Friday, April 20, 2012

સંધ્યા ઉપાશના


સંધ્યા ઉપાશના (with the help of untitled document)
-મહેન્દ્ર ભટ્ટ

હિંદુ સમાજ ના સનાતન ધર્મ પ્રમાણે સંધ્યા ઉપાશના માટે સનાતન ધર્મમાં માનનારાઓને વેદિક અધિકાર મુજબ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરી પ્રભુ પ્રાર્થના વિધિ મુજબ કરી તેજ પ્રાપ્ત કરી શકે છે,આ યજ્ઞોપવીત સંસ્કારમાટે બ્રાહમીન તેના આઠમા વર્ષમાં,ક્ષત્રિય તેના અગિયારમાં વર્ષમાં તેમજ વૈશ્ય તેના બારમાં વર્ષમાં હિંદુ શાસ્ત્ર મુજબ યોગ્ય ગણવામાં આવે છે,આ સંસ્કાર ધારણ કર્યા પછી ધારણ
કરનારે સંધ્યા ઉપાશના રોજ નિત્ય કરવી પડે છે નહિ તો તેનું પ્રાપ્ત થયેલું તેજ ગુમાવે છે અને  સંધ્યા ઉપાશના છોડી દેવાનું પાપ લાગે છે,હિંદુ શાસ્ત્ર મુજબ સંધ્યા ઉપાશના ત્રણ સમયે કરવાની હોય છે જે
 
સૂર્યોદયનો સમય,બપોરનો બાર વાગ્યાનો સમય અને સૂર્યાસ્તનો સમય અને આ રીતે ત્રણ સમયે કરવામાં આવતી સંધ્યા ઉપાશનાને ત્રિકાળસંધ્યા કહેવામાં આવે છે, ત્રણ કાલ દરમ્યાન એક ન સમજી શકાય એવું વાતાવરણનું દબાણ ઉત્પન્ન થાય છે જે બ્રહ્મ ઉપાશના માટે ઘણુંજ સાનુકુળ હોય છે,ઉપાશના કરનારે આંતરિક તેમજ બાહ્યિક રીતે પવિત્ર રહેવું પડે છે,
સંધ્યામાં  ઉપાશના,સ્વાધ્યાય,જપ,એકાગ્રતા,શાંતિ,પ્રાણાયામ તેમજ આસન વગેરેનો સમાવેશ થાય છે,સંધ્યા  વિધિ પ્રમાણે કરનારનું તેજ ઉત્તરોતર વધતું જાય છે,અને તે રીતે તે પોતે તેમજ સમાજ માટે પ્રતિભાશાળી બની કલ્યાણ કરે છે,ઉપાસક સંધ્યાની શરુઆતમાં ત્રણ વખત મંત્ર કેશવાય નમ,: નારાયણાય નમ:,માધવાય નમ: બોલી દરેક વખતે પાણીથી આચમન કરે છે,પછી પ્રાણાયામ કરે છે,એક નાશિકાથી એક વખત ગાયત્રી મંત્રનું સ્મરણ કરી શ્વાસ અંદર  લે છે,શ્વાસ રાખી ફરી એક વખત ગાયત્રી મંત્રનું સ્મરણ કરે છે અને શ્વાસ બીજી નાશીકાથી બહાર કાઢી ગાયત્રી મંત્રનું સ્મરણ કરે છે
પછી  પાણી શરીર ઉપર તથા શિર ઉપર છાંટે છે અને પાણીથી  શરીરના બધા અવયવો(કપાળ,આંખ ,કાન ,નાક ,ગળું,ખભા,સ્તન,નાભી,વગેરે) ઉપર સ્પર્શ કરે છે આ રીતે તે  મન તથા શરીરને શુદ્ધ કરે છે

ઉપાશક આ પછી પાણીથી સૂર્ય ભગવાનને પાણીથી ધાર કરી અર્ઘ્ય આપે છે પાણી એ સુવાહક હોવાથી સૂર્યના કિરણો પાણીની ધાર સાથે  શરીરમાં દાખલ થઇ દૈવિક શક્તિ ઉત્તપન્ન કરે છે જેથી આસુરી શક્તિઓ કે જે વાતાવરણમાં સામેલ હોય છે તેનો નાશ થાય છે અને એ રીતે ઉપાશકની સારી શક્તિઓનો વધારો થતા તે પછી પ્રાણાયામ તથા ગાયત્રી મંત્રની આરાધના કરે છે આ આરાધના ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો હોવાથી ૨૪ વખત એકધ્યાનથી જપે છે,જો ઉપાશક એક માળા એટલે કે ૧૦૮ વખત ગાયત્રી મંત્ર જપે તો તેને સંધ્યા ઉપાશનામાં ઘણું ઉત્તમ સમજવામાં આવે છે ,
ગાયત્રી મંત્ર
ઓમ ભૂભર્વ: સ્વ:તત્સવિતુંર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત  

સંધ્યા ઉપાશના એ સંધ્યાનો ત્રીજો પ્રકાર છે જેમાં પ્રભુને ઉપાશક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ,હું ખોટો છું ,જે કરતો હતો તે ખોટું હતું ,હે પ્રભુ હું કમજોર છું,મને સત્યના રસ્તા ઉપર જવાની શક્તિ આપો,દયા કરો ભગવાન,મારી બધી ભૂલોને માફી આપો, આ રીતે સંધ્યા ધ્વારા પ્રાર્થનાનો માર્ગ લઇ સચ્ચાઈનું જીવન જીવવાનો આદેશ મેળવે છે ,વિશ્વાસ,પ્રેમ અને ભક્તિની સાથે સંધ્યા કરવી જરૂરી છે,સારો આહાર લઇ સ્વસ્થ શરીર રાખી પ્રમાદ કરે એવા આહારનો ત્યાગ ઉપાશક માટે ઘણો જરૂરી છે,આમ સંધ્યાનો મહિમા  જીવનમાં ખુબ છે.    

No comments:

Post a Comment