Tuesday, August 29, 2017

ઉઠ જાગ મુસાફિર

ઉઠ જાગ મુસાફિર



ઉઠ જાગ મુસાફિર ભોળ ભયો,અબ રૈન કહા જો સોવત હૈ ,(૨)
જો જાગત હૈ,સો પાવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ ....ઉઠ .......
ઉઠ  નિંદસે અખિયાં ખોલ જરા ઔર અપને રબમેં દયાન લગા,(૨)
યે પ્રીતિ કરનેકી રીત નહિ,પ્રભુ જાગત હૈ તું સોવત હૈ ....ઉઠ...
જો કલ કરના હૈ વો આજ કર લે, જો આજ કરે વો અબ કર લે (૨)
જબ ચીડિયા ને ચુગકો ખીચ લિયા ફિર પછતાનેસે ક્યાં હોવત હૈ...ઉઠ....
નાદાન ભુગત અપની કરની,યે પાપી પાપમેં ચૈન કહા (૨)
જબ પાપકી ગઠરી શીશ ધરી,અબ શીશ પકડ ક્યુ રોવત હૈ ..ઉઠ...
વો પ્રાણી ભી ક્યાં પ્રાણી હૈ જિસકે સિનેમે રામ નહિ.( ૨)
ના જીવન ફિર મિલ પાયેગા ક્યુ પાપ તું પ્રાણી ધોવત હૈ ...ઉઠ...


જય શ્રી કૃષ્ણ .




Monday, August 28, 2017

ભીતરનો ભેરુ


ભીતરનો ભેરુ 

Image result for aatma meaning

ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો રે,માર્ગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે
વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો, .... ભીતરનો ........(૨)

એના રે વિના મારી કાયા છે પાંગળી,આંખ્યો છતાં મારી આંખ્યું છેઆંધણી,(૨)
મારા રે સરોવરિયાનો હંસલો રિસાયો રે સરોવરમાં તરતો કોઈએ જોયો
હોય તો કેજો ... ભીતરનો ........  

તનડું રૂંધાયું મારુ મનડું રૂંધાયું ,તાર તુટયોને અધવચ્ચ  ભજન લજવાણું ,(૨)
કપરી આંધીમાં મારોદીવડો ઝડપાયો રે(૨)
આછો સળગતો કોઈએ જોયો હોય તો કેજો
ભીતરનો ...........

જય શ્રી કૃષ્ણ .

Friday, August 25, 2017

ગણેશ ચતુર્થીનું શુભ પર્વ

 ગણેશ ચતુર્થીનું શુભ પર્વ


વાચક મિત્રો આજે ગણેશ ચતુર્થીનું શુભ પર્વ છે,તે નિમિત્તે આપ  સહુને તેમજ આપણા કુટુંબી જનોને ખુબ ખુબ શુભ કામનાઓ.મિત્રો આ બ્લોગ ઉપર "વસંતે ફૂલો ખીલે"વાર્તા હવે વીડિઓના રૂપમાં યુ ટ્યુબ ઉપર રજુ કરી છે જેની નોંધ લેશો,તેમજ થોડા સમયમાં મારી નવી બુક "મોરનો ટહુકારો "(ટૂંકી વાર્તા સંગ્રહ-૨)પબ્લિશ થઇ જશે તેની પણ નોંધ લેશો.


મોગરાના ફૂલ બ્લોગ વતી 
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી ગણેશ. 

Sunday, August 20, 2017

ચંદ્રશેખર આઝાદ ના જીવન વિષે

Image result for chandra shekhar azad

ચંદ્રશેખર આઝાદ ના જીવન વિષે



નામ: પંડિત ચંદ્ર શેખર તિવારી
જન્મ :૨૩ જુલાઈ,૧૯૦૬
જન્મ સ્થાન :ભાભરા (મધ્યપ્રદેશ)
પિતા: પંડિત સીતારામ તિવારી
માતા :જાગ્રાની દેવી

