Saturday, November 5, 2011

જાન બચી લાખો પાયે
લેખક-મહેન્દ્ર ભટ્ટ
સવારે નિત્ય દાણા ચણવા આવતા પક્ષીયોમાં હોલી
(ડોવ),બ્લુ જે ,ચકલીઓ,અને ક્યારેક વિઝીતર ઓરેન્જ બર્ડ ,આ બધામાં
ખીસ્કોલીયો તો હોયજ,જેટલા દાણા ખવાય એટલા ખાય ને બાકીના દાઢમાં ભરીને લઇ
જાય ,અને પાછી આવે,અને એક હોલીની જોડી આ જોયા કરે તેમાં હોલાને આ ન ગમ્યું
તેણે હોલીને કહ્યું "આ ખીસ્કોલીયોનો સ્વભાવ સારો નથી,"હોલીએ કહ્યું"કેમ?"
"તે જોને દાઢમાં ભરીને બદ્ધા દાણા લઇ જાય છે" "તે તારે શું...?,બીજાની
પંચાતમાં તું શું કરવા પડે છે..?દાણા ખા ને મને ખાવા દે" "તું મારી કોઈ
વાત સાંભળતી નથી" અને હોલાએ નારાજ્ગીમાં તેને ચાંચ મારી,હોલી થોડી આઘી
જઈને ફરીથી ચણવા માંડી, હોલો તેની વાત સમજાવવા ફરીથી નજીક આવ્યો, હોલીએ
સાવચેત થઇ કહ્યું "ફરીથી હેરાન કરીશ તો છોડીને જતી રહીશ"સમાધાન થયું, હોલો
ઠંડો પડ્યો, થોડાક દાણા ચણ્યા પણ "આ બ્લુ જે
બહુ સુંદર દેખાય છે નહિ..?!"ખુશ થવાને બદલે હોલી ત્રાટકી "પાછી પારકી
પંચાત " અને "એય તને ન ગમ્યું,મારી બધી વાત ન ગમે..?"પણ હોલીએ શાંત થઇ
કહ્યું "જે કરવાનું છે તે કરને ,આખો દા'ડો ભૂખો રહીશ"પણ હોલાને તેની સલાહ
માફક ન આવી,બધા દાણા પુરા થવા આવ્યા હોલી પણ ચણીને સંતુષ્ટ થઇ એટલે હોલા
તરફ જોયું,પણ નારાજ હોલો દાણા ચણ્યા વગર ભૂખો રહ્યો ,છેલ્લા રહેલા દાણા
ઉપર તેની નજર પડી ને તે ચણવા ગયો પણ નજીકના બુશમાંથી એક કાળી બિલાડી ધસી
આવી ,નસીબદાર કે તેના પન્ઝાથી બચી ગયો ,બધા બચી ગયા,ઉંચે ડાળ ઉપર બેઠેલી
હોલી પાસે જઈ તે બોલ્યો "તું સાચી હતી,માંડ બચી ગયો,શોકાતુર હોલી બોલી
"જાન બચી લાખો પાયે."આ બનાવ પછી પણ બંને સાથે ચણતા, પેટનો ખાડો તો પુરવો
જ પડે, પણ હોલીની વાત હવે હોલો માનતો અને બંને ખુબ ખુશ રહેતા.

No comments:

Post a Comment