Monday, November 20, 2017

આત્માના સુધાર માટે ઉપાય

આત્માના સુધાર માટે ઉપાય 

-પૂજ્ય શ્રી સુધાંશુ મહારાજ 

ભગવાને આપેલું આ જીવન જરૂરથી એક મહાન અવસર છે,કહેવામાં આવે છે કે ૮૪  લાખ યોનિયો પછી આ સુઅવસર પ્રાપ્ત થયો અને આ અવસરનો પુરેપુરો લાભ લેવા માટે અને તેને પ્રાપ્ત કરવા માટે આપણે આપણામાં રહેલા સારામાં સારા તત્વોને પ્રગટ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ.કોઈપણ કાર્ય આપણને સોંપવામાં આવે તો તે આપણી ઓરખ બની જાય,હસ્તાક્ષર બની જાય,કે આ એણે કર્યું. એક ટેવ હોય છે,બેદરકારીની ,થોડી થોડી બેદરકારી કરવા મંડો તો ટેવ પડી જશે.એક ટેવ હોય છે કલાકારની
કે કોઈ પણ કાર્ય કરશે તો તેમાં તેની કળા જોડી દેશે. એક ટેવ હોય છે હળભરાટની કોઈ પણ કામ કરશે તો તે હળભરાટથી કરશે.એક ટેવ  હોય છે ધીરજ હોશિયારી, પ્રેમની અને કામ કરવાની.કાર્ય તે જ હોય પણ કામ કરવાની રીતથી માનવી,કોઈ માણસ કેટલો મહાન થઇ જાય છે,નીતિકારોએ લખ્યું છે કે જેવી રીતે કૂવાને ઈંટો  લગાવવા બનાવવાળો નીચે ને નીચે જતો જાય છે જયારે કિલ્લો   બનાવતા ઈંટો મુકતો જાય છે પણ ઉપર ચઢતો જાય છે.એટલે મકાન જયારે બને છે ત્યારે રાજ મિસ્ત્રી ઉપરને ઉપર ચઢતો જાય છે.અને કૂવો ખોદતી વખતે કે કુવામાં ઈંટો લગાવતી વખતે ઉપરથી નીચે તરફ ઊતરતો જાય છે.કહેવામાં આવે છે મહેનત તો એટલીજ છે,વિચારો કે તમે તમારી મહેનતથી ઉપર ચઢો છો કે નીચે પડી રહ્યા છો.તમારું કાર્ય તમને ઊંચે લઇ જાય છે કે નીચે લઇ જાય છે.આપણી શક્તિને આપણે કઈ બાજુ લઇ જઇયે છીએ,શક્તિનું વહેણ જો ભગવાન તરફ હોય,શ્રેષ્ઠ તરફ હોય,આનંદ તરફ, શાંતિ તરફ હોય તો જરૂરથી જીવનમાં ફૂલો ખીલવા માંડશે. જેનાથી તમે તો શોભાયમાન થશો જ,પણ તમે જ્યાં ઉભા હશો તે જગ્યા પણ શોભાયમાન થશે.અને હવા તે સુગંધોને   લઈને દૂર દૂર સુધી તમારી શોભા વધારી દેશે.એટલે પ્રયત્ન કરજો જ્યાં હોવ ત્યાંથી ફૂલ બનીને સુગંઘી  બનવાનો પ્રયત્ન કરે.તે પણ સાચું છે કે ફૂલોને પાંદડા કેટલોય પ્રયત્ન કરી છુપાવી લે,કેટલુંય ઢાંકી દે પણ તેની સુગંધને કોઈ છુપાવી નથી શકતું, તે દૂર દૂર સુધી ફેલાય જ છે તેની ખબર પડ્યા વિના રહેતી નથી,જો તમારામાં ગુણવત્તા હોય ,વિશેષતા હોય તો દુનિયા તેને ઢાંકવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તમારી સુગંધ જાતેજ દુનિયા સુધી પહોંચી જશે,તમારી ઓરખાણ જાતેજ સંસાર સુધી પહોંચી જશે.એટલે ગુણવતા પોતામાં પ્રગટ કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ,પ્રયત્ન કરીએ કે આપણને નીરખીયે,પોતાને ખીલવીયે,રોજ કરતા રહો,મારા ચાલવાંમાં ,બેસવામાં,ઉઠવામાં,કર્મમાં,વર્તણુકમાં, પહેલાથી કોઈ બદલાવ આવ્યો કે નહિ,શરીર ઉંમરની સાથે કંઈ પણ હોય,પણ જેમ જેમ તમારી ઉંમર વધે તેમ તેમ તમારી આંતરિક સ્થિતિ બદલાવી જરૂરી છે,બદલાવ અંદર હોવો જોઈએ,બહારનો બદલાવ નહિ ચાલે,શરીરને તો ભષ્મ થઇ જવાનું જ છે,તે મટી જવાનું છે, પણ જે નથી મટી જતું તે આત્મ તત્વ છે,તેને નીરખવાનો પ્રયત્ન જરૂરી છે,નીરખવાનો પ્રયત્ન છે જેમ તમે તમારી જાતને અરીસામાં જુવો છો ને પોતાને નીરખો છો,તો આત્મ ચિંતન એક દ્રષ્ટિ છે,એકલા બેસીને પોતાના માટે કંઈ વિચાર કરીએ કૈક શોચ કરીયે,અને તમે જોશો, જો સમય તમે તમારા માટે દેશો,પોતાની વાત કરશો તે એક અરીસાની માફક કામ કરશે,તેમાં તમને તમારો સ્વભાવ દેખાવવા માંડશે.મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે ડાયરી આત્મ સુધાર માટે ,જોવા માટે જરૂરી છે,ડાયરીમાં તમે જે લખો છો,
જુગાન એક જાપાનના ઘણા મોટા સંત હતા, તેમણે કહ્યું હતું કે જે દિવસે હું જંગલના કિનારે હતો,તો મેં એક જગ્યાએ તળાવમાં નમીને પોતાનો ચહેરો જોયો,અને તેને જોતા જ મને મારા પ્રતિબિંબ સાથે વાત કરવાની ઈચ્છા થઇ,અને મેં મારી જાતને  જ પૂછ્યું,બાળપણમાં કેટલો ભોળો હતો,ઉંમર વધી હોશિયાર થઇ ગયો,હોશિયારી આવી ગઈ, હવે વાતો થી બધીજ જગ્યાએ હોશિયારી છે,પણ વિચાર, દુનિયા કહે છે કે તું હોશિયાર છે પણ તું શું કહે છે,કે તારી શાંતિ ખોવાઈ ગઈ,પ્રેમ ખોવાઈ ગયો,પરમ સત્તાએ ચારેબાજુથી પોતાના પ્યારા  હાથોમાં મને વહાલથી  ઘેરીને રાખ્યો હતો,તો ભૉળાની સાથે માં-બાપ હંમેશા રહે છે,હોશિયારને એકલો છોડી મૂકે છે,લાગે છે કે હું હોશિયાર થઇ ગયો તો ભગવાને મને દૂર કરી દીધો,હોશિયાર તેનું તેની જાતે સંભાળી લેશે,મારે ફરીથી ભોળા બનવાની જરૂર છે જેથી ભગવાન મને પ્યારથી તેના હાથોમાં સંભાળે,
હું એમ કહીશ,હોશિયાર રહેવું,સાવધાન રહેવું,સમજદાર થવું ખુબજ જરૂરી છે,ખૂબ જ મહત્વનું છે,પણ એ પણ ધ્યાન રાખો દુનિયા માટે સમજદાર થઇ જાઓ,પણ દુનિયાના માલિક માટે આપણા પિતા માટે,તે જ ભોળો બાળક બની જાઓ,ભોળા બનવાથી જીવન કૈક જુદુંજ થાય છે,બદલાવ લાવવાની વાત મેં તમને કરી,બદલાવ લાવવામાં બસ આપણે આટલુંજ ધ્યાન રાખવાનું છે,તમારું કાર્ય હોશિયારીભર્યું બનવા માંડે,બદલાવ લાવવામાં તમે એજ ધ્યાન રાખજો,તમારું મન સમતોલીત થતું થઇ જાય,બદલાવ લાવવામાં તમારે એજ પ્રયત્ન કરવાનો છે કે બહાર ગમે તેટલા ઉગ્રતામાં રહો પણ અંદર શાંતિ રાખતા રહેશો,બહાર શોરબકોરમાં રહેજો, ફેરફાર નહિ થાય પણ અંદર પ્રેમભર્યું સંગીતથી તમે તમારામાં ગણગણ્યા કરજો,બહાર સંગીત જેવો શોર હોય પણ તે તમને ત્યારે આનંદ આપશે જયારે અંદર સંગીત ચાલતું રહેશે,જો અંદર પ્રેમ અને સુંદરતા છે,તો શ્રુષ્ટિમાં ભગવાનનો પ્રેમ અને સુંદરતા દેખાશે,એમાં એવું કહેવામાં આવે છે,કે જે જીવનને સંગીત માને છે,તેને તે વિચારવું જોઈએ કે જીવન જો સંગીત છે તો ઝૂમીને ગાવાનો પ્રયત્ન કરો,અને જો જીવનને આપણે એક ચુનોતી  માનીયે તો બહાદુરીથી તેનો સામનો કરવાનો પ્રયત્ન કરો.અને જો આપણે તેને એક અવસર કહીયે તોતે અવસરનો પૂરો લાભ લો,
કેમકે અવસર વારંવાર દરવાજે નથી આવતો,જીવન એક રમત ગણો તો જીવ ભરીને રમવાનું શરુ કરો , અને જો જીવનને સપનું માનતા હોય તો સાચું કરવાનો પ્રયત્ન શરુ કરી દો.જીવનને આજ્ઞા માનો તો જરા વિચાર  કરીને જુઓ,જો સત્યમ,શિવમ અને સુન્દરમનુ રૂપ જીવન છે,સત્યના ચરિતાર્થ માટે,સુંદર હોય તો સુંદરતાની પુંજા માટે અને શિવ હોય તેની આરાધના કરતા કરતા શિવત્વને પોતાનામાં ધારણ કરો.જીવન જો વચન હોય તો તેને પાળવાનો પ્રયત્ન કરો,.કર્તવ્ય હોય તો પૂરું કરો,ગમે તે માની લો જીવનને જે તમે માનતા હોય,પૂરું કરો ,જો સંઘર્ષ હોય,તો બહાદુરીથી લડવાનો પ્રતન કરો,બદલાવ લાવશો,હિમ્મત લાવશો,શક્તિ લાવશો,તો જરૂરથી આ જીવન ગુણવત્તાથી ભરાઈ જશે.અને જો તમે કંઈ પણ કરવા ન માંગો તો પછી એમજ રહેશે,જે કિનારે જીવન લાગી ગયું આપણે તે કિનારો માની લીધો, તો થયું તેનું તે નસીબ,એજ ભાગ્ય છે એવુજ થવાનું હશે,મૉટે ભાગેના લોકો પોતાના જીવનને નસીબ પર છોડીને,નિરાશા અનુભવવા માંડે છે,

આજથી,અત્યારથી આજ સમયથી,કંઈ નિર્ણય કરો નવું વર્ષ આવ્યું છે,નવો ઉમંગ,નવો તરંગ,નવી જીવનધારા,નવી રીતે વસંત આવી છે તો આપણા જીવનમાં પણ વસંત શરુ થઇ જાય ,નવી તરંગો સાથે જીવનને તેમાં ફેરવવાનું છે,અને જો તે રૂપમાં આપણી જાતને લઇ જવાનું વિચારીયે છીએ તો એ કહીશ કે પરિવર્તનનો સ્વીકાર કરો,પરિવર્તનના સ્વીકાર કરવાનો અર્થ એ છે કે,જે કંઈ નકામું હોય તેને અત્યારથી નીચે ફેંકી દેવાનો પ્રયત્ન શરુ કરી દો,અર્થ વગરનું ફેંકી દો. નવિતાનો સ્વીકાર કરો,નવા વિચાર ,નવઉમંગો,પ્રસન્નતા,ઉલ્લાસ,મુસ્કુરાતે,કૈક સારા  થવાનો પ્રયત્ન,કૈક સારા થવાની આશા રાખવી અને એક ખાસ વાત કહેવા માંગુ છું,મને હેનરી ફોર્ડની વાત યાદ આવે છે તેણે કારના ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ લાવી હતી. તે વ્યક્તિની એક વાત મને બહુજ સારી લાગી જે ઇતિહાસના પાનોમાં અંકિત છે,વી-૮ એન્જીન બનાવવા તેણે તેના એન્જીનીયરોને રજુઆત કરી તો તેમણે તેને  કહ્યું તમે એમાં કંઈ જાણતા નથી તમે એટલું ભણ્યા નથી ,એ પ્રમાણેનું કંઈ બની ન શકે,તેણે કહ્યું કે મને એ ખબર છે એવું કંઈ બની શકે છે એટલે તો કહી રહ્યો છું, અને તમને નવાઈ લાગશે તે માણસે ત્રણ મહિનાનો સમય તેના એન્જીનીયરોને આપ્યો,તો ત્રણ મહિના પછી તેઓએ કહી દીધું કે સાહેબ ન બની શક્યું.એમ બીજા ત્રણ ત્રણ માસ એમ ત્રણ વખત આપ્યા પણ ન થયું,ત્યારે તે માણસે એક વાત કહી,કે તમે લોકો તમારી બુદ્ધિને સીમાઓમાં કેદ કરીને બેસી રહ્યા છો,કે બસ આટલું થઇ શકે આટલેથી વધારે નહિ થઇ શકે,તમે એ વિચારો છો કે તમને જે ભણાવવામાં આવ્યું,જે શીખવાડી દેવામાં આવ્યું તે શીખની પાછળ સીમા રેખાઓ થઇ ગઈ કે બસ આગળ તમે જઈ જ ન શકો,એવું કંઈ થઇ જ ન શકે એવું થતું હોય તો લોકો કરી ન લેતે .આ જે તમારા મગજમાં એક લિમિટ થઇ ગઈ છે,તે તમને કશું જ કરવા નથી દેતી.હું મારા દુઃખમાંથી બહાર આવી નહિ શકું,હું જ્યા છું ત્યાંથી આગળ જઈ જ ન શકું,હું ઊંચો થઇ જ નહિ શકું,મારુ કંઈ ભલું થઇ જ ન શકે,મારી માંદગી જશે જ નહિ,એને કહેવાય છે માણસ લિમિટમાં પોતાને બાંધીને  બેસી ગયો છે,કંઈ નહિ થાય, હવે નહિ થાય,આ મારી ઉમર રહી નથી, નથી કોઈ સમય કે નથી કોઈ સાથ દેવાવાળું,મારી સાથે તો નહિ જ થાય બાકી કોઈનું ભલું થતું હોય તો થઇ જાય મારુ તો નહિ જ થાય.એને શું કહેવાય છે કોઈ લિમિટમાં પોતાને કેદી બનાવી દેવું,અને તેનું પરિણામ શું આવે છે..! માણસ વિકાસ કરવાનું ભૂલી જાય છે.આગળ વધવાનું ભૂલી જાય છે.ઊંચે જવાનું ભૂલી જાય છે, એક બિલમાં કેદ કરીને બેસી જાઓ એક ડબ્બીમાં બંધ કરીને બેસી જાઓ,અને નસીબને રડ્યા કરો,પોતાની ને પારકાની ફરિયાદો કર્યા કરો,કહેતા રહો મારી સાથે બદનામી થઇ,જો બહાદુર બની શકો તો બનાવેલી લીમીટોના દાયરામાંથી  બહાર આવો,હેન્રી ફોર્ડે એજ કહ્યું હતું કે ડાયરા ન બનાવી લેશો,લિમિટમાં ન રહી જશો,જયારે તમે એટલુંજ વિચારશો કે હું એટલુંજ કરી શકીશ ,વધુ નહીં કરી શકું તો તમે કંઈ કરી નહિ શકો. અને તમે એ વિચારો કે તમારી પાસે ગુણવત્તા છે, તમે કરી શકો છો,અને જરૂર કરશો.હું ભણેલો નથી પણ તમે ઘણું ભણ્યા છો.પણ હું મારી જાતને સીમાઓમાં કેદ નથી કરતો,પણ તમે કરી રાખી છે.અને એટલું કહીને પોતાની ઓફિસથી બહાર આવીને જ્યા તે મિટિંગ  કરતો હતો ત્યાં પોતાના એન્જીનીયરોને  કહી દીધું,કે ચાર મહિનાનો સમય આપું છું,અને આ વસ્તુ પુરી કરો.ચાર મહિના પછી તે આવ્યો,તો શું થયું તેઓએ કહ્યું જે તમે કહેલું તે ત્રણ મહિનામાં પૂરું થઇ ગયું.ચાર મહિનાની વાત જ નથી,લખવાવાળાઓએ લખ્યું હેનરી ફોર્ડના જીવનમાં તેના ઉદ્યોગ જગતમાં જે ક્રાંતિની શરુઆત થઇ હતી,તેના એન્જીનીયરો ઘણા સારા હતા, ઘણું સારું કામ કરી ગયા તે વાત નથી પણ તેમનામાં જે ગુણવત્તા હતી તે પ્રગટ કરવાવાળો એક માણસ હતો જેના મોટિવેશનથી,જેની પ્રેરણાથી,ઈંસ્પ્રાયર થઈને વ્યક્તિઓએ પોતાના અંદરના શ્રેષ્ઠ તત્વોને બહાર કાઢીને બતાવી આપ્યું ,
હું પણ એજ કહેવા માંગુ છું, તમને બધાને જયારે પણ તમારા જીવનમાં ગુરુ આવે છે,તે તમારા શ્રેષ્ટત્તવોને બહાર કાઢવા પ્રેરણા આપે છે અને કહે છે તમે તમારી જાતને ડાયરોમાં બંધ ન કરો ,બહાર નીકળો,ઉઠો,કંઈ કરો,જાગો,પોતાના શિખર સુધી પહોંચો,જેના માટે તમને  જીવન મળ્યું છે.રડ્યા કરવું નસીબને વખોડ્યા કરવું,પોતાના દુઃખમાં અને પોતાના નર્કમાં પોતાને ડુબાડી રાખવું,પોતાની સાથે બરબાદી ન કરો અને જો પ્રાર્થના કરો, તમારું જીવન પ્રાર્થનાથી ભરો ,તમારી પ્રાર્થના તમને ઉગારે પણ છે,અને ઉભારે પણ છે,આવો એક પ્રાર્થના કરીયે:
ભગવાનના ચરણોમાં વંદન કરીયે,મૂલ્યવાન થઇ જાઉં,કિંમતી થઇ જાઉં,જીવન ઉત્કૃષ્ટ થઇ શકે,હું તારી પગદંડી પર ચાલી નીકળ્યો છું તું સહારા દે,મળીને ગાઇયે અને અનુભવીયે, કે અમે તારી પ્રાર્થનામાં તમે ચાલી રહ્યા છો.