ચંદ્રશેખર આઝાદ નો જન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૩૧   માં થયું હતું જેમાં તેમણે જાતે ગોરી મારી ને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની સાથે મળીને મરવાની છેલ્લી ક્ષણ સુધી લડતા લડતા અંગ્રેજોના હાથે નહિ પકડાવવાના સપથ લીધા હતા,અને તેઓ પકડાયા ન હતા,ચંદ્રશેખર આઝાદે પોતાના અંતિમ સમયમાં અંગ્રેજોના હાથમાં આવતા પહેલા પોતાની જાતે ગોરી મારી પોતાના પ્રાણનું દેશ માટે બલિદાન આપી દીધું હતું,મોટે ભાગે લોકોમાં  તેઓ  "આઝાદ" તરીકે વધુ ઓરખાતા હતા,
તેમની માતા પુત્રને સંસ્કૃતનો વિદ્વાન બનાવવાનું ઇચ્છતા હતા અને તેના માટે તેમના પતિને પુત્ર ચંદ્રશેખરને બનારસ કાશી વિદ્યાપીઠમાં માં મોકલાવ કહ્યું હતું,૧૯૨૧ ડિસેમ્બરમાં જયારે મોહનચંદ કરમચંદ ગાંધી એ અસહકાર આંદોલનની ઘોષણા કરી ત્યારે આઝાદ ૧૫ વર્ષના એક વિદ્યાર્થી હતા,છતાંપણ તેઓ તે આંદોલનમાં જોડાઈ ગયા,બદલામાં તેમને પકડી લેવામાં આવ્યા,જયારે જજની સામે કોર્ટમાં નામ પૂછવામાં આવ્યું તો તેમણે  ચંદ્રશેખરની જગ્યાએ "આઝાદ" બતાવ્યું હતું,તેમના પિતાનું નામ "સ્વતંત્ર" અને રહેઠાણ "જેલ" બતાવ્યું હતું,ત્યારથી તેઓ લોકોમાં ચંદ્રશેખર આઝાદ તરીકે પ્રખ્યાત થયા હતા,૧૯૨૨માં મહાત્મા ગાંધી એ તેમને અસહકારના આંદોલનમાંથી કાઢી નાખ્યા તો તે ખુબ ગુસ્સે થયા હતા,ત્યાર પછી તેઓ ની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે થઇ જેમણે

હિન્દુસ્તાન રિપબ્લિક એસોસીએસન ની સ્થાપના કરી હતી,તે એક ક્રાંતિકારી સંસ્થા હતી,બિસ્મિલ આઝાદની સહનશીલતાથી  ખુબ પ્રભાવિત થયા તેમાં ચંદ્રશેખરે તેમનો હાથ એક સળગતી મીણબત્તી ઉપર ચામડી બળી ત્યાં સુધી રાખી મુક્યો અને આ જોઈ તેમણે એસોસિએશનમાં આઝાદને સક્રિય સભ્ય બનાવી દીધા,અને આઝાદ પોતાના એસોસીએસન માટે ફાળો ઉઘરાવામાં લાગી ગયા,તેમણે સરકારી તિજોરી લૂંટીને ઘણો બધો ફાળો ભેગો કર્યો હતો,તેઓ એક નવા ભારતનું નિર્માણ કરવા ઇચ્છતા હતા,જે સમાજના તત્વો પર આધારિત હોય,આઝાદ ૧૯૨૫માં કાકોરી ટ્રેઈન લૂંટવામાં પણ સામેલ હતા,અને છેલ્લા સમયમાં તેમેણે લાલા લજપતરાયના કાતિલ જે.પી.સૌંડર્સની હત્યા ૧૯૨૮માં કરી હતી,
કોંગ્રેસ પાર્ટીના સદસ્ય મોતીલાલ નહેરુ આઝાદને સહાયતા માટે પૈસા આપતા રહેતા હતા.
થોડાક સમય માટે આઝાદે ઝાંસીને પોતાની સંસ્થાનું કેન્દ્ર સ્થાન બનાવ્યું હતું,તેના માટે તેઓ ઝાંસીથી પંદર કિલોમીટર દૂર ઓરછાનાં જંગલનો ઉપીયોગ કરતા હતા,ત્યાં તેઓ નિશાનીબાજ તરીકે અભ્યાસ કરતા રહ્યા હતા સાથે કેટલાક સંસ્થાના સાથીઓને પણ અભ્યાસ કરાવ્યો હતો,જંગલની પાસે સત્તર નદીના કિનારે તેમણે હનુમાન મંદિર બનાવ્યું હતું,

લાંબા સમયથી પંડિત હરિશંકર બ્રહ્મચારી ના નામથી તે ત્યાં રહેતા હતા,અને થીમારપુરા ના બાળકોને ભણાવતા હતા,એવી રીતે ત્યાંના લોકોમાં તેમણે સારી ઓરખાણ કરી લીધી હતી,પછી મધ્યપ્રદેશ સરકારના આધારે થીમારપુરાનું નામ બદલીને આઝાદપુરા કરાવ્યું હતું.
ઝાંસીમાં રહેતા તેમણે સદર બઝારમાં બુંદેલખંડ મોટર ગરાજ દ્વારા કાર ચલાવવાનું પણ શીખી લીધું હતું.
તે સમયે સદાશિવરાવ મલ્કાપુસ્કર,વિશ્વનાથ વૈશમ્પાયન અને ભગવાનદાસ માહૌર આઝાદના ક્રાંતિકારી સમૂહના ભાગીદાર થઇ ચુક્યા હતા,તેના પછી કોંગ્રેસ નેતા રઘુનાથ વિનાયક ધુળેકર ,અને સીતારામ ભાસ્કર ભાગવત પણ આઝાદ સાથે નજીક આવ્યા.આઝાદ કેટલાય સમય સુધી રુદ્ર નારાયણ સિંહ ના ઘેર નવી વસ્તીમાં રોકાયા હતા,અને શહેરમાં ભાગવતના ઘરે પણ રોકાયા હતા.
હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ,ચેટર્જી,સચિન્દ્રનાથ સન્યાલ અને
સચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા.પ્રસાદ,અશફાકુલ્લાખાન , ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી,ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં  આવી હતી.પણ આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું.તેની સાથેજ આઝાદ ,ભગવતી ચરણ વહોરા,ભગતસિંહ,શુખદેવ અને રાજગુરુની સાથેજોડાયેલા હતા.તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.

આઝાદનું મૃત્યુ અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરીના રોજ ૧૯૩૧ માં થયું હતું.જાણકારો પાસેથી જાણકારી મળતા બ્રિટિશ પોલીસે આઝાદ અને તેના સાથીઓને ઘેરી લીધા હતા,પોતાનો બચાવ કરતા તે ખરાબ રીતે જખ્મી થયા હતા,અને તેમણે ઘણા પોલીસોને પણ માર્યા હતા.ચંદ્રશેખર ઘણી બહાદુરીથી બ્રિટિશ સેનાનો સામનો કરી રહ્યા હતા,અને તેથી સુખદેવ રાજ પણ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.લાંબા સમય સુધી ચાલતી ગોળીબાર પછી આઝાદ છેલ્લે ચાહતા હતા કે તે બ્રિટિશોના હાથમાં ના આવે,અને છેલ્લે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોરી બાકી હતી તે તેમણે પોતાને જ મારી દીધી. આઝાદની તે પિસ્તોલ આજે પણ અલ્હાબાદ મ્યુઝિયમમાં જોવા મળે છે.

લોકોને જણાવ્યા વગર જ તેમનો મૃતદેહ રસુલાબાદના ઘાટ ઉપર અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો.પણ જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ પાર્કને ચારે તરફથી ઘેરી લીધો હતો.તે વખતે લોકો બ્રિટિશ શાસકો તરફ નારા લગાવતા હતા અને આઝાદના વખાણ કરતા હતા.અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં આઝાદનું મૃત્યુ થયું હતું .તેમના મૃત્યુ પછી આ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું હતું.તેમના મૃત્યુ પછી ભારતની ઘણી શાળાઓ,કોલેજો,રસ્તાઓ અને તેમના નામ પાર  સામાજિક સંસ્થાઓના નામો પણ  તેમના નામ પર
રાખવામાં આવ્યા હતા.

૧૯૬૫ માં આવેલી ફિલ્મ શહીદની જેમ કેટલીય ફિલ્મ તેમના ચારિત્રય ને અનુલક્ષીને બનાવવામાં આવી છે.ફિલ્મ શહીદમા સનીદેઓલે આઝાદના રોલને  બહુજ સારી રીતે નિભાવ્યો હતો.ફિલ્મમાં લીજેન્ડ ભગતસિંહ નો રોલ અજય દેવગને નિભાવ્યો હતો.
તેની સાથેજ આઝાદ ,ભગતસિંહ,રાજગુરુ,બિસ્મિલ અને અશફાક ના જીવનને ૨૦૦૬માં આવેલી ફિલ્મ 'રંગદે બસંતી મેલા' માં બતાવવામાં આવ્યા હતા તેમાં અમીરખાનેઆઝાદનો કિરદાર નિભાવ્યો હતો.અને આજના યુવાનો પણ તેમના પગલાંને અનુસરીને ચાલવા તૈયાર છે.
ચંદ્ર શેખર આઝાદ ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.તેમણે સાહસની એક નવી કહાની લખી.તેમના બલિદાનથી સ્વતંત્રતા માટે અટકેલું આંદોલન બહુ જ ઝડપી થઇ ગયું હતું.હજારો યુવકો સ્વતંત્ર આંદોલનમાં કૂદી પડ્યા હતા.આઝાદના શહીદ થયા પછીના સોળ વર્ષો પછી ૧૫ ઓગસ્ટ સન ૧૯૪૭ માં ભારતની આઝાદીનું તેમનું સપનું સંપૂર્ણ થયું હતું.એક મહાન સ્વતંત્રસેનાની તરીકે આઝાદને હંમેશને માટે યાદ કરવામાં આવશે.

દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન અર્પણ કરવાવાળા યુવાનોમાં ચંદ્રશેખર આઝાદનું નામ સદા અમર રહેશે.એવા હતા ચંદ્રશેખર આઝાદ. 

આ મહાન ક્રાંતિ કરીને જ્ઞાની પંડિતના સલામ.

ચિનગારી આઝાદીકી સુલગી મેરે જહનમે હૈ
ઇન્કલાબકી જ્વાલાએ લિપટી મેરે બદનમેં હૈ
મૌત જહાં જન્નત હૈ.વો બાત મેરે વતનમેં હૈ
કુર્બાનીકા જજબા જિંદા મેરે કફનમેં હૈ

ચંદ્રશેખર આઝાદ



Tuesday, August 15, 2017

હાથોંમેં મહેંદી


હાથોંમેં મહેંદી

હાથોંમેં મહેંદી લગી મેરે શામ રે ,લટ મેરી ઉલઝી સુલજા મેરે શામ રે હાથોંમેં ........
ગીર ગઈ બિંદિયા ઉઠા મેરે શામ રે,હાથોસે માથે સજા મેરે શામ રે, હાથોંમેં .........
કાનોકા કુંડલ ગિરા મેરે શામ રે,કાનોમે કુંડલ પહેના મેરે શામ રે, હાથોંમેં .......
નવલખા હાર ગિરા મેરે શામ રે,હાથોસે અપના પહેના મેરે શામ રે,હાથોંમેં....
પેરોકા પાયલ ગિરા મેરે શામ રે ,હાથોસે પાયલ પહેના મેરે શામ રે ....હાથોંમેં........
હાથોંમેં મહેંદી લગી મેરે શામ રે (૩).

જય શ્રી કૃષ્ણ .



શુભકામનાઓ


શુભકામનાઓ 

Image result for Free images svatantrya divasવાચક મિત્રો,જન્માષ્ટની તેમજ સ્વાતંત્ર્યદિવસની આપ સહુ તેમજ આપણા કુટુંબીજનોને ખુબ ખુબ શુભ કામનાઓ,મોગરાના ફૂલ બ્લોગમાં આપ સહુનું સદા સ્વાગત છે. 


મહેન્દ્ર ભટ્ટના જયશ્રી કૃષ્ણ.   

Sunday, August 6, 2017

રક્ષાબંધન

રક્ષાબંધન 

રક્ષાબંધન નો પવિત્ર તહેવાર માટે અમારા પ્રિય વાચક મિત્રોને  તેમજ તેમના કુબીજનોને ખુબ ખુબ શુભકામનાઓ સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

ગુરુદેવ દયા કરકે.....(ગુરુભજન)

ગુરુદેવ દયા કરકે.....(ગુરુભજન)


ગુરુદેવ દયા કરકે મુઝકો અપના લેના(૨)
મૈં શરણ પડા તેરી ,ચરણોમેં જગા દેના ...ગુરુદેવ.....

કરુણાનિધિ નામ તેરા  કરુણા દિખલાઓ તુમ
સોએ હુએ ભાગ્યો કો ,હે નાથ જગાઓ તુમ
મેરી નાવ ભવર ડોલે, ઉસે પાર લગા દેના ..ગુરુદેવ...

તુમ સુખકે સાગર હો ,નિર્ધન કે સહારે હો
મેરે મનમેં સમાયે હો, મુઝે પ્રાણસે પ્યારે હો
નીત માલા  જપું તેરી ,નહિ દિલસે ભૂલ દેના ...ગુરુદેવ....

પાપી હું યા કપટી હું ,જૈસા ભી હું તેરા હું
ઘર બાર છોડકે મૈં ,જીવનસે ઘેરા હું,
દુઃખકા મારા હું મૈં ,મેરે દુઃખડે મીટા દેના....ગુરુદેવ....

મૈં તેરા સેવક હું ,ચરણોંકા તેરા હું ,
નહિ સાથ ભૂલા મુઝકો,ઇસ જગમેં અકેલા હું
તેરે  દરકા ભિખારી હું,મેરે દોષ મીટા દેના ...ગુરુદેવ....

જય ગુરુદેવ.

Wednesday, August 2, 2017

પવિત્ર શ્રાવણ માસ

પવિત્ર શ્રાવણ માસ 


શ્રાવણમાસમાં વરસાદ ખુબ પડે છે અને તે દેવોના દેવ મહાદેવના ગરમ શરીરને ઠંડક પહોંચાડે છે એટલે તેને પવિત્ર માસ મનાય છે આ માસમાં વ્રત પૂજા પાઠ ખુબજ ઉત્તમ માનવામાં આવે છે.તેનાથી શિવજી  જલ્દી પ્રસન્ન થાય છે. સનતકુમારોને શિવજીએ પોતે શ્રાવણ માસની મહિમા જણાવતા કહ્યું હતું કે તેમના ત્રણે નેત્રોમાં સૂર્ય જમણે,ચંદ્ર ડાબે અને અગ્નિ વચ્ચેનું નેત્ર છે.
"ૐ નમઃ:શિવાય " શિવજી માટે તેમજ "ૐ શિવાયૈ નમઃ:"પાર્વતીજી માટેના ષોડશોપચાર પૂજન ના મંત્રો છે.

 સોળ સોમવારની કથા:

