-મહેન્દ્ર ભટ્ટ
ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો...(૨)
માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો......
સપનાની આ દુનિયામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિંદ્રાથી,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો........
ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો ...
જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે.......
જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે......
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment