Thursday, September 21, 2017

નવરાત્રીની શુભકામનાઓ

નવરાત્રીની શુભકામનાઓ 













પ્રિય વાચક મિત્રો,
મોગરાના ફૂલમાં આપનું સદા સ્વાગત છે,ખુબ ખુબ આભાર,નવરાત્રીના શુભ પર્વે માતાજીની આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર અસીમ કૃપા ઉતરે તેવી શુભકામના સાથે


મહેન્દ્ર ભટ્ટના જય માતાજી,જય શ્રી કૃષ્ણ.

Friday, September 1, 2017

હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય.........

હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય.........


સરોવરની પાળે બેઠેલો સંજય નિરાશ હતો ,પોતાની નિરાશાના નિશાશા નાખતો તે સૂઝ વિના પોતાની આજુબાજુનું જગત ગુમાવી બેઠો હતો,જીવનમાં પહેલી વખતના આ વિષાદનું પરિણામ શું આવશે,તેની તેને પણ ખબર નહોતી પડતી,જીવન જ્યારે આવી સ્થિતિમાં આવે ત્યારે ઘણા ભયાનક નિર્ણયો મનમાં ઉછાળા મારતા હોય છે જો એક ખોટો નિર્ણય લેવાય તો આંખે દેખાતી દુનિયા હોલવાઈ જતી હોય છે,અને એમાં સાહસ ન થાય તો ભગવાન સામે ફરિયાદ કરી શાંત થવા ખોટા ફાંફા મારતો હોય છે.જ્યા તેની નજર આકાશના સીમા વગરના વિસ્તારમાં ભગવાનને ફરિયાદ કરવા શોધતી હોય છે,
જયારે તે ભૂલી જાય છે કે ભગવાન તેનામાંજ ક્યાંક રહે છે,તે એક જુવાન હતો અને જુવાનીમાં તે આવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો,બાપ દાદાથી જોડાયેલું તેનું કુટુંબ ભક્તિ સાથે ભગવાન ઉપર બધી સ્થિતિને આધાર રાખતું એક નાના ગામમાં રહેતું હતું ,હાલમાં ભાઈ અને ભાભી સાથે તેનો રહેવાસ હતો,ખેતીવાડી હતી,મોભાનું ઘર અને વર્ષોથી ગામમાં સારી છાપ એટલે કુટુંબનું ખુબ માન ,તેના બાપ દાદા ક્યારેક ગામના ઉપરી પણ હતા એટલે બુદ્ધિશાળી પણ ખુબ,તેવા કુટુંબનો સંજય ગામથી બસમાં બેસી શહેરમાં ભણવા જતો,અને હવે જ્યારે કોલેજ કાળ પૂરો થવા આવ્યો એટલે,ભાઈ ભાભી તરફથી લગ્નના સૂચનોનો ભરડો આવવા લાગ્યો કેમકે બધુજ સારું  હતું પણ ભાઈને લાંબા સમયના લગ્ન પછી પણ  કોઈ બાળક ન હતું,અને ભાભીનું દબાણ સતત વધી રહ્યું હતું,થોડો સમય પહેલાજ તેમની પિતરાઈ બહેન અંગે તેના ભાઈની હાજરીમાં વાત કરી હતી,સંજયે વિરોધ નહોતો કર્યો ભાઈ ભાભીની વાત સાંભળી હતી પણ કોઈ કારણ સર તે જવાબ વિહીન રહ્યો હતો,એટલે ભાભી સતત જવાબની રાહ જોતા હતા,ઘરમાં ત્રણ જણા હતા પણ અત્યાર સુધી તો કોઈ પ્રોબ્લેમ ના હતો,પણ જયારે ભાભીને જવાબ ન મળ્યો ત્યારથી થોડો ખટરાગ શરુ થયો હતો એટલે સંજય બધું છોડીને અહીં સરોવરની  પાળ ઉપર આવી બેસતો અને ક્યારેક સૂઝ ન પડતા ગણગણતો અને તેના ગમતા કાયમી ગીત 'હરિ તું ગાડું મારુ ક્યાં ..."