Sunday, April 8, 2012

એક તાર
-મહેન્દ્ર ભટ્ટ

ભક્તે કહ્યું ભગવાનને, અરે હે પરવરદિગાર
આશરો તારી કૃપાનો પ્રભુ, ફક્ત તું જ એક આધાર
સંચાર હતો પત્થરની મૂર્તિમાં,ન હતો ભક્ત તૈયાર
શીશ ઝુકાવી પ્રભુ ચરણે,અર્પ્યા ફૂલ બે-ચાર
નમ, થયેલી આંખો માટે,પ્રભુ કરુણાનો કરનાર
ભક્તે ગોલખમાં પધરાવી બે સિક્કાની ધાર
બે સિક્કાની આડમાં, પ્રભુ કેમનો કરે વિચાર
કહેવું તથાસ્તુ, કે પછી જોવી થોડી વધારે વાર
ભક્તે જ્યાં માથું ઉઠાવ્યું, ત્યાં થયો એક ચમત્કાર
પ્રભુના ધ્વાર ઉપર થઇ ભક્તોની લાંબી હાર
ભક્ત મૂરઝાયો, ગભરાયો, હવે કેમ પડશે ઝોળીમાં ભાર
ત્યાં તો જોડાયો તાર,અને ભક્તનો થયો ઉદ્ધાર
પ્રભુ તો કરુણાનો કરનાર,ન લાગે તેને કોઈ વાર
ભક્તને ફક્ત ભક્તિમાં જોડવો પડે એક તાર.

જય શ્રી કૃષ્ણ

No comments:

Post a Comment