Sunday, April 3, 2016

સતના સથવારે

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી

સતના સથવારે



જીવનક્યાંક વસમી વાટે વહેવા માંડે,નિરાશાઓ છુપાતા સુરજની માફક અમને ઘેરવા માંડે,અંધારું વધી રહ્યું હોય, દુઃખથી મન ઘેરાતું હોય,કાળ તેનું ભયંકર રૂપ બતાવતો હોય,તો કાળના પણ કાળ


મહાકાળને યાદ કરજો,ભગવાન શિવજીના શરણમાં જઈએ,અને મહામૃત્જયનો જપ અદભૂત શક્તિ આપે છે,મારી સાથે બોલો ઓમ ત્રયામ્બ્કમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ,ઉર્વારરુક્મેવ વંદનાન,


મૃત્યુર મોક્ષય માં અમૃતાત .ભગવાન શિવને ત્રયંબક કહેવામ આવે છે,ભગવાન માટે આ શબ્દ છે જે કરતા,ધરતા,સંઘરતા છે,જ્યાં માતા,પિતા,ગુરુ ત્રણેયનો પ્રેમ વસ્યો છે,તે કલ્યાણ કરવા વાલા શિવને માટે,યજામહે ,અમે ધ્યાન કરીએ છીએ,કે હે પ્રભુ,તમે કરતા,ધરતા,સંઘરતા બધુજ છો,આપનો એ મમતામય,વાત્સલ્યતા,માની જેમ,પ્રેમ કરવાવાળી શક્તિનું,યજામહે, હું ધ્યાન કરું છું,સુગંધિમપુષ્ટિ વર્ધનમ તમારુ ધ્યાન કરવાથી સુગંધ ખુબજ વધે છે,પુષ્ટિ, ઉન્નતી થાય છે,ઉર્વર રુક્મેવ બંધ્નાન,


અમને પૂરું આયુષ્ય ભોગવીને પાકેલા ફળની માફક જીવનની ડાળીથી અલગ થવાનો અવસર આપજો,મૃત્યુર મોક્ષય,મ્રત્યુ,દુખ,પીડાથી છુટકારો આપશો,માં અમૃતાત,અમૃત જેવી ગોદથી અમને દુર ન કરશો,એટલે કે અમે પૂરું આયુષ્ય ભોગવી દુનિયાથી જુદા પડીએ,પાકીને જઈએ,


મીઠા થઈને જઈએ,ખીલેલું ફૂલ જેમ મુસ્કરાત વેરતું વેરતું જેમ ડાળીથી છુટું થઇ તૂટીને ખરી પડે,આમ જ અમે પૂરું આયુષ્ય ભોગવીને,આ દુનિયાથી પછી મુક્ત થઈએ,તો આ ખુબ સુંદર મંત્ર છે,અને જપ પણ કરતા રહો ખબર નથી તમે ઘરમાં કરશો કે નહિ પણ અત્યારે તો કરી લો, ,


ત્રય્મ્બકમ યજામહે, સુગ્ન્ધીમ પુષ્ટિ વર્ધનમ ઉર્વાર રુક્મેવ વંદનાન, મૃત્યુર મોક્ષય યામાંમૃતા (૩)






અને આ દિવસોમાં આખા દેશમાં,ભારતવર્ષમાં,હરિદ્વારથી ગંગાનું પાણી લઇ ખભા ઉપર કાવડ મુકીને,


યાત્રી,ધર્મ યાત્રી,ભગવાન શિવજીના લિંગ ઉપર ચઢાવવા માટે,પોતાના સ્થાનમાં જાય છે અને ખુબ મોટી સંખ્યામાં હોય છે અને બધાના પિત વસ્ત્રો હોય છે,ગેરિક વસ્ત્રો હોય છે,અને ભગવાન શિવના નારા લગાવીને ચાલે છે,અને ગંગાના પાણીને ક્યાય જમીન ઉપર નથી રાખતા, આખી યાત્રામાં જો તેમને આરામ કરવો હોય તો કાવડને ટાંગીને રાખે છે,જમીન ઉપર નથી મુકતા,કે આ ગંગાનું પાણી


શિવજીને અર્પિત કરેલું છે,અને અભિષેક કરતી વખતે,તમે જાણો છો કે શિવજીના લિંગ ઉપર પાણીની ધારા પાડવામાં આવે છે તે સતત ધારા બને છે, કેમકે ગંગા વહે છે તો સતત વહે છે ભગવાન શિવજીની જટાઓમાં થઈને,હજારો,લાખોવર્ષોથી વહે છે ,રોકાઈ નથી હજુ સુધી રોકાઈ નથી,તેની જળધારા ઓછી નથી થઇ, કહેવાય છે કે ભક્તોને યાદ રાખવાનું છે કે તમારી ભક્તિની ધારા પણ ભગવાનની બાજુ ગંગાની માફક વહેતી રહેવી જોઈએ,તેમાં ઘટાડો ન કરો,અમીર હોય કે ગરીબ હોય, મોટા સ્થાન ઉપર હો કે કદાચ જીવનમાં પાછળ રહી જાવ,પણ ભક્તિમાં પાછળ ન રહેશો,જો ભક્તિમાં પાછળ નહિ રહો તો ભગવાનના દરબારમાં ક્યારેય પાછળ નહિ પડો હંમેશા આગળ ને આગળ હશો,એટલે ભક્તિ સતત કરતા કરતા,પરમાત્માનું નામ જપતા રહેવું જોઈએ, એટલે આવો બધા ભગવાન ના નામનું થોડીવાર ઉચ્ચારણ કરીએ,


ઓમ નામ: શિવાય,ઓમ નામ: શિવાય,(૨)


ઓમ નામ: શિવાય,ઓમ નામ: શિવાય,(૨)


..બધા બે હાથ જોડીને પ્રાથના કરીએ,


હે દયાનિધાન,હે કૃપા નિધન,સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વર અમે તારા ચરણ શરણમાં આવ્યા છીએ,અમે તમારા બાળક બાળકીઓ છીએ,પ્રભુ અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ,તમારી અનંત અનંત કૃપાઓ માટે આભાર માનીએ છીએ,હે દયાળુ દેવ બધાના દુખોને,બધાની તકલીફોને,બધાની મુસીબતોને તમો જાણો છો,દુખી થયેલો કોઈ પણ હોય,તમારી જ શરણોમાં આવે છે,પ્રભુ અનંત નામ તમારા છે, અનંત નામોથી લોકો તમને પુકારે છે,તમે બધાની પોકાર સાંભળો છો,પ્રભુ તમારા દયા ભર્યા હાથોથી અમારા હાથ પકડજો,તમારો પ્રેમ અમારા માધ્યમથી પ્રગટ કરજો,તમારા મહાન કાર્ય અમારા હાથોથી થવા દેશો,તમારુ અનુદાન અને તમારી કૃપા અમારા દ્વારા પ્રગટ કરશો પ્રભુ, અમે અમારા વિસ્તારને બહુજ ઉચાઈ સુધી લઇ જઈ શકીએ,પણ તે વિસ્તાર અમારો નહિ આપના પ્યારનો હો,તમારા કોમલ પ્રેમભર્યા હાથોથી અમને સ્પર્શ કરશો પ્રભુ,અમારા માથા ઉપર તમારો હાથ રાખજો પ્રભુ,અમે ખોવાઈ ન જઈએ,અમે દીન હીન થઈને ન જીવીએ, અમારી હિંમત અમારી શક્તિ હમેશા વધતી રહે,અમારી પ્રસન્નતા ક્યારે ય ઓછી ન થાય


અમારા જીવનમાં શાંતિ પણ હોય,ઉત્સાહ પણ હોય,ઉલ્લાસ પણ હોય અને આ જીવનમાં અમારા બધાજ કામ પાર પડે,સંપન્ન કરી શકીએ એવી તમને વિનંતી છે,પ્રભુ તમારા ચરણોનો પ્યાર આપશો,ભક્તિનો આશીર્વાદ આપશો, એ જ પ્રાર્થના છે પ્રભુ,સ્વીકાર કરજો પ્રભુ,ઓમ શાંતિ,શાંતિ શાંતિ.


એક દ્રષ્ટી જીવન માટે આવશ્યક છે,કે આપણે આપણાજ અભાવોને જોઇને દુઃખી થઈએ છીએ,અમારી પાસે જે નથી તેને માટે અમે વિચારીને દુખી થઈએ છીએ,પણ અમારી પાસે જે ભગવાનનું આપેલું વરદાન છે,તે ઉપલબ્ધીને ધ્યાનમાં રાખીને અમે ખુશ નથી થઇ શકતા એટલે કે અમારી હાલત જેમ કોઈ માણસે પ્રાથના કરી કે મને ૧૦૦ ડોલર મળે પણ તેને ૯૯ ડોલર મળ્યા,તે જે એક ઓછો હતો તે તેના દુઃખમાં ડૂબી ગયો,મને ભગવાને એક ઓછો કેમ આપ્યો,તે જે આનંદ હતો નવ્વાણું ડોલરનો તે એક ડોલરના દુઃખમાં ડૂબી ગયો,આપણને પણ ૯૯ % ખુશીઓ ભગવાને આપી છે તેને યાદ નથી કરતા,એક ઓછો રહી ગયો તેનું દુખ રડ્યા કરીએ છીએ,નવ્વાણું ખુશીયો અમને મળી ગઈ છે,એકજ ઓછી છે,કોઈ એક ખામી રહે છે,સવારમાં બધા લોકો બેઠા હતા ત્યારે હું કહી રહ્યો હતો દુનિયામાં ઘણા બધા લોકો દુખી છે,કોઈ ધન માટે દુખી છે, કોઈ પત્ની થી દુખી છે,કોઈ પત્ની માટે દુખી છે,કોઈ મકાનથી દુખી છે,કોઈ મકાન માટે દુખી છે,કોઈ રાજનીતિમાં પહોચવા માટે દુખી છે,કોઈ રાજનીતિમાં હોવાથી દુખી છે,દુખી બધાજ છે, સુખી થવાનો રસ્તો, અમારી જે દિશા છે ત્યાજ કોઈ ગરબડ છે,ત્યાંથી પોતાને બદલો, દિશા બદલાતા દશા બદલાઈ જશે,અમારી જે ડીરેકસન છે તે થોડી બદલાઈ જાય,આપણે ભગવાન તરફ પીઠ કરીને ઉભા છીએ,આપણે આપણી ખુશી બાજુ પીઠ કરીને ઉભા છીએ,કેટલાક લોકોની તો દુખી રહેવાની ટેવ થઇ જાય છે,જો ખુશી તેના ઘરનું સરનામું માંગે તો તે પાડોશીના ઘરનું સરનામું બતાવી દે છે,તેને અંદાજ જ નથી હોતો,દુખી રહેવાની ટેવ પડી ગઈ છે અને એ ટેવ એટલી વિચિત્ર થઇ જાય છે,કોઈક માણસને દિવાળીના ટાણે,કેમકે ભીખ માગતો હતો ભિખારી હતો,તો તે લક્ષ્મી માતાને દિવાળીમાં પ્રાર્થના કરતો હતો,કે માતા કૃપા કરજો અમારા ઘરમાં અન્ન આપજો, ધન આપજો,સમૃદ્ધિ આપજો, એ એમ પ્રાર્થના કરવા જઈ રહ્યો હતો,તો એકદમ તેણે વિચાર્યું, તેના છોકરાને પ્રાર્થના કરવા કહેવાનું અને કહ્યું બેટા તું ભગવાન માટે પ્રાર્થના કર, તો તેના છોકરાએ માંગ્યું ભગવાન અમને એક સારી કાર અપાવો,તો અમે કારમાં બેસીને ભીખ માંગીશું,એટલેકે માગવાની ભીખ જ છે,ભિખારીપણું જશે નહિ


જે કઈ અમે થઇ ગયા છીએ તેમાંથી બહાર નીકળી નથી શકતા,તો બધાથી પહેલા તો હું એ કહીશ કે સકારાત્મક વિચાર લાવો,પોઝીટીવ થીંકીંગ,અને રેખાઓ માટે જેને આકર્ષણ હોય ત્યાં તો પહેલાજ કહેવામાં આવે છે સકારાત્મક વિચાર લાવો,જે તમે વિચારશો તેજ તમે બની શકશો,કેમકે અમારા વિચારો જ અમારા શબ્દો બને છે,ધ્યાન આપજો અમારા વિચારો જ શબ્દ બને છે,શબ્દોજ ક્રિયાઓ બને છે,ક્રિયાઓ ટેવ બને છે,ટેવો આચરણ બને છે,આચરણ અમારું ભાગ્ય બને છે,પૂરી સીરીજ મેં બતાવી છે,તમે લોકો યાદ રાખશો,બીજી વાર કહું,અમારા વિચારો જે થોટ્સ છે,ધ્યાન રાખજો ,મગજમાં હંમેશા વિચારો આવ્યા કરે છે સારા`અને ખોટા બંને બાજુના,તો જે ખોટા વિચારો છે તેમને અંદર ન આવવા દો,તેને માટે વેલકમ ન લખો,ઘરની બહાર લખ્યું હોય છે,વેલકમ,અને ચોર આવી જાય તો કેમ આવી ગયા,તો તે પણ કહેશે બહાર વેલકમ લખ્યું છે એટલે આવી ગયા,

