Thursday, January 28, 2016

જીવન એક ધારા


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
જીવન એક ધારા

મનમાં વિકાર હશે તો ઊંઘ નહિ આવે,પરેશાન હશો તો ચહેરા ઉપર હસવાનું નહિ દેખાય,ઘરના સબંધોમાં કયાંક કોઈ ખરાબી હશે,જો ઘરમાં કોઈ વિકાર હશે,તો અશાંતિ જ ઉત્પન્ન થશે,ભારતના એક મહાન સન્યાસી
એક સંત,સાધુ,યોગી ભગવાનના ધ્યાનમાં બેઠા છે,વર્ષોથી તપ કરે છે,સાધના કરે છે,તેની અંદરની શક્તિઓનું
નામ જપે છે,તેની અંદરની શક્તિઓ ઉપર આવવા માંડી,ભગવાન સાથે જોડાવા માંડી,સિધ્ધિઓ મળવા માંડી,
બેઠા બેઠા ધ્યાનમાં લક્ષ્મી માતાજીએ દર્શન આપ્યા,દર્શન આપીને કહ્યું ,પુત્ર, હું પ્રસન્ન છું,તારી જે પણ કોઈ
ઈચ્છા હોય,તે યાદ કરી મારી પાસે એક વરદાન માંગો,જે જોઈએ તે હું આપીશ,અને પોતાનો પ્રકાશ ફેલાવી લક્ષ્મી માતાજી વચન આપી,દર્શન આપી જતા રહ્યા,એ કહેતા કાલે સવારે આવીશ,જેમાંગવું હોય તે વિચારી લેજે,લક્ષ્મી માતા ગયા,યોગીનું ધ્યાન તૂટ્યું,ધ્યાન ઉઘડી ગયું,શું માંગવું તે વિચારતા રાત પસાર થઇ ગઈ,સવાર થયું,જેવું ધ્યાન કરવા બેઠા, લક્ષ્મી માતાએ દર્શન આપ્યા,પુત્ર માંગો શું જોઈએ,એક વરદાન આપવા તારી પાસે આવવાનું હતું હું ખુબ પ્રસન્ન છું,આ ધરતી ઉપર ચારે તરફ અશાંતિ છે,દુખ છે,તણાવ છે,મનુષ્ય પરેશાન છે,ચારે બાજુ માયાનો પહેરો છે,લોકો એકબીજાને ડરાવવામાં,ખલાશ કરવામાં લાગ્યા છે,
તું તારો ઉધ્ધાર કરી શકે છે,તું પોતે સમૃદ્ધ થઇ શકે છે, જે માંગવું હોય તે માંગી લે,યોગીએ હાથ જોડીને કહ્યું,
માતાજી તમે આવ્યા,અને દર્શન આપ્યા,તમે પાછા જાઓ,તમારું આવવાનું જ પુરતું છે,લક્ષ્મી માતાએ કહ્યું હું
તને આપવા આવી છું,હું કોઈની પાસે જતી નથી,  મારી પાછળ ભાગે છે,યોગીએ હાથ જોડીને કહ્યું,તમારા આવવાથી આખી રાત સુઈ નથી શક્યો,હિસાબ લગાવ્યા કરું છું,હજુ તમે કઈ આવીને આપ્યું નથી અને એક
યોગીના આવા હાલ થયા,જયારે હીરા આપીને જશો તો મારી ભક્તિ જતી રહેશે,એટલા માટે તમે એટલી દયા કરો,
એટલે તમે એટલી કૃપા કરો કે જતી વખતે મને આશિષ આપતા જાઓ કે હું નારાયણનો પ્રેમી બનું,અને મને નારાયણ દર્શન આપે,મારા નારાયણ પધારે અને તેમના દર્શન થઇ જાય,આ જીવન એમના માટે છે,લક્ષ્મી માતાજી પ્રસન્ન થયા,કેમકે તારામાં બીજું કોઈ નથી,આવીશ,હું પણ,પણ હવે નારાયણને લઈને આવીશ,બસ આવી ભાવનાથી ભગવાન સાથે મન જોડી દો,રાત દિવસ આપણે
જિંદગીની મુસીબતોથી એટલા ઘેરાયેલા છે,કે બહાર પરમાત્મા પોતાનું સુંદર સ્વરૂપ ઝાડોમાં,
પાંદડાઓમાં,ફૂલોમાં,કલીયોમાં સુંદરતા વેરી રહી છે,આપણે ખોવાઈ  ગયેલા છે,કેમકે જ્યાં જઈશું ત્યાં આપણું દુખ મનમાં છે,અને આ મનના દુઃખને સંસારની ચીજો સાથે જોડી જોડીને જયારે આપણે જોઈએ છીએ,દુનિયામાં ક્યાય રસ પડતો નથી,જયારે તમે મગજને ખાલી કરી નાખશો,અને ભગવાન સાથે જોડી લો અને પછી બહાર દુનિયાને જુઓ,આનંદ આવશે પણ આનંદ આવવા માટે એ જરૂરી છે સવાર સાંજ યાદ કરતા રહો,રાબીયા,બસરામે એક ઘણી મોટી સુખી સંત થઇ,નામ જ રાબીયા બસરી હતું,એને મળવા તે વખતના એક બહુ મોટા ફકીર જેનું નામ હસન હતું,તે મળવા ગયા,જંગલમાં એક ઝુપડી રાબીયા બસરીની હતી,હસન સવાર સવારમાં ગયો તો સુરજની કિરણો ચારે તરફ ફેલાયેલી હતી,ઝાકર ઘાસ ઉપર છવાયેલું હું,કેટલાક ફૂલો ખીલ્યા હતા,કેટલાક ખીલવાના હતા,પક્ષિયોં ગાઈ રહ્યા હતા,વેલો ઉપર ફૂલ ખીલ્યા હતા,એક જુદાજ પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું,વ્રુક્ષોમાથિ સુરજની કિરણો ગળાઈને જમીન ઉપર પડતી હતી,અને ક્યાંક ઝરણામાં સફેદ ધુમાડો છવાયેલો હતો,આવા મહાદ્વીપમાં હસને બુમ પડી 'રાબીયા બસરી અંદર શું કરે છે,જો બહાર ભગવાન ઉતર્યા છે,સુરજની કિરણોમાં છે,ફૂલોમાં છે,અને કલીયોના મલકાતમાં છે,અને જો તેણે તેના મોતી ચારે તરફ વેરી નાખ્યા છે, એને વણી લે, બહાર આવ,કેટલું સુંદર છે,તેનું,કેટલું અજાયબ ચિત્ર છે,તે ચિત્રકારને જોવા બહાર આવ,રાબિયાને જયારે બોલાવવામાં આવી ત્યારે રાબિયાનું ધ્યાન તૂટ્યું,અને ધ્યાનમાં બેઠેલી હતી હસનને કહેવા લાગી,
હસન અંદર આવી આસન ઉપર બેસી જાઓ,તમે  ચિત્રોને જોઇને ખુશ થાવ છો,હું તો અંદર બેસીને મારા ધ્યાનમાં ચિત્રકારને જોઈ રહી છું,જેના ચિત્રો બહાર છેજ્યારે તે ચિત્રકારને અંદર જોશે તો તે ચિત્રો જોવા બહુ ગમશે,જયારે ચિત્રકાર સાથે સબંધ જોડાયેલો છે તો ચિત્રોમાં આનંદ આવશે,નહિ તો આ આનંદ થોડીવાર આવશે અને પછી જતો રહેશે,હું એ કહીશ થોડીવાર ભગવાનમાં મન પરોવો,અને પછી બહારના દ્રશ્યો જુઓ,અને જીવનના ઉતાર ચઢાવથી ગભરાઓ નહિ,તે તો રોજ આવશે જેમ ઋતુ બદલાય છે,સુખ દુખ પણ બદલાતા રહેશે,પણ તમે ન બદલાશો,ગરમીમાં પણ દુખી ન થાવ,અને ઠંડીમાં પણ દુખી ન થાવ,ખુશી આવે અથવા કમી આવે પર્વત બનીને રહો,બધી વસ્તુઓ અથડાઈને જતી રહે પણ તમે ઊંચા થઈને રહો,એટલા માટે તે દ્રશ્ય ઉપર ધ્યાન આપો,જે બહાર વેરાઈ રહ્યું છે,

ઘટાઓકી રીમઝીમ,પવનકે તરાને,લતાઓકી નાચે,વ્રુક્ષોકે ગાને,
મગર જિસકી રક્ષા ભગવન મેરી,અમર જ્યોત તેરી ઉધર મુશ્કરાયે,
પ્રભુ મેરે જીવનકો કુંદન બનાઓ, કોઈ ખોટ ઇસમેં રહને  ન પાયે,
જગતકો મૈ અપના પરિવાર સમજુ,પરીવારકો મૈ તેરા ઉપકાર સમજુ.....

ભગવાનનો પ્રેમ જ્યારે અંતરમાં ઉતરે છે,બધા કેટલાય જીવનમાં વ્યસ્ત હો,બધાની સાથે આ હૃદય જોડાઈ જાય છે,ક્યાંક કોઈ પણ  દુખી હોય તો માણસ પોતાનું દુખ માનવા માંડે છે,એટલા માટે આ ધરતીને ગૌરવ પ્રધાન બનાવનાર સંત જ્ઞાનેશ્વર મહારાજ બીજાનું દુખ પણ પોતાના શરીર પર અનુભવતા હતા,મહાવીર સ્વામીની સાથે પણ એવું થયું,કેટલાય સંતો સાથે એવી ઘટના ઘટી કે ક્યાય પણ કોઈ હેરાન કરતુ હોય તેના દુઃખનો અનુભવ થવા માંડે છે,અને ગુરુ ગોવીન્દ્શીહજી મહારાજ,તેમને પ્યાર કરનાર તેમને માનનાર એક શિષ્ય,ભાઈ કનૈયા,યુદ્ધ ભૂમિમાં મારપાત થઇ રહી હતી તો ઘાયલોને પાણી પાવાનું કામ કરી રહ્યો હતો પાણી પીવડાવતા પીવડાવતા દુશ્મનની હદ સુધી પહોચી ગયો,એ બાજુ દુશ્મનના શીપાહીઓ પણ ઘાયલ પડ્યા હતા તેને પણ પાણી પીવડાવ્યું,જયારે સાંજે રાતના પાછો આવ્યો,તો ગુરુ મહારાજ સામે તેને રજુ કર્યો,સમજો કોઈએ ફરિયાદ કરી,કે તે આપણાને તો પાણી પીવડાવતો હતો પણ એ દુશ્મનોને પણ પાણી પીવડાવીને આવ્યો છે,ગુરુ મહરાજે તેને ટોક્યો,ગુરુ મહારાજે પૂછ્યું તે એવું કેમ કર્યું,.ભાઈ કનૈયાએ કહ્યું મારા સદગુરુ તમારું તમારો પ્રેમ જ્યારે અંતરમાં વસ્યો છે,તો મને તો બધી જગ્યાએ તમારું રૂપ જ નજરે પડે છે,હું પાણી આપી રહ્યો હતો તો મને લાગતું હતું કે હું મારા ગુરુજીને પાણી આપી રહ્યો છું,કેમકે તમારો પ્રેમ અને તમારી શિખામણ જ એવી હતી,જે અહી બતાવે છે કે જો કોઈ ક્યાય પીડાતો હોય તો તે કોઈ નહિ પોતાનો જ છે,અને યાદ રાખો,બધા માણસો સાથે આપણો સબંધ રહ્યો છે,કોઈને કોઈ જન્મમાં નજદીકનો સબંધ રહ્યો છે,અને જેની સાથે બહુજ નજીકનો સબંધ રહ્યો હોય,તેની સાથે પહેલીજ વારમાં પોતાનાપણાનો અનુભવ થવા માંડે છે,પણ જે લોકો પરમાત્માની સાથે સબંધ જોડી લે છે,એને તો કોઈ પારકું નથી લાગતું,તેને તો બધાજ પોતાના લાગે છે,તો નિવેદન કરો

ભગવાન યે જગતકો મૈ અપના પરિવાર સમજુ,પરીવારકો મૈ તેરા ઉપકાર સમજુ,
તો સુન લો સભી કે આયી બાત ,દ્વેષ ઔર લાલચ કોઈ ઇનમેં મુઝકો સતાને ન પાયે,
પ્રભુ મેરે જીવનકો   કુંદન બના દો  કે કોઈ ખોટ ઇસમેં રહને ન પાયે,....

તમે બધા પણ પ્રેમ અને શ્રધ્ધાની સાથે અહી પધાર્યા છો,તમારા બધાના પ્રેમને ,તમારી શ્રધ્ધાને એ બધાને હું સુભ આશિષ આપતા,સદ ભાવના કરતા એ નિવેદન કરીશ,કે આ બાજુ આવવાની
પ્રેરણા પણ આપોઆપ જ આવી જાય છે,એવું નથી,જેના પર પ્રેરણા ભગવાન કરે,જેને ભગવાન આમત્રણ આપે,તેનેજ તેના ઘર માં બેસાડે છે,અને તેનેજ બોલાવે છે જેના પ્રત્યે તેને પ્રેમ છે,તેને ધર્મ સાથે પણ જોડે છે,જે ચુંટી લેવામાં આવ્યા છે જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે,ભગવાને આપણને સ્વીકાર્યા તેને તેની દયા છે,એટલા માટે હમેશા એવું વિચારીએ,તુમ હી ન પિતા વસું,હે પ્રભુ તમે અમારા પિતા છો,જે અનેક અનેક ઉપકાર કરો છો,તુમ માતા સી કૃપું બહ્વ્રિત ,અનેક પ્રકારની દયા કરવાવાળી,અને અનેક પ્રકારના સુખો દેવાવાળી માં હે પ્રભુ તમે જ છો,અમને એવી શક્તિ આપો,કે અમે એવું કામ કરી શકીએ,તને બતાવી શકીએ,તને માનવી શકીએ,તને ક્યારેય રીસાવા ન દઈએ, કે ભગવાન તમે સદાય અમારા છોકરાઓ પર પ્રસન્ન રહો,અમને એટલી યોગ્યતા આપો કે અમે તમને પ્રસન્ન રાખી શકીએ,અને અમને આશીર્વાદ આપોકે તમે અમારા ઉપર ક્યારેય રિસાઈ ન જાવ,અમારા ઉપર કાયમ પ્રસન્ન રહો,આ મંત્રમાં ઈચ્છા છે,આમ જોઈએ તો જો માં-બાપ પ્રસન્ન હોય તો કઈ માંગવું નથી પડતું,બધુજ માં-બાપ તેમના છોકરાઓને ચુપચાપ આપી દે છે,અધિકાર એની જાતે જ મળી જાય છે,અને જો માં-બાપ નારાજ થઇ ગયા,તો પોતાની સપતી વારસને તો શું આપે પણ ઘણી વખત છાપામાં જાહેરખબર આપી દે છે કે આ છોકરા સાથે મારો કોઈ સબંધ નથી,કોઈ પણ લેવડદેવડ કરો તો તમારી જવાબદારી ઉપર કરવી,હું તેનો બધોજ અધિકાર પૂરો કરું છું,તો આવી જાહેરખબર જો વાચવા મળે,તો દેખાય છે કે કોઈ પિતા તેના છોકરાના એવા કોઈ કાર્ય થી એટલો પરેશાન અને નારાજ થઇ ગયો છે કે,તે તેનો બધો જ અધિકાર ખુચાવી લે છે,પણ એજ બાપ પ્રસન્ન હોય તો,છાપામાં નામ નથી છપાતું,બહુજ પ્રસન્ન થઇ ગયો છું એટલે જે મારું છે તે મારા છોકરાનું છે,એ તો સંજય એવું છે,જે છોકરાની પાસે આવશે તે છોકરાને જ મળશે,કેમકે બાપનો મમતાનો પ્રવાહ પ્રમને કારણે જાતેજ છોકરા તરફ વહેવા માંડશે,તેના માટે જાહેર કરવાની જરૂર નથી,જો ભગવાન આપણા ઉપર ખુશ છે તો માંગવાની કઈ જરૂરત નથી,પછી તો જાતેજ પૈસાદાર થઇ જશો,માગવાની જરૂરત ન પડે,આપણા ભગવાનને એટલા ખુશ રાખો કે તે પોતેજ આપણને જરૂર પડે તો પહેલેથીજ વ્યવસ્થા કરી રાખે,આપણા છોકરાઓ માટે જે વ્યવસ્થા કરી રાખીએ છે ને,માં પોતાની છોકરી જેમજેમ મોટી થતી જુએ છે તેમતેમ તેને માટે વસ્તુઓ ભેગી કરવાની શરુ કરી દે છે,લગ્ન થશે,આ વસ્તુની પણ જરૂર પડશે,પેલી વસ્તુની પણ જરૂર પડશે,અને બાપ પણ છોકરા માટે વ્યવસ્થા કરવા માંડે છે,પોતાના છોકરાનું ભણવાનું પણ પૂરું ન થયું હોય ત્યાં માબાપ વિચારવા માંડે છે,કે બસ અ એક વર્ષમાં ગ્રેજ્યુએટ થઇ જશે,પછી પછી ટ્રેઈનીંગ શરુ થશે,પછી નોકરી કરશે,પછી લગ્નની પણ વાત છે,તેના માટે ઘરમાં જુદો ઓરડો બનાવીદેવો પડે,અને એક નાનું રસોડું પણ જુદું બનાવી દેવાય,ક્જદાચ જો પહેલાજ તે જુદો થવાનો પ્રયત્ન કરે તો પહેલેથીજ એવી વ્યવસ્થા કરી રખાય કે તે નજરોથી દુર થાય કે અંતરથી દુર થાય,પાસે રહે,પ્રેમ પણ જળવાઈ,અને થોડીક જુદાઈ પણ રહે,તો વ્યવસ્થા પહેલેથીજ કરવા માંડે છે,કેમકે તે પોતાના છોકરાઓને પ્રેમ કરે છે,નજરોની સામે રહે,જગ્યાની જુદી થાય તો વાંધો નહિ પણ દિલથી જુદા ના થાય,માબાપ પહેલેથીજ વિચારવા માંડે છે કેમકે પોતાના છોકરાઓથી તે પ્રસન્ન છે,અને નારાજ થઇ ગાય તો તે મકાન તો શું પણ જે આપી શક્ય તે પણ બંધ,ભક્તને પણ આ વાત ધ્યાન રાખવા જેવી છે,કે બસ પોતાના માલિકને પોતાના પિતાને,પોતાના પ્રભુને,પ્રસન્ન કરીએ,રોજ માંગી માંગીને નારાજ ન કરીએ,જો પ્રસન્ન કરી શકો તો પોતાના કાર્યથી,કે પોતાની ભક્તિથી પ્રસન્ન કરી લો, તો કઈ માંગવું નહિ પડે બધું  પોતાની જાતેજ થતું રહેશે,એટલા માટે એક જગ્યાએ મંત્રમાં એ પણ કહ્યું,હે પ્રભુ તમે અમારી ઉપર પ્રસન્ન થાવ એવી રીતે પ્રસન્ન થાવ કે જેમ પિતા પોતાના બાળકો ઉપર પ્રસન્ન  થાય,છે,
હે પ્રકાશ સ્વરૂપ ભગવાન ,જ્યોતિ સ્વરૂપ પ્રભુ તમારા સંતાન માટે આ રીતે સહેલાઈથી પહોચો,તેને યોગ્ય બની જાઓ,જેમ  કોઈ બાપ તેના પુત્ર માટે મેળવવા યોગ્ય હોય છે,તો તમે એવા જ થાવ, અમારા માટે તમને મળવું મુશ્કેલ ન બને,અને તમે અમારાથી પ્રસન્ન રહો,તો કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવાની છે,કે કેવી રીતેભગવાન ખુશ રહે,કેટલીક ચીજો યાદ રાખવી કે કેવી રીતે ભગવાનની ખુશી બની રહે
,તો આવી વસ્તુનેધ્યાનથી જુઓ,કેમકે આ રોકાયેલા જીવનની વચ્ચે જ રસ્તો કાઢવાનો છે,
રોજની  માથાકૂટ ખુબ છે,બહુ જકામ છે,મુસીબતો એ પણ ઘણી છે,ઉલઝનો પણ છે,એની  વચ્ચે દુનિયા
સાથે સબંધ પણ રાખવાનો છે,અને એમાં દુનિયાના માલિકને મળવાનું પણ છે,તો સહુથી પહેલા ધ્યાન આપો જેમ બીઝનેસ મેનેજમેન્ટ માટે લોકોભણે છે,અને ધંધા માટે તૈયારી કરે છે,
તો તે વખતે મેનેજમેન્ટ પણ એક મહત્વની વસ્તુ છે,કેટલો સમય કોઈ વસ્તુ માટે કેવી રીતે
 કાઢવાનો છે,વિદ્યાર્થી પણ સફળ તેજ થાય છે,જેવા પરિક્ષા ભવનમાં જઈને બેસે છે,
જુએ કે ત્રણ કલાકનો વખત  છે,અને દશ પ્રશ્નો કરવાના છે,પણ દશમાંથી પહેલો કયો અગત્યનો સવાલ
 છે,એમાં કેટલા માર્ક મળવાના છે,જો કોઈ વીસ માર્કના,દસ માર્કના,આઠ માર્કના અને બે માર્કના,એવા પ્રશ્નો છે,તો કુલ હિસાબ કરવો પડે છે કે પહેલા કયો પ્રશ્ન કરવો, વધારે સમય તેમાં આપવો જેમાં માર્ક વધારે મળે ,તો પોતાનો સમય વહેચીને છોકરાઓ પ્રશ્નનો જવાબ આપવા બેસે છે,અને સમયને બરાબર સમજીને પોતાની વ્યવસ્થા કરી શકે,તો તે એટલા સમયમાં બધા સવાલોના જવાબ આપી કોઈ પણ
 જાતના ખેચાણ વગર હસતા પરીક્ષા ભવનની બહાર આવે છે,પણ જો જેને મહત્વ ન આપવું જોઈએ,તેના ઉપર વધારે સમય ખરાબ કરે અને જયારે ખરો સમય આવે,કે જે મહત્વનો પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે તેની પાસે સમય ન રહે,તો એના ચહેરા ઉપર તો ત્યારેજ  ખેચાણ શરુ થઇ જાય છે,જયારે તે બહાર નીકળે છે,ત્યારે ઉદાસ અને હતાસ બહાર આવે છે,અને રીઝલ્ટ તો બહાર છે,જ્યારે આવશે ત્યારે દુખ તો થવાનું જ છે,કેટલા બધા એવા લોકો છે જે પોતાના જીવનમાં અનુભવ કરે છે,જીવનના અંતિમ ભાગમાં કે જે વસ્તુને આપણે વધારે સમય આપવો જોઈએ,તે તો આપી ન શક્યા  અને ખોટી વસ્તુઓ પાછળ સમય બગાડીને અમે પોતાનું જીવન ખરાબ કરી નાખ્યું,હે ભગવાન હવે જો તું મને આગળ એકવાર તક આપે તો ઓછામાં ઓછી એટલી અક્કલ આપજે,કે અમે અમારા સમયનો સારી રીતે ઉપયોગ કરીને અમારૂ જીવન સફળ બનાવી શકીએ,એમાં ધ્યાનમાં હું એક પ્રયોગ કરાવ્યા કરું છું,ધ્યાનમાં એક પ્રયોગ કરાવું છું કે જ્યારે તમે ધ્યાનમાં બેસો,તો આત્મચિંતન કરતા એ બિંદુ ઉપર પહોચો,જીવનની જાત્ર જ્યાંથી શરુ થઇ,જ્યારે પહેલા દિવસે તમે આ દુનિયામાં પગ મુક્યો,તમે જન્મ લીધો,જન્મ લેતાજ તે દિવસને યાદ કરો,આ દિવસે આટલા વાગે આટલી મિનીટ પર હું આ ધરતી પર આવ્યો,
માતાપિતાનો ખોળો અને જે દિવસે સમજ આવી,પહેલી યાદ તમને શું હતી,કદાચ બે વર્ષની ઉમરની કૈક યાદ હોય,ત્રણ વર્ષની ઉમરની કૈક યાદ હોય,કે ચાર વર્ષની ઉમરની કઈ યાદ હોય,તો ચાર વર્ષની ઉમરની કોઈ વસ્તુઓ યાદ હોવી જોઈએ,જ્યારથી હોશ આવી,કેવો લાગ્યો હતો આ સંસાર,શું લાગતું હતું,શું અનુભવ થતો હતો,તેનો થોડીવાર અભ્યાસ કરો,હવે માણસ આંખો બંધ કરીને બેઠો હોય,અનુભવતો હોય,કે તે દિવસે હું આ દુનિયામાં આવ્યો હતો,ગુરૂવાર  હતો,અથવા શુક્રવાર હતો,અથવા સોમવાર હતો,કે મંગળવાર અથવા બુધવાર હતો,કોઈ પણ વાર હતો,તે દિવસને યાદ કરતા,તે સમયને યાદ કરો કે પહેલી યાદ તમારા મન માં અંકિત થઇ હતી, પછી યાદ કરો કે હું એ વખતે કેવો હતો,કોઈક પાછલો ફોટો યાદ હોય બેગ લટકાવીને સ્કુલે જતા,સ્કુલ તરફ જતો એક કોમલ બાળક,તે ચહેરાને ધ્યાનથી જોજો,જયારે તમે સ્કુલે જતા હતા,કેટલા ભોળા,
કેટલા પ્યારા,માસુમ,સચ્ચાઈ,અને પવિત્રતાથી ભરેલા,અને પછી યાદ કરતા કરતા તે ઘડી સુધી પહોચો,કે જયારે પહેલી વાર મનમાં મેલ ભરાયો હતો,તમે જુઠું બોલ્યા હતા,તમારા કોઈ દોસ્તની  કોઈ પેન ,પેન્સિલ ચોરી હોય,જ્યારથી કોઈની આગળ જુઠું બોલ્યા ત્યારથી મેલ આવવાની શરુ થઇ,પછી ધીરે ધીરે વિચારતા ત્યાં સુધી જાઓ,કેવી રીતે દુનિયાની ધૂળ,તમારી છાતી પર પડતી ગઈ,અને અંદરથી મેલા થતા ગયા,જ્યાં સુધી તમે  મેલા ન હતા ત્યાં સુધી ભગવાન તમારી સાથે હતા,અથવા આનંદ તમારી સાથે હતો,અને જેમ જેમ ધૂળ વધતી ગઈ,આપણા  ભગવાનના સામ્રાજ્યનો આનંદ ઓછો થતો ગયો,તણાવના દુખની દુનિયા શરુ થતી ગઈ,જયારે ખેચાણ માં આવતા ગયા,ચિત્ર બનવાનું શરુ થયું,હવે હું ભણવાનું પૂરું કરી ચુક્યો છું,સારી નોકરી મળી જાય,પછી લગ્નની ચિંતા,લગ્ન થઇ ગયા તો પછી બાળકોની ચિંતા,પછી બાળકોને સ્કુલમાં દાખલ કરવાના,કોઈ સારી સ્કુલ મળી જાય,પછી તેમના માટે કૈક કમાવવું પડે,તો રાત દિવસ દોડી રહ્યો છે,જેમ કોઈ ટાંગામાં જોડેલો ઘોડો,દૌડ રહા હૈ,રાત દિવસ દોડી રહ્યો છે,અને પછી તેને પોતાનું ખાવાનું પણ યાદ નથી,જેમ પુરાણોમાં એવીજ કથા છે,ભગવાનને દુનિયા બનાવી,દુનિયા બનાવ્યા પછી,ભગવાનને બધાની પચ્ચીસ પચ્ચીસ વર્ષની ઉંમર વહેચી આપી,તો બધાયે ફરિયાદ કરી કે એ ઓછી છે,તો ભગવાને તેને  ડબલ કરી આપી,પચાસ પચાસ સાલની થઇ ગઈ,માણસ ચુપ ચાપ બધા જાનવરોથી ડરીને એક ખૂણામાં બેઠો હતો તેણે વિચાર્યું કે પછી જે બચશે તે લઇ લઈશું,પહેલા આ બધા અહીંથી નીકળી જાય,તો  ગયા અને જોયું તો ભગવાનના ખજાનામાં ૨૫ સાલ ઉંમર
જ બચેલી હતી,ભગવાને કહ્યું આ લઈને જા,અને કહેવાય છે અસલી ઉંમર માણસની ૨૫ વર્ષની છે એમાં માણસ ખુબ આનંદમાં રહે છે,ભગવાને કહ્યું તું અહીંથી જતો કેમ નથી,તો માણસે કહ્યું કે ભગવાનજી ઘણા
બધા કામ તમે મને બતાવ્યા,પણ પચ્ચીસ વર્ષની ઉમરમાં મારું કઈ થવાનું નથી,એટલા વખતમાં તો હું મારું
ભણવાનું પૂરું કરીશ,તો ભગવાન કહે છે કે કોઈ ઉંમર આપવા આવે તો પછી જોઈએ છે,પછી તેમાંથી તને
આપીશું,તો પહેલા બળદ આવ્યો,એટલો બધો બોઝ વેઠવો પડશે,સુકું ઘાસ ખાવું પડશે,રાત દિવસ દોડવું
પડશે,અડધી ઉંમર તમે રાખો,ભગવાને એને કહ્યું,સારું તો તું અડધી રાખ અડધી માણસને આપી,તેણે પૂછ્યું
કામ થઇ ગયું તારું,તેણે કહ્યું ભગવાનજી હજુ તો ઘણું  કામ છેપચ્ચીસ થી પચાસ સાલની ઉંમર થઇ ગઈ
એનાથી પણ ડબલ કરો,એના પછી કહે છે કે થોડું હવે બતાવવું અજબ લાગે છે,કેમકે બતાવી  દઉં છું
કહેવાય છે કે દોડતો એક કુતરો આવ્યો,ભગવાન તમે મને શું કામ આપી દીધું,આખો દિવસ તો અહી ક્યાંક
