Wednesday, September 25, 2013

કભી ફુરસદ હો તો જગદંબે.....(હિન્દી ભજન)


કભી ફુરસદ હો તો જગદંબે,નિર્ધન કે ઘર ભી આ જાના(2)
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
નાં છતર બના શકા સોનેકા,નાં ચુનરી ઘર મેરે તારો જડી,
નાં પેંડે બરફી મેવા હૈ માં,બસ શ્રધા હી નૈન બીછાયે  ખડી
ઇસ શ્રધાકી રખ લો લાજ હે માં,ઇસ અરજીકો નાં ઠુકરા જાના
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
જિસ ઘરકે દીયેમે તેલ નહિ,વહા જ્યોત જલાઉ મૈ  કૈસે,
મેરા ખુદ હી બિછાના ધરતી પર,તેરી ચૌકી સજાઉં મૈ  કૈસે
જહાં મૈ  બૈઠા વહી બૈઠકે માં,બચ્ચોકા દિલ બહેલા જાના,
જો રૂખા સુખા દિયા હંમે,કભી ઉસકા ભોગ લગા જાના કભી ......
તું ભાગ્ય બાનાનેવાલી હૈ માં,મૈ તકદીરકા મારા હું માં,
હે દાતી સમાલો ભિખારીકો,આખિર તેરી આંખોકા તારા હું મૈ,
મૈ  દોષી,તું નિર્દોષ હૈ માં, મેરે દોષોકો તું ભૂલા જાના
કભી ફુરસદ હો તો જગદંબે,નિર્ધન કે ઘર ભી આ જાના
કભી ફુરસદ હો તો જગદંબે।..............

જય માં જગદંબે





Thursday, September 19, 2013

મુશ્કેલી જ્યારે પડે.......

મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું,
સુખમાં હું વિસરું તને,દુઃખમાં હું યાદ કરું,
મુંડી હોય જ્યારે બે પૈસાની,બની જાઉં ત્યારે બહુ અભિમાની,
જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી........
યૌવન જ્યારે અંગમાં છલકે,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી......
સાથે હોય જ્યારે બે સંગાથી,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે એકલડું મરવું પડે,ત્યારે તને યાદ કરું,મુશ્કેલી.......
 
 

જય શ્રી કૃષ્ણ.  

Tuesday, September 3, 2013

ઘટમાં જીવલડો .... રંગ મને...


ઘટમાં જીવલડો .... રંગ મને...
શીરામણી કરી લેજો સહેલી(2)પીરસેલી પડી રહેશે થાળી રે,શીરામણી....
ઘટમાં જીવલડો  જાગ્યો રે,રંગ મને ભક્તિનો લાગ્યો રે....ઘટમાં....
કાયા  વાદળની છાયા રે,કોઈની  અમર નથી રહેવાની
ઘટમાં જીવલડો .... રંગ મને...
માયા બંધનની કાયા  રે,કઠણ છે છોડવી  જીવનથી રે,
ઘટમાં જીવલડો .... રંગ મને....
સગુણો  કહેવામાં સહેલા છે,આચરણ તેનું ઘણું મુશ્કેલ
ઘટમાં  જીવલડો   ...રંગ મને...
દુખી જીવ શોધે ફરી દરવાજો,ખોળિયે દસે દરવાજે તાળા
ઘટમાં જીવલડો   ...રંગ મને....
ચંદનબા રૂડું રૂપાળું નામ,ભભૂકતી જ્વાલા કરે તેનું કામ
ઘટમાં જીવલડો   ...રંગ મને.....
 જય શ્રી કૃષ્ણ
(છેલ્લી કેટલીક પક્તિઓ મેં જોડી છે,અનુકુળ નાં લાગે તો માફ કરશો -મહેન્દ્ર ભટ્ટ.)