Saturday, December 12, 2015

ગીતા એક સંજીવની

.
સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

ગીતા એક સંજીવની

 વેદવ્યાસ ઋષીએ અર્જુન અને શ્રી કૃષ્ણનાં સંવાદને એક સંજીવની બનાવીને તે રસ ઉપજાવે તેવા અધ્યાયને સંસાર સામે મુક્યો જેને આપણે ગીતાના રૂપમાં જાણીએ છીએ,પણ જ્યારે તેની ભૂમિકા તૈયાર થઇ
તે પહેલા ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાને દુર્યોધન અને અર્જુન બંને મદદ માટે ગયા હતા,અને મદદ
 માંગવા જ્યારે ગયા તેમાં દુર્યોધન કહેવા લાગ્યો હે શ્રી કૃષ્ણ તમારી  સહાય વગર આ યુદ્ધ જીતવું શક્ય
નથી,મારે તમારી સેનાની જરૂર છે,અને શસ્ત્ર સરંજામ પણ જોઈએ છે,મતલબ યુદ્ધનો બધોજ સરંજામ
જોઇશે,જ્યારે અર્જુને કહ્યું મારે કોઈ સાધનની જરૂર નથી મારે તો ફક્ત આપની જરૂર છે શ્રી કૃષ્ણે કહ્યું
હે અર્જુન, હું તારે માટે લડીશ નહિ,તારે માટેની લડાઈ તારે જાતે જ લડવી પડશે
તારા ભાગની લડાઈ તો તારે પોતે જ લડવી પડે,બધા જીવોને પોતાની મુશ્કેલીમાં પોતાના પગ ઉપર ઉભું
રહેવું પડે છે,પોતાની મુશ્કેલીયો,પોતાના દુખો તેમજ તકલીફોમાં પોતેજ લડવું પડે છે,માટે અર્જુન લડાઈ તો તારેજ લડવી  પડશે,અર્જુને કહ્યું હે કેશવ મારા રથને હાંકવાવાલા બનો, મારે જ્યાં જવું
જોઈએ  તમે મને લઇ જજો,બાકી લડાઈ તો હું લડી લઈશ,ચુંટણીની આ રીત અર્જુનની અદભૂત હતી,તેણે
રથ લઈને જીદગીનો રથ શ્રી કૃષ્ણને સોપી દીધો,અને કહેવા લાગ્યો કે મારા જિંદગીના રથને પણ ત્યાજ લઇ
જાવ જ્યાં તેને જવું જોઈએ,આ અર્જુનનું સમર્થન હતું,ભલે આપણે ગમે તેટલું કહીએ,'મેરા મુઝકો કુછ નહિ,જો કુછ હૈ સબ તોર,તેરા તુઝકો સોપ કર ક્યા લાગત હૈ મોર,'
 શબ્દોમાં તો આપણે સમર્થન કરી દઈયે છીએ પરંતુ હકીકતમાં સમર્થન થતું નથી,જો તારું છે તે
તને આપું છું પણ તેમાંથી કઈ ને કઈ આપણે  બચાવી લઈએ છીએ,થોડા પૈસા  આપીએ છીએ,પણ કહીએ
છીએ,બધુ જ ધન તારું છે,આ તો એક દાખલો તારા સામે મૂકી રહ્યો છું,તારું આપેલું તો હું ખાઉં  છું અને એમાંથી
થોડો ભાગ તારી સામે મુકીને બતાવું છું બધું તારુ જ  છે અને બધું તને જ અર્પણ ,અને ભગવાનના કામ માટે
છોડતા હાથ કાપતો હોય ,આજકાલ માણસ એવું  માને છે કે બધાજ સબંધો અને નિયમો તારા જ
આપેલા છે,તું જ માણસ ને આ દુનિયામાં લાવ્યો છે અને આ દુનિયામાંથી પાછો પણ તુંજ લઇ જવાનો છે

તારી બધી જ વ્યવસ્થા નો હું સ્વીકાર કરું છું,આવું કહેતા તો કહી જાય છે પણ સ્વીકાર નથી કરતો
કઈ ને કઈ તો બચાવી લેવાઈ છે અર્જુને કોઈ બચાવ ન કર્યો,એણે સીધે  સીધું કહી દીધું,મેં મારા જીવનનો
રથ તને સોપી દીધો છે હે કેશવ હવે તમને ગમે તે રીતે,તમે જ્યાં જવું હોય ત્યાં લઇ જાઓ,જે કરાવવાની
 મરજી હોય તેમ કરાઓ,તો એનો અર્થ શું હતો,કે અર્જુને પોતાની ઈચ્છા શ્રી કૃષ્ણ નાં ચરણોમાં મૂકી દીધી,
અને જાતે ચિંતા રહિત બની ગયો,અને પોતે કાર્યરત થઇ ગયો,ભલે યુધ્ધના નગારા વાગી જાય તે શાંતિ થી
સુતો હોય,જે પોતાની જાત પર ભરોષો  કરે છે અને ભગવાન ઉપર નથી કરતો તે ચિંતા કરે છે જે ભગવાન ઉપર
ભરોષો કરે તેને ચિંતા શાની,સમય આવવો એટલો સરળ નથી ,એમાં કહેવાનું એ છેકે

હે જ્ઞાનલોપ ભગવાન હમકો ભી જ્ઞાન દે તુમ (૨) કરુણા કે ચાર છીતે,કરુણા કે ધામ દે દો,-હે જ્ઞાનલોપ........
સુલઝા શકે હમ અપની,જીવનકી ઉલઝનોકો (૨) પ્રજ્ઞાન કામ ભરા ,બુધ્ધિકા દાન દે દો,-કરુણા કે ચાર .......
અપની મદદ હંમેશા ખુદ આપ કર શકે જો (૨)ઇન બાહુઓમે શક્તિ ,હે શક્તિમાન દે દો....હે જ્ઞાનલોપ.......

ઘણા સુંદર આ પ્રાર્થનાના શબ્દો છે,એના ઉપર ધ્યાન આપજો, જીવનમાં મુસીબતો બધાને રહેવાની,જેવી
રીતે અંધારું,રાતનું અંધારું,આકાશમાં  વાદળો છવાયેલા હોય અને ઘાટા જંગલમાંથી જવું પડે,એક પ્રકાશની જરૂર પડે છે,જેનાથી જોતા જોતા રસ્તો શોધી શકાય,બધાને ભગવાને એક દીવો આપ્યો છે,તે છે,બુદ્ધિ,
અને બરાબર દીવો સળગતો રહે,બરાબર પ્રકાશ આપતો રહે,તેને માટે પ્રાર્થના કરતા રહો 'હે  મારા ભગવાન મને સદા સદબુદ્ધિ આપજો

No comments:

Post a Comment