Monday, April 30, 2012




શ્રી યમુનાસ્તક

શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા,સિદ્ધી અલોકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું
પુંજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
માં સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા,ત્યાં કાલીન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા,ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા
હરી હેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શુક મોર સારસ હંસ આદી પક્ષીથી સેવાયેલા, ગોપીજનોએ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા
તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોટી તણા ,કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે
નિતંબ રૂપ શ્રી તટ તણું અદભુત દર્શન થાય જો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અનંત ગુણથી શોભતા સ્તુત્ય દેવ બ્રહ્મા શિવ કરે,ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યું ,સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સહુ પુરા કરોજ્યમ ધ્રુવ પરાશરના કર્યાં, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રી કૃષ્ણના ચરણો થાકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયા,સત્સંગ પામ્યા આપનોને સીદ્ધીદાયક થઇ ગયા
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઈ શું કરે, સમ કક્ષામાં આવી શકે સાગર સુતા એકજ ખરે
એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો,વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
અદભુત ચારિત્ર્ય છે આપનું વંદન કરું હું પ્રેમથી,યમયાતના આવે નહિ માં આપના પયપાનથી
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના,સ્પર્શે નાં અમને કોઈ ભય છાયા સદાછેઆપની
ગોપીજનોને પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો , વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
શ્રીકૃષ્ણને પ્રિય આપ છો મમદેહ સુંદર રાખજો,ભગવતલીલામાં થાય પ્રીતી  સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી  ગંગાજી પુષ્ટિમા વહયા,મમદેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો
વિરહાતિમાં હે માત મારા હૃદયમાં બીરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
હું આપની સ્તુત્ય શું કરું મહાત્મય અપરંપાર છે,શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી અદભુત જલક્રીડા તણા,જળના અણુની પ્રાપ્તિ થયે ગોપીજનોના પ્રેમથી
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજોવંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાસ્તકતણો,નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો
સિદ્ધી સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી,આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા અમારા વલ્લભાદિશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો ,(૨)
જય શ્રી કૃષ્ણ

No comments:

Post a Comment