Tuesday, May 24, 2016

હવે શું પૂછો છો કે....(.ભજન ભક્ત સત્તારનું)

હવે શું પૂછો છો કે....(.ભજન ભક્ત સત્તારનું) 

હવે શું પૂછો છો કે હું શું કરું છું...
મને જ્યાં ગમે ત્યાં હરું છું  ફરું છું (૨ )
ન જાઉં ન જાઉં હું  કુ-માર્ગે કદાપી,
વિચારી વિચારીને ડગલા ભરું છું ...મને જ્યાં.....હવે શું....
કરે કોઈ લાખો બુરાઈ છતાં હું,(૨)
બુરાઈને બદલે ભલાઈ કરું છું ...મને જ્યાં....હવે શું....
નથી બીક કોઈની મને આ જગતમાં (૨)
ફક્ત એક મારા પ્રભુથી ડરુ છું....મને જ્યાં... હવે શું....
જે સાધુ કવન આ ભક્ત સત્તારનું(૨)
કવિ જ્ઞાનીઓમાં હું તો .ચરણે ધરું છું ...મને જ્યાં
હવે શું પૂછો છો કે હું શું કરું છું...
મને જ્યાં ગમે ત્યાં હરું છું  ફરું છું (૨ )

કહેવાય છે કે ભક્ત સત્તાર પાલીતાણાની બઝારમાં ફરતા ફરતા ગીતો ગાતા હતા અને એક પછી એક ગીતો ગાતા હતા ત્યાં પાલીતાણાનાં  મહારાજાની સવારી નીકળી ભક્તને કચેરીમાં આમંત્રિત કરી મહારાજાએ ભક્ત સતારને બઝારમાં ગાયેલું ગીત ગાવા કહ્યું પણ ભક્તે રાજાની આજ્ઞાને અવગણી કહ્યું કે આ ગીત તો હું મારા આતમને રીઝવવા ગાતા હતો એ અહી ન ગવાય, રાજાએ સોનાં  મહોર અને ચાર ગામ આપવા કહ્યું છતાં ભક્ત અવગણના કરી નીકળી ગયા,જ્યાં જંગલમાં મસ્તીમાં ફરતા હતા અને કોઈ પાગલે કહ્યું તમારા જેવા મુર્ખ કોઈ નહિ,તો ભક્તે કહ્યું કેમ..!?રાજા  ચાર ગામ આપતા હતા અને સોનાંમહોર લઇ લીધી હોત તો આજે દર દર ભટકવું ના પડત ત્યારે
આ ગીતનું સર્જન થયું,ભક્તિની ઉંડાઈમાં લઇ જતું આ ભજન ખરેખર સુંદર છે મને ગમ્યું મેં અહી રજુ કર્યું ,તમે પણ મઝા લેજો,આજે પણ લોક ડાયરામાં ગવાઈ રહ્યું છે લોક ડાયરો એ ગુજરાતનું નઝરાણું છે,
વધુ પડતું હોય તો ક્ષમા પણ એક ગુજરાતી હોવાનું  ગર્વ છે,આપણું ગુજરાત મહાન, આપણો દેશ મહાન '

જય શ્રી કૃષ્ણ
-મહેન્દ્ર ભટ્ટ