Friday, January 12, 2018

ચકા ચકીનો માળો

ચકા ચકીનો માળો

પત્ની શ્રુતિ રસોડામાં બીઝી હતી અને સુધીર ટી. વી. ના રિમોટ સાથે ચેનલો ફેરવ્યા કરતો હતો,પણ કોઈ શોમાં તેનું દિલ લાગતું ન હતું,રસોડામાં કામમાં વ્યથિત શ્રુતિના વિચારોમાં કોઈકે જોર કર્યુંને તેનું મોઢું મલકાઈ પડ્યું,તપેલામાં તાવીઠો એમ નો એમ પડતો મૂકી તે સુધીરની દિશામાં નીકળી પડી,ભાર એટલો બધો હતો કે કોઈને તો કહેવો પડે તો હલકો થાય અને કોઈમાં તેનો એકનો એક સુધીર હતો પણ તે જ્યાં બહાર આવી પણ સુધીરનો ચહેરો ન ફેરવાયો,અને શ્રુતિ તેની નજીક સરકી
" શું વાત છે હની ?"
"કોઈ વાત નથી"અને શ્રુતિનો ચહેરો જરૂર ફેરવાયો.અને તેનો  મલકાટ જાણે ઓટની માફક ઓસરી ગયો,પણ પાછી પાની કરવી તેને પાલવે તેમ નહોતી,ગમે તેમ કરીને તેણે તેની વાત ચાલુ કરી જ દીધી,
"સુધીર , મીનાભાભી સાથે ગઈ કાલે કથા માં ગઈ હતી." અને સુધીરે ચહેરો ફેરવ્યો
" અરે વાહ રે,ભક્તાણી"અને શ્રુતિ થોડી ખસી અને બોલી
"બકવાસ,"
"બકવાસ,ભક્તાણી નું સ્થાન કેટલું ઊંચું છે તેની ખબર છે,"
"હશે પણ તેમાં દિલ હોય તો,હમણાં તો મોઢું દિવેલીયા જેવું હતું"
"કમોન,શ્રુતિ,"અને સુધીરનો ચહેરો ખીલ્યો,પણ શ્રુતિ ઉભી થઇ ગઈ,રસોડામાં જઈને ગેસ ધીરો કરી પાછી આવી,સુધીરને લાગ્યું શ્રુતિ નારાજ થઇ ગઈ અને તે ઉભો થયો પણ ભક્તાણીના દર્શને પાછો બેસી ગયો.
અને શ્રુતિ ત્તેનો હાથ પકડી પાસે બેઠી તેને જે કહેવું હતું તે હોઠે આવીને અટક્યું હતું,
"સુધીર ,સાંભળ."
"શું મહારાજે કથામાં કોઈ હાસ્યનો દાખલો આપ્યો,"અને શ્રુતિ બોલી
"એવું કેવી રીતે લાગ્યું"અને સુધીર હસ્યો
"તારો ચહેરો ચાડી ખાય છે."અને શ્રુતિ બોલી
"એવુજ કૈક,"
"એવું એટલે કેવું ?!!"અને શ્રુતિ બોલી,"
"ભગવાનની વાત ચાલતી હતી,નારદ ઋષિ કંસના દરબારમાં આવ્યા,ત્યારે કંસે પોતાની અંગત વાત કહી,પોતાનું  મૃત્યુ માટે દેવકીનો આઠમા છોકરાને હાથે થશે તેની વાત હતી તો નારદ મુનિએ કહ્યું,તારો કાળ તો નંદ મહારાજને ત્યાં મોટો થાય છે,ને તારા બનેવી એ તને જુઠ્ઠું કહ્યું, હવે બીજું બધું પડતું મૂક,કેટલા નિર્દોષ છોકરા મારી નાખ્યા,અસલને મારવાનું કામ કર અને તોય તું નહિ બચે,એટલે કંસનો ગુસ્સો આસમાને ગયો તમે બધું જાણતા હતા ,અહીં તમારી આગતા સ્વાગતા કરીયે છીએ ને અત્યાર સુધી કહ્યું નહિ હવે એ નહિ બચે,તે વખતે મલ્લ યુદ્ધની ની હરીફાઈ ચાલતી હતી ,પણ તેની બહેને કંસને ગોકુલના   બાળકોને મારવાનું વચન આપી શાંત કર્યો,પણ કૃષ્ણ એ લીલા કરી તેને  મારી નાખતા,અક્રુરજીને મલ્લ્યુદ્ધમાં કૃષ્ણને આમંત્રિત કરી લઇ આવવા કહ્યું અને અક્રૂરજી ગયા,પછી તો ગોકુલ છોડવાનો શોકાતુર ભાગ આવતો હતો એટલે મહારાજે એક કુટુંબનું ઉદાહરણ શરુ કર્યું અને કથા બીજે દિવસે આગળ વધારવાની વાત સાથે પૂરું કર્યું પણ તેમ કહેતા તે હસી પડી અને સાથે સાથે તેમ કરવા સુધીર મજબુર થયો તે કહેતો ખરી તેમ કહેતા હસી પડ્યો.અને ઓકે ..કહી તે કહેવા તૈયાર થઇ,અને શરુ કરી દીધું મહારાજે કહ્યું.
