Tuesday, September 3, 2013

ઘટમાં જીવલડો .... રંગ મને...


ઘટમાં જીવલડો .... રંગ મને...
શીરામણી કરી લેજો સહેલી(2)પીરસેલી પડી રહેશે થાળી રે,શીરામણી....
ઘટમાં જીવલડો  જાગ્યો રે,રંગ મને ભક્તિનો લાગ્યો રે....ઘટમાં....
કાયા  વાદળની છાયા રે,કોઈની  અમર નથી રહેવાની
ઘટમાં જીવલડો .... રંગ મને...
માયા બંધનની કાયા  રે,કઠણ છે છોડવી  જીવનથી રે,
ઘટમાં જીવલડો .... રંગ મને....
સગુણો  કહેવામાં સહેલા છે,આચરણ તેનું ઘણું મુશ્કેલ
ઘટમાં  જીવલડો   ...રંગ મને...
દુખી જીવ શોધે ફરી દરવાજો,ખોળિયે દસે દરવાજે તાળા
ઘટમાં જીવલડો   ...રંગ મને....
ચંદનબા રૂડું રૂપાળું નામ,ભભૂકતી જ્વાલા કરે તેનું કામ
ઘટમાં જીવલડો   ...રંગ મને.....
 જય શ્રી કૃષ્ણ
(છેલ્લી કેટલીક પક્તિઓ મેં જોડી છે,અનુકુળ નાં લાગે તો માફ કરશો -મહેન્દ્ર ભટ્ટ.)

No comments:

Post a Comment