એક વખત પૂર્વકાળમાં શ્રાવણ મહિનામાં કેટલાય ઋષિઓ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે સ્નાન કરીને મહાકાલ શિવજીની અર્ચના કરવા ભેગા થયા હતા.ત્યાં પોતાના રૂપથી એક અભિમાની વેશ્યા પોતાના ખરાબ વિચારો સાથે ઋષિઓને ધર્મથી  બદનામ કરવા નીકળી પડી. પણ ત્યાં પહોંચતા ઋષિઓના તપના પ્રભાવે તેના શરીરની સુગંધ નાશ પામી.તે નવાઈ પામીને જોવા લાગી.તેની સુંદરતા પણ નાશ પામી.
તેની બુદ્ધિ બદલાઈ ગઈ,તેનું મન વિષય વાસનામાંથી મુક્ત થઇ ભક્તિ માર્ગ તરફ વર્યું,તેણે ઋષિઓ પાસે પોતાના પાપોની મુક્તિ માટે ઉપાયની આજીજી કરી.તો ઋષિઓએ કહ્યું,"તે તારા સોળ શૃંગારથી કેટલાય લોકોનું જીવન બદનામ કર્યું છે,તેમને ધર્મભ્રષ્ટ કર્યાછે,તે પાપના નિવારણ માટે તારે સોળ સોમવારનું વ્રત કરવું પડશે,કાશીમાં રહીને શિવજીનું પૂજન કરવું પડશે.
આ ઋષિઓનો ઉપાય માથે ચઢાવી તેણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી તે શિવલોકમાં ગઈ.ભગવાન શિવજીની કૃપાથી તે પોતાના પાપોથી મુક્ત થઇ.ત્યારથી પોતાના આચરણની શુદ્ધિ માટે ૧૬ સોમવારનું પવિત્ર  વ્રત કરવામાં આવે છે.
સોળ સોમવારના વ્રતથી કન્યાઓને સુંદર શુશીલ પતિ પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસ એ બાર મહિનાઓમાં મુખ્ય માસ છે તેમાં શિવજીની પૂજા કરવાથી બધાજ દેવોની પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે.
આ કથા કર્યા પછી શિવજીની આરતી અને પ્રસાદ વહેંચવો.તે પછી ભોજન કે ફળાહાર કરવો.

પવિત્ર શ્રાવણ માસના સોળ સોમવારની પુરાણી કથા.

આ કથા માં અમરપુરમાં એક ધનિક વેપારી રહેતો હતો.દૂર દૂર સધી તેનો વેપાર ફેલાયેલો હતો ત્યાંના બધા નાગરિકો તેનું માન સન્માન કરતા હતા.આટલું હોવા છતાં તે ખુબ દુઃખી હતો કેમકે તેનો કોઈ પુત્ર ન હતો.દિવસ રાત તેને એકજ ચિંતા મુંઝવ્યા કરતી હતી તેના મૃત્યુ પછી તેનો વેપાર કોણ સંભાળશે.તે સંતાન  પ્રાપ્તિ માટે દરેક સોમવારે ભગવાન શિવજીનું વ્રત પૂજન કરતો હતો.સાયંકાળે તે મંદિરમાં દીવો સળગાવતો હતો.તે વેપારીની ભક્તિ જોઈ એક દિવસ પાર્વતીજીએ ભગવાન શિવજીને કહ્યું,હે પ્રાણનાથ ,આ વેપારી આપનો સાચો ભક્ત છે કેટલાય સોમવારથી તે આપની સાચા દિલથી ભક્તિ કરી રહ્યો છે.હે ભગવાન આપ તેની મનોકામના જરૂર પુરી કરો.ભગવાન શિવજીએ કહ્યું હે પાર્વતી!  આસંસારમાં બધાને તેના કર્મો અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.પ્રાણી જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેણે મળે છે. આમ છતાં પાર્વતી ન માન્યા અને કહ્યું નહિ પ્રાણનાથ તમારે આ વેપારીની ઈચ્છા  પુરી કરવી જ પડશે.આ તમારો એક ખાસ ભક્ત છે તે દરેક સોમવારે તમારું વિધિથી વ્રત કરે છે.અને પૂજા અર્ચના કર્યા પછી તે તમારો ભોગ મૂકીને એક વારનું ભોજન કરે છે.તેને તમારે પુત્રદાનનું વરદાન આપવું જ પડશે.પાર્વતીજીનો આટલો આગ્રહ જોઈ ભગવાન શિવજીએ કહ્યું તારા આગ્રહ ઉપર હું આ વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પણ તેનો પુત્ર સોળ વર્ષથી વધારે જીવશે નહિ.
તે રાતે શિવજીએ તેને સ્વપ્નમાં દર્શન આપી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.અને તેનો પુત્ર ફક્ત સોળ વર્ષ સુધીજ જીવશે તે વાત પણ કહી.પુત્ર પ્રાપ્તિની વાતથી વેપારીને ખુશી તો થઇ પણ તેની ઓછી ઉંમરની ચિંતાથી તેની ખુશીનો નાશ થયો.તે પોતાનું વ્રત વિધિ પ્રમાણે કરતો રહ્યો કેટલાક મહિના પછી તેને ત્યાં પુત્રનો જન્મ થયો.તેના ઘરમાં ખુશીની લહેરો દોડી ગઈ,બહુજ ધૂમ ધામથી તેણે પ્રસંગને મનાવ્યો.
પણ વેપારીને બહુ ખુશી ન થઇ કેમકે તેને તેની ઓછી ઉંમરના રહસ્યની ખબર હતી. ઘરમાં કોઈને ખબર ન હતી વિદ્વાન બ્રાહ્મણોએ તેના પુત્રનું  નામ અમર રાખ્યું. અમર બાર વર્ષનો થયો તો તેને ભણવા વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.વેપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યા અને કહ્યું અમરને ભણવા માટે વારાણસી મૂકી આવો.અમર તેના મામા સાથે ભણવા ચાલી નીકળ્યો,રસ્તામાં  જ્યાં પણ અમર અને દીપચંદ રાત પડ્યે આરામ માટે  રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા.ઘણી લાંબી સફર પછી તેઓ એક નગરમાં પહોંચ્યા ત્યાં તે નગરના રાજાની કન્યાની સગાઈની ખુશીમાં આખા નગરને શણગારવામાં આવ્યું હતું.સમય થતા બારાત આવી ગઈ પણ વરનો પિતા પુત્રની એક આંખ જ હોવાથી ખુબ ચિંતિત હતો.તેને એ વાતનો ભય લાગતો હતો કે રાજાને તે વાતની ખબર પડી તો તે સગાઈને તોડી ન નાખે.તેનાથી તે બદનામ પણ થશે. વરના પિતાએ જયારે અમરને જોયો તો તેના મનમાં એક વિચાર આવ્યો કે હું આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવી દઉં તો,અને વિવાહ પછી તેને ધન આપીને વિદાય કરી દઈશ.અને રાજકુમારીને પોતાના નગરમાં લઇ આવીશ.એટલે તેણે તે માટે અમર અને દીપચંદ સાથે વાતચીત કરી.અમર અને દીપચંદે ધન મળવાની લાલચમાં તે વાતને સ્વીકારી લીધી.અમરને વરનો પોશાક પહેરાવી રાજકુમારી ચંદ્રિકા સાથે વિવાહ સંપૂર્ણ કર્યો.રાજાએ ખુબ ધન આપી  રાજકુમારીને વિદાય આપી.