શેરીમાં અહીત્યાં દોડતા ,ક્યાંક એક ટુકડાની આશામાં બેઠા બેઠા,કોઈની સામે પૂછડી હલાવવાની,કોઈની
સામે રાતે ચોકી કરવાની,તમે દયા કરીને મારી પણ અડધી ઉંમર ઓછી કરી દો,ભગવાને એની ઉંમર લીધી
અને માણસને આપી,અને કહ્યું કે આ તું સંભાળ,માણસ પાસે ૭૫ થઇ ગયા,ભગવાને કહ્યું હવે જા,તો તેણે
કહ્યું ૨૫ વધારે મળે તો મારું કામ પૂરું થઇ જાય,તો ભગવાને કહ્યું જોઈએ ક્યાંક કોઈ બીજું આવે,તો કહેવાય
છે કે પછી ઘુવડ આવ્યું,થોડી ગરબડ જેવી વાત છે,કહેવાય છે પચ્ચીસ વર્ષ તેની પાસેથી લીધા,માણસની
ઉંમર પૂરી કરી આપી,અને આગળ એમ સમજાવવામાં આવે છે,જેજીવનનો આનંદ તો છે તે અસલી પચ્ચીસ
વર્ષની ઉમરનો,શરૂઆતની,બધો આનંદ એમાં છે,અને એને માણસ આખી જીંદગી યાદ કરે છે,એના પછી બળદવાળી જીંદગી શરુ થાય છે બોઝ ઉચકે છે
બળદવાળો માણસ બળદગાડી માં જેમ ઘાસ પણ સાથે રાખે છે,તેમ આપણે પણ આપણા ટીફીન માં આપણું ખાવાનું સાથે લઈને જઈએ છીએ,આખો દિવસ કામ કરતા કરતા કયાંક ઠંડુ કે ગરમ ગમે તે મળી જાય તો ગમે ત્યાં ખાઈ લઈશું,દોડતા રહીશું,ઘરમાં  આવ્યા પછી ચિંતા ત્યાની હોય છે કે સવારે ઉઠીને ફરી દોડવાનું છે,કહેવાય છે કે બળદવાળી ઉંમર જ્યારે પૂરી થઇ જાય તો પછી દેખરેખની ઉંમર શરુ થઇ જાય છે, બાળકો જયારે સેટ થઇ જાય છે,માબાપ ટકોર કર્યાં કરે છે,પે લું કામ જોઈ આવ્યો,કોઈ બીલ જમા  કરાવી દીધું બીજું કામ કરી નાખ્યું,એવું બધું pજોવામાં લાગ્યા રહે છે,પણ કહે છે એ પણ ટકી જાય છે,ઠીક છે
કેમકે ચોકીદારી લોકો કરતા રહેતા હોય છે,તમે જુઓ છો કે ઉમરનો પડાવ સાઇઠ વર્ષ પછી દેખરેખમાં જ
પસાર થાય છે,ઘરબાર ની દેખભાળ કરી લીધી,બહારનું કામ કરીને આવી ગયા,પણ કહેવાય છે તેના પછી જે ઉંમર શરુ થઇ જાય છે,કે માણસને ઊંઘ નથી આવતી,રાતે જાગતો રહે છે,પ્રયત્ન કરે છે છોકરા આવે તો વાતચીત કરું,અને છોકરાઓ પણ એવા કે તેમને અવાજ ગમતો નથી,અને કહે છે બાપુ તમે ચુપ રહો,તમે બહુ બોલ્યા ન કરો,કહેવાય છે કે તે માણસને ભગવાને જતા જતા એક વાત કરી હતી કે જો,આ જાનવરોની ઉંમર તને મેં આપી,પણ તે દેવતાઓની ઉંમર થઇ જશે,જો તું મારો થઈને રહેશે,પણ જો જાનવરોમાં મળીને રહેશે તો દેવતાઓની ઉંમર નહિ બને,તું ઉમરમાં જાનવર થઈને ન રહી જાય,તો કહેવાય છે,ધર્મથી,ભક્તિથી,પ્રભુને જોડતા રહો,ભગવાનથી જોડાવાનો અર્થ શું છે,તે સમજાવવા માંગું છું,આખો દિવસ ઘંટ ઘડીયાર વગાડતા રહીએ એ પ્રભુની પુંજા છે કે પ્રભુથી જોડાવવાનું છે,તેને અનુભવવાનો છે,તે શક્તિનો અનુભવ કરવાનો છે,તેની નોકરી આપણે કરી રહ્યા છે,તેની ડ્યુટી આપણે બજાવી રહ્યા છે,ખુશીની સાથે તે  ડ્યુટી પૂરી કરો,કર્મને જ પૂજા બનાવી લો,તમારું કર્મ જ પૂજા બની જાય,પૂજાને કર્મ ધંધો નથી,કર્મને પુંજા બનાવીને જે માણસ ચાલે છે,તો તેના દરેક કર્મ ભગવાન બાજુ વહેવા માંડે છે,ભગવાનથી માણસ જોડાયેલો રહે છે, બસ આટલું જ કરવાનું છે,તો જેમ હું કહી રહ્યો હતો,જેમ આપણે બેસીને ધ્યાન કરીએ છીએ,જ્યારથી જન્મ લીધો,જ્યારથી સમજ આવી, જેમ પહેલી વખત જુઠ્ઠું બોલ્યા,કોઈ ચોરીનો મેલ અંદર આવ્યો,અને પછી આખી દુનિયાનો  મેલ આવતો રહ્યો,ભગવાનના સામ્રાજ્ય સાથે સબંધ તૂટતો રહ્યો,અને જેમ જેમ માણસ પોતાના બાળકોના પાલન પોષણમાં એટલો ઓતપ્રોત થઇ જાય છે કે પોતાના   આત્માને કલંક લગાડે છે,તે ગુનો કરવા માંડે છે,અને વિચારે છે,ભગવાન મને જે કઈ સજા મળે,તો મળે,પણ મારા બાળકો ખુશ થઇ જાય,તેમનેસુખ મળી જાય,એમાં જે જોડતોડ કરું છું,જે કઈ ખોટું કરું છું,એટલા માટે કરું છું કે બાળકો માટે સુખ ઈચ્છું છું,ફરી ફરી તે પાપ કરતો જાય છે,પછી બાળકો મોટા થઇ ગયા,ભણતણ પૂરું થઇ ગયું,લગ્ન કરાવી તેને સેટ કર્યો,પછી એ સમય આવી જાય બાળકો પોત પોતાનું કામ સંભાળતા થઇ જાય,બધી વસ્તુઓ તેમની પાસે જતી રહે,પછી માબાપને પીઠ બતાવવા માંડે છે,અને માબાપ તેની પાછળ પાછળ ચાલતા થઇ જાય છે,તો તે સમય યાદ કરજો જેમાં જેને જે જે લેવાનું હતું તે લઇ લીધું અને અને ઘડપણમાં માણસ એકલો બેઠેલો ,આજ સુધી માંદગીની ખબર ન હતી,ન જાણે કેટ કેટલી માંદગી શરીરમાં આવીને બેસી ગઈ,ઉજાગરા,ક્યાંક ઘુટણમાં દુખાવો,ક્યારેક કમ્મરમાં દુખાવો,ક્યાંક સુગરનો પ્રોબ્લેમ,ક્યાંક પાચનમાં ગરબડ,ક્યાંક આંખો,બરાબર ન દેખાઈ,ક્યાંક કાનમાં ન સંભળાઈ,ઊંઘ આવે નહિ,આખો દિવસ મગજ કૈક વિચાર્યા કરે,ચિંતા થાય છે, છોકરાઓ પર પણ ક્યારેક ગુસ્સો આવી જાય,દરકાર નથી,મારું ધ્યાન ન રાખે તો કઈ નહિ પણ પોતાનું તો રાખે,પોતાનું બધું ખરાબ કરે છે, બધાની ચિંતા કરતા કરતા માણસ એકલો બેસીને દુખી થયા કરે છે,એ વાત ઉપર કે કોઈ તેને સમય સર દવા આપતું નથી,ધ્યાન રાખવાવાળું કોઈ નહિ,છોકરાની હાલત તો જો,પત્ની જો તેને સમજાવે છે,તે તો એની સમજમાં આવે છે,પણ માં કઈ કહે, પિતા કઈ કહે તે તેની સમાજમાં નથી આવતું,પછી તેના મનમાં એ આવે છે કે ,ચલ ,હું જે કમાયો હતો,હવે ગમે તેમ તો હું મારો પરલોક તો સુધારી લઉં,ક્યાંક કોઈ દાન કરું,કૈક પુન કરું,કેમકે બહાર તો એ દ્રશ્ય છે,શેઠજી ખુબ મોટા છે,પણ શેથ્જીની હાલત એ છે કે તેમના હાથમાં કઈ નથી,જે તેના છોકરાના હાથમાં છે,હવે તે છોકરા પાસે કૈક માગવા ઈચ્છે છે,છોકરા વચ્ચે વચ્ચે ટોકતા રહે છે,બાપુજી તમારી ટેવ બહુ ખરાબ છે,તમે વિચારતા નથી,દુનિયા કેટલી ખરાબ છે,ક્યા આપવા ઈચ્છો છો,ક્યા આપવાના છો,ત્યાં અમે આપીશું,તમે આનંદ કરો,હવે તે બેઠા બેઠા વિચારે છે,ન હું દાન કરી શકું,નહિ પુણ્ય કરી શકું,ક્યાય જવા લાયક હું નથી,બાળકો જો મારું ધ્યાન રાખી શકતે,માંદગીઓ શરીરમાં આવીને બેસી ગઈ,જેના માટે મેં ગુનો કર્યો,તેને મારું ધ્યાન નથી,ધીરે ધીરે માંદગી વધી રહી છે,શરીર ખરાબ થઇ રહ્યું છે,તે ક્ષન આવી ગઈ,વિચારતા વિચારતા,પોતે પોતાને  ઘડપણની તે ઉચાઇ સુધી લઇ જાઓ,કે આ શરીર કોઈના કામનું નથી,આજે લાગે છે એ બોઝ બની ગયું, અને બોઝ ઉઠાવવો મુશ્કેલ છે,ભગવાનને કહેતા,ભગવાન એવી ઊંઘ મને આપો જે ઊંઘનો કોઈ અંત ન
હોય,તારા આશરામાં સુઈ જાઉં,મને તારા ખોળામાં જગ્યા આપ,અને એકદમ શરીર છૂટી ગયું,શરીર પડ્યું છે,ઘરના માણસો આવી ગયા,હવે દેખાવ કરવા માટે બધા રડી રહ્યા છે,પણ અસલમાં કોઈને કઈ પડી નથી,શરીર ને લઈને ગયા અને ચિતા ઉપર મૂકી દીધું,જે ગલી મહોલ્લામાં શેઠ અક્કડ બનીને ફરતા હતા તે,હવે તે ગલી મહોલ્લાના લોકો અર્થીને લઇ જતી જોઈ રહ્યા છે, મકાન ઉભું છે,પૈસા રૂપિયા પડી રહ્યા છે,ગયે જઈને શરીર ને ચિતા ઉપર મુક્યું,,ચિતાને આગ લગાડવામાં આવી,
થોડીવારમાં જોત જોતામાં બધું રાખ થઇ ગયું,કુટુંબના બધા માણસો પાછા વળી ઘર બાજુ ગયા,અને આત્મા પણ પાછળ પાછળ આવી ગઈ જોવા માટે,પોતાનાં ઘરને જોવું,પોતાના માણસોને જોઉં,મારા વગર તેઓની શું સ્થિતિ હશે,બિચારા કેટલા રડી રહ્યા હશે,આવીને જુએ છે તો બધાની આંખોમાં આંસુ છે,એક ફોટો મુક્યો છે,અને દીવો સળગી રહ્યો છે,પણ થોડીવાર તો આશીર્વાદ આપી રહ્યો છે,થોડીવાર પછી બધા જતા રહ્યા ,રાત થઇ ગઈ,બધા પોત પોતાના ઓરડામાં બેઠા છે,ત્યાં બેઠા બેઠા બધા વાતચીત કરી રહ્યા છે,જુદા જુદા,પતિ પત્ની વાત કરી રહ્યા છે,લાગે છે મોટાના ભાગમાં વધારે આવી જશે,તમે તમારું ધ્યાન રાખજો,ત્યાં જઈને પોતાની વાત ચાલુ રાખજો,અને એવી રીતે લેજો,કે આ મકાન ઘરના ભાગમાં ન જતું રહે,આપણા ભાગમાં આવે,આ ફેક્ટરી આપણા ભાગમાં આવે,હવે બધા અંદર અંદર વાત કરી રહ્યા છે,આત્મા બધા ઓરડાઓમાં જઈ જઈને,જોઇને આવે છે,અને એને એ લાગે છે,જેમનો હું વિચાર કરતો હતો કે મારા માટે,ચિંતા કરશે,તે તો ચિંતા મારી પ્રોપર્ટીના ભાગ કરવાની છે,અને જો રડી રહ્યા છે તો બીજાઓને, બતાવવાને ,પછી એને લાગ્યું ઓછામાં ઓછું મારા સગાવ્હાલા,,મને મળવાવાળા તો મને ખુબ ચાહતા હતા,બહુ જ ગળે મળતા હતા,હાથ મેળવતા હતા,કેટલું ધ્યાન રાખતા હતા,શ્રધાંજલિ સભા રાખવામાં આવી,બે મિનીટ માટે મૌન રાખવામાં આવ્યું,બે મીનીટના મૌનમાં પણ આત્મા જોઈ રહ્યો છે કે,લોકો આંખો ખોલી ખોલીને જોઈ રહ્યા છે,મૌન પૂરું થયું કે નથી થયું,લાંબુ મૌન કરી નાખ્યું,પંડિતજીને પણ ધ્યાન નથી,એક બીજાને ઈશારા કરે છે,તુજ મંત્ર ભણી નાખને,એત લીસ્ટ મૌન તો પુરુ થાય, હવે આત્મા વિચારે છે  કે મારે માટે તો કોઈ બરાબર રીતે મૌન પણ રાખવા તૈયાર નથી,હું કઈ દુનિયા માટે ગાંડો હતો,ન તો મારા બેતાઓ  ધ્યાન રાખે,નહિ વહુઓ ધ્યાન રાખે છે,ન સગાવ્હાલાઓ,હવે સગાવ્હાલા ઉપર ધ્યાન આવે છે,સગાવ્હાલાઓ મળવા માટે આવતા હતા ,તે ઘર સુધી તો બરાબર આવતા હતા,ઘરની અંદર આવતા આવતા,તેમની આંખોમાં આંસુ અને તેના પછી ચા પીવા બેસી જાય,પછી પાછા આંસુ,આ પછી બીજા માણસો આવે તો જેવા ઘરમાં પ્રવેશ કરે,તો થોડીવાર રડવાનું,એના પછી થોડીવારમાં તે પણ ચુપ થઇ જાય,અને જેમ કોઈ ત્રીજી પાર્ટી આવી જાય,તો તેને જોઇને પાછા બધા રડવા માંડે,એની સમજમાં આવ્યું આ બધા તો દાખલાઓ જેવા છે,થોડીવારનું જ ધ્યાન બાકી તો બધા  દુનિયાદારીની વાત કરે છે,આવે આત્મા વિચારે છે કે હે ભગવાન,હું કોને માટે ગાંડો હતો,,બસ ધ્યાન આવે છે તો ખાલી મારી પત્ની ઉપર,આવે છે ,એ એકલી રહી ગઈ,આત્મા વિચારે છે,કે મારી હાજરીમાં તે વિદાય લેત તો સારું થાત,ઓછામાં ઓછી એની માટી ખરાબ ન થતી,પણ તે મને બોલાવી લીધો,પણ હે પ્રભુ આગલી વખતે જયારે તું મને આ દુનિયામાં મોકલે તો અક્કલ આપજે,સજન આપજે,કોઈ સત્સંગ કરાવજે,અથવા કોઈ સદગુરુ આપજે ,કે જેનાથી હું મારા છોકરાઓની ફરજ પૂરી કરું,એમને પાળું પોષું લાયક બનાવું,પણ એટલો મોહમય ન થાઉં,કે એના પાળવાના ચક્કરમાં,પોતાના આત્મા ઉપર પાપોનો બોઝો વધારી દઉ,અને મારી આત્માને ખરાબ કરી નાખું,મને એ સમજાય કે છોકરાઓને જે આપવું હોય તે આપું,પોતાને માટે રાખવું હોય તે રાખું,જેટલું દાન પુણ્ય કરવું હોય એટલું હું કરું,અને મારા શરીરને એના લાયક બનાઉં,કે સેવા કરું પણ મને કોઈની સેવાની જરૂર ન પડે,છેલ્લા શ્વાસ સુધી હું પોતાને ભરોશે ચાલુ,આખરી ક્ષણ સુધી મારું કામ હું જાતે કરું,મને કોઈની જરૂર ન પડે,એટલા માટે એ માનીને ચાલુ કે પોતાનો સબંધ રીવાજ ફક્ત મારું શરીર છે,બધાથી પહેલા મારું શરીર સારું રહે,બીજું રૂપિયા પૈસા એટલા રહે કે હું બરાબર ચાલી શકું,ત્રીજો પથ ધ્યાન રાખવાનો છે,પણ એટલું મોહમય નથી થવાનું,કે પાપ કરીને  પોતાના આત્માને બોઝ વધારી દેવામાં આવે,અને ચોથી વસ્તુ મને ખ્યાલ આવે છે,કે હું એવી રીતે જીવું કે હું મારા માટે સમય કાઢી શકું,પોતાના છોકરાઓ માટે સમય કાઢું,સમાજસેવા માટે સમય કાઢું,દેશ સેવા માટે સમય કાઢું,પણ બધાથી પહેલો પ્રભુ તારા માટે સમય કાઢવાવાળો બનું,નિવેદન કરવું છે,

