Monday, August 27, 2012

વારંવાર પ્રણામ (ગુરૂ ભજન)

વારંવાર પ્રણામ (ગુરૂ  ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

છે સહુ તીરથધામ ,ગુરુ  તમારા ચરણોમાં
એવા હે ગુરુદેવ તમને વારંવાર પ્રણામ,
તમારા હૃદયે માં ગૌરી વસે,કંઠે શારદા માતા ,
તમારા મુખે જે વચન વહે તે સિદ્ધ થઇ જાતા ,એવા હે ગુરુદેવ.......
ગુરુ જોઉં તારા હૃદયે હું બ્રહ્મા, વિષ્ણુ,મહેશ
ત્યારે ભક્તિ જોડાતા ,થાય ગુરુનો એવો સત્સંગ
કૃષ્ણની સંભળાઈ બંસરી તે તો ગુરુ કૃપાનો આનંદ,
ગુરુની માયા,ગુરુની કૃપા અને આ બધા ગુરુના ખેલ,એવા હે ગુરુદેવ.....
જનમના દાતા માતા પિતા,પણ તમે કર્મના દાતા,
તમારાથી જોડાતી ભક્તિ,તમે મારા ભાગ્ય વિધાતા,
મારા જીવનની પળેપળ પ્રભુ તારા વિના વિહવળ,
તમને પ્રણામ કરું,હું નમન કરું કે પ્રેમેલાગુ પાય,એવા હે ગુરુદેવ......
ભક્તની નિર્બળતાને ,ગુરુ કરતા બળવાન
અજ્ઞાનીને જ્ઞાન દઈને કરે જીવન ઉદ્ધાર
કુદરત રંગે નિત્ય નિયમથી થાતા સાંજ સવાર
ભક્તોની ભક્તિને વશ થઇ કરુણાનો નહિ પાર ,એવા હે ગુરુદેવ......
બલિહારી એવા મારા ગુરુની,જેનો નથી કોઈ પાર,
ગુરુસંગે ગોવિંદ મળે ને,ગુરુસંગે દામોદર,
રામ ભક્તિનો મોહ જગાડી ,ગુરુ કરે  જીવન પવિત્ર,
જય હો,  બાબા, જય,જય હો એવા ગુરુના ચરિત્ર ,એવા હે ગુરુદેવ.....
જય ગુરુદેવ

No comments:

Post a Comment