પ્રભુ મેરે જીવનકો કુંદન બનાદો ,કોઈ ખોટ ઉસમેં રહને ન પાયે(૨)
કરો મેરે જીવનમેં ઐસા ઉજાલા ,હર સાંસ હો તેરે કુંદનકી માલા,(૨)
મેરે દિલકી દુનિયાકો ઇતના બદલ દે,દુનિયા તેરી મુઝે ગલેસે લગા દે...પ્રભુ.........
ઘટાઓંકે રીમઝીમ પવનકે તરાને,લતાઓંકા નાચ ઔર વૃક્ષોકે ગાને(૨)
નજર જિસ તરફ જાયે ભગવાન મેરી,અમર જ્યોત તેરી ઉધર મુસ્કારાએ(૨)...પ્રભુ .....
જગતકો મૈ અપના પરિવાર સમજુ ,પરિવારકો મેં તેરા ઉપકાર સમજુ(૨)
કુસંપ,લોભ,અભિમાન,ક્લેષ ઔર આલસ કોઈ ઉસમેં મુઝકો સતાને ન પાયે...પ્રભુ....
પ્રભુ મેરે જીવનકો કુંદન બનાદો ,કોઈ ખોટ ઉસમેં રહને ન પાયે(૨)

માતૃ શક્તિ પદ ભૂષણં,
મારી સાથે સહુ બોલો
કર્તવ્ય દિક્ષામ,સમત્વ શિક્ષામ,જ્ઞાનષ્ય વિક્ષામ,શરણા ગતિમચ,દદાટ ગીતા,કરુણાદ્ર ભુતા,કૃષ્ણેન ગીતા,જગતો હિતાય,
કહેવાય છે કે કર્તવ્યની દીક્ષા અને સમત્વની શિક્ષા,જ્ઞાનની ભિક્ષા અને શરણાગતિ,આ બધું ગીતા આપે છે,આ ભગવાન કૃષ્ણે આ સંસારના દુઃખોના તાપમાં તપતા પ્રાણીઓ માટે દયા કરીને,કાયમ માટે કલ્યાણ કરવાની ભાવનાથી  પ્રેમ પૂર્વક ગાયેલી ભગવાનની ગીતા જરૂરથી કલ્યાણકારી છે.તે ગીતાનો સંદેશો મનમાં ચિંતન કરો વિચાર કરો,બોલો,
વીતરાગ,ભય ક્રોધ,મન માયા,મામ ઉપાક્ષયતા: બાહવો જ્ઞાન બક્ષા,પોતા મદ ભાવમ,આગતા:
ભગવાન શ્રી કૃષ્ણ સંદેશો આપી રહ્યા છે,કે ઘણા બધા લોકો મારા ધામમાં આવ્યા છે,ઘણાયે આ માર્ગ અપનાવીને મારા સુધી જાત્રા કરી છે,અર્થ ભગવાનની તરફ ઘણા બધા લોકોએ યાત્રા કરીછે,જે પહોંચ્યા છે કેટલાકોએ પગથિયાંથી ચઢ્યા કેવી રીતે ,ભગવાન એ વિષે એક દ્રષ્ટિ આપે છે,પહેલી દ્રષ્ટિ કહી,વીતરાગ, ભય ક્રોધ ,જેમણે રાગ,ભય અને ક્રોધથી મુક્ત થઈને,આ યાત્રાને શરુ કરી,આ પ્રથમ પ્રયત્ન યાત્રાને ,બ્રહ્મ યાત્રીને,બ્રહ્મ માર્ગના પથિકને,જીવનમાં શરૂઆત કરવાની છે,રાગ,ભય,ક્રોધથી મુક્ત થવાનો પ્રયત્ન,આ પહેલી વાત,બીજી વાત કહી,મન માયા, જે પ્રભુમય થઈને જીવતા રહ્યા,જેમણે રાગ ભય ક્રોધથી છૂટીને યાત્રા શરુ કરી અને જે પ્રભુમય થઇ ગયા,મામ ઉપાક્ષિતા,જેમણે મારો આશ્રય લીધો,જેમણે જ્ઞાન તપથી પવિત્ર થઈને,પોતાને આ યાત્રાની આગળ કરી દીધા,તેઓ પહોંચી ગયા,
ભગવાન કહે છે અર્જુન,ઘણા ઘણા માણસો અહીં પહોંચ્યા છે,આ ધામ સુધી આવ્યા છે,તે જગ્યા સુધી પહોંચી ગયા છે,કે જે સરળ નથી,કે ત્યાં સુધી જવું,તે ધામ સુધી પહોંચવું,પહોંચાય છે,ઘણા બધા પહોંચ્યા છે,તુ પણ પહોંચી શકે છે, જેમણે પહોંચવા માટે જે જે રસ્તાનો ઉપીયોગ કર્યો,તું પણ ઉપીયોગ કર,તો જે રસ્તો ભગવાને કહ્યો, જે લોકો ત્યાં પહોંચ્યા તો કેવી રીતે પહોંચ્યા,
જરા તમે પણ તેના ઉપર થોડો વિચાર કરો,કે આ શું સમજાવવામાં આવી રહ્યું છે,વાત ઘણી જ અગત્યની અને સમજવા માટે યોગ્ય છે,કહેવાય છે જો વીતરાગ છે,વિત ક્રોધ છે, વિત ભય છે,ત્રણ શબ્દોને થોડો સમજવાનો પ્રયત્ન કરજો,માણસ દુનિયામાં જીવે છે પદાર્થો માટે આશક્તિ હોય છે,રાગ ઉભો થાય છે અને ઉભો થાય તે સ્વાભાવિક છે,એક સોય પણ માણસ પાસે હશે તો તેના માટે પણ તેનો લગાવ પેદા થશે,કેમકે તેમાં તેનો પ્રાણ વસી જાય છે,તે વસ્તુ તૂટી કે ફૂટી જાય તો તેને થઇ જાય છે કે તેનું મૃત્યુ થઇ ગયું,તેને દર્દ થાય છે, તેના પ્રાણ દુઃખી થઇ જાય છે,માણસની હાલત એવી થઇ જાય છે કે તેની એક વસ્તુ જતી રહી ,એક મહાત્મા દાખલો આપ્યા કરતા તે દાખલો થોડો યાદ કરી લઈયે,કે તેમની સાથે એક કોઈ મહાત્મા હતા,તેમનો કોઈ સામાન ચોરી થઇ ગયો,અને સામાન પણ કઈ નહિ ફક્ત થોડોક જ સામાન હતો, તે ચોરાય ગયો,તેમણે જઈને પોલીસમાં નોંધાવ્યું,મહારાજ સામાન ચોરાય ગયો, શું ચોરાઈ ગયો, કહ્યું એક કામળો,એક કંબલ,એક તકિયો,રઝાઈ,અને જે જાતના કપડાં હોય તે બધું,તમે પૂરો રિપોર્ટ લખી લો,તેણે કહ્યું ભાઈ એવું કેવી રીતે લખી લેવાય તમે લિસ્ટ તો બતાવો,તેણે જેટલી રીતના કપડાં હોય તેનું પૂરું લિસ્ટ લખાવી દીધું,પોલીસવાળો કહે મહાત્મા થઈને આટલી બધી વસ્તુ સાથે રાખો છો,તેણે કહ્યું શું કહું હજુ યાદ નથી આવતું બીજું શું શું હતું,ત્યાં પેલો ચોર પણ કેદ હતો,જેણે તેનો માલ ચોર્યો હતો,તો તે એટલો ગુસ્સે થયો કે તેનો ફાટેલો કામળો ફેંક્યો,અને કહ્યું આજ હતો ને તારો સામાન,તેણે કહ્યું આજ હતો, તેણે બધું લઈને કહ્યું હા સાહેબ મારો બધો સામાન મળી ગયો,પોલિસ ખુબ ગુસ્સે ભરાયો બોલ્યો. તમે પણ કમાલ કરો છો,આટલું મોટું લિસ્ટ લખાવ્યું અને આ એક ફાટેલો ધાબળો,મહાત્મા એ કહ્યું તમને એ ખબર નથી તે મારા માટે શું છે મારા માટે એ પુરો સંસાર છે,આ ઢાબળોજ ઓઢવા ને પાથરવા અને મારો સારામાં સારો પોશાક પણ તે છે,કોઈકે હસીને કહ્યું મહાત્મા,એક ધાબળામાં આટલી માયા,એમાં આખી દુનિયા આવી ગઈ,મહાત્માએ કહ્યું હા,ભાઈ કોઈના માટે ઘણું મોટું લિસ્ટ હોય છે,તેમાં તેનો પ્રાણ વસેલો હોય છે મારા માટે તો નાના લિસ્ટમાં મારો પ્રાણ વસ્યો છે,પણ બધાને આવું બધુજ હોય છે જ્યાં સુધી મોહ નહિ છોડો ત્યાં સુધી મુક્તિ નથી થતી ,ભગવાન કૃષ્ણ કહે છે ઘણા બધા મારી પાસે આવ્યા છે,પહોંચ્યા છે પણ તેજ આવ્યા છે જેમણે રાગ છોડ્યો છે,મોહ છોડ્યો છેહવે તમે વિચારો,તમે મોહ છોડશો કે નહિ,ઘરના માણસો તો સારી રીતે હલાવી હલાવીને મોહને કાઢે છે, લગ્ન થાય છે,છોકરાનું