Saturday, August 11, 2012

જાય છે આ જીવન....(ભજન)


જાય છે આ જીવન....(ભજન)
-મહેન્દ્ર ભટ્ટ

જાય છે આ જીવન તારું ધીરે ધીરે,
નમી  જ ઈ રહી છે કમર ધીરે ધીરે ,જાય છે.....
બાળપણ ગયુંને યુવાની વીતી ગઈ,
હવે થાશે ઘડપણ  ની અસર ધીરે ધીરે,જાય છે.....
સુખ ભોગ બન્યું તારા દુઃખનું એ કારણ,
ખોવાતો રહ્યો તેમાં તું ધીરે ધીરે ,જાયછે....
ભક્તિથી રહ્યો વંચિત તું મુસાફર
હવે પુરવાની કસર ધીરે ધીરે,જાય છે .....
મુશ્કેલ છે કેમકે રસ્તો કઠણ છે,
ન હારીશ તું થશે સફળ ધીરે ધીરે ,જાય છે......
બહુમાન ,મોટાઈમાં ખોવાતો રહ્યો તું,
પણ ઘટશે અસર તેની ધીરે ધીરે,જાય છે......
ગુરુ જ્ઞાન વિના તું ડૂબતો રહ્યો છે,
ગુરુ સંગ કરશે અસર ધીરે ધીરે,જાય છે.....
જીવનના આ રસ્તે થયેલું અંધારું,
ઘટીને પ્રકાશિત થશે ધીરે ધીરે,જાય છે....
(
હિન્દી ભજનના આધારે)
જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment