Monday, December 28, 2015

ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી

ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,



  જીવનકી ઘડિયા વૃથા ન ખોના હરી ઓમ જ્પો હરી ઓમ જ્પો
 ચાદર ન લમ્બી તાનકે શોના હરી ઓમ  જ્પો,હરી ઓમ જ્પો
શો ના હી જગ કા સાર હૈ,જીવન હૈ જીવન આધાર હૈ(૨)
પ્રીતિ ન ઉસકી મનસે તજો,ઓમ જ્પો,હરીઓમ જ્પો
ચૌલા યહી હૈ,કર્મકા કરનેકો સોદા ધર્મકા
ઇસકે બીના ન મારગ હો,હરી ઓમ જાપો,હરી ઓમ જ્પો
મનકી ગતિ સંભાલીયે,ઈશ્વર કી ઓર જા લિયે,
ખોના હી ચાહે મનકો હી, ખો, હરી ઓમ જ્પો હરીઓમ જ્પો, હરીઓમ જ્પો,
સત્સંગના સુભારંભમાં સંત શ્રી કહે છે, આજથી પાચ હજાર વર્ષો પહેલા,ઋષિ વેદવ્યાસની પંક્તિઓને
યાદ કરતા જયારે કોઈ ઋષિની દ્રષ્ટિથી તેમણે એ કહ્યું હતું,વિચારતા દુનિયામાં કયો માણસ માનવદેહ
મેળવીને પણ બધાથી એકલવાયો અને નિરાધાર છે,અર્થ વગરનું જીવન કોનું માનવું જોઈએ,દુનિયામાં કોણ
માણસ નિરાધાર છે જે બધાથી જુદો પડી ગયો છે,ભગવાનની દ્રષ્ટિમાં જેને આપણે અભાગી માણસ કહીએ
કેટલાક ચિંતકોનું એવું કહેવું હતું માનવદેહ મેળવ્યા પછી,વ્યક્તિ નીગુણો રહી જાય તો એનું જીવન અર્થ
વગરનું છે,તે જીવનમાં  કોઈ અર્થ નથી, તેનું કોઈ મહત્વ નથી,કહેવાય છે દુનિયામાં કોઈ એવી ચીજ નથી
જે કામ નથી આવતી, દરેક. ફૂલ,દરેક છોડ,દરેક ઘાસ,દરેક તણખલું ઉપયોગી છે,દરેક જીવ ગમે તે ત્યાં
કોઈ ને કોઈ રૂપમાં ઉપયોગી છે,ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે પશુ પક્ષીયોના મૃત દેહ પણ ગમે ત્યાં
કોઈના કોઈ રૂપમાં કામ આવે છે,તો બધાની કોઈ ને કોઈ ઉપયોગીતા  છે,પણ મનુષ્યની ઉપયોગીતા ખાલી તેનું શરીર અને તેના સંગ્રહની સાથે આંકવામાં આવે તો તેને ઉપયોગીતા માનવામાં નહિ આવે, આપણે કેટલું
કમાયા,આપણા શરીરનો રંગ કાળો છે કે ગોળો છે,કેવો છે તે મહત્વનું નથી,મહત્વનું એ છે કે આપણે કેટલા
ગુણવાન છીએ,જો વ્યક્તિ ગુણવાન હશે તો જાતે પણ લાભ.લેશે અને દુનિયાને પણ લાભ આપશે,

કેટલાક લોકોનું કહેવું હતું,દુનિયામાં આવીને માણસે પૈસા મેળવવા જોઈએ,સાધન સામગ્રી ભેગી કરવી જોઈએ,તેનાથી તેની કિંમત વધે. છે,સમૃદ્ધિ થાય છે,તેનું મહત્વ વધે છે,અને ચાર પદાર્થો જે જીવનના કહેવામાં આવે છે,તે મેળવવા જોઈએ,ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,આ ચારમાં અર્થ ,સાધન સંપતિ,અગત્યની
કડી છે,આપણા જીવનમાં આ વસ્તુ હોવી જોઈએ અને ભારત  દેશમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે,અને ભારત દેશ સોનાની ખાણ કહેવાય છે,અને એના કારણે,આખા વિશ્વની વસ્તી અહી આકર્ષિત થાય છે કેટલાક
દેશોના લોકો હુમલો કરતા અહી આવી જાય છે,અહી આવીને અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે,રાજ કરવા
માંડે છે,આમ અહીની સપત્તી બધાને ખેચતી રહી છે,તો કહેવાયું કે માણસે પોતાની અંદર ગમે તે રીતે ગમેતે
રૂપે ગુણવત્તા ગ્રહણ કરવી જોઈએ,ગુણવતા ધનની જરૂર છે એવું કેટલાક વિચારકોનું કહેવું છે,અને ત્યાં સુધી કહેવાય છે કે ભગવાન લક્ષ્મીનારાયણ પણ લક્ષ્મીજી  પાસે પગ દબાવદાવે છે,તે તેમની શક્તિ છે
ભગવાનની શક્તિ પણ લક્ષ્મીજી છે,મનુષ્યની શક્તિ પણ લક્ષ્મીજીમાં જ છે,ધનમાં છે,માટે ધનવાન બનવું
 જોઈએ,અને ધન કહેવાય છે કે માણસમાં જુદીજુદી રીતે જુદા જુદા રૂપમાં છે, માણસની વાણી મધુર હોય તો તે ધન છે,ઘરમાં એકતા હોય તેપણ ધન છે,માણસ સુંદર સ્વરૂપવાળો હોય તે પણ એક ધન છે,એક બીજામાં પ્રેમભાવ હોય,સબંધોમાં  પ્રેમભાવ હોય તેપણ એક ધન છે, ધન એ પણ છે કે કોઈની  પાસે પશુધન  હોય,ઘણી બધી ગાયો હોય,ઘણા બધા ઘોડા હોય,આ બધાને જુના  જમાનામાં ધન માનવામાં આવતું હતું,કોઈનો પુત્ર આજ્ઞાકારી હોય માતાપિતાની ઈચ્છાઓ પૂરી કરતો હોય તોતેપણ એકધન છે,પતિ પત્ની માં
એક બીજા માટે ખુબ લાગણી હોય,એકબીજાનો સાથ હોય તે પણ એક ધન છે,મિત્રોમાં સાથ હોય અને એક બીજા માટે મરી ફીટવા  તૈયાર હોય તેપણ એક ધન છે,માણસ કોઈ પણ રૂપમાં આ શક્તિયો ભેગી કરે છે,
વિદ્યા તો ધન છે જ,આ બધી શક્તિયો માણસને શક્તિવાળો બનાવે છે,કહે છેકે દુનિયામાં ગુણવાન બનો તો
તમે સાર્થક જીવન જીવો છો અથવા ધનવાન બનો તો,કેટલાકનું એવું કહેવું હતું, આ દુનિયામાં એવો માણસ
દયાપાત્ર છે જે શક્તિ વગરનો છે,માણસ પાસે પાવર હોવો જોઈએ,અને પાવર જે છે તે અનેક રૂપમાં માણસ પાસે શક્તિ હોય છે,પણ બધાથી મોટી આત્મશક્તિ  છે,આત્મશક્તિ જેની પાસે હોય તે હિંમતવાળો માણસ
હોય છે,તે કોઈને ડરાવતો નથી, કે કોઇથી ડરતો નથી, તે કોઈને દબાવતો નથી કે કોઇથી દબાતો  નથી,
તે કોઈને દુખ આપતો નથી કે કોઈના ધ્વારા અપાયેલું દુખ જીરવી શકતો નથી
કર્તવ્ય કે કષ્ટ  ધર્મને માટે,માનવતા માટે કોઈના કલ્યાણ. માટે,સમાજના કલ્યાણ માટે સહન કરે, ગમે તે દુખ પડે તો સહન કરે,એ કહેવાય છે કે જેની પાસે આત્મશક્તિ હોય તે બહુ બળવાન કહેવાય અને જેની પાસે સંગઠન શક્તિ હોય તે પણ બળવાન કહેવાય,તો બળ હોવું ઘણી મોટી વસ્તુ છે,અને એ તો કહેવાય છે કે જેની પાસે લાકડી તેની ભેસ,એટલેકે તાકાત હોવી જોઈએ,રાજસત્તા પણ આપણામાં એક શક્તિ કહેવાય છે,
બહુજ મોટી શક્તિ કહેવાય છેપણ બધું વિચાર્યા પછી છેલ્લે કહેવાય છેક વ્યાસમુનીએ બધાની વાત સાંભળ્યા પછી કહ્યું,કે હું આ બધી વાતો સાથે સહમત નથી,આ બધી વસ્તુઓ માણસ માટે જરૂરી છે,પણ હું તો માનું છું
માણસનું શરીર મેળવીને હમારી પાસે એક વસ્તુ નથી,તો જીવન નિરર્થક છે,તેશું છે,તો તેમણે કહ્યું,બધા શાસ્ત્રોના પ્રણેતા અને વ્યાખ્યા કરવાવાળા વ્યાસ ઋષીએ પોતાનો નિર્ણય કહ્યો, કે મારા મત પ્રમાણે માણસનું શરીર પામીને પણ કોઈ માણસ ભગવાનને ન મેળવી શકે,ભગવાન તરફ ન વળી શકે,ભગવાનના નામથી મીંડું હોય,ભગવાનના નામથી દુર થઇ ગયો હોય,તો તે મારા હિસાબ પ્રમાણે બધાથી ખોવાઈ ગયેલો માણસ છે
એટલેકે આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ,ગમે તે રીતે,કોઈપણ વિષયમાં,આગળ વધીએ,પણ ભગવાનથી દુર ન જાય,આપણા પ્રભુને યાદ કરીએ,ભગવાન સાથે જોડાયેલા રહીએ,જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ પણ એજ કહેતા હતા,કોઈ માણસ પાસે ધન હોવું તે પણ એક શક્તિ છે,બળ હોય તોપણ,.રૂપવાન હોય,કલાકાર હોય તે પણ એક શક્તિ છે,તો આ શક્તિઓને માણસ સામાન્ય રીતે પોતાનું બહુ મુલ્ય આપીને,સમય આપીને
કેમકે માણસને પૈસાદાર બનતા સમય લાગે છે,સારી નામના મેળવવા માટે,પોતાનું શરીર મજબુત બનાવવા માટે,સંગઠનને ભેગું કરવા અને સુદ બનાવવા રામકૃષ્ણ કહેતા હતા,બધીજ વસ્તુઓ માણસના જીવનમાં બહુ જ અગત્યની હોય છે,પણ કહેતા હતા મારા હિસાબથી ધન ભેગું કર્યું તો પણ શૂન્ય છે,પૈસા ભેગા કર્યા તો પણ શૂન્ય છે,વિદ્યાવાન થઇ જાય તો પણ હું તો માનું છું શૂન્ય છે કેમ કે આ બધા શૂન્ય એટલા માટે છે કે
 આપણી બધી વસ્તુઓ અહીની અહી જ રહી જાય છે તે મેળવીને પણ તમે ત્યાના ત્યાં જ રોકાઈ જઈએ  છીએ,પૂછવામાં આવ્યું તો મહત્વ કેવી રીતે બને છે,તો કહ્યું કે બધા શૂન્ય એક જગ્યાએ ભેગા કરો તો પરિણામ  શું આવશે,શૂન્ય જઆવશે,એમણે કહ્યું કેઆ બધા શુન્યોને એક બીજાની આગળ લખતા જાઓ
એટલે કે  એક શૂન્ય લખો,એના પછી તેની આગળ એક શૂન્ય જોડી દો, તો ડાબી બાજુથી જમણી. બાજુ લખતા જા ઓ,એમને એમ ચાર પાંચ શૂન્ય થઇ ગયા,હવે આ બધા શૂન્યોની આગળ માનો આ દુનિયામાં કાયમ છે અને કાયમ રહેશે, કેમ કે ધન પણ મળીને જતું રહેશે,બળ પણ જતું રહેશે,ધન સાધન પણ જશે,કલાકૃતિ પણ જતી  રહેશે તો આ બધું થઇ ગયું શૂન્ય,આ બધા પાંચ શૂન્યો એકબીજાની આગળ બેઠા છે,એની આગળ જે કાયમનું રહેવાનું છે તેને જોડી દો,તે છે એક,એક છે પરમાત્માનું  નામ તેને જોડી દો,તો જેશૂન્યની સાથે શૂન્ય હતું તેની આજ સુધી કોઈ કિંમત ન હતી તે જેવો એક લાગ્યો અને આગળ જે પાંચ શૂન્યો હતા તો એક હતો તે એક લાખ થઇ ગયો,તો તમે, જે તમારી પાસે હતું તે મહત્વનું ન હતું,પણ જેવું. ભગવાનનું નામ તમારી સાથે જોડાઈ ગયું તો બધી વસ્તુ મહત્વની થઇ ગઈ,કેમ કે કોઈ શક્તિનો સાચી રીતે વપરાય તો  શક્તિ બને છે,કારણ કે શક્તિ શુભની સાથે જોડાવી જોઈએ,ઓમ શુભ છે,સત્યમ,શિવમ,સુન્દરમ,પરમાત્મા શિવને શક્તિની સાથે જોડો,તો શિવ શક્તિ જ્યાં હોય છે,ત્યાં કલ્યાણ હોય છે,શક્તિનો દુરોપયોગ નથી,કહેવાય છે કે જ્યાં શક્તિનો દુરોપયોગ થયો,ભગવાન તે વસ્તુ પછી ફરીથી નથી આપતા,જો તમને ઈજ્જત કરતા ન આવડે,આ માણસનું શરીર મેળવીને જો એનો દુરુપયોગ કર્યો,તો બીજી વખત તે તમને નહિ મળે,મળશે તો પશુ પક્ષીયોનું શરીર
મળશે,અને એમાં ભટક્યા પછી ફરીથી આત્મા મનુષ્યના શરીરમાં આવી,અને આ વખતે પણ  આંખ ન ઉઘડે,તો આ વખતે જરૂર ચોર્યાસીના ચક્કરમાં જવું પડશે,અને જો અહી આવીને હોશ આવી જાય, આંખ ખુલી જાય,આંખ ખુલી જવાનો એ અર્થ છે,કેએ સમજ આવી જવી કે જીવન શા માટે છે,એનો ઉપયોગ કરવા  માણસ તૈયાર થઇ જાય,ઉપયોગ કયા રૂપમાં કરે છે,શરીર,પ્રાણ,મન,બુદ્ધિ,આત્મા, પાંચ વસ્તુઓથી આપણે
આપણો વિકાસ કરવાનો છે,શરીર સ્વસ્થ રહેવું જોઈએ,આપણી પ્રાણ શક્તિને બાળો નહિ,રોગમાં,શોકમાં,ભયમાં,ચિંતામાં,ક્રોધમાં,આપણે આપણી પ્રાણ શક્તિને ગુમાવી દઈએ છીએ,જેમ દાખલો  જોઈએ,બોન્સાઇ પદ્ધતિમાં,છોડ ઉગાડવામાં આવે છે,ગમલે માં વડનો પચ્ચીસ વર્ષનો છોડ,છ ઈંચથી વધારે ઉંચો ન થઈ શક્યો,પાન બધા લીલા અને તંદુરસ્ત હતા,કેમકે તેના મૂળ (જડ) રોજ કાપવામાં આવતી,જેવી
જડ વધે ગમ્લાની નીચેથી કાપી  કાઢે,એમાં ખાતર,પાણી,માટી બદલવામાં આવતું હતું,પણ માપ વજન છે
તેને આગળ વધવા દેતા નહિ,જડ કાપતા રહેતા,કહેવાય છેકે કાતર ચલાવતા હતા જડો કાપવામાં,તો છોડ
ઉંચો નહિ જાય,કેમકે જડો ઊંડે જાય તો છોડ ઉંચો થાય,તેમ માણસની પણ જડ છે,તેને તમે રોજ કાતર લઈને કાપો છો,અને કાતર પણ એક પ્રકારની નથી,પાંચ છ પ્રકારની કાતરો છે,રોગ શરીરમાં આવશે તો તે
પણ એક કાતર છે,જે અમારી ઉંમરની જડોને કાપતી રહે છે,વધવાજ નથી દેતી,આપણે જાતે સુકાઈ જઈએ
છીએ,રોગ,શોક,ભય, ભયભીત રહેવું,ડરતા ડરતા જીવવું,મરતા પહેલા ધ્યાન રાખો,જયારે  તમારો સમય
લખાયેલો હશે તે પહેલા તમે મરવાના નથી,જયારે સમય આવી જશે ગમે તેટલી કોશિશ કરશો અહી રોકાઈ નહિ શકો,જવુજ પડશે,અને મરવાની તારીખ પહેલા કોઈ તમને લઇ જવાનું નથી,તો પછી જવાનું હશે ત્યારે
જઈશું,પણ ડરી ડરીને શા માટે જીવો છો,બહાદુર બનીને જીવો,પણ માણસ ગભરાતા ગભરાતા જીવે છે,કેટલાક બહાદુર હોય છે,એની પાસે જોઈએ તો કઈ હોતું નથી,આ જગ્યાને જે વ્યક્તિએ પોતાના ખુબ ઊંચું  કર્યું,આ આખા ક્ષેત્ર ને,શ્રી આનંદ ડી કે સાહેબ,સંત શ્રી કહે છે પોતાનો અનુભવ ,કે જ્યાં રહેતા હતા,જો કોઈ ત્યાં જઈને જુવે,નાની જગ્યામાં સાધારણ રૂપમાં,રૂપિયા પૈસા નહિ,સાધન સામગ્રી નહિ,પણ અંદરથી. એક એવી શક્તિ પોતાનામાં  એટલો પ્રેમ બનાવ્યો આજે બધાના દિલો પર રાજ કરે છે,આજે નથી,છતાંપણ છે,કેમ કે અંદર બેઠા છે,જયારે અહીપહેલો સત્સંગ થયો,તો તેને આયોજિત કરાવવામાં તેમની ખુબજ મુખ્ય
ભૂમિકા હતી,આગળ રહીને,બધીજ વ્યવસ્થા કરાવી,અને કહ્યું દર વર્ષે આવવાનું છે,તો જયારે હું. અહી આવું છું પહેલા સત્સંગમાં તો પહેલા હું તેમને યાદ કરું છું,હું કહેવા માંગું છું કે માણસની શક્તિ તેના સંકલ્પમાં છે,
તેના જીવવાના અંદાજમાં છે,એ શક્તિને આપણે આપણામાં ઉત્ત્પન્ન  કરવી જોઈએ,વધારવી જોઈએ,પણ
આપણે લોકો શું કરીએ છીએ,ભયભીત થઈને જીવન જીવીએ છીએ,તો આપણી જડો જાતે કાપીએ છીએ,રોગ,રોગી થઈને જીવવું,તે પણ આપણી ઉંમર જાતે કાપવી એટલે કે એને કાતર ચલાવવા જેવી વાત છે,હવે વિચારોકે આજના જમાનામાં ખુબજ વધારે પડતું ખેચાણ,ખુબજ ટેન્સન,સુગરનો પ્રોબ્લેમ,કોઈને લીવરનો પ્રોબ્લેમ,કીડની પ્રોબ્લેમ,કે બીજી વસ્તુ થઇ જાય,તો ડોક્ટર બધાને માટે એક જ વાત કહે છે,જો માણસ બરાબર નિયમ પ્રમાણે ખાય, પીએ, નિયમસર કસરત કરે,સુગર પણ બરાબર રહેશે અને માણસની
બીજા અંગો પણ બરાબર રહેશે,મગજ તથા હૃદય પણ બરાબર રહેશે.
,,

Tuesday, December 22, 2015

શિવજીનો મૃત્યુંજય મંત્ર

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
શિવજીનો મૃત્યુંજય મંત્ર

રોજ સવારે સદાશિવ ભગવાનની તસ્વીર સામે રાખીને અને શિવલિંગ ઉપર પાણીનો અભિષેક કરીને  પૂજ્ય
ગુરુદેવનું ધ્યાન ધરીને,રુદ્રાક્ષ ની માળા ઉપર મૃત્યુંજય મંત્ર સતત ૨૧ દિવસ  જપ કરે, સંત શ્રી સાથે મંત્રનો ઉચ્ચાર કરવાનો અનુરોધ, ઔમ  ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ ઉરવાર રુક્મેવ વંદનાન મૃત્યુર
મોક્ષ્ય યમામૃતા આ મૃત્યુંજય મંત્રનો અર્થ પણ સમજી લો
ત્રયંબક યજામહે,ત્રયંબક નામના ભગવાન શિવ,જે માતા પિતા તેમજ ગુરુની નજર થી જુએ છે,જે સર્જન
કરવાની,પાલન કરવાની તથા સંહાર કરવાની શક્તિ ધરાવે છે,જે આપણને નિર્માણ કરવાની શક્તિ આપે છે,અને બધાનું પાલન પોષણ કરવા માટે તેમજ ઘર પરિવાર ચલાવવા આપણને હિંમત આપે છે,અને મનને શાંત રાખે,જેનાથી મીઠી ઊંઘ આવે,શાંતિ મળે,બળ મળે,પૈસા મળે,આનંદ મળે,મન સમજે કે આટલું છે મારી પાસે હું ઘણો આગળ છું,તો પછી શા માટે હિંમત હારું,
તો આ જેત્રણ પ્રકારની શક્તિઓ છે જે ભગવાન શિવનું આ રૂપ ધરે છે જેને ત્રયમ્બક કહેવાય છે,
યજામહે કે હે પ્રભુ અમે આપનું ધ્યાન કરીએ છીએ, સુગંધીમ પુષ્ટિ વર્ધનમ એટલે કે તમારું ધ્યાન કરનારને
હે પ્રભુ સુગંધી એટલે કે કીર્તિ મળે છેપુષ્ટિ એટલેકે તેનું પાલનપોષણ વર્દન્મ એટલે એનો સ્વભાવ હોય છે,
આગળ કહ્યું છે ઉરવા રુક્મેવ વંદનાન એટલે કે ભગવાન અમોને બંધનોથી,દુઃખોથી,કર્મોથી એવા છોડાવો
કે જેમ ફળ પાકે છે તો ડાળીથી જાતેજ છુટું પડી જાય છે,એવી રીતે અમે જ્ઞાનથી,શ્રધ્ધાથી ,ભક્તિથી
પાકી જઈ આખી જીંદગી ભોગવી લઈએ,પછી આ જીવનનું ફળ પાકીને આપના ખોળામાં પડે,
મૃત્યુર મોક્ષ્ય યમામૃતા નો અર્થ ભગવાન અમને મૃત્યુથી બચાઓ પણ અમૃત,સુખ અને આનંદથી દુર ન કરશો

આ બાજુ  રહીએ તો પણ તમારા હાથોમાં પેલી બાજુ રહીએ તો પણ તમારા ખોળામાં હોઈએ, એવી હે પ્રભુ
અમારા પર દયા કરજો, મંત્રનો એવો અર્થ થાય છે કે,ભગવાન શિવજીના પાંચ મોઢા છે,એક મુખ છેઅગ્નિ ,
યજ્ઞ કરવો,એક મુખ છે જીવ માત્રની સેવા,ભગવાનને ભોગ ધરવો હોય,મંદિરમાં જઈએ છીએ તો ત્યાંથી
ભોગ લgઇ લઈશું,ભગવાનને ભોગ ધરાવવા બધા જાય છે,પણ ભગવાન બધાનું  ધરાવેલું ખાય છે,એવું નથી,શબરીએ એંઠા બોર ખવડાવ્યા ખાઈ લીધા,ગોપ ગોપીયો,નામદેવ,કર્માંબાઈ બધાના ભોગ ભગવાને ખાધા
પણ આપણે ધરાવીએ તો લેતાજ નથી
તો પછી એવું વિચારી લઈએ કે શિવજીના બીજા પણ કૈક મોઢા છે,અગ્નિમાં આહુતિ આપીશું તો ત્યાં સુધી પહોચશે પણ તેનું ધ્યાન રાખવું,કેટલાય લોકો બીજાના વિનાશ માટે,યજ્ઞ,પૂજન વગેરે કરે છે,એનાથી બચવું
યજ્ઞમાં આહુતિ પોતાનું પારકાનું બધાનું કલ્યાણ થાય એવો  મનમાં ભાવ રાખી આપવી,બીજું જીવમાત્ર  પર
દયા કરો, ચકલા પારેવડાને દાણા નાખવા,કીડીયારું ઉભરાઈ ત્યારે કીડીઓને લોટ નાખવો,ગાયોને ઘાસ
નાખવું,ખડકીમાં કે ઘરના આંગણે કુતરો બેઠો હોય તેને પણ એક ટુકડો રોટલાની આશામાં તે સેવક કે ચોકીદાર બનીને બહાર બેઠેલો હોય છે એના પર પણ દયા કરતા રહો,એક મોઢું ભગવાનનું એ છે કે ઘરમાં જે
વડીલ વૃદ્ધ છે તે,તેની છત્ર છાયા બહુ જ મદદ કરે છે ક્યારેક ઘરમાં વડીલ વૃદ્ધ હોય ત્યાં સુધી જુદી વાત
હોય છે,જેવા તે ગયા કે તેની સાથે તેની છાયા માયા બધુજ જતું રહે છે,ઘરમાં કોઈ તાજગી રહેતી નથી,કોઈ
મળવા આવતું નથી,કામ કરવામાં મન લાગતું નથી,.માંદગી,મુશ્કેલી વધી જાય છે આમ શિવજીનું ત્રીજું
મોઢું વડીલ વૃદ્ધ ના રૂપમાં છે,તેનું સન્માન કરો,એવું ન વિચારો,કે તે કઈ કરતા નથી,આખો દિવસ ખામીયો
જોયા કરે છે,સાચું ખોટું બોલ્યા કરે છે,આખો દિવસ બોલ્યા કરે છે,વૃદ્ધોએ પણ વિચારવું જોઈએ,.જેમ જેમ
ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં શક્તિ રહેતી નથી,જીભ ઉપર તાકાત આવી જાય છે,બહુજ બોલે છે,
ચુપ કરવા મુશ્કેલ થઇ જાય છે,
કેટલાક ઓરખીતા બેઠા હોય,તો દીકરા ,દીકરી વડીલને શાંત કરવા મહેમાનોથી નજર બચાવી, દુરથી ઈશારા
કર્યા કરે છે, હોઠો પર આંગળી મૂકી બાપુજી શાંત થઇ જાવ,શાંતિ શાંતિ શાંતિ એમ મુક ઈશારા કર્યા કરે છે,
પણ બાપુજી ગમે તેમ જે કઈ કહેવું હોય તેમ કહી દે છે,તો પછી મોટા નાના બધા એક જેવા જ,તે એક વાત
દસ દસ વાર ફેરવ્યા કરે છે,એની ખબર પણ નહિ પડે,એમને એમ લાગતું હોય છે કે હું આજે પહેલી વખત સંભળાવું છું,એનાથી નારાજ ન થશો,બાપુજીની બહુ મોટી કૃપા હોય છે,એમાં શનિ મહારાજનો વાસ હોય છે,
સાડા સાતી ચાલતી હોય એને ધ્યાન રાખવું જોઈએ,વૃદ્ધને ક્યારેય પજ્વશો નહિ,વૃદ્ધના આશીર્વાદ શનિની
દશાથી બચાવે છે,યાદ રાખો,જેની સૂર્યની દશા ચાલતી હોય, સીધો હિસાબ બતાવું છું,પંડિતોની કે જોશીયોના
 જેવા દાખલા કે જે ગ્રંથોમાં લખ્યા હોય,જો સુર્યની દશા ચાલતી હોય,તો બાપુજીને ખુશ કરો,ચંદ્રમાની દશા
હોય,તો મને પ્રસન્ન કરો,મંગલ હોય તો ભાઈ અને બુધ હોય તો બહેનને પ્રસન્ન રાખો,ગુરુ એટલે બૃહસ્પતિ દશા હોય તો ગુરુજીને ખુશ કરો, અને શુક્ર પત્નીનો વાર છે,જેની ઉપર શુક્રની દ્રષ્ટી હોય,તો સીધું ધ્યાન રાખીને
પત્નીને ઘરેણા વગેરે આપીને ખુશ રાખો,શુક્ર ખુશ થઇ જશે,આ સ્ત્રી સમાજને ખુબ ગમશે,અને જેને શનિની
દશા હોય તો પોતાના વૃદ્ધને ખુશ રાખો,શનિ વૃદ્ધોનો દિવસ છે,અને પછી રાહું અને કેતુ - એક છે જીવો ઉપર દયા રાખવી,અને બીજું અપંગોની સેવા કરવી,કોઢી હોય,નિર્બળ હોય,ગરીબ હોય,અસહાય હોય, એની સેવા
કરો ,જો તમે આ કરી લેશો તો ક્યાય જવું નહિ પડે,ક્યાય કોઈ જંતર મંતર ના ચક્કરમાં પડવાની જરૂર નહિ
પડે,તમારા ઘરમાં તમારા નવ ગ્રહોની કૃપા થઇ જશે,બહેન અને દીકરી ને જે આપો છો,તે પણ અસર કરે છે,
પણ લોકો વિચારે છે,તમે બેન બેટીને દાન કરી દો છો,તો મંદિરમાં આપવાની શું જરૂર?, જોકે એ તો આપણાં
ઘરની વાત છે,પણ બહાર આપણે જે થાય તે કર્યા કરવું જોઈએ,બહેન બેટી માટે દાન નથી હોતું, આ વાતને
સમજી લેજો,બેન બેટીને આપો છો તો તે પંડિત નથી જેને આપ દાન દેવા જાવ છો,પંડિતમાં પણ બે પ્રકારની વસ્તુ હોય છે,દક્ષિણા,એ ખુબ ઉંચી વાત છે,જેણે તમારા માટે ઘણું બધું કર્યું અને
તેના માટે તમે આભાર વ્યક્ત કરતા પ્રમાણીકતાથી તેના ચરણોમાં ફૂલ અર્પણ કરો છો,દાન તરીકે તે છે
દક્ષિણા,અને એક હોય છે દાન કરવું, દાન એ અલગ વસ્તુ છે,તો હાથથી દાન પણ કરતા રહેવું જોઈએ ,
કારણકે ધનથી દાન આપી દેશો તો પણ વાત પૂરી નહિ થાય,હાથથી સેવા પણ કરો,ભગવાને પૈસા આપ્યા હોય અને તમે તમારા હાથથી ચેક લખી આપશો  એટલે કામ થઇ   જશે એવું નથી,ચેક આપ્યા પછી
તમારા હાથથી સેવા કરવાનો  પ્રયત્ન કરો,અને ક્યારેક સમય  કાઢીને તમારા મંદિરમાં કે ધર્મ સ્થાનમાં જઈ
જોડાનું કામ કરો,બૂટને પોલીશ કરી જુઓ,જીવનમાં જે જૂતા પડ્યા હોય તે તમારું નસીબ મારતું હતું,
એનાથી છુટકારો મળશે,સેવાનો મોટો લાભ છે,જે હાથોની રેખાઓ નસીબ માટે બનતી નથી તે સેવા કરવાથ
બની જાય છે અને દુર્ભાગ્યની રેખાઓ સેવા કરવાથી આપોઆપ ઢીલી પડે છે,બીજા કોઈ ચક્કરમાં ન પડશો,
ચક્કરમાં પડશો તો ચક્કર કાપ્યા કરશો,કેમ કે કોઈનું કોઈતમને ચઢાવવાળા મળતા રહેશે, સાચી રીતે જુઓ, કામ થાય છે,અને એક બીજી વાત,જીવન નામ જ ફેરફારનું છે
ફેરફારોને જ જીવન કહેવાય છે,દરેક પળે કઈ ન કઈ ફેરફાર થતો ,રહે છે અને આપણને પણ ફેરફાર
ગમે છે,આપણે કહીએ છીએ,જે અમારી પાસે છે તે સુરક્ષિત રહેવું જોઈએ,બદલાઈ ના જાય,બસ જેવું  છે
તેવું બરાબર રહે,અને દરેક પળે કઈનું કઈબદલાઈ રહ્યુ છે,નદીઓ કિનારા બદલી રહી છે.સમયની ધારાઓ
બદલાઈ રહીછે દરેકવસ્તુ બદલાઈ રહી છેસમય ક્યાય રોકાતો નથી,મન બદલાવા તૈયાર નથી,આપણે ત્યાના
ત્યાજ ચોટીને બેસી રહ્યા છે,આગળ જો સમય બદલાઈ ગયો તો વિચારીએ પહેલા રાજ આપણું હતું,હવે
છોકરાઓનું રાજ આવી ગયું તો એનું રાજએને કરવા દો,વચ્ચે વાંધા ન પાડો,સાસુને વિચારીને  ઘરની
ચાવીઓ વહુને આપી દેવી જોઈએ,અને દુરથી જોતા રહો,


પણ આપણા દેશમાં પ્રર્થા વિચિત્ર છે,સગાઇ થાય તેના ત્રીજે દાડે વહુને રસોડામાં કામ માં લગાડી દે છે,અને ચાંદીનો એક ચાવીઓનો ઝૂડો તેની કમ્મરમાં લગાડી દે છે,અને નવાઈની વાત તો એ છે કે એ ઝૂડોઆપવામાં
આવે છે તેમાં ચાવીઓ તો હોતીજ નથી,સાસુ ઘણી હોશિયાર છે,રીવાજ પૂરો કરે છે પણ ચાવીઓ તો આપતી જ નથી,અનેઆ બાજુ વહુ પણએવું શીખીને આવી હોય છે કે એને ચાવીયોની જરૂર જ
નથી પડતી,માસ્ટર કી લઈને આવી હોય છે જાણે છેપતિને કબ્જામમાં કરી લઉં પછી કઈ કરવાની જરૂર જ નથી,બધા જ તાળા આપોઆપ ખુલી જવાના છે,સમજો તો પોતાની જાતને પોતે જ સંભાળો,સમજાવો,નહિ તો બહુ મોટું નુકશાન થઇ જાય છે,અને બધાએ દયાન રાખવાની જરૂર છે,ઘરમાં વહુ આવી છે,તો તે તમારી
ભાગ્ય લક્ષ્મી,રાજ લક્ષ્મી કે ગૃહ લક્ષ્મી છે,તમારી ગૃહ લક્ષ્મી અત્યાર સુધી બીજાને ત્યાં  રહેતી હતી તે હવે તમારા ઘેર આવી છે,તેનું સ્વાગત સત્કાર, માન સન્માન કરવાની તમારી ફરજ છે,અને બધાએ ધ્યાન રાખવાની જરૂર છે,વહુને કબજામાં રાખો,દીકરો કબજામાં આવી જશે,વહુના સહારે વૃધાવસ્થા પસાર કરવાની છે,દીકરો તો હાથમાં રહેવાનો છે,પણ જો વહુ તમારા હાથમાં હશે તો પછી કઈ કહેવાનું રહેતું નથી,બધું જ
તમારા હાથમાં છેપણ જો વહુને તમે નારાજ કરી,તો કદાચ એકાદ દિવસ પસાર થાય પણ બીજા દિવસે તે તેના પતિને લઈને બીજે રહેવા જતી રહેશે,અને ખાસ કાળજીની વાત એ છે કે રહેવા બીજે જશે તો જગ્યા બદલાશે પણ હૃદય ના સબંધોમાં અંતર  ક્યારેય પડવું  ન જોઈએ,

જો દિલના સબંધો તૂટ્યા તો પછી ભલેને એકજ ઘરમાં રહેતા હોય અને જુદું ખાવાનું બનાવતા હોય તો પણ
એક બીજાથી હજારો માઈલનું અંતર પડી જાય છે,અને એક બીજી વાત યાદ રાખો કે ક્યારેક આવું થઇ જાય તે આપણને ગમતું નથી,પણ એમાંથી પણ કૈક શીખવાનું મળે છે,એમાં ક્યારેક આપણું ભલું થઇ જાય,આપને
ફરિયાદ કરીએ ભગવાન આવું કેમ તેવું કેમ,આવું તો થવુંજ ન જોઈએ,મારી સાથે જ કેમ થયું,ખબર નહિ કયા જન્મનો હિસાબ મારે ભોગવવાનો હતો,પણ આવા દુખ સાથે ભગવાન કૈક સારું પણ જરૂર આપતો હોય છે,તમને મુશ્કેલીઓ મજબુત બનાવે છે,ચેલેન્જ તમને પ્રબળ બનાવે છે,પરિક્ષાઓ જીવનમાં ધીરજ ઉત્પન્ન
કરે છે,તો ગભરાશો નહિ,દરેક વસ્તુમાંથી કૈક શીખો,નેપોલિયન હિલ્લ નામનો એક બહુ સારો લેખક થઇ ગયો
તેને એક વાર્તા લખી હતી,કે પાણીનું એક વહાણ ડૂબ્યું,દરિયામાં મોટી મોટી પત્થરની દીવાલો હોય છે,તેમાં વહાણ ભૂલથી ખોટી રીતે આ પત્થરો સાથે અથડાયું,તેમાં હતા તેટલા બધા માણસો મરી ગયા,એક યુવાન બચ્યો, તે પાણીની લહેરો સાથે ખેચાઈને એક ટાપુના કિનારે જઈ પડ્યો ત્યાં તેને ભાન આવ્યું,તેણે પોતાને
એક નિર્જન ટાપુ ઉપર એકલો પડેલો જોયો,ત્યાં ઝાડ  પાન હતા પણ માણસો કોઈ ન હતા,તે ખુબ રડ્યો,ભગવાનને કહેવા લાગ્યો હું તો નોકરી શોધવા નીકળ્યો હતો,નોકરી મળતી હતી તે કામ કરવા જતો  હતો,ઘરના લોકો પણ ખુબ ઉત્સાહમાં હતા,ત્યાં કૈક બન્યા પછી ઘર સંસાર વાસાવતે,પણ હવે ક્યાં આવી ગયો છું,ભગવાન હવે મારું શું થશે,પણ રડતા  રડતા આંખો શીથીલ થઇ ગઈ ત્યારે મનમાં વિચાર આવ્યો
રડવાથી કઈ વળવાનું નથી,જો રડવાથી દુખ દૂર થાય  તો આખી દુનિયા રડી રડીને દુખો ભૂલી જતી,દુખ તો
હિંમતથી જ મટે,તો  પછી કઈ કરવું પડશે,તો મનમાં   આવ્યું  કે કઈ હલન ચલન કરીએ,નહિ તો ભૂખે મરી જઈશું,ત્યાં જે ફળો મળ્યા તે ખાવાના  શરુ કર્યા, વ્રુક્ષોનિ છાલ ચાવી ચાવીને તેના રસથી પેટ ભરવાનું શરુ કર્યું,અને પછી સુકાઈ ગયેલી લાકડીયો જોડી જોડીને એક મકાન બનાવવાનું શરુ કર્યું,એક ઝુપડી બનાવી,
રાતે આરામથી સુવાય,પથ્થર સાથેપથ્થર.  અથાડીને આગ સળગાવવાનો પ્રયત્ન કરતો રહ્યો,પણ આગ સળગી નહિ,તો પછી કાચું ખાઈને સુતો રહ્યો,.એક દિવસ તે તેના ટાપુ ઉપરથી જોતો હતો તો સામે એક બીજો નાનો ટાપુ તેણે જોયો,તેણે લાકડા ભેગા કરી તેનો એક તરાપો બનાવ્યો અને તેના ઉપર બેસીને તે પાણીની લહેરો વચ્ચે થઇ તે સામેના નાના ટાપુના કિનારે પહોચ્યો,જેવો તે ત્યાં પહોચ્યો તો તેણે પાછળના ટાપુ ઉપરથી ભયંકર કડાકાનો અવાજ  સાંભળ્યો તે તરફ જોવા લાગ્યો,વીજળી ચમકી અને જમીન પર પડી અને આગ લાગી ગઈ,જ્યાં વીજળી પડે છે ત્યાં મોટો વજ્રપાત થાય છે,બધુજ સળગાવી દે છે,તો વીજળી પડી અને તેનું ઘર સળગી ગયું,લાકડાનું મકાન
એવી જગ્યા કે જ્યાં કોઈ ઓજાર ન હોય કોઈ સાધન ન હોય,ત્યાં બિચારાએ કેવી રીતે મકાન બનાવ્યું હશે,જયારે મકાન સળગતું જોતા તે ખુબ રડ્યો,અને વિચારવા માંડ્યો જઈને કોઈ રીતે બચાવી લઉં,તો પાછો તેનો તરાપો જલ્દી જલ્દી ચલાવીને તે ત્યાં પહોચ્યો,જ્યાં ત્યાં પહોચ્યો જોયું તો બધું સળગીને રાખ થઇ ગયું
હતું,બસ ધુમાડો નીકળી રહ્યો હતો,લાકડીયો સળગી રહી હતી,નીકળતા ધુમાડાને સળગતી આગ જોતા તે ભાન ગુમાવી પડી ગયો,અને ક્યારે સુઈ ગયો,ખબર પણ ન પડી, સુતા સુતા તેને લાગ્યું કોઈ તેને જગાડી
રહ્યું હતું તે જાગ્યો,જોયું તો ત્રણ ચાર માણસો તેની આજુબાજુ ઉભા હતા,વિચાર્યું કે તે મરી ગયો છે ને જમના
દૂતો તેને લેવા આવ્યા છે,અને તે કહી રહ્યા હતા,ઉઠો ,તો તે ઉઠી ગયો અને નજર મળતા પેલા લોકો
પુછવા લાગ્યા,કોણ છો ભાઈ? ,તો તે આંખો ચોળતો સામે પુછવા લાગ્યો તમે બતાઓ તમે કોણ છો,પેલાઓએ કહ્યું અમે બતાવીશું પહેલા તું બતાવ તું કોણ છે,તેને કહ્યું સાહેબ ચાર છ મહિના પહેલા જે પાણીનું વહાણ ડૂબી ગયું હતું તેમાંથી બચેલી એક વ્યક્તિ છું,અને અહી મારી ભાર કાઢવા કોઈ ન આવ્યું ,મુસીબતોથી બચવા અને જીવન ચલાવવા એક મકાન બનાવ્યું હતું તે પણ આજે સળગી ગયું,તો આજે હું ભગવાનથી,દુનિયાથી  અને બધાથી ખુબ નારાજ છું,બહુ જ દુખી છું,પણ તમે કહો તમે કોણ છો,તો તેમણે કહ્યું અમે સરકારના માણસો છીએ,અને તમારા મકાનની જે આગ લાગી તેની જ્વાળા અને ધુમાડો દુર સુધી આકાશમાં દેખાઈ રહ્યો હતો તે અમે હેલીકોપ્તારમાંથી અહીંથી પસાર થતા જોઈ,અમારું દિવસે સર્વે કરવાનું કામ હતું,કોઈ વસ્તુ કે કોઈ સામાન મળે,તો અમે સતત સર્વે કરતા હતા પણ આ બાજુ કોઈ નજરે ન પડ્યું,અને આજે તારા મકાનમાં આગ લાગવાને કારણે,જવાળાઓ ઉઠવાને કારણે,અમને લાગ્યું અહી કોઈ છે, તો અમે તમને લેવા આવ્યા
છીએ,ચાલ તારા ઘેર,હવે તેને બચાવની એક તક મળી,આજેરાતે તે ભગવાનને તે ફરિયાદ કરતો હતો હવે
હેલીકોપ્ટરમાં બેઠો બેઠો શું કહી રહ્યો છે,હે ભગવાન તારી બહુ   જ કૃપા છે જો તે આગ લગાડી ન હોત તો હું
આ જગ્યા પર એમનો એમ પડ્યો રહેત અને જીવન ત્યાજ પૂરું  થઇ જાત,તે આગને બહાનું  બનાવીને મને  બચાવ્યો છે,દુખના રૂપમાં પણ તારી આ મોટી દયા છે,તું દુખ  પણ આપે છે તો પણ દયા કરવા માટે,જેથી
કાયમ માટે મારું દુખ દૂર થઇ જાય,અને હું કાયમ માટે સુખી થઇ શકું,તારી ખુબજ મહેરબાની પ્રભુ હું તમને સમજી ન શક્યો..

Sunday, December 13, 2015

ભગવાન પર ભરોષો


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ભગવાન પર ભરોષો



જ્યારે પણ મુસીબતો  જીવનમાં શરુ થતી હોયતે સમય દરમ્યાન માણસોની યોગ્યતા ,બુદ્ધિ તેમજ શક્તિની
પરીક્ષા થાય છે,આપણે કેટલું સમતોલ કરી શકીએ,કેટલી ધીરજ રાખી શકીએ,કેટલી હિંમતથી કામ લઈએ,
અને કેટલી સચ્ચાઈ રાખી શકીએ,અને એવો કોઈ નથી આ દુનિયામાં,કે જેની સાથે કાયમ એકની એક સ્થિતિ
રહી હોય,અને જેનું ભરણ પોષણ ખુબજ સુખની સ્થિતિમાં થાય છે તે અંદરથી ક્યારેય મજબુત નથી થતા,
એટલે યાદ રાખો જ્યારે કોઈની પણ મદદ મળતી નથી ત્યારે એક શક્તિ કે જે હંમેશા તમારી સાથે હોય છે,અને તેને આપણે પરમાત્મા ની શક્તિ કહીએ છીએ,એ શક્તિ ઉપર ભરોષો રાખતા શીખો,કદાચ ઘણા બધા દરવાજા આપણે માટે બંધ થઇ રહ્યા હોય,કેમ કે દુઃખમાં એવું જ લાગતું હોય છે,છતાં પણ તમને ખુબ પ્રેમ કરતા પ્રભુ જેટલા દરવાજા તમારા માટે બંધ થયા હોય તેનાથી દસ ઘણા વધારે તમારા માટે ખોલી આપે છે, તે તમારા માટે રસ્તો છે,તમે હિંમત ન હારો,પરમાત્મા ઉપર કાયમ વિશ્વાસ રાખો અને પ્રાર્થનાના માધ્યમથી આ સત્તા કે પરમાત્માની એ શક્તિ સાથે જોડાયેલા રહો જે તમને  તોડતી નથી,કાયમ તમારી સંભાળ રાખે છે
જે શક્તિ આપણને પ્રેરણા આપે,પ્યારના ગીત સંભળાવી,ખભો થપથપાવી મજબુત કરે,એને, એ સત્તાને કાયમ યાદ રાખો,પ્રાર્થના,ભજન,કીર્તન કે કોઈ પણ રીત થી,તેના તરંગોને આપણી અંદર પ્રવાહિત કરવાના
ઉપાયો જ પ્રાર્થના છે,ભજન છે,કીર્તન છે,ક્યારેક જો આંખમાં આંસુ આવી જાય તો દુનિયાથી છુપાવી રાખો
પણ ભગવાન સામે એ આંસુઓને છુપાવો નહિ,ત્યાં અવિરત વહેવા દો,આંસુઓના ફૂલો ચઢાવી આશીર્વાદ માંગો,અને ભગવાનને કહો,હે પ્રભુ મને ક્યારેય છોડશો નહિ,દુનિયાના દુખો મને એકલો બનાવી દે પણ હે પ્રભુ
તારી કૃપાથી હું એકલો નાં પડું,તું મારી સાથેને સાથે રહેજે,આ મારી પ્રાર્થના છે,અને એની દયા એવી થાય છે કે સાધારણ માણસ,કે જેને,દુનિયાએ સમજી લીધું હતું કેઆતો ગયો કામથી,પણ ભગવાન તેને  ફરીથી સુરજની માફક ચમકાવી દે છે,તેની કૃપા તેને ફરીથી ઊંચા સ્થાને મૂકી દે છે,
તો એક આશા,એક વિશ્વાસ,એક ભરોષો,એકજ જગ્યાની લગન,એકજ જગ્યાએ પોતાની નિષ્ઠા,એકજ જગ્યાની વફાદારી,પાકી કરી લો ,ભગવાનની કૃપા હંમેશા થતી રહેશે,સંત શ્રી કહે છે ચાલો ભેગા મળીને ગાઈએ
મેરા નાથ,તું હૈ,મેરા નાથ તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ,(૨)
ચલા જા રહા હું મૈ,રાહ પે તુમ્હારી,રાહોમેં આયે જો તુફાન આંધી ,
આ મૈ તુઝે મેરા હાથ દુંગા,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
મેરા ઇષ્ટ તું હૈ,મૈ તેરા પુંજારી,મેરા ખેલ મૈ હું,તું મેરા ખિલાડી
મેરી જીન્દગીકી હર બાત તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
તેરા દાસ હું મૈ,તેરે ગીત ગાઉં,તુઝે ભુલકે ભી ન કભી ભૂલતા હું,
ઈતિહાસની ઉપર એક નજર કરીએ તો મેવાડની રાણી મીરા એકલી પડી ગઈ,આખી દુનિયા પરિક્ષા લઇ રહી
હતી,અને એનું ભલું ઇચ્છ્વાવાલા અને પ્યાર કરવા વાળા બધા લોકો,તેનાથી દુર થઇ ગયા હતા,માતા પિતા,સાસુ અને સસરા બધા જતા રહ્યા હતા,તેનું ભલું ચાહ્વાવાલો તેનો પતિ પણ નહોતો રહ્યો,છ મૃત્યુ તેણે
જોયા હતા,એક એક કરીને બધા સાથ છોડી ગયા હતા,એવો સમય આવી ગયો હતો કે ઘરના માણસો જ તેને
બદનામ કરવા માંડ્યા હતા ઝેરનો પ્યાલો લાવીને સામે મુક્યો અને કહ્યું મીરાં આ તારે માટે છે અને એ તારી સજા છે,આ ઝેરના પ્યાલામાં મીરાએ કૃષ્ણનું રૂપ જોઇને પી લીધો,પણ ઝેર પણ તેને કઈ કરી ન શક્યું,મીરાં મહેલ છોડીને હાથમાં એકતારો
લઈને ગીત ગાતી નીકળી પડી,એને લાગી રહ્યું હતું તેનો ગોવિંદ એની સાથે છે તે ક્યારેય એકલી નથી,અને
પોતાની યાત્રા કરતી કરતી તે વૃંદાવન પહોચી ગઈ અને વૃંદાવનથી દ્વારિકા, દ્વારિકામાં જઈને જેમ જમુના
સાગરમાં મળી જાય છે તેમ પોતાના ગોવિંદ સાથે મળી ગઈ,પણ સંત શ્રી નિવેદન કરે છે કે જે મીરાના માધ્યમથી લોકો પોતાને તેના ભજનો ગાઈને ભગવાન સાથે જોડે છે,અથવા ભગવાન સાથે જોડાયાનો અનુભવ કરે છે તે મીરાની શકતી જુઓ,પુરા રાજસ્થાનમાં દુકાળ પડ્યો,લોકો મીરાને મનાવવા આવ્યા,અને
કહેવા લાગ્યા,રાજસ્થાન તારું સન્માન ન કરી શક્યું તેનું દુઃખ ભોગવી રહ્યું છે,જે ધરતી પર સંતનું સન્માન નથી થતું ત્યાં દુઃખ ચારેબાજુ ફેલાઈ જાય છે,મીરાએ શુભ કામના કરતા લોકોને કહ્યું,જાઓ હું તમારા માટે
બધું સારું થઇ જાય એમ ઇચ્છું  છું,પણ હું ત્યાં પાછી નહિ આવું કેમકે જમુના વહીને જેમ સાગરમાં મળી જાય છે પછી તે પાછી નથી ફરતી,પાછું ફરવાનું તે નથી જાણતી,હું હવે મારા ગોવિંદની થઇ ગઈછું દુનિયાની નહિ,
સંત શ્રી કહેવા એ માંગે છે કે મોટા મોટા દુઃખોમાં કોઈ વ્યક્તિ તૂટી ન જાય,અને સાધારણ માણસ નાનામાં નાના દુઃખમાં તૂટીને પડી ભાંગે છે,એક પરમાત્માની શક્તિ,માણસને આગળ અને આગળ લઇ જાય છે,ભગવાનની શક્તિનું એ બળ છે કે બાળક ધ્રુવે નાની ઉમરમાં જંગલમાં બેસીને ભગવાનનું તપ કર્યું,
દુનિયાથી જુદો થઇ ગયો,પિતાથી જુદો થઇ ગયો,માએ ભક્તિ કરવા મોકલી આપ્યો,કોના સહારાથી તે જીવ્યો,
તે શક્તિ પરમાત્માની હતી,એવી રીતે તમે જુઓ નરસિંહ મેહતા,કેટલી પરિક્ષાઓ થઇ,પણ બધી પાર થઇ
કેમ?,કેમકે ભગવાનનો ભરોષો હતો,તેનો સહારો લઈને ચાલતા હતા,
એટલા માટે,દયાન રાખો,દુઃખ તમારું ગમે તેવું હોય,કદાચ દુઃખ આપવા વાળા પ્રભુએ તમારા  કર્મોના હિસાબથી,સંસારના હિસાબથી કે દુનિયાને હેરાન કરવાના હિસાબથી,ગમેતે રીતે દુઃખ આવી ગયું હોય,તમારી
ભક્તિ તમારું બ્રહ્મ કવચ બનીને તમારી રક્ષા કર્યા કરે છે,એટલે તમારી ભક્તિને છોડશો નહિ,તે સહારાને
બચાવી રાખજો ,હવે આ પંક્તિઓ સાથે ગાઈએ,

તેરા સાથ દુ મૈ તેરે ગીત ગાઉ,તુઝે ભુલકે ભી ન કભી ભૂલ જાઉં
તું હી મેરે બંધુ,પીતરું માત તું હૈ, નહિ મૈ અકેલા મેરે સાથ તું હૈ,
મેરા નાથ તું. હૈ,મેરા નાથ તું હૈ,મેરા......................





Saturday, December 12, 2015

ગીતા એક સંજીવની

.
સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

ગીતા એક સંજીવની

 વેદવ્યાસ ઋષીએ અર્જુન અને શ્રી કૃષ્ણનાં સંવાદને એક સંજીવની બનાવીને તે રસ ઉપજાવે તેવા અધ્યાયને સંસાર સામે મુક્યો જેને આપણે ગીતાના રૂપમાં જાણીએ છીએ,પણ જ્યારે તેની ભૂમિકા તૈયાર થઇ
તે પહેલા ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાને દુર્યોધન અને અર્જુન બંને મદદ માટે ગયા હતા,અને મદદ
 માંગવા જ્યારે ગયા તેમાં દુર્યોધન કહેવા લાગ્યો હે શ્રી કૃષ્ણ તમારી  સહાય વગર આ યુદ્ધ જીતવું શક્ય
નથી,મારે તમારી સેનાની જરૂર છે,અને શસ્ત્ર સરંજામ પણ જોઈએ છે,મતલબ યુદ્ધનો બધોજ સરંજામ
જોઇશે,જ્યારે અર્જુને કહ્યું મારે કોઈ સાધનની જરૂર નથી મારે તો ફક્ત આપની જરૂર છે શ્રી કૃષ્ણે કહ્યું
હે અર્જુન, હું તારે માટે લડીશ નહિ,તારે માટેની લડાઈ તારે જાતે જ લડવી પડશે
તારા ભાગની લડાઈ તો તારે પોતે જ લડવી પડે,બધા જીવોને પોતાની મુશ્કેલીમાં પોતાના પગ ઉપર ઉભું
રહેવું પડે છે,પોતાની મુશ્કેલીયો,પોતાના દુખો તેમજ તકલીફોમાં પોતેજ લડવું પડે છે,માટે અર્જુન લડાઈ તો તારેજ લડવી  પડશે,અર્જુને કહ્યું હે કેશવ મારા રથને હાંકવાવાલા બનો, મારે જ્યાં જવું
જોઈએ  તમે મને લઇ જજો,બાકી લડાઈ તો હું લડી લઈશ,ચુંટણીની આ રીત અર્જુનની અદભૂત હતી,તેણે
રથ લઈને જીદગીનો રથ શ્રી કૃષ્ણને સોપી દીધો,અને કહેવા લાગ્યો કે મારા જિંદગીના રથને પણ ત્યાજ લઇ
જાવ જ્યાં તેને જવું જોઈએ,આ અર્જુનનું સમર્થન હતું,ભલે આપણે ગમે તેટલું કહીએ,'મેરા મુઝકો કુછ નહિ,જો કુછ હૈ સબ તોર,તેરા તુઝકો સોપ કર ક્યા લાગત હૈ મોર,'
 શબ્દોમાં તો આપણે સમર્થન કરી દઈયે છીએ પરંતુ હકીકતમાં સમર્થન થતું નથી,જો તારું છે તે
તને આપું છું પણ તેમાંથી કઈ ને કઈ આપણે  બચાવી લઈએ છીએ,થોડા પૈસા  આપીએ છીએ,પણ કહીએ
છીએ,બધુ જ ધન તારું છે,આ તો એક દાખલો તારા સામે મૂકી રહ્યો છું,તારું આપેલું તો હું ખાઉં  છું અને એમાંથી
થોડો ભાગ તારી સામે મુકીને બતાવું છું બધું તારુ જ  છે અને બધું તને જ અર્પણ ,અને ભગવાનના કામ માટે
છોડતા હાથ કાપતો હોય ,આજકાલ માણસ એવું  માને છે કે બધાજ સબંધો અને નિયમો તારા જ
આપેલા છે,તું જ માણસ ને આ દુનિયામાં લાવ્યો છે અને આ દુનિયામાંથી પાછો પણ તુંજ લઇ જવાનો છે

તારી બધી જ વ્યવસ્થા નો હું સ્વીકાર કરું છું,આવું કહેતા તો કહી જાય છે પણ સ્વીકાર નથી કરતો
કઈ ને કઈ તો બચાવી લેવાઈ છે અર્જુને કોઈ બચાવ ન કર્યો,એણે સીધે  સીધું કહી દીધું,મેં મારા જીવનનો
રથ તને સોપી દીધો છે હે કેશવ હવે તમને ગમે તે રીતે,તમે જ્યાં જવું હોય ત્યાં લઇ જાઓ,જે કરાવવાની
 મરજી હોય તેમ કરાઓ,તો એનો અર્થ શું હતો,કે અર્જુને પોતાની ઈચ્છા શ્રી કૃષ્ણ નાં ચરણોમાં મૂકી દીધી,
અને જાતે ચિંતા રહિત બની ગયો,અને પોતે કાર્યરત થઇ ગયો,ભલે યુધ્ધના નગારા વાગી જાય તે શાંતિ થી
સુતો હોય,જે પોતાની જાત પર ભરોષો  કરે છે અને ભગવાન ઉપર નથી કરતો તે ચિંતા કરે છે જે ભગવાન ઉપર
ભરોષો કરે તેને ચિંતા શાની,સમય આવવો એટલો સરળ નથી ,એમાં કહેવાનું એ છેકે

હે જ્ઞાનલોપ ભગવાન હમકો ભી જ્ઞાન દે તુમ (૨) કરુણા કે ચાર છીતે,કરુણા કે ધામ દે દો,-હે જ્ઞાનલોપ........
સુલઝા શકે હમ અપની,જીવનકી ઉલઝનોકો (૨) પ્રજ્ઞાન કામ ભરા ,બુધ્ધિકા દાન દે દો,-કરુણા કે ચાર .......
અપની મદદ હંમેશા ખુદ આપ કર શકે જો (૨)ઇન બાહુઓમે શક્તિ ,હે શક્તિમાન દે દો....હે જ્ઞાનલોપ.......

ઘણા સુંદર આ પ્રાર્થનાના શબ્દો છે,એના ઉપર ધ્યાન આપજો, જીવનમાં મુસીબતો બધાને રહેવાની,જેવી
રીતે અંધારું,રાતનું અંધારું,આકાશમાં  વાદળો છવાયેલા હોય અને ઘાટા જંગલમાંથી જવું પડે,એક પ્રકાશની જરૂર પડે છે,જેનાથી જોતા જોતા રસ્તો શોધી શકાય,બધાને ભગવાને એક દીવો આપ્યો છે,તે છે,બુદ્ધિ,
અને બરાબર દીવો સળગતો રહે,બરાબર પ્રકાશ આપતો રહે,તેને માટે પ્રાર્થના કરતા રહો 'હે  મારા ભગવાન મને સદા સદબુદ્ધિ આપજો

Thursday, December 3, 2015

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશ

માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશમાં સંત શ્રી સુધાન્સું મહારાજ જણાવે છે કે સંગીત સાંભળતા હો તો તેમાં મશગુલ થઇ જાવ,તેના આરોહ અવરોહમાં નો આનંદ લો,શબ્દોને હૃદયથી સાંભળો,સાંભળવામાં મઝા આવશે,ખાવાનું ખાતા હો તો પુરા આનંદ સાથે ખાઓ,કામ કરતા હો તો મન લગાવીને કામ કરો,પરિણામ ઘણું સારું આવશે,મહેનત કરો જરૂરી છે પણ પથ્થર તોડવો હોય તો તેને તૂટે એટલુજ જોર લગાવો,
નેપોલિયન હિલ્લ કહેતા આપ કામ કરતા હો તો જેને માટે કરતા હો તેને પણ આનંદ મળવો  જોઈએ ધારોકે
તમે ધંધો કરતા હો અને એક રૂપિયામાં બાર વસ્તુ કે ફળ
 આપો તો ગ્રાહકને તેર વસ્તુ આપો જેથી એકાદ ખરાબ નીકળે તો તે પ્રસન્ન થાય અનેબીજા સમયે તમારી પાસેજ આવે,તમારી તેની પાસે સારી છાપ ઉભી
થશે,અને તે ક્યાય નહિ જાય, ઉપરથી બીજા ગ્રાહકો વધશે આમ તમને ધંધામાં ગૂડ વિલ બનશે,તમારી
જાતને પણ ખાતરી થાય તેવું કરો ,ભગવાન પણ સાથ આપશે,હું કામ કરું છું એવા વિશ્વાસ સાથે પોતાને
જોડો,કામને પુંજા સમજો,જીવન ,પસાર થઇ જશે,ઘરમાં પણ બધા સાથ નથી આપતા,વગેરે વિચારી
દુખી ન થાવ ,હું છું તો મારી પત્ની તેમજ છોકરા સલામત છે,ભગવાન આવી સ્થિતિ કાયમની બનાવી
રાખે,એવું સારું વિચારો,મન સદા માટે આનંદમાં રહેશે,પૂજ્ય શ્રી એ એક પરિવારની વાત કરતા કહ્યું કે આ પરિવારમાં દીકરાની સગાઇ થવાની હતી તેમાં તે ગાડી
ચલાવતો હતો સાથે પરિવાર હતો અને એમાં અકસ્માત થયો,અકસ્માતમાં જેની સાથે સગાઇ થવાની હતી. તેની દાદી મૃત્યુ પામી,એટલે પરિવાર જે છોકરી ઘરમાં આવવાની તેને કમનસીબ ગણી ઘૃણા કરવા માંડ્યું પૂજ્ય શ્રી પાસે નજીકના સબંધ હોવાથી સલાહ માટે આવ્યું કે સગાઇ કરવી કે ન કરવી,પૂજ્ય શ્રીએ પૂછ્યું,
ગાડી ચલાવનારની શું સ્થિતિ છે,પરિવારના વડાએ જણાવ્યું દાદી સિવાય બધા સલામત છે,તો પછી ચિંતા
 શીદને કરો છો,દાદીનો સમય હતો તો મૃત્યુ થયું ,પણ તમારો દીકરો બચી ગયો તો આવનાર પાત્ર
સતી સાવિત્રી કહેવાય માટે સગાઇ કરો,મારા આશીર્વાદ છે,અને આમ તેર વર્ષથી હજુ વગર દોષે જોડું આનંદથી સુખી જીવન જીવે છે એટલે લોકો ખોટા વહેમ માં દુખી થઇ જાય છે, કઈ ન હોય તો પણ ખોટી
ખોટી શંકા કરી સારા ચાલતા જીવનમાં ભંગ કરાવે છે,ભાભી રોજ મેણા ટોણા મારે છે એમ કહી પોતાના
ભાઈનું ઘર ભંગાવે છે મોટા મોટા બુદ્ધિવાન લોકો ની પણ એજ સ્થિતિ છે,ભવિષ્ય ભગવાન બનાવે  છે,
ગુરુ સારા હોવા જરૂરી છે જે ડર ને ભગાડી હિંમત આપે,સાચી વાત શીખવાડે,
પરમાત્માથી મોટું કોઈ
નથી ,જેણે અત્યાર સુધી જીવાડ્યા તે ભવિષ્યમાં પણ જીવાડશે,બસ સાચી રીતે કામ કરતા રહો સફળતા
જરૂર મળશે ,સકારાત્મક ભાવ કેળવી કામ કરતા રહો,ભગવાન જરૂર મદદ કરશે સંદેશ પૂરો કરી સંત
શ્રી આશીર્વાદ આપે છે


 ભજન

દાતાકે દરબારમે સબ લોગોકા ખાતા હૈ,જો કોઈ જૈસી કરની કરતા વૈસા હી ફલ પાતા હૈ,દાતાકે દરબારમે.....
પૈસા હો ક્યા સંત ,ગૃહસ્થી ક્યા રાજા ક્યા રાની,(૨)
પ્રભુકે પુસ્તકમે લિખી હૈ સબકી કર્મ કહાની,અંતર્યામી અંદર બૈઠા સબકા હિસાબ લગાતા હૈ-દાતાકે.........
બડે બડે કાનુન,પ્રભુકી બડી બડી મર્યાદા ,(૨)
કિસીકો કોડી કમ નહિ મિલતી,મિલે ન પાઈ જ્યાદા,ઇસીલિયે તો એ જગતપતી કહેલાતા -દાતાકે દરબારમે....
ચલે ન ઉનકે આગે રીસ્વત,ચલે નહિ ચાલાકી,(૨)
ઉસકી લેન દેન કી બંદે રીત બડી હૈ,બાંકી,સમજદાર તો ચુપ હૈ.રહેતા,મૂરખ શોર મચાતા-દાતાકે.......
ઉજલી કરની કર લે બંદે,કરમ ન કર યુ કાલા,(૨)
લાખ આંખોસે દેખ રહા હૈ તુઝે દેખનેવાલા,ઉનકી તેજ નજરસે બંદે તું નહિ બચ પાતા-મેરે દાતાકે દરબાર મેં .

Monday, November 30, 2015

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

 ભલાઈ અને બુરાઈ
સંત શ્રી  સુધાંશુ મહારાજ પ્રવચનમાં ભલાઈ અને બુરાઈ ઉપર બોલતા કહ્યું હતું કે બુરાઈ એ એવી પ્રકિયા છે કે તેના પ્રભાવમાં આવેલ નું જોર ખુબ  હોય છે,તે કોઈની પણ પરવા કર્યા વગર સમાજને પાયમાલ કરી નાખે છે જ્યારે ભલાઈ સ્વભાવમાં ખુબ શાંત હોવાથી દબાવ અને ડર વચ્ચે તેનો પ્રભાવ સહન કરતો જાય છે એટલે બુરાઈ સામે લડો તેને હટાવો,સાચો સમાજ બનાવો,નહિ તો દુનિયા ખરાબીથી ભરાઈ જશે,ભગવાન ભોલાનાથ શિવજીએ પણ ત્રિશુલ ની સાથે ડમરૂ જોડી પ્રતિક બતાવ્યું છે ત્રિશુલ એ બુરાઈને હટાવવાનું અને સમય આવ્યે તેનો નાશ કરવાવાળું શસ્ત્ર છે જ્યારે ડમરું એ સંગીતથી વિશ્વમાં આનંદ વધારવાનું માધ્યમ છે,એટલે સમય આવ્યે બુરાઈ વધે તો ડમરું વગાડી બુરાઈને મર્યાદા બહાર જવાની ચેતવણી આપી ભગવાન  તેને સંતુલિત રાખે છે,કારણકે સમાજમાં આવા ખરાબ લોકો કઠોર થવાથી જ કાબુમાં આવે છે જ્યારે કેટલાક પ્યારને હિસાબે પોતાનું જીવન વિતાવે છે,કાયરતાનું નામ ભક્તિ નથી,તૈમુર લંગ એક મોગલ સામ્રાજ્યનો બાદશાહ થઇ ગયો તેને એક વખત એક સંતને કહ્યું કે મને ઊંઘ ખુબ આવે છે ,તો ઉપાય શું,પેલા સંતે તેને કહ્યું કે ઊંઘ તમારે માટે ખુબ સારી છે,એટલે જ્યાં સુધી તે ઊંઘતો રહે ત્યાં સુધી સમાજ ને હેરાન તો ન કરે,ખરાબ લોકો સુતા રહે તો સારું છે,ભલા લોકો ક્યારેય બેસતા નથી,હજારો માણસો સચ્ચાઈની સામે હશે પણ અંતે તો વિજય સચ્ચાઈનોજ થશે,સત્ય સહન કરે છે પણ કદાપિ હારતું નથી,1986 માં સંત શ્રી જ્યારે ભક્તિનો પ્રચાર કરવા મંદિરોમાં પ્રવચન આપતા પણ લોકો સાંભળતા નહિ ,મોટા પાર્કમાં માઈક લગાવી તેમણે પ્રચાર કરવા માંડ્યો, તો લોકો ટકોર કરવા માંડ્યા, આ તો અહી પણ પાછળ પડી ગયા,અને દુર ઉભા જાણે તમાસો જોતા હોય તેમ, અવાજ ઓછો રાખજો વગેરે કહેવા માંડ્યા,સંત શ્રીને કોઈ અસર ન હતી પણ વ્યવસ્થાપકો કહેવા માંડ્યા કે દુર ઉભા રહીને સાંભળે તે પણ આપને માટેતો સારું જ  છે,એટલે સંત શ્રી એ કહ્યું કે દુર ઉભા છે તે કાલે પાસે પણ આવશે અને બેસશે પણ ખરા,બીજે દિવસે બે શબ્દો કાન પર પડતા લોકો કહેવા માંડ્યા આને સત્સંગ થોડો કહેવાઈ આમાં તો જીવન જીવવાનું જ  સમજાવવામાં આવે છે,ત્યારે સંતે કહ્યું  કે મૃત્યુ તો અનિવાર્ય છે એની કોઈ વાત જ ન હોય જીવન કેમ જીવવું તેનીજ ચર્ચા કરી ઉકેલ શોધવો પડે પછી લોકોને કૈક બરાબર લાગ્યું બધા પ્રવચનમાં આવવા લાગ્યા ને સંત શ્રીને પૂછવા  લાગ્યા અમે કઈ સેવા આપી શકીએ,કઈ પાણી પીવડાવીયે ,સંત શ્રી એ કહ્યું તમારી મરજી ઘરથી પાણી લઇ આવોને પીવડાવો પછી તો લોકોનું જૂથ વધ્યું અને એજ લોકો કે જે પહેલા વિરોધ કરતા હતા તે પ્રચાર અને સત્સંગમાં જોડાઈ ગયા,એટલે સંત શ્રી એ કહ્યું જાગતા રહો અને મસ્તીમાં રહો,,ખુશ રહો અને આગળ વધો સાથે સાથે અંદરનો આનંદ પણ વધારતા જાઓ,ખુશીયો વધારી અંદર અને બહારથી સૃન્ગાર કરો,જે કાઈ મળે તે અપનાવો,તેમાં સંતોષ માની ખુશીનું જીવન જીવો,ભલા માણસોને બદનામ કરવા મોટા મોટા ષડયંત્રો રચવામાં આવે છે,ભલા માણસો હંમેશા જાગતા રહે,એટલે સજાગ રહે,સત્ય સાથે જોડાતા ઈશ્વરની પણ સહાય મળશે,ભક્ત લોકો જલ્દી ગભરાતા હોય છે,ક્યા કોઈ મશ્કરી કરે તો તેમને દુનિયાથી છુપાવીને કામ કરે છે,સાચા છો શા માટે ડરવું,હિમતથી સામનો કરો,સુખેથી સુવો,અને બીજાનો ખ્યાલ કરો,
યેદ અંતરમ તદ બાહ્યમ,યેદ બાહ્યમ તદ અંતરમ, વેદોમાં કહ્યું છે
જનક વિદેહી સુંદર રેશ્મીવસ્ત્રો ધારણ કરતા,સોનાના સિહાસન ઉપર બેસતા,અને સુંદર રાજમહેલ ,નૃત્યાંગના નાચ કરતી હોય,સંગીતનો જલસો હોય,ઠાઠમાઠથી ભરેલા રાજદરબારમાં બધાની વચ્ચે એક તરફ રાજા અગ્નિ સળગતો રાખતા,લોકો પુછતાં બધા દીવા સળગાવે છે અને આપ અગ્નિ કેમ સળગતો રાખો છો,
 ત્યારે રાજા કહેતા,આ આગ ચિતાની યાદ કરાવે છે,એ ન ભૂલવું જોઈએ,કે એક દિવસ આવવાનો છે તો એક દિવસ જવાનો પણ છે, સજાગ થઇ જાવ,પ્રેમ કરો પ્રાણીમાત્રને પ્રેમ કરો ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું હતું!જીવો અને જીવવા  દો ,દરેકને આ પૃથ્વી ઉપર જીવવાનો હક્ક છે દરેક નાનામાં નાના જીવની કદર કરો , અનંત પ્રેમ કરવાવાળોશુભની સાથે રહે છે,પ્રેમની ઓર્ખાણ જ એ છે કે દંભ વગરનું જીવન જીવવું,
ફ્રાન્સને વિકસિત કરવામાં નેપોલિયન નો ખુબ ફાળો હતો ,બહુ જ વિનમ્ર સ્વભાવ,તે ફ્રાન્સનો અધીનાઈક,એક વખત કેટલાક મજુરો પૂલના બાંધકામમાં વ્યસ્ત  હતા, કામ તેજ દિવસે પૂરું કરવાનું હતું પણ પૂલ માટેના થાંભલા લઇ જવા માટે બે માણસો ખૂટતા હતા,નેપોલિયન એ વખતે ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી પસાર થતો હતો,તેને આ જોયું આને ઘોડા ઉપરથી ઉતરી તે મજુરો સાથે જોડાઈ ગયો,હજુ એક માણસ ખૂટતો હતો નેપોલીયને દુર ઉભેલા માણસને બુમ પાડી , ભાઈ તમેય જોડાય જાવ, પેલાએ ત્યાંથી ઉભા ઉભા કહ્યું હું શા માટે જોડાઉં , હું તો અહીનો ઠેકેદાર  છું,ત્યારે નેપોલિયન બોલ્યો હું પણ આખા દેશનો ઠેકેદાર છું,આ કામ આજે પતાવવાનું છે અને એક મજુર ખૂટે છે, પેલો બોલ્યો મને ખબર છે,તો પછી રાહ કોની જુએ છે,જોડાઈ જા ,અને એવું કહી તેને કહ્યું તું મને ઓળખે છે, હું કોણ છું ,પેલો કહે મારે તને ઓળખવાની શું જરૂર,તને મજુરી આપી દઈશું ,હું નેપોલિયન છું ,હવે તારો શું વિચાર છે,બદ્ધા અજાયબીથી નેપોલિયનને જોવા માંડ્યા અને પેલો ઠેકેદાર પણ જોડાઈ ગયો,એમ દેશનો વિકાસ કરવો હોય તો બધાએ કામ કરવું પડે,પૂલનું કામ તેના સમય પ્રમાણે પૂરું થયું,આટલો મોટો માણસ જ્યારે નાનો બનીને કામમાં જોડાઈ જાય તો જરૂર દેશનો ઉધ્ધાર થઇ જાય.




સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

સમર્પણ



ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ક્ષેત્ર છે શરીર છે ક્ષેત્રજ્ઞ છે જીવાત્મા, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાચ કર્મેન્દ્રિય ,મન,અહંકાર,બુદ્ધિ તન માત્રાએ આ શરીરમાં અવ્યય છે,અવ્યય અંગ -પ્રત્યંગ,
ઉપકરણ અને કરણ, આ બધાના માધ્યમથી આ જીવાત્મા પોતાના ક્ષેત્રમાં સંસારનાં ભોગ ભોગવે છે,
જીવાત્માની કોઈને કોઈ આકાંક્ષા,ઈચ્છાઓ,ભોગની ઈચ્છા,જાણવાની ઈચ્છા,અતૃપ્ત ભાવનાઓ,જે રહી જાય છે તેને પૂરી કરવા,ભોગવવા શરીર આપ્યું છે,પણ આ યંત્રોના જિવ પોતાના શરીરને માધ્યમ બનાવીને જુદા જુદા કર્મ કરે છે,જુદા જુદા  ભોગો ભોગવે છે,જેમ જેમ નવા કર્મ નવા ભોગ ભોગવતો જાય છે તે તેમ તેમ બંધનોમાં બંધાતો જાય છે,આવા ગમન નું ચક્ર તેનો પીછો છોડતું નથી,એક કર્મ કર્યું અને બંધનમાં આવી જાય છે,જ્યાં સુધી ન કર્યું ત્યાં સુધી મુક્ત હતા,આનંદની વાત એ છે કે,કર્મની આઝાદી બધાને હોય છે પણ ફળની આઝાદી કોઈને હોતી નથી,દુખ આવે તો ભોગવવું પડે,જે કોઈ ચાહતું નથી,માંન ની સાથે અપમાન અને લાભની સાથે હાની અવશ્ય આવે છે,કર્મ ભોગના ચક્રમાં બધાજ બંધાયેલા છે,બાળક,જુવાન કે ઉમરવાન,શરીર સાથે સુ:ખ દુ:ખ જોડાયેલા છે,ફક્ત જ્ઞાની હસીને અને મુર્ખ રડીને ભોગવે છે,દુનિયામાં બે જ માણસો સુખી છે,એક તો પહેલા નંબર નો મુર્ખ અને બીજો આદર્શ જ્ઞાની, કેમકે તે મગજને વિચારોથી દુર હોય છે,એટલે તો ચાણક્યે કહ્યું હતું કે,માણસ સતત વિચાર્યા કરે તો દુ:ખી થઇ જાય છે, પણ મગજમાં વિચારો હટાવીદો તો પછી સુ:ખ સદા સાથે છે,એટલે તો દુખી માણસ દુ:ખ થી દુર થવા નશો કરે છે,
જ્યાં સુધી નશાની અસર રહે છે,ત્યાં સુધી દુ:ખ ભૂલી શકે છે,નશો છુટતા ફરીથી એની એજ સ્થિતિ, બધાજ વિચારો પરેશાનીના,સંત જ્ઞાની થઇ જવાય તો મુસીબતોનો ખ્યાલ આવે છે,જો ગુંચ ક્યા પડી તેનો ખ્યાલ આવી જાય તો ગુંચ ખોલવામાં વાર લાગતી નથી,જ્ઞાની બહાર આવી શકે છે અજ્ઞાની વધારે ને વધારે ફસાય છે,ભગવાને શરીર આપ્યું છે જે જીવાત્માનું કાર્યક્ષેત્ર છે,જેનાથી જ્ઞાન થવું ,પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો,આંખ જોશે તો હાથ કર્મ કરશે,ચાર ઉપકરણ  મન,બુદ્ધિ ,ચિત્ત અને અહંકાર,મનનું કાર્ય
 મનન,નિશ્ચય,સ્મૃત્ય,નિર્ણય વગેરે,હું શું છું,અને મારી શક્તિઓ શું છે,પાંચ મહાભૂત,અને પાંચ તેની ઇન્દ્રિયો,તન માત્રાએ જેની માંગ કરે છે,તેની પાછળ ભાગે છે,સંખ્ય લઈયે,જીવાત્માનું લક્ષણ,પ્રાણ-અપાન,નિમેષ-અનિમેષ, જીવન-ગતિ,ઈચ્છાના આધાર ઉપર મનુષ્ય કર્મ કરે છે,
ઈચ્છા કરવી,ઈર્ષ્યા કરવી,પ્રયત્ન કરવો,કોઈ વસ્તુને મેળવવા ઈચ્છા કરવી, આ બધું શરીરમાં જીવ આવ્યા પછી થાય છે,દિશા બદલાતા,દશા બદલાઈ જાય છે,સાચું જ્ઞાન દુ:ખનું નિવારણ છે,ભગવાન કૃષ્ણે,જ્ઞાનના સબંધમાં એક વાત કહી છે,જ્ઞાનના લક્ષણ બતાવ્યા છે,એક,જ્ઞાન છે જ્યારે માનની ઈચ્છા ન હોય,બે, કામના છે ત્યાં સુધી અજ્ઞાન છે,હસીને માન અપમાનમાં આગળ વધી જવું,દર્દીને દવા આપી,અસર ન થાય તો દવા બેકાર ગઈ,કોઈને ગાળ આપો અને અસર ન થાય તો,દુનિયા ગમે તે રીતે તમને રમકડું બનાવશે,પણ તમે ન બનો તો જ્ઞાની થઇ જશો,ભગવાનને અર્જુને પૂછ્યું હતું,બહુ મોટું જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે,આ
નિવારણ ગીતા કરે છે,ગીતા એ એકજ છે,બીજી થઇ જ ન શકે,કેમકે માનવીના દરેક પ્રશ્નોનું તે નિવારણ કરે છે,જ્ઞાન છે,માન અપમાનથી ઉપર થઇ જવું,દંભ ન હોવો,છલ,કપટ,કુટિલતા ન હોવી,પૂર્ણ પ્રમાણિક થઇ જવાય તો સમજવું જ્ઞાન આવી ગયું,ખુબ વિચારવા જેવી વાત છે જો તમે પ્રમાણિક થઈ જશો તો બીજાને ભરોષો,આવી જશે અને તમે કામ કરવાનું શરુ કરશો ,
અપ્રમાણિકતામાં આંખોથી ઈર્ષ્યા દેખાઈ જાય છે,બીજાનો ઉપકાર હશે તો પણ અપ્રમાણિકતા
તેને માન નહિ આપે,પરમાત્મા માટે સાચી ભાવના જગાવો,તો બધું મંગલમય થશે,અંત:કરણ પાપી છે તો બધું બહાર દેખાવા માંડશે,દંભથી દુર થશો તો જ્ઞાની થઇ જશો અને જ્ઞાની ભગવાનને ખુબજ પ્યારા છે,ભક્તો પણ કેટલા પ્રકાર નાં હોય,એક દુ:ખ પડતા,ભગવાનને યાદ કરે,મનની ઇચ્છાઓની પુરતી માટે ભગવાનને યાદ કરે,જીજ્ઞાસા માટે પણ કેટલાક યાદ કરે,મૂળ તો શાંત થઇ જવું,શાંત થવાથી તત્વજ્ઞાની થઈ જવાય છે,જીવનની ગતિ જ્ઞાનની બાજુ ફેરવી લેવી,દીવો સળગાવશો તો અંધારું નહિ રહે,અજ્ઞાન જાતેજ દુર થવા માંડશે,ભગવાનની પાસે જઈને સૂર્યએ સ્તુતિ ગઈ,મારામાં જે છે તે તારો પ્રકાશ છે,તારી અનુભૂતિ,તારી કૃપાઓ,મારા કાર્યથી સંતુષ્ટ છે કે કોઈ ફરિયાદ છે,ત્યારે ભગવાને કહ્યું એક અંધારાએ તારા માટે ફરિયાદ કરી છે,તે કહે છે કે હું જ્યાં રહું ત્યાં સુરજ મને મારવા આવે છે,અને સુરજે કહ્યું એને મારી સામે લઇ આવો હું પૂછી લઉં ફરિયાદ કરે છે તો.....
ઊંચા સ્વપ્ના જુઓ,મોટા સ્વપ્ના જુઓ,
સ્વપ્ના તે નથી હોતા જે રાતે સુઈ જવાથી આવે છે,સ્વપ્ના તે હોય છે જે તમને સુવા નથી દેતા,
આપણા તે નથી હોતા જે રડવા ઉપર આવે છે,આપણા તે હોય છે જે તમને રડવા નથી દેતા.
જગ રોક ન પાયેગા,મીરાં નાચેગી જબ પલ નચાયેગા,
યેહિ મેરી મરજી હૈ,મૈ વો હો જાઉં જો તેરી મરજી હૈ,
બાહર લાચારી હૈ,નામ પે યારેકા ભીતલ તો ઝાંખી હૈ,
આહત હૈ સાવનકી,રબા ખબર સુના માહીકે આનેકી,
હૈ ઈસ્ક બડી બોઝી,રાજી કર દુનિયા,યા ઉસકો કર રાજી.
સમર્પણ નો અર્થ છે,જેવી કુંભારની માટી,જેવી રીતે મોડો તેમ મોડાઈ,ગુરુના વચન એક એક કરી પિતા જાવ,એમાં ખોવાઈ જાવ,સમર્પણ કરી દો, બિલાડી તેના બચ્ચાને મોઢામાં પકડીને ક્યારેક જંપ કરતી હોય પણ બચ્ચું આંખો બંધ કરીને માતા ને  સમર્પિત થઇ જાય છે,અને કોઈ પણ જાતના નુકશાન વગર તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે,જંગલમાં વાંદરાના બચ્ચા માં જ્યારે જંપ કરતી હોય ત્યારે પકડ બરાબર મજબુત રાખે છે,તમે પણ પરમાત્માની પકડ મજબુત રાખો,જરૂર પાર થઇ જશો,પરમાત્માને તમારી જાત સમર્પિત કરી દો,બાળકને પ્રેમ કરો ,પણ તેના ઉપર મોહ ન કરો,ક્યારેક તે વિપરીત બોલી દે તો પછી તકલીફ કે દુ:ખ થાય છે,દુનિયાની પાછળ ભાગવાથી દુનિયા તમારી બનવાની નથી,પોતાની કાળજી રાખો,અને જે વધારેમાં વધારે કૃપા જે ભગવાન અથવા સદગુરુ કરે છે તેને તમારી જાત સમર્પણ કરો.

Thursday, November 19, 2015

ગીતા જ્ઞાન

ગીતા જ્ઞાન


યુદ્ધ મહાભારતકા હૈ,અંશ હૈ ગીતા જ્ઞાન ,હૈ કથા પરમાર્થની કહે કૃષ્ણ ભગવાન -હે માનવ કહે.....
વિફળ હુએ સબકે જતન જબ બચા ન કોઈ દ્વાર,અબ કરેંગે ફેસલા તીર,ધનુષ,તલવાર-હે માનવ..
કર તિલક રણભુમીમે ચલ પડે રણવીર,હાથ દે આશિષ માં કે,રેઇન બહાયે નીર,-હે માનવ..
હૈ ધરમ યુદ્ધ આખરી,લડે વીર સમુદાય,સેના મિલે દુર્યોધનકો,અર્જુન ગોવિંદ પાય -હે માનવ....
ઐસી પ્રીત લગી જિયરાસે પીડ સહી ન જાય,ખીંચ ભુજા ગિરધરને અર્જુન,લિયો કંઠ લગાય-હે માનવ
ચલ પડે દોનો અવતારી,કુરુક્ષેત્ર કી ઓર,એક ધનુર્ધર વીર અર્જુન,દુજા માખણચોર-હે માનવ..
બોલે અર્જુન શ્રી કૃષ્ણસે,હાંકો રથ જગદીશ,પહોચો જબ,દુશ્મનોકી સમ્મુખ દેના લગામકો ખીચ-હે
ફિર રૂકા,રથ રઘુવીરકા જાકો રબ કે બીચ,દેખ કો ભીષ્મપીતાકો,લગા ઝુકાને સિર-હે માનવ ..
ઉતર ગયા ફિર રથ સે અર્જુન,ધનુષ બાણ કો છોડ,દોડ પડા ચર્નોકો છુને દેખે જબ ગુરુ  દ્રોણ - હે
ગુરુ ચરણ મેં તુમ ચલે કહા અકેલે પાર્થ,જબ સમય આયેગા ઇસકા મૈ ચલુંગા સાથ-હે અર્જુન
બોલા અર્જુન,હમ સમય કો ક્યા દેખે જગદીશ,સામને ગુરુકે ચરણ હૈ ,યહાં હૈ મેરા શીશ -હે કેશવ..
ચરણ  ન જાયેંગે કહી,તુમ શીશ બચાવો પાર્થ,બીચ ખડે દુશ્મનો કે,શસ્ત્ર હૈ સબકે હાથ-હે અર્જુન..
અર્જુન દેખે સબ રથી,સુરત બચી ન કોઈ,સબ થે અપને હી કુટુંબ કે,દુશ્મન દિખા ન કોઈ,-હે કેશવ..
ખડે હો તુમ રણ ભુમીમે ,યુદ્ધ કરો રણવીર,કિતને હૈ દુશ્મન યહાં પર દેખ ચલાકર તીર -હે અર્જુન..
ધર્મ સંકટ મેં પડા, મૈ અર્જુન અજ્ઞાન,કિસકો લેંઉ પ્રાણ મૈ,કિસકો દૂ સન્માન-હે કેશવ..
કાંધે પર અર્જુન તેરે,ન ધનુષ નાં બાણ,અબ ચલેંગે તીર ઉધરસે,દેતે રહો સન્માન-હે અર્જુન...
મધુસુદન નાં વ્યંગ કરો,મૈ માનવ અજ્ઞાન,લક્ષ્ય દિખાતા હી નહિ હૈ,કહા ચલાઉ બાણ-હે કેશવ...
બીત ચુકી વાર્તા તબ કુછ રહા ન ઇનકા મોલ,મનકી આંખ મૂઢ લો,તન કી આંખે ખોલ-હે અર્જુન
હે મધુસુદન કયું મેરા ભ્રમિત  હુઆ હૈ મન,નેત્ર હૈ નિર્જીવ સે,કંપિત હુઆ હૈ તન -હે કેશવ...
નાં આકાર પવન કા હૈ,ન જળ કા કોઈ રંગ,મન હૈ તેરી કલ્પના, તન કા નહિ હૈ અંગ -હે અર્જુન..
હે કેશવ ઘર મન મેરા,તન કા નહિ હૈ અંગ,ફિર કહો ,મન કયું જુદા હૈ માનવ તન કે સંગ-હે કેશવ...
મન હૈ એક ચેતના,કોઈ જગાયે ઉમંગ,આગે આગે યે ચલે,પીછે પીછે અંગ -હે અર્જુન.....
ગોવિંદ ઉત્તર દે રહે,અર્જુન પૂછે જાય,ઐસા દિપક કૌન જો,મન કો રાહ દિખાઈ-હે કેશવ....
ઐસા દિપક જ્ઞાન જો,મન કો રાહ દિખાઈ,જ્ઞાન રહિત હો જો ભી મન વો રાહ ભટકતા જાય-હે અર્જુન
હે કેશવ મુઝકો જ્ઞાન દો,મૈ માનવ અજ્ઞાન, મુઝે બતાઓ વો જગહ,જહાં મિલેગા જ્ઞાન -હે કેશવ.
ગોવિંદ સુનકર હસ દિયે,બસ સમજણ કી દેર,જ્ઞાન બસાચારો દિશામે,બસ દેખનકી દેર- હે અર્જુન..
કેશવ ઐસી નાવ મેં ,હો ગયા મૈ સવાર,દરિયામે તુફાન હૈ,ઔર હાથ નહિ પતવાર -હે કેશવ.....
જ્ઞાન ફળ હૈ કર્મકા,વચન કહે ભગવાન,ફ્લકી ઈચ્છા ન કરો,બસ યહી બડા હૈ જ્ઞાન-હે અર્જુન....
યે કૈસા ઉપદેશ હૈ,યે કૈસા હૈ જ્ઞાન,ફલકી ઈચ્છા ન કરે તો બીજ ન બોયે કિસાન-હે કેશવ...
ફળ મિલે હર બીજ્સે,સંભવ નહિ હૈ પાર્થ,લક્ષ્ય બેઠે એક કે ફળ,તીર ચલાયે યે સાથ-હે અર્જુન...
સંતુલિત મન કૈસે કરું કેશવ કહો ઉપાય,જીતને ઉત્તર દે રહે હો પ્રશ્ન તો બઢતે જાય -હે કેશવ...
અર્જુન ઇસ સંવાદકા,બસ યહી હૈ એક ઉપાય,મોહ માયાકો ત્યાગ,ઉઠ સંખ તો બજાય-હે અર્જુન...
કૈસે કરું મૈ યુદ્ધ સખા,સન્મુખ મેરે તાત,ક્યા કરમ કરતા રહું,વહ પુણ્ય હો યા હો પાપ -હે કેશવ...
યે તો કોઈ પાપ નહિ,ધર્મ હૈ તેરા પાર્થ,કયું ડરતા હૈ યુધ્ધ્સે જબ મૈ હું તેરે સાથ-હે  અર્જુન....
ભાઈ,કાકા,તાત,સખા,પ્રિય હૈ મેરે હર એક,મેરે હૈ વો સેકડો,ઔર તુમ કેવળ હો એક-હે કેશવ....
નાં અર્જુન તું કિસીકા હૈ,નાં તેરા હૈ કોઈ,વેશ બદલકે દેખ જરા,કૌન પહેચાને તોય -હે અર્જુન.....
સત્ય વચન હૈ આપકા,દો કેશવ વિસ્તાર,ક્યા રહસ્ય વેશકા,ક્યા હૈ ઇસકા સાર-હે કેશવ....
મૈ કર્તા,મૈ  હી કારક,મૈ યૌવન, મૈ રૂપ,મૈને ઇસ સંસારમે બદલે હૈ કઈ રૂપ -હે અર્જુન...
મૈ તપન હું સૂર્યકી, મૈ પવનકા જોર,મૈ હી નરસિંહ,રામ હું,મૈ હી માખણચોર-હે અર્જુન...
મૈ હરી,મૈ શ્યામ હું,મૈ વિષ્ણુ અવતાર,મૈ હી ઘટ ઘટમે બસા હું,બનકે જીવનસાર-હે અર્જુન...
મૈ  કભી જન્મા નહિ,મૈ અમર હું પાર્થ,મૈ સબમેં પહલે હું, મૈ હું સબકે બાદ-હે અર્જુન....
મૈ જીવનકા અંશ હું,મૈ હું મૃત્યુકા આધાર,જન્મદાતા પુણ્યકા ,મૈ હી પાપ સંહાર -હે અર્જુન...
મૈ હી સબસે સુક્ષ્મ હું ઔર મૈ હી સબસે વિશાલ,મૈ જગતકા પાલક હું ઔર મૈ હી સબકા કાલ-હે
મૈ શીતલ,મૈ તાપ હું,મૈ ભાદો કા ફુંહાર,મૈ હી પતઝડ,મૈ હી સાવન,મૈ બસંત બહાર -હે અર્જુન...
મૈ ઋતુ ઔર યુગ ભી મૈ,ઔર મૈ હી સુબહા,શ્યામ,નવગ્રહ હૈ,મેરે હી સમતુલિત,મૈ તીર્થ,મૈ ધામ-હે
મૈ અર્જુન સંપન્ન હું,મૈ સકલ સંતાપ, મૈ રહું જિનકે સમ્મુખ,વહા રહે ન પાપ -હે અર્જુન....
વ્યર્થ ચિંતા કયું કરે,ક્યુ ડરે બિન બાતા,આત્મા તો અમર હૈ,કયું કરે પશ્ચાતાપ -હે અર્જુન....
પરિવર્તન સંસારકા,હૈ નિયમ સુન પાર્થ, ખાલી તુમ આયે ધરામે,જાના ખાલી હાથ -હે અર્જુન...
તું હૈ અર્જુન કુછ નહિ,નાં તેરે હૈ કોઈ સાથ,સબ અકેલે હૈ ધરામે,ધર્મ હૈ કેવળ સાથ-હે અર્જુન...
હે અર્જુન અબ યુદ્ધ કરો,ત્યાગો મનકે વિચાર,દેતા હું આદેશ તુમ્હે,મૈ વિષ્ણુકા અવતાર -હે અર્જુન...
દેખ નારાયણકો સમ્મુખ,અર્જુન ઝુકાયે શીશ,રૂપ થા વિકરાળ ઐસા,કઈ થે જિનકે શીશ-હે માનવ....
જગકી હર  એક વસ્તુકો ધારણ કિયે થે નાથ,એકમુખી,જ્વાળામુખી,થર થર કંપે પાર્થ,-હે માનવ...
ક્ષમા કરો ભગવાન મુઝે,યે રૂપ ન દેખા જાય,ઇતના કહકે વીર અર્જુન લિયા ધનુષકો ઉઠાય-હે
ફિર ધનુષ ગાંડીવકી ઐસી ખીચી કમાન,જિસકી ગર્જન તીન લોક્મે,ગુંજી વ્રજ સમાન-હે માનવ..
ભીષ્મ પીતાકે ચરણોમેં છોડા પહેલા બાણ,સમજ ગયે કે પૌત્ર અર્જુન માંગે આશીર્વાદ-હે માનવ....
ફ્લકી ઈચ્છા નાં કરો,કર્મ કરો ઇન્શાન,સત્ય વચન કો પીંડ કહે યહી હૈ ગીતા જ્ઞાન-હે અર્જુન....
સત્ય વચન હૈ આપકા દો કેશવ વીસ્તાર,ક્યા રહસ્ય હૈ ભેષકા,ક્યા હૈ ઇસકા સાર -હે કેશવ....
યોનીકે અનુસાર અર્જુન,બદલે માનવ રૂપ,કર્મસે રાજા બનાયે કર્મ ઇસકો શુદ્ર-હે અર્જુન....
માત પિતા મેરે નહિ,નાં મેરા હૈ શરીર,જુડે હૈ કયું યે નાતે,પૂછે અર્જુન વીર-હે માનવ....
નાતે શાખ હૈ વૃક્ષ કી,જો દ્રષ્ટિકો રખે બચાય,ફુલકો જો ફળ બનાય,ફળ કો બીજ બનાય -હે અર્જુન..
હે કેશવ ફળ રૂપમેં, હૈ કો રબ સમુદાય,કયું મુઝે તુમ કહે રહે હો,કિનકો દુ મૈ મિટાય -હે કેશવ....
કડવે ફળકો શાખ પર રખું ન પાક બચાય,ક્યુકી કડવે ફળ પર બીજ ભી કડવે આય-હે અર્જુન....
ઐસે કેશવ તુમ મુઝે દેતે હો ઉપદેશ,જૈસે હો ભગવાન કોઈ,ઇસ ગ્વાલેકે ભેષ-હે કેશવ.....
દાનવ,માનવ,જીવ નહિ,નાં વસ્તુ હૈ ભગવાન,હૈ ભગવાન હે અર્જુન,જિનકે અંદર જ્ઞાન-હે અર્જુન...
જિસકે અંદર જ્ઞાન હૈ,ઉસકો માંન લુ ભગવાન,પર ઉસે મૈ ક્યા કહું,જો બાટે સબકો જ્ઞાન-હે કેશવ....
હે અર્જુન વો હૈ ગુરુ,જો બાટે સબકો જ્ઞાન,પહેલે ગુરુકો કર નમન,ફિર લે ઈશ્વર કા નામ- હે  અર્જુન...
ધર્મ સંકટ મેં ગીરા, મૈ અર્જુન અજ્ઞાન,તુમકો કેશવ ગુરુ કહું,યા કહું તુમ્હે ભગવાન-હે કેશવ....
કુછ ન બોલો મુખસે તુમ,બસ ધનુષ ઉઠાઓ પાર્થ,જીતો પહેલે ધર્મયુદ્ધ કો,ત્યાગો અપના સ્વાર્થ-હે
ઈચ્છા મૃત્યુ ધારણ કિયે,ખડે હૈ સમ્મુખ તાત,ઉનકે સમ્મુખ કેશવ,કૈસે વિજય હો મેરે હાથ -હે કેશવ....
અર્જુન ક્ષણ ભર કે લિયે,દેખ ન ઉનકી ઓર,છોડ દો તુમ ભીષ્મકો ઔર બાણ ચલા કહી ઓર-હે
હૈ પિતામહ ઉસ તરફ,તો દ્રોણ હૈ દુજી ઔર,ત્રીજે મેં કુલગુરુ ખડે હૈ,દેખું મૈ કિસ ઔર-હે કેશવ.....
અબ અર્જુન ન દેખ કહી,બસ દેખ મેરી ઔર,ઐસી દ્રષ્ટી દુ તુજે,મુજે દેખે ન કોઈ ઓર-હે અર્જુન....
જલમે  મૈ હું,તલ મેં  મૈ, મૈ માનવ કે સ્વરૂપ, મૈ જગત આધાર હું,અબ દેખ મેરા યે રૂપ,-હે અર્જુન....
 મૈ નિર્માણ કરું ઇસ જગકા,  મૈ પતન આધાર,મેરે હી આધીન હૈ યે સકલ સંસાર.હે અર્જુન.....


જય શ્રી કૃષ્ણ..

Monday, November 9, 2015

દિપાવલીની શુભ કામનાઓ

દિપાવલીની સહુ વાચક મિત્રોને શુભ કામનાઓ તેમજ નવું વર્ષ ખુબજ લાભદાયી રહે તેવી અભ્યર્થના સાથે મોગરાના ફૂલ વતી શ્રી મહેન્દ્ર ભટ્ટ ,આ બ્લોગની વારંવાર મુલાકાત માટે ખુબ ખુબ ધન્યવાદ,
મિત્રો જેને હું ગુરુ તરીકે માનું છું એવા નારેશ્વરના સંત પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ  જીવન દરમ્યાન  સંદેશ આપતા રહ્યા હતા   'મનુષ્ય હોના મેરા ભાગ્ય હૈ,પણ આપ સબસે જોડા રહેના મેરા પરમ સૌભાગ્ય હૈ,મૈ  કુછ શીખ લુ યે મેરા પરમ સૌભાગ્ય હૈ ,પૂજ્ય શ્રી નાં આશીર્વાદ સહુ ઉપર રહે એવી શુભકામના.

જય શ્રી ગુરુદેવ દત્તા 

Saturday, October 17, 2015

એક સમાચાર

વાચક મિત્રો 

એક સારા સમાચારમાં આજે મારું બીજું પુસ્તક "ચાંદની રાત"પ્રકાશિત થયું છે તે નીચે પ્રમાણે 

ઉપલબ્ધ છે,આપ સહુને તેનો લાભ લેવા વિનંતી,તેમજ નવરાત્રીના સમયમાં માતાજીના આપ તથા આપના કુટુંબને ખુબ આશીર્વાદ મળે તેવી અભ્યર્થના સાથે શુભ નવરાત્રી,


સંપર્ક માટેનો ફોન :732-789-5469



Project Summary

Chandani Raat
Authored by Mahendra Bhatt

List Price: $9.99
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
222 pages
ISBN-13: 978-1517513801 (CreateSpace-Assigned)
ISBN-10: 1517513804
BISAC: Non-Classifiable / Non-Classifiable
This is my 2nd Book in Gujarati and touches on various parts like short stories, poems, religion, geeta, and shreemad bhagvat. I’m very pleased with 2nd Book, hope you enjoy reading it.

The moon does play an important part on Human Life on Earth. More than that, a Lunar Eclipse occurs when the Moon passes directly behind the Earth into its shadow. This can occur only when the Sun, Earth and Moon are aligned exactly, or very closely so, with the Earth in the middle. Soon after the eclipse, when the earth moves away, you can see a small crescent moon, which then rotates forming the half moon and then full moon...
Entire Description
CreateSpace eStore: https://www.createspace.com/5761290

પહેલા પુસ્તકની કેટલીક વિગતો યાદગીરી રૂપે



 
List Price:$12.50
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
236 pages
ISBN-13: 978-1505403091 (CreateSpace-Assigned)
ISBN-10: 150540309X 
BISAC: Family & Relationships / General
This is First novel of Mahendra bhatt along with his 11 Pictures 
CreateSpace eStore: https://www.createspace.com/5154296

-મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Sunday, August 30, 2015

દર્શન દો

દર્શન દો 



દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે ..(2)
મન મંદિર કી જ્યોતિ જગા દો,ઘટ ઘટ વસી રે...દર્શન...
મંદિર મંદિર મુરત તેરી ,ફિર ભી ન દીખે સુરત તેરી,(2)
યુગ બીતે નહિ,આયી મિલનકી પુનરવાસી રે....દર્શન....
દ્વાર દયાકા જબ તું ખોલે, પંચમ  સૂર મેં ગુંગા  બોલે,
અંધા દેખે,લંગડા ચલકર પહોચે કાશી રે....દર્શન....
પાણી પીકર પ્યાસ બુઝાઉં ,નૈનન કો કૈસે સમજાઉં,
આંખ મિચોલી છોડો અબ તો ,મન કે વાસી રે...,દર્શન

જય શ્રી કૃષ્ણ. 

Monday, August 17, 2015

જીવન

જીવન 

જીવન ચાલ્યું જાય છે,
વહેતા એ પ્રવાહમાં ક્યારેક નમવું જરૂરી છે
સતત જીભની વાણીમાં
કડવું ન ઘોરતા, મીથાસની જરૂર છે
જીવન તો સંગ્રામ છે
લડતા પડતા ક્યારેક સંભાળવું જરૂરી છે
લખાતા લેખન કાર્ય માટે
લેખકને વાચન જરૂરી છે
સર્જન કવિતાનું કરો તો
ઝરમર ઝરણાનું સુમુધુર સંગીત જરૂરી છે
ભાવ કરો ભગવાનનો
મન એકચિત્ત હોવું જરૂરી છે
સુ:ખ દુ:ખ ઘટ સાથે ઘડાય છે
સમભાવે જીવવું જરૂરી છે
શુભ તો નક્કી છે મનવા
બસ શાંત રહેવું જરૂરી છે.


-મહેન્દ્ર ભટ્ટ
(એક હિન્દી કવિતાના આધારે)

Tuesday, July 28, 2015

અમે નિશાળીયા રે..(ભક્તિ ગીત)

અમે નિશાળીયા રે..(ભક્તિ ગીત)



અમે નિશાળીયા રે જીવન સંગ્રામના (2)
હારે મારે હરિના ગુણલા ગાવા,નિશાળીયા રે જીવન....અમે...
ધર્મ નીતિના અમે મારગડે ચાલવા,
મમત મુકીને મહારથ માણવા,
દીન દુખિયાની સેવા કરવા, નીશાળીયારે.. .જીવન...અમે....
સત્સંગની શાળામાં સંયમનો  નેમ છે,
સત્યની સ્લેટ અને પ્રેમની પેન છે,
હારે, દયાનો એકડો ઘુટો....  નીશાળીયારે.. .જીવન...અમે..
વાણી વર્તન શુદ્ધ રાખો વ્યવહારમાં,
નાના મોટા નાં ભેદ ટાળો સંસારમાં
હારે તમે ભક્તિનું ભાથું બાંધો ...નીશાળીયારે.. .જીવન...અમે..
ટુકા જીવનને ઉજ્જવળ બનાવવા,
જ્ઞાન વૈરાગ્યને બીજ બનાવવા,
હારે તમે જીવતા વૈકુંઠ પામો....   નીશાળીયારે.. .જીવન...અમે.
.અમે નિશાળીયા રે જીવન સંગ્રામના (2)
હારે મારે હરિના ગુણલા ગાવા,નિશાળીયા રે જીવન....અમે...

(આ ગીત ભક્ત પ્રહલાદે પોતાની સાથીઓને ભક્તિનો બોધ આપતા  ગાયુ હતું એવું ભાગવત માં પ્રમાણ છે)

જય શ્રી કૃષ્ણ.

Thursday, July 9, 2015

ગીતા નું મહાત્મય

ગીતા નું મહાત્મય



જ્યારે આપણે એકવીસમી સદીના સાનિધ્યમાં છીએ ત્યારે ગીતાની જો વાત કરીએ તો તેમાં કેટલાય ફેરફારો થઇ ચુક્યા છે જે મુખ્ય અર્વાચીન ગીતા માં બે લાઈનમાં શ્લોકોની રચના હતી અને ભાષા સંસ્કૃત હતી,હાલમાં કેટલીય ભાષામાં તેનો અનુવાદ થઇ ચુક્યો છે અને શ્લોકોની લાઈન પણ ચારની થઇ ગઈ છે,પણ ગીતા સ્વયમ ભગવાનનું ગીત છે માટે તે મહાન છે,બે વસ્તુ યુદ્ધ અને યોગ વારેઘડી સાથે હોય પણ બે માંથી એકજ સંભવ છે,અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા સલાહ આપી હશે કે યોગ કરવા સામાન્ય રીતે વિષાદમાં ડૂબેલા અર્જુનને બહાર લાવવા યોગથી શાંત કરવો જરૂરી હતો યુદ્ધ તો અનિવાર્ય હતું સંસ્કૃત ભાષામાં એક શબ્દના દસ અર્થ થતા અને એને હિસાબે ઘણા વિવાદ પણ થયા,જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાનના છેલ્લામાં છેલ્લા પ્રયત્નો નિષ્ફળ ગયા, શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા,શ્રી વ્યાસજીએ પણ છેલ્લો પ્રયત્ન કરી જોયો,ધ્રુતરાષ્ટ્ર સમજતા હતા છતાં પુત્ર દુર્યોધનની વાત સાથે વળગી રહ્યા, દુર્યોધને એક તસુ જમીન પણ આપવાનો ઇનકાર કર્યો એટલે યુદ્ધ અનિવાર્ય બન્યું,જ્યારે કૃષ્ણને અર્જુન અથવા દુર્યોધન સાથે જોડાવાનું આવ્યું તો ભગવાને જાહેરાત કરી કે એકબાજુ હું અને બીજી બાજુ મારી અઢાર ઔક્ષહનિ સેના અને હું જે બાજુ હોઈશ તે બાજુ યુદ્ધ નહિ કરું ત્યારે વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવા દુર્યોધને કૃષ્ણને પસંદ ન કર્યા પણ તે ભૂલ્યો કે સામાન્ય રીતે સેના ગમે તેટલી મોટી હોય પણ પોતાના માલિકને જ આધીન રહે પછી તે ગમે ત્યાં હોય,પણ પાંડવો સામે પ્રતિશોધની ભાવના સાથે તેનો વ્યવહાર વધારેને વધારે બગડતો ગયો,તેના બધા ભાઈયોના નામ દુ થી શરુ થતા હતા દુર્યોધન દુશાસન વગેરે અને છેલ્લી બેન હતી તેનું નામ પણ દુશીલા હતું આમ બધાજ ભાઈયોમાં કોઈને કોઈ ઇન્દ્રિય બગડેલી હતી,એક અક્ષૌહનિ સેનાની સંખ્યા એટલે લગભગ પચાસ લાખ સૈનિકો અને એવા અઢાર એટલે એટલી મોટી સંખ્યા હરિયાણાના કુરુક્ષેત્રમાં કેવી રીતે સમાઈ શકે એટલે આ એક કદાચ વ્યાસજીના સાક્ષાત્કારનું પરિણામ હતું,વ્યાસજીને જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે પહેલા દિવસે તે ભૂલી ગયા બીજે દિવસે પણ ભૂલી ગયા આખરે ભગવાનને વિનંતી કરી ત્યારે ભગવાને ગણપતિજી વ્યવસ્થા કરી પણ ગણપતિજીએ એક શરત રાખી કે હું બહુજ ઝડપથી  લખું છું એટલે તમારે ઝડપથી સતત બોલવું પડશે,વ્યાસજીએ સામે શરત મૂકી કે જે લખો  તે સમજી વિચારીને લખશો,શરત માન્ય રાખી અને આમ ગીતાજી જેવા મહાન પુસ્તકની રચના થઇ,આપણે દેવી દેવતાના વંશજ છીએ પુરાતન કાળમાં જ્યારે પવિત્રતા લુપ્ત થઇ ત્યારે વસ્તી આર્ય કહેવાઈ આ સિંધુ નદીને કિનારે રહેતી વસ્તી અડધી હિન્દુસ્તાનમાં આવી તે હિંદુ કહેવાયા, હિંદુ એ ધર્મ નથી ગીતાજીમાં ક્યાય હિંદુ શબ્દનો ઉલ્લેખ મળતો નથી,સનાતન એ આપણો  ધર્મ છે,ગીતામાં ખુદ ભગવાને અર્જુનને ઉપદેશ આપી યુદ્ધ કરવા સંમત કર્યો હતો તે દરમ્યાન મનુષ્યના જીવન સાથે જોડાયેલી બધીજ વાતોની
રજૂઆત થઇ હતી માટે ગીતા એ આખા વિશ્વ માટે એક આકર્ષક ધર્મ પુસ્તક બન્યું હતું,ગાંધીજીએ પણ લખ્યું હતું કે જ્યારે મને કૈક મુસીબતો સતાવે ત્યારે હું ગીતાનું વાચન કરું એટલે મને જરૂર શાંતિ મળે,આમ દુનિયાના ઘણા મહાનુભાવો માટે ગીતા ખુબજ અગત્યનું ધર્મ પુસ્તક બન્યું હતુ,એ સમયમાં ભગવાન બુદ્ધ  અને ભગવાન મહાવીરે પણ ગીતાજીમાથી પ્રેરણા લઇ યુદ્ધ એટલેકે હિંસાની વાત બાદ કરી બોદ્ધ  ધર્મ અને જૈન ધર્મની સ્થાપના કરી, જીસસ નાં તેર થી તેત્રીશ વર્ષના જીવનનો કોઈ ઈતિહાસ નથી તે વરસો દરમ્યાન કહેવાય છે કે જીસસ હિંદના પ્રવાસે હતા અને ગીતાજીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી બાઈબલની રચના કરી હતી,ઘણી વિગતો ગીતાજી સાથે મળતી આવે છે,દરેક જાતનું સમાધાન ગીતાજીમાથી પ્રાપ્ત થાય છે,આજનો સમય એક આધુનિક ટેકનોલોજીનો છે,પણ જ્યારે તકલીફ થાય તો ગીતાજી તેનું સમાધાન કરે છે,પાંચ હજાર  કે વધુ વર્ષો પહેલા રચાયેલું આ પુસ્તક એટલે તો મહાન છે,ગીતાજીનું મહાત્મય સાંભળીને લખતા ગણેશજી પણ ખોવાઈ જતા હતા કેમકે ઘણું અમુલ્ય મહા ગુપ્ત જ્ઞાન હતું,સત્યની દ્રષ્ટિથી સત્તામાં ધ્રુતરાષ્ટ્ર તો અંધ હતા પણ તેમની પત્ની ગાંધારીએ પણ આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી હતી એટલે બધાજ અંધારામાં હતા,પછી અધર્મ સિવાય બીજું શું થાય, અધર્મ થાય તો જ ભગવાન આવે,આમ જુઓ તો તો આ આખી દુનિયા કુરુક્ષેત્ર છે,અને દુનિયામાં લોકોની સ્થિતિ તેના જેવીજ છે,ખુરશીની માયા બેસનારને અંધ બનાવી દે છે દરેક દેશની આ સ્થિતિ છે,ભગવાનની વાત ઉપર કોઈ ટીપ્પણી નથી થઇ પણ મૂળ ગીતાજીમાં જે બધું ઉમેરાયું એમાં ટીપ્પણી થઇ છે,ક્રીસ્ત કુષ્ણ પરથી થયેલો શબ્દ મળતો આવે છે કદાચ ત્યાના લોકોને બોલતા ન ફાવ્યું હોય એટલે કૃષ્ણ પરથી ક્રીસ્ત અને કૃષ્ણ નીતિ ઉપરથી ક્રીસ્ચાનીતી જેવો પ્રાસ બેસે છે,કૃષ્ણ ગાયોની વચ્ચે ગોવાળ થઇ મોટા થયા હતા અને ક્રીસ્ત પણ તબેલામાં જનમ્યા હતા ક્રીસ્તનો તેના ધર્મગુરુઓએ વિરોધ કરી મોતની સજાની સત્તા પાસે માંગણી કરી હતી પણ સતાધીસોને પણ ક્રીસ્તમાં સત્ય સમજાયું હશે એટલે ધર્મ ગુરુઓનો અનાદર ન કરતા ક્રીસ્તને ક્રોસની સજા થઇ હતી એવુ કહેવાય છે કે ત્રણ દિવસ ક્રિસ્ત જીવ્યા હતા,આમ ગીતાજીનો પ્રભાવ આખી દુનિયા ઉપર હતો,અને હાલમાં પણ તે એક મહાન પુસ્તક છે,જન્મની સાથેજ મરણ પણ દરેક શ્વાસ લેતા દુનિયાના જીવોનું નક્કી જ છે એ મહાન સત્ય ગીતામા સમજાવવામાં આવ્યું છે,અને જીવનને સારી રીતે કેમ જીવવું તે પણ બતાવ્યું છે આમ વસ્તુનુ સમાધાન એ ભાગવત ગીતા છે ,તે ભગવાનનું ગાન છે,માટે મહાન છે અને તે જ તેનું મહાત્મય છે.

 મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

-          (સંતોના ઉપદેશના આધારે)

Tuesday, May 12, 2015

કોઈ તો બતાયે.....



કોઈ તો બતાયે..... (નવલિકા)

-મહેન્દ્ર ભટ્ટ

હાથમાં બાટલી અને કમ્મર ઉપર બાંધેલો તમંચો,જંગલની વચ્ચે કેડી ઉપર પસાર થતો જુવાન,પોતાની જાતને કેડી ઉપર સમતોલિત કરતો પસાર થઇ રહ્યો હતો,એકલો કોઈ મજબુરીથી પીતો થઇ ગયો હતો, પછી દુનિયાના એક કલંકિત નામ સાથે તેનું નામ જોડાઈ ગયું હતું,તેનો ભૂતકાળ ઘણો સારો હતો,મિત્રો હતા,પ્યાર હતો,પણ તેના સ્વભાવે,તે હવે એકલો પડી ગયો હતો,નામ ઉપર જ્યારે કલંક લાગે એટલે સારા સારા નજીકના સબંધો પણ દુર થવાનો મોકો શોધે તેમ ધીરે ધીરે બધા છુટા થઇ ગયા હતા,હવે કોઈ નહોતું જે તેને પ્યાર કરે,છેલ્લે છેલ્લે એ જેને ચાહતો હતો તે પોતાનું કહેવાતું પાત્ર પણ બીજા સાથે જોડાઈ જતા દુનિયા સાથે જીવવું તેને ભારે પડી ગયું હતું અને એટલેજ વસ્તીથી એકલો પોતાની જાતને સમતોલિત કરતો પીધેલ હાલતમાં જઈ રહ્યો હતો,જંગલની કેડી હતી,કેડી હતી માટે માટે જરૂર રોજિંદુ જીવન અહી પણ હતું,કોને ખબર જંગલની કેડી ઉપરથી રોજ કોણ જતું હશે,પણ કેડી હતી એટલે કૈક સલામતી હતી નહિ તો જંગલમાં કોઈ સલામત નહિ,ગમે ત્યાંથી ભય આવી પડે,આ જુવાન પાસે તમંચો હતો પણ તે પીધેલી હાલતમાં કેમનો બચાવ કરશે,વસ્તી છોડી જંગલના એક છુપા સ્થાનેથી આ બે વસ્તુ તેના હાથમાં આવી ગઈ હતી એક દારૂની બાટલી,અને એક તમચો,કદાચ કોઈએ છુપાવ્યો હશે પણ,ના ના કરતા તેણે તે સાથે લઇ લીધા હતા અને તે પીતો ન હતો , પણ મજબૂરી અને તૃષાના અવેજમાં ચાલુ થયેલી શરાબે તે  પીધેલ બની ગયો હતો, શરાબ પીતા પહેલા તેના શુદ્ધ મનમાં એ વિચાર જરૂર આવ્યો હતો,કે આ એટલી નાની બાટલી શરાબની છે, ને માં કહેતી હતી આ બધું ઝેર કહેવાય તેની એક બુંદ પણ શરીરમાં જતા

તેની અસર શરુ કરી દેતી હોય,તો એની ટેવ તને જીવવા નહિ દે, પણ બસ એક માં હતી તે તેના બાળપણને સુધારવા સતત પ્રયત્ન કરતી હતી,તે તેને ખુબ પ્યાર કરતી હતી અને એટલે જ જુવાન તેને ખુબ પ્યાર કરતો હતો,પણ માં નો સમય પૂરો થતા,તે પણ રહી ન હતી,અહિયાં કોઈને કાયમ રહેવાનો પરવાનો નથી,એ દુનિયાનું સનાતન સત્ય છે, પણ જીંદગી બાળપણની અસમતોલ  સ્થિતિને સરખી કરતી જુવાનીના ભાર હેઠળ દેખાતા સાચા ખોટા રસ્તાઓ ઉપર દોડતી, ફાની દુનિયાને પામી લેવા તરસતી દોડતી રહે છે ,કોઈ કહેતું,જીંદગી પૂરી થતા કેટલીવાર,પછી સારું કર્યું હોય તો સ્વર્ગ અને પાપો કર્યા હોય તો નર્ક,નર્ક સ્વર્ગ તો કોને ખબર પણ સમય પૂરો થતા જિંદગીનો અસ્ત, જેને દુનિયા મૃત્યુ કહે તે તો નક્કી છે પણ હકીકત જાણવા છતાં એના તરફ કોઈની નજર નથી,બસ મન ફાવે તેમ દોડતું રહે છે,આખી દુનિયાનું ધન અથવા આખી દુનિયાની ખુશી  તેને મળી જાય એવી આશા સાથે,ખરા ખોટા બધાજ રસ્તાઓનો ઉપયોગ કરતા તે ખચકાતું નથી,ધનનો ઉપયોગ કરી ધનિક પણ બચી શક્યો નથી કે ખુશીયો પામી સુખના સાગરને પામી શક્યો નથી,જન્મની સાથે જોડાયેલા નક્કી પણ અજાણ ભાવિને ન પામી શકતા આ પામર મનુષ્યને કોણ સમજાવે કે કહેવાતા વિધાતાનું લખાણ જ તારી જીંદગી છે,લેખમાં મેખ માણવા સત્યની સાધના કદાચ ફેર કરી શકે,પણ અઘરું છે,સામાન્ય મનુષ્ય માટે ખુબજ અઘરું છે, પણ છતાં કેમ આ સ્વાર્થી મન એકલતાના એ સત્ય ને સમજતું નથી,ભુખ્યો ભૂખો મરી જાય છે ને શેઠિયાને એક કોળ્યો આપવાનું મન થતું નથી,પણ કાલે એ મોટી ફાંદ પણ અઝામાંઅજમ પીતી પીતી ઘરચકા ખાતી ખાતી રહેવાની નથી,પણ એમને એમ જીંદગી ચાલતી

રહે છે, બધું છોડવાની હિંમત કરી હતી, એટલે જુવાન હિંમતવાન તો નહિ કહી શકાય પણ જંગલના રસ્તે મજબૂરી અને ભયનો ભાર પોતાની જાતને બચાવવા જરૂર તેને હિંમત રાખવી પડશે,હવે આમેય તે એકલો હતો,વસ્તી દુર છૂટી ગઈ હતી,જંગલની આ કેડી  અત્યાર સુધી તો સલામત હતી,કુદરતી વાતાવરણમાં ઠંડો વાયરો વહેતો હતો અને એમ જાણે કુદરત તેને હજુ સુધી પોતાનો સાથ આપતી હતી, જાણીતા ઝાડ પાન ને જંગલી ફળ થી ભૂખને સંતોષતા તે ફિક્કો પડતો જતો હતો,નીરસ થઈને ચાલ્યો જતો આ જુવાન કોઈ અવાજથી રોકાયો,પહેલી વખત કોઈનો અણસાર તેને થયો અને પહેલીવાર તેને જંગલમાં ભય લાગ્યો,તેનો નશો અડધો ઉતરી ગયો,અવાજની દિશા તરફ તે જોવા માંડ્યો,દુર કોઈ લાકડા કાપી રહ્યું હતું,તેની એક નજર તમંચા બાજુ ગઈ,બચાવનું એકમાત્ર સાધન હતું,કોઈ દાડો ઉપયોગ કર્યો ન હતો,તેણે પોતાની સ્થિતિને ભયની સામે સચેત કરવાનો આંખો ચોળી પ્રયત્ન કર્યો,નશામાં વારે ઘડી ઢળી  જતી આંખો કોઈ મોટા ખતરાની નિશાની હતી,પણ કોણ જાણે કેમ તે આવા નશામાં પણ પોતાની જાત માટે બચાવ શોધવા માંડ્યો,કેડી આગળ ક્યા જતી હશે….!,થોડે સુધી તે નરી આંખે દેખાતી હતી પછી ઊંચા ઘાસમાં ક્યાંક ખોવાઈ જતી હતી,કેડીની આજુબાજુ મોટા મોટા ઝાડ હતા ત્યાં થડની પાછળ તે સંતાઈને અવાજની દિશામાં જોવા માંડ્યો પણ ઘડીકવાર તે અવાજ બંધ થઇ ગયો,હવે ખરેખર તેને પરસેવો વળવા માંડ્યો, જીવનમાં પહેલી વાર યુવાને ભયનો અનુભવ કર્યો,શું જરૂર હતી,છુટા પડવાની કે જ્યાં તેનો પડાવ હતો,જ્યાં તેને પ્યાર કરવા વાળા હતા,કોઈ તો બતાવે કે તે જેને ચાહતો હતો,તે પણ તેને છોડીને જતું રહ્યું હતું,તો શું તેનામાં ખામી હતી,કોઈ પ્રમાણ નહોતું કે તે એક

સામાન્ય પ્યાર કરવા માટે કાબેલ ન હતો,સમાજ નાં જુદા જુદા સ્તર ઉપર વધતું જીવન તેને એક જુવાનીની ઉમર સુધી લઇ આવ્યું હતું, તો કેમ બધા તેને છોડીને જતા રહ્યા હતા,તેને કઈ ખબર પડતી ન હતી અને હવે અહી જંગલમાં તેને ભય લાગવા માંડ્યો હતો,વારે ઘડી તેનું શરીર ધડ્કનોને છોડી દેતું હતું,એનો અર્થ કે તે હિંમત વાળો પણ ન હતો,તો શું પ્યાર જેવો શબ્દ તેના જીવનમાંથી નીકળી જશે,ખબર નથી આ ભયભીત જંગલની કેડી તેને તારશે કે મારશે,ઘણા સવાલોની હાર લાગી ગઈ હતી,જુવાન જરૂર ભયભીત હતો, અને અચાનક એક રણસીન્ગાનો અવાજ આવવા માંડ્યો,હવે જરૂર વાતાવરણ ભયભીત હતું,અને તે પરીસ્થીને પામે તે પહેલા તે છુપાયો હતો ત્યાં એક તીર આવી થડમાં ભોકાઈ ગયું અને તેણે નજર તીરની દિશા બાજુ ફેરવી,એક પારધી તેને નીચે નમી  છુપાઈ જવાનું કહેતો હતો,આ અચનાકની ઘટનાઓથી તે હેબતાઈ ગયો,પણ પેલાનો ઈશારો તેને કામ આવ્યો કેમકે રણસિંગુ વાગતું રહ્યું અને તે દિશામાંથી બે પગે ઉભું રહેતું,અને જોઇને ફરી દોડતું રીછ તેની નજરે પડ્યું,યુવાન બરાબર છુપાઈ ગયો,તેને ચેતવનાર પારધી પણ છુપાઈ ગયો,પણ બીજી દિશામાંથી એક ધોલકાનો અવાજ આવવા માંડ્યો,તેની પાછળ કેટલાકનો ગાવાનો અવાજ આવવા માંડ્યો,પેલા યુવાને સહેજ ઊંચા થઇ જોયું,ધોલક તાલમય વાગતું હતું તેના તાલમાં કેટલાક ભગ્વાધારી  સાધુઓ લયબદ્ધ ગાતા,રણસિંગાના અવાજ બાજુ ચાલ્યા જતા હતા,ઘણા બધા સાધુ હતા એટલે અવાજ સ્પસ્ટ સંભળાતો હતો,"બુધ્ધમ સરનમ ગચ્છામી,થંભ્મ સરનમ ગચ્છામી, સંગમ સરનમ ગચ્છામી," જુવાનને બુદ્ધ ભગવાન વિષે ખબર હતી,ભારતના એક રાજકુમાર સીધાર્થનો વેદનાના દ્રશ્યો જોયા પછી થયેલો હૃદયપલટો, સંસાર  છોડી તપના પ્રભાવથી બનેલા બુદ્ધ ભગવાન,બોંદ્ધ ધર્મની સ્થાપના અને દુનિયાના ઘણા દેશોએ અપનાવેલો બોંદ્ધ ધર્મ,ઇતિહાસની એક અજબ ઘટના,

આ બધા સતત અવાજથી રીછ હુમલો કરવાને બદલે જંગલના ઊંડાણમાં અદ્રશ્ય થઇ ગયું,પેલો પારધી છુપા સ્થાનમાંથી બહાર આવી ગયો,અને યુવાન બાજુ ગયો,પહેલા તેણે તેનું તીર થડમાંથી ખેચી પોતાના ભાથામાં મૂકી દીધું, જુવાન આ જંગલની કેડી ઉપર ફસાય પડ્યો હતો,ભય તો હાલ પુરતો જતો રહ્યો,પણ સામે ઉભેલો પારધી  કઈ કહે તે સાંભળવા તે સાવધ હતો અને પારધી બોલ્યો,

 "બેટા,કઈ મજબૂરી તને આ જંગલમાં ખેચી લાવી,..."અને એમ કહેતા તે થોડો ખચકાયો અને બોલ્યો

"તે દારુ પીધો છે...." અને યુવાન સાવધ થયો કેમકે અહી જંગલમાં પણ કોઈ તેની ભૂલનો પીછો કરી રહ્યું હતું,તે ભાનમાં હતો પણ વાતાવરણ દારૂની ચાડી ખાતું હતું,

"હા પીધો હતો પણ...."

"પણ હવે નશો ઉતરી ગયો છે એમજને..." અને પારધી હસ્યો,જુવાન નવાઈ પામ્યો,પારધી આટલી ઉમરમાં પણ મુક્ત રીતે  હસી રહ્યો હતો,સામે સાધુઓના જુથમાં કેટલાક નવા સાધુઓ લાકડાની ભાળી માથે મૂકી તાલબધ્ધ પાછળ  જોડાઈ ગયા અને એ સાધુઓનું જૂથ ત્યાંથી પાછું વળ્યું,કેટલું શાંતિમય ગીત એક ધારા તાલમાં વહ્યે જતું હતું,ત્યાં પણ કોઈ ભય ન હતો,પારધી પણ મુક્ત રીતે હસી રહ્યો હતો,કોણ જાણે કયું જોડાણ આ યુવાનને પરેશાન કરતુ હતું કે તે ભયભીત હતો,.અને તેની આજુબાજુનું વાતાવરણ ભયભીત ન હતું,પુછાયેલા પ્રશ્નમાં દારુ કે જેને તેણે પહેલા ક્યારેય પીધો ન હતો તેની આ એક પારધી પણ હસીને મજાક ઉડાવી રહ્યો હતો,તેને તેની આ ભૂલનું ભાન થયું ,પણ શું કરે ભૂખ તરસ કોઈને પણ ભાન ભુલાવે,પણ હસતા પારધીને તેણે સાચું કહી દીધું,અને તેનો



તે એક્રરાર તેને પહેલી વખત મુક્ત કરતો ગયો પારધી ખુશ થયો,તેનો હાથ યુવાનના ખભા ઉપર આવી ગયો,

"બેટા,તું એક ઉચા સમાજનો જુવાન છે,અહી જંગલમાં તારું કામ નહિ,હું તને તારી વસ્તીમાં પાછો લઇ જવામાં જરૂર મદદ કરીશ..." અને યુવાન ખચકાયો

"એ સમાજ ઉંચો જરૂર છે પણ એમાંથી પ્યાર વિસરાઈને વસ્તીની દોડભાગમાં ક્યાંક ખોવાઈ ગયો છે,ત્યાં હવે મારું કહેવાઈ એવું કોઈ નથી બાબા,તમે કેટલા મુક્ત અને ખુશ લાગો છો,અને અહીનું વાતાવરણ પણ કેટલું ખુશ છે,હવે મારે ત્યાં પાછું જવું નથી,હું તમને કોઈ પરેશાની નહિ પહોચાડું બાબા,"અને પારધી જુવાનના આ જવાબથી વિચારતો થઇ ગયો

"કોઈ વાંધો નહિ બેટા,પણ અહી જીવન જેટલું તું સમજે છે એટલું સહેલું નથી,જંગલ છે,અમારી વસ્તી જંગલમાં ખુબજ કપરું જીવન જીવે છે,ઘણી વખત લાંબા સમય સુધી ભૂખનો  સામનો કરવો પડે છે, હું તને ડરાવવા નથી માગતો પણ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરું છું,જો..., આ કેડી અમારી વસ્તી સુધી જાય છે ને પછી અટકી જાય છે, અહી બીજી કોઈ રોકટોક નથી પણ જીવવું તો પડેને,એટલે, વિચારી જો ,હું તને મુક્ત થઇ મદદ કરીશ કેમકે તું એક સાચો જુવાન દખાય છે,અને જુવાન છે માટે કહું છું પછી તો હરી ઈચ્છા..કદાચ તારી તારી પરેશાની નો અહી નિકાલ આવી જાય, અહી જીવન થોડું કઠણ  છે,પણ કુદરતી વાતાવરણમાં બધુજ વ્યવસ્થિત છે,દરેક મુસીબતોનો અહી નિકાલ આવી જાય છે,કદાચ તારું ભાવી તને અહી ખેચી લાવ્યું હશે,અહિ સાવચેતીની ખુબ જરૂર છે," અને કોણ જાણે કેમ પણ જુવાનને અજાણ્યા પારધીમાં કોઈ વિશ્વાસ લાગ્યો અને તે તેને ભેટી પડ્યો,આંખના ખૂણા ભીંજાયા અને તેને તેનું

કહેવાઈ તેવું કોક મળ્યું,તે ખુશ થતો પર્ભુનો પાડ માનવા લાગ્યો,અને પારધીએ પણ તેના નિર્ણયને વધાવી પેલા સાધુઓ જે બાજુ જતા હતા તે બાજુ કેડી એકબાજુ મૂકી ચાલવા માંડ્યું,અને ફરી પાછો  જુવાન વિસ્મય પામ્યો પણ તેણે કોઈ પ્રશ્ન ન કર્યો, બદલાતી જીવનની આ કેડી ખરેખર બદલાઈ રહી છે કે તે કોઈ એક સ્વપ્ન છે,પણ વધુ પર્શ્નોનો બોઝો વધાર્યા વગર તે  પારધીની પાછળ ચાલવા  માંડ્યો, તેને કૈક હરવાશનો  અનુભવ થતો હતો કેમકે હવે તે એકલો ન હતો,તેની સાથે કોઈક હતું,કે જેને તે બાબા કહીને પ્યારનો એક ઘુતડો ગળે ઉતારતો હતો,કદાચ તેની દરેક સમશ્યાનો ભાળ હાલ પુરતો આ બાબાએ તેમના માથે લઇ લીધો હતો,પણ લાંબા સમય સુધી મૌન ચાલ્યા કરવાનું તેને હેરાન કરવા માંડ્યું એટલે તેણે બાબાને સહજ પ્રશ્ન કર્યો,

" બાબા આ સાધુઓ ક્યા જતા રહ્યા અને આ રણશિંગું કેમ વગાડતા હતા?"

 "થોડીવાર રાહ જો આપણે ત્યાજ જૈયે છીએ,અને રણશિંગું તો ભય સામે બીજાને સચેત કરવા વગાડવામાં આવે છે,તે નાં જોયું પેલું જંગલી રીછ કેવું ભાગી ગયું,નહિ તો જંગલમાં તે કેટલું ભયાનક,તેના મન તો માણસ પણ તેનો ખોરાક,અહી ખોરાક મેળવવો ખુબજ અઘરો છે,એટલે ગમે તે ભોગે તે હુમલો કરે,તમે ગમે તેટલા સતેજ હો પણ ખોરાકની સુગંધ તેને માઈલ દુરથી આવે એટલે તમારેજ સાવચેત રહેવું પડે,અને સાધુઓ તો અહીસક એટલે આ એક સહેલો રસ્તો તે અપનાવે જેમાં હિંસા પણ ન થાય અને ભગવાનનું નામ લેતા લેતા ભય દુર થાય,તું જાતે અનુભવ કરીશ," અને જુવાનને બાબાની વાતથી ખુબજ રાહત થઇ,તેને હવે નિરાશા છોડી જીવન જીવવા જેવું લાગવા માંડ્યું,કોઈક અજાણ્યા સંતોષનો તેણે અનુભવ કર્યો,તેમની સાધુના સ્થાન તરફ ગતિ હતી,તે હવે બહુ દુર ન હતું,

જ્યારે તે સ્થાન નજીક પહોચ્યા ત્યારે સ્થાનના કેત્લાક બાળ સાધુઓ પત્થરની  રમત રમી રહ્યા હતા,જુવાન અચરજ પામ્યો,બાલસાધુઓ    વિષે તે કઈ પુછવા જતો હતો ત્યાં કોઈકે અવાજ કર્યો અને સર્વે બાળ બંનેની આજુબાજુ  ગોળાકારમાં આવી નીચે નમી કૈક બોલ્યા,

અને એવીજ રીતે બાબા નમ્યા,બાબા જાણતા હતા,પણ જુવાન એવોને એવો ઉભો રહ્યો,એટલે તે ફરી યુવાન બાજુ મોઢું કરી કઈ બોલ્યા,અને ફરી નમ્યા બાબાની નજર તે તરફ ગઈ અને જુવાન પણ નમ્યો,પણ તેમાં ઝડપ નહોતી એટલે બધા હસતા હસતા કઈ બોલતા જતા રહ્યા,દરવાજા ઉપર એક મોટા સાધુ આવ્યા,અને હસતી મુધ્રામાં તે પણ નમ્યા અને બંને જણા નમ્યા,જુવાનને ખબર  પડી કે અહી બધું માન ની સાથે જોડાયેલું છે,સાધુ હિન્દી ભાષા જાણતાં હતા,બાબાએ તીરકામઠું ત્યાં એક ઊંચા સ્થાન ઉપર મૂકી દીધું,યુવાને પણ તમંચો મૂકી દીધો,જંગલમાં આ સ્થાન   હતું,તેને બાબા મઠ કહેતા હતા બાજુમાં એક મંદિર હતું,મઠમાં સાધુઓની રોજની નિત્ય પ્રવુત્તિ હતી,જે મળતા તે સર્વે નીચે નમતા,અને બંનેને નમવું પડતું,પણ બધા લગભગ હસતી મુધ્રામાં દેખાતા,બંને પેલા સાધું  સાથે એક રૂમમાં ગયા,દરેક જગ્યાએ બુદ્ધ ભગવાનની નાની મોટી પ્રતિમા હતી,જુવાનને ઘણા બધા પ્રશ્નો જાગ્યા પણ બાબાની હાજરીમાં તે શાંત રહ્યો,સાધુ બોલ્યા,

"કયું બાબા, બહોત દિનોકે બાદ આયે, ઔર સાથમે યે જુવાન ભી હૈ,ક્યા બાત હૈ "

"બસ યુ હી આપકા દર્શનકે લિયે ચલે આયે,જુવાન ભી શહેરકી બસ્તી સે આયા હૈ તો ઉનકા ભી આપકો પરિચય કરા દુ ,ભગવાનકા દર્શન ભી હો જાયેગા,ઔર આપકા આશીર્વાદ ભી મિલ જાયેગા"બાબાએ પોતાની વાત રજુ કરી અને સાધુએ યુવાન બાજુ જોયું,હસતી મુધ્રામાં તે બોલ્યા

 "કુછ અચ્છી સુગંધ નહિ આરહી, આપકે પાસ કુછ દારૂ કી બોટલ હૈ, અગર હૈ તો યહાં નહિ લાની ચાહિયે, ભગવાનકે પાસ યે શોભા નહિ દેતા,"

"માફ કરના મૈ ભૂલ ગયા,મૈ નહિ પીતાં મહારાજ મગર યે જંગલસે  મિલી તો જંગલમે અકેલા થા,નયા થા તો સાથમે રખલી,અબ બાબાકા સાથ મિલા હૈ તો છોડ દુંગા,"

"જાતે સમય દુર કહી જંગલમે ખાલી કરકે ફેક દેના, શરાબ પીના અચ્છા નહિ હૈ,બેટે,ક્યા ઈરાદા હૈ યહા  રહેના હૈ,કી બાબાકે  સાથ ચલે જાના હૈ,"

"નહિ,સાધુ બનના મેરે લિયે,આસાન નહિ હૈ,બાબાકે સાથ કુછ સોચેગા"અને જુવાનની નજર નીચે થઇ

"કોઈ તકલીફ હુઈ થી,તો ઇસ જંગલમેં ચલે આયે?"

"હા,ઇસ બસ્તીમે અબ પ્યાર નહિ દિખતા,તો છોડ દિયા,જંગલમે આનેકા ઈરાદા નહિ થા મગર,જો રાહપે ચલ પડા વો રાહ  મુઝે યહા ખીચ લાયી,દારુ મિલા તો બૈચેનીમે પી લિયા,ઔર જંગલમે ભય સતાને લગા તો,બાબા મિલ ગયે,અબ યહાં કુછ અચ્છા લગતા હૈ,આપકા આશિર્વાદ મિલે તો મેરે ખ્યાલ સે અબ સબ કુછ અચ્છા હી હોગા."અને જુવાને ટુકમાં તેનો ઈતિહાસ બતાવી પુર્ણવીરામ મુક્યું, "સાધુકા સબકે લિયે સદા આશીર્વાદ હૈ,બસ સદા ભજન કરો ઔર અચ્છે રહો,બાબાકે સાથ આતે રહેના એ ભૂમિ તપોભૂમિ હૈ,યહા સદા ભગવાનકા ભજન હોતા હૈ,આકે ભજન કરના ઔર ભોજન કરકે આશીર્વાદ લેતે રહેના,સદા ખુશ રહેના બેટે,પ્યાર સબ જગહ હોતા હૈ,હમારી પ્રવુત્તિ ઉનકો દુર કરતી હૈ,બસ ખુશ રહેના."અને સદા હસતા ચહેરા સાથે સાધુએ આશીર્વાદ આપ્યા,બંને ભગવાનના દર્શન કરી,ભોજન કરી,સાધુ મહારાજને નમન કરી ત્યાંથી વિદાય થયા,જુવાન

ખુબ નવાઈ પામ્યો,બાબાએ શરૂઆતમાં જુવાનને ઘણો સુખી કરી નાખ્યો,પણ એજ બાબાનું વલણ હવે થોડું બદલાયું જ્યારે તેઓ બાબાની વસ્તી તરફ જઈ રહ્યા હતા,

 "જો જુવાન હવે આપણે અમારી વસ્તી તરફ જઈ રહ્યા છે,દસ પંદર ઝુપડીયોમાં વહેચાયેલી અમારી વસ્તી,જુદા જુદા પરિવારો સાથે આપસ આપસમાં સમજીને જીવન ચલાવે છે,જીવન થોડું કપરું છે અહી, પણ વસ્તીમાં સંપ  હોવાથી  ઝાઝી કોઈ તકલીફ નથી એવી આ વસ્તીનો હું ઉપરી છું,બધા મને માન આપે છે,તાત્કાલિક તો તું મારી સાથેજ રહીશ પછીની  વાત પછી,પણ મારી સાથે તારી ઉમરની મારી દીકરી પણ રહે છે, તેનું નામ સુંદરી છે,માં નાની હતી ત્યારેજ એક બીમારીમાં તેને છોડીને પરલોક સિધાવી હતી પણ,વસ્તીએ તેને સંભાળી લીધી હતી,ખુબ હોશિયાર અને સુંદર હોવાથી તે પણ અહીના છોકરાઓમાં ખુબ આગળ છે,પણ અમારી વસ્તીની ભાષા જુદી છે એટલે તારે હિન્દીનો સથવારો લેવો પડશે,સુંદરી મારા હિસાબે થોડું ગુજરાતી જાણે છે,પણ બીજા કોઈ જાણતા નથી,"અને બાબા થોડુક રોકાયા ખિસ્સામાંથી બીડી કાઢી સળગાવીને તેનો કસ લીધો,જુવાને નોધ લીધી હતી કે બાબાએ જ્યારે સુંદરીનો પરિચય આપ્યો ત્યારે તેના ચહેરા સામે વધારે ઝાકીને જોયું હતું,શું બાબાને પોતા વિષે કઈ સવાલ હશે કે દરેક બાપની આ એક ચેતન કરાવતી કોઈ રીત હશે,જે હોઈ તે પણ બાબા સજાગ જરૂર હતા,કેમકે જુવાન એક અજાણ હતો અને બાબાએ ટુકા પરિચયમાં તેને આશરો આપી દીધો હતો,સુંદરી થોડી તેજ મગજની હતી અને તે જોતા જુવાન હાલ પુરતો તો શાંત અને સરળ સ્વભાવનો હતો,પણ સ્થિતિ બદલાતા સ્વભાવ પણ તે રીતે બદલાશે કે કેમ એની કોને ખબર,હાલ પુરતો તે એક ખોવાયેલો અને બાબાની હેઠળ નવા રાહને પામવા કોશિશ કરતો જુવાન હતો,

"બીડી પીવી છે?" અને બાબાના સવાલનો જવાબ દેતો તે બોલ્યો,

"હું બીડી નથી પીતો,બીડી પીવી સારી નથી બાબા"

"સારું છે, પણ અહી તો કેટલીક સ્ત્રીઓ પણ ક્યારેક કસ મારી લેતી હોય છે, વસ્તી એવી છે, માને પીતી જોઇને દીકરી પીતી થઇ જાય છે, ભાઈ

પણ સુંદરી તેનો બહુ વિરોધ કરે છે તેને નથી ગમતું ,ઘણીવખત મને પણ ઝાટકી કાઢે છે,તેની માં પીતી હતી,ખબર નહિ પણ આદત પડી ગઈ છે,આમતો મને તેનાથી કોઈ તકલીફ નથી પણ ન પીવી જોઈએ,હવે હું વસ્તીનો વડો એટલે  ટેવ છૂટતી નથી ને કોઈને છોડવા કહેવાતું નથી,"જુવાન ઘડીક માટે વિચારતો થઇ ગયો કે તેજ મગજની છોકરી સાથે કેમનું રહેવાશે,બાબા કઈ કાયમના થોડા હશે પણ ગમે એમ તેણે આ વિચાર ઉપર બહુ નાં વિચાર્યું અને પૂર્ણવિરામ મૂકી દીધું,પડશે તેવી દેવાશે જેવી તેની મનની સ્થિતિ બનાવી હતી એટલે આટલું બધું છૂટી ગયું તો એ શું એને હેરાન કરવાની હતી,પણ તેને ખબર પડતી ન હતી કે,બાબા સાથે સતત ખુશી પછી આ સુંદરીની વાત તેને કેમ હેરાન કરતી હતી અને તે વિચારોમાં અટવાતો જતો હતો,હજુ તો એ પાત્ર સામે આવ્યું પણ નથી પછી તેના માટે આ મન કેમ ચકડોળે ચઢતું હતું,આમને આમ તો બાબાને તે ભુલાવી દેશે,તે વિચારોમાં એટલો ઊંડો ઉતરી ગયો કે બાબાને ખબો પકડી હલાવવો પડ્યો"ક્યા ખોવાઈ ગયો ભાઈ, આટલી બધી ચર્ચા કરી પણ મેં તારું નામ નાં પૂછ્યું""મોહન,મારી ફોઈએ નામ પાડ્યું હતું,પણ ફોઈ વિષે પણ હવે ખબર નથી" મોહન નામ સંભળાતા બાબા હસ્યા,મોહન જરૂર મોહિત કરે એવોજ યુવાન દેખાતો હતો,વસ્તીમાં બાબા એક નજરાણું લઈને જઈ રહ્યા હતા, બાબા એક ઉપરી હોવાથી જ્યારે જ્યારે કૈક નવી સ્થતિ ઉદ્ભવતી ત્યારે તેમનું મન ચાળી ચાળીને  તેના અનુસંધાનમાં ઊંડું ઉતરી

જતું,મોહન ઉંચી વસ્તીમાંથી આવ્યો હતો પણ આ વસ્તી પણ તેને માફક આવી જશે એવી તેમને ખાતરી હતી,સબંધો બંધાવા માટે અહી પણ ઘણા પાત્રો છે જે તેને નિરાશ નહિ થવા દે અને સબંધ બાંધવા માટે દિલ સિવાય કોનો સહારો લઇ શકાય,વસ્તી કે વસ્તુની ઉચ નીચ થી જે સબંધો બંધાય તે ઊંચાઈ આવતા આસમાને હિલોળે અને નીચે જતા કદડ ભૂષ થઇ એવા પછડાઈ કે તેનું નામો નિશાન ન રહે, જ્યા રે દિલથી જોડાતા સબંધોનો ઈતિહાસ જ કૈક જુદો હોય છે,એ સબંધો કાયમ માટે સ્થાપિત થાય છે,એટલે મોહનનું  દિલ જ્યારે બાબાની સાથે જોડાઈ ગયું ત્યારે તે જરૂર વસ્તીમાં ભળી જશે,જંગલની કેડી ઝાડીમાંથી પસાર થઇ ખુલ્લા મેદાન તરફ જઈ રહી હતી,દુર કઈ પાણીના ધોધ જેવો અવાજ સંભળાઈ રહ્યો હતો,હજુ વસ્તી દેખાતી ન હતી પણ મોહનને કુદરતી વાતાવરણ હવે વધારે ગમવા લાગ્યું હતું,દારૂની અસર તો ક્યારની વિસરાઈ ગઈ હતી બાટલી પણ ફેકી દીધી હતી,પણ પાણીનો અવાઝ સંભળાતા હવે તરસ લાગવા માંડી હતી,એકાદ વખત તો બાબાને કહીને એ તરફ જવાનું  તેણે મન બનાવ્યું,પણ બાબા કાયમના જાણકાર હતા એટલે હવે વસ્તી નજીકમાંજ હશે એવું વિચારી તે કઈ બોલ્યો નહિ અને બાબાની પાછળ ચાલતો રહ્યો,જુવાન હતો એટલે લાંબુ લાંબુ ચાલવાનું તેને એટલું બધું હેરાન નહોતું કરતુ પણ પાણીનો અવાજ સંભળાતા હવે તરસ પરેશાન કરતી હતી ગળું જાણે સુકાતું જતું હતું,જંગલથી જુદો પડતો આ ખુલ્લો વિસ્તાર ઘણો મોટો હતો,કેડી હવે વચ્ચે જવા માંડી હતી,હજુ વસ્તી દેખાતી ન હતી,બાબા ક્યારેક પાછું વાળીને ,જોઈ લેતા હતા,પણ કઈ પૂછતા ન હતા,આજુબાજુ હવે કોઈ પશુ પક્ષી પણ દેખાતા ન હતા,હરિયાળી ધરતી વચ્ચે કેડી ક્યારેક ઉંચી નીચી જમીન ઉપરથી પસાર થતી,થોડુક વધુ ચાલ્યા અને પાણીનું એક મોટું ઝરણું થોડી

ઉચાઇ ઉપરથી વહેતું હતું એનો અવાઝ થતો હતો હવે તે દેખાવા લાગ્યું હતું,તરસ એટલી બધી  વધી ગઈ હતી કે તેણે બાબાને ફરજીયાત કવું પડ્યું


"બાબા ખુબ તરસ લાગી છે"અને બાબા હસ્યા,

"પાણી તો સામે છે, પણ મોહન પાણી વગર પણ રહેતા શીખવું પડશે,કેમકે અહી જંગલમાં દુર દુર સુધી પાણી નહિ મળે,ગમે એમ પણ હવે આપણે અમારી વસ્તીથી ખુબ નજીક છીએ,પેલી નાની પહાડી વચ્ચે અમારી વસ્તી છે,"

"કઈ વાંધો નહિ બાબા,થોડીવાર પછી,"પણ તેણે જોયું કે બાબાની આટલી ઉમર હોવા છતાં તેમને કોઈ તકલીફ દેખાતી  ન હતી,નહીતો મને જે થાક લાગે તેના  કરતા તેમને વધારે લાગવો જોઈએ,પણ ખબર નહિ તેને બહુ વિચારવું નહોતું કેમકે હવે અહી તે પોતે એક અજાણ મુસાફર હતો અને હવે લગભગ બધુજ તેના માટે નવું હતું.

અંતે પહાડીના રસ્તે ચઢાણ શરુ થયું,થોડુક ચઢ્યા અને વસ્તીની ઝુપડીયો દેખાવા માંડી,થોડાક આગળ વધ્યા એટલે વસ્તીના કુતરા ભસવા માંડ્યા,ચેતવણીના કોઈક પગલાં પ્રમાણે છોકરાઓનું એક ટોળું વસ્તીના પ્રવેશ પાસે ભેગું થતું દેખાતું હતું ,બાબાએ મોહનને જણાવ્યું, "જો, હવે આપણે આવી ગયા,એક વસ્તુની કાળજી રાખજે કે સુંદરી થોડી તેજ છે,એટલે થોડું સાંચવી લેજે,બાકી બીજું બધું પહોચી વળાશે"મોહને બાબાની ચેતવણી માથે ચઢાવી,બાબાની નજર પડી ત્યારે ડોકું ધુણાવી હકાર ભણ્યો,પણ મન વિચારે ચઢ્યું બાબા વારેઘડી સુંદરીની વાત કરતા હતા, એટલે કોઈક હેતુ તો જરૂર હતો, કદાચ બાબા મોહનને સુંદરી માટે એક ભાવી સાથી તરીકે બિરદાવી એક મોટી જવાબદારી પૂરી કરવાનો તેમનો ઇરાદો હોય અથવા સુંદરી


વસ્તીમાં એક વધારે પડતી ગુસ્સો કરનારી વ્યક્તિ હોય પણ બાબા મોહનને દરેક પગલાં ઉપર સાવધ જરૂર કરી રહ્યા હતા,એટલે આ

વસ્તી મોહન માટે એક મોટી ચેલેન્જ હતી,પણ હવે સામનો કર્યા સિવાય કોઈ બીજો કોઈ રસ્તો ન હતો, કેમકે વસ્તીની તે ખુબ નજીક હતા,

 "જો બેટા, આ વસ્તીમાં તને ગુજરાતીમાં કોઈ સમજી નહિ શકે,સુંદરી મારા લીધે થોડું જાણે છે,વસ્તીને વસ્તીની ભાષા છે,એટલે વસ્તી તને હિન્દીમાં સમજી શકશે,સુંદરીની મદદથી વાંધો નહિ આવે,"

અને આ રીતે બાબા સુંદરીનું નામ મોહન સામે મુકતા રહ્યા,થોડુક ચાલ્યાને વળી પાછા ઉભા રહ્યા

"આ વસ્તીમાં બેટા તું ક્યા સુધી રહીશ એતો ખબર નથી,પણ તું એક નવજવાન  છે અને સુંદરીની માફક તારી ઉમરનું મોટું ગ્રુપ અહી છે,હવે રોજ મળવાનું થશે, હું તો બહાર હોઈશ પણ સુંદરીને કહીશ  તે તને મદદ કરશે,"

"પણ બાબા મને તમારી સાથે લઇ જજોને હું તમને હેરાન નહિ કરું,"

"મારી સાથે, જોખમો વચ્ચે મારું કામ છે અને હું તને ઘાયલ કરવા નથી માગતો, ઈજા થવાથી મોટી તકલીફ ઉભી થઇ જાય,તું જુવાન છે,અને મને ખાતરી છે બે દિવસમાં તું મને ભૂલી જઈશ,"

"નાં બાબા, એવું ન બને, પણ તમે કહેશો એમ કરીશ,"મોહને બાબાને ખાતરી આપી

"અને એક બીજી વસ્તુ, હું એક બાપ છું એટલે કહું છું,સુંદરી તેજ છે પણ પરખ થતા તે એક સારી દોસ્ત બનતા વાર નહિ લગાડે,એ ન ભૂલતો" અને હવે મોહનને ખબર પડી બાબા શું કહેવા માંગે છે,બહુ સીધી વાત હતી પણ દરેક બાપની માફક બાબા પણ જેટલું કહેવાય એટલુજ કહી શકતા હતા,મોહન દોસ્તીના અનુભવમાંથી પસાર થઇ ચુક્યો

હતો,એટલે અહી શું થશે એતો પરિસ્થિતિ બતાવશે પણ હાલ તો બાબાનો ઉપકાર માની બાબાની વાત તે શાંતિથી માથે ચઢાવી રહ્યો હતો,મોહન જાણતો હતો નસીબ દરેક વખતે તેની સાથે રમત કરતુ હતું,પણ તે હારે તેવો ન હતો,છૂટી ગયેલી વસ્તી અને નવી જોડાતી વસ્તીની કેડી હવે થોડીક મીનીટોમાં પૂર્ણ થવાની હતી,નવી વસ્તીના  આદરને માન આપી પ્રવેશ નક્કી હતો,બાબા આગળ હતા તે પાછળ ચાલી રહ્યો હતો,ચઢાણ  પૂરું થતા હવે નવા લોકો મળશે ,નવા સબંધો જોડાશે,હવે બાબા રોકાતા ન હતા અને તેમના ચહેરો હવે એક ઉપરીની ઝાંખી કરાવતો હતો,અને જંગલની કેડી વસ્તીમાં ભળી ગઈ,લોકો એ નીચા નમી બાબાનું અભિવાદન કર્યું અને નવા જુવાનને ટીકી ટીકીને જોવા માંડ્યા,પણ બાબાની પાછળ પાછળ મોહન ચાલતો રહ્યો એક બે વડીલ બાબાની સાથે જોડાયા,બધા લગભગ આદિવાસી પોશાકમાં હતા અને દરેકના માથા ઉપર બાંધેલી રીબનમાં પક્ષીયોના જુદા જુદા રંગના પીછા ખોશેલા હતા,નવો અનુભવ હતો,પણ વસ્તી ખુબજ તંદુરસ્ત દેખાતી હતી,સ્ત્રીઓ પણ આદિવાસી પોશાકમાં હતી, કોડીની માળા કે છીપલાની માળા અને કાનમાં પણ એવાજ લટકણીયા લટકતા હતા,યુંવાન અજાણ હતો એટલે ફક્ત બાબાની પાછળ ચાલ્યો જતો હતો,એક ફક્ત સુંદરીનું નામ બાબા તરફથી તેણે જાણ્યું હતું અને તે હિસાબે તેની નજર ક્યાંક યુવતીઓ પર અટકી  જતી હતી,પણ તે ગ્રુપમાં હસતી યુવતીઓએ એક યુવતીને ધક્કો માર્યો,અને બધાની નજર તે તરફ ફેરવાઈ એટલે હાસ્યની એક ઝલક ટોળામાં પ્રસરી  ગઈ અને મોહન શરમાયો કેમકે બધા તેને ટાંકી  ટાંકીને જોતા હતા,હજુ તો પ્રવેશ કર્યો છે ને આવી દશા તો બધામાં કેમનું ભળાશે,આ ટોળું તેને ભાગાડ્સે તો નહીંને,મોહન વધુ ચિંતા કર્યા વગર બાબાની પાછળ પેલા બે વડીલ સાથે  ઘરમાં પ્રવેશ્યો,ત્યાં કોઈ સ્ત્રી પાત્ર ન હતું એટલે તેણે અનુમાન કર્યું યુવતીઓના ધક્કાનો ભોગ બનેલી યુવતી જરૂર સુંદરી હતી,અને તે બનાવ તેના અનુસંધાનમાં હતો એટલે પરિસ્થિતિ હવે વધુ નાજુક થશે તે નક્કી હતું, નવું સ્થળ નવા માણસો અને નવા સ્થાનમાં પ્રવેશ કરતો મોહન,નાનું પ્રવેશ ધ્વાર,નીચા નમીને ઝુપડીમાં પ્રવેશ,દોરીની ભરેલી ખાટલી પર બાબા સાથે,પેલા બે વડીલોનું બેસવું,બીજો કોઈ ઓરડો નહિ,અને પહેલો વિચાર,આ સતત ખીજવાતી છોકરી સાથે એકજ રૂમમાં કેમનું રહેવાશે,ઝંઝાવાતી ક્યારેય મોહનને શાંત થવા નહિ દે,અત્યાર સુધી વડીલો સાથે સતત ચર્ચા કરતા બાબા તેમની ભાષામાં બોલતા હોવાથી કઈ ખબર પણ પડે નહિ કે શું વાત કરે છે,અને બીજો વિચાર જ્યારે પેલું તોફાની ટોળું તેના ઉપર આક્રમણ કરશે ત્યારે કઈ ભાષા હશે,અને આ છોકરી કે જેને ગુસ્સો આંખોના  કિનારે લાલ ઘૂમ થઈને બેઠો હોય,તો અહી કેમનું શાંત રહેવાશે,પણ અકરાતા મોહનના મનને શાંત કરતો ત્રીજો વિચાર,જ્યાં હજુ આ સુંદરી નામનું પાત્ર સામે પણ આવ્યું નથી ને આટલું બધું વિચારવાનું,અત્યાર સુધી એકલો હતો અને હવે માયા પગ પેસારો કરતી હતી તો કરવા દો પડશે તેવી દેવાશે, મનમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર ના પડે પણ,તેનું પ્રતિબિંબ જ્યારે ચહેરા ઉપર ઝીકાય ત્યારે એ ચહેરો એક્સોને એક ટકા ચાડી ખાય જ,ચર્ચામાં રત થયેલા બાબાએ વચ્ચે સમય કાઢી મોહન તરફ જોયું,બાબા ઉપરી હતા એટલે અહીના વસ્તીના સવાલોની આપલેમાં સતત વ્યસ્ત હતા,પણ મોહનનો તેમને ખ્યાલ હતો એટલે તે બોલ્યા,

 "કેવું લાગે છે બેટા,અહી બધા આપણા જ છે એટલે બહુ ચિંતા ન કરતો ગરમા ગરમી થશે તે પણ મિત્રો વચ્ચેનીજ હશે એટલે તે આવશે તો પણ ટકશે નહિ,તને બધા સાથે ભળતા વાર નહિ લાગે,"અને બાબાની

વાત શાંતિથી સાંભળતો મોહન બોલ્યો

"બાબા હું બધાને પાણી આપું,"અને બાબા તરત બોલ્યા,

"એની ચિંતા ન કર બેટા, અહી બધા ટેવાયેલા છે જાતે લઇ લેશે,અને હમણાં સુંદરી આવી સમજ," અને પેલા બે વડીલમાથી એક વડીલ બોલ્યા "ઝંઝાવાતી હૈ હમારી સુંદરી,કોણ જાને કોણ વિવાહ કરેગા ઉસ તોફાનસે,બચતે રહેના બેટે"અને મોહન સમજ્યો કોઈને ગુજરાતી આવડતું ન હતું પણ પ્રેમ ની કોઈ ભાષા ન હોય તેમ બાબા સાથે સુંદરીની ટીખળ કરતા ત્રણેય ખુલ્લા મને હસતા હતા,અને આમ સુંદરી આવી પણ પગ પછાડતી કઈ બન્યું હોય તેમ બબડવા માંડી મોહન જોતો રહ્યો અને વડીલો તેની સામે મઝાક સાથે હસતા રહ્યા,અને એજ મુદ્રામાં બાબા બોલ્યા  તેના જવાબમાં રાતી પીળી થતી આ છોકરીને મોહન જોઈ રહ્યો,વડીલોની હાજરીમાં હાથ ઊંચા નીચા કરતી ખીજ્વાતી છોકરી મોટે મોટેથી બોલી રહી હતી,ભાષામાં ખબર નહોતી પડતી પણ એક વડીલની આંગળી મોહન બાજુ પણ ચિંધાઈ અને તે ખુબ ખીજવાઈ,વડીલો અસરવિહીન હસતા રહ્યા,શું તેમનું હસવાનું આ નાજુક છોકરીને હેરાન નહિ કરી મુકે,મોહનના દિલમાં આટલા બધા વચ્ચે તેને માટે લાગણી થઇ,પણ શું કરી શકાય,તે એક અનજાણ મુસાફિર,શું કરી શકે,તેમની ભાષા,પણ ક્યારેક ક્યારેક તેના તરફ થતા ઇશારા એ જરૂર બતાવતા હતા કે જે કાઈ કહેવાય રહ્યું હતું અને આ તોફાન હતું તે તેને અનુલક્ષીને જરૂર હતું એટલે સુંદરીની આ સ્થિતિમાં તે પોતે જરૂર જવાબદાર હતો,બહુ દબાણ થતા મોહન શું કરવું સમજી ન શક્યો એટલે એને ખબર પણ પડી નહિ અને તે ઝુપડીની બહાર ઘડીક વાર માટે જતો રહ્યો,અને દ્રશ્યનો તખ્તો ફેરવાયો ઘડીક વાર માટે બધું શાંત થઇ ગયું અને બાબા ઉભા થઈ મોહનની પાળ બહાર આવ્યા અને બાબાનો હાથ તેના ખભા પર છવાઈ ગયો,

"મોહન  અહી કઈ તને પરેશાની થાય તેવું નહિ બને,પણ હું પણ એક બાપ છું, બધી હસી મઝાકમાં હું સુંદરીને સતત જોતો હતો અરે તેના દરેક ભાવનું નિરિક્ષણ કરતો હતો,તે એક યુવતી છે એટલે સહેલીયોની મઝાકથી તે પરેશાન છે પણ તારા તરફ નારાજગી મને દેખાતી નથી,બેટા એક વાત કહી દઉં કે જો તને તેના તરફ કોઈ રૂચી હોય  તો હું તેને એક સારા સબંધમાં ફેરવવા ઈચ્છું છું ,કોઈ દબાણ નથી,મારી વસ્તીનો થોડો વિરોધ થશે પણ દીકરીને સારું સ્થાન મળતું હોય તો બધું સહન કરી લઈશ,હવે તારે નક્કી કરવાનું છે,હું એક તરફી નિર્ણય નહિ લઉં,પણ સુંદરીને પણ સ્પષ્ટ પૂછી લઈશ,


એટલે એટલું નક્કી થયું કે મોહન બાબા માટે ખુબજ અગત્યનો હતો,

તારા માટે કોઈને સવાલ નથી, બસ બેટી બેટાઓની

રમુજ કરવાની અહીના વડીલોની ટેવ છે,એટલે ખીજવાતી સુંદરી શાને માટે ખીજવાઈ તે શોધવાનો અમારો પ્રયત્ન હતો,આ બધું અહી સામાન્ય છે,તને સમજવામાં તકલીફ પડશે પણ સમજાશે પછી તું પણ મજા લેતો થઇ જઈશ,”અને મોહન કઈ ન બોલ્યો પણ બાબાની વાતનો સ્વીકાર કરી તે ફરીથી અંદર આવ્યો,પણ પછી બાબા સિવાય બધા તેને ટગર ટગર જોવા માંડ્યા,આખો દેખાવ બદલાઈ ગયો,તેણે નોધ લીધી કે અત્યાર સુધી નજર બચાવતી સુંદરીએ પણ તેના તરફ જોઈ લીધું,હવે તે ગુચવાયો,કેમકે પોતાના બહાર જવાથી બધાને સહન કરવું પડ્યું,તેનો સ્વભાવ કોઈને પરેશાન કરવાનો ન હતો એટલે તે હેરાન થઇ ગયો,તે માફી માંગે તે પણ વ્યાજબી ન હતું,સુંદરીના જોવાથી દિલે ઊંડાણમાં ડૂબકી જરૂર મારી લીધી,ખબર નહિ પણ કોણ જાણે કેમ તેને થોડું ગમ્યું,તે માટીની ઓટલા જેવી બેઠક ઉપર બેસી ગયો,પહેલી વખત તેને કોઈકે જોયો,નજર હતી,આંખો હોય એટલે બધું જોતીજ હોય પણ

જ્યારે તેમાં લાગણી ભેળવાઈ ત્યારે તેની અસર અથડાતી અથડાતી દિલના ઉંડાણે હથોડા ઝીકે અને ધડકનો ત્યાંથી એવી ધબકે કે ત્યાંથી કઈ અસરો લઇ તેજ રીતે અથડાતી આંખોને સહારે વહેતી સાગરના મોઝાની માફક કોઈકની દીવાલે અથડાઈ અને કદાચ પ્રેમનો જન્મ થાય,ખબર નથી પણ તે સમયે કોઈ,કોઈ મટીને પોતાનું બને. મોહનના બહાર નીકળી જવાથી પલ માટે તો સોપો છવાઈ ગયો,બાબાને યુવક ખુબજ માન આપતો હતો,પણ સુંદરીના પ્રવેશ પછી સતત ચાલતી  ચર્ચામાં તેના તરફ સ્થિર થતા દરેકના ઇશારા  તેને મૂઢ બનાવતા ગયા  ,શું કરવું તે સૂઝ પડતા તે બહાર નીકળી ગયો,બાબા ની બારીકાઈથી જોતી નજર માં સુંદરીની છબી સમાઈ ગઈ,તેમની ભાષામાં થતી વાતોથી મોહનને ખબર નહોતી પડતી પણ તે જોઈ શકતો હતો,બધી ચર્ચા તેના તરફ ઢોળાતી હતી, સુંદરી ખુબજ પરેશાન દેખાતી હતી અને વડીલો તેની વાતને હસી મઝાકમાં બદલી તેને વધુ પરેશાન કરતા હતા,સુંદરી કોઈ ફરિયાદ કરતી હતી,અને તેના અનુસંધાનમાં એક વડીલ ત્યાંથી બાબાના કહેવાથી બહાર ગયા,બહાર જતા વડીલ થોડા પરેશાન હોય તેવું મોહને અનુભવ્યું,થોડીવાર માટે કદાચ આમ એકદમ કરેલી નારાજગી તેને પસંદ આવી,પણ તે એક મુસાફર હતો,બાબા સિવાય હજુ કોઈની સાથે તેનું અનુસંધાન હતું અને સુંદરીનો પ્રવેશ,તે પોતે કેટલો એકલો હતો ,પોતાની વસ્તીમાં પણ પોતાના સ્વભાવને લીધે સમાજ છોડવો પડ્યો હતો,ત્યાં પણ તેને ચાહવાવાલા હતા,સબંધો તો બાંવાજ  પડેને નહિ તો જીવન એકલું કેમનું પસાર કરાય અને તેની કોઈ ઉંમર હતી,હવે વારેગડી આવી ભૂલો કરીને હેરાન થવા કરતા શાંત થવા ની જરૂર હતી ,અહી બધા નવા હતા,બાબાની પાછળ તે ખેચાઈ આવ્યો હતો,રસ્તામાં બાબાની સહાયથી તો તે અહી સુધી આવ્યો છે, પછી આટલો ગુસ્સો સારો નહિ,જીવન રોકાવાનું નથી,ક્યારે ટુકાશે તેની કોઈ ખબર નથી,પછી શા માટે નિશ્ચિત બનીને જીવવું,તેનું મન આવા કોઈ વિચારે થોડું શાંત પડ્યું, બહાર ગયેલા વડીલ થોડા સમયમાં એક યુવતી સાથે પ્રવેશ્યા અને બધાની નજર તે તરફ સ્થિર થઇ,સુંદરીથી થોડી નાની ઉમરની આ યુવતી બિલકુલ લાગણી વિહીન મુધ્રામાં હતી,વડીલો વચ્ચે તેને કોઈ મુઝાવા જેવું લાગતું ન હતું,તે સુંદરી બાજુ પણ ન ગઈ અને વડીલ સાથે જ એક ખાટ પર બધા બેઠા હતા ત્યાં બેસી ગઈ,પણ મોહને જોયું તો સુંદરીની નજર તેના તરફ હતી અને સુંદરી નારાજ દેખાતી હતી,મોહનને એવી સમજ હતી કે પોતે અહીની એક નવી વ્યક્તિ હતી અને તેના હિસાબે તો આ બધું થઇ રહ્યું હતું તો ક્યારેક આ યુવતી પણ તેના તરફ જોશે એટલે તે નજર બચાવવાનો પ્રયત્ન કરતો હતો,પણ એવું કશું બન્યું નહિ,યુવતીનો પ્રવેશ કોઈ ગુનેગાર નો પ્રવેશ નહોતો,પણ બાબા એક ઉપરી વડીલ હતા એટલે સમાધાન માટે આવી ક્યારેક જરૂરત પડે ત્યારે કોઈ પણ બાબાના બોલાવા પર આવી જતું અને તેમ આ યુવતી પણ આવી હતી, વસ્તી હતી, બધા એક બીજાના કુટુંબીજ હતા,પણ વસ્તી હોવાથી વ્યવસ્થા જળવાઈ તેના માટે આ બાબાની આગેવાની નીચે એક નાની વ્યવસ્થા હતી,વસ્તીના કોઈ પણ નાના મોટા પ્રશ્નોનું અહી નિરાકરણ થતું,યુવતીને સુંદરીની ફરિયાદે બોલાવવામાં આવી હતી,મિત્રો વચ્ચે આવી મઝાક તો ઘણી વખત થતી પણ યુવતી  અને સુંદરીની નજરોમાં તફાવત એટલોજ હતો કે સુંદરી હજુ યુવતી ઉપર નારાજ હતી જયારે યુવતી ઉપર તેની કોઈ અસર ન હતી,જ્યારે આ યુવતી એ મોહન બાજુ ન જોયું ત્યારે મોહનને નવાઈ લાગી પણ બીજો પ્રશ્ન એવો હતો કે શા માટે બધાની નજર તમારી તરફ થાય,તે પોતે અહી નવો હતો અને સહુથી પહેરવેશ અને દેખાવમાં જુદો પડતો હતો,પણ તેથી સહુને તેની અસર થવી જોઈએ એવું કઈ  રીતે માની લેવાય,તે પોતે કદાચ એવું વિચારતો હોય પણ છેલ્લે તો તો એક સામાન્ય વ્યક્તિ હતો,પણ આવો ભાવ જ્યારે સરખી વ્યક્તિઓ ભેગી થાય ત્યારે કદાચ ઉત્પન્ન થતો હશે,ત્યારે કદાચ વ્યક્તિનું મન તેને પ્રભાવિત દેખાડવાનો પ્રયત્ન કરતુ હોય, ગમે એમ પણ આ બધું સામાન્ય છે,બાબાએ મોહનને સારો કહ્યો એટલે બધી વસ્તી તેમ માની લે તેવું કેવી રીતે કહેવાઈ,વડીલો માને પણ સરખી વ્યક્તિમાં તો ખેચતાણ રહેવાની,અને મોહન તેમાંથી બાકાત ન હતો, બાબાએ યુવતીને હસીને આવ્કારીઅને યુવતીએ માથું નમાવી તેને માન આપ્યું,સાથે પ્રશ્ન આવ્યો, બાબાએ પૂછ્યું

"બેટા,સુંદરી કહતી હૈ,તુને ઉસે જોરકા ધક્કા દિયા,ઉસ બાતસે વો નારાજ હૈ,તો તેરી ક્યા રાય હૈ,?"યુવતી હસી

"બાબા હમ સહેલી હૈ, ઐસી હરકતે તો પહેલે ભી હુયી હૈ,દીદી પહલે કભી નારાજ નહિ થી,દીદી પાસમેં થી તો મૈને ઉનસે મઝાક કર લી ઔર ન હોત તો ભી ઐસા હોતા,અગર ફિર ભી દીદી નારાજ હૈ,તો જરૂર કોઈ બાત હૈ,મુઝે દીદીસે માફી માગનેમે કોઈ હર્ઝા નહિ હૈ."અને યુવતીએ સુંદરી તરફ જોઈ સ્માઈલ કર્યું

"દેખો બેટા,માંફીકા કોઈ સવાલ નહિ હૈ,સુંદરી બેટી હૈ તો તુભી મેરી બેટી હૈ,લેકિન સમાધાન હોના જરૂરી હૈ,ઐસે દોનો બહેનો મેં અંતર પડ જાતા હૈ,તુમ છોટી હો તો બડી બહેન કા માન રખા કરો"અને યુવતી ઉભી થઇ સુંદરી તરફ ગઈ,પણ સુંદરી ત્યાંથી ખસી ગઈ,

"દીદી અભીભી તું મુઝસે નારાજ હૈ,મગર આયા હુઆ યુવાન અબ યહાંસે કહી જાનેવાલા નહિ હૈ એ તો સાફ દિખતા હૈ."અને યુવતી સુંદરીને વળગી પડી સુંદરી પક્કડ છોડાવતી બોલી,


 "યહી બાતસે મૈ તુઝસે નારાજ હું,બાત બાતમે મઝાક કિયા કરતી હૈ"અને આમ ધુધવાયેલું વાતાવરણ  કૈક કરતા શાંત પડ્યું,પછીતો ચાને ન્યાય આપતા વડીલોની આંખો ઠરી જ્યાં સુંદરીના ચહેરા ઉપર ઉપસેલી લાલીમાંને, યુવતી નાજુક આંગળીયોથી હેરાન કર્યા કરતી હતી,યુવાનને ચા આપવા જતી સુંદરી પાસેથી કપ લઇ લેતી યુવતીથી

માંડ છલકાતી ગરમ ચા થી બચાવ કર્યો અને કપ આપી દીધો પણ એક હળવી ટપલી યુવતીના માથા  ઉપર આવી ગઈ,અને યુવતી તોફાને ચડી યુવકને કપ આપતા બોલી,

"યે લો ચાય ગરમ,ઔર કહેના મત ભૂલના કૈસી હૈ,જો સુંદરીને બનાયી હૈ "અને સુંદરીના હોઠ બીડાયા,પણ વાતાવરણમાં હાસ્ય હતું,સુંદરીને નારાજ્ગીમાં પણ સ્માઈલ કરવું પડ્યું, યુવતી જાણે ખરેખરો બદલો લઇ રહી હતી પણ યુવતીને જવાબ આપતા યુવાન બોલ્યો,

"ક્યા નામ હૈ આપકા"અને તોફાની યુવતી ભડકી,વડીલોની નજર યુવાન તરફ ઠરી અને સુંદરી પણ નવાઈ પામી પણ તેના ચહેરા ઉપર કોઈ અજાણી લાગણી હતી તેની તેને પણ ખબર ન હતી,યુવતીની તોફાની ચાલ વડીલોની હસીને હાસ્યમાં ફેરવતી ગઈ અને તોફાની જવાબ હતો

"ચમેલી,હા જી ચમેલી,ખુસ્બુદાર ચમેલી,લેકિન .."વાક્ય પૂરું થતા પહેલા યુવક બોલ્યો

"હા તો ચમેલી,એ ચા મીઠી હોગી યા કડવી,હંમે દોનો પસંદ હૈ ,ઔર વોહી જવાબ હૈ"અને તોફાન ન શમ્યું

"અચ્છી બાત હૈ,બાબા લીખ લેના..."અને હાથ ઊંચા નીચા કરતી ચમેલી સુંદરી પાસે ગઈ

"જી મહારાની,આપને ભી સુન લિયા,સબ ચલેગા,મગર હમ ભી ..."અને વાક્ય પૂરું થાય તે પહેલા સુંદરી હાથ પકડી તેને બહાર ઘસડી  ગઈ જેમાં તેનો અવાજ હવામાં છૂટતો ગયો

"મગરકી બચ્ચી...."પરાણે ઘસડાતી ચમેલીને વડીલોના હવામાં ઊંચા થયેલા હાથ હાસ્યને ફરકાવી

કોઈ સાચી મહોર મારતા ગયા,કોઈ નવી જોડીના સંચારની સ્થિતિ બની,બહાર ઘસડાતી ચમેલી જોર કરીને સુંદરીને વધારે તોફાન માટે ઝુપડીમાં ખેચી ગઈ હોત પણ તે પણ જાણે બનતી  જોડીને   તોડવા  ઈચ્છતી ન હતી,બહાર બંને સહેલીયો તોફાન મસ્તીમાં ખોવાઈ અને અંદર સહુના ચાના  સબ્કારા નાં અવાજ સાથે મોહન નો સ્વીકાર થયો,મોહન હવે એક મુસાફર ન હતો,એક વસ્તીનો સહભાગી હતો,જેનો બાબાના ચહેરા ઉપર સીધો સંકેત હતો, વિચારના ઊંડાણમાં ખોવાયેલો મોહન આવતી અનેક સમ્શ્યાના સમાધાન માટે તૈયાર હતો,બીજે દિવસે યુવાનોનું ગ્રુપ એક પર્વત ઉપર જવાનું હતું, જેને વડીલોની મંજુરી મળી ગઈ હતી,નિશાન હતું કીમતી પથ્થરની શોધ,પહેલા પણ આ યુવાનો ઘણા પથ્થર શોધી લાવ્યા હતા,દરેકને સારા પૈસા મળ્યા હતા,આ વખતે ગ્રુપમાં નવા સાથી મોહન સાથે સુંદરી અને ચમેલી પણ હતા,મોહન ગ્રુપમાં નવો હતો પરંતુ એકલો ન હતો હવે સુંદરી અને ચમેલીનો તેને સાથ હતો,બાબાને નવી દોસ્તીથી કોઈ ફરિયાદ ન હતી,મોહન બહુ ઝડપથી વસ્તી સાથે ભળી ગયો,હવે તે અનુભવી રહ્યો હતો સહુ તેને માનથી સ્વીકારતા હતા,તીર કામથા અને ખોદવાના નાં સાધનો સાથે સજ્જ થયેલું ગ્રુપ નક્કી થયા પ્રમાણે બીજે દિવસે બાબા અને વડીલોના આશીર્વાદ સાથે એક નવા સાહસ માટે વિદાય થયું,ચમેલીની સહાયથી મોહન સુંદરીની જોડીની નજીકાઇ વધી,ગ્રુપમાં ઘણા અનુભવી યુવાનો હતા એટલે કોઈ ભય ન હતો,પૂરી વસ્તી સાહસિક હતી,વસ્તીની નજીકાઇ કોઈ પણ ભયને પછાડવા માં સમર્થ હતી,પર્વત ઉપર સીધા ચઢાણ હતા ત્યારે મોહન પાછો પડતો પણ યુવાનોની સહાયથી કોઈ તકલીફ ન હતી,એક વખત તેને એક પથ્થરની ધાર ઈજા કરતી ગઈ,તેને લોહી નીકર્યું પણ સુંદરીએ તરત બાંધણીમાંથી ચિંદડી ચીરી બાંધી દીધી ,પાછળ આવતા યુવાને તે પથ્થર જોયો અને ખોદી કાઢ્યો તે એક મોટો પીળો પથ્થર હતો જેની ધાર મોહનને ઈજા કરતી ગઈ,ગ્રુપમાં બધાએ જોયો તે એક કીમતી પથ્થર હતો,પેલા યુવાને મોહનને આપી દેવા નક્કી કર્યું કેમકે તેને ઈજા ન થઇ હોત તો કોઈને ખબર ન પડતે,પણ મોહને એનો સરાસર ઇનકાર કર્યો કેમકે તે બરાબર ન હતું,અને તેનાથી તેને ખુબજ માન મળ્યું,સહુએ તેનો સ્વીકાર કરી વધાવ્યો,અને બીજા ઘણા પથ્થરો મળ્યા ગ્રુપ એક નવા આનંદ સાથે સાંજ થતા ખુબ કમાઈ સાથે પાછું વર્યું,મોહનની ઈજા સિવાય બીજો કોઈ બનાવ ન બન્યો પણ તેથી સુંદરી ખુબ નજીક આવી,સુંદરીની ઝોળીમાં પણ ઘણા પથ્થર હતા,તે ખુબ ખુશ હતી અને ચમેલી તેની ખુબજ નજીક ની સહેલી હતી તેની ખુબ સહાય અને ગ્રુપના સ્વીકાર સાથે વસ્તીએ મોહન સુંદરીની જોડીનો સ્વીકાર કર્યો,કુળની માતાની ટુક પાસે વસ્તી એક વખત ભેગી થઇ અને મોહન સુંદરીને વિધિસર વિવાહિત કર્યા બાબા અને વડીલોના આશીર્વાદ મળ્યા પણ ચમેલીનું તોફાન એવુંને એવું રહ્યું તેને બનતી જોડીના અનુસંધાનમાં ચીસ પાડી અને મોટેથી હસી,વસ્તી ચમેલીને સારી રીતે જાણતી હતી,તે તોફાની પહેલેથીજ  હતી,

"કોઈ તો બતાયે....",તેની ચીસ પર્વતની દીવાલોમાં અથડાઈ પાછી પડી,

તેનો કદાચ કહેવાનો અર્થ હશે કે "કોઈ તો બતાયે કે અબ હમાર ક્યા હોગા " અથવા"કોઈ તો બતાયે યે કૈસે હુઆ".જો પડઘાતી આ ચીસ માં દર્દ હોય તો સહેલી પણ મોહનમાં ઘેલી છે ને તેની ચીસ ઈર્ષ્યાની ક્રૂરતાનું પરિણામ છે તો જરૂર મોટું નુકશાન છે,એનો અર્થ "કોઈ તો બતાયે એ કયું હુઆ..."


સમાપ્ત