ લાગ્યા કે રખોપું અભડાવે ને ધનાને ધારિયું પકડવું પડે."
"કાકા એ દી ભગવાન  જોવડાવે.
" લો, કાકા આવો હેઠા,ગરમ રોટલા ને પાપડીનું શાક,હેડો.."  
" ના ભઈ ધના,મારેય તારી કાકીને ખુશ રાખવાની છેહોકે.."
"એ તો ખરુજ ને તારે...,"
ધનાએ બીજો રોટલો તાવડીમાં નાખ્યો. 
" લો ઉઠો હવે"
મંછાકાકા સાંભળી  શકે એટલા ધીરા અવાંઝે લાજ કાઢતી  રમલી રણકી,અને મંછારામ " જઉં ત્યારે "કહેતાકને હેડતા થયા.
રમલીના રણકામાં ઘેલા એવા ધનાએ "લો કેમ હેડ્યા ?"એમ કહેતાકને બેસવા વાર્યા,પણ  બીડીનો કસ ખેચતા મંછાકાકા હાથ હલાવતા "પછી" નું સુચન કરતા જતા રહ્યા.
પછી ધનાએ રમલી સામે જોયું,જાણે  પહેલા ક્યારેય જોઈજ  હોઈ તેમ તેના ગૌર ચહેરા સામે જોતોજ રહ્યો ,
માથા પરથી સરી પડેલા સાડલામાં રમલી સુંદર લાગતી હતીઅને તેણે અંબોડે નાખેલા મોગરાના ફૂલ ધનાની હંમેશની ખુશીનું જાણે સ્વપ્ન હતા.
આખી ઓરડી મોગરાની મહેકથી મહેકતી હતી,અને એ સુગંધ ધનાના નાક સુધી પહોચતી ત્યારે તેને પામી લેવા ધનો કટિબદ્ધ થઇ જતો,હવા  એકાંતમાં તરંગીત બની જતી,અને રમલીનો ચહેરો ત્યારે રાતો થઇ જતોમોગરાના ફૂલ ક્યારે છૂટીને પડી જતા તેની કઈ ખબર પડતી નહિ.
આમ પુનરાવર્તન થતું રહેતું અને તેનો પ્રત્યાઘાત દાખવતી હતી ધનાની કાલીઘેલી ચકુડી.
આજે પણ પણ રમલી એવી ખુબજ  સુંદર દેખાતી હતીરાતો ચહેરો,મઝાના અંબોડે લાગેલા મોગરાના ફૂલો,નખશીખ સંગેમરમરનો સુંદર દેહ,રમલીમાં કંઈજ ઓછપ ન હતીધનાને ત્યાં આવવા સર્જાયેલી રમલીનું રૂપ અનોખું હતું,ધનો તેના નિરાલા રૂપને ચંદ્રમાંથી છુટા પડેલા કટકા જેવું સમજતો હતો,મોગરાની મહેક માણતા ધનાની આંખોમાં ત્યારે હરખનું પાણી ધસી આવતું અને એકાદ ઘૂટ ગળામાંથી પેટમાં ઉતરી જતું.

ધનો હરખાતો ,વળી ચંદ્રના એ ટુકડાની ધવલતામાંથી ધનાને મળેલી ચકુડી કાલીઘેલી ભાષા બોલતી ત્યારે ગદ ગદ થતો ધનો મોટેથી હસી પડતો કામમાં મગ્ન રમલી પણ એ જોઇને એકદમ હસી પડતી ,ધનાને જોતી ,અને પછી નીચું જોઈ લેતી,ધનાને શરમથી ઝુકી જતી રમલીને જોવાનો ખુબ આનંદ થતો.
આવું ચાલતું, ચાલતું રહેતું,રમલી પણ ધનાંના આનંદની સહભાગી બની રહેતી,મોગરાના વધારેને વધારે ફૂલોથી તે અંબોડો સજાવતી,અરે, ક્યારેક ચકુડીની નાની ચોટલીમાં પણ ફૂલો ખોસી દેતી,અને ધના સામે ગર્વથી જોતી,ચકુડી દોડતી ધના પાસે આવતી,ધનો તેને વહાલથી ઊંચકી લેતો.
"બાપુ...માં...એ..."અને તે વાળમાં ખોસેલા મોગરાના ફૂલો સુધી તેની નાજુક આંગળીઓ લઇ જતી ,ધનાને સમજાવતી ,ધનો તેને વહાલથી ચૂમી લેતો ,ચકુડી ખીલખીલાટ હસી પડતી.