પર આવી જતો,હજુ તો જુવાન હતો અને આમ જો શરણે થવા મજબુર બને તો પછી મજબૂરી તેનો પીછો ન છોડે તેવું બનતું હોય છે,બનાવોની ચેનલ લાગી જાય છે,જ્યારે તેણે ભાભીના જવાબને વિલંબિત કર્યો ત્યારથી તે દુઃખી થયો હતો,ક્યારેક ભાઈ પણ આકરા થતા દેખાતા,બહુ ભાઈબંધો નહોતા,કેમકે તે પહેલેથી જ એકલવાયું જીવન જીવતો,અને એટલે જયારે દબાણ વધે ,ખુબ અપમાનિત થાય ત્યારે ત્યારે કોઈ એકલવાયા સ્થળ પર જતો રહેતો,સરોવની પાળ   તેમાંનું એક હતું,કોલેજમાં અભ્યાસ કરતા પણ ખૂબ જ સહન કરવું પડતું,ક્યારેક ક્યારેક તો કોઈ કોલીજીયન માથા ઉપર ટપલી પણ મારી જતું,પણ કોઈ ફરિયાદ વગર  મશ્કરા હાસ્ય વચ્ચે તે ત્યાંથી ખસી જતો,ક્યારેક પીછો પણ થતો પણ હોશિયારીને લીધે તેના રેન્ક સતત સારા આવતા, અને આવું થતું એટલે તેના તરફ એક સદ્ભાવ કરતી શ્રુતિ તેના મિત્ર તરીકે જોડાઈ હતી પછી,અમુક સમયના ગાળામાં તેની દોસ્તી ખુબ વધી હતી,શ્રુતિ પણ તેના જેટલીજ સરળ સ્વભાવની હતી,પછી તો કોલેજમાં હેરાનગતિ પણ ઓછી થઇ ગઈ હતી,બંને સાથે ફરતા ,એક વખત સંજયે શ્રુતિને પોતાના ઘર આવવા આમંત્રણ આપ્યું તો તે થોડી કચવાઈ હતી,તેને ગામડે જવું કદાચ  ગમતું ન હોય પણ તેથી તેમની ભાઈબંધી માં કોઈ રુકાવટ નહોતી આવી,પણ તેથી સંજય ઉપર શ્રુતિ નો પ્રભાવ વધ્યો હતો,સંજય મૉટે ભાગે બંને મળતા ત્યારે ચૂપ રહેતો અને શ્રુતિ ખુલ્લા દિલથી જે કેવું હોય તે કહેતી,આમ દરેક ક્ષેત્રમાં સંજય પોતાને કોઈ ને માટે કામનો ન હતો તેમ માનતો,પણ કોઈ તેને ખરાબ પણ નહોતું માનતું,તેની ભાભી પણ ટકોર કરતા પણ સંજયને ખોટું ન લાગે તેનું ધ્યાન રાખતા,શ્રુતિ તો મશ્કરી કરતી પણ ખરેખરી મિત્ર હતી,જો કોઈ બીજી છોકરી તેમની વચ્ચે આવતી તો વાત પૂરતી તે આવવા દેતી પણ વાતની કમાન તે સંભાળી લેતી,સંજય મનમાં ને મનમાં શ્રુતિના આવા સંબંધોને સમજી નહોતો શકતો ને ગુંચવાયા કરતો,શું શ્રુતિ તેના જીવનની સંગીની બનવાનો પ્રયત્ન કરતી હતી કે મજાક કરવાની તેની ટેવ હતી,ખબર નહોતી પડતી ત્યારે સરોવરની પાળને યાદ કરી એકલવાયો ભગવાનને સવાલો કર્યા કરતો અને ગણગણતો 'હરિ  તું ગાડું મારુ ક્યાં લઇ જાય...."છેલ્લે જવાબ ન મળતા નિરાશ થતો,ભગવાન ક્યાંથી જવાબ આપે તેના જેવા ક્ષણ ભંગુર કેટલાય હોય,કદાચ જવાબ ન આપે પણ ગમે તે રીતે નિરાશ થઈને પણ પાછો જીવનમાં પરોવાઈ જતો તેજ તેના જીવન માટે પૂરતું હતું અને કોલેજમાં શ્રુતિ સતત તેની સાથે રહેતી એટલે એટલું બધું સહન નહોતું કરવું પડતું,અને તે જોતો ઘણી વખત બીજા તેમને જોઈ ઈર્ષ્યા કરતા ,તેને નિરાશાની ટેવ પડી ગઈ હતી બાકી આમ તો બધું બરાબર હતું
આમ નિરાશાવાદી શ્રુતિનો મિત્ર સંજય ની ભાભીએ એક સમાચાર કહી દીધા કે તેમની પિતરાઈ બહેન સરોજ તેમને ત્યાં શહેરમાંથી એકાદ બે દિવસ ફરવા આવવાની છે,અને  આ સમાચાર સંજયની હાજરીમાં તેના ભાઈને કહેવાયા અને ભાભીએ દિયરના ચહેરાને તેના પ્રતિભાવ માટે ખૂબ જ બારીકાઈથી અનુભવ્યો,તે વખતે સંજય વાંચતો હતો તે ઉભો થઈને દીવાન રૂમમાં આંટા મારવા લાગ્યો,તે ડિસ્ટર્બ થયેલો જોઈ તેના ભાઈએ સવાલ કર્યો ,
"શું વાત છે સંજય,તું થોડો પરેશાન દેખાય છે," અને જવાબમાં
"ના,ના,મોટાભાઈ કોઈ પરેશાની નથી,મારા રેન્ક તો ખુબ સારા આવે છે."અને ભાભીએ બંને ભાઈ વચ્ચે કહ્યું ,
"સંજયભાઈ સરોજના સમાચારથી તો કોઈ પરેશાની નથીને..!"અને ભાભી તરફ ચહેરામાં થોડું સ્માઈલ ઉમેરી સંજયે કહ્યું,
"ના ,ના, ભાભી,સરોજથી મને શું પરેશાની થાય,તે આવશે તો સહુ ખુશ થશે અને ગામના વાતાવરણમાં તેનું મન પણ બહેલાઈ જશે,મને કોઈ તકલીફ નથી."અને ભાભી નજીક આવ્યા અને બોલ્યા,
"તો દિયરજી,સાચી વાત કહું,તેની સાથે મેં તમારા અંગે વાત કરી  છે,કોઈ દબાણ નથી,સરોજ બહુ ભણી નથી પણ દેખાવમાં ખુબ જ સુંદર છે,તમારા ભાઈ સાથે વાત કર્યા પછી તેને અહીં બોલાવવાનું નક્કી કર્યું હતું,અને ચોક્કસ કહું છું તમને ગમશે જ,અને તમારી ઈચ્છા નહિ હોય તો આગળ વાત નહિ વધારીએ,બે દિવસ ફરીને જતી રહેશે,પણ હવે તમારી કોલેજ પુરી થવા આવી છે એટલે અમારી ફરજ પુરી કરીયે છીએ,અને સંજયભાઈ ફરી કહું છું તમને ગમે તો જ કરવાનું છે ."ભાભીની વાત માનવા ટેવાયેલો સંજય ઘડીક વિચારતો થઇ ગયો પણ હિમ્મત કરી બોલ્યો,
"ભાભી,કદાચ નહિ પણ સરોજને જરૂર ખબર છે કે તે અહીં તેની પસંદ માટે આવે છે અને તેમાં તેને સફળતા ન મળે તો તે ખૂબ જ સુંદર હોવા છતાં દુઃખી નહિ થાય."અને ભાભી હસ્યા અને તેના ઈશારે   ભાઈ એ પણ સાથ પુરાવ્યો,ભાભી બોલ્યા,
"સંજયભાઈ, તે મારી બહેન છે અને હું તેને ખુબ જ નજીકથી જાણું છું તે બિલકુલ નારાજ નહિ થાય,અને તમને ન ગમે તો તેની સુંદરતાને હિસાબે તેને સારા સારા ઘરમાંથી માંગા આવ્યા છે,પણ વાત જાણી એટલે મેં તેને પહેલા અહીં બોલાવી,તે બિલકુલ નારાજ નહિ થાય."અને સંજય વિચારતો રહ્યો,કેમકે શ્રુતિ પણ એક નજીકની મિત્ર જ હતી, પણ તેના તરફથી પણ એવું તો કઈ નક્કી નથી  તો  સરોજને જોવામાં શું વાંધો,ભલેને આવતી ,તરત તો હા પાડવાની નથી,અને બંને બાજુ અટવાતું તેનું મન નિર્ણય ન કરી શક્યું પણ ભાભીને કૈક જવાબ તો આપવોજ પડે એટલે કહ્યું,
"ભાભી મને કોઈ વાંધો નથી." બધી બાજુથી  દબાતા  સંજય પાસે બધા સાથે સંમત થવા સિવાય બીજો રસ્તો પણ શું હતો,તેને કોઈને નારાજ જ કરવા ન હતા,પણ શ્રુતિનો તેના પર પ્રભાવ હતો ,અને અત્યાર સુધીનો તેની સાથેનો સબંધ એકદમ ચોખ્ખો હતો,એટલે તેના તરફથી કઈ સંભળાઈ તો તે તેને પણ નારાજ ન કરી શકે,તેને ફક્ત એટલુંજ ધ્યાન રાખવાનું હતું કે સગાઇ તો થવાની જ હતી પણ તેની વાતથી સરોવરની પાળે બેસીને "હરિ તું ગાડું.."ની ફરિયાદ કરી રડવાનો વારો ન આવે,પણ તેના જવાબથી ભાઈ ભાભી હાલ પૂરતા તો ખુબ ખુશ દેખાયા,બીજે દિવસે નિત્ય મુજબ કોલેજ ગયો તો ત્યાં રોજની સદા હસતી  શ્રુતિ તેની રોજની અદામાં તેને મળી, પણ રોજની અદામાં તે ન હતો કેમકે ઘેર થયેલી સરોજની વાત ઘસડાઈને તેની સાથે વહી આવી હતી અને તેની અસરની તેનો  ચહેરો ચાડી ખાતો હતો,એટલે સ્વભાવિક રીતે શ્રુતિનો ભાર વાળો પ્રશ્ન આવ્યો
 "સંજય શું વાત છે,તું રોજનો સંજય નથી" હવે શંકા વાળી વાત આવી ગઈ જો તે ઘર કરી ગઈ તો શ્રુતિ પણ ગઈ,પણ ગમે તેમ ,સંભાળીને  તે બોલ્યો
"ના એવી કોઈ વાત નથી પણ શ્રુતિને  સંજય માટે આવો પ્રશ્ન થયો એ જરૂર વાત છે."અને હસતા શ્રુતિ તેની બગલમાં સરકી ને બોલી,
"શ્રુતિ તો કોણ છે ફક્ત મિત્ર,પણ મને એમ લાગ્યું માટે પૂછ્યું,મિસ્ટર " અને મૂડમાં આવેલી શ્રુતિ ને સરોજ માટેનું કહેવું કે નહિ,પણ તે અટક્યો,કેમ કે શ્રુતિને તેના સિવાયની બીજી કોઈ વાત પસંદ નહિ આવે અને મિત્રોમાં ચોખ્ખા રહેવાય તે વધુ સારું,એટલે તે અટક્યો પણ આજે કોલેજમાં બે જ પિરિયડ ભણવાનું હતું એટલે સામે ચાલીને શ્રુતિએ તેને તેના ઘેર આવવાનું આમંત્રણ આપી દીધું,અને તે અચાનક આ બધું શું બનવા માંડ્યું છે તે નક્કી ન કરી શક્યો,સરોજની વાત ,ને પછી પાછું શ્રુતિનું આમંત્રણ,પોતાની આજુબાજુ ઘુમરાતી છોકરીઓની વાતથી ખુશ થવું કે શું...? જવાબમાં ખુશ જ થવું,તેનો સમય હતો,કોલેજ પણ પુરી થવા આવી હતી,તેણે શ્રુતિના આમંત્રણને માંન આપી દીધું,હવે શ્રુતિના કુટુંબ સાથે પહેલી વખત મળવાનું થશે.,તેના વિચારોએ તેના પર સવારી કરી કેવી રહેશે તેમની મુલાકાત તે તો પછીની વાત હતી પણ પીરીયડનો સમય થતા બંને જુદા પડ્યા.
ભેગા થયા ત્યારે કોલેજનો સમય પૂરો થયો હતો, પ્લાન મુજબ બંને શ્રુતિને ત્યાં આવ્યા,ભવ્ય મકાન તેના દરવાજામાંથી જ તેની સુંદરતાનું પ્રદશન કરતુ હતું,રંગીન દરવાજા ઉપર કુદરતના દ્રસ્યો કંડારાયેલા હતા,
કોઈને પણ જોઈને 'અદભુત' કહેવાનું મન થાય,ત્યાંથીજ રહેનારની ખબર પડી જાય,અને તે પ્રમાણે મહેમાનના ભાવો પણ બદલાઈ જાય,તો શું સંજય હિંમતથી પ્રવેશ કરશે કે ડરનો માર્યો શ્રુતિની આડ નો સહારો લેશે,પણ તે બધાની જરૂર ન પડી હાજરજવાબી શ્રુતિએ જ કહી દીધું,
"અહીં ડરવાની કે બહુ વિનયની જરૂર નહિ પડે,પ્રવેશથી બહાર સુધી સદા હાસ્ય જ જોવા મળશે,સદા આનંદી માતા પિતાની હું એકલી વ્હાલી પુત્રી છું,માટે શ્રુતિ સંમત હશે તો અહીં બધું સંમત હશે,માટે પકડો હાથ અને કરો પ્રવેશ."
અને શ્રુતિનું આ તોફાની સ્વરૂપ જોઈ તે દંગ થઇ ગયો,પણ તેને હસવાની ફરજ પડી,પણ હાથ પકડવાની વાત અને તેના માં-બાપ સામે તેને બરાબર ન લાગ્યું ,પણ તેના વિચારને તે રજુ કરે તે પહેલા શ્રુતિ તેનો હાથ પકડી પગથિયાં પર ખેંચી ગઈ અને પછી તેણે પણ ખેંચાવાની આનાકાની ન કરી તે ખેંચાતો રહ્યો,ઘરમાં તેને ખુબજ સારો આવકાર મળ્યો,જયારે શ્રુતિના માતપિતાના અભ્યાસની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુંચવાઈ ગયો તેઓ બંને કાયદાના રિટાયર્ડ ઓફિસર હતા,હવે કેમની બરાબરી કરવી તેની સંજયને ખબર ન પડી,આટલા મોટા ઘરની છોકરી ગામના ઘરમાં ભળશે...કેમકે ઉતાવળમાં બધું બરાબર હોય પણ ક્યાં તે અને ક્યાં શ્રુતિ,જયારે હકીકતો ખુલતી જાય તેમ બધું બદલાતું જાય પણ જરૂર તે તેના ખેંચાણમાં ખેંચાયો હતો,

તે પોતાના ભાભીને શું જવાબ આપશે,ભલેને ભાભી ગમે તેમ કહે પણ તે જરૂરથી દુઃખી થશે.પણ શ્રુતિ શું કરવા માંગે છે તે પણ ખબર નથી,મગનું નામ મરી પડે તો ભાભીને હિમ્મત કરી ના નો જવાબ આપી દેવાય,કઈ જ ખબર ન પડતા તેના વિચારો એટલા દબાયા કે તેણે માથું પકડીને દબાવ્યું.શ્રુતિ બાજુમાં જ બેઠેલી હતી.સામે તેના પિતા અને મમ્મી હતા,અને બધા વચ્ચે
"શું થયું સંજય ? " નો શ્રુતિનો પ્રશ્ન આવ્યો ત્યારે મજબૂત શ્રુતિ પણ ગભરાઈ ગઈ,તેનો હાથ તેને શાંત કરતો તેની પીઠ પર ફરી રહ્યો,તેની મમ્મી પાણી લઇ આવ્યા ,તેણે સહુની લાગણીનો આદરભાવ  કરતા કહી દીધું
"ક્યારેક આવું થઇ જાય છે" પણ શ્રુતિની મમ્મી બોલ્યા
"એતો ભણવાનું અને બીજી બધી વાતોથી કોઈક વખત દબાણ આવી જાય ,પણ હવે શ્રુતિ સાથે છે,ને ,તે ખૂબ જ મજબૂત છે,એટલે બધું બરાબર થઇ જશે."પછી તો કુટુંબની માહિતીની આપલે થઇ વિગતો પુછાતી ગઈ,અને પરિણામ સંજયના મન પર સ્થિર થયું તેને લાગ્યું કે શ્રુતિની સાથે તેના કુટુંબે પોતાના માટે મન મનાવી લીધું છે.પણ તેને ચોખવટ કરવાનો વિચાર આવ્યો,આટલા સારા કુટુંબ સાથે સગાઇની વાત હતી એટલે સરોજની વાત તેણે તેની મમ્મી સાથે શેર કરી, ત્યારે શ્રુતિ રસોડામાં હતી,તેની મમ્મીએ સંજયને કહ્યું
"દરેક કુટુંબમાં છોકરા મોટા થાય એટલે તેના વિવાહની ચિંતા હોય,તેમાં કોઈ વાંધો નથી,જ્યાં જેના નસીબ, ,લગ્ન પછી મિત્રો પણ ભુલાઈ જતા હોય છે,"
શ્રુતિ આટલી ખેંચાઈ છે અને તેની મમ્મી પણ વિવાહની વાતથી આટલી શાંત કેમ છે,સંજયને કઈ ખબર પડતી ન હતી ,અને કદાચ તેને કઈ ખબર પણ નહિ પડે,સરોજની વાત તેના ઘરની વાત હતી,હવે જયારે શ્રુતિ જાણશે ત્યારે શું? ,ફરી માથું દબાવવાનો વારો ન આવે ,તે અકળાયો અને તેના વિચાર પ્રમાણેના પ્રયાણ પણ થયા, તેની મમ્મી ઉઠીને રસોડામાં ગઈ જ્યાં શ્રુતિ હતી.તે વિચારતો રહ્યો,બધું અત્યાર સુધીનું તોફાન શ્રુતિના બોલથી સમાઇ જશે.સંજય તારો ક્યારેય આરો નહિ આવે,તેનું હૃદય ધમધમાટ ધબકી રહ્યું હતું,અને શ્રુતિ આવી,તેની પાસે બેઠી,અને બોલી
"ખાસો સમય થયો સંજય હવે ઘર નથી જવું  ભાઈ ભાભી રાહ જોતા હશે.મમ્મીએ તારી ખુબ કાળજી લીધી,ખરુંને,ભાભીને જરૂરથી કહેજે કઈ છુપાવતો નહિ"અને શ્રુતિએ આમ સંજયને બહારની રાહ માટે સાબદો કર્યો,ભાઈ ભાભી સાથે તારા શબ્દ  ન જોડાયો,  તે કૈક નવું હતું.પણ તેમાં ઉત્સાહ ન દેખાયો,શું તેને સરોજની વાતથી ખોટું લાગ્યું હશે,તેની મમ્મીએ કહ્યું જ હશે.ક્યાંક મિત્રને ખોવાનો વારો ના આવે,બધુજ શક્ય હતું કેમકે તે ખુબજ મજબૂત હતી,અત્યાર સુધી તો તે ફક્ત એક ખાસ દોસ્ત હતી,બધાથી વિદાય થતા તેણે જોયું,શ્રુતિ નિરાશ હતી,કદાચ નિરાશા તેના ઘરમાં ફરી વળી હતી,કઈ વાત ક્યારે કહેવાય તેવું પોલિટિક્સ તેને નહોતું આવડતું તેનું કદાચ તે પરિણામ હોય શકે,આવજો કહેતા તેણે તો ચહેરો ખુશ રાખ્યો પણ તેનો પ્રતિભાવ તે ઘરમાં ન પડ્યો.જાણે બધું નીરસ થઇ ગયું,પણ તે તેનું ઘર તો હતું નહિ,તેને ત્યાંથી જવું ન હોય પણ જવું પડ્યું ,પગથિયાં સુધી આવેલી શ્રુતિના હાથે પણ ઢીલાસ પકડી તે પગથિયાં ઉપર અટકી અને તેનો હાથ છૂટી ગયો દરવાજા બહાર ગયા પછી પણ શ્રુતિના ચહેરાને તે જોતો રહ્યો કોઈ ફેરફાર ન હતો.
સંજય ઘેર આવ્યો તેને ખબર નહોતી પડતી શ્રુતિ ની, તે જરૂર દુઃખી  હતી,ભાઈ ભાભી પણ તેની રાહ જોંતા બેઠેલા હોય તેમ દેખાયું,હવે પાછું શું થયું,એટલે તેણે સીધો ભાભીને જ પ્રશ્ન કર્યો
"ભાભી બધું બરાબર છે?"અને ભાભી નિરાશ હતા,બોલ્યા,
"હવે કદાચ સરોજ નહિ આવે.તેની સગાઇ થઇ ગઈ."
અને તે બોલ્યો
"કઈ વાંધો નહિ ભાભી,તેને સારું ઘર મળ્યું તે સારુંજ ને."
