Monday, August 27, 2012

વારંવાર પ્રણામ (ગુરૂ ભજન)

વારંવાર પ્રણામ (ગુરૂ  ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

છે સહુ તીરથધામ ,ગુરુ  તમારા ચરણોમાં
એવા હે ગુરુદેવ તમને વારંવાર પ્રણામ,
તમારા હૃદયે માં ગૌરી વસે,કંઠે શારદા માતા ,
તમારા મુખે જે વચન વહે તે સિદ્ધ થઇ જાતા ,એવા હે ગુરુદેવ.......
ગુરુ જોઉં તારા હૃદયે હું બ્રહ્મા, વિષ્ણુ,મહેશ
ત્યારે ભક્તિ જોડાતા ,થાય ગુરુનો એવો સત્સંગ
કૃષ્ણની સંભળાઈ બંસરી તે તો ગુરુ કૃપાનો આનંદ,
ગુરુની માયા,ગુરુની કૃપા અને આ બધા ગુરુના ખેલ,એવા હે ગુરુદેવ.....
જનમના દાતા માતા પિતા,પણ તમે કર્મના દાતા,
તમારાથી જોડાતી ભક્તિ,તમે મારા ભાગ્ય વિધાતા,
મારા જીવનની પળેપળ પ્રભુ તારા વિના વિહવળ,
તમને પ્રણામ કરું,હું નમન કરું કે પ્રેમેલાગુ પાય,એવા હે ગુરુદેવ......
ભક્તની નિર્બળતાને ,ગુરુ કરતા બળવાન
અજ્ઞાનીને જ્ઞાન દઈને કરે જીવન ઉદ્ધાર
કુદરત રંગે નિત્ય નિયમથી થાતા સાંજ સવાર
ભક્તોની ભક્તિને વશ થઇ કરુણાનો નહિ પાર ,એવા હે ગુરુદેવ......
બલિહારી એવા મારા ગુરુની,જેનો નથી કોઈ પાર,
ગુરુસંગે ગોવિંદ મળે ને,ગુરુસંગે દામોદર,
રામ ભક્તિનો મોહ જગાડી ,ગુરુ કરે  જીવન પવિત્ર,
જય હો,  બાબા, જય,જય હો એવા ગુરુના ચરિત્ર ,એવા હે ગુરુદેવ.....
જય ગુરુદેવ

Wednesday, August 15, 2012

જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન)

જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો...(૨)
માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો......
સપનાની આ દુનિ યામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિંદ્રાથી  ,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો........
ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક  પરપોટો ...
જીવન છે,મુસીબતો  તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે.......
જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે......
જય શ્રી કૃષ્ણ

Saturday, August 11, 2012

જાય છે આ જીવન....(ભજન)


જાય છે આ જીવન....(ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

જાય છે આ જીવન તારું ધીરે ધીરે,
નમી  જ ઈ રહી છે કમર ધીરે ધીરે ,જાય છે.....
બાળપણ ગયુંને યુવાની વીતી ગઈ,
હવે થાશે ઘડપણ  ની અસર ધીરે ધીરે,જાય છે.....
સુખ ભોગ બન્યું તારા દુઃખનું એ કારણ,
ખોવાતો રહ્યો તેમાં તું ધીરે ધીરે ,જાયછે....
ભક્તિથી રહ્યો વંચિત તું મુસાફર
હવે પુરવાની કસર ધીરે ધીરે,જાય છે .....
મુશ્કેલ છે કેમકે રસ્તો કઠણ છે,
ન હારીશ તું થશે સફળ ધીરે ધીરે ,જાય છે......
બહુમાન ,મોટાઈમાં ખોવાતો રહ્યો તું,
પણ ઘટશે અસર તેની ધીરે ધીરે,જાય છે......
ગુરુ જ્ઞાન વિના તું ડૂબતો રહ્યો છે,
ગુરુ સંગ કરશે અસર ધીરે ધીરે,જાય છે.....
જીવનના આ રસ્તે થયેલું અંધારું,
ઘટીને પ્રકાશિત થશે ધીરે ધીરે,જાય છે....
(
હિન્દી ભજનના આધારે)
જય શ્રી કૃષ્ણ 

Tuesday, August 7, 2012

અનમોલ તેરા જીવન...(હિન્દી ભજન)

 અનમોલ તેરા જીવન...(હિન્દી ભજન)

અનમોલ તેરા જીવન ,યુ હી ગવા રહા હૈ(૨)
કિસ ઓર તેરી મંઝીલ કિસ ઓર જા  રહા હૈ,અનમોલ.....
સપનોકી નીંદમેં હી  યહ રાત ઢલ ન જાયે (૨)
પલ ભરકા ક્યાં ભરોસા કહી જાન નિકલ ન જાયે
ગિનતી કી હૈ યે સાંસે યુ હી લુટા રહા હૈ ,કીસ ઓર તેરી........
જાયેગા જબ યહાસે કોઈ સાથ ન દેગા
ઇસ હાથ જો દિયા હૈ ઉસ હાથ જાકે લેગા ,
કર્મોકી હૈ યે  ખેતી,ફલ  આજ પા રહા હૈ ,કિસ ઓર તેરી.....
મમતાકે બંધનોને  કયું આજ તુઝકો ઘેરા (૨)
સુખમે સભી હૈ સાથી,કોઈ નહિ હૈ તેરા,
તેરા હી મોહ તુઝકો કબસે રુલા રહા હૈ,કિસ ઓર તેરી......
અનમોલ તેરા જીવન ,યુ હી ગવા રહા હૈ(૨)
કિસ ઓર તેરી મંઝીલ કિસ ઓર જા  રહા હૈ,અનમોલ.....
જબ તક હૈ ભેદ મનમેં ભગવાનસે  જુદા હૈ
ખોલો જો દિલકા દર્પણ ઇસ ઘરમે હી ખુદા હૈ,
સુખ હોતે હો ભી તું દુઃખ આજ પા રહા હૈ ,કિસ ઓર તેરી ....... 
 જય  શ્રી ક્રિશ્ના