એક વખત ધનાંની માં ગામડેથી આવી,તે ચકુડી માટે ચાંદીની સાંકળી લેતી આવેલી,પણ તેમાં ઘૂઘરીઓ  ન હતી, ધનો તો ઉપડયો બઝારમાં અને વધારે પૈસા ખર્ચીને ઝાંઝરી લઇ આવ્યો,અને ઝાંઝરી ચકુડીને પહેરાવી,કુતુહુલથી  ચકુડી ઝનઝન થતી ઝાંઝરીનો રણકાર સાંભળતી દોડતી,ધનો તેની પાછળ દોડતો,આખી ઓરડીમાં ઝાંઝરીનો ઝમકાર ગુંજી ઉઠતો.
આજે પણ રમલી અને ચકુડી બંનેના માથામાં મોગરાના ફૂલો હતા અને તેની સુગંધ ધનાના મનને ખેચી શકે તેમ હતી.
પણ ધનાના મનમાં આજે ઘમસાણ ચાલતું હતું,તેણે કૈક એવું સાભળ્યું હતું, જેનાથી કાયમ ખુશ રહેતો ધનો આજે ઉદાસ હતો.
 બધું ખરું,પણ ધનાનું મન ઘવાયેલું હતું,કશુંક થવાનું છેતેવા તેના મનમાં ભણકારા વાગી રહ્યા હતા,કૈક ખરાબ થવાનું  છે,તેનું મન પાછું પડતું હતું, તેના ચહેરા ઉપર નિરાશાના વાદળો  ઘેરાવા લાગ્યા હતા,હંમેશા ખુશીમય તેના ચહેરા ઉપરની આંખોને કિનારે ક્યાંક રાતા શેરડા ફૂતી રહ્યા હતા,તે તૂટેલી ખુરશી ઉપર ઉભો રહી પોતાની નજર બહાર ક્ષિતિજ સુધી લંબાવી રહ્યો.
મંછાકાકાએ કરેલું દૂધ લેવાનું સુચન તેને કૈક રહસ્ય્વાળું લાગ્યું હતું, તેણે  બે હાથે માથું દબાવી દીધું,અને અવિરત વહેતી વિચારધારાને રોકવા પ્રયત્ન કર્યો,પણ બંધમાં પડેલા ગાબડાને થીગડું શી રીતે મારી શકાય,પ્રવાહ અતિ વેગીલો બની ગાંડો થઇ જાય તો બંધ તૂટી   જાય પછી બધું તબાહ..... તબાહ....
નાધનાને આ બધું તબાહ નથી થવા દેવું,પોતે ગમેતેમ કરીને થીગડું મારશે,અચાનક વિચાર આવતા,ધનો નાનકડી ઓરડીમા આરામ   દેનારી તેની તૂટેલી ખુરશી ઉપર બેસીં ગયો,બાજુમાં પડેલા ધારિયાની ધાર ઉપર તેની આંગળીઓ ફરી ગઈ,આંગળીઓમાં લોહીની ટસર ઉપસી આવી.
તેણે  લોહીમાં ધસી આવેલા ઘોડાઓને ડાબી દીધા,ગરમીની ફરી વરેલી જ્વાળાઓ ઉપર પાણી  છાંટી દીધુંપણ આંખના કિનારાની રતાશમાં કઈ ફેરફાર  થયો 
@@@@@@@@@
પતિના બદલાયેલા ચહેરા ઉપરના  ભાવોને રમલીએ ત્રાંસી નજરે ભાળ્યા  હતા,પણ તેને  કંઈ બોલવું યોગ્ય  લાગ્યુંતે એક પત્ની હતી,ધનાંની પ્રેમાળ પત્ની,તે એક માં હતી,ધારિયાની ધારે રમવાવાળા ધણીને તે જાણતી હતી,વધારે પડતું કે એકદમ ઓછું વર્તન તેને ચાલે તેવું ન હતું,તેને સમતોલ રહેવું પડતું.
કદાચ કંઈ ભયાનકતા આવે અને ચકુડી એકલી પડી જાય તોના....આવું દ્રશ્ય તે કલ્પીજ કેમ શકે?,કેટલીક વખત વરસોની ખુશી એકજ મીનીટમાં રક્ત્વરણી બની જતી હોય છે!,તેના શરીરમાંથી ભયની એક કંપારી પસાર થઇ ગઈ,કેમકે  બધું શક્ય હતું,તે પોતે પતિવ્રતા હતી,તેનું મન પતિના આ એકાએક પરિવર્તનને પામવા કોશિશ કરતુ,પણ કંઈ બંધબેસતું ન હતું,પણ એવું તે શું હોઈ ,તેનો શું વાંક હતો,કે આટલી ઝડપથી આવો ફેરફાર થઇ જાય,અને ચકુડી પણ ભુલાઈ જાઈ? કદાચ મંછાકાકા એવી વાત લાવ્યા હોઈ....,એવી એટલે કેવી ?,
કંઈ સમજ પડતી ન હતી,છતાં મનને ઓછું ન આવવા દેતા તે સમતોલિત કરતી જતી હતીક્યારેક ધનાંની આંખો મળી જતી,તો તે સ્થિર થઇ જતી,કદાચ લુટાઈ ગયેલી પોતાની ખુશીનો તાગ મળી આવે,કદાચ ચકુડીના વ્હાલનું ઝરણું વહેતું થાય,પણ ધનો આંખ ફેરવી લેતો.