મન બદલાય ગયું,ભાગલા પડતા ભાઈનો રંગ પણ બદલાઈ ગયો,ન જાણે કોનકોનો કેવી રીતે ભાવ બદલાઈ જાય છે,પણ નવાઈની વાત છે,બધું બદલાઈ જાય છે,ઋતુ બદલાય છે,જમાનો બદલાય છે ,ઇતિહાસ બદલાઈ છે પણ માણસનું મન નથી બદલાતું,તે મોહમાં ફસાયેલું રહે છે,જો તમે નહિ બદલાશો,તો કૃપા થશે નહિ,કરવાનું શું છે, આટલી જ વાત રહો ઘરમાં,પણ રહેવાનું છે,ફસાવવાનું નથી,ઉંમર વધતી રહે છે,પણ મુશ્કેલી વધારવાની નથી,સંભાળતા રહેવાનું છે,રોજ સંભાળો,તે પણ જોવાનું છે,જયારે આંખો મોટું જોવાનું શરુ કરે તો ઘરની બારીમાંથી જોતા ન રહેતા,જ્યારે કાન  ઊંચું સાંભળવા માંડે,ત્યારે કાન માંડીને ઘરના લોકોની વાત ના સાંભળતા,અને સામ્ભલવુજ હોય તો અંતરનો અવાજ સાંભળૉ અને હાથમાં માળા લઇ ભગવાનનું નામ જપો,તમારું કર્તવ્ય પૂરુંકરો,કુટુંબ માટે ઉપીયોગી થવું,કુટુંબ માટે સહયોગી થવું,જીવન માટે ઉદ્યોગી બનવું અને આત્માને યોગી બનવું, બસ આ જ એક રસ્તો અપનાવી લેજો,ત્યારે ઉધ્ધાર થશે,નહિ તો જીવન નિરર્થક થઇ જશે,તમે તમારી પાળી રમી ચુક્યા છો હવે તમારા છોકરાઓ જીવન જીવવા માંગે છે , તેમના અનુભવથી જીવવા માંગે છે તેમાં માથાકૂટ ન કરશો,ટોક ટોક ન કરો,વધારે ટોકશો તો પરિસ્થિતિ બદલાઈ જશે,દુઃખી થઇ જશો,ઉંમર વધી જાય ત્યારે માણસે જીભનો કંટ્રોલ કરવો જોઈએ,ખામીઓ  કાઢવાની ટેવ ન પાડો, વધારે ઉંમર થઇ જાય તો બસ બે જ વાત યાદ રાખો ક્યાં તો શાબાશી આપતા રહો અથવા આશીર્વાદ આપતા રહો,પણ જીભ કાબુમાં રાખશો તો સારું છે.,અથવા જો ખામીઓ કાઢવા મંડી પડશો,તો ખામીઓ કાઢવાથી કોઈ પોતાનું નથી થતું,પોતાનું કહેવાથી કે સારું કહેવાથી જરૂર કોઈ સારું થાય છે, તમારું થાય છે,તો રાગ થી મુક્ત થઇ જાવ,વીતરાગ,કૃષ્ણ સમજાવી રહ્યા છે,ગોવિન સમજાવે છે કે મોહ ,રાગ,અને જોડાણ બધાથી મુક્ત થાવ,
બીજી વાત ક્રોધ,તમારો ગુસ્સો તમારા કાબુમાં હોવો જોઈએ,ધ્યાન રાખો મંત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેમ કોઈ સુકાઈ ગયેલા ઝાડ ઉપર પક્ષીઓ બેસવા નથી જતા,જેની હરિયાળી જતી રહી હોય તેના ઉપર કોઈ મધમાખી પણ નહિ આવે,કોઈ પતંગિયું નહિ આવે,કોઈ ભમરો ગીત ગાવા નહિ આવે,પક્ષીઓ ચહચહાટ નહિ હોય,કોઈ મુસાફર છાયા માટે નહિ આવે,દુનિયા એમજ એકલા છોડી  દે છે જયારે તમે કાયમ રડતા,પડતા ખિજવાતાં રહો છે,બધું નાશ પામે છે,અતિ ક્રોધથી તમારી હરિયાળી સુકાઈ જાય છે,અને તમારું આકર્ષણ નાશ પામે છે,  તમારા માટે કોઈ ગીત ગાવા નથી આવતું,તમે દુનિયામાં એકલા પડી જાવ છો,એટલે તમારી હરિયાળી સુકાવા ન દેતા, પોતાનો ક્રોધ પોતાની કાબુમાં રાખવાની ટેવ પાડો,વિચાર કરો,અત્યારથી વિચાર કરો કે વારેઘડી ગુસ્સો આવતો હોય, એનો અર્થ તમે ખેંચાણ માં રહો છો, ગુસ્સો વારંવાર આવતો હોય તેનો અર્થ તમારી, માસ પેશીયો,તંત્રિકાઓ નબળી પડી જાય છે,ગુસ્સો વધારે આવતો હોય તેનો   અર્થ જેના પર આવે તેને તમે નબળો સમજો છો,એટલે આવે છે ,નબળા ઉપર ગુસ્સે થાવ છો,તાકાતવાળા પર અટકી જાય છે,ગુસ્સો પણ કેટલી સમજવાળો છે,કોના પર જવું અને કોના પર નહિ,તો નબળો જેને માનવા મંડો છો તેના પર ગુસ્સે થવા માંડો છો,તો ગુસ્સો કરી રહ્યા હો તો તમારી મુસ્કરાટને બાળી રહ્યા છો,ગુસ્સો કરી રહ્યા છો તો,તમારી બુદ્ધિને ગુમાવી રહ્યા છો,તો શું કરવાનું છે જ્યારે ગુસ્સાનો  પહેલો વમળ આવે,કાનપટ્ટી ગરમ થવા મંડી જાય ત્યારે માથાને ઠંડુ રાખો,હસવા મંડો,ધ્યાન રાખો,સમયને છોડવાનો પ્રયત્ન કરો,અને વિચારો કે આ સમયે વાત બગડી રહી છે,જેના મન ઉપર સવાર થશે,જીદ નથી કરવાની, જગ્યા બદલવાની છે, અને પછી વિચારીશું ,પાણી પી લો,દૂર જતા રહો અને પછી બેસીને વિચારજો એ ન સમજી લેતા,ડરપોક થવાથી કોઈ ફાયદો નથી,તેનો ઉપાય કરીનેજ જંપજો..
ઈલાજ નહિ થાય ,કામ બગડી જશે.કેમકે તમને રીએલાઈઝ કરાવવું છે કે દબાવવાથી વસ્તુ ઉભરે છે,ભડકાવવાથી ભડકો છો,રસ્તો એક જ છે, ચાવીનું કામ કરો દિલનું તાળું ઉઘડી જશે.પથ્થર મારીને તાળું તોડવાનો પ્રયત્ન ન કરો.જ્યારે સમજની હાલતમાં માણસ હોય ત્યારે સમજાવો, જ્યારે તે ભડકેલી હાલતમાં હોય ત્યારે તેના ઉપર દબાણ કરીને કે પથ્થર મારીને તેની હાલત સુધારી નહિ શકાય,એટલે સારું એ છે કે સમય જવા દો,પછી બેસો ,પ્યારથી બેસો,તેની ખામીઓ ન કાઢશો,કહો તમે પણ જુઓ,જો તમારાથી કોઈ ભૂલ થઇ હોય,કદાચ તમને લાગે કોઈ ભૂલ થઇ હોય,હું પણ મારા તરફથી વિચારું,મારી પણ ભૂલ થઇ હોય, આપણે સુધારવા બેઠા છીએ,દબાવવા માટે નહિ, જ્યારે માણસ દબાવવા વાળો હોય ત્યારે તે બીજા ઉપર તેનું પૂરું જોર અપનાવી લે છે,જો તમે સુધારવા મંડો, તે પણ સુધારવા માંડે તો મનનો મેળાપ થશે.તેનાથી કામ થવા માંડશે .ભગવાન કહે છે જે દિવસે તમે તમારા રાગ ને જીતો છો,જે દિવસે તમે તમારા ક્રોધ અને આવેશને નિયંત્રણમાં કરો છો,જે દિવસે તમે ભય વગર જીવવા મંડો છો કહેવાય છે તે દિવસે,મારી તરફ ચાલવાની યાત્રા શરુ થઇ જાય છે.યાદ રાખો ગીતાના અમૃતને જો તમે પીવા ઈચ્છો છો,વસુધામાં સુધા છે ગીતા,આ ધરતીની બુંદ નહિ, નદી નહિ પણ ગીતા સાગર છે.બહુજ પ્રેમથી એક એક શબ્દનું ચિંતન કરજો, ભગવાન કહે છે બહુ લોકો અહીં આવ્યા છે.ઘણા ઘણા પહોંચ્યા છે.પણ જે પહોંચ્યા છે તેમણે જે નિસરણીઓનો ઉપીયોગ કર્યો છે,અર્જુન હું તને બતાવી રહ્યો છું, તું પણ તે અપનાવજો તું પણ પહોચી જશે.અને કૃષ્ણ તે સમજાવતા એ પણ કહેવા માંગે છે કે તારા માધ્યમથી હું આખી દુનિયાને સમજાવવા માંગુ છું કે જેમને પહોંચવું છે તેને માટે આ જ એક રસ્તો છે.તમારા આવેશને જીતજો કેમકે અક્કલ સ્થિર નથી હોતી,તો ક્રોધ બહાર આવે છે.જ્યારે અક્કલ ઠેકાણે હોય છે ત્યારે ક્રોધ કાબુમાં રહે છે,અક્કલ ત્યારે કામ કરે છે જ્યારે માથું ઠંડુ હોય છે.ત્યારે બુદ્ધિ સ્થિર રહે છે,મન શાંત રહે છે ત્યારે તમે પથ્થર જેવા થઇ જાઓ છે.ક્રોધનો અંગારો તમારી તરફ ફેંકે તો તમે હસીને કહી દો છો,બિચારો માંદો છે.થોડો સમય ભડકશે પછી બરાબર થઇ જશે.ત્યારે તમો તમને ડોક્ટર સમજો છો અને તેને પેસન્ટ  સમજો છો.અને ધીરજ રાખવાની શરુ કરો છો. અને જો તમે તમારી ધીરજ ગુમાવવા માંડો છો,તો તમે પેસન્ટ બની જશો પછી તમે દાક્તર નહિ રહો.ત્રણ વાતો તમને સમજાઈ ગઈ.રાગ,ક્રોધ અને ભય ,ભયને થોડો સમજવાનો પ્રયત્ન કરજો. ભય માણસ ઉપર ખુબ શાસન કરે છે.પશુઓ ઉપર તો ભય જ રાજ કરે છે. ભયને કારણે સરકસમાં વાંદરા,રીછ,હાથી,વાઘ,ચિતા બધા નાચે છે. જો પશુતાથી ભરેલા લોકો હોય છે તે પણ  ડંડો બતાવો,તો જ કાબુમાં રહે છે,ભય બતાવો,લાલ બત્તી છે અને સામે ખાખી વર્ધી છે.તો ગાડીમાં બ્રેક મારશે અને કોઈ ન જોતું હોય બધાજ ચાલવા માંડે છે.એક દેશની યાત્રા પર ગયા હતા,અમે રાતે મોડા પડ્યા હતા,બે વાગ્યા હતા,લાલ બત્તી પર જેવી ગાડી રોકાય,તો જે  કેટલાક ભારતીયો સાથે બેઠા હતા તેમણે ઈશારો કર્યો.કોઈ જોતું નથી,બે વાગ્યા છે નીકળી જાવ,મોડું તો પહેલેથીજ થઇ ગયું છે. ડ્રાઇવર ખુબજ પરેશાન થઇ ગયો બોલ્યો તમે તો કમાલની વાત કરો છો,લાલ બત્તી પર જવાય,તો તેમણે કહ્યું આપણા દેશમાં તો રાત દિવસ જતા રહેવાય છે.તેણે કહ્યું તમે કેવી વાત કરો છો,જીવનને પ્રેમ નથી કરતા,તે બોલ્યા અમે તો શું શું નથી કરતા તમે શું વાત કરો છો,હું પાછળ બેઠેલો ઈશારો કરી રહ્યો હતો આપણા દેશને બદનામ ન કરો.આપણા દેશમાં બધા એવા નથી કોઈ કોઈ એવું કરતુ હોય છે.
કહેવા માંગુ છું, જો તમે કોઈ ડરને જોઈને નિયંત્રિત થાવ છો તો પશુતા છે.જો તમે પોતાના વિવેકથી નિયંત્રિત થાવ છો,તો દેવત્વ છે .તમે વિવેકથી નિયંત્રિત થાવ.,ભયના સહારે જિંદગીને ન ચલાવોભક્તનો અર્થ સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે,જો ભયરહિત છે તે ભક્ત છે,જે ડરી ડરીને જીવે છે તે ભક્ત નથી,એમાં ગીતાનો એક અદભુત સંદેશો એ છે,કાયરતાથી વિરાટ તરફ લઇ જાય છે તે ગીતાનો સંદેશો છે,બીષમતાથી સમતા તરફ લઇ જાય છે તે ગીતાનો સંદેશો છે, મૃત્યુથી અમૃત તરફ લઇ જાય છે તે ગીતાનો સંદેશો છે,ભાગવાને બદલે જાગવા તરફ લઇ જાય છે તે ગીતાનો સંદેશો છે,એટલે ગીતાંને
સમજવાનો પ્રયત્ન કરો.ભગવાન કહી રહ્યા છે, જે ભય વગનો છે,જે નિર્ભય છે, જે અભય છે તેવી યાત્રા કરવાવાળો,કેમકે ભય વાળો જ ચિંતાઓ કરશે,જે ચિંતાઓ કરશે તે નિરાશ પણ થશે,ભય ભીંત પણ થશે,
હાટષ પણ થશે ,દુઃખી થશે અને દુઃખી પણ કરશે,પોતે દુઃખી અને દુઃખોને વહેંચે છે,જાતે ક્રોધ કરે છે અને અને તેને વહેંચે પણ છે,પોતે પાપોથી ભરેલો છે અને બીજાને સતાવે છે,પોતાનું કોઈ માંન સન્માન નહિ અને બીજાનો માનભંગ કરે છે,પોતાની અંદર જે ઝહેર છે તે બહાર ફેંકે છે,ઇરીટેડ છે અને બીજાને ઇરીટેડ કરે છે. અને જમાનો પણ એવો આવી ગયો છે,હું મુંબઈમાં હતો તો જોઈ રહ્યો હતો છોકરાઓ રમી રહ્યા હતા,અને શું બોલતા હતા,કોઈ ટેન્શન લેવાનું નહિ ટેન્શન આપવાનું,કાકા બોલે છેને તેમ,ટેન્શન લૈયે નહિ પણ આપતા રહીયે છીએ, તો મેં એક સારા માણસને પૂછ્યું આ છોકરાઓ શું બોલી રહ્યા છે,કહ્યું આજકાલ એવુજ છે ટેન્શન દો લેશો તો દુઃખી થઇ જશો.પણ વાત એ નથી જો આપશો તો વળતા જરૂર આવશે,પ્રયત્ન કરો,ટેન્શન આપવાનું નથી અને ટેન્શન લેવાનું નથી,એટેન્શન કરવાનો પ્રયત્ન કરી  દો તો કામ ત્યાંથી બનવાનું શરુ થઇ જશે.ભગવાન કહે છે જે રાગ,ભય અને ક્રોધથી રહિત હતા,તેમણે યાત્રા કરી,તે પહોંચ્યા ,તેમણે બીજી શરત પણ પુરી કરી,મન માયા,મારો બનીને જે જીવે, પ્રભુમય થઈને જે જીવે તે પહોંચે,હવે તમે વિચાર કરીને જુઓ કે તમે શું બનીને જીવો છો,તમેં તમારી શું દશા બનાવીને તમે જીવી રહ્યા છો,બધાને ખબર છે,દરેક સમયે બધા બધાથી બહાર હોય છે,પૃભુમય થવાનો અર્થ છે આનંદમય થવું,પ્રેમમય થવું,પ્રસન્ન ચિત્તવાળા થવું,ખુશ રહેવાની ટેવ, દુઃખી ન થવું અને દુઃખ ફેલાવવું નહિ,પ્રભુમય થવાનો અર્થ છે કે તમે એક વિશ્વાસમય જીવો છો,જે માલિકે મારુ અત્યાર સુધી ધ્યાન રાખ્યું છે તે આગળ પણ રાખશે.જેણે અત્યાર સુધી આપ્યું તે આગળ પણ આપશે.જેણે મને તેના સુરક્ષિત હાથે સંભાળ્યો છે તેના હાથ આજે પણ મને સંભાળી રહ્યા છે. તેની દયામાં કોઈ ખામી નથી,વિશ્વાસ બહુજ મોટું કામ કરે છે,