તો આપણે વેલકમ લખ્યું ન હોય તો પણ ખોટા વિચારો આવી જશે,તો વિચાર શબ્દ બને છે,શબ્દ ક્રિયાઓ બને છે, એકસન,,ક્રિયાઓ, ટેવો બને છે ,ટેવો આચરણ બને છે,આચરણ ભાગ્ય બને છે અને ભાગ્ય અમને સુખી દુખી કરે છે,તો ક્યાંથી શરૂઆત કરીએ,સમતોલ કરવા વિચારો થી જ શરુ કરી શકાય,સત્સંગમાં જાઓ છો ત્યાં બધાથી પહેલા વિચારોની શુદ્ધિ થાય છે,વિચારોને પવિત્ર કરવામાં આવે છે અને જયારે વિચારો પવિત્ર થાય છે ત્યારે સમજો ભાગ્ય પવિત્ર થાય છે અમારૂ જીવન બદલાઈ રહ્યું છે, અમે ઉચા થઇ રહ્યા છે,અને આવો પ્રસંગ જયારે પણ મળે છે,જયારે પણ અમે કોઈ મહાન પુરુષની શરણમાં જઈએ છીએ,તો એ સત્પુરુષનો સંગ કરવા અમે જઈએ છીએ,એક શબ્દ તમે જોયો હશે, આપણે કોઈ પણ શબ્દની સાથે એક શબ્દ જોડી દઈએ,સત,સત્ય,કર્મ કરો કેવી રીતે,સત્કર્મ,આચરણ કરો, કેવું,સદાચરણ કરો,વિચાર રાખો પણ સદવિચાર રાખો,સંગ કરો પણ કેવું,સત્સંગ કરો,સત જોડતા જઈએ છીએ,અમારો પથ કેવો હોવો જોઈએ તો સતપથ હોવો જોઈએ,બધી વસ્તુમાં સત્યને જોડી દઈએ,સત્ય છે ઈશ્વર,ઈશ્વર જોડાઈ જાય તો અમારી બધી વસ્તુ પવિત્ર થઇ જાય છે,સત એ શાશ્વત છે,કાયમ રહે છે,સત્ય જે પવિત્ર છે જે ક્યારેય પૂરું નહિ થાય,તેની સાથે અમારો મેળ થઇ જાય તેનાથી અમે જોડાઈ જઈએ,તો પછી આ જીવન પણ એવું થઇ જાય છે કે તેની યાદો કાયમ રહી જાય છે,કહેવાય છે કે એક માણસ એ છે કે જેને મળવાથી ખુશી મળે છે,તેને સજ્જન કહેવાય છે, સત પુરુષ કહેવાય છે,એક તે છે કે જેને મળવાથી દુખ મળે છે,તેને દુર્જન કહેવામાં આવે છે,સજ્જન મળશે તો હસાવશે,દુર્જન મળશે તો રડાવશે,પણ એ બંને ક્યારેક ક્યારેક રડાવે છે,ક્યારે ,કે જયારે સજ્જન છુટી જાય ત્યારે રડાવે છે અને દુર્જન મળી જાય ત્યારે રડાવે છે,તો એવા ન બનો કે અમે કોઈકને રડાવીએ, પણ હસાવીએ,


પણ કયારેક ક્યારેક દુર્જન પણ હસાવે છે,પણ એકજ વાર હસાવે છે જયારે દુનીયાથી વિદાય લે છે


ઘણું સારું થયું ,બલા ગઈ,મુસીબત ધરતીથી ગઈ,ધરતીનો ભાર ઓછો થયો,તો અમારા ગયા પછી લોકો આવા વિચારો કરે,તો અમારું જીવન સાર્થક નહિ હતું,તો બધાથી પહેલા વિચારો અને વિચારોમાં પણ સકારાત્મક વિચારો,એ જીવનમાં સફળ થવા માટેનો પ્રથમ પડાવ છે,પછી બીજી વાત છે,સુક્રગુજાર થવું,ભગવાન તરફ ધન્યવાદ આપવો,તારી મોટી મહેરબાની છે, તારી ખુબજ કૃપા છે,તે ઘણું બધું આપ્યું,જુનેદ એક મોટા સારા સંત થયા,મિશ્રમાં હતા, ઈજીપ્તમાં હતા,તેમના પગ ઉપર ઈજા થઇ તો પગ પર વહેતા લોહીને જોઈ તેણે આકાશ તરફ હાથ ઉઠાવી ભગવાનને કહ્યું તારો આભાર છે તો બાજુમાં ઉભેલા એક શિષ્યે પૂછ્યું કેમ ભગવાનનો આભાર માન્યો,એટલા માટે કરી રહ્યા છો કે,થોડો પગ ભાગ્યો તો વધારે ભાંગે,,તેણે કહ્યું હું એવા કર્મો કરી ચુક્યો છું જેમાં મારી કમ્મર પણ તૂટી શકી હોત,મારી ભૂલો હું નથી જાણતો કયારે ક્યારે મેં કેવી ભૂલો કરી હતી,તેની સજા મળે તો બહુ જ ભયંકર થઇ શકે છે,મારું કર્મ સામે આવ્યું તો ઈજા બનીને આવ્યું પણ તેની દયા સામે આવી તો એ ઈજા હલકી પડી ગઈ,એટલા માટે હું તેનો ધન્યવાદ કરું છું કે તે થોડી ઈજા આપીને મોટી ઇજામાંથી બચાવ્યો,તારો ધન્યવાદ કરું છું.






છતાં પણ તે મને બચાવી લીધો,તે મને લાયક સમજ્યો કે હું ચાલી શકું,કામ કરી શકું,એટલા માટે હું તારો આભારી છું,જો દુઃખમાં પણ તેનો ધન્યવાદ કરી શકો છો અને ખુશીમાં પણ ધન્યવાદ કરી શકો છો તો જેને ધન્યવાદ કરવાની ટેવ પડી જાય છે તે હંમેશા ખુશખુશાલ રહે છે,અને જેને ફરિયાદ કરવાની ટેવ પડી જાય


તેને ગમે તેટલી ખુશીયો મળે તે ખુશ નથી થઇ શકતો એટલા માટે ધન્યવાદ કરવાનું શીખો,આભાર માનો અને આવો બધા મળીને કહીએ






તેરી મહેરબાનીકા હૈ બોઝ ઇતના,ઇસે મૈ ઉઠાનેકો કાબીલ નહિ હૈ,


મૈ આ તો ગયા હું,અગર જા ન પાઉં તેરે દરપે આનેકે કાબીલ નહિ હું ...તેરી મહેરબાની......


યે માના દાતા હો તુમ ખુદ જહાકે, મગર કૈસે જોગી સજાઉં મૈ આકે,


જો પહેલે ભી આયે વો કુછ કમ નહિ હૈ,ઉસીકો નીભાનેકો કાબીલ નહિ હૈ ...તેરી મહેરબાની.........


તુમ્હીને અદા કી મુઝે જીન્દગાની,તેરી મહિમા ફિર ભી મૈને ન જાની,


કરજદાર તેરી દયાકા હું ઇતના,યે કરજ ચુકાનેકે કાબીલ નહિ હું...તેરી મહેરબાની.........


જમાંનેકી ચાહતપે ખુદકો મીટાયા,તેરા. નામ હરગીજ જૂબાપે ન આયા,


ગુનેગાર હું મૈ,સજાવાદ હું મૈ, તુમ્હે મુહ દિખાનેકે કાબીલ નહિ હું...તેરી મહેરબાની...........


યહા માનતા હું મૈ શિરકો ઝુકા લુ,તેરા ભેદ જી ભરકે પા લુ,


સિવા ઇસ દિલકે ટુકડે કે,યે મેરે દાતા,મૈ કુછ ભી ચઢાનેકો કાબીલ નહિ હું...તેરી મહેરબાની......

ભગવાન મર્યાદા પુરૂસોત્તમ રામ એક એવું સ્વરૂપ છે,જે ભારતનાપ્રત્યેક રહેવાસીના હૃદયમાં વસ્યા છે,લોક એકબીજાને પ્રણામ કરે તો પણ રામ રામ કહે છે,અને એકવાર નહિ બે વાર રામરામ કહે છે,બે વાર રામરામ કહેવાનો અર્થ તારામાં બેઠેલો રામ અને મારામાં બેઠેલો રામ એકજ છે,રામ રામજી તો તે પણ કહે છે રામ રામજી,મતલબ તારા અંદર બેઠેલો રામ અને મારામાં બેઠેલો રામ એકજ છે આપણે બંને એકજ રામના સંતાન છીએ,એટલે એકજ છીએ આપણામાં બેઠેલા ભગવાનને પ્રણામ કરી રહ્યા છીએ,એ ભારતની પરંપરા છે,જ્યાં જીવનની શરૂઆતથી જીવનના અંત સુધી રામ જોડાયેલા છે,જ્યાં ઘરમા આનંદનું વાતાવરણ હોય તો લોકો કહે છે, ઘર નથી રામાયણ છે, જ્યાં ભાઈયોના પ્રેમની વાત આવે છે તો ભરત અને રામના પ્રેમની વાત કહેવાય છે,પતિ પત્નીના પ્રેમની વાત કહેવામાં આવે છે તો સીતા અને રામના પ્રેમની વાત કહેવામાં આવે છે,જ્યાં પિતા અને પુત્રના પ્રેમની વાત કહેવામાં આવે છે તો રામનો પોતાના પિતા પત્યેનો પ્રેમ,અને પિતાનો પોતાના રામ પ્રતિ પ્રેમ, કે રામ જતા રહ્યા તો દશરથ પણ ન રહ્યા,,ધર્મ તરફનો પ્રેમ કેવો હોવો જોઈએ તો તેનો પણ દાખલો રામ પાસેથી મળે છે,અને વચન આપ્યા પછી તેને પછી નિભાવી લેવાની વાત ક્યારેક એ સંદેશો મળે છે,તો રામજી પાસેથી મળે છે,અને દુશ્મન સાથે આદર અને મર્યાદા કેવી રીતે રાખવી જોઈએ,એનો નમુનો જોવો હોય તો તે પણ રામજી પાસેથી મળે છે,એ રામજી માટે હનુમાનજીએ સીતાજીને પૂછ્યું રામજીના વિષે બતાઓ કે તેઓ કોણ છે કેવા છે,તો રામજીને આપણે લોકો બહુજ માનીએ છે,મંદિરમાં અમે બેઠા છીએ તે રામજીનું મંદિર જ છે,એટલે એવી ઈચ્છા થઇ,આપણે ચર્ચા,એમ તો અહી બધા રૂપ છે,ભગવાનના બધાજ સ્વરૂપ છે,ભગવાન શિવજી,ગણપતિ, દુર્ગા માતા,કાર્તિકેય, નવ ગ્રહ,નો પૂરો દરબાર અહી સજેલો છે,બહુજ સુંદર સ્થાન છે પણ હું તમને એ કહેવાનું ઈચ્છીશ,કે રામ નામ જપવું એ એક જુદીજ વસ્તુ છે,તેની સાથે એક બીજી પણ વસ્તુ છે,કે તે રૂપ જોઇને કૈક શિક્ષા મેળવવી, જીવનમાં મેળવવી, રામજી શું છે કેવા છે સીતાજી હનુમાનજીને બતાવે છે,કે મારા રામમાં શું છે, તેમનું વ્યક્તિત્વ શું છે,તેમનું સ્વરૂપ શું છે,તો હું ઈચ્છું છું કે તે શબ્દો તમે અને હું ભેગા થઈને ઉચ્ચારીયે,સીતાજી કહી રહ્યા છે તો તમે પણ મારી સાથે બોલશો,

ઉત્સાહા,પૌરુસમ,સતવં,આંદ્રીય, સ્વ્સ્યમ,કૃતજ્ઞતા,વિક્ર્માંસ્ય,પ્રભાવાસ્ચ્ય,સંતી,,વાનર,રાઘવે,


સીતાજી કહે છે કે મારા રામ કેવા છે હનુમાન,તે ઉત્સાહ છે,જેવી રીતે કોઈ ઝરણું વહે છે ને,જેમ કોઈ ફુવારો,જેમ કોઈ પત્થરોને ચીરીને પાણી પર્વત ઉપરથી નીચે પડે અને કાયમ વહેતું રહે ,વહેતું રહે,વચ્ચે કેટલીય રુકાવટ આવે બધાને પસાર કરીને વહેતું રહે,ઉભરાતું ઝરણું જેમ હોય છે, દિવસમાં જુઓ,રાત્રે જુઓ,લગાતાર ઉત્સાહ,એવો ઉત્સાહ મારા રામનું રૂપ છે,તે હંમેશા તાજા છે,ક્યારેય થાકેલા નહિ જુઓ,કર્તવ્ય માટે ભલે ગમે તેટલી જવાબદારીઓ મળે,થાકેલા નથી લાગતા,એ રામજીનું રૂપ છે,તો યાદ કરો એ રૂપને,હંમેશા તાજા બનીને રહો,તેજ સુરજ રોજ આવે છે પણ તાજો થઈને આવે છે,તેજ ફૂલો રોજ ખીલે છે પણ તાજા થઈને ખીલે છે,તે ચંદ્ર રોજ તેની ચાંદની લઈને આવે છે,પણ જયારે આવે છે નવી તાજગી લઈને આવે છે,તેજ સવાર રોજ પડે છે, પણ દરેક સવારમાં તાજગી હોય છે,હવાઓમાં તેજ જીવન આપવા વાળું તત્વ છે,એક માણસ છે કે જેનામાં વાસીપણું આવ્યા પછી તેની તાજગી ઓછી થાય છે,અને એનામાં તો આવે છે પણ તેના સબંધોમાં જુનાપણું થતા વાસીપણું આવી જાય છે તાજગી નથી રહેતી,ઉબ આવી જાય છે,સીતાજી કહે છે મારા રામ, તે રૂપ છે કે તે સતત તાજું જ હોય છે,હંમેશા ઉત્સાહિત,ઉત્સાહ ક્યારેય ઢીલો નથી પડતો,તો હું એ કહીશ રામને આપણે માનીએ છીએ તો,હંમેશા તાજા બની રહો, હંમેશા ઉત્સાહિત બની રહો,પોતે ઉત્સાહમાં રહો અને બીજાઓમાં ઉત્સાહ ભરી દો,ન પોતે આળસમાં રહો અને ન બીજાઓને આળસુ બનવા દો, કોઈકે એ કહ્યું છે,આળસુ માણસ તમને એ કહે,કે હુ તમારું તે કરી નાખીશ તમારું બધું બગાડી નાખીશ ,તો તેનાથી ડરવાની કઈ જરૂર નથી,તે કઈ કરવાનો નથી,નશામાં નીચે પડેલો આળસુ જે જીવન ખરાબ કરી રહ્યો છે,કોઈ શરાબી જમીન ઉપર નીચે પડ્યો છે,ગામના લોકો તમારી ખેર નથી, બધું ઉઝાડી નાખીશ,તબાહ કરી નાખીશ, બરબાદ કરી નાખીશ,તો કોઈએ કહ્યું ઉભા થઈને કહો શું કરશો,હવે એનાથી ઉભા ન થવાય એટલે કહે બધું અહી પડ્યા પડ્યા કરી નાખીશ,અહીજ બધું સાફ કરી નાખીશ,અને જેનામાં ખાલી આળસ છે અને કલ્પનાઓ છે તે કઈ જ કરી નથી શકતો,જે કરમાત છે, ઉત્સાહથી ભરેલો છે તેનાથી ડરો, તે બોલશે નહિ તો પણ ઘણું બધું કરી નાખશે,અને નસીબ કેવું પણ કમનસીબ બનીને બેઠું હશે,પણ જે હાથ પગ મારતો રહેશે ,કઈ ને કઈ કરતો રહેશે,જરૂર પોતાનું કામ કરી લેશે,કમનસીબીનો પર્વત કેટલો પણ મજબુત હશે,કેટલુય ભયભીત હશે પણ કાયમ કર્મ કરતો રહેશે ,નાની નાની કીડીયો કેટલું બધું કામ કરે છે,તેના શરીરની ક્ષમતા છે તેનાથી છ ઘણું વજન ઉચકીને તે દોડે છે, અદભૂત ક્ષમતા પ્રભુએ આપી છે.હમણાં એક રીપોર્ટ વાચતો હતો તો પશુ ઉપર,પક્ષી પર ,જીવ જંતુ પર રીસર્ચ કરવામાં આવી રહી છે, ભમરાની ઉપર શોધ કરી અને કહ્યું આની પાંખો બહુ નાની છે અને વજન ખુબ વધારે છે,તો એણે લખ્યું કે ઉડાણના નિયમ પ્રમાણે,જેવું વજન છે તે અનુસાર તેની પાંખો લાંબી હોવી જોઈએ,અને તેણે તેના પુરા વિજ્ઞાનના નિયમો બતાવીને લખ્યું કે ભમરો ઉડી જ ન શકે,પણ છતાં તેણે કહ્યું કે વિજ્ઞાનના નિયમોને છોડીને ભમરો ઉડે છે,કેમ ઉડે છે તે એક હેરાન કરવાવાળી વાત છે,તેને નિયમો ખબર પણ નથી,તે નિયમ જાણતો પણ નથી, બિચારો તો પણ ઉડી રહ્યો છે, વિજ્ઞાન ફેઈલ,કેમકે કુદરતે જે તેનામાં શક્તિ ભરી છે તેનો તે લગાતાર ઉપયોગ કરી રહ્યો છે,અને અમારી પાસે શક્તિઓ આપી છે છતાંપણ તેનો પ્રયોગ કર્યા વગર નસીબના રોદણાં રડી હાથ ફેલાવીએ છીએ,


કે અમારા નસીબમાં શું લખ્યું છે,અને પંડિતો ડરાવીને પોતાનું કામ તો ચલાવે જ છે,પણ તમારી હિંમત તોડી રહ્યા છે,હું તમને કહેવા ચાહું છું, કે હાથ બતાવવો જ હોય, કાર્યક્ષેત્રમાં બતાવો,કોઈની સામે હાથ બતાવી બતાવીને તમે પોતાને કમજોર કરો છો,હા, જ્યોતિષ વિજ્ઞાન છે,પણ એ વિજ્ઞાનનો દુરુપયોગ બહુ જ થાય છે,એ વિજ્ઞાનનો જો બરાબર ઉપયોગ કરવામાં આવે,તો આપણને એ ખબર હોય છે ,નિરાશ થવાની જરૂર નથી,આટલો થોડો સમય જે દબાણવાળો છે,એમાં આપણે થોડી પાઠ પુંજા કોઈ વિધિ કરીને પોતાનું મનોબળ મજબુત બનાંવી રાખવાનું છે


પણ કહેવાય છે કે જેટલી જ્યોતિષની મદદ લઈએ તેનાથી વધારે ગુરુકૃપા અને પુણ્યોને વધારવાનું કામ કરીએ, તેનાથી માર્ગ મળે છે,જે ગુરુ સાથે એક વખત જોડાઓ પૂરું મન લગાવીને તેની કૃપાની સાથે આગળ જઈએ,અને એ ધ્યાન રાખો,વગર ગુરુ, મંત્ર ફળતો નથી અને ત્યાં સુધી લખ્યું છે કે,દાન,સેવા અને જે પણ આપણે મંદિર,તીર્થ કરીએ છીએ,તો ગુરુના બતાવેલા નિયમો,મંત્ર વિધિ વિધાન અનુસાર કરવાથી તે સો ઘણો લાભ આપશે,નહિ તો તેનો લાભ પણ પૂરો મળતો નથી,બરાબર વિધિ,બરાબર વ્યવસ્થા,કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ અપનાવવાની છે, અને કેવી રીતે જવાનું છે,તોલવાનો કાટો હાથમાં રાખો છો,મસાલા ,મીઠું , શાકમાં નાખો છો તો સ્વાદિષ્ટ બને છે,અને જો પ્રમાણ આઘું પાછું થઇ જાય,તો સ્વાદ બગડી જાય છે,એવી રીતે ગુરુની દેખરેખમાં રહીને ગુરુના માધ્યમથી તમે તેના આપેલા મંત્ર પ્રમાણે, જયારે કોઈ કાર્ય કરો છો તો તે તમને લાભ આપે છે,તો તમે તમારી જાતને ડરાવો નહિ,અને કમજોર ન કરો,કાર્ય શીલ રહો ઉત્સાહથી ભરેલા રહો,તેનાથી તમને સફળતા મળશે,એકજ કેસેટમાં બે જાતની વસ્તુઓ હોય છે,

એક તરફ ખુશીના ગીતો ભર્યા હોય છે બીજી બાજુ શોકના,તો આપણે પ્રયત્ન કરવાનો છે,શોક્વાળા ગીતો આપણે નથી સંભળાવવાના,ખુશીવાળા સંભળાવવાના છે,આ જીવનને ખુશીના ગીતો સંભળાવવાના છે,આ જીવનમાં ખુશીનું સંગીત ભરવાનું છે,જે વસ્તુથી સંગીત ઉત્સાહવાળું થતું હોય તે ચીજોને ઉત્ત્પન્ન કરો,અને જેનાથી ઉદાસી આવતી હોય,તેવા લોકોની સાથે પણ ન બેસો,એવી વાતો પણ ન સાંભળો ,નહિ તો તમે પણ ધીરે ધીરે એવા થતા જશો,એવા લોકો સારી વાતો નહિ શોધે તમે જે કહેતા હશો તેમાંથી પણ ખોટી વાતો શોધશે,કોઈ માણસે જાહેરખબર લખી હતી,કે અહી વગર બતાવે દારૂ છોડાવવામાં આવે છે,તો કોઈકે બોર્ડ વાચ્યું કે દારૂ છોડાવવામાં આવે છે, તો તે ગયો અને જઈને કહ્યું ભાઈસાહેબ તમે શરાબ છોડાવો છો,તો બોલ્યો જરૂર છોડાવીએ છીએ,પાકી છોડાવી દો છો,તો કહે કે છોડાવીએ છીએ,તો પેલાએ કહ્યું મારી છોડાવી દોને,હરિયાણા પોલીસે ૨૫ પેટી પકડી રાખી છે,તો કહ્યું કે એ તો તે પોલીસના કબજામાં છે તો તમે જ છોડાવી શકો, તે નશાબંધી વાળો કાર્યક્રમ લઈને તો બેઠો ન હતો,તેનો પ્રયત્ન એવો હતો કે પેટી ત્યાંથી છૂટે,પછી પીવે અને પીવડાવે,અમે પણ અહી જે બોલીએ છીએ તે જેવું હું કહું છું તેવું બધાને સમજાય છે એવું નથી,પોત પોતાનો સ્વાર્થ લોકો જોડતા જાય છે,પોતાનો સ્વાર્થ જોડતા કહે છે કે બતાવ્યું તો બરાબર

હતું થોડી પોતાની વસ્તુ જોડી લઈએ,સાસુ અને વહુ એક સાથે બેઠા હોય અને કહેવામાં આવે કે મધુર વ્યવહાર કરવો જોઈએ એક બીજાએ,તો બસ તે સાસુની તરફ જોતી હોય છે કે બસ આ એટલા માટે કહેવામાં આવે છે,મારા માટે જો છે તે બરાબર છે,સાસુ વહુની સામે જોતી હોય છે કે ગુરુજીએ બતાવ્યું બરાબર છે પણ તે એના મગજમાં બેસવાનું નથી,જે અમે બોલીએ છીએ સાંભળવામાં આવે છે,પણ એક જેવું સમજવામાં નથી આવતું,જો રામજીને સમજવા હોય તો તેના પહેલા સ્વરૂપની કલ્પના કરો જેમાં ઉત્સાહ છે,પરવા છે, તાજગી છે,જોશ છે,હોશની સાથે,એવી રીતે કાયમ તાજી બનાવી રાખો તમારી જાતને,ઉદાસ વસ્તુઓની વચ્ચેથી કોઈ વસ્તુ સારી શોધો,એક આશા,એક હોશ જન્મ લે,કઈને કઈ રસ્તો મળશે,કૈક સારું થશે,અને એ ન માનો કે કોઈ અવતાર આવશે અને તમારું નસીબ બદલી કાઢશે,તમારે પોતે તમારું નસીબ બદલવાનું છે,ધીરે ધીરે પ્રયત્ન કરતા જાવ, ઘણી વાર એવું લાગશે મેં બહુજ મહેનત કરી તો પણ બધું ઊંધું ને ઊંધું જ થાય છે,તો ગભરાઓ નહિ તમે કામ કરતા જાવ,કામ થશે,થોડી વાર લાગી શકે,પછી રસ્તો મળશે,અને ઉત્સાહ બનાવી રાખો,સુકર્નો ઇન્ડોનેસીયાના રાષ્ટ્રપતિ હતા,પહેલા રાષ્ટ્રપતિ અને સુકર્નો જયારે નાના હતા,તો સ્કુલમાં ભણવા માટે ગયા,તો ત્યાં તેના સ્કુલના જેટલા પણ સહપાઠી હતા,એટલી મઝાક કરી એટલો હેરાન કર્યો કે,તે બાળક પરેશાન થઈને ઘરે આવ્યો,અને તેણે તેના પિતાને એમ કહ્યું મારે સ્કુલ જવું જ નથી,એનાથી મોટું નરક હોઈ જ ન શકે,નરક જે દુઃખદાયી વસ્તુ છે તે સ્કુલ છે,મારે સ્કુલ નથી જવું અને તે રડવા લાગ્યો,અને સ્કુલના નામે તેને તાવ આવવા લાગ્યો,જયારે બાળક ડરી જાય છે ત્યારે આ મુસીબત પેદા થાય છે,બહુ જ વધારે પડતું દબાણ તેના ઉપર કરવામાં આવે તો કોઈ કોઈ વખત આવી સ્થિતિ થઇ જાય છે, હમણાં હમણાં

બધાને ડીપ્રેસન થાય છે,જો ડીપ્રેસન વધારે હોય તો હું એક વસ્તુ કહેવા માંગું છું,કોઈને પણ વધારે ડીપ્રેસન હોય તો વધારે માં વધારે સી વિટામીન લેવું,એટલેકે મોસંબી,સંતરા વગેરે કાપીને તેના રસને ચૂસો,રસ કાઢીને પીવાથી અસર નથી થતી,ભલે તે દેખાવમાં સારા ન લાગતા હોય તો એકાંત રૂમમાં જઈને ખાઈ લેવા,સારું રહેવું હોય તો એ બહુજ સારો ઉપાય છે,સાંજના સમયમાં જરૂર લેવા જોઈએ, તે વિટામીન સી શરીરમાં જમા નથી રહેતું,રોજ લેવા પડે છે પણ તેમાં એક ખાસ વાત છે,કોઈ શોક લાગે ઝટકો લાગે તો તેને દુર કરવામાં આ વસ્તુ ખુબ કામ આવે છે,સ્ત્રીઓને ખુબ ડીપ્રેસન આવે છે,તેઓ થોડી ભાવુક વધારે થઇ જતી હોય તો હિમોગ્લોબીનની જે માત્રા છે, તેને બરાબર કરી લેવું જોઈએ,હવે ત્રીજી વાત સાંભળો,જો એ ઓટ હોય છે, તેના દલિયા દૂધવાળો દલિયા તે જરૂર લેતા રહો અને જેની ઉંમર વધી રહી છે,ત્રીસ સાલની ઉમરમાં લેવાનું ચાલુ કરી દે તો પછી કહેવુજ શું,જે પેટ વધવા માંડે છે ને ચરબી જમા થઇ જાય છે,તો તેનાથી મુક્ત થવાય છે,હું તમને એક પ્રયોગ બતાઉ, હું યોગ આસન તો કરાવતો નથી,પણ વચ્ચે વચ્ચે બતાવવું જરૂરી છે,એ ધ્યાન રાખો, કઈ ને કઈ પ્રાણાયામ કરો,.ઊંડા લાંબા શ્વાસ લેવા જેનાથી ડીપ્રેસન તોડવામાં મદદ મળે છે,અને એક ઉદ્જ્યાહી પ્રાણાયામ ગળાથી શ્વાસને ભરવો,અને પછી તમારા ડાબા નોસ્ત્રીલથી ધીરે ધીરે શ્વાસ છોડી દેવો,જયારે મેડીટેસન કરે,ત્યારે થોડુક બતાવીશું,.અને જેને થાઇરાઇદ અને પેરો થાઇરાઇદ ની પ્રોબ્લેમ હોય,તેમને આ પ્રાણાયામ કર્યા પછી ગળા ઉપર તેલ અથવા ક્રીમથી હલકી માલીશ કરવી જોઈએ,લાંબા ઊંડા શ્વાસ લેતા રહો,બહુજ સારી વસ્તુ છે,જેને થાઇરાઇદ છે તે જરૂર પ્રાણાયામ કરે,થાઇરાઇદ પછી ડીપ્રેસન આવવા માંડે છે, નિરાશ થઇ જવાય છે,જયારે તે થશે ત્યારે ઉત્સાહ આવશે નહિ,અને તમે એ પણ ધ્યાન રાખો જેને હાઈબ્લડ પ્રેસર હોય અને એવા લોકો નટ્સ વધારે ખાય છે,તેને બચવું જોઈએ,નટ્સ વગેરે ઓછું લેવું જોઈએ,અને એવા લોકો સવારે વોક કરી પરસેવો વળે ત્યાં સુધી વોક કરે,તો ઝડપથી સારા થાય છે,ડીપ્રેસન માટે એક બીજી દવા છે,જે અહી વાળા તો કદાચ જ કરે પણ ભારતમાં કરે છે સારી ચીકણી માટી મળે એનો લેપ લગાવીને, થોડીવાર પછી નાહી લેવું, ડીપ્રેસનને મટાડવા માટે અજબ ઉપાય છે,અને એક બ્રેઈન કસરત કરો,બ્રેઈન ની કસરત માટે જાપાનમાં બહુજ ધ્યાન આપવામાં આવે છે આજકાલ સ્કુલોમાં બધી જગ્યાએ શીખવાડવામાં આવે છે,ત્રણ બોલ એક સાથે ઉછાળે છે ને,તે મગજની કસરતનો બહુજ મોટો નમુનો છે,પણ તેનાથી પણ મોટો નમુનો છે પ્રાણાયામ,તે તમને શીખવાડીશું,મેડીટેસન અને પ્રાણાયામ, કસરત તમે કરતા હો અને થોડું થોડું મેડીટેસન તો તમે ઉત્સાહિત રહેશો,અને તમારી મુસીબતો ૯૦ ટકા તો દુર કરી શકશો,અને સાથે મંત્રનો સહારો લઇ લો,તો ડીપ્રેસનને દુર કરી શકશો,કોઈ પણ જીવનમાં નવો ઉત્સાહ આવી જાય નવું જીવન મલી જાય,

અને કોઈ માણસના જીવનમાંથી દુખ દુર થઇ જાય,બસ તેજ અમે ઈચ્છીએ છીએ,એટલા માટેજ અમે તમારી વચ્ચે આવીએ છીએ,તમારો હસતો ચહેરો જોવા ઈચ્છીએ છીએ, બાકી અમારે શું જોઈએ,તો એ કહેવા માંગુ છું કે રામજીના સ્વરૂપને જોવા ઈચ્છો છો તો રામજીના ઉત્સાહને યાદ કરો,સીતાજી કહે છે મારા રામ શું છે, ઉત્સાહનું નામ મારા રામ છે,અને આગળ કહ્યું પૌરુસમ,એક મર્દાનગી,મારા રામ છે,ડરતા નથી,દબાતા પણ નથી,તેમને વિનમ્રતાથી મેળવી શકાય પણ તાકાતથી નહિ,રામ ઝુક્વાવાલામાં નથી, રામ ઝુકાવે છે દૃસ્તતાને,અને વિનમ્ર છે તો એટલા, જયારે કઠોર હોય છે તો વ્રજથી પણ વધારે કઠોર,અને કોમળ હોય છે તો ફૂલથી પણ વધારે કોમળ,દૃસ્ત્રતાની આગળ કઠોર બની જાય અને સજ્જનતાની આગળ ફૂલ બની જાય,એવું રૂપ છે મારા રામનું,આપણે ઊંધું કરીએ છીએ, કોઈ ખરાબ માણસ મળી જાય ,'સાહેબજી, ધ્યાન રાખજો તમે તો માલિક છો ,મોટા માણસ છો,અને સારો માણસ મળી જાય તો તેને તરછોડીને ચાલીયે છીએ,તેને ધુત્કારીયે, ખીજ્વાઈયે , ગમે તેમ બોલીએ છીએ,પણ રામને માનવાવાળી વ્યક્તિએ યાદ રાખવું જોઈએ,સજ્જનતાથી દબાવો, સજ્જનનો સત્કાર કરો,તેની આગળ ડરો,ધ્રુસ્તતાને લલકારો,

અને એટલી વસ્તુ તો હોવી જ જોઈએ,સિંહ પણ દાત દેખાડવાનું બંધ કરી દે તો ગધેડો પણ તેને લાત મારીને જશે,યાદ રાખજો ગધેડો જે છે તે પણ લાત મારીને જશે,જો સિંહ દાત બતાવવાનું ભૂલી ગયો,અને દાત બતાવવાનું આવે તો કોઈની હિંમત નથી કે પાસેથી પણ પસાર થાય,તો એટલી તો હિંમત રાખો તમારામાં,કે ધ્રુસ્તતાને લલકારી શકીએ,બુરાઈને દબાવી શકીએ, બુરાઈ કોઈ પણ રૂપમાં, અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય,કોઈ કોઈને સતાવતું હોય તે વખતે તમારામાં તે શક્તિ જાગવી જોઈએ,વિનમ્ર રહો,સજ્જન રહો,કેમકે વિનમ્રતા જ સન્માન આપશે,વિનમ્રતા માંન આપે છે, શ્રધ્ધા જ્ઞાન આપે છે,યોગ્યતા સ્થાન આપે છે,યાદ રાખજો યોગ્યતા હશે તો સ્થાન મળશે,શ્રધ્ધા છે તો જ્ઞાન મળશે,અમૃતા હશે તો માંન મળશે,વિનમ્ર માણસને જ સન્માન મળે છે,પણ ખરાબ માણસ સામે નમ્ર બની રહો તે સન્માન નહિ કરે,તેની સામે તો જોડું લઈને ઉભા રહો તો તે બહુજ હાથ જોડે છે,તમે તો બહુજ સારા માણસ છો,બરાબરના છો,તમે વિચારશો શું બધી જગ્યા એ આપણે એવા થઇ શકીએ,શું આપણે પણ ખરાબ થઈએ,પણ હું એ કહીશ સમાજમાં તમે જ્યાં રહેશો દરેક પ્રકારના માણસો મળશે,સજ્જન થવાનો અર્થ કમજોર નથી થવાનું,સજ્જન માણસ બનવાનો અર્થ એ નથી કે કોઈ પણ તમને દબાવીને ,ધુત્કારીને જતું રહે,રામજી વિનમ્ર છે પણ કાયર નથી,રામ નામ છે પુરુષનું,મર્દાનગીનું,કર્મતતાનું કોઈ પણ વસ્તુમાં વિનમ્રતાથી દબાઈ શકે છે,રામજી ઉઠે છે સવારે અને ઉઠીને વડીલોને,માતા પિતા, ગુરુ કોઈ પણ,પૂજનીય ચરણો છે,તેને માથું ઝુકાવીને પ્રણામ કરે છે,તેમનું માથું નમી જાય છે તેમની સામે,તો વિનમ્રતા હોવી જોઈએ પણ અન્યાય સામે લડવાની તાકાત પણ હોવી જોઈએ,દુઃખને સહન કરો પણ સ્વભાવમાં ન લાવો,ક્રોધ ને ક્યારેક ક્યારેક કરવો પડે તો કરો પણ તેને સ્વભાવ ન બનાવો,ધ્યાન રાખજો જેનો સ્વભાવ થઇ જાય છે ને તે દુખ આપે છે,અને ઘરમાં પતિ પત્નીમાં કોઈ એક દબાવવાળું, તો કોઈ ઠંડુ એમ કોઈ ગરમ કોઈ ઠંડુ, એક ગરમ તાર એક ઠંડો તાર,જો બંને એક જેવા રહે,તો બંને ક્રોધી થઇ જાય, કોઈ કોઈ માણસનું તો એવું જીવન વીતે, આખું જીવન લડાઈ ઝગડામાં,એક માણસની પત્ની મરી ગઈ,તો જેવો એનો સંસ્કાર વિધિ પતાવીને આવ્યો,તો એકદમ ભયંકર તોફાન અને વીજળી ચમકવા માંડી,તો આખુ જીવન તે બહુ જ લડતી હતી તેની સાથે,બહુજ દુખી રાખતી હતી,જેવી તેની પત્ની મરી તેને અગ્નિ સંસ્કાર કરીને તે આવ્યો,ઘરે પાછો આવ્યો અને એકદમ જોરથી તોફાન આવ્યું વાદળા ગાજવા માંડ્યા,અને વીજળી કદ્કારા કરવા માંડી,તે એકદમ હાથ જોડીને કહેવા લાગ્યો લાગે છે કે તે ભગવાનને ઘેર પહોચી ગઈ,અને ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો ,ત્યાં પહોચી તો થઇ ગયું તેનું પણ કલ્યાણ,તેનો તો ખખડાવવાનો અવાજ આવ્યો ઉપરથી,જ્યાં પણ ગઈ છે ત્યાં ધસમસતી ગઈ છે આરામથી તો ગઈ જ નથી,ભગવાનની પાસે ગઈ તો ત્યાં જઈને તેનો તખ્તો પણ હલાવી નાખ્યો,પણ એવો સ્વભાવ પ્રેમ નથી આપી શકતો,બે લોઢાની પટ્ટીઓને જોડવી હશે તો બંનેને પણ સરખી સ્થિતિમાં લાવવી પડશે,જે તમે તમારા માટે ઈચ્છો છો તેજ બીજાને આપો અને બીજાઓથી જે મળે તે ત્યાંથીજ વહેચવાનું શરુ કરો,તો જ તેનો મેળ બેસશે,તો વીરતા હોવી જોઈએ, પણ ઉદ્ધતાઈ નહિ,ક્રોધ આવી પણ જાય તેને ટેવ ન બનાવશો,દુખ આવી જાય તેને પણ ટેવ ન બનાવશો,કેમકે સુખના દિવસો આવશે ત્યારે દુખી રહેવાની ટેવ સુખ આપી નહિ શકે, ઉદાસ રહેવાની ટેવ પડી જશે,મેં જોયું છે કે જેના જીવનમાં ભાગ્ય સુભાગ્યમાં ફેરવાઈ ગયું અને દુર્ભાગ્ય જતું રહ્યું,ટેવ પડી ગઈ છે ડિપ્રેસ રહેવાની, જેવો સમય બદલાઈ ગયો તે બિચારા સમયના બદલાતા પણ બદલાઈ ન શક્યા,તેની સ્થિતિ તેવી ને તેવી રહી ગઈ,એટલે ટેવ ન પાડો,દુખની,નિરાશાની,ક્રોધની,બળતા રહેવાની, નામ રાખતા રહેવાની,વ્યંગ બોલવાની,ટોન્ટ મારતા રહેવાની, આવી ટેવો પડી તો છૂટશે નહિ અને લાંબા સમય સુધી દુખી કરશે,અને માણસ આવી વસ્તુઓથી ઓળખવામાં આવે છે,જો આવું કઈ હોય, ખામી હોય, તો અત્યારથી પોતાને બદલવાનું શરુ કરો, થોડો થોડો પ્રયન્ત્ન કરો,ટેવો તો ગમે તે પડે, પ્રેકટીસથી બને છે, અભ્યાસથી બને છે,સતત અભ્યાસથી ટેવો પડી ગઈ છે જો તે ખોટી હોય તો સુધારી લો,થોડી વાર લાગી શકે છે,કહેવાય છે કે સતત પંદર થી વીસ દિવસો સુધી પ્રયત્ન કરવામાં આવે તો કોઈ પણ ટેવો બદલી શકાઈ છે,તો તમે થોડોક પ્રયત્ન કરો અને થોડા ભારથી કરો,તમારા સ્વભાવને બદલો અને એક વાત ધ્યાન રાખો,એક સજ્જન અમને મળ્યા કેનેડામાં,તેમણે એકબાજુ જુદા બેસીને બતાવ્યું કે,અમે બે ભાઈયો છીએ,મારો ભાઈ બહુજ દુખી છે,

તો તેની માં આવી ગઈ તેણે કહ્યું,બેય બાળકોને બહુજ પ્રેમ કરું છું પણ મારો મોટો દીકરો બહુજ સારો છે,નાનો આખો દિવસ નશો કર્યા કરે છે,મોટો બિલકુલ દારૂ નથી પીતો,બહુજ સારો છે,તો મેં એને વાતચીત કરતા પૂછ્યું,તો મોટો દીકરો જે સામે બેઠો છે તે નશો નથી કરતો,નાનો કરે છે ,તો તેણે શીખ્યું ક્યાંથી, તો કહ્યું તેનાં પિતા પાસેથી,મેં કહ્યું કેવી રીતે,તો મોટાએ કહ્યું મારા પિતા પાસેથી શીખ્યો,મારા પિતા બહુ જ દારૂ પિતા હતા,અને મેં તેમને ખુબ જ ખરાબ હાલતમાં જોયા હતા,તે બહુ જ ગુણવાન હતા,ઘણું જ ભણ્યા હતા,પણ તેમને એક લત પડી ગઈ ,ટેવ પડી ગઈ,તે એડીક્ત થઇ ગયા,અને તેણે કારણે મેં જોયું કે આખું ઘર બરબાદ થઇ ગયું,બધાજ સબંધો તૂટી ગયા,અને પોતાની તબિયત પણ બગાડી નાખી,તો હું તેમને જોઈ જોઇને વિચાર્યા કરતો હતો કઈ પણ થાય મારે એવા નથી થવું,મારું જીવન હું નર્ક નહિ બનાવું,મેં મારા પિતાનું જીવન જોઈ લીધું મારે તેવું નથી થવા દેવું,છોકરો સામે બેઠો હતો તે કહેતો હતો કે મેં તો મારા પિતાને જોઈ જોઇને વિચારી લીધું હતું,બીજી બધી વસ્તુ બરાબર,ઘણી બધી જેનેટિક વસ્તુ આવે છે,પણ આ વસ્તુ તો આવવા જ નથી દેવી, મારામાં એ વસ્તુ આવવા નહી દઉ,મેં નાના ની તરફ જોયું, તમે ક્યાંથી શીખી લીધી આ બીમારી,તો કહ્યું પિતાજી પાસેથી લઇ લીધી તે પીતા હતા,અને પીયને થોડીક તેમની બાટલીમાં રહેવા દેતા હતા,તો બાળપણમાં તેમાંથી બે ચાર ટીપા પીય લેતો હતો,ધીરે ધીરે વધારે પીવાની શરુ કરી,ચાલતા ચાલતા રોગ લાગી ગયો,અને હવે એવી સ્થિતિ થઇ ગઈ કે પહેલા હું તેને પીતો હતો,હવે તે મને પીતી થઇ ગઈ,તો એકજ જગ્યાથી પ્રેરણા સારી પણ લેવાઈ છે અને ખરાબ પણ લેવાઈ છે,એકજ પિતા પાસેથી બે જાતની પ્રેરણા લેવાય છે અને બે જાતનું જીવન થઇ ગયું,એકે પોતાને બચાવી લીધો, ક્યાંથી ક્યાં પહોચી ગયો અને બીજો તેને બચાવી ન શક્યો,અને તે ક્યાંથી ક્યા ફેકાઈ ગયો,તો હું એ કહું છું કે પોતાની ટેવોમાં સુધારો લાવી શકાય છે પણ પ્રેરણા ક્યાંકથી મળવી જોઈએ,અને એક વાત ધ્યાનમાં રાખજો પ્રેરણા મળશે,ક્યાયથી પણ મળશે પણ તે કાયમ ટકી નહિ રહે,કાયમ પ્રેરણા આવતી રહે અને રોકાય,તેના માટે જરૂરી થાય છે કે જે પ્રેરણાસ્રોત છે તેની સાથે જોડાયેલા રહો અને પ્રેરણા સ્રોતને ભારતમાં ગુરુ કહેવામાં આવે છે,કે એનાથી જોડાયેલા રહેવાય,તમે જુઓ છો ને કે જે ગાડીયોમાં સ્પાર્કીંગ માટે પ્લગ લગાડેલા હોય છે,તેનાથી સતત ચીનગારીયો થયા કરે છે,મોટરસાયકલમાં,ગાડીમાં,એન્જીનમાં બધે તેની વ્યવસ્થા હોય છે,દરેક ટ્યુબ લાઈટની પાછળ એક સ્ટાર્ટર લગાડેલું હોય છે તે તેને સ્ટાર્ટ તો કરે જ છે,પણ પછી જો ખામી આવી જાય તો ફરીથી તેને સ્ટાર્ટ કરવા પ્રેરણા સ્ત્રોતનું તે કામ કરે છે,એમ તમે ફરીથી ઢીલા ન પડી જાઓ,મંદ ન પડો, ફરીથી તમને પ્રેરણા જોઈએ,ફરીથી શક્તિ જોઈએ, ફરીથી ઉત્સાહિત થવાય તો તેને માટે કહેવામાં આવ્યું છે,કે ગુરુથી જોડાઈ જાવ, પ્રેરણા મળતી રહશે,અને પછી ક્યાયથી પણ જુદા પડો,પણ ગુરુથી ક્યારેય જુદા ન પડશો ગુરુ હંમેશા તમને ઊંચા રાખશે,અને જો ગુરુ બનાવી પણ લીધા,અને મળી નથી શકતા, વાત નથી બનતી,જવાતું

નથી, વિચાર નથી સંભળાતા,તો ગુરુ હોવા છતાં તેનો લાભ નથી મળતો,પ્રયત્ન કરો કે સાનિધ્ય મળે,અને ધ્યાન રાખો કે જુદી જુદી રીતે તમે દોડતા રહેશો તો કામ નહિ થાય,એક જ જગ્યાએ લાગીને સતત વિચાર, અને શક્તિ લો,અને દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરીને જે વિચાર ઉત્ત્પન્ન કરો જે સીધો અંતરને સ્પર્શે,માથામાં પણ અસર કરે ,વાતમાં લોજીક હોય, બંનેનો મેળ થઈને અંતર સુધી ભાવ બનીને આત્મા સુધી જ્ઞાન પહોચે,અને કોઈને ને કોઈને પોતાનો પથદર્શક

માનવો જોઈએ,તેના વગર પ્રગતિ થશે નહિ,તેના વગર ગતિ નહિ થાય,ક્યાયને ક્યાય રોકાઈ જશો,જ્ઞાન કરવાવાળા લોકો પણ ધ્યાન કરે છે,નાનું મોટું ધ્યાન ખેચાણ દુર કરવા ધ્યાન કરી પણ લેશે,આગળ જઈને પ્રગતિ રોકાઈ જાય છે,ભલે તે છ ચક્ર પસાર કરીને સાતમાં ચક્રમાં જવા પોતાની ઉર્જા વધારવાનો પ્રયત્ન કરે,, ત્રણ ગ્રંથીયો છે,વિષ્ણુ ગ્રંથી ,બ્રહ્મ ગ્રંથી,રુદ્ર ગ્રંથી તેને પાર નથી કરી શકતા, બંધ બનાવવાનું શીખી લો,મહાબંધ પણ લગાવી જુઓ, ક્રિયાઓ ગમે તે હોય,આ ક્રિયાઓ કરાવવા પંદર મીનીટમાં હું જેટલી ક્રિયાઓ છે તે બધીજ તમને બતાવી શકું છું,તેમાં પૂરો યોગ આવી જશે,મેડીટેસનની બધીજ પ્રક્રિયાઓ બધાજ પ્રાણાયામ તેમાં આવી જશે, પણ એટલું પામી લીધા પછી તમે ઈશ્વરને મેળવી લેશો એવું નથી,ગાડી ચલાવવા માટે માહિતી આપવામાં આવે,પાંચ મીનીટમાં તે આપી શકાય છે, કે આવી રીતે તમે ચાવી લગાડો ,આ સ્તિઅરિન્ગ વ્હીલને આમ પકડો,કલચને ગેરમા નાખો, કલચને થોડા છોડો, એક્ષિલેતર પર પગ રાખીને હવે ધીરે ધીરે ગાડી આગળ ચલાવો,બતાવી દીધું, બે મિનીટ લાગી,પણ આટલું કહ્યા પછી કોઈ ગાડી ચલાવી શકશે, તરવા માટે કોઈને કહેવામાં આવે તો કેટલી વાર લાગશે ,બે મિનીટ,પણ આવું બતાવ્યા પછી કોઈને પાણીમાં નાખી દેવામાં આવે તો ડૂબશે જરૂર,પ્રેક્ટીસ કરાવવામાં આવે કોઈની સલાહની જરૂર છે,તો જે સલાહ આપતો રહે છે, અને મઝાની વાત તો એ પણ છે,ગુરુ ખાલી એકબાજુ બતાવે છે તેવું નથી,શિષ્યનું અંતર હૃદય ગુરુથી જોડાઈ જાય તો ગુરુ દુર બેસીને પણ તેના હૃદયમાં પ્રેરણા આપતો રહેશે,અને શિષ્ય ગ્રહણ કરતો રહેશે,માં બોલી રહી છે હૃદયથી અને બાળક સુઈ રહ્યું છે અમેરિકામાં,માની દુઆઓ બાળક સુધી પહોચતી રહેશે,બાળકને અમેરિકામાં રહેતા રહેતા ઈજા થઇ,ભારતમાં માતા સુતી હોય છે ,સુતા સુતા જાગી મારા બાળકને કઈ થઇ ગયું,આ ટેલીપથી,વગર તાર થી તાર જોડાયેલો રહે છે અંતરથી,હૃદયની સવેદના છે તે જઈ રહી છે ત્યાં સુધી,અને ગુરુ જે મોકલી રહ્યા છે તે પહોચે છે,આ શિકાગોમાં જે સમય સ્વામીવિવેકાનંદ બોલી રહ્યા હતા,મને સારું લાગ્યું અહી મંદિરમાં દાખલ થતા,ભારતનો સંદેશો આખા સંસારને સંભળાવવા ની ભાવના લઈને વિવેકાનંદ અહી આવ્યા હતા,અને તેમનું પુતળું મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં

જ મુકવામાં આવ્યું છે,આ મંદિરના કમિટીના સભ્યો અને સ્થાપત્ય કલાને જેણે પણ ડીઝાઇન કરી છે,સત્યમાં વધાઈને પાત્ર છે,તેમને શુભકામનાઓ આપું છું,વિવેકાનંદ બોલતા બોલતા અચાનક અવાઝ રોકાઈ ગયો અને ભૂલી ગયા,તો એમણે પાણી માંગ્યું,તો પાણીનો ગ્લાસ આપવામાં આવ્યો,એટલીવારમાં,એમણે મનથી સદગુરુને યાદ કર્યા,તમારા બધાને વાણીપ્રદાન કરવા માટે અહી હું ઉભો છું,હું કશું નથી તમારું ઉપકરણ છું,યંત્ર છું ,દયા કરો,ત્યાંથી કૃપાની શક્તિ કહેવાય છે ને કે કુંડની શક્તિ ઉપર ઉઠે છે ,જે પ્રકાશ ફેલાઈ છે, લાઈટની ની જે ગતિ છે તે એક સેકન્ડમાં એક લાખ છ્યાસી હજાર માઈલની છે,આટલી ગતિથી લાઈટ ચાલે છે, એનાથી ચાર ઘણી તાકાત લઈને જેને સર્પેનતલ પાવર , કુંડની શક્તિ કહેવાય છે,તે ચાલે છે,પણ હું કહીશ કે જે આત્માની શક્તિ તે તો તેનાથી પણ દસ ઘણી તાકાત લઈને ચાલે છે,ત્યાં માં બેઠી છે અહી પુત્ર બેઠો છે,ભાવના એકી સાથે કામ કરશે,ગુરુ પણ એવી રીતે ક્યાય પણ બેઠા હશે,તેનો ભાવ તેનો આશીર્વાદ,શિષ્યને જ્યાં પણ હોય દુનિયાના કોઈ પણ ખૂણા માં ,મળતા જ રહે છે,ભારતથી કાર્યક્રમ પસાર કરવામાં આવે અહી આવતા વાર લાગે છે, પણ યાંત્રિકપ્રેરણાઓ જે આપવામાં આવે છે તેમાં, અંતર કે વાર લગતી નથી,એકાએક તે તેનું કામ કરે છે,તો ગુરુથી તમે જોડાયેલા છો તો ગુરુ ધ્વારા આપવામાં આવેલો સંદેશો,તમને અંદરને અંદર પ્રભાવિત કરે છે,પણ ફોનથી, પુસ્તકોથી,કેસેટથી,કે સત્સંગથી

જોડાઈને રહો,જો તમે જોડાયેલા હશો તો તેમાં પ્રેરણાઓ જે કામ કરતી હોય છે તે અદભૂત હોય છે,નજાણે, કયી કયી ,સ્તુતીયોમાં કેવી કેવી રીતે તમે તમારી સ્થિતિને સંભાળી શકો છો,ઈચ્છા હતી કે હું તમને ઘણું બધું કહું પણ ઘડીયાર કહે છે મારે રોકાઈ જવું જોઈએ, ખબર નથી પડતીને સમય કેટલી જલ્દીથી પસાર થઇ જાય છે,પણ થોડુક વધારે સંભાળવું, તૈયાર છો તમો બધા,કોઈ વાંધો તો નથીને, કેટલા તૈયાર છે જરા હાથ તો ઊંચા કરો,ચાલો ગંભીરતાથી આ શ્લોક સંભળાવું છું તમોને,સીતાજી કહે છે ભગવાન રામજીનાસબંધમાં,તે ઉત્સાહ છે નદીના હાથ જેવો,તેમાં વીરતા છે કોઈ સિંહની જેવી,,તે બળનું રૂપ છે,એનર્જી,તેનું નામ રામ છે,તમે એમાં માનો છો તો યાદ કરો, એક તાકાતનું નામ, ઉર્જાનું નામ,ઉત્સાહનું નામ,રામ છે, પહેલી વાત મેં બતાવી ઉત્સાહ,બીજી વસ્તુ કહી પૌરુસ ,ત્રીજી વસ્તુ કહી,બળ, શક્તિ ,ઉર્જા,યાદ રહેશે, ચોથી વસ્તુ,રામ ક્રૂર નથી ક્રુઅલ,,

ક્રુઅલ નથી રામ,અને પ્રેમનું નામ છે રામ,જેવી રીતે સાગર કે જેને પાર કરવો આસાન નથી તેમ પ્રેમનું એક રૂપ છે રામ,અહિંસાનો અર્થ છે,જીવન માટે જેને આદરભાવ છે તે અહીસક માણસ છે,અને હિંસક તે છે જે જિંદગીને ઈજ્જત આપવાનું નથી જાણતો,એક કીડી પણ જઈ રહો છે એક અહીસક માણસ તેને પણ નહિ સતાવે,તેની જિંદગીને ઈજ્જત આપશે,તેને પણ જીવવાનો અધિકાર છે,કેમ કોઈને મારવું,હું તાકાતવારો છું તો કોઈને કેમ સતાવું,,તો કહ્યું રામ પ્રેમનું નામ છે તે ક્યાય કોઈને સતાવવાનું નથી ઈચ્છતા,કદાચ કોઈને દંડિત કરે છે તો એટલા માટે કે ઘણા બધાને બચાવી શકાય,તો રામનું રૂપ યાદ કરીને ધારણ કરો તે રૂપને,,આપણે પ્રેમનું રૂપ થવાનું છે,હવે ધ્યાન રાખો માણસ જયારે આ દુનીયામાં આવ્યો, તેને માં પાસેથી સહુથી પહેલા જે મળ્યું,,જેના કારણે સબંધ બંધાયો,પ્યાર જ તેનો પહેલો પરિચય હતો, માએ પ્રેમથી ભરેલા હાથોથી તેને સ્પર્શ્યો,પોતાના હૃદય સાથે તેને લગાડ્યો,પહેલો પરિચય પ્રેમથી થયો,પ્રેમે એક સબંધને બાંધી દીધો,જે દેશોમાં બાળકોને માં દુર રાખે છે,પારણામાં મુકીને ડબ્બાનું દૂધ પીવડાવે છે આપણા દેશમાં કહે કે માનું દૂધ પીધું હોય તો આવી જા,જ્યારે અહી ડબ્બાનું દૂધ પીધું હોય તો આવી જા,અહી બધો મામલો ડબ્બાનો છે,હૃદયથી લગાવીને માં સુવડાવે છે,હૃદયથી જોડેલો રાખે છે,બાળકનું હૃદય પણ માંથી જોડાયેલું છે,હું જ્યારે ધ્યાન કરાવું છું ત્યારે ત્રાતકના સબંધમાં એ કહું છું,કે આંખો બંધ કરીને તે પહેલા સ્પર્શને યાદ કર,જે માની મમતાના રૂપે તમે અનુભવ્યો હોય,જ્યારે તમે હોશમાં હતા ત્યારે માનો વ્હાલથી ભરેલો ચહેરો તમે જોયો હશે,તેને યાદ કરજો અને તેના પહેલા સ્પર્શને યાદ કરજો,જેણે તમને ઉઠાવ્યો હતો,અને એક નાના બાળકને યાદ કરજો, પોતાનો પુત્ર કે જેણે પહેલી વખત પોતાના કોમળ આંગણીઓથી તમારો હાથ પકડી પહેલી વખત તમને પિતાજી કહીને બોલ્યો હતો,તે ક્ષણને યાદ કરી થોડીવાર ધ્યાનમાં અટકાવો,અમારા લોકો પાસે અહી એટલો સમય નહિ હોય,કે તમોને એ પ્રયોગોની સાથે કે એ અનુભવોની સાથે જોડી શકીએ,કેમકે તે પ્રયોગોની બીજી યાત્રા છે ધ્યાન,.પયોગ કરો અભ્યાસ કરો અને અનુભૂતિમાં ઉતરી જાઓ,અભ્યાસથી અનુભૂતિનો પ્રયોગ ધ્યાન છે,પ્રેક્ટીસ કરતા કરતા અનુભવમાં ઉતરી જજો એક જુદાજ પ્રકારનો આનંદ થશે,તો હું કહી રહ્યો છું જ્યાં ક્રુરતા નથી,કઠોરતા નથી પ્રેમ ને ફક્ત પ્રેમ છે,કેમકે પહેલો પરિચય અમારો દુનિયામાં પ્રેમથી થયો,પ્રેમમાં આપણે જીવવા માંગીએ છીએ, અને દુનિયાના બધા સબંધોમાં આપણે પ્રેમને શોધીએ છીએ,બધા સબંધોમાં તે ન હોય તો સબંધ શું કામનો,હાથ મિલાવીએ છીએ પણ દિલ નથી મળતા,સબંધ અધુરો છે,એક સાથે એક છત નીચે રહીએ છીએ,જીવનમાં સમજુતી કરી લીધી છે પ્યાર નથી છતાં પણ રહી રહ્યા છીએ,જીવનના સબંધનો રસ જતો રહ્યો છે, અને જો પ્રેમ છે,તો સબંધનો આનંદ જ જુદો છે,પ્રેમ હશે તો વાત કરતા થાકશો નહિ, અને પ્રેમ નથી તો બે ક્ષણો વાત કરવાની પણ તકલીફ થાય છે,

પ્રેમ આપણી પહેલો પરિચય પહેલી ઓળખ,જીવનની શરૂઆત ત્યાંથી થાય છે,અને હું કહીશ રામ પ્રેમનું જ નામ છે,પકડવાનું જાણે છે, એમ તો બંને નામ કૃષ્ણ કહો કે ભલે રામ કહો,બંને પોત પોતાનામાં અદભુત છે પણ રામ નામ સીધું અને સરળ છે, આરામથી લઇ શકાય છે,અને કૃષ્ણ શબ્દ થોડો વાકો છે કૃષ્ણ કહેતા કહેતા હોઠ વાંકા થઇ જાય છે,અને કૃષ્ણ સીધા ઉભા નથી રહેતા,વાંકા ઉભા રહે છે,કૃષ્ણ લખવામાં આવે તો પણ વાંકું લખાય છે જ્યારે રામ સીધું લખાય છે,બંને પોતપોતાનામાં મહત્વપૂર્ણ છે,પણ હું એ કહીશ રામ શબ્દ પ્રેમનું રૂપ છે,અને આગળ પાછું કહ્યું મારા રામ શું છે,કૃતજ્ઞતા,કરેલાને માનવાવાળા,કોઈએ તમને બે ટીપાં પાણી આપ્યું હોય તો તેને કોઈ સમુદ્ર થી ઓછો ન સમજવો,સુખમાં કોઈ સમુદ્ર વહાવી નાખે તેની કોઈ કિંમત નથી ,દુઃખમાં કોઈએ બે ટીપાં પાણી આપ્યું હોય,તો તે બહુજ કીમતી હોય છે,એને ક્યારેય ભૂલશો નહિ,અને દુખ જ્યારે આવે છે ત્યારે માણસને એકલો કરી નાખે છે,બધી રીતે એકલો કરી નાખે છે,બધા સબંધોમાં એકલો,બધો સાથ ખોવાઈ જાય છે,અક્કલ પણ કામ નથી કરતી,શરીરની શક્તિ પણ સાથ નથી આપતી,પૈસા પણ ક્યાંક આપ્યા હશે,તો ફસાઈ જશે,આવામાં જયારે માણસ એકલો

પડી જાય, કોઈ આવીને સાથ આપી જાય,તો તેને ક્યારેય ભૂલશો નહિ,રામજી કરેલામાં માને છે,રામજીના એ રૂપને યાદ કરીએ,કે જયારે રામજીનો રાજ્યાભિષેક થયો,તો રામજી રાહ જુએ છે,અત્યારે રોકાઈ જાવ,વસિષ્ઠ કહે છે સમય થઇ ગયો છે, રોકાવવાનું નથી,રામ જોઈ રહ્યા છે બધા આવી ગયા છે,પણ મારો કેવટ નથી આવ્યો,જેણે મારી પાસેથી કશું લીધું પણ ન હતું, અને ગંગા પાર કરવામાં મને મદદ કરી હતી,નાવડીમાં બેસાડીને પાર ઉતાર્યો હતો અને તેણે કહ્યું હતું

પાર કરાવવાના પૈસા જરૂર લઈશ પણ તમે અયોધ્યાયના રાજા થઇ જાવ પછી,તો વિચારી રહ્યા છે હું આજે રાજા થઇ રહ્યો છું,પણ દેવું છે,અને હું એ કહીશ કેટલીક વસ્તુઓ હંમેશા યાદ રાખો,ફરજ પૂરી કરવાની છે તેને યાદ રાખો,અને દેવું માથા પર રહેવા નહિ દેવાનું તેને યાદ રાખો,અને મર્જ શરીરમાં રહેવું ન જોઈએ તે યાદ રાખો,અને અરજ ક્યારેય ભૂલવી નહિ તે યાદ રાખો,રામજી યાદ કરી રહ્યા હતા કેવટ હજુ ન આવ્યો,તો કેવટના ઘરમાં સન્માન આપવા માણસ નિમણુક કરવામાં આવ્યો ત્યાના રાજાને મોકલવામાં આવ્યો,તારે જવાનું કેવટના ઘરમાં આ સન્માન આપીને આવવાનું,કેવટ તેની ઝુપડીમાં બેઠેલો હતો તો સન્માનથી ભરેલી થાળી રામજીએ મોકલાવી તે જોઇને માથા ઉપર મૂકી હસતો પણ હતો અને રડતો પણ હતો,કે કોઈ ભૂલી જાય મારા રામ ક્યારેય નથી ભૂલતા,કોઈ તેમના માટે થોડું કરે,તેના બદલામાં કેટલું બધું આપે છે અને ક્યારેય ભૂલતા નથી,એ રામને,પ્રણામ છે આજે કમનસીબ છે માણસનું કે બીજાએ કઈ સારું કર્યું હોય તો ભૂલવામાં વાર નથી લાગતી,એટલે માણસાઈ ખોવાતી જાય છે,તો આગળ બે શબ્દો જલ્દીથી સંભળાવી દઉ છું કેમકે શ્લોક પૂરો કરવાનો છે,વિક્ર્મસ્ય,વિક્રમ,પરાક્રમ, ઝૂઝવું,સ્ટ્રગલ કરવું, સમસ્યાથી, હરીફાઈથી,જીવન એક ચેલેન્જ છે,જીવન એક સંગ્રામ છે, હરીફાઈ છે,ઝૂઝવું પડશે,અહી કાયર માટે કોઈ સ્થાન નથી,બહાદુર માટે સ્થાન છે,જાગવાથી કામ થશે, ભાગવાથી નહિ થાય એટલે રામ છે,પરાક્રમ નું નામ,પ્રભાવસ્ય, રામ છે પ્રભાવનું નામ,જ્યાંથી પસાર થાય પ્રભાવ છોડતા જાય, તેમના ઉઠવા બેસવામાં,ચાલતા, ફરતા, લેતા, આપતા, બધી વસ્તુમાં અસર એક દેખાય છે,એક પ્રભાવ છે,ગુણોની ઉપાસના કરીને જુઓ, અને સીતાજી કહે છે, જ્યાં ગુણો હોય છે ત્યાં મારા રામ રહે છે,અને ભગવાન કરે તમારામાં એ વસ્તુઓ આવે તો રામજી પણ તમારી સાથે કાયમ રહે,

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા......

બધા બંને હાથ જોડી લો,હે દયાળુ,હે કૃપાળુ દેવ,હે પરમેશ્વર ,સચ્ચીનાનંદ સ્વરૂપ,હે ગોવિંદ ,હે અંતર્યામી દેવ,સંસારના કણ કણમાં બધી જગ્યાએ તમો વિરાજ્યા છો,બધાની ખોટી ખરી બધી જ વાતોને તમો જાણો છો,અમે કેટલા સારા અને કેટલા ખરાબ, કેટલા ખોટા અને કેટલા સાચા તે બધું તમો જાણો છો, આ જીવન ઉચું હોય સારું હોય સારાની વચ્ચે બેસીએ,સારું વિચારીએ,સાચું કરીએ,સારું જોઈએ,સારા થઈને તમો સત્યમ, શિવમ સુંદરમને અમો મેળવી શકીએ,અમને આશીર્વાદ આપો, અમારા કર્તવ્યમાં કોઈ કલેશ ન રહે,દેવું ન રહે ,જ્યાંસુધી જીવીએ આ હાથો કોઈની સામે ધરવો ન પડે,પોતાના સ્વયમ જીવન ઉપર નિર્ભર રહેવાય,અમને ક્યારેય કોઈની મદદ કે સેવાની જરૂર ન પડે,અમે દાનવીર બનીએ,કર્મવીર બનીએ,ધર્મવીર બનીએ,શુરવીર બનીએ, અમારામાં વીરતા રહે,

પ્રભુ પ્રસન્નતાથી જીવન પસાર થાય,પ્રેમ પૂર્ણ રીતે આ જીવન ચાલતું રહે,આનંદમાં જીવીએ, આનંદમાં વસીએ અને આનંદમાં સમર્પિત થઇ જઈએ,જ્યાં તમારા પ્યારાઓ બેસે છે, જ્યાં તમારા ભક્તો બેસે છે,તે મંડળમાં અમોને પણ સ્થાન આપજો પ્રભુ,નામ જપવામાં રસ થાય, સેવા કરવાની શ્રધ્ધા જાગે,ગુરુઓની તરફ શ્રદ્ધા ,સમર્પણ,આસ્થાનો ભાવ થતો રહે,પવિત્ર કામો માટે સમય નીકળતો રહે,દરેક દિવસો અમારા શુભ હોય, દરેક કામો અમારા પવિત્ર હોય,બધાને સુખ સમૃદ્ધિ આપજો પ્રભુ,એ જ વિનંતી છે, એ જ યાચના છે, પ્રભુ સ્વીકાર કરજો,

ઓમ શાંતિ શાંતિ, શાંતિ ઓમ......

જીવનની યાત્રા સતત ચાલ્યા કરે છે અને જીવનની આ યાત્રા ક્યાય રોકાવવાનું નથી જાણતી,,સુખ દુખના કિનારા સાથે જીવનનો આ પ્રવાહ સ્પર્શ કરતો વહે છે,એક જેવા દિવસો ક્યારેય નથી હોતા,ના એક જેવી સ્થીતી રહે છે,નાં એક જેવી શક્તિ હંમેશા રહેશે,ના એક જેવા સબંધો હંમેશા રહેશે,દિવસ પણ બદલાશે, સમય પણ બદલાશે

ભાગ્યનું રૂપ પણ બદલાશે,પણ જ્યારે, જેટલું પણ કોઈ પણ રૂપમાં અમારી પાસે સારું છે,એનો આનંદ લેતા જીવનને આગળ વધારતા જાઓ,કોઈએ શું કર્યું, કોઈએ કેટલા ગુના કર્યા, તેનો હિસાબ કરવામાં આપણી શક્તિને ન વેડ્ફીયે,ક્યા ક્યા કોણ કોણ કેટલું કેટલું સારું છે,ક્યાંક જો સારાપણું ભરેલું પડ્યું છે,તે સારાપણાને જોડતા જાવો,આપણે કેટલા વધારે ઉચા થઇ શકીએ છે,તેનો પ્રયત્ન ચાલુ રાખીએ,

અને જો મનમાં કોઈ દુખ આવે ,પીડા આવે,આંખોમાં આંસુ આવે તો દુનિયાની આગળ બતાવશો નહિ,

તે બેવશીને દુનિયાને ન બતાવશો,પોતાની પરેશાનીયોનું રડવું દુનિયા આગળ ન રડો,પોતાનો અભાવ અને નિર્ધનતા પણ દુનિયાની આગળ પ્રગટ ન કરો,દુનિયાની સામે સમર્થ બનીને જીવો,બધી બાજુથી સમર્થ થઈને, અને કદાચ બેવસી બતાવવી હોય તો દુનીના માલિક ની સામે બતાવો,તમારા આસું તેની સામે પ્રગટ કરો,કોઈ તમારા આંસુની દરકાર કરે કે ન કરે પણ એક દરબારમાં બધાના આંસુઓનો હિસાબ રાખવામાં આવે છે,તે દરબાર પરમાત્માનો છે,જેને તે રડાવશે તો તેને કોઈ હસાવી નહી શકે,અને જેને તે હસાવશે તેને કોઈ રડાવી નહિ શકે,એટલે તેની દયાને યાદ કરો,કે તે કૃપા કરે,છતાં પણ ક્યારેક મન બેચેન થાય,જેમ કોઈ મિત્ર કોઈમીત્રને ફરિયાદ કરે છે અથવા પોતાના દિલનો હાલ સંભળાવે છે, તેમ તમે પણ સંભળાવો,કહો કે બધા તીર્થોમાં ગયો,બધા મંદિરોમાં ગયો,બધી જગ્યાએ જઈને તને શોધવાનો પ્રયત્ન કર્યો,તું ક્યા છુપાયેલો છે તું ક્યારે મળશે,રડતા રડતા આંસુ સુકાઈ ગયા છે,ચાલતાચાલતા પગ થાકી ગયા છે,

જીવનની સંધ્યા સામે આવતી દેખાવા લાગી છે,ક્યારે કૃપા થશે, તો ક્યારેક ક્યારેક ઉલ્ઝનથી ભરેલો,ભરેલો,ફરિયાદોથી ભરેલો,શબ્દોનો પત્ર,ભગવાનને મોકલો,તમારું હૃદય કહે,કોઈ પણ શબ્દ હોય તે શબ્દ તમારા હૃદયમાંથી નીકળે,અને પછી એવી પ્રાર્થના કરી જુઓ,મનને બહુ શાંતિ મળશે,


બન્સીવાલે બતલા તેરા કહા ઠીકાના હૈ,

કિસ રાહ્પે ચલના હૈ, કિસ રાહ પે જાના હૈ, બન્સીવાલે બતલા......

કહતે હૈ દ્રોપદીકા તુને ચીર બધાયા થા,બન સારથી અર્જુનકા રથ તુને ચલાયા થા,

આ ફિરસે ધરતી પર તુમ્હે પાપ મિટાના હૈ,બન્સીવાલે બતલા .......કિસ રાહ પે...


રડવું આવે તો ભગવાનની આગળ રડજો,પણ દુનિયાની આગળ બિલકુલ ન રડશો ,

કોઈ સાયરે લખ્યું છે,

,હે રોનેવાલે તુને રોનેકા સલિકા નહિ આતા, આંસુ પીનેકે લિયે હોતે હૈ, બહાનેકે લિયે નહિ,


ઇન નયન બરસતે હૈ, કબ આયેગા બતલા દે,બિન પ્રાણ કો યે કાયા કૈસે રહે બતલા દે,

આ ભક્તકા તૂટા હુઆ વિશ્વાસ જમાના હૈ,બન્સીવાલે બતલા.....તેરા કહા.....કિસ રાહ્પે ......

સબ ધૂધતે હૈ તુઝકો તું આતા નજર હી નહિ,અપને ભક્તોકી કભી તું લેતા ખબર હી નહિ,

એકબાર તો સુન જા તુઝે,હાલ દિલ સુનાના હૈ,બન્સીવાલે બતલા......કિસ રાહ્પે...


સમયની ધારા બહુજ ગતિથી વહેતી જાય છે અને આપણી પાસે ફક્ત કાલનો દિવસ છે,૫૦૦૦ વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમથી ગીતાનો સંદેશો આ સંસાર માટે આપ્યો, બધું બતાવ્યું કે કેવી રીતે તારે જીવવાનું છે,એ પણ કહ્યું કે મારી તરફ આવવું હોય તો કેમ,શું કરવું,

ભગવાન સમજાવે છે,તમારા આત્મ સ્વરૂપને કાયમ મારામાં જોડવાનો પ્રયત્ન કરો,કોઈ પણ કામ કરો,રોજી રોતી કમાવો પણ ધ્યાન મારા તરફ જોડાયેલું રાખો,ચાલતા,ફરતા,સુતા ,જાગતા,તમારું ધ્યાન ભગવાનથી જોડાઈ જાય, ભોજન કરો તો તેનો પ્રસાદ માનીને કરો,અને કાર્ય ક્ષેત્ર માં ઉભા હો તો કહો કે તેની નોકરી કરવા આમને કાર્ય મળ્યું છે, અમે એના સેવક છીએ,ઘરને એ માનો કે આ મારા પરમાત્માનું મંદિર છે,તેને દેવ મંદિર બનાવવાનો પ્રયત્ન કરો,મારા ગોવિંદનું મંદિર છે,

પોતાની વર્તણુક માં પોતાના હાવભાવમાં ભગવાનને પ્રગટ કરતા રહો,પોતાના કાર્યમાં ભગવાનને ભેળવો, આપણા કામોમાં ભગવાનને સામેલ કરો, અને ક્યારેક ક્યારેક મદદ માગતા રહો,કે હું આ કામ કરવા જઈ રહ્યો છું,મારાથી તો એકલાથી તે થવાનું નથી,તારી મદદની જરૂર પડશે એટલે એક તરફ તું હાથ લગાડજે અને એક તરફ તારો દીકરો હાથ લગાડશે,બંને મળીને કામ પૂરું કરીશું,તો એને સાથમાં દાખલ કરો,અને ક્યાય ચાલતા ફરતા એવું અનુભવો કે તમે તેની આંગળી પકડીને તેની આંગળી ઝાલીને ચાલી રહ્યા છો,હું ક્યાય એકલો નથી મારી સાથે મારા ભગવાન છે,સતત નિરંતર તમારા આત્મ સ્વરૂપને પરમાત્મા સાથે જોડીને રહો,એકાંતમાં મૌન ને પાળીને તેમાં પરમાત્મા નો અનુભવ કરો,માથામાં ચાલતી ભીડ ને થોડીવાર માટે ખાલી કરો,અને માથું બિલકુલ ખાલી થઇ જાય તો તેમાં પરમાત્માને આમંત્રણ આપો,મૌનના અવાજને સાંભળો,મૌન પણ બોલે છે,તમારી ખામોશી પણ બોલે છે,તમારી ખામોશીમાં તમારો પ્યારો બોલે છે,તમારો પ્રાણ પ્રિય બોલે છે,ભગવાનથી વધીને આપણું પોતાનું કોણ છે,કોઈ પણ તમારી કોઈ પણ ખામીને જાણી લે,ભલે ને ખામી ના હોય,વાત જુઠ્ઠી પણ હોય,તો પણ માણસથી મન દુર થવા માંડે છે, અને ભગવાન તો અમારી બધી ખામીયોને સાચી રીતે જાણે છે,છતાય અમને પ્યાર કરે છે માટેતો તેની વધીને વ્હાલું કોઈ છે જ નથી,અમારા સાચા આચરણને પણ જાણે છે અને આપણા નાટકને પણ જાણે છે,ઘણા માણસો ડ્રામા કરે છેને ભગવાનની સાથે,તું આટલી વખત મોકો આપ હું સુધરી જઈશ,સારો બાળક થઇ જઈશ,ભગવાન કહે છે કે મેં તને ૩૦૦ વાર તક આપી છતાય પૂછડી વાંકી ની વાંકી,આગળનું તમે સમજતા હશોને,જેની પૂછડી વાંકી હોય છે,કઈ પણ કરે તે તેનું વાકાપણું,તેની વક્રતા ને છોડતો નથી,છતાય આપણને તક આપે છે,છતાં પણ આપણને પ્રેમ કરે છે,તો એમ પ્રાણ પ્રિય પરમ શખાનાં સાથનો અનુભવ કરીએ,અને એકાંતમાં તેનાં અવાજને સાંભળીયે,અને કહે છે ,સામુહિક પ્રાર્થના કરો પણ ધ્યાન એકલા એકાંતમાં કરો,એકલા રહીને એકલા બેસીને એ વિચારીએ કે આ દુનિયામાં મારે બધા સાથે સબંધ છે,છતાં પણ કોઈ સાથે સબંધ નથી ફક્ત તારી સાથે સબંધ છે,તું જ મારો પોતાનો છે,આમંત્રણ આપતા રહો,તેને પોકારતા રહો,અને અનુભવો કે તે મારી સાથે છે,એકદમ નજીક કે બીજું એટલું નજીક બીજું કોઈ હોઈ જ ન શકે, કોઈને બુમ પાડીશ તો તે થોડી વારમાં આવશે,અને સાંભળવાવાળો ,તો અંદર જ બેઠો છે પણ એક વસ્તુ યાદ રાખ્યા કરો,ઘણી વખત આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ,જે વાર લગતી હોય છેને તે વારને તેની નાં ન સમજશો,જે વાર લાગે છે,તેમાં તેની મરજી હશે ત્યારે તે આપશે,તેના દરવાજે ના હોતી જ નથી,મારે માટે શુભ છે તે આપશે ભલે મોડા આપે,પણ આપશે,વિશ્વાસ રાખો અને કાર્ય કરતા રહો,ક્યારેક ક્યારેક જીવનમાં પરિવર્તન આવે છે,બદલાવ આવે છે,અને બદલાવ કોઈને પસંદ નથી,અમે જેવી સ્થિતિમાં છીએ તેનાથી,એટલે કે સારી સ્થિતિ ચાલી રહી છે અને એકાએક,એક જગ્યાએ વસતો માણસ,અને ભગવાન આવીને કહી દે ચિકાગો થી ન્યુયોર્ક જઈને રહો,

અથવા કોઈ બીજી જગ્યાએ મોકલી આપે,કેલીફોર્નિયા કે કોઈ બીજી જગ્યાએ મોકલી આપે,એકદમ છોડીને જવું પડે તો આપણે કોઈ પણ બદલાવને પસંદ નહિ કરીએ,આપણને આપણી કલ્પનાઓમાં કોઈ વસ્તુ હોય છે કે આમ હોય તો બરાબર,,તો જેવું આપણે વિચારીએ તેનાથી વિરુદ્ધ કઈ હોય,તે આપણને પસંદ નથી હોતું,ક્યારેક ક્યારેક આપણને લાગે છે કે બધા દરવાજા બંધ થઇ ગયા,,પણ ભગવાનની બાબતમાં કહેવામાં આવે છે કે તે એક દરવાજો બંધ કરે તો નવ દરવાજા ખોલી નાખે છે,આમાં એક વાત હું તમને કહીશ,,જયારે તે નવ દરવાજા ખોલે છે ત્યારે અમારી એક ટેવ હોય છે કે જે દરવાજો બંધ હોય તે બાજુ આપણે નજર રાખીને ઉભા હોઈએ છીએ,

નવ દરવાજા ઉઘડી જાય છે તે બાજુ અમે જોતા જ નથી,જો અમે તે બાજુ મો રાખીને જોઈએ તો કેટલા ધાન્ય્વાદી થઇ જઈએ,બાળક પાસેથી જે રમકડું લઇ લેવામાં આવે તેને માટે તે રડતો હોય છે,પણ તે નવ રમકડા બાજુ જોતો નથી જો તે તે તરફ જોવા માંડે તો રડવાનું ભૂલી ,બધા રમકડા સાથે લઇ લે છે,અને પછી કહે છે માં કેટલી સારી છે,,તો સમજો તે અનેક અનેક દરવાજા તમારા માટે ખોલે છે,તેની કરુણામાં, કે દયામાં ખામી નથી હોતી,ક્યારેક ક્યારેક તમને મજબુત કરવા માટે રમકડું લઇ લેવામાં આવે છે,માં પણ બાળકને ચાલતા શીખવાડે છે,તો તેને છુટ્ટું મૂકી દે છે,પણ પાછળ હાથ રાખે છે બાળકને ખબર નથી હોતી કે પાછળ હાથ છે,તે વિચારે છે કે મને મે એકલો છોડી મુક્યો પણ જયારે બાળક પડે તે પહેલા તે તેને સંભાળી લે છે, પડવા નથી દેતી, પણ પછી બાળક ચાલતા શીખી જાય છે તો માં દુર જઈને બેસી જાય છે, માં જે હાથ લગાવતી હોય છે તે હાથ લગાવવાનો અર્થ ફક્ત તે ચાલતા શીખે,એમ ભગવાન પણ તમોને દરેક વખત પકડી રાખે એવું નથી,તે કહે છે કે તમે મજબુત બનો,શક્તિશાળી બનો, તમને સ્ટ્રોંગ બનાવવા તે ક્યારેક ક્યારેક

દુઃખોની ગરમી વચ્ચે નાખી દે છે,તો ગભરાશો નહિ, કામ કરતા રહેજો,હિંમતને છોડશો નહિ,દુઃખનો બધાથી મોટો સાથી છે ધીરજ,હિંમત, હોશલા,હોશલા તમારી પાસે હશે તો તમે ઘણું બધું કરી શકશો,અમે વિચારો કેવા કેવા લોકો ઉપર કેવી કેવી મુસીબતો આવી,તો પણ હિંમત નહિ હારી,થોડા માણસો એવા પણ છે કે થોડા દુખમાં રડવા માંડે છે,પરેશાનીમાં બહુજ દુખી, દુઃખને ખુબ વધારી દેશો તો તો શક્તિ ઓછી થઇ જશે, જો તમે હિંમત રાખીને આગળ વધો છે તો દુખ તૂટીને નાનું થઇ જાય છે,તો દુઃખને નાનું કરો,અને એક વસ્તુ યાદ રાખો,દરેક વખતે દુઃખને યાદ ન કરો,

તેની સાથે સબંધ ન બાંધી લો, ,નહિ તો સબંધી સબંધ રાખવા રોજ દરવાજા ઉપર ઉભો રહેશે,ફેકો એને,અને જે જીવનમાં જેટલું પણ સુખ,જેટલી પણ ક્ષણો સારી છે તેને યાદ કરી કરીને આગળ વધો, હા, જયારે સુખ આવી જાય અને બહુ સુખી થાવ તો દુખના પાછળના દિવસોને યાદ કરી લો,