આંખોની  પરાકાસ્થા કેવું રૂપ ધરશે,દિલમાં ઉદભવેલા દર્દને દિલ ક્યાં સુધી સહી શકશે?,એવા વિચારો તે આંસુરૂપે વહાવી સાડીના છેડામાં શમાવી લેતી.
સાંજ પડી,સંધ્યા થઇ,ક્ષિતિજે રંગો  પુરાયા,આહ્લાદક વાતાવરણ,મનભાવન,પણ રમલી યથાવત રહી,રાત પડી,કાળાશ આવી,રંગો ઓગળી ગયા,કાળાશમાં શમાંઈ ગયા.       
@@@@@@@@@


બીજા દિવસે ધનો મંછાકાકાની  રાહ જોઇને બેઠો,મંછાકાકાને કૈક પૂછવું હતું,પણ દૂધવાળો આવ્યો એની બુમ સાંભળી રમલી વાસણ લઈને ગઈ,  પાછળ  તેનો સાલ્લો પકડી ચકુડી ચાલતી હતી,  આજે ચકુડીને ખેચાવું પડતું  હતું,કેમકે રમલીની ચાલમાં  કૈક દર્દ ઉભું થયું હતું,તે ભાંગી પડી હતી,  
પણ તૂટેલી ખુરસી ઉપર બેઠેલો ધનો  દર્દને એક બનાવટ સમજતો હતો,મંછાકાકાના આવ્યા પછી તે પૂછવાનો હતો,પણ રમલીએ મોગરાને અંબોડે લગાડેલો હતો,,ત્યાં કેમ દર્દ ન આવ્યું,કે રમલી મોગરો લગાવવાનું ભૂલી ન ગઈ?,બાજુના બંગલાનો મોગરોજ કાપી નાખુંનખરા ભુલાવી દઉ .
અને ધનો ખુરશીને ખસેડી દીવાલની નજીક લાવ્યો ખુરશી ઉપર ચઢી ગયો અને દિવાલના કોઈક છિદ્રમાંથી જોવા લાગ્યો,પણ બહાર ટ્રકવાળાએ ઇટોની દીવાલ કરી દીધેલી હતી,તેના મનનો ગુસ્સો વધી ગયો. 
તો એ દીવાલ દૂધવાળાને અને  રમલીને ગળી ગઈ, ?. થોડીવાર ફાફા મારી તે નીચે ઉતરી આવ્યોપણ મનમાં શંકા કુશંકાઓ છવાઈ ગઈ,,તેની દાતની બત્રીસી વારેઘડીયે ઉઘાડ બંધ
થતી હતી,તેની નશો ખેચાતી હતી,દૂધ લેતા કેટલીવાર ?
તેના મનમાં અનેક દ્રશ્યો પસાર થઈગયા,છેવટે ગુસ્સાથી પર થતું મન સીમા વટાવી ગયું,તેના હાથમાં ધારિયું હતું,.કે જેની ધાર અતિ તિક્ષ્ન  હતી,         




"રમલી ....."
ભયંકર અવાજ  હતો,તેમાં આવેશ હતો,ક્યાંક વિનાશ હતો,ભયંકરતા હતી,રમલીએ બુમ સાંભળી,આવી બુમ તેણે પહેલા ક્યારેય  સાંભળી ન હતી,તેના મનનું પારેવડું ફફડી ઉઠ્યું,તેના હાથમાંથી તપેલી છટકી ગઈ,તે દોડવા લાગી,ચકુડીને રમાંડતા મંછકાકા પણ દોડવા લાગ્યા,દૂધવાળો સાયકલ ઘસેડી બધાની  પાછળ પાછળ  ખેચાવા લાગ્યો.
રમલીએ બારના પાસે ઉભેલા ધનાંને જોયો,પણ ત્યારે  તેને કાળ જેવો લાગ્યો.