તેની દયામા કોઈ ખામી નથી,વિશ્વાસ ઘણું મોટું કામ કરે છે.ભગવાન આગળ કહે છે જેને મારો સહારો લીધો તે પહોંચે છે.વિશ્વાસ ની સાથે શરણાગતિ તેનો મતલબ સીધો એટલો જ છે.જો તમને ભરોષો હોય કે મારા પર દયા થશે,દયા કરવાવાળો દયા કરશે,પણ દુઃખી ન થતા,અર્થ કોઈને કોઈ રસ્તો નીકળશે.મને વિશ્વાસ છે તેના આધારે હું કહી રહ્યો છું,મને તે દાખલો ખૂબ જ સારો લાગે છે ,જેની વાતો કેનેડામાં અને અમેરિકામાં ખુબ જ થઇ,એક તે માણસ જેણે નાયગ્રાફોલ   ઉપર  તાર બાંધીને તેના ઉપર ચાલીને બતાવ્યું હતું,હેલીકૉપટરથી તેના ઉપર તાર બાંધ્યો. તેના ઉપર ચાલીને,૧૬૦ ફૂટની ઉંચાઈ ઉપર,જ્યાંથી ફોલનું પાણી પડે છે.એક વાર માણસ પડી જાય તો બચવાની કોઈ આશા નહિ,એક મોટા ઝોખમનું કામ તેણે કરીને બતાવ્યું. એક રેસલર હતો,પ્રસિદ્ધ રેસલર તેણે આ કામ કર્યું.અમેરિકામાં રેસલર ને ખૂબ જ સન્માન મળે છે આજે પણ મળે છે.હેલીકૉપટરની મદદથી તાર એક છેડે થી બીજે છેડે બાંધી તેના ઉપર ચાલવા માંડ્યું..પત્રકાર ઉભેલા હતા તેઓ પૂછી રહ્યા હતા,તમે એને પાર કેવી રીતે કરશો.?પ્રેક્ટિસ છે,તો કહ્યું હા, પ્રેક્ટિસ તો છે,તો કહ્યું કે ફોલનાં પાણીથી જે તાર વારેઘડી ભીનો થઇ રહ્યો છે તો પગ લપસી ગયો તો..!તેણે કહ્યું એ શંકા મારા મનમાં નથી.તાર ઉપર પડેલું પાણી નહિ લપસાવે,પણ મનમાં થયેલી શંકા તમને લપસાવશે.અને મને વિશ્વાસ છે કે હું લપસવાનો નથી,અને જરૂર પાર કરીશ.મારો વિશ્વાસ કહે છે,તો કહ્યું કેટલો વિશ્વાસ,તો કહ્યું મારો ભગવાન છે,મારો ભરોષો   એટલો સાચો છે જેટલા ભગવાન સાચા છે.મને મારો વિશ્વાસ છે એના સહારાથી હું પાર કરીશ.અને જરૂરથી તેણે ચાલવાનું શરુ કર્યું. વચ્ચે પહોંચ્યો,લાગ્યું કે હવે પડી જશે,લોકોના શ્વાશ અધ્ધર થઇ ગયા,વચમાં પહોંચતાજ તાર થોડો હાલવાનો શરુ થયો,પણ હિમ્મતથી ચાલતો રહ્યો જ્યા સુધી તે પાર થઇ ગયો.પાર થયા પછી લોકોએ તેણે તાલીઓથી ખુબજ સન્માન કર્યું,
તે તો કમાલ કરી,પત્રકાર કહેવા લાગ્યા તાર પાર તો અમે પણ કરી શકીયે,પણ તાર પર ચાલતા અમને નથી આવડતું,. તમને અનુભવ છે એટલે તમે ચાલી શક્યા.તે માણસે કહ્યું તમે પાર ન કરી શકો,તો કહ્યું કેમ ?.  કેમકે તમારા વિશ્વાસ નથી.એટલે નહિ કરી શકો,મને ભગવાન પર વિશ્વાસ છે તે વિશ્વાસના સહારે મેં પાર કર્યું,બધા કહેવા  માંડ્યા એ શું વાત કહેવાય,વિશ્વાસ તો અમે પણ ભગવાન પર કરીએ છીએ,તેણે કહ્યું તમારો વિશ્વાસ ખુબ કાચો છે,મારા જેટલો નથી,એવું કેવી રીતે કહેવાય,તે માણસે કહ્યું એ માટે કહું છું તમે વિચારો હું બીજી વખત પાર કરી શકું,તો કહ્યું કરી શકે,તમારો વિશ્વાસ છે હું પાર કરી શકું તો કહ્યું કરી શકો,તો એક વાત કહું છું કોઈ મારા ખભા પર બેસી જાય,જે ભગવાન પર ખૂબ જ વિશ્વાસ કરતો હોય,અને આવે અમે પાર કરી લઈશું,બધાએ કહ્યું તારા ખભા પર તો અમે બેસવાના નથી,ભગવાન પર ભરોષો જરૂર છે પણ તારા ખભા પર નહિ બેસીયે,તેણે તેના છોકરાને બોલાવ્યો,બીટા મારા ખભા પર બેસીશ,દસ બાર વર્ષનો છોકરો હતો તે દોડતો આવ્યો અને ઠેકડો મારીને તેના પિતાના ખભા પર બેસી ગયો, એણે કહ્યું ચાલ બંને મળીને પાર કરીએ, તેણે કહ્યું બાપા હું તો ઘણા વખતથી વિચારતો હતો,કે એવો સમય આવે તમે તાર પર ચાલો અને હું તમારા ખભા ઉપર બેઠેલો હોઉં,છોકરો બેસી ગયો અને તે તાર પર ચાલવા મંડ્યો,તો જનતા જે ચારે બાજુ ઉભેલી હતી તે કહેવા માંડી આ માણસ ગાંડો છે, જાતે તો મરશે અને છોકરાને પણ મારવા માંગે છે,એ શું સાબિત કરવા માંગે છે,પત્રકાર પણ વિમાસણમાં પડી ગયા,જેમ તેણે ચાલવા માંડ્યું એક એક પગલું વધારતો જાય લોકોની શ્વાસ રોકાય ગયો,લોકો તાળી પાડવાનું ભૂલી ગયા તે પર કરતો ગયો,અને તે પાર કરીને ઉતર્યો,બધાએ કહ્યું ભાઈ તે કમાલ કરી નાખી આનાથી આગળ અમે કઈ નહિ પુછીયે,બસ એટલી વાત બતાવો,તારો ભગવાન પર કેટલો ભરોષો છે તેમી કોઈ સીમા હોય તો બતાવ,બીજો કોઈ પ્રશ્ન અમે તને પૂછવા નથી માંગતા,તેણે કહ્યું જેટલો ભરોષો મારા છોકરાનો મારા ઉપર છે,તેને ખબર છે હું મારા બાપના ખભા ઉપર બેઠો છું ત્યાં સુધી મને કોઈ હરકત નથી,તેનો વિશ્વાસ કહે છે કે તે પોતાના પિતા ભગવાન ના હાથોમાં છે ત્યાં સુધી તેને કઈ નહિ થાય,તે વિશ્વાસના સહારે મેં પાર કર્યું છે,તમારો વિશ્વાસ કમજોર છે મારો કમજોર નથી,હું એ કહેવા માંગુ છું કે જેને ભગવાન પર બારોષો છે જેણે પોતાને ભગવાનને સોંપી દીધો છે,તે પહુંચે છે જરૂર પહોંચે છે, એ ભરોષો જેણે રાખ્યો શ્રી કૃષ્ણ કહે છે,તે પહોંચે છે,જે મારા થઇ ગયા તે પહોંચે છે,જેણે મારી શરણ લીધી છે, અને તે પહોંચે છે જે જ્ઞાન તપથી પવિત્ર થઇ ગયા છે,હવે એની વ્યાખ્યા કરવાનો સમય નથી,હું એટલુંજ કહેવા માંગુ છું આવી યાત્રાઓ કરીને તમારો માર્ગ સરળ કરો,પહોંચશો,દયા થશે,વાત બનશે, આવો મળીને ભગવાનનું સ્મરણ કરીયે,એ વિનંતી કરી લઈયે, તેને જે અમારા ઉપર કૃપા કરી છે તેનો આભાર વ્યક્ત કરતા,આવો મળીને ભાવથી અને પ્યારથી કહીયે,
તેરી મહેરબાનીકા હૈ બોઝ ઇતના,જિસે મૈં ઉઠાનેકે  કાબિલ નહિ હું...(૨)
ગયા તો ગયા હૈ,અગર જાન પાયે,તેરે દરપે આનેકે કાબિલ નહિ હું...(૨)
તેરી........
એ માના કે દાતા હો તુમ કુલ જહાઁકે ,મગર કૈસે ઝોલી ફૈલાવું મેં  આગે...(૨)
જો પહેલે દિયા હૈ વો કુછ કમ નહિ હૈ (૨)  ઉસીકો નીભાનેકે કાબિલ નહિ હું...
તેરી....
તુમહિને અદા કી મુઝે ઝિન્દગાની,તેરી મહિમા ફિર ભી મૈને ન જાની(૨)
 કરજદાર તેરી દયાકા હું ઇતના,(૨)એ કર્જા ચુકાનેકે કાબિલ નહિ હું...
તેરી.......
યહી માંગતા હું શિરકો ઝુકા લૂ,(૨) તેરા ભેદ  મૈં ઇતના જી ભરકે પા લૂ.(૨)
સિવા દિલકે ટુક્ડેકે યે મેરે માલિક મૈં કુછ ચઢ઼ાનેકે કાબિલ નહિ  હું....
તેરી.......