"હા,અમેરિકન કુટુંબ અહીં છોકરી જોવા આવ્યું હતું ,તે બીજા અઠવાડિયે છોકરો પાછો જાય છે.એટલે તેમણે તાત્કાલિક સરોજને પૂછી નિર્ણય લઇ લીધો.એટલે હવે બીજે જોવાનું,"અને ભાભી દયામણા ચહેરે સંજય બાજુ જોઈ રહ્યા.
"ભાભી,જેનું જ્યાં નસીબ હોય ત્યાં થાય,નક્કી હોય તો પણ બદલાય જાય.એમાં ચિંતા શું કરો છો,હજુ તો હું ભણું છું "અને સંજય હસ્યો ,જાણે હવે સંજય હસે  અને બીજા બધા નિરાશ થતા દેખાતા હતા.સંજયે શ્રુતિના મમ્મીનો ડાયલોગ રિપીટ કર્યો.અને આમ આ દિવસ પૂરો થયો પછી બહુ ચર્ચા ન થઇ,
પણ પછી બધુજ સારું થવા લાગ્યું,થોડાક દિવસોમાં શ્રુતિના મમ્મી પપ્પા સંજયને ત્યાં આવ્યા ,અને સંજયના ભાઈ ભાભી ને નવાઈ વચ્ચે સંજયની સગાઇ થઇ ગઈ,અને ભણવાનું પૂરું થાય તે પહેલા લગ્ન થઇ ગયા,પણ ભણવાનું પૂરું થાય ત્યાં સુધી શ્રુતિ સંજય સાથે તેના ગામમાં રહી,એક દિવસ સરોજ પણ તેના પતિ સાથે ત્યાં મળવા આવી,તે વખતે થોડો સમય સંજય કઈ લેવા ગયો હશે ને નરેશ નામનો છોકરો ત્યાં આવ્યો,તે બરાબર બોલી શકતો ન હતો પણ આવીને તરત બોલ્યો
"ભાભી,સંજય છે,પેડા ખવડાવો " અને બધાની નવાઈ વચ્ચે તે સરોજને કહી રહ્યો હતો,અને શ્રુતિ હસતા હસતા બહાર આવી,એટલે તેના તરફ આંગળી ચીંધીને સરોજ બોલી
"ભાભી હું નહિ આ આવ્યા"અને બધા હસ્યાં.નરેશ થોડો શરમાઈ ગયો ને શ્રુતિને કહેવા લાગ્યો
"માફ કરજો ભાભી ,મેં તો તમને જોયેલા જ નહિ એટલે   ભૂલ થઇ ગઈ"
"વાંધો નહિ ભાઈ,પણ સંજય હવે આવશે તમે બેસો"અને તે બેઠો થોડીવારમાં સંજય આવ્યો નરેશને જોઈ ભેટી પડ્યો બધાને ઓરખાણ કરાવી,તે તેનો નાના હતા ત્યારનો દોસ્ત હતો , સાથે રમતા ,પછી તો તેઓ બહાર જતા રહ્યા,પણ નરેશે બધાને જણાવ્યું,અમે સરોવરની પાળે બેસતા ત્યારે સંજય કાયમ એક ગીત ગાતો" હરિ તું ગાડું મારુ ક્યાં....યાદ છે ને સંજય..."અને સંજય બોલ્યો,
"હા યાદ છેને,હજુ ગાઉ  છું,અને બધા નવાઈ પામ્યા,નરેશને સ્વીટ ખવડાવી ત્યાં સરોજ બોલી
"આપણે ત્યાં જવું જોઈએ"બધાએ તેની વાત માની અને બપોરના સમયે ત્રણ કપલ અને નરેશ સરોવર ઉપર ગયા,ત્યાં ભાભીના હાથના બનાવેલા મેથીના ઢેબરાં ખાઈ બધાએ મજા  કરી,સરોજ ને શ્રુતિ એ
ખુબજ આનંદ લીધો,હવે ભાભી પણ ખુશ હતા,સંજય પરણી ગયો એટલે ક્યારેક ભાભીની મનોકામના પણ પુરી થશે.સરોવર નાનું હતું પણ તેમાં તરતા પક્ષીઓથી વાતાવરણ ખૂબ જ રળિયામણું હતું
સમાપ્ત.

-મહેન્દ્ર ભટ્ટ.