"તે સજાવેલો મોગરો ક્યાં છે? આ તારું સગું નહિ થાય....."
અને રમલીનો હાથ અંબોડે ગયો,ત્યાં મોગરાના ફૂલો  હતા,ધનાંનું ધારિયું ઉચકાઈ  ગયું,પણ મંછાકાકાનો હાથ વચ્ચે આવ્યો ,ચકુડી તેમના હાથમાં હતી,ધનાંની નજર ચકુડી ઉપર પડી,મોગરાના ફૂલો ચકુડીના હાથમાં હતાતેણે રમલીના માથામાંથી ખેચી કાઢ્યા હતા કેમકે તેણે ચકુડીના માથામાં મોગરો ખોસ્યો ન હતો,દૂધવાળો ડઘાઈ ગયો.      
 સમાપ્ત

 વાર્તાને ચાંદનીના ચર્ચા ચોરો વિભાગમાં કેટલાક વાચક મિત્રોએ પસંદ કરી પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું.
પેટલાદથી રમણીક નડિયાદ
 "મોગરાના ફૂલ"(લે.  શ્રી મહેન્દ્ર ભટ્ટ)માં પોતાની પત્નીના ચારિત્ર અંગે પતિના મનમાં ઉત્પન્ન થયેલી શંકાની વાત કહેવાઈ છે, કૃતિમાં ધનો અને રમલીના દામ્પત્યજીવનનું પ્રતિક છે,તે દિવસે 
રમલીના અંબોડામાં મોગરો હોતો નથી તેથી ધનાના મનમાં શંકા દ્રઢ થાય છેને હાથમાં ધારિયું લે છે,ત્યારે વાચકનું મન ફફડી ઉઠે છે,પરંતુ ચકુડીના હાથમાં રહેલા મોગરાના ફૂલ જોઇને ધનાની 
શંકા ખંડિત થઇ જાય છે અને અમંગલ થતું અટકી જાય છે. પ્રસંગની જમાવટ અને શૈલીની રોચકતા વાર્તાને વાચનક્ષમ બનાવે છે.
નડિયાદથી નૈકલ ગાગેરા 
મોગરાના ફૂલના પ્રતિક સમી ધના અને રમલીની મૌન પ્રીતની સુવાસ શ્રી મહેન્દ્ર ભટ્ટે સુંદર રીતે "ચાંદની"માં તેમની કૃતિ "મોગરાના ફૂલ"દ્વારા વાચકોને અર્પી છે.પુરુષમાં શંકાનો કીડો સળવળી ઉઠે ત્યારે છાતી  ફાડીને પ્રેમ કરનારો માણસ પત્નીની હત્યા કરવાનો વિચાર કરે તે વાસ્તવિકતાનો નિર્દેશ કરતી  નવલિકા ખુબ ગમી,"ચકુડી"એ  નાવ્લીકાનો ભાર ખેચી લીધો છે,વાર્તાનો અંત જોરદાર છે.

ખેરવાથી હાજીભાઇ ઈ.  મેમણ
"મોગરાના ફૂલ"માં પતિની શંકા તેના દામ્પત્યજીવનને વેરવિખેર કરવાની  હદે પહોચે છે. "મોગરાના ફૂલ"નો  પ્રતિક તરીકે ઉપયોગ સારો કરાયો છે. તાજા ફૂલ,નાની બાળકી,નાયકની જીવન વાડીનું ફૂલ- તેની સુવાસ -દામ્પત્યજીવનની મધુરતા--તેને સ્થાને  જોતા હથિયાર ઉગામતો ધનીયો 
ચકુડીના હાથમાં ફૂલ જોતા અટકી જાય છે,રસાવહ કૃતિ છે.
નડિયાદથી ગીરીશ શ્રીમાળી 
સામાન્ય કથાવસ્તુને પોતાની વિશિષ્ઠ રીતે આલેખી લેખકે સુંદર રીતે પ્રયોજી"મોગરાના ફૂલ" વાર્તામાં ધનાના પાત્રને  સારી રીતે ઉપસાવ્યું છે વાર્તા પ્રવાહી શૈલીમાં આલેખાઈ છે,
લેખકની બારીક અવલોકનશક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. 
@*@*@*@*@*

હવે ‘મોગરાના ફૂલ ‘નવલિકા એ વિસ્તૃત રૂપ લઇ ૧૧ પ્રકરણની નવલકથા તરીકે,પુસ્તક રૂપ તેમજ ‘ઈ બુક’ (કિન્ડલ એડિસન ) નું રૂપ લઇ લીધું છે જે ‘એમેઝોન ‘ ઉપર ઉપલબ્ધ છે.