જહાં લે ચલોગે વહાં મૈ ચલુંગા,
જહાં નાથ રખ લોગે,વહાં મૈ રહુંગા,.....જહાં લે ચલોગે..........
યે જીવન સફલ બીતે, શરણમે તુમ્હારી,
તુમ હી મેરે સર્વસ્વ,તુમ્હી પ્રાણ પ્યારે,
તુમ્હે છોડ ચલના કિસસે કહૂંગા ... જહાં લે ચોગે........./
,જહાં આપ રખ લોગે વહી વહી .........
ન કોઈ બુલાવા,ન કોઈ અરજી,કરલો કરાઈ જો તેરી મરજી,
કહેના ભી હોગા,તુમ્હી મૈ કહૂંગા,,....જહાં લે ચલોગે .....
જહાં નાથ રખ લોગે, વહી મૈ રહુંગા ...........
દયાનાથ દયાની હમેરી અવસ્થા,તેરે હાથમે અબ સારી વ્યવસ્થા
જો ભી કહોંગે ત્તુમ વો હી મૈ કરુંગા ...જહાં લે ચલોગે......

ઉંચી મેડી તે મારા સંતની રે

ઉંચી મેડી તે મારા સંતની રે ..........(ભજન નરસિંહ મહેતા )


ઉંચી મેડી તે મારા સંતની રે,મેં તો માં'લી ન જાણી રામ......હો રામ............
ઉંચી મેડી તે મારા સંતની રે,મેં તો માં'લી ન જાણી રામ......

અમને તેડા શીદ મોકલ્યા,કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી,મેં તો માં'લી ન જાની  રામ......હો રામ.......
ઉંચી મેડી તે મારા સંતની.................

 અડધા પહેર્યા અડધા પાથર્યા,અડધા ઉપર ઓઢાડ્યા રામ,
ચારે છેડે ચાર જણા,તોયે ડગમગ થાયે રામ.......હે રામ........
ઉંચી મેડી તે મારા સંતની .................,

નથી તરાપો,નથી  તુમ્બર,નથી ઉતર્યાનો આરો રામ,
નરસિંહ મહેતાના સ્વામી શામળા,પ્રભુ પાર ઉતારો રામ.... હે રામ.........
 ઉંચી મેડી તે મારા સંતની.................

Thursday, January 14, 2016

નિમંત્રણ અને નિયંત્રણ

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
નિમંત્રણ અને નિયંત્રણ






ભગવાન શ્રી કૃષ્ણના મહાન સંદેશાને આપણે આપણા જીવનમાં ઉતારીએ,કળીયુગના શરુ થવાને બહુજ પહેલા અને દ્વાપરના અંતિમ ચરણોમાં,શ્રી કૃષ્ણને ગીતાનો મહાન સંદેશ આપ્યો,આવવાના સમયમાં સહુથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના એ સ્વરૂપ ઉપર ધ્યાન આપીએ,કે ગમે તેવી ભયાનક સ્થિતિમાં પણ તેમણે તેમનું સમતોલન ગુમાવ્યું નહિ,આ પહેલી શિખામણ ભગવાન શ્રી કૃષ્ણની છે,અને બીજું કે મુસ્કરાવું,હસતો ચહેરો એક ચમત્કારિક ગુણ બનીને તેમના ચહેરા ઉપર ફરતો રહ્યો,સ્માઈલ તેનાથી દુર ન થયું,ત્રીજી વસ્તુ કરવરતા,ઉંમરનો એ ભાગ, જેને યુદ્ધ ભૂમિમાં અર્જુનના સાથી થઈને બેઠા હતા,તે વખતે નાની ઉંમર ન હતી,છતાં એ જોઇયે,પૂર્ણ કરવટ છે,સમતુલિત છે,છતાં શાંત છે,શ્રી કૃષ્ણના આંખમાં આંસુઓ જો દેખાયા હોય તો તે અવસરો પર દેખાયા એક ત્યારે જ્યારે સુદામાનું દુઃખ જોયું, અને એક વર્ણન આવે છે,કે જ્યારે એક યજ્ઞમાં યુધીસ્થીરના યજ્ઞમાં ,એક ઋષિને આમંત્રિત કરવા અર્જુનને મોકલવામાં આવ્યો,અને નિમંત્રણ સાંભળીને ઋષિ રડવા લાગ્યા,આ વર્ણન સાંભળીને શ્રી કૃષ્ણ પણ રડ્યા,તેનો અર્થ એ કે તે ક્યારેય પોતાના દુઃખમાં રડ્યા નથી,બીજાના દુઃખોમાં તેમની આંખમાં આંસુ આવ્યા,અંદર એટલી કોમળતા હોવી જોઇયે કે બીજાનું દુઃખ આપણને આપણું દુઃખ લાગે,અને આપણું દુઃખ તે દુઃખ ન હોય,આ શ્રી કૃષ્ણનો સંદેશ છે,એટલી સવેદન શીલતા કે બીજાઓનું દુઃખ જોઇને આપણું હૃદય ઓગળવા માંડે,
રાજ્શુય યજ્ઞમાં અનેક ઋષિ મુનીયોને આમંત્રણ આપવા શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું કે જાઓ જેટલા આશીર્વાદ પામી શકો એટલા ભેગા કરો,આ બધાની શુભકામના, બધાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય,તમારો યજ્ઞ સફળ થાય,પોતાના યજ્ઞમાં પોતાના સેવા કાર્યમાં હમેશા પ્રયત્ન કર્યા કરો,બધાએ કરવો જોઇયે,વડીલના આશીર્વાદ મળે,ગરીબોની દુઆ મળે,કેટલાયની શુભકામનાઓ આપણને મળે,જ્ઞાની ધ્યાનીના આશિષ નો આપના માથા ઉપર વરસાદ થાય,આપની બુદ્ધિ સુબુદ્ધિ બને,હમારું શુર બની રહે,આપણું મન સમતોલિત રહે, હમારું હૃદય પ્રેમથી ભરેલું રહે,હમારા ઘરમાં એકતા રહે,આપણે કાયમ હસતા આગળ વધતા રહીએ,આ આશીર્વાદ બધાને જોઇયે,શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને મોકલ્યો કે જાઓ દંડક વનમાં રહેતા ઋષિયો અને તપસ્વીયોને આમત્રણ આપો,અને પ્રયત્ન કરો કે તે તમારા રાજ્શુય યજ્ઞમાં પધારે,જેવા અર્જુન ત્યાં ગયા,તો જોયું કે પાંદડાનું  ઘર બનાવીને અને પાંદડાની પથારી બનાવીને એક ઋષિ તપ કરી રહ્યા હતા,,અર્જુને જઈને જેવી તેમની આંખો ઉઘડી,તેમનું આદરપૂર્વક નમન કર્યું,અને કહ્યું મહારાજ યુધીસ્થીર રાજા છે અને રાજસૂય યજ્ઞ કરી રહ્યા છે,અને તમોને આમાંત્રિત કરવામાં આવ્યા છે,તમે પધારો,આ અવસર ઉપર અમે ખુબજ પ્રયત્ન કર્યો છે કે આવનાર અતીથીયોનું સારી રીતે સ્વાગત થાય, અમે આપણું સ્વાગત પણ સારી રીતે કરવા માંગીએ છીએ,સોનાના રથમાં તમને લઇ જવામાં આવશે,અને અમારું આખું સૈન્ય તમારું સ્વાગત કરશે,અને રાજ્યના જેટલા પણ ધનવાન લોકો છે તે તમોને પ્રણામ કરશે,નાગરિકો તમારું અભિનંદન કરશે,જેવું અર્જુને આવું કહેવાનું શરુ કર્યું,જોયું તો ઋષિજીની આંખોમાં આશુ વહેવા માંડ્યા,અર્જુને પાછું કહ્યું મહારાજ જ્યારે તમને વિદાય કરીશું,તો તમને બધી રીતે સોના,રત્નો અને જુદા જુદા ધન ધાન્યોથીતમને આદરપૂર્વક અહી વિદાય આપવામાં આવશે,તો અવસર ઉપર આપ જરૂરથી પધારો,આટલું સાંભળ્યું ત્યાં તે જોર જોરથી રડવા લાગ્યા,તો ઋષિને રડતા જોઇને અર્જુનને થયું કે જો હું કદાચ વધારે બોલીશ તો  ક્યાંક શ્રાપ ન આપી દે,તો અર્જુન પાછો આવતો રહ્યો,અને આવીને જેવું યુધીસ્થીરને બતાવ્યું,કે મેં તેમને આમંત્રણ આપ્યું પણ આમંત્રણ સાંભળીને તે રડવા લાગ્યા,અને એટલું રડ્યા કે મારાથી જોવાયું નહિ અને હું ગભરાઈને પાછો આવતો રહ્યો,એટલું સાંભળતા યુધીસ્થીર પણ રડવા માંડ્યા,યુધીસ્થીરને રડતા જોઈ અર્જુન ગભરાઈ ગયો,કે આજનો દિવસ તો કઈ બહુજ ખરાબ છે,ત્યાં ગયો તો ઋષિ રડી રહ્યા હતા અહી ભાઈ રડી રહ્યા છે,તો જઈને શ્રી કૃષ્ણને બતાવ્યું આવું આવું થયું,અને કહીને વાત પૂરી કરી ત્યાં શ્રી કૃષ્ણની તરફ જોયું, શ્રી,કૃષ્ણ પણ રડવા લાગ્યા,  અર્જુને વિચાર્યું કે મારો ચહેરો જ ખરાબ છે,જઈને અરીસામાં જોઉં કે શું કરું..હું અથવા મારી બુદ્ધિ ખરાબ છે,મારી વાણીમાં કોઈ વાંધો છે,તો પોતાની ખરાબી ઉપર ધ્યાન આપીને અર્જુન દુખી થયો,અને તે પણ રડવા લાગ્યો,અર્જુન જયારે રડવા લાગ્યો,તો શ્રી કૃષ્ણે તેની તરફ જોયું અને જોતાજ જોરથી હસ્યા શ્રી કૃષ્ણને હસતા જોઈ અર્જુને પોતાના આંસુ લુછી નાખ્યા અને ગુસ્સામાં કહ્યું કેમ હસો છો,શ્રી કૃષ્ણ પૂછે છે કે પહેલા એ બતાવો કે તું શા માટે રડતો હતો,બધાના વિષે જાણવા માંગું છું કે બધા કેમ  રડી રહ્યા હતા,કૃષ્ણ કહે છે પહેલા એ બતાવ કે તું કેમ રડ્યો,અર્જુન કહે છે કે હું ઋષિમુનીને મનાવવા ગયો હતો,તો તે મારી વાત સાંભળી રડવા લાગ્યા,મેં ભાઈને બતાવ્યું તો મોટાભાઈ પણ રડવા માંડ્યા,અને પછી તમારી પાસે આવીને બધી વાત કરતો હતો તો તમે પણ રડવા લાગ્યા,તો પછી બધા રડવા લાગ્યા તો હું પણ રડવા માંડ્યો ,હું શું કરતો...એટલે રડતો હતો,જે ઋષિને તું મનાવવા ગયો હતો,તે ઋષિએ  આખી દુનિયાની બધીજ સમૃદ્ધિ છોડીને,માન, સન્માન,વૈભવ, ધન, રાજ સત્તા,બધાનો ત્યાગ કરીને,અને પોતાના ભગવાનના થઈને સમાધિમાં બેઠા હતા,અને જયારે તેમની સમાધિ છૂટી,તો તું તેમને આમંત્રણ આપવા ગયો,તો આમંત્રણ તો બરાબર હતું પણ તે તેમને પ્રભાવીત કરવા રૂપિયા,પૈસા,માંન,સન્માન,એ બધાની લાલચ આપવાનું શરુ કર્યું,અને લાલચ ઉપર લાલચ આપતો ગયો,તો ઋષિ રડવા લાગ્યા,તેમના મનમાં થયું કે મારામાં ક્યાંક ખામી રહી ગઈ હશે,તો માયા મને ફરીથી પોતાના તરફ ખેચવા માંડી છે,અથવા લોકોનો સમાજ હજુ પણ મારામાં દોષ જુએ છે,મારી અંદર કોઈ લાલચ હશે કોઈ ખામી રહી ગઈ હશે,તો તેમના મનમાં વારંવાર,આવ્યું કે હે પ્રભુ હું તો તારો છું,મને રમકડાથી શા માટે મનાવો છો,દેખાડવું હોય તો તમારું રૂપ દેખાડો,મારે દુનિયા નથી જોઈતી,હું તો મારા પ્રાણની તારા પ્રેમના અગ્નિમાં આહુતિ આપીને યજ્ઞ કરી રહ્યો છું,મારે સત્કાર નથી જોઈતો,મારા પ્રભુ મારે તારી કૃપા જોઇયે,એવું વિચારતા વિચારતા તે ભાવવિભોર થતા ગયા,અને તું લાલચ આપતો ગયો,તે રડવા માંડ્યા, રડતા રહ્યા,અર્જુન આ ધરતી પર,આવા તપસ્વી લોકો જ પવિત્ર કરે છે,આ ધરતી આવા લોકોને કારણેજ ટકી રહી છે,જેમને તું આમંત્રણ આપવા ગયો હતો,હવે સમજમાં આવ્યું કે તે કેમ રોતા હતા, પણ ભાઈને શું થયું તેમને તો મેં કઈ કહ્યું પણ નહિ,ખાલી સમાચાર તો આપ્યા,મોટાભાઈ કેમ રડ્યા,બોલ્યા તે રાજા છે,તેમને એમ લાગ્યું કે મારા અનાજને કોઈ ઋષિ લેવા નથી માંગતા,લાગે છે મારા અન્નમાં કોઈ દોષ આવી ગયો છે,અને હું આટલા ધર્મથી ચાલુ છું,
ધર્મ પૂર્વક જીવન જીવું છું,ધર્મની રક્ષા કરું છું,ધર્મને પાળું છું,ધર્મની પૂજા કરું છું,અને જો કોઈ ધર્મની પૂજા કરતુ હોય તો,ધર્મ તેને બચાવવાનું કામ કરે છે,પણ મારાથી કોઈ ભૂલ થઇ છે,જો ઋષિ મારું અન્ન લેવા આવવા નથી માંગતા,મારાથી કોઈ ભૂલ થઇ છે,તો ઉદાસીમાં તેની આંખમાં આંસુ આવી ગયા,અર્જુને કહ્યું એ એટલું બધું ઊંડું વિચારે છે,આવું આવું વિચારે છે એ તો હવે ખબર પડી,પણ એ બતાઓ શ્રી કૃષ્ણ કે તમને શું થયું તે તમે પણ રડવા માંડયા,તો શ્રી કૃષ્ણ કહે છે અર્જુન આવવાના સમયમાં માનવતાનું,મનુષ્યનું,ઇન્શાનીયાતનું એટલું પતન થશે કે આવા લોકો જોવા નહિ મળે,ના આવા રાજા મળવાના કે ના આવા ઋષિમુની મળવાના,તે હાલતને જોઇને અને તે સમજીને મારી આંખમાં આસું આવી ગયા,અર્જુન કહે છે હું તો તમને લોકોને જોઇને રડતો હતો મને તો ખબર જ ન હતી,કે તમે શા માટે રડતા હતા,તો શ્રી કૃષ્ણ ક્યારેય રડ્યા હશે તો બીજાનું દુઃખને જોઇને,સંવેદન શીલતા છે તો એટલી દયા પણ છે,દયાથી હૃદય ભીનું છે,અને તે કારણથી આંખમાં આસું આવી જાય છે,એટલા માટે તે કરુણાનિધિ છે,કરુણાના સાગર છે,શ્રી કૃષ્ણનું એક રૂપ યોગેશ્વરનું રૂપ છે,તે રૂપ છે કે યુદ્ધની ધરતી ઉપરથી પાછા આવતા પણ પોતાના ધ્યાનમાં બેસે છે, અને જયારે ખુબ દબાણનો પ્રસંગ તે સમયે પણ તેમનું કાર્ય જોવા જેવું હોય છે,હસ્તિનાપુરમાં જ્યારે મનાવવા માટે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા હતા,યુદ્ધ ન થાય તો સારું,તે દિવસની દિનચર્યાનું વર્ણન,ગ્રંથમાં લખ્યું છે,શ્રી કૃષ્ણ સવારે ઉઠીને શું કરતા હતા,અને પછી ક્યારે ગયા, શું થયું,તે દિવસે તેમાં એમ પણ કહ્યું કે ઉઠ્યા, સ્નાન વગેરે કર્યા પછી,પોતાના ધ્યાનમાં બેસીને પ્રાર્થના વંદના કર્યા પછી,યજ્ઞ કર્યો,અને યજ્ઞ કર્યા પછી બ્રાહ્મણોને ગૌદાન આપ્યું,પછી વડીલોને પ્રણામ કર્યા,પછી જેને કોઈ રીતનો અભાવ છે તેવા માટે પણ પોઈતાનું ધન,નિયત સમય પર જેમ રોજ કાઢતા હતા,તેવી રીતે દાન આપ્યું,અને પછી તેમણે સવારનો રસ લીધો અને પછી સવારનો નાસ્તો કરી,તેમનો કિનકોણક રથ હસ્તિનાપુર તરફ હાંક્યો,ખેચાણ અને દબાણ વચ્ચે,તેમનો યજ્ઞ,.ધ્યાન,દાન ,પુણ્ય,પણ ચાલી રહ્યા છે,અને અવ હદભડાટનાં સમયમાં  વડીલોને આશીર્વાદ લેવાનું માણસ ભૂલી જાય છે,તે વડીલોના આશીર્વાદ નથી લેતા, આ કૃષ્ણ ચરિત્ર છે,કે કોઈ પણ દબાણ કે કોઈ પણ ખેચાણ નો સમય છે, તમે જરા વિચારો,બધી બાજુના રાજાઓ યુદ્ધની તૈયારિયો કરી રહ્યા હોય,બધી બાજુ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે,કે કોણ કોના પક્ષમાં છે,બંને બાજુ ભાગ દોડ ચાલી રહી છે,,એક છેલ્લો પ્રયત્ન કરવાનો બાકી છે,એકવાર મનાવીને જોઈ લેવાય,શ્રી કૃષ્ણ જાય મનાવીને આવે,સંધિનો પ્રસ્તાવ લઈને જઈ રહ્યા છે,અને આખી દુનિયાની નજર ચોટી ગઈ છે કે જોઇયે આજે શું થાય છે,તે દિવસના દબાણવાળા દિવસે પણ શ્રી કૃષ્ણ એવાજ સમતોલ થઈને જઈ રહ્યા છે,તેવું દાન પુણ્ય, તેવા સુકાર્યો ,તેવુજ રોજના માટેનું ધ્યાન,તેવી જ રીતે યજ્ઞ,હવે હવાન પણ પૂરો કરે છે,આપણે ગોવિન્દને માનવાવાળા લોકો,શ્રી કૃષ્ણને માનવાવાળા લોકો,ગીતાનું સન્માન કરવાવાળા લોકો,કેમકે રામ અને કૃષ્ણ જ અમારી સંસ્કૃતિ છે,હમારી સભ્યતા છે,હમારા ધર્મ,આપણા આંન  બાન ને શાન,હમારો જીવન સંદેશ,હમારી મર્યાદા,હમારા ધર્મ કર્મ બધુજ રામ કૃષ્ણ છે,તો તેમને સામે જોઇને,તેમના ચરિત્રોને જોઇને,આપણે શીખ શીખીએ,એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે આ શબ્દ આપ્યો,કે પોતાના કર્યો કરતા કરતા યોગ યુક્ત થઇ જાવ,શ્રી કૃષ્ણો સંદેશ અને ગીતાનો ઉપદેશ તમારી સામે રાખું,તે પહેલા આ શબ્દ તમને બતાવવા માંગું છું,જેમ ક્યારે પણ મેં કહ્યું હતું કે યોગ શું છે,યોગ નો અર્થ જોડ છે,મેળ છે,મળવાનું છે,સંધી કરવાનું છે,જે વિયોગ આપણો થયો છે,જેનાથી આપણે છુટા પડી ગયા છે,તેનાથી જોડાવવાની જે વિધિ છે તેને યોગ કહે છે,એટલા માટે આપણે જો શબ્દના અર્થને વ્યાકરણની દ્રષ્ટીએ જોવા માંગીએ તો,યોગ શબ્દ, યજુર યોગે,ધાતુથી નિર્મિત થાય છે,વ્યાકારનમાં યુર્જરી એટલેકે પરમાત્માથી આપણી પરમ સત્તાથી,આપણી ચેતનાને, સાંધનાને
જોડવાનું નામ,સમતોલિત બનાવવાનું નામ,શાંત અવસ્થામાં પહોચવાનું   નામ યોગ છે,પતંજલિ કહે છે ચિત્ત વૃતીયોને રોકીને,મનની અંદર જે વિચાર ચાલી રહ્યા છે,તેના પ્રવાહને રોકીને,દુનિયાથી સબંધ હટાવીને,પરમ ચેતના સાથે તમારો સબંધ જયારે જોડાઈ જાય છે,તેનું નામ યોગ છે,અને કહ્યું ચિત્તની જયારે સ્થિરતા થઇ જાય છે,ત્યારે તે યોગ કહેવાઈ છે,ચિત્તની સ્થિરતા ક્યારે થાય છે,આપણું જે ચિત્ત છે,આપણું જે મન છે,તે કાયમ કલ્પનામાં રહેશે કલ્પના હંમેશા ભવિષ્યની હોય છે,કાયમ સ્મૃતિમાં રહેશે,યાદોમાં રહેશે,મનની એ ટેવ છે તે કાયમ યાદોમાં ફર્યા કરે છે,અથવા કલ્પનાઓમાં ફર્યા કરે છે,તે વચ્ચે ક્યારેય નથી રહેતું,તો ચિત્ત તમારું ન યાદમાં રહે,પાછળની વાતો પણ ન વિચારે,અને ન આવવાના સમયની કલ્પના,કોઈ ભય લાગ્યો તો ચિંતા કરશે,કઈ એવું ન થઇ જાય કઈ તેવું ન થઇ જાય,જૂની વાતોને સાંભળીને,નવાનું ચિંતન કરીને,આપણે જે માખણ કાઢ્યા કરીએ છીએ,તે માખણ હોય છે નિરાશા,દરીશું,ભયભીત થઈશું,નિરાશ થઈશું,દીપ્રેસ્સ થઈશું,વલોવતા વલોવતા વલોવતા જે આપણે પરિણામ કાઢીએ છીએ,તે નિરર્થક હશે, દુખી હશે,ચિતિત હશે,અથવા ઈરીતેત થઇ જશો,ક્રોધમાં આવી જશો,તો મન જયારે નવી વાત ન વિચારે,જૂની વાતો ન વિચારે,કલ્પનામાં ન દુબે,અને જે ચાલે છે તે વર્તમાન સમયમાં એક જગ્યાએ શાંત થવા માંડે,અને જયારે શાંત હોય ત્યારે શાંત અવસ્થામાં,પરમાત્માની પવિત્ર કિરણો તેને સ્પર્સ્વા માંડે,તેને ગુદગુદી થાય,તે પોતાનામાં આનંદિત થતો જાય,તે અવસ્થાનું નામ યોગ છે,અને એ યોગને માટે જ ઋષિમુની લોકો આમંત્રણ આપતા રહ્યા,સંસારને એટલા માટે ગુરુ સંદેશ આપે છે,આઓ અને તેને મેળવો,અને યોગને એક ત્રીજો અર્થ વ્યાકરણની રીતે જોતા લાગે છે,યુજીર્સય્માને,પોતાનું સામર્થ્ય અને પોતાના પ્રભાવમાં સંયમિત રહેતા,પોતાનો પ્રભાવ પોતાની શક્તિ,પોતાની પ્રતિભા,તેમાં પોતાને સંભાળીને રહીએ,ઉછ્ળીયે નહિ, મોટો અહંકાર ન આવવા દઈએ,પોતાની સમ અવસ્થામાં પોતાને જોડી રાખે,નિયત્રણ લગાવીને બેસે,જે પોતાના પર નિયંત્રણ કરીને બેઠો છે,શક્તિનું અમુલ્ય બનીને બેઠો છે,આવી સ્થિતિ પણ આસાન નથી,તેનું નામ યોગ કહેવાયું,ગ્રથમાં બીજું પણ કહેવામાં આવ્યું છે,સર્વ ચિંતા પરીત્યાગે,યોગ ઉચ્યતે,બધી ચિંતાઓનો જ્યારે પરિત્યાગ કરે,ચિંતા વગરના થઈને,બેફીકર થઈને,નિર્ભર રહીને,આનંદિત રહીને,ઉત્સાહિત થાય તે યોગનો પ્રભાવ છે,યોગનો અર્થ યોગાસન નથી,યોગનો અર્થ છે કે આપણે આપણી ચેતનાને,આપણી હોશને પરમાત્મા સાથે જોડી રાખીએ,અને પરમાત્મા ની શક્તિઓ જે તમને દરેક સમયે ચાર્જ કરે છે,ઉર્જાવાન કરે છે,તેનાથી જોડાઈ જવું તે યોગ છે,પોતાની જાતને આનાદિત કરવાની સ્થિતિમાં આપણે પહોચ્યા છે,અને તે વખતે શું થાય છે,તેને જાણવું પડશે,જેમ કહેવાય છે ને તમે તમારી ચાહતને જાણવા માંગો છો,તો વ્યાકુળતાથી જાણો,તમે કેટલા વ્યાકુળ છો જેને ચાહો  છો તેનાથી,પ્રેમને વ્યાકુળતામાં જાણો, શ્રધ્ધાને સેવાથી,પ્રેમને ત્યાગથી,જો જાણવાની ઈચ્છા હોય,તોલવાની ઈચ્છા હોય છે આપણી,તો તોલવાનો એક જ રીત છે,શ્રધ્ધા હોય તો સેવાથી જાણીને જુઓ,જેટલી શ્રદ્ધા હશે,એટલી સેવા કરીને બતાવશે,અને જે મુખ્ય શ્ર્ધ્ધાવાળો માણસ છે તે સેવા કરશે પણ બતાવશે નહિ,તે પાછળ રહીને પણ સેવા કરી લેશે,કેમકે તેને લાગશે કે જોવા વાળો મારો પરમાત્મા છે,દુનિયાને શું બતાવવું છે,ચાહત છે તો વ્યાકુળતાથી પરખાઈ જશે,કોઈ કોના માટે કેટલુ વ્યાકુળ છે,જેમ બાળક તેની માં માટે વ્યાકુળ છે,અને માં પોતાના બાળક માટે વ્યાકુળ છે,વેદોમાં લખ્યું છે,વત્સમ જાતમ ઈવાજ્ઞા,અન્યો અન્યમ આવી હરયત,એકબીજાની સાથે પ્રેમ એવી રીતે કરો,અને એવો વ્યવહાર બનાવી રાખો કે જેમ નવજાત વાછરડા સાથે ગાય પ્યાર કરે છે,ગાય ના વાછરડાની આજુબાજુ પણ કોઈ જાય,અને તે માણસ જાય જે ગાયને કાયમ ઘાસ ખવડાવતો હતો,તે તેના વાચર્દાને છોડવા પહોચી જાય તો ગાય તેને પણ મારવા દોડે છે,મારા બચ્ચાને ન અડક,ભલે તું ગમે તેમ કરે,જંગલમાં જોવા મળે છે,ગાયની સામે વાઘ  આવી જાય તો તે પોતાનો જીવ બચાવવા ભાગે છે,પણ જો પોતાના વાચાર્દાનો જન્મ થયો હોય,અને વાઘ આવી જાય તો પોતાના વાચાર્દાને પોતાની બાજુ લઈને પોતાના શિગડાથી વાઘનો સામનો કરવા પણ તૈયાર થઇ જાય છે,કેમકે તે એક માની મમતા છે, એટલા ભયાનક જીવનો સામનો કરવા જો કોઈ તૈયાર હોય અને તે પણ કમજોર,તેનો પ્યાર પોતાની કુરબાની આપવા તૈયાર છે,પણ જ્યાં સુધી જીવતી હશે પોતાના બચ્ચાને આંચ નહિ આવવા દે,વાંદરી  પણ તેના બચ્ચાને ખુબ જ પ્યાર કરે છે,જર્મન લોકોએ પ્રયોગ કરીને જોયું,વાંદરીનું બચ્ચું મરી ગયું,તો વાંદરી સાત દિવસ સુધી તેને છાતીએ લગાડીને ફરતી રહી,લેબોમાં તેનો પ્રયોગ કરીને જોયું,એક પીંજરું બનાવ્યું,તેમાં નીચે લોઢાની ચાદર,તેની ઉપર રેતી અને એની  નીચે આગ સળગાવવાની શરુ કરી,રેતી ગરમ થવા માંડી,તો વાંદરી ક્યારેક આબાજુ તો કયારેક બીજી બાજુ ચીસો પડતી કૂદવા લાગી,અને જયારે તેને જોયું હવે રોકાવું બહુજ મુશ્કેલ છે તો તેના બચ્ચાને નીચે કરીને તેના ઉપર ચઢી ગઈ,તેમણે લખ્યું કે માનીએ છીએ,વાંદરામાં પણ મમતા ખુબ છે,પણ જયારે પોતાના ઉપર મુસીબત આવે તો બીજાને, ત્યાં સુધી કે તેના બચ્ચાને પણ આગળ કરી દીધું,પણ ગાયની વિશેષતા છે કે તેના ઉપર જયારે વઘે હુમલો કર્યો,તો પોતાનું બચ્ચું બચાવી લીધું,પોતે સામનો કરતી લડવા માટે તૈયાર થઇ ગઈ તો એ છે પ્યાર,તેને ઉદાહરણ આપીને સમજાવ્યું કે પ્યાર તમારો આબાજુ હોય,કોઈને તમે ખુબ જ પોતાનું માનો છો,તો વ્યાકુળતા એટલી હોય છે કે,તેના માટે થોડી વધારે કુરબાની આપી શકો,માપવા માંગો છો તો પ્યારને વ્યાકુળતાથી માપજો,પ્રેમને ત્યાગથી,કોઈને ચાહો છો તો તેના માટે થઇ ગઈ રીત,વ્યાકુળતા,અને કોઈને  વધારે પડતો પ્યાર કરો છો તેના માટે તમે શું ત્યાગ કરી શકો છો,તેના ઉપર જશે,અને તમારી શ્રધ્ધા પોતાના ધર્મમાં,પોતાના વડીલો પ્રત્યે,પોતાના ગુરુજનો માટે,કેટલી છે,દેશ માટે ,જ્યાં પણ હોય,તો કેટલા સેવાવાળા તમે છો તેનાથી ખ્યાલ આવશે,અને એમાં પછી બહાનું ન હોવું જોઈએ,એ આજે ચાહતા હતા પણ કઈ કામ આવી ગયું એટલે ન આવી શકાયું,એટલે આ ન થયું,શ્રધ્ધામાં પોતે પોતાને,કેમકે શ્રધ્ધાની અભિવ્યક્તિ સેવા છે,શ્રધ્ધા અભિવ્યક્ત હોય છે,અને તપને પારખવા ચાહો છો,નાપતોલ  કરવા ચાહો છો,સહનશીલતાથી ખ્યાલ આવશે,સહનશીલતા જે છે તે બતાવે છે,કોઈ માણસમાં કેટલી સહનશીલતા છે,કેવા કેવા સંકટના સમયમાં પણ પોતાને સંભાળતો પ્રેમથી ચાલતો ચાલ્યો ગયો,તો એની સહનશીલતા જ તેનું તપ છે,તાપથી ખબર પડે કોઈની સહનશીલતાની,અને સામર્થ્ય અને શક્તિની પરખ છે,શ્રમ,પરિશ્રમ,કેટલી મહેનત કોઈ કરે છે,હું તો જોઉં છું કીડી,કોઈ કહેશે એમાં કેટલી શક્તિ,પણ ખુબ જ મહેનતી છે,તો હું કહું છું,કીડી પણ તાકાતવાળી છે,તેને પણ સાધારણ ન સમજો,કેમકે સતત મહેનત કરે છે,સતત મહેનત કરે છે પોતાના શરીરથી પણ છ ઘણું વજન ઉઠાવીને જાય છે,તમે નાના છો,શરીર નાનું છે, ગરીબ ઘરમાં છો,સાધારણ માણસ છો,એ સાધારણતા શક્તિહીનતા નથી,તમે કેટલા પરિશ્રમી છો,કેટલા કર્તવ્યનિષ્ઠ છો,તે તેનાથી જણાય છે,કે પોતાનું સામર્થ્ય કેટલું,પોતાનું સામર્થ્ય આગળ વધારો,ક્યારેક લોકો જોવામાં તાકાતવાળા લાગે છે,પણ અંદરથી મુશ્કેલીયોનો સામનો નથી કરી શકતા,શક્તિ નથી,શક્તિ તમારા પરિશ્રમથી પરખાય છે,અને કોઈ ઉદારતાને જોવી હોય,ખુલ્લા દિલનો માણસ છે,તો તેના દાનથી તે પરખાય છે,કેટલું કોઈ દાની છે,અને ભક્તિને પારખવી હોય,તો સમર્પણ થી પરખાય છે,
તો કોનું કેટલું સમર્પણ છે,પોતાના ભગવાન માટે તે શું શું ત્યાગ કરીને બરાબર સમય ઉપર ભક્તિ કરવા બેસી શકે છે,તેનાથી ખ્યાલ આવે છે,તેની ભક્તિ કેટલી છે,કેટલા બધા માણસો છે,જોવા માટે મોટા ભગત છે,પણ નિયમ નથી પાળી શકતા,મુસલમાન લોકોમાં એક મોટો ગુણ જોવા મળે છે,નમાજનો જયારે સમય થઇ જાય તો ભલે પછી ટ્રેઈનમાં હોય અથવા ક્યાય અને કોઈ પણ કામ પર હોય,પોતાનું બધું કામ છોડીને,પોતાની નમાજમાં લાગી જાય છે,તો આ સમર્પણ છે,તે ભક્તિમાં પહેલી સીડી મનાઈ છે,જે સફળતા માટે એક મહત્વપૂર્ણ પગલું છે,હું હું એ કહેવાનું પસંદ કરીશ,કે એટલા વફાદાર થાવ ભગવાન માટે જો સમય તમે આપો છો,આપણે ત્યાં તો હિંદુ સમાજમાં કહેવાય છે,કે અખો દિવસ યાદ ન કરો તો બસ એટલું  જ કરો કે જ્યારે દિવસની શરૂઆત કરો ત્યારે આપણા ભગવાન માટે,થોડો વખત આપો,અને સાંજે,તમારું કામ પૂરું કરીને સંધ્યા સમયે ઘેર પહોચી જાઓ,તો થોડીવાર તેની પાઠ-પૂજા કરતા રહો,અને કર્મોને ભગવાન તરફ સમર્પિત કર્યાં કરો,બે કામ બે સમયે સવારે ને સાંજે એને નિયમથી કરતા રહો,એટલામાં તમારો ઉધ્ધાર થઇ જશે,અને બે વખત ન કરી શકો તો એક વખત તો જરૂર કરો,પણ કરવું જોઈએ,એક નિયમ વધારે નિભાવવો જોઈએ,ક્યાંક એકલા બેઠ હો અને કલ્પનાથી દુખી કે સુખી થતા હોય,તો કલ્પનાથી તીર્થમાં પરિભ્રમણ કરીને આવો,બેઠા બેઠા ત્યાંથી અનુભવ કરો કે ગંગા સ્નાન કરવા તમે હરિધ્વાર પહોચી ગયા,તીર્થ કરવા તમે કોઈ સ્થાન ઉપર પહોચી ગયા,તીર્થમાં તમેતમારી જાતને  લઇ જાઓ,વૈષ્ણવ દેવી પહોચી જાવ,ત્ર્યમ્બકેશ્વર પહોચી જાવ,રામેસ્વરમ પહોચી જાવ,ત્યાં બેઠા બેઠા પોતાની કલ્પનાઓ થી પહોચ્યા કરો,અને સ્ટેસન પર જેમ સીધા સીધા તમે જતા હો,પ્રણામ કરતા કરતા,મનમાં તમ્રે વૈષ્ણવ દેવી જવાનું છે,ત્યાજ બેઠા બેઠા, જયારે જવાનું હશે ત્યારે તો જઈશું પણ થોડીવાર,કલ્પના કરીને જાઓ,સીડી ચઢતા ચઢતા વૈષ્ણવ દેવીનાં દરબાર સુધી પહોચી ગયા,અને જઈને પ્રણામ કર્યાં, અને પ્રનામનો પ્રયત્ન કરો,કે જયારે જઈ રહ્યા છો ,ભવનની નજીક પહોચી ગયા,તમારા પૂર્વજો તરફથી પણ પ્રણામ કરો, હું જેનું સંતાન છું અને જેની વંશ પરંપરાથી શરીર ચાલી રહ્યું છે,તે સર્વે પૂર્વજો તરફથી હું પ્રણામ કરું છું,તેમના પ્રણામ સ્વીકાર કરો,પ્રણામ કરો તમારા માતા પિતા તરફથી,તમારા બાળકો તરફથી,અને પ્રણામ તે પરિવારો માટે પણ અર્પિત કરો,કે બધાના પ્રણામ લઈને આવ્યો છું જગદંબા તારા ધ્વાર ઉપર,જે પણ મારા પોતાના છે બધાનું ભલું કરજો,અને પછી પોતાના પ્રણામ અર્પિત કરજો,જે કઈ માંગવું હોય પ્રાર્થના કરવી હોય તે કરો,હકીકતમાં તો દરબારમાં તમે પહોચો પછી વધારે સમય રોકી જ નહિ શકો,ત્યાં તો પ્રાર્થના કરવાનો કે મંત્ર જપ કરવાનો સમયજ નથી મળતો,ખાલી દર્શન કર્યાં પછી જે માંગવું હોય તે જલ્દી માણસ કહે છે અને પછી આગળ વધવાનું કહેવાઈ છે,માણસ વિચારે છે,તો પ્રાર્થના ક્યાં કરીએ,તિરુપતિ તમે ગયા તો જયારે દર્શન કરવાનો સમય આવશે તો ખુલી આંખોએ તમે દર્શન કરી શકશો,કે જે બોલવું હોય,અને જો તમે તમારી માંગ લઈને ગયા હોય,તે કહીને ફરી તમે પાછા ફરશો,એ કહેશો કે ઈચ્છા પૂરી થશે તો ફરીથી દર્શન કરવા આવીશ,પણ માંથી તો તમે જ્યાં બેઠા હોય ત્યાંથી બેઠા બેઠા,તમે વિચારો કે તિરુપતિના દર્શન થઇ રહ્યા છે,તમે ત્યાજ ઉભા છે,અને બીજી કોઈ જનતા છે જ નહિ,તમે જ છો,જે કહેવું હોય તે કહો જે બોલવું હોય તે બોલો,જુઓ કેટલાક લોકો અહી બેઠા ભગવાનમાં મન જોડ્યું છે,અને કેટલાક લોકો અહી બેઠા પણ કારોબારમાં મન લગાવીને બેઠા છે,કોઈનું મન ઘર પરિવાર બાજુ પણ આટા મારે છે,તો તમે જ્યાં બેસો ત્યાંથી ભગવાન સાથે જોડાઈ જાવ,પણ એ કહેવાય છે મન મૈલા ઔર તનકો ધોયે,જઈને થાય છે ,મન મૈલા ઔર તનકો ધોયે,ફૂલોકો ચાહે ઓર કાતોકો બોયે.
આઓ મળીને એક ભજન ગાયે,કાર્યક્રમને એક વિશ્રામની બાજુ લઇ જૈયે છીએ,
કરતો રહું ગુણગાન,મુજે દોઐસા વરદાન,
તેરા નામ હી જપતે જપતે,ઇસ તનસે નીકળે પ્રાન, મૈ કરતા રહું.......
તેરી દયાકી રહેમત કો મૈને,એ દર્શન પાયા,
તેરી સેવામે બાધાએ ડાલ,એ મોહ પાયા,
ફિર ભી અરજ કરતા હું(૨),વો શખે   તુઝે ના ધ્યાન,  મૈ  કરતા રહું ...........
તેરા......ઇસ તનસે.........મૈ  કરતા રહું ..........
રાધા મેરી દર્શન જૈસી દુખ સહ્નેકી શક્તિ હૈ,
વિચલિત નાં હું પથસે કભી ભી,મુઝકો ઐસી શક્તિ દે,
તેરે સેવામે હી બીતે(૨),ઇસ જીવનકી હર શામ- મૈ  કરતા રહું ..........
તેરા.... ઇસ....તનસે...મૈ  કરતા રહું ..........
ક્યાં માલુમ અબ કૌન ઘડી,તેરા બુલાવા આ જાયે,
મેરે મનકી ઈચ્છાએ,મેરે મનમેં હી રહ જાયે,
મેરી ઈચ્છા પૂરી કરના (૨) ઓ મેરે ઘનશ્યામ,મૈ  કરતા રહું ..........
તેરાનામ હી જપતે ......