Monday, November 13, 2017

આપનો ખુબ ખુબ આભાર....(ટ્રેજિક સ્ટોરી )

આપનો ખુબ ખુબ આભાર....(ટ્રેજિક સ્ટોરી )

સારિકા અને પ્રવીણ ના લગ્નને બે વર્ષ પુરા થયા હતા, સુખી જોડું હતું બંને એ કોલેજમાં ભણતા ભણતા પરિચય કેળવી સંબંધને લગ્ન સુધી મુકામ આપ્યો હતો,સુખી કુટુંબના હોવાથી પૈસે ટકે કોઈ ખામી ન હતી,બંને ની જોબ સારી હતી,પ્રવીણની માં દીકરાના લગ્ન જીવનને બે વર્ષ પુરા થયા પછી કોઈ નવા મહેમાનની આશા રાખતી હતી પણ નવા યુગના કપલને કોઈ ઉતાવળ ન હતી,બંને વેકેશન લઇ દૂર દૂર ફરવા નીકળી જતા,નવી નકોર ગાડીમાં જુદા જુદા ફરવાના સ્થળોએ તેઓ નીકળી પડતા,બંને ડ્રાઈવર હતા એટલે લાંબી ટ્રીપમાં પણ તેઓને તકલીફ નહોતી પડતી,નવો જમાનો નવી ગાડી અને નવા ઉમંગ સાથે બંને જણા ખુશ ખુશાલ હતા,મસ્તી મજાક કરતા કરતા ટ્રીપનો લ્હાવો લેતા,આ વખતે પણ બે અઠવાડિયાનું વેકેશન લઇ તેઓ નીકળી પડ્યા હતા,,સારિકાએ નીકળતા પહેલા બધી જરૂરી  તૈયારી કરી લીધી હતી,આ વખતનું સ્થળ કોઈ પહાડ પર હતું,એટલે લાંબે જવાનું હતું,પહાડની વનરાઇને માણતાં માણતાં કુદરત સાથે અનુભવ કરતા બંને જઈ રહ્યા હતા,પહાડી શરુ થતાંજ પક્ષીઓના મધુર અવાજ અને ક્યારેક તો જંગલી પ્રાણીઓના અવાજ પણ સંભળાતા,પહાડી શરુ થતા ચઢાણને હિસાબે ગાડી ની ગતિ ઘટી જતી,વારેઘડી ચેતવણી અને વણાંકની સાઈનો આવતી,હજુ અડધો કલાક તો પ્રકાશ હતો,પછી સૂર્ય દાદા અસ્તાચળમાં જતા નવરંગી સંધ્યા પણ રાત્રિમાં ઓંજલ થવાની હતી,અને પહોંચવાનું સ્થળ હજુ બે કલાકની દુરી પર હતું,એટલે કારની લાઈટની મદદથી આગળ વધવાનું હતું,પણ એ રસ્તા પર અડધો કલાકથી કોઈ ગાડી દેખાતી ન હતી,એટલે એકાંતનો એહસાસ થતા બંને થોડા ગંભીર હતા,ગાડી પ્રવીણ ચલાવતો હતો અને સારિકા આજુબાજુ બરાબર  ધ્યાન રાખતી હતી,બંને બરાબર સચેત હતા,અત્યાર સુધીમાં ઘણી ટ્રીપો કરી હતી એટલે બંને અનુભવી હતા પણ પહાડી ઉપર પહેલી વખત જઈ રહ્યા હતા,એટલે બંને સજાગ હતા,
સાથે મોબાઈલ અને ઈમરજંસી માટેની બંને પાસે પૂરતી માહિતી હતી,ગમે ત્યારે ગમે તે થાય એટલે સાવચેતીને પ્રથમ સ્થાન દેવું જરૂરી હતું,જોકે ગાડીનું ટાયર બદલવાનું બંને જાણતા હતા,એટલે ત્યાં સુધી તો વાંધો ન હતો,નવી ગાડી હતી એટલે બીજું કઈ થવાના ચાન્સીસ ઓછા હતા,પણ જાગતા  નર સદા સુખી એમ બંને જણા ખૂબ જ સાવચેત હતા,હવે સૂર્યાસ્ત થયો એટલે પ્રવીણે ગાડીની લાઈટ ઓન કરી,સારિકા આજુબાજુ જોતી હતી પણ ચઢાણ વાળા રસ્તે કોઈ વસ્તી ન હતી એકલતાનો અનુભવ લાગવા મંડ્યો હતો,ક્યાંક રસ્તા ઉપર ગાડી ઉંચી નીચી થતી,બે કલાકનો સમય હજુ પસાર કરવાનો હતો,ગાડીના કાચ અર્ધા ખુલ્લા હતા,ક્યારેક સારિકા સ્નેકનું ખુલ્લું પેકેટ પ્રવીણ સામે ધરતી એટલે તેમાંથી થોડો સ્નેક લઇ તે મોઢામાં મૂકી દેતો,આમ તો રસ્તામાં ધાબા જેવા સ્થળે તેઓ અટકતા,પણ પહાડી શરુ થયા પછી કોઈ વસ્તી દેખાતી ન હતી,બંને જણા એકબીજા સાથે વાતો કરતા ,ચર્ચા કરતા એટલે એકલતામાં થોડી મદદ મળતી,હવે સંધ્યાએ પણ રંગો છોડી દીધા એટલે ક્ષિતિજો ઉપર ઝાંખો પ્રકાશ દેખાતો હતો,થોડાક આગળ ગયા ત્યાં એક વણાંક આવ્યો અને વણાંક પછી તેની નજર દૂર કોઈ સ્ત્રી ઉભી હોય તેવો ભાસ થયો અને તેણે સારિકાને ચેતવી,અત્યાર સુધી કોઈ ન હતું અને અચાનક વણાંક પછી કોઈ સ્ત્રી જોતા બંને અચંબામાં પડ્યા તે સ્ત્રીની સાડીનો પાલવ પવનમાં ઉડતો હતો અને તે બંને હાથોના ઈશારે  પ્રવીણની ગાડી રોકવા માટે ઈશારો કરતી હતી,બંને ખુબ અચંબામાં પડી ગયા,પહેલી વખત આ પહાડી પર આવ્યા હતા અને આ અનોખો અનુભવ થઇ રહ્યો હતો,તે સ્ત્રી કોઈ પણ હોય પણ તેના હાવભાવથી તે ચોક્કસ કોઈ મુસીબતમાં હોય એવું પ્રવીણને  લાગતું હતું ,અને બંને તે અંગે ખુબજ ગંભીરતાથી શાંત થઇ ગયા હતા,આવા એકાંત રસ્તા પર કોઈ સ્ત્રી,સંધ્યા સમયે ,ભૂત વળગાડના દાખલા તેઓને વસ્તીમાં સાંભળવા મળતા,પણ વસ્તીની એ વાત તેઓ માટે કોઈ ગંભીર સમસ્યા નહોતી,સારિકા તો એમ કહેતી કે જેટલું મન નબળું એટલી માથાકૂટ વધારે,મન મજબૂત હોય તેને માટે કોઈ પરેશાની નહિ,જુનવાણી ની વાતો હવે જૂની થઇ ગઈ હતી,વાત સાચી હતી પણ આજે તે થોડી ગંભીર થઇ ગઈ, નબરાશને અનુભવતા તે પ્રવીણ બાજુ જોઈ લેતી,પ્રવીણ તેને શાંત કરતા કહેતો કઈ વાંધો નહિ,પડે એવી દેવાશે.તેઓ આગળ વધતા પેલી સ્ત્રીની નજીક આવી ગયા,અને પ્રવીણે ગાડી ધીરી કરી ઉભી રાખી એટલે પેલી સ્ત્રી પ્રવીણની બાજુ આવી પ્રવીણે ડર્યા વગર બારી ખોલી,સારિકા પણ થોડી નમીને તેને જોવા મંડી તેણે અનુભવ કર્યો,તે એક દુઃખી સ્ત્રી દેખાઈ,તે સ્ત્રીએ પ્રવીણને કહ્યું,
"ભાઈ મારી ગાડીને અકસ્માત થયો છે ને મારી દીકરી તેમાં છે પ્લીઝ એને બચાવી લો "
અકસ્માતની વાત સાંભળતા બંને બેબાકળા બની ગયા અને પ્રવીણે પૂછ્યું,
"ક્યાં છે"એટલે પેલી સ્ત્રી એ નીચેની બાજુ ઈશારો કર્યો એટલે પ્રવીણે ગાડી ન્યુટ્રલમાં મૂકી હેન્ડબ્રેક મારી અને બંને ગાડીની બહાર નીકળ્યા,ને પેલી સ્ત્રી પાછળ ચાલવા માંડ્યા ,પહાડી હતી પણ રસ્તાની આજુબાજુ પહોળાઈ હતી એટલે ખીણ દૂર હતી ,પ્રવીણે જોયું તો પેલી સ્ત્રી ની ગાડી એક ઝાડ સાથે ટકરાઈને અટકી ગઈ હતી તેમાંથી બાળકીનો રડવાનો અવાઝ આવતો હતો એટલે તેણે જલ્દી પહોંચવા દોટ મૂકી પેલી સ્ત્રી અને સારિકા પણ દોડ્યા.સારિકાએ દોડતા પેલી સ્ત્રીને પૂછ્યું
"ઇમર્જન્સીને ફોન કર્યો "પણ કોઈ જવાબ વગર પેલી સ્ત્રી દોડતી રહી,પ્રવીણે પાછળનું ડોર ઉઘાડવાનો પ્રયત્ન કર્યો અને ઉઘડી ગયું,પણ બાળકીની હાલત ગંભીર હતી તે રડી શકતી હતી એટલે તેને ઇમર્જન્સીની જરૂર હતી તેને તેણે બહાર કાઢી તેની પીઠ અને માથા પર હાથ ફેરવી શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને સારિકાને ફોન કરવા કહ્યું એટલે સારિકાએ  ઇમર્જન્સીને કોન્ટેક કર્યો,અને તે તેમાં બીઝી થઇ ગઈ,પાંચેક મિનિટમાં તો ઘણા બધા વાહનો ચઢાણ ઉપરથી સાયરન સાથે નીચે આવતા દેખાયા,અને પ્રવીણે માથું ઊંચું કરી પેલી સ્ત્રીને પૂછવા પ્રયત્ન કર્યો તો તે ઘભરાઈ ગયો તે સ્ત્રી ત્યાં ન હતી તેણે સારિકાને પૂછ્યું પણ તે પણ હાંફળી ફાફળી બેબાકળી બની આજુબાજુ જોવા મંડી પણ પ્રયત્ન નિષ્ફળ રહ્યો,સારિકા કાર બાજુ ધસી કદાચ ઘભરાઈને તે કારમાં બેસી ગઈ હોય પણ પ્રવીણ મોટેથી બોલ્યો
"શું કરે છે,કારમાં ક્યાંથી હોય? ,આજુબાજુ જો "તે બાળકીને તેના ખભા પર ઉંચકીને શાંત કરી રહ્યો હતો, સારિકા પણ ઘભરાઈ, પણ કઈ ન સૂઝતા તેણે આગળનું ડોર ખોલી કાઢ્યું ,અને તે ચીસ પાડી ઉઠી પ્રવીણ પણ ગભરાઈને દોડ્યો, દરમ્યાન પોલીસના માણસો તથા બધા આવી ગયા,પેલી સ્ત્રી સ્ટીયરીંગ ઉપર માથું ઢાળીને પડી હતી લોહી વહીને થીજી ગયું હતું ,તેનું માથું ફૂટી ગયું હતું,ઈમરજન્સીના માણસોએ સ્ત્રીને મરેલી જાહેર કરી ,અને પોલીસે કેસની નોંધણી કરતા પ્રવીણ તથા સારિકાને અકસ્માત અંગે કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા,એમ્બ્યુલસ તથા બીજા કેટલાક વાહનો બાળકી અને સ્ત્રીના શબને લઇ હોસ્પિટલ માટે રવાના થઇ ગયા,પેલી સ્ત્રી થોડીવાર પહેલા તો સામે હતી,પણ પોલીસનો છેલ્લો  પ્રશ્ન હતો
"તમારે આ અંગે વધુ કઈ કહેવું છે?,"પણ ખબર નહિ  બંનેએ માથું હલાવી નકારો ભણ્યો,તે જે હકીકત હતી તે અંગે કઈ કહી ન શક્યા,પોલીસ જે સામે હતું તે તથા અકસ્માત માટેની વિગતો લઇ બંનેને ઓકે કહી ફાયરબ્રિગેડે અકસ્માતની ગાડી બહાર રોડ પર લીધી એટલે ત્યાં સારિકા ને પ્રવીણ રહ્યા અને તે પણ પોલીસ રોડ પર ઉભી હતી એટલે ત્યાંથી પોતાની ગાડી બાજુ ચાલવા મંડ્યા અને ગાડીમાં બેઠા પછી જ પોલીસ ત્યાંથી ગઈ,ગાડીમાં બેઠા પછી બંને જણા સતત ગંભીર હતા,તો તેઓ જ્યાં જવાનું હતું તે તરફ ગયા પણ થોડીવાર પછી સારિકા બોલી,
"પ્રવીણ ચાલ ઘેર પાછા જઇયે ,"પ્રવીણે જોયું સારિકા આ બનાવથી ખુબજ તૂટી ગઈ હતી,તેણે પણ તે પ્રમાણે જ કર્યું અને આગળ થી ગાડીને યુ  ટર્ન  કરી પાછી લીધી ,
સારિકા બોલી '
"કોઈના મૃત્યુ ઉપર આનંદ લેવાનો કોઈ અર્થ નથી " અને પ્રવીણ સંમતિ સાથે માથું હલાવતો હતો ત્યાં ફરી તેની નજર પડી તે સ્ત્રી ફરીથી રોડ ઉપર ઉભી હતી,તેણે ગાડી ધીરી કરી ઉભી રાખી ,તેઓં તે સ્ત્રી સાથે વાત કરવા ખુબ ઉત્સુક હતા,પણ તે સ્ત્રી બારી પાસે નમીને હાથ જોડી એટલુંજ બોલી
"આપનો ખુબ ખુબ આભાર "અને સારિકા હસી તેને વધુ પૂછવું હતું પણ ત્યાં કોઈ જ ન હતું,અને બંને અવાક બની ગયા,ગાડી થોડીવાર ત્યાંજ ઉભી રહી,પ્રવીણે નીચે ઉતરીને પણ જોયું પણ ત્યાં બધું એકદમ શાંત હતું ઝાડીમાંથી તમરાંનો અવાજ આવતો હતો, નિરાશ કપલની ગાડી અંધારું ચીરતી  ત્યાંથી પહાડી ઉતરી ગઈ.
-મહેન્દ્ર ભટ્ટ .

Friday, November 3, 2017

ભુલાતી નથી ...(ભજન)

ભુલાતી નથી ...(ભજન)


ભુલાતી નથી એ સુખી જિંદગીને-સુખી જિંદગીને,
હંમેશા હતી જ્યા ખુશી જિંદગીને -ખુશી જિંદગીને;
સુખી  જિંદગી બાળપણમાં ગુજારી, (૨)
જુવાનીએ કીધી દુઃખી જિંદગીને,-દુઃખી જિંદગીને ...ભુલાતી નથી....
મળે વૃદ્ધાપણ ત્યારે પસ્તાવો થાયે,(૨)
દુઃખોમાં ગુજારે રડી જિંદગીને-રડી જિંદગીને ,
કર સંતસમાગમ જીવન સુધરસે,(૨)
દુઆઓ મળે છે ભલી જિંદગીને -ભલી જિંદગીને ....ભુલાતી નથી.....
કીધો બોધ સતારશાહ સદગુરૂએ,(૨)
કૃપા મુજ પ્રભુની, મળી જિંદગીને-મળી જિંદગીને
ભુલાતી નથી એ સુખી જિંદગીને-સુખી જિંદગીને,
હંમેશા હતી જ્યા ખુશી જિંદગીને -ખુશી જિંદગીને;

જય શ્રી કૃષ્ણ.