Thursday, December 3, 2015

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશ

માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશમાં સંત શ્રી સુધાન્સું મહારાજ જણાવે છે કે સંગીત સાંભળતા હો તો તેમાં મશગુલ થઇ જાવ,તેના આરોહ અવરોહમાં નો આનંદ લો,શબ્દોને હૃદયથી સાંભળો,સાંભળવામાં મઝા આવશે,ખાવાનું ખાતા હો તો પુરા આનંદ સાથે ખાઓ,કામ કરતા હો તો મન લગાવીને કામ કરો,પરિણામ ઘણું સારું આવશે,મહેનત કરો જરૂરી છે પણ પથ્થર તોડવો હોય તો તેને તૂટે એટલુજ જોર લગાવો,
નેપોલિયન હિલ્લ કહેતા આપ કામ કરતા હો તો જેને માટે કરતા હો તેને પણ આનંદ મળવો  જોઈએ ધારોકે
તમે ધંધો કરતા હો અને એક રૂપિયામાં બાર વસ્તુ કે ફળ
 આપો તો ગ્રાહકને તેર વસ્તુ આપો જેથી એકાદ ખરાબ નીકળે તો તે પ્રસન્ન થાય અનેબીજા સમયે તમારી પાસેજ આવે,તમારી તેની પાસે સારી છાપ ઉભી
થશે,અને તે ક્યાય નહિ જાય, ઉપરથી બીજા ગ્રાહકો વધશે આમ તમને ધંધામાં ગૂડ વિલ બનશે,તમારી
જાતને પણ ખાતરી થાય તેવું કરો ,ભગવાન પણ સાથ આપશે,હું કામ કરું છું એવા વિશ્વાસ સાથે પોતાને
જોડો,કામને પુંજા સમજો,જીવન ,પસાર થઇ જશે,ઘરમાં પણ બધા સાથ નથી આપતા,વગેરે વિચારી
દુખી ન થાવ ,હું છું તો મારી પત્ની તેમજ છોકરા સલામત છે,ભગવાન આવી સ્થિતિ કાયમની બનાવી
રાખે,એવું સારું વિચારો,મન સદા માટે આનંદમાં રહેશે,પૂજ્ય શ્રી એ એક પરિવારની વાત કરતા કહ્યું કે આ પરિવારમાં દીકરાની સગાઇ થવાની હતી તેમાં તે ગાડી
ચલાવતો હતો સાથે પરિવાર હતો અને એમાં અકસ્માત થયો,અકસ્માતમાં જેની સાથે સગાઇ થવાની હતી. તેની દાદી મૃત્યુ પામી,એટલે પરિવાર જે છોકરી ઘરમાં આવવાની તેને કમનસીબ ગણી ઘૃણા કરવા માંડ્યું પૂજ્ય શ્રી પાસે નજીકના સબંધ હોવાથી સલાહ માટે આવ્યું કે સગાઇ કરવી કે ન કરવી,પૂજ્ય શ્રીએ પૂછ્યું,
ગાડી ચલાવનારની શું સ્થિતિ છે,પરિવારના વડાએ જણાવ્યું દાદી સિવાય બધા સલામત છે,તો પછી ચિંતા
 શીદને કરો છો,દાદીનો સમય હતો તો મૃત્યુ થયું ,પણ તમારો દીકરો બચી ગયો તો આવનાર પાત્ર
સતી સાવિત્રી કહેવાય માટે સગાઇ કરો,મારા આશીર્વાદ છે,અને આમ તેર વર્ષથી હજુ વગર દોષે જોડું આનંદથી સુખી જીવન જીવે છે એટલે લોકો ખોટા વહેમ માં દુખી થઇ જાય છે, કઈ ન હોય તો પણ ખોટી
ખોટી શંકા કરી સારા ચાલતા જીવનમાં ભંગ કરાવે છે,ભાભી રોજ મેણા ટોણા મારે છે એમ કહી પોતાના
ભાઈનું ઘર ભંગાવે છે મોટા મોટા બુદ્ધિવાન લોકો ની પણ એજ સ્થિતિ છે,ભવિષ્ય ભગવાન બનાવે  છે,
ગુરુ સારા હોવા જરૂરી છે જે ડર ને ભગાડી હિંમત આપે,સાચી વાત શીખવાડે,
પરમાત્માથી મોટું કોઈ
નથી ,જેણે અત્યાર સુધી જીવાડ્યા તે ભવિષ્યમાં પણ જીવાડશે,બસ સાચી રીતે કામ કરતા રહો સફળતા
જરૂર મળશે ,સકારાત્મક ભાવ કેળવી કામ કરતા રહો,ભગવાન જરૂર મદદ કરશે સંદેશ પૂરો કરી સંત
શ્રી આશીર્વાદ આપે છે


 ભજન

દાતાકે દરબારમે સબ લોગોકા ખાતા હૈ,જો કોઈ જૈસી કરની કરતા વૈસા હી ફલ પાતા હૈ,દાતાકે દરબારમે.....
પૈસા હો ક્યા સંત ,ગૃહસ્થી ક્યા રાજા ક્યા રાની,(૨)
પ્રભુકે પુસ્તકમે લિખી હૈ સબકી કર્મ કહાની,અંતર્યામી અંદર બૈઠા સબકા હિસાબ લગાતા હૈ-દાતાકે.........
બડે બડે કાનુન,પ્રભુકી બડી બડી મર્યાદા ,(૨)
કિસીકો કોડી કમ નહિ મિલતી,મિલે ન પાઈ જ્યાદા,ઇસીલિયે તો એ જગતપતી કહેલાતા -દાતાકે દરબારમે....
ચલે ન ઉનકે આગે રીસ્વત,ચલે નહિ ચાલાકી,(૨)
ઉસકી લેન દેન કી બંદે રીત બડી હૈ,બાંકી,સમજદાર તો ચુપ હૈ.રહેતા,મૂરખ શોર મચાતા-દાતાકે.......
ઉજલી કરની કર લે બંદે,કરમ ન કર યુ કાલા,(૨)
લાખ આંખોસે દેખ રહા હૈ તુઝે દેખનેવાલા,ઉનકી તેજ નજરસે બંદે તું નહિ બચ પાતા-મેરે દાતાકે દરબાર મેં .

No comments:

Post a Comment