Sunday, January 10, 2016

ધ્યાન અને પરમાત્મા



સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી

ધ્યાન  અને પરમાત્મા


ચોવીસ કલાકમાં ઓછામાં ઓછો એક કલાક તો આપો જ,અને હું તો જે આ તરફ આવવાનો પ્રયત્ન કરે છે,જે પણ એવું વિચારે છે,આપણે ભક્તિના માર્ગ ઉપર ચાલીયે,દીક્ષા લેવા આવે તો  હું તો પહેલા એ જ
કહું છું,કે ભાઈ ગુરુને કૈક આપવું પડશે,આપવું હોય તો એટલુજ કે એક કલાક ગુરુ માટે કાઢો,અડધો કલાક
ફીજીકલ એક્ષ્સરસાઈજ કરો,તો અડધો કલાક પૂજા પાઠ કરશો,આ એક કલાક જો નિયમથી ગુરુની વાત માનીને,કેમકે એમાં ઓછું કેટલું કરવું,અડધો કલાક તો પોતાને માટે આપીજ શકો છો,બે ચક્કર મારીને આવવાના છે,એટલામાં અડધો કલાક તો થઇ જ જવાનો છે,અડધો કલાક ભગવાનના ભજનમાં બેસી જોઓં,
ત્રેવીસ કલાક હું કહું છું તમે તમારા માટે રાખો,એક જ કલાક ભગવાન માટે તમે રાખો,એટલામાં જ એવું થશે  કે અડધો કલાક સવારમાં ઉઠીને,કસરત કરે અને અડધો કલાક ભગવાનના ભજનમાં બેસી જાઓ,તો એક તો દાક્તરની લાઈનથી માણસનો બચાવ થશે અને બીજું જમ રાજાની લાઈનથી બચાવ થઇ જશે
,બંને લાઈનોમાં નહિ જોડાવું પડે,છતાં પણ આપણે  કાતર લઈને બેઠા છીએ,આપણી જડો કાપી રહ્યા છીએ,
આ લોક બગાડી રહ્યા છીએ અને પરલોક બગાડી રહ્યા છીએ,શરીર ખરાબ છે તો આલોક ખરાબ થઇ જ જશે,પૈસા બની ગયા હોય પણ શરીર ખરાબ હોય તો પછી એનો ફાયદો શું,ચાર્લી ચેપ્લીન,એટલો મોટો હાસ્યનો કલાકાર બન્યો.તો તેની માને મળવા માટે ગયો,માની પાસે આવ્યો અને માને સમજાવવાની
કોશિશ કરવા લાગ્યો કેજો માં  હું આજે ક્યાપહોચી ગયો છું,ધનવાન બની ગયો પણ માંએ તેને જોઇને શું કહ્યું
,બેટા પૈસા તો તું કમાયો છે પણ પૈસાનો આનંદ લેવા તારું શરીર પણ સુકાઈ ગયું છે, કે નહિ,બધા પૈસાનો આનંદ તો તું ત્યારે લઇ શકીશ જ્યારે તારીતબિયત બરાબર કરશે,તે તારી તબિયતના કેવા હાલ બનાવી
 દીધા છે બેટા,આ પૈસાની જરૂર નથી જો તારી તબિયત સારી હોય,તો આ પૈસા થોડા પણ હશે,તો તારી જીંદગીમાંઆનંદ આવશે,એટલા માટે બધું કરવાની સાથે,તું તારી તબિયતનું ધ્યાન રાખ,
  આપ જાણો     કે  દીકરો   ક્યાય જાય,ઘરથી બહાર કમાવવા  માટે તો જયારે પાછો આવશે તો આવતાજ બાપ ખિસ્સું ફફોળશે ,શું કમાય આવ્યો સમય તો ખરાબ નથી કર્યોને,જ્યાં ધંધા માટે ગયો હતો ત્યાંથી
 લાભ લઈને આવ્યો કે નહિ,બાપ તો ખાલી ખોટ કે લાભ માટે પૂછશે, પણ માં બીજું
કશું નહિ પૂછે,બધાથી પહેલા બાપે,ખિસ્સા બાજુ જોયું,અને માએ દીકરા તરફ જોઇને ત્યાં કઈ ખાધું પીધું
હતું કે નહિ,બરાબર આરામ કર્યો હતો,પોતાનું ધ્યાન રાખ્યું હતું,કે નહિ, માને માટે પૈસો મહત્વનો ન હતો,માને માટે બધાથી પહેલા પોતાના દીકરાની તબિયત છે,પણ હું કહેવા એ માગું છું કે,આપણે આપણી જડોને તથા  આપણા માં- બાપના આશીર્વાદને બેકાર કરી રહ્યા છીએ,જડોને કાપી રહ્યા છીએ અને માબાપના આશિષને નકામા કરી રહ્યા છીએ કારણકે ચિંતા અને ભયમાંઉંમરની જડોને કાપી રહ્યા છીએ
,એને મોટી નથી થવા દેતા ખોખલા થઈને જીવી રહ્યા છીએ,થોડાક નિયમો
બનાવીને,જીવન જીવવામાં થોડીક રીતભાતો બદલીને જીવવાના અંદાજ ને સરખો કરી લઈએ,ઓછું હોય તો  ઓછામાં જીવી લઈએ, જયારે ભગવાને થોડું આપ્યું હતું નાના ઘરમાં ખુશ રહેતા હતાને,હવે આટલું બધું છે,પૈસા પણ સારા છે,રહેવાનું ઘર પણ સારું છે, પણ અંદર અંદર ન છોકરાઓ કે પતિ પત્નીમાં
 મેળનો અભાવ છે,પોતાના માટે સમય નથી,ભગવાન માટે સમય નથી,પારકા માટે સમય છે,અને પારકા ઉપર પણ કોઈ ઉપકાર નથી કરી રહ્યા,ઘણા બધાની સ્થિતિ એ હોય છે,જો પુછાય કે બધું બરાબર છે,તો પતિ કઈ નથી કહેતો પણ પત્ની કહે છે દોડધામ તો બહુ છે,પણ કરવાનું કશું નથી,આખો દિવસ ભાગમ ભાગ કરે છે,પણ તેની પાસે કઈ કરવાનું નથી,પણ બહુ બીઝી છે,ભગવાનની બાજુ બીઝી થઇ જાવ તો પછી કામ પણ બરાબર રહેશે અને કામ કરનાર કામને માટે થઈને જીવશે,કામને બરાબર થઇ જશો,નકામું જીવન જીવી રહ્યા છો,તો પછી ભય,રોગ,ચિંતા અને શોક,કોઈપણ વસ્તુ જતી રહે તો એટલો દંભ ન કરો
,વસ્તુ તો જતી રહી પણ સાથે તમારા જીવને પણ બાળી મુકશો,તમારી ઉંમર ખરાબ થઇ જશે,અને હું તો એક વાત કહું છું,હારી જાવ એનું દુખ નથી પણ હાર ન માનો,હારી જવું એ જુદી વાત છે પણ હાર માની લેવી એતો ખુબજ ખોટી વાત છે,જો તમે જુદા પડી જાવ,હારી જાઓ,પાછળ પડી જાઓ,પણ હૃદયમાં એવું વિચારીને ન ચાલો કે હું હારી ગયો છું, હૃદયથી માનો કે હું ફરીથી લડીશ,ફરીથી લડીશ અને જીતીને રહીશ,અને જીતીને બતાવીશ,આપણે જીંદગીમાં પણ હાર માનીને બેસી જઈએ છીએ,હું હારી ગયો છું,હું ભાંગી પડ્યો છું,હવે નહિ.બચાય,મેં ઘણો પ્રયત્ન કરી જોઈ લીધું,બધુજ કરીને જોઈ લીધું,,મારું કશું વળવાનું નથી,અને વધારે મહેનત કઈ થવાનું નથી,આ શબ્દો જે આપણે કહ્યા, તો એ માનવું જોઈએ,માણસ અહી સુધી એ કહી દે, તે ભાંગી પડ્યો,અને ગમે તેવી સ્થિતિ આવે હાર ન માને,માણસ હારી પણ જાય,હારી પણ ગયો હોય,અને હાર ન માને તે સફળ થાય છે,
ફરીથી પ્રયત્ન કરશે,ફરીથી પ્રયત્ન કરશે,આઈસ્તાન ના જીવનમાં આવા બહુ દાખલા રહ્યા,મોટો વૈજ્ઞાનિક થઇ ગયો,તે પોતાના પ્રયોગોમાં કેટલી વાર અસફળ થયો, અને એડીસન તો જીવનનું અજબનું ઉદાહરણ છે,
૬૦૦ પ્રોયોગો કર્યા,જેબલ્બ બનાવી રહ્યો હતો, તે લાઈટ આજે માણસની ઘણી મોટી શક્તિ બની ગઈ છે,વીજળીના ગોળાની જ્યારે તૈયારી કરી રહ્યો હતો,૬૦૦ વાર પોતાના કાર્યમાં હાર્યો,આ કામ થઇપણ શકશે કે નહિ,૬૦૦ વાર અસફળ થયા પછી તેને સફળતા મળી, જોએ માની લેત,૬૦૦ વાર,એક બે વાર ફેઈલ
થઇ જાય તો કેટલાય માણસો,ત્યાના ત્યાં જ રોકાય જાય છે,કેટલાય માણસો છે જે કામ શરુ તો કરે છે,
પણ નિષ્ફળ થતા વચ્ચેજ છોડીને બેસી જાય છે,કેટલાય માણસો ખજાનાની શોધમાં મહેનત કરતા રહે અને જોયું કઈ,થવાનું નથી,છોડીને બેસી ગયા, કેટલાય એવા હોય કુવો ખોદવા માંડે,થોડુક ખોદે ને પાછા બેસી જાય,કોઈક થોડી હિંમત આપે તો બીજી જગ્યાએ થોડું ખોદે ને પાછા બેસી જાય,જીદગીભર જુદી જુદી જગ્યાએ જઈને ખોદ્યું પાણી ન નીકળ્યું અને કહી દીધું અમારા નસીબમાં જ ન હતું,પણ જો એકજ જગ્યાએ જરા હિંમત રાખીને ખોદ્યા કર્યું હોત  તો પાણી
મળી જાત, જે પણ કામ કરો, પૂરી લગન સાથે  કરો,શક્તિની સાથે કરો,જરૂર સફળતા મળશે,હારી જવું તે એક અલગ વાત છે,પણ હાર ન માનશો, લગન પૂરી થાય,અને શક્તિની સાથે કામ કરો,તો મેં તમને કહ્યું ,
પોતાની ઉંમર પોતાના હાથે જાતેજ કાપી રહ્યા  છીએ,એક કલાકનો સમય રોજ નિયમિત તમારા માટે કાઢો ,
અને થોડો પ્રયત્ન કરીને એક કલાક સમાજ    સેવા માટે  રાખો,કઈને કઈ સમાજસેવાનું કામ પણ કરવાનું છે,
એક એક કલાક જોડીને,અઠવાડીયાના  સાતમાં દિવસે  છ કલાક જે જોડાયા તે સાતમાં રજાના દિવસે અડધો
દિવસ સમાજ સેવા માટે,જન કલ્યાણ માટે,આત્મકલ્યાણ માટે હું સમય કાઢી રહ્યો છું,એવું માનીને,
જે આખા અઠવાડિયામાં,ન કરી શક્યો,જોવામાં આવે તો માણસ આઠ કલાક જો તેના બિસ્તર ઉપર જતા હોય
આઠ કલાક તેના રોજી રોટી કમાવવામાં જતા હોય,તો આઠ કલાક બાકી રહ્યા,તેમાં આપણે કહીએ,આવવા જવાના,ખાવા પીવાના,નાવા ધોવાના,એના પણ રોજના ચાર કલાક લગાવીએ,તો પણ ચાર કલાક બાકી રહે છે,આ ચાર કલાકનો જો આપણે જો સારી રીતે ઉપયોગ કરીએ,ખાલી ચાર કલાકની વાત કરી રહ્યો છું,૨૪ કલાકમાંથી ૨૦ કલાક જેવી રીતે બીજાના પસાર થઇ જાય તેમ તમારા થઇ જાય,ચાર કલાકનો સારી રીતે ઉપીયોગ કરવાનો શીખી જાવ,અત્યારે બીઝનેસ મેનેજમેન્ટ,કોર્સ ના કે કેટલા મેનેજમેન્ટ કોર્સ છે,હું કહું છું, કે તમે તમારા વ્યવસ્થા ખાતર થોડોક પ્લાનિંગ કરો કે આ ચાર કલાકનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ,દુનિયાના મોટા મોટા લોકો મોટા બન્યા છે તો કેવી રીતે મોટા બન્યા છે,તેના સમયનો તેમણે કેવો ઉપયોગ કર્યો,
નેપોલિયન ફ્રાન્સનો, એટલો મોટો,પહેલા સેનાપતિ હતો,પછી તેનો ભાગ્યવિધાતા થઇ ગયો, પછી તે ત્યાનો
શાશક બન્યો,તેણે બધુજ કર્યું ,તેણે નિયમ બનાવ્યો હતો,બપોરે જમીને,૧૦ ,૨૦ મિનીટ આરામ કરવાનો
જમ્યા પછી એક નાનું ઝોકું તે લઇ લેતો,દરેકને પોતપોતાના નિયમ હોય છે,કેમકે એવું કહેવાઈ છે માણસને
બે સવાર હોય છે, એમ તો એકજ સવાર હોય છે,જો બપોરે જમીને એક નાનું ઝોકું લઈને પાચ સાત મિનીટ મગજને આરામ આપી,પ્લાનિંગ કરી પછી કામે ચઢો,એકદમ દોડો નહિ,તો નેપોલિયને નિયમ બનાવ્યો હતો ,
દરેક કામ પછી થોડો આરામ જોઈએ,તેને યુદ્ધ બહુ લડવા પડ્યા,અને લડાઈ લડવાના સમયે કેટલા કેટલા
યુદ્ધ લડવા પડ્યા,જીવનનો મોટે ભાગનો સમય તેનો યુધ્ધમાં પસાર થયો,યુદ્ધ પણ એવા નહિ,માનસ બેઠો હોય તેના હેદ્ક્વાર્તાસમાં  અને ફોંજો યુદ્ધ લડી રહી છે,એવું યુદ્ધ કે જેમાં આખી દુનિયાને ખતરો,કેમકે તોપો
ગરજે,ગોળીયો વરસી રહી છે,અને ઘોડા ઉપર બેસીને તે ફોઉજીયોને નિયંત્રિત કરી રહ્યો છે,પોતાની ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરીને આપે છે,આ કામ આમ કરવાનું,તારે આ મોરચામાં આવી રીતે લડવાનું,
અને પાછો પોતાની દેશની સડ્કોનો અને ત્યાના ભવનોનો નકશો બનાવી રહ્યો છે,આવીઆવી સડકો હોવી
જોઈએ,આવી યોજનાઓની સાથે વસ્તીઓ વસાવવામાં આવે,આવી રીતે રહેવું જોઈએ,તો આ માણસને
યુદ્ધ સમયે પણ ખાવાનું ખાવાનો સમય નથી,કેટલી વખત ઘોડાની ઉપર બેઠા બેઠા ખાધું,ઘોડાની પીઠ ઉપર
તેનો સાત મીનીટનો સુવાનો નિયમ પૂરો કર્યો,પીઠપર સુઈને આરામ કરી લીધો,કે નીચે ઉતરીને જ્યાં ત્યાં બિસ્તર પાથરીને સુઈશું ,નહિ, સેનાને પણ ખબર ન પડે એ અંગ રક્ષકો સાથે રાખ્યા અને ઘોડાની પીઠ ઉપરજ સાત મીનીટનું ઝોકું લીધું,પછી આગળ માટે થોડું મગજ તાજું કરીને,કેમકે એ યાદ રાખો કે લોકો
દરેક વખતે પોતાના મગજને વિચારોથી ભર્યે રાખે છે,દરેક વખતે કૈક વિચાર્યા કરે છે,તેનું મગજ જુઠું થઇ જાય છે,તેનું પ્લાનિંગ બહુ સરસ નથી હોતું,જો મગજને ખાલી કરીને થોડો આરામ આપીને,ધ્યાન જેમ આરામ છે,માથાને આરામ આપવાની એકરીત છે,અને આ ધ્યાન સાથે ભક્તિ જોડાઈ જાય,એનાથી પરમાત્મા આપણને તેની સાથેજોડાવાની એક મોટી શક્તિ બની જાય છે,અને નહિતો ધ્યાનને,ખાલી મગજ ખાલી કરીનેવિચારોથી શૂન્ય થઈને ખેચતાણ માંથી મુક્ત થવાનું સાધન બનાવી દો,
જેવી રીતે લોકો શીખવાડી રહ્યા છેખેચ તાણનું ધ્યાન કરો,તો મગજને ખાલી કરવાની રીત શિખી જાવ,
તો તણાવથી મુક્ત થવાશે,ઘણો લાભ છે, તેનાથી પણ જો તે ધ્યાનને ભક્તિ સાથે
જોડી દો તો પરમાત્મા સાથે મેળવવા વાલી ચીજ થઇ જશે, પરમાત્મા
સાથે એવી રીતે જોડી દેશે જે જન્મોથી  આજ સુધી નથી થઇ શક્યું,જો એક વાર આવું થઈ  જશે,એકવારમાં
જ એવી સ્થિતિ મળી જશે,કે જે દરવાજો આજ સુધી બંધ   હતો,જેને જીસસ ક્રાઈશે એવી રીતે કહ્યું ,
ખખડાવો,તમારા માટે ખોલી દેવામાં આવશે,તમે બુમ પાડો તમારી બુમ સાંભળી લેવામાં આવશે,તો સાંભળવા વાલી કોઈ બીજી નહિ એકજ શક્તિ છે,દુનિયાને પરમાત્મા જ સાંભળે છે,પણ સંભળાવવાનો રસ્તો એકજ છે અને તે છે ધ્યાન,ધ્યાનથી આપણે તેના સુધી પહોચીએ
પણ હું એ કહેવા માંગું છું આખો દિવસ વિચારો મગજમાં ભરાયેલા રહે છે,દરેક વખતે કૈક વિચાર્યા કરીએ છીએ,અને વૃધ્ધાવસ્થા સુધી તો હાલત એટલી ખરાબ થઇ જાય છે કે,કરવા માટે કશુજ નથી પણ વિચારવા માટે ખુબ હોય છે,ભગવાન પણ એટલી કૃપા કરે છે,આપણને પાછલા જન્મની યાદ નથી આપતો,અને ત્યાં ને ત્યાં જ ભુલાવી દે છે,પાછળની યાદ થોડી પણ રહે તો માણસની ટીન
એજ શરુ થાય તે પહેલા બધી યાદો ભુંસાઈ જાય છે,કોઈને કેટલુય પાછળનું યાદ હોય,કેટલાક લોકોને યાદ રહી જાય છે,તો ૧૦ કે ૧૧ વર્ષ સુધી વધારેમાં વધારે યાદ રહે છે,આમ તો ૭-૮ સાલ ૫-૭ સાલ સુધી પાછળની યાદ રહે છે,પછી ભૂલાવવાની  શરુ થઇ જાય છે,અને આમ તો ભગવાન શું કરે છે,જેમ કે છ દિવસ થયા,જન્મ લીધા પછી છ દિવસ પછી,છઠ્ઠ હોય છે,છઠ્ઠ પુંજા લોકો કરે છે,છઠ્ઠ પૂજા તે પુંજા નથી જે હું કહી રહ્યો છું,સૂર્ય પુંજા નથી કહેતો,જે છઠ્ઠી મનાવવામાં આવે છે,જન્મ પછી છ દિવસ થઇ જાય,તો છ દિવસ થતા જ ભગવાન બ્રહ્માજી માથા ઉપર લેખ લખવા આવે છે,અને જયારે તે સમયે માથા ઉપર લેખ લખતા,તેની સાથે જોડી દે છે,અને કહી દે છે,તારા નસીબનાં હિસાબ પ્રમાણે દુનિયામાં તું ઘણુબધું મેળવીશ,પણ જીવ જ્યાં સુધી પરમાત્માના ધામથી  જોડાયેલો છે,ત્યાની યાદો જોડાયેલી છે,ત્યાનો આનંદ જોડાયેલો છે,જેમ જેમ તેનેજેમ જેમ તેને દુનિયાનો ખ્યાલ આવતો જશે,પ-છ વર્ષનો થશે,એટલે તેને બધા સવાદની યાદ શરુ થઇ જશે,અત્યાર સુધી પરમાત્માની યાદ હતી,પણ એ પણ એક ધ્યાન રાખો,કે આ યાદ દુનિયાની યાદ, જન્મ થતા થતા પણ સમય થાય છે,જીવનના ૨૫ વર્ષ જે મુકાય છે, તે ખુબજ આનંદની સાથે કપાઈ જાય છે,બાકીનું જીવન ખુબ જ ખેચાણ,અને દબાવનું હોય છે,ઘણું બધું દબાણનો હોય છે,પહેલાનો સમય ખુબ જ આનંદ નો હોય છે,તો ભગવાન જેવું ભાગ્ય લખે છે,માથા ઉપર લેખ લખે છે,તેના પ્રમાણે જે વ્યક્તિને જે મળવાનું છે તે મળવાનું શરુ થઇ જાય છે,અહી આવીને તેને ફેક્ટરી  મળી ગઈ,કામ ધંધો મળી ગયો,રૂપિયા પૈસા પણ મળી ગયા,બધીજ વસ્તુઓ આપણે જાતે જ કમાવવાની હોય છે,તો ભગવાન છતાંપણ શું કરે છે,પાછળની યાદો કોઈ કોઈ વ્યક્તિયોને ,જેનું મૃત્યુ એક્સીદ્ન્તમાં થયું હોય,આગમાં બળી જઈને થયું હોય,પાણીમાં પડીને થયું હોય,ઉપરથી પડીને થયું હોય,કોઈ પણ ભયંકર એક્સીદંત થઇ ગયો અને આવા લાખો કેસોમાં,લાખો કેસ એવા થયા હોય,તેમાં કોઈને પાછળની યાદ રહેતી હોય છે,ફક્ત થોડાને,લાખોમાંથી થોડાને યાદ રહી જાય,અને જે થોડાને યાદ રહે છે,તે થોડા સમય પછી ભુલાઈ જાય છે,તમે વિચારો,જો પાછળની યાદ બધાને રહી જાય તો દુનિયામાં કેટલી મુસીબતો ઉબી થઇ શકે છે,કોઈ માણસ કરોડપતિ હોય,અને પછીનો જન્મ તેને ઝુપડીમાં મળે,તેનો જન્મ કોઈ ગરીબ ગુરબાને ત્યાં થાય,અને જતાજ તેને આગલા જન્મની યાદ આવવા લાગે,જેવું તેને ભાન થાય,યાદ તેને બાકી છે,હવે તેણે બોલવાનું શરુ કર્યું,હું અહી જન્મ્યો હતો,આ મારા માબાપ હતા,તો જન્મ્યો હતો જે કરોડપતિ ઘરમાં,ત્યાં તે કરોડપતિ થઈને રહેતો હતો,તે ત્યાં જઈને ઉભો રહી જશે અને તે જગ્યાને તે પોતાની બતાવવા માંડશે,તે જગ્યામાં બેસી જાય,તો તમે જાણો છો જો આવી આગળની યાદ રહેવા માંડે તો સંપતિના ઝગડા એક જન્મ્નાજ સમ્પેત્વા ભારે હોય ત્યાં આમ જન્મ જન્માંતરના શરુ થઇ જાય,તો આ દુનિયા કચેરી બની જશે અને જીવવાને લાયક નહિ રહે,એટલા માટે ભગવાન પાછળના જન્મની યાદ આપતો નથી,દયા કરે છે,પાછળનું ત્યાં ને ત્યાં જ ભુલાવી દે છે,આગળની નવી વાત,હા ભુલાવ્યા પછી શું કરે છે,માણસને યાદો ભુલાવી દે છે પણ ખાતું ભુલાવતો નથી,પાછળનું ખાતું ભુલાવતો નથી,પાછલા ખાતા ભગવાન ભુલાવતા નથી,એકાઉન્ટ માં ભગવાન બરાબર ઠીક રાખે છે,પાછળનો એકાઉન્ટ સાથે આવી રહ્યો છે,પાછળની યાદો તો ભૂલાઈ જ ગઈ છે,હવે માણસ કહે છે,મને શું ખબર મેં પાછળ શું કર્યું હતું,તમે તો મુનીમ્જીની માફક રેકોર્ડ લઈને બેસી ગયા,અમને સજા કરી રહ્યા છો,હવે અમે કેટલાય વર્ષો સુધી
દુખ ભોગવીશું,જો પાછળની યાદ કરાવવામાં આવે તો જીવવાનું જ મુશ્કેલ થઇ જાય,પણ ભગવાન પાછળની યાદો આપતા નથી,પણ પાછળનો હિસાબ બરાબર મેઇન્તેઇન કરે છે,પાછળ કેટ કેટલા કર્મો એવા હતા જેનું ફળ અત્યાર સુધી તમને મળ્યું નથી,કારણ કે નાનું જીવન હતું,અને એમાં પણ એનો પાછળનો હિસાબ કિતાબ પૂરો કરવાનો હતો,હવે આ જનમનું શરુ થશે,પાછળનો પણ બરાબર કરવાનો છે,તો કોઈ સુખ તો કોઈ દુખ જીવનમાં ચાલ્યા કરે છે,અને માણસ એવી એવી વસ્તુ વિચારે છે,મેં જીવનમાં કોઈ ખરાબ કામ કર્યું નથી,મેં કોઈને હેરાન કર્યાં નથી,છતાંપણ મારી સામે આટલા બધા દુખો આવીને ઉભા થઇ ગયા,કારણકે દુર્ભાગ્ય  આવે છે ત્યારે માણસની પાસે રૂપિયા,પૈસા,માન,સન્માન,સગા સબંધી બધું ખોવાઈ જાય છે,મગજ પણ કામ નથી કરતુ,અને આની કોઈ અવધી હોય છે,અને એમાં જ્યોતિષ શાસ્ત્ર ના  મુજબ કોઈ એવી કાલ ગણના માનવામાં આવે છે,આ સમય ચાલી રહ્યો છે,આ દશા ચાલી રહી છે, અત્યારે તમારો ફલ્ભુક્તી નો સમય છે,તેમાં તમારું માન પણ ખતમ થઇ જશે,ધર્મ પણ ખતમ થઇ જશે,ફળ આપનારી વસ્તુઓ પણ ખતમ થશે,હા સાથે જ્યોતિષશાસ્ત્ર એ બતાવી દે છે કે આટલો સમય પસાર થયા પછી તમારી
દશા સુધરશે,પણ માણસને માટે કહેવાય છે,કે તમારે શું કરવાનું છે,જે ખરાબ સમય છે તે વધારે ખરાબ ન  થાય,અને સમતોલિત થઇ જાય,તો એક તો તમારે કર્મ ન છોડવું,ભક્તિ નહિ છોડવી,સત્કર્મ ન છોડવું,ગુરુના
ચરણોમાં પ્રીતિ લગાવી રાખવી, અને ઈશ્વર ભક્તિ અને ધર્મ કરમ નિત્ય નિયમથી કરતા રહેવું,સહનશક્તિ વધારી લેવી અને ચામડી કરી દેવી જાડી,અને કાન એવા ઊંચું સાંભળે,અને બોલવામાં ગુંઘા થઇ જાવ,અને મજબુત એવા થઇ જાવ કે કહેવાય કે,દુનિયામાં કોઈ પણ જાતની સ્થિતિ હોય,પોતાનો રસ્તો પણ દેખાતો ન હોય,તો પણ ચાલતા રહેવું,ચાલતા
રહેવું,ચાલતા રહેવું,અંધારી ગુફાઓમાંથી પસાર થઇ જશો,અને જેવા કેટલાક વર્ષો વીતશે,સમય સામે સારો આવશે,તો અત્યાર સુધી તમારી સામે જેટલું  દુખ ભારે આવ્યું હતું,તમારા તીર્થનું પુણ્ય,તમારા દાનનું પુણ્ય,
તમારા ગુરુની કૃપાનું પુણ્ય,અને તમારી ઉપર ભગવાનના આશીર્વાદનો પ્રભાવ,આ બધાને જોડીને જેટલો ખરાબ સમય આવ્યો હતો એટલો ખરાબ લાગશે નહિ,પણ હવે જે સારો સમય આવશે તે ચાર ઘણો વધીને આવશે,જેટલું સૌભાગ્ય ભગવાને તમને આપ્યું હતું તેનાથી ચારઘણું સૌભાગ્ય તમને વધારીને આપશે,તમારું પુણ્ય તમને ચારઘણા વધારશે,અને પછી માણસ એટલો આગળ વધે છે કે તે ભૂલી જાય છે કે મારી પાસે
આટલો ખરાબ સમય પણ આવ્યો હતો,પછી કહેવામાં આવ્યું છે,કે જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ વખતે
હિંમત રાખવી,ધીરજની સાથે વિતાવવું,અને સારો સમય આવી જાય તો સારા સમયમાં એટલું આનંદ મગ્ન ન થઇ જવું કે ખરાબ સમયનું ભાન ન રહે,સારા સમયમાં સુખી સમયમાં,દુખની ઘડીયોને જરૂર યાદ રાખવી
જે પાછળ લાગી છે,કેમકે દુખ એ જ કહે છેહું જઈ રહ્યું છું,સુખનો હાથ પકડી રાખજો,મને યાદ રાખજે,મને યાદ રાખશે તો ભગવાન પણ યાદરહેશે,દુખ હંમેશા એજ કહે છે મને યાદ રાખજે,મને યાદ રાખશે તો ભગવાન પણયાદરહેશે,અનેતું મને ભૂલશે તો તને મારી યાદ કરાવવા ફરીથી આવીશ અને ફરીથી ખોટું થશે,અને ફરીથી કોઈને કોઈ રીતે તને ભગવાન મારે યાદ કરાવવાનો છે દુખ જભગવાનની યાદ કરાવડાવે છે,પણ જેને સુખમાં જઈને પણ દુખની યાદ છે,પોતાના પરમાત્માની પણ યાદ છે,તે સમતોલ રહેશે,તેની ઉપર કૃપા થતી રહેશે,તોતે માણસ સાર્થક જીવન જીવી રહ્યો છે,જેશરીરને મેળવીને,મનુષ્યના શરીરને મેળવીને,પોતાના મનને પરમાત્માની સાથે જોડેલું છે,જે ભગવાનને ભૂલી ગયો છે તે જગંઠા માણસ છે તેણે મનુષ્ય દેહ મેળવીને નિરર્થક જીવન જીવીને મોટું સૌભાગ્ય મેળવી ગુમાવી દીધું છે એનાથી મોટું દુર્ભાગ્ય 
બીજું ન હોઈ શકે.