અમરચંદ પાછો જતો હતો તો તેનાથી સત્ય છુપાવી ન શકાયું તેણે રાજકુમારીની ઓઢણી ઉપર લખી દીધું તારો વિવાહ તો મારી સાથે થયો હતો.હું વારાણસીમાં ભણવા જાઉં છું હવે તારે જે નવયુવાનની પત્ની બનીને જવું પડશે તે તો કાણો છે.જ્યારે રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું વાંચ્યું તો કાણાં યુવાન સાથે જવાની ના પડી.રાજાએ બધી વાતો જાણ્યા પછી રાજકુમારીને મહેલમાં રાખી દીધી.આ બાજુ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો ત્યાં તેણે તેનું ભણવાનું શરુ કરી દીધું.જયારે તેની સોળ વર્ષની ઉમર પુરી થઇ તો તેણે એક યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ ઉપર તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ખુબ અન્ન વસ્ત્ર દાન કર્યું.અને રાત્રે જયારે તે તેના શયનગૃહમાં સુઈ ગયો તો શિવના વરદાન અનુસાર ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું.સૂર્યોદય થયો મામા અમરના મૃત્યુથી  ખુબ રોવા લાગ્યા.આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા અને દુઃખ પ્રગટ કરવા લાગ્યા.મામાનો રડવાનો અવાજ ત્યાંથી આકાશમાર્ગે પસાર થતા ભગવાન શિવજી અને પાર્વતીને પણ સંભળાયો.પાર્વતીજીએ કહ્યું પ્રાણનાથ મને આ વ્યક્તિનો રડવાના અવાજનું દુઃખ સહન નથી થતું તમે તેનું દુઃખ જરૂર દૂર કરો.અને તે સાંભળી શિવજી અને પાર્વતી અદ્રશ્ય રૂપમાં અમરની નજીક ગયા ત્યાં શિવજીએ પાર્વતીને કહ્યું આતો પેલા વેપારીનો પુત્ર છે જેને મેં સોળ વર્ષનું આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ્ય તો પૂરું થઇ ગયું.તો પાર્વતીજી એ ભગવાનને નિવેદન કર્યું કે તમો તેને  પ્રાણ આપીને જીવિત કરો નહીતો તેના માતપિતા પુત્રના  મરણથી રડી રડીને મરી જશે.છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે વર્ષોથી તમારું સોમવારનું વ્રત કરતા કરતા તમને ભોગ ચઢાવે છે.પાર્વતીજીના કહેવાથી ભગવાન શિવજીએ તેને જીવન દાન આપ્યું અને થોડીક ક્ષણોમાંજ તે યુવક જીવતો થઇ ગયો. ભણવાનું પૂરું કરીને અમર તેના મામા સાથે તેના શહેર બાજુ જવા રવાના થયો.ત્યાં ચાલતા ચાલતા તે એ શહેરમાં પહોંચ્યો જ્યાં તેનો વિવાહ થયો હતો.તે શહેરમાં તેણે યજ્ઞનું આયોજન કર્યું. તે પાસેથી પસાર થતા શહેરના રાજાએ જોયું.રાજા અમરને ઓરખી ગયો.યજ્ઞ સમાપ્ત થયા પછી રાજા અમર અને તેના મામાને મહેલમાં લઇ ગયો.અને કેટલાય સમય સુધી તેને રાખી ખૂબ જ ધન ધાન્ય આપી રાજકુમારી સાથે તેને વિદાઈ કર્યો.તેની સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને તેની સાથે મોકલ્યા.દીપચંદે તેના શહેરમાં પહોંચીને એક દૂતને મોકલી તેમના આગમનની જાણ કરી.પોતાનો પુત્ર અમર જીવિત પાછો આવેલો જોઈ વેપારી ખૂબ જ ખુશ થયો.વેપારીએ તેને તેની પત્ની સાથે એક ઓરડામાં પુરી રાખ્યો હતો.ભૂખ્યા તરસ્યા તે તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા.તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જો પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળે તો તેઓ પોતાનો પ્રાણ છોડી દેશે. વેપારી તેના મિત્રો અને પત્ની સાથે પોતાના શહેરના દરવાજે પહોંચ્યો ત્યાં પુત્રના વિવાહના સમાચાર સાંભળી ખુબ ખુશ થયો.રાજકુમારી ચંદ્રિકાને જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો.તે રાતે ભગવાન શિવજીએ તેના સ્વપ્નમાં આવીને કહ્યું હે શ્રેષ્ઠી મેં તારા સોમવારનું વ્રત કરવા તથા વ્રત કથા સાંભળીને પ્રસન્ન થઇ તારા પુત્રને લાંબુ આયુષ્ય વરદાન કર્યું છે. વેપારી ખુબ ખુશ થયો. સોમવારનું વ્રત કરવાથી તેની ખુશી ફરીથી આવી ગઈ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ વીધી પ્રમાણે સોળ સોમવારનું વ્રત કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

વાચક મિત્રો આ સાથે આપ સહુને પવિત્ર શ્રાવણ માસની ખુબ ખુબ શુભ કામનાઓ,ભગવાન શિવજીના સહુ ઉપર સદા આશીર્વાદ રહે .

ૐ નમઃ: પાર્વતી પતે હર હર મહાદેવ.
(એક અનુવાદ.)