Monday, April 30, 2012




શ્રી યમુનાસ્તક

શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા,સિદ્ધી અલોકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું
પુંજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
માં સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા,ત્યાં કાલીન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા,ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા
હરી હેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શુક મોર સારસ હંસ આદી પક્ષીથી સેવાયેલા, ગોપીજનોએ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા
તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોટી તણા ,કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે
નિતંબ રૂપ શ્રી તટ તણું અદભુત દર્શન થાય જો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અનંત ગુણથી શોભતા સ્તુત્ય દેવ બ્રહ્મા શિવ કરે,ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યું ,સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સહુ પુરા કરોજ્યમ ધ્રુવ પરાશરના કર્યાં, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રી કૃષ્ણના ચરણો થાકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયા,સત્સંગ પામ્યા આપનોને સીદ્ધીદાયક થઇ ગયા
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઈ શું કરે, સમ કક્ષામાં આવી શકે સાગર સુતા એકજ ખરે
એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો,વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અદભુત ચારિત્ર્ય છે આપનું વંદન કરું હું પ્રેમથી,યમયાતના આવે નહિ માં આપના પયપાનથી
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના,સ્પર્શે નાં અમને કોઈ ભય છાયા સદાછેઆપની
ગોપીજનોને પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો , વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રીકૃષ્ણને પ્રિય આપ છો મમદેહ સુંદર રાખજો,ભગવતલીલામાં થાય પ્રીતી  સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી  ગંગાજી પુષ્ટિમા વહયા,મમદેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો
વિરહાતિમાં હે માત મારા હૃદયમાં બીરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
હું આપની સ્તુત્ય શું કરું મહાત્મય અપરંપાર છે,શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી અદભુત જલક્રીડા તણા,જળના અણુની પ્રાપ્તિ થયે ગોપીજનોના પ્રેમથી
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજોવંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાસ્તકતણો,નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો
સિદ્ધી સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી,આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા અમારા વલ્લભાદિશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો ,(૨)
જય શ્રી કૃષ્ણ

Thursday, April 26, 2012

શ્રી મધુરાષ્ટકમ


શ્રી મધુરાષ્ટકમ 



અધરં મધુરં વદનં મધુરં
નયનં મધુરં હસિતં મધુરમ |
હૃદયં મધુરં ગમનં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 1 ||
વચનં મધુરં ચરિતં મધુરં
વસનં મધુરં વલિતં મધુરમ |
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 2 ||
વેણુ-ર્મધુરો રેણુ-ર્મધુરઃ
પાણિ-ર્મધુરઃ પાદૌ મધુરૌ |
નૃત્યં મધુરં સખ્યં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 3 ||
ગીતં મધુરં પીતં મધુરં
ભુક્તં મધુરં સુપ્તં મધુરમ |
રૂપં મધુરં તિલકં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 4 ||
કરણં મધુરં તરણં મધુરં
હરણં મધુરં સ્મરણં મધુરમ |
વમિતં મધુરં શમિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 5 ||
ગુઞ્જા મધુરા માલા મધુરા
યમુના મધુરા વીચી મધુરા |
સલિલં મધુરં કમલં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 6 ||
ગોપી મધુરા લીલા મધુરા
યુક્તં મધુરં મુક્તં મધુરમ |
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 7 ||
ગોપા મધુરા ગાવો મધુરા
યષ્ટિ ર્મધુરા સૃષ્ટિ ર્મધુરા |
દલિતં મધુરં ફલિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 8 ||
|| ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં મધુરાષ્ટકં સંપૂર્ણમ ||

જય શ્રી કૃષ્ણ

Friday, April 20, 2012

સંધ્યા ઉપાશના


સંધ્યા ઉપાશના (with the help of untitled document)
-મહેન્દ્ર ભટ્ટ

હિંદુ સમાજ ના સનાતન ધર્મ પ્રમાણે સંધ્યા ઉપાશના માટે સનાતન ધર્મમાં માનનારાઓને વેદિક અધિકાર મુજબ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરી પ્રભુ પ્રાર્થના વિધિ મુજબ કરી તેજ પ્રાપ્ત કરી શકે છે,આ યજ્ઞોપવીત સંસ્કારમાટે બ્રાહમીન તેના આઠમા વર્ષમાં,ક્ષત્રિય તેના અગિયારમાં વર્ષમાં તેમજ વૈશ્ય તેના બારમાં વર્ષમાં હિંદુ શાસ્ત્ર મુજબ યોગ્ય ગણવામાં આવે છે,આ સંસ્કાર ધારણ કર્યા પછી ધારણ
કરનારે સંધ્યા ઉપાશના રોજ નિત્ય કરવી પડે છે નહિ તો તેનું પ્રાપ્ત થયેલું તેજ ગુમાવે છે અને  સંધ્યા ઉપાશના છોડી દેવાનું પાપ લાગે છે,હિંદુ શાસ્ત્ર મુજબ સંધ્યા ઉપાશના ત્રણ સમયે કરવાની હોય છે જે
 