ભજન 

સારે જહાકે માલિક,તેરા હી આશરા હૈ,રાજી હૈ હમ ઉસીમે જિસમેં તેરી રજા હૈ,(૨)
હમ ક્યાં બતાયે તુમકો,સબ કુછ તુમ્હે ખબર હૈ,હર હાલમે હમારી તેરી તરફ  નજર હૈ,
કિસ્મત હૈવો હમારી જો તેરા ફેસલા હૈ,રાજી હૈ હમ ઉસીમે........
સારે જહાકે.........

હાથોકો હમ દુહાકે  આક્રર મિલાયે કૈસે,સજ્લેમે તેરે આક્રર શીરકો ઝુકાયે કૈસે
મજ્બુરીયા હમારી સબ તું હી જાનતા હૈ,રાજી હૈ હમ ઉસીમે.........
રોકર કટે યા હસ કર,કટતી હૈ જીન્દગાની,તું ગમ દયા ખુશીમે,સબ તેરી મહેરબાની,
તેરી ખુશી સમજકર,સબ ગમ ભૂલા દિયા હૈ,રાજીહૈ હમ ઉસીમે..........
સારે જહાકે.........

દુનિયા બનાકે માલિક,જાને કહા છીપા  હૈ,આતા નહિ નજરમે બસ એક હી ગીલા હૈ,
ભેજા હૈ ઇસ જહાં મેં જો તેરા શુક્રિયા હૈ,રાજી હૈ હમ ઉસીમે.......
સારે જહાકે............

Monday, January 4, 2016

૨૦૧૬ ની ખુબ ખુબ શુભકામના

 ૨૦૧૬ ની ખુબ ખુબ શુભકામના મિત્રો
 ૨૦૧૬ આપ તથા આપના કુટુંબી જનો માટે ખુબજ યશસ્વી રહે
મોગરાના ફૂલમાં આપનું હરહંમેશ હાર્દિક સ્વાગત છે,વારંવાર મુલાકાત લેવા બદલ ખુબજ  ધન્યવાદ.-મહેન્દ્ર ભટ્ટ.