Monday, December 18, 2023

જય જલારામ બાપા..


 ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત ના P.M. શ્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપા ને તો કેમ ભૂલી શકીએ..


*राम नाम में लीन है,*
*देखत सबमें राम* 
*ताके पद वंदन करू* 
*जय जय जलाराम*
વીરપુરના વાસી પૂજ્ય જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે  જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામ ના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન આપણા વીરપુરના જલારામ મંદિર રહેશે. ધન્ય છે રઘુરામ બાપાને કે જેને આવી પ્રેરણા થઈ. ખુબજ કઠીન છે આવો આજીવન જવાબદારી ભરેલો નિર્ણય લેવો, વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ટ્રસ્ટીઓએ  એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા સ્વનિર્ભર વીરપુર મંદિરના મહંત પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી..

આ કોઈ નાની વાત નથી આમ જુઓ તો બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે. કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં દાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુ નો અનુભવ કરેલો જ હતો.

આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં  ચાલતા શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી તેવા ત્યાંના દરેક શ્રમજીવીઓને પણ વીરપુર મંદિર તરફથી બંને ટાઇમ ભોજન આપવામાં આવશે જેથી તે શ્રમજીવીઓના પરસેવાથી નિર્માણ થયેલ રામ મંદીરમાં પણ તમને વીરપુર મંદિર જેવો જ અહેસાસ થશે.

આમ ભગવાન શ્રી રામ ને ધરાવવામાં આવતા થાળ તેમજ મંદિરની દીવાલોમાં ખુશ્બુ તો વીરપુર મંદિરની જ આવશે ત્યારે ફરી એકવાર શ્રીમાન અમિતાભ બચ્ચને આવીને અટલુતો જરૂર કહેવું પડશે કે .....

*कुछ समय तो गुजारिए वीरपुर में जहा बने* *भोजनमे क्या मिठास और खुशबू होती है उसका एहसास कीजिए  कुछ दिन तो गुजारिए गुजरात में....*

*જય જલારામ બાપા..*