સૂર્યોદયનો સમય,બપોરનો બાર વાગ્યાનો સમય અને સૂર્યાસ્તનો સમય અને આ રીતે ત્રણ સમયે કરવામાં આવતી સંધ્યા ઉપાશનાને ત્રિકાળસંધ્યા કહેવામાં આવે છે, ત્રણ કાલ દરમ્યાન એક ન સમજી શકાય એવું વાતાવરણનું દબાણ ઉત્પન્ન થાય છે જે બ્રહ્મ ઉપાશના માટે ઘણુંજ સાનુકુળ હોય છે,ઉપાશના કરનારે આંતરિક તેમજ બાહ્યિક રીતે પવિત્ર રહેવું પડે છે,
સંધ્યામાં  ઉપાશના,સ્વાધ્યાય,જપ,એકાગ્રતા,શાંતિ,પ્રાણાયામ તેમજ આસન વગેરેનો સમાવેશ થાય છે,સંધ્યા  વિધિ પ્રમાણે કરનારનું તેજ ઉત્તરોતર વધતું જાય છે,અને તે રીતે તે પોતે તેમજ સમાજ માટે પ્રતિભાશાળી બની કલ્યાણ કરે છે,ઉપાસક સંધ્યાની શરુઆતમાં ત્રણ વખત મંત્ર કેશવાય નમ,: નારાયણાય નમ:,માધવાય નમ: બોલી દરેક વખતે પાણીથી આચમન કરે છે,પછી પ્રાણાયામ કરે છે,એક નાશિકાથી એક વખત ગાયત્રી મંત્રનું સ્મરણ કરી શ્વાસ અંદર  લે છે,શ્વાસ રાખી ફરી એક વખત ગાયત્રી મંત્રનું સ્મરણ કરે છે અને શ્વાસ બીજી નાશીકાથી બહાર કાઢી ગાયત્રી મંત્રનું સ્મરણ કરે છે
પછી  પાણી શરીર ઉપર તથા શિર ઉપર છાંટે છે અને પાણીથી  શરીરના બધા અવયવો(કપાળ,આંખ ,કાન ,નાક ,ગળું,ખભા,સ્તન,નાભી,વગેરે) ઉપર સ્પર્શ કરે છે આ રીતે તે  મન તથા શરીરને શુદ્ધ કરે છે

ઉપાશક આ પછી પાણીથી સૂર્ય ભગવાનને પાણીથી ધાર કરી અર્ઘ્ય આપે છે પાણી એ સુવાહક હોવાથી સૂર્યના કિરણો પાણીની ધાર સાથે  શરીરમાં દાખલ થઇ દૈવિક શક્તિ ઉત્તપન્ન કરે છે જેથી આસુરી શક્તિઓ કે જે વાતાવરણમાં સામેલ હોય છે તેનો નાશ થાય છે અને એ રીતે ઉપાશકની સારી શક્તિઓનો વધારો થતા તે પછી પ્રાણાયામ તથા ગાયત્રી મંત્રની આરાધના કરે છે આ આરાધના ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો હોવાથી ૨૪ વખત એકધ્યાનથી જપે છે,જો ઉપાશક એક માળા એટલે કે ૧૦૮ વખત ગાયત્રી મંત્ર જપે તો તેને સંધ્યા ઉપાશનામાં ઘણું ઉત્તમ સમજવામાં આવે છે ,
ગાયત્રી મંત્ર
ઓમ ભૂભર્વ: સ્વ:તત્સવિતુંર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત  

સંધ્યા ઉપાશના એ સંધ્યાનો ત્રીજો પ્રકાર છે જેમાં પ્રભુને ઉપાશક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ,હું ખોટો છું ,જે કરતો હતો તે ખોટું હતું ,હે પ્રભુ હું કમજોર છું,મને સત્યના રસ્તા ઉપર જવાની શક્તિ આપો,દયા કરો ભગવાન,મારી બધી ભૂલોને માફી આપો, આ રીતે સંધ્યા ધ્વારા પ્રાર્થનાનો માર્ગ લઇ સચ્ચાઈનું જીવન જીવવાનો આદેશ મેળવે છે ,વિશ્વાસ,પ્રેમ અને ભક્તિની સાથે સંધ્યા કરવી જરૂરી છે,સારો આહાર લઇ સ્વસ્થ શરીર રાખી પ્રમાદ કરે એવા આહારનો ત્યાગ ઉપાશક માટે ઘણો જરૂરી છે,આમ સંધ્યાનો મહિમા  જીવનમાં ખુબ છે.    

Sunday, April 8, 2012

એક તાર
-મહેન્દ્ર ભટ્ટ

ભક્તે કહ્યું ભગવાનને, અરે હે પરવરદિગાર
આશરો તારી કૃપાનો પ્રભુ, ફક્ત તું જ એક આધાર
સંચાર હતો પત્થરની મૂર્તિમાં,ન હતો ભક્ત તૈયાર
શીશ ઝુકાવી પ્રભુ ચરણે,અર્પ્યા ફૂલ બે-ચાર
નમ, થયેલી આંખો માટે,પ્રભુ કરુણાનો કરનાર
ભક્તે ગોલખમાં પધરાવી બે સિક્કાની ધાર
બે સિક્કાની આડમાં, પ્રભુ કેમનો કરે વિચાર
કહેવું તથાસ્તુ, કે પછી જોવી થોડી વધારે વાર
ભક્તે જ્યાં માથું ઉઠાવ્યું, ત્યાં થયો એક ચમત્કાર
પ્રભુના ધ્વાર ઉપર થઇ ભક્તોની લાંબી હાર
ભક્ત મૂરઝાયો, ગભરાયો, હવે કેમ પડશે ઝોળીમાં ભાર
ત્યાં તો જોડાયો તાર,અને ભક્તનો થયો ઉદ્ધાર
પ્રભુ તો કરુણાનો કરનાર,ન લાગે તેને કોઈ વાર
ભક્તને ફક્ત ભક્તિમાં જોડવો પડે એક તાર.

જય શ્રી કૃષ્ણ