કેમકે દુખ એક વાત જરૂર કહે છે,કે હું જઈ રહ્યું છું મારા ગયા પછી સુખ આવશે,પણ જ્યારે સુખ આવે તો મને યાદ કરજે,એટલા માટે યાદ કરજો કે તમે વિનમ્ર બની રહો અને જેની કૃપાથી સુખ આવ્યું છે તેને યાદ રાખી શકો,નહિ તો સુખ આવશે તો તમને ભગવાન ભુલાવી દેશે, વડીલોને માંન આપવાનું ભુલાવી દેશે,સુખ આવશે તો તમે તમારી જાતને ભૂલીને અક્કડ થઈને જીવશો,અને એવું થયું તો તમને ભગવાનને યાદ કરાવવા મારે બીજી વખત આવવું પડશે તેનાથી સારું કે તમે યાદ રાખો,અને સુખ જાય છે તો એ કહીને જાય છે,કે મારી તમે કદર ન કરી શકયા,એટલે એવી વસ્તુ છોડીને જાઉં છું જેમાં તમને મારી ખુબ યાદ આવશે,યાદ કરી કરીને રડશો,પણ જો હું હતું તો તમારી કોઈ અક્કલ કે કર્મને કારણે ન હતું,ઉપરવાળાની મહેરબાની હતી એટલે તમારી પાસે હતું,,જો હવે હું આવીશ તો તેની મહેરબાનીથી જ આવીશ તો તેને યાદ રાખજો તેને ભૂલી જશો તો પછી કશું નહિ રહે,,એટલે સુખ પણ,. હું તો એમ કહું છું કે માણસને જે કઈ મળે છે,પોતાના નસીબથી મળે છે,કહેવાય છેને સમયના પહેલા અને નસીબથી વધારે કોઈને નથી મળતું,, પણ એક વાત યાદ રાખો,નસીબથી પણ વધારે કોઈ કોઈ વખત મળે છે,કેમકે જે પણ મેળવીએ છીએ તે નસીબથી મેળવીએ છીએ,કર્મના હિસાબથી મળે છે,યોગ્યતા અને પાત્રતાના હિસાબે મળે છે,પણ ભાગ્યથી પણ વધારે, કર્મથી પણ વધારે અને યોગ્યતાથી પણ વધારે કૃપાથી મળતું રહે છે જયારે ભગવાનની દયા થાય છે, તો તેનાથી પણ વધારે મળે છે,હવે જુઓને કેટકેટલા માણસો છે જેના બારામાં અભણ માણસ વધારે ભણ્યો નથી, અને તે મુખ્ય પ્રધાન બની જાય અને છોડો,કેટલા બધા એવા માણસો થયા છે,હેનરી ફોર્ડ ની બાબતમાં કહેવાય છે કે,૧૪ વર્ષની ઉંમર સુધી સ્કુલમાં ગયા પછી સ્કુલમાં જવાયું નહિ,પણ જે વખતે તેમણે વિએત એન્જિન

તેમના એન્જીનીઅર પાસે તૈયાર કરાવ્યું,,તો એના એન્જીનીયરો કહે સાહેબ આ થઇ જ ન શકે,અને તે કહેતો રહ્યો બનશે ,તો બધાએ કહ્યું,અમે ભણ્યા ગણ્યા છીએ અમાંરી પાસે ડીગ્રી છે,એટલા માટે અમે જાણીએ છીએ કે શું થઇ શકે અને શું ન થઇ શકે,હેનરી ફોર્ડે કહ્યું,શું થઇ શકે અને શું નહિ તે હું બરાબર જાણું છું, તમે ડીગ્રીના દાયરામાં તમારા ભણતરે તમને બાંધી દીધા છે,તેમાંથી બહાર નીકળીને તમે વિચારો તમે કરી શકો છો,અને થયું, કામ કરીને બતાવ્યું,તો દયા જયારે કરે છેને ભગવાન,રોક્સેલર માટે તેલના કુવા જો નીકળી શકે છે, એન્દ્રુજકાર્નીગી જયારે એકાએક અમીર થઇ જાય છે,આ દેશના ધનપતિ, કેટલા સારા તેમણે કામ કર્યાં,હાઉસ ઓફ નેસન માટે કેટલું બધું દાન કર્યું તો એન્ડ્રુ પણ કેટલો આગળ વધી ગયો તો તમે વિચાર કરોકે તેનું કાર્ય કેટલું સારું હતું,મહેનત બહુજ વધારે હતી,આ બધી વસ્તુ તેની જગ્યાએ છે,પણ તેનાથી પણ વધારે પણ મોટી વસ્તુ હોય છે કે જયારે તેની કૃપા હોય,જ્યારે તે આપવા વાળો બને,

કેવી રીતે આપે છે. ક્યા લાવીને ઉભા રાખી દે છે,એટલા માટે હું કહેવા માંગુ છું કે તેની કૃપાને પાત્ર બનો,હા એક બીજી વાત ધ્યાન રાખવી જોઈએ,અમે જઈને પૈસાજ ભગવાન પાસે માંગવામાં લાગી રહીએ, ધન માંગવામાં લાગી રહીએ,ધનનું જે સુખ ભોગ છે તે પણ ભગવાન પાસે માંગવું જોઈએ,નહિ તો મુનીમ બનીને તમે જીવશો,કેસીઅર હોય છે ને તે ગણી ગણીને બેંકમાં પૈસા મુકતો જશે, બેંકમાં જમા કરાવતો રહેશે,લોકો રાતે પૈસા ગણીગણીને હિસાબ રાખતા હોય છે,આટલો હું અમીર થઇ ગયો પણ એના નસીબમાં પૈસાનું સુખ લખેલું નથી હોતું,કહેવાય છેને કંજુશનું ધન જમીનમાં દાટેલું,ત્યારે બહાર આવે છે કે કંજુસ જાતે જમીનમાં દટાઈ જાય,અને ભેગું કરે છે ત્યારે કેટલું ધ્યાન રાખે છે,,એક એક પૈસા જોડે છે ,ભારતમાં મેં સાંભળ્યું છે,એક કંજુસ માણસને રૂપિયા પૈસાનું એટલું ધ્યાન હતું,આખો દિવસ દુકાન ઉઘાડી રાખે,ગવર્ન્મેન્ટ કહે કે સાત વાગ્યા પછી દુકાન ખુલ્લી નહિ રાખવાની,તે નવ વાગ્યા સુધી ખુલ્લી રાખે,અને દુકાન બંધ કર્યા પછી તાળું મારે તો ઓછામાં ઓછું છ વખત તાળું ચેક કરે,ખુલ્લું તો નથી રહી ગયું,એકવાર તેણે પાંચ વારજ ચેક કર્યું,

દોડતો દોડતો ઘરે પહોચી ગયો,અને જોયું કે પત્નીએ દીવો સળગાવ્યો છે,આરતી માટે, જે તણખલાથી દીવો સળગાવ્યો તેમાં તેલ લાગેલું રહી ગયું તે જમીન ઉપર ફેકવા લાગી,આ બાજુ આને યાદ આવ્યું મેં તાળું પાંચ વારજ ચેક કર્યું છે છટ્ઠી વાર ચેક નથી કર્યું ,કેટલીકવાર તાળું ઉઘાડું રહી જાય છે, તે એકદમ ભાગ્યો,પણ તેને યાદ આવ્યું કે પત્નીને જે દીવો ઉંચો કર્યો,હતો અને તણખલામાં તેલ રહી ગયું હતું તે તેલ તો નક્કામું ગયું,તો તેણે પાછા આવીને પત્નીને કહ્યું તું મોટી કંજુસ હોવી જોઈએઅને ખુબ મોટા દિલની થઇ ગઈ છે, તેલ ખરાબ કરી રહી છે તેલ નીચે ધોળી નાખ્યું,તેને વાળમાં ચોપડી દેવાનું હતું, પત્નીએ કહ્યું મેં તો, ક્યારેક ક્યારેક મુશ્કેલીથી તેલ લગાવું છું તો આજે મોકો મળ્યો તો હાથમાં તેલ લગાવીને વાળમાં ચોપડી દીધું હતું,તે જે તણખલામાં લાગેલું હતું, પણ તમે બતાવો તમે જે અહી દોડતા ચાલ્યા આવ્યા,તે જોડા તમારા નથી ઘસાઈ ગયા, તો કહે છે કે હું તો મારા જોડા બગલમાં દબાવીને અવર જવર કરતો હતો,જીસસક્રાઈસ્ત કહ્યુંને,અમીર,પેલા કંજુસ માટે કહ્યું, તેણે ધન બનાવી તો લીધું,પણ ભગવાનના રસ્તા ઉપર ખર્ચ ન કર્યો,તો કહ્યું કે એક સોયના કાણામાંથી ઊંટ પર થઇ શકે છે,પણ કંજુસ માટે ક્યારેય દરવાજો ખુલી નહિ શકે,ભગવાનનો દરવાજો તેના માટે બંધ જ રહેશે તે દાખલ નહિ થઇ શકે,તેના માટે કૃપાનો દરવાજો નહિ ખુલે ,ત્યારેજ ખુલશે જ્યારે તે દયા કરવાવાળો બની જાય,તે દિનદુખીયોનો સહારો બનવાવાળો થઇ જાય પછી તેના માટે ભગવાનનો દરવાજો ખુલી જશે,એટલે ધ્યાન રાખો કે આપણી કંજુસાઈ બાધક છે,એક એક ક્ષણને જીવતા શીખો, આપણે જો દુનિયાની વસ્તુઓ માંગી પણ લઈએ અને ઉપયોગમાં ન આવે,માણસે ભગવાન પાસે મકાન માંગ્યું પણ તેમાં પ્રેમ ન માંગ્યો, સુખ ન માંગ્યું, કહેવું તો એ જોઈએ કે તું એવું મકાન આપ જ્યાં તારી યાદ આવે, અને પ્યારથી જીવન ચાલે, ઘર મોટું હોય કે નાનું તેનો કોઈ ફરક નથી પડતો પણ તારો પ્યાર પૂરે પૂરો મળે એવું ઘર આપજે ભગવાન,જો મોટું ઘર માંગી પણ લીધું અને કલેશ કંકાશ થતો રહે તો ઘર શું કામનું...,ગાડી તમે માંગી અને ગાડીમાં બેસીને હોસ્પિટલ જાઓ કે કોર્ટ કચેરી રોજ જાઓ,તો એ ગાડીનો લાભ શું તમે ઘરમાં સુખ સુવિધાના સાધનો વસાવી લીધા,,સારો એ સી રૂમ પણ છે, સારો પલંગ પણ છે,પણ જો ઊંઘ જ ન આવતી હોય તો લાભ શું...આબધી જે વસ્તુઓ છે તે ખાલી તેની કૃપાથી મળે છે,અને તેની કૃપાનું પાત્ર બનવા માટે આપણે આપણી જાતને ભગવાન સાથે જોડવી જોઈએ,ભગવાન એટલા માટે કહે છે કે એકાંતમાં બેસીને એકલા થઈને તમે મારા બનવાનો પ્રયત્ન કરો,ઘણું બધું મેળવવાનો હક્ક તમારો છે પણ ઘણું બધું મેળવવાના ચક્કરમાં આપણે ઘણું બધું ગુમાવી પણ દઈએ છીએ,હું પહેલી વખત અહી આવ્યો હતો ત્યારે એક શબ્દ કહ્યો હતો,કે ભગવાને બધાને ઘણું બધું આપ્યું છે,પણ બધું કોઈને નથી આપ્યું,ભાવને બધું આપ્યું નથી પણ આપવામાં થોડું ઓછું રાખ્યું છે, એટલે અમારું ધ્યાન જે ઓછું છે એના ઉપર સ્થગિત થયું છે,જે ખુશીયો આપીછે તેના ઉપર ધ્યાન નથી આપતા અને જે ખામીઓ છે તેના રોદણાં રડતા રડતા જીવન વિતાવી દઈએ છીએ,ખુશીયોને એક ખૂણામાં મૂકી દઈએ છીએ,જે કઈ આપણને મળ્યું છે તેની જો ખુશી મનાવવા માંડીએ,તો જે એક ઓછું મળ્યું છે તેના દુઃખને ભૂલી જઈશું,એટલા માટે તેને યાદ કરો જે તેણે આપણને આપ્યું છે,તેનો આનંદ લો તેની ખુશીયો મનાવો તેનો ઉત્સવ મનાવો,તો આનંદિત થશોભગવાન એ કહે છે કે તમે ઘણી બધી ઇચ્છાઓનો તાતણે તાતણો વણીને મારા સુધી પહોચવાનો પ્રયત્ન કરો છો નહિ પહોચી શકો,મનને તમે તે ઈચ્છાઓથી શાંત કરો,મૌન થઇ જાવ અને મારા પરમાત્મા સાથે પ્રેમને બાંધી અને મને આમંત્રણ આપવા માંડો,,અપરિગ્રહ અને ઘણું બધું જોડવામાં અને તોડવાના ચક્કરથી મનને દુર લઇ જઈ થોડીવાર સંતોષી થઈને બેસો,સંતોષી તે છે જેની પાસે બધુજ છે,એટલેકે એવો માણસ જે થોડામાં પણ ખુશ છે,જેની મસ્તીમાં જેના આનંદમાં ખામી નથી, એવી સ્થિતિ બનાવીને તમે બેસો,ત્યારે તમને મળું છું, ત્યારે તમે મને મેળવી લેશો,ભગવાને ગીતામાં એક જગ્યાએ એ કહ્યું,મયા વિશ્યે મનો યે માંમ,નિત્ય યુક્તા ઉપાસતે,મારામાં મન જોડીને લગાતાર, નિત્ય યુક્ત થઇ પ્રાર્થના કરે છે, શ્રદ્ધયા પરીયો પેતાસ્તે, મેં યુક્ત તમા મતા,શ્રધ્ધાથી જેણે પોતાને મારા માટે સમર્પિત કરી દીધો,હું તેને જ મારો ભક્ત માનું છું કેમકે તે મારામાં જોડાયેલો છે,ચિંતન કરવા માટે આ શબ્દ યોગ્ય છે, જેની શ્રધ્ધા વધી રહી છે, ઘટી નથી રહી,શ્રધ્ધામાં જે ઓતપ્રોત છે અને સતત મારામાં તેનું ધ્યાન છે,તે જ નિરંતન ધ્યાન કરવાવાળા મને પ્રાપ્ત કરશે,