એક સુખી કુટુમ્બની વાત હતી કુટુંબમાં સાત સભ્યોમાં પ્રકૃતિ છઠ્ઠા નંબરે પોતાનું સ્થાન ધરાવતી હતી પરંતુ ત્રણ વર્ષની  ઉંમરે તે  ખુબજ હોશિયાર હતી. કાલીઘેલી ભાષાથી સહુની તે ખુબ પ્યારી બેટી હતી એટલે બધાજ તેને લાડ કરતા પણ બધાની કોપી કરવાનું તે શીખી ગઈ હતી ,આરામ કરતા દાદાની લાકડી લઇ દાદાની કોપી કરતી પણ જેવા  દાદા બેઠા થતા ભાગીને મમ્મીની સાડીમાં ભરાઈ જતી,એક વર્ષનો રાહુલ તે જોતો તો તેની રમકડાંની દુનિયા પડતી મૂકી હાથમાં દડાને બેલેન્સ કરતો પડતો આખડતો રસોડામાં મમ્મીના સાડલામાં છુપાયેલી બેન તરફ દડો ફેંકી મોટો અવાજ કરતો,દડો એક ફુટ દૂર પડતો ને બેન જોરથી હસી પડતી અને એ દ્રશ્ય મમ્મીની આંખો ભીની કર્યા વગર પૂરું ન થતું.એક વખત બહાર જવાનું હતું અને પ્રકૃતિને બધાને કહેવાનું કામ સોંપવામાં આવ્યું અને જોઈતું તું ને મમ્મી એ કહ્યું એટલે પહેલા દાદાના રૂમ બાજુ ઉપડી
“દાદા બહાર જવાનું છે તૈયાર થાવ” અને
“ બેટા ,મને બેઠો તો કર “ અને બોલી
“લો,જાતે બેઠા થાવ,ને જલ્દી કરો” અને ઓર્ડર કરતી પાછું  વાળીને જોતી ડોર નજીક ઉભેલા ભાઈ સાથે અથડાઈ પડી,ઓ.. ઓ.. પડેલા ભાઈએ અવાજ કર્યો અને બેને ઓર્ડર કર્યો
“જા,તારા રૂમમાં “ અને સામે તેણે પણ તેની ભાષામાં કોપી કરી મોટો અવાજ કર્યો ને પડતો ઉભો થતો પ્રકૃતિની પાછળ,પપ્પાના રૂમમાં ટી વી ચાલતો હતો બેને પપ્પાનો ટી વી જ બંધ કરી દીધો
“તૈયાર થાવ ,બહાર જવાનું છે “અને ચાલવા માંડી પણ પપ્પાની પહોળા હાથની એક્ષન વચ્ચે રિમોટ દૂર મૂકીને બોલી “તૈયાર થાવ” અને પાપા તરફ જોતી બહાર નીકળી ત્યાં ભાઈ બહાર જ ઉભો હતો બેનને હાથ ઊંચો કરી લગાવી પણ સમતોલ ગયુંને પડ્યો,ઉભો રે તું એમ કહેતી દાદી તરફ પણ અહીં કોઈ ઓર્ડર નહિ દાદીના ખોળામાં પડતું મૂકી બોલી
 “ દાદી તૈયાર થાવ,બહાર જવાનું છે “ પણ દાદી કઈ કહે તે પહેલા ત્યાંથી રવાના,પણ રસ્તામાં રાહુલને સજા કરવા રોકાઈ અને રાહુલને પકડી કહેવા ગઈ પણ રાહુલે સામે જોર કર્યું અને ચિચિયારી પાડતો પડ્યો પણ બેને સજા કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને ભાઈએ તેનું છેલ્લું હથિયાર તાજા આવેલા નાના બે દાંતોથી બેનને બચકું ભર્યુંને પ્રકૃતિ રડતી મમ્મી તરફ દોડી ગઈ પણ
આ વખતે રાહુલ બેનની પાછળ  ન ગયો પણ સીડીના પહેલા પગથિયા ઉપર બેસી ગયો.તે પગથિયું મમ્મી પ્રકૃતિ માટે ખિજવાતી ત્યારે સજા કરતી તે  તેને યાદ રહી ગયું હશે ,રડતી પ્રકૃતિએ આખું ઘર ભેગું કર્યું પણ
રાહુલ ત્યાંજ બેસી રહ્યો તેની મમ્મી તેને પામી ગઈ પ્રકૃતિની સાથે તેને ઉંચકી ચૂમી લીધો ,અને બોલી “સજા માટે તું બહુ  નાનો છે બેટા.અને સુખી કુટુંબની વાત પુરી કરતા મહારાજ બોલ્યા “નિર્દોષ ઘરની નિર્દોષ ખુશીની વાતો જાણે “ચકા ચકીનો માળો “અને સુધીર તરફ જોતી શ્રુતિ  હસી પણ સુધીરને હસવા જેવું ન લાગ્યું પણ બોલ્યો  “માળો  બંધાયો,ફૂલ આવશે પછી માળા  લેવાની તો તૈયારી નથીને “ પણ સુધીરને બહુ રિસ્પોન્સ ન મળ્યો શ્રુતિને રસોઈ હજુ બાકી હતી.

-મહેન્દ્ર ભટ્ટ

Tuesday, January 2, 2018

શુભકામનાઓ

 શુભકામનાઓ




પ્રિય વાચક મિત્રો 
ઈ.સ. ૨૦૧૮ ના નવા વર્ષમાં આપ સહુનું મોગરાના ફૂલ બ્લોગ વતી ખુબ ખુબ સ્વાગત છે,સાહિત્યના વિધ વિધ વિષયોનો થાળ અહીં યથાવત ઉપલબ્ધ થતો રહે છે,આપ નો અહીં આવી લાભ લેવા બદલ ખુબ ખુબ આભાર,નવા વર્ષની આપ તેમજ આપ સહુના કુટુંબીજનોને શુભકામનાઓ.
ધન્યવાદ,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.