Saturday, December 17, 2011

one of one

ચાંદની રાત

લેખક-મહેન્દ્ર ભટ્ટ

ચાંદની રાત હતી ,નાના ગામની એક કેડી અડધો માઈલ દુર એક ખંડેર તરફ જતી હતી ,અને તે કેડી ઉપર ચુપકીદીથી પોતાને બચાવતી કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,સુમસામ રાત્રી,ચાંદનીનો પ્રકાશ પણ રાત એટલે રાત,સીમમાં રાત્રે વિચરતા જંગલી પ્રાણીઓ, ખંડેર પછી તો વગડો શરુ થતો,આવી ભયાનકતા અને કેડી ઉપર પસાર થતી સ્ત્રી,જરૂર કોઈ વાત હતી,કોઈમજબૂરી હતી,તમરાનો અવાઝ એકધારો હતો,ક્યાંક વગડામાંથી જુદા જુદા અવાઝ આવતા હતા,છતાં તે સ્ત્રીની ગતિ એકધારી હતી, ગામ નાનું હતું ,પંચની આગેવાની હેઠળ ગામની કાયદા વ્યવસ્થા હતી,પંચનો નિર્ણય આખરી ગણાતો,નાની મોટી ચોરી ક્યારેક થતી,ચોરો બીજા ગમોમાંથી કયારેક ઉતરી આવતા,પણ શેરીના શ્વાનની સાવચેતીથી ગામને સહાય થતી,અજાણ્યાની પરખ થતાજ તે સાવચેત કરતા,ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર થતું આ ગામમાં રખેવાળી માટે રામલાલ શર્મા હતા,છ ફૂટ લાંબો કદાવર માણસ,વાંકડી ભરાવદાર મૂછો, તેની હિમત અને તાકાત સામે કોઈ પડકારતું નહિ અને તેથી ગામ રાત નિરાંતે સુતું,ક્યારેક સિંચાઈનું પાણી રાત્રે છોડાતું તો ખેડૂતો રાતે પાણી પાવા જતા,ત્યારે રામલાલની જવાબદારી વધી જતી ખેડૂતો જે ખેતરમાં પાણી પાવામાં વ્યસ્ત હતા તેમની સાથે થોડો સમય પસાર કરી બધું હેમખેમ લાગતા રામલાલ ત્યાંથી નીકળ્યા, હાથમાં ધારીયું અને માથે ફાળિયું ધારણ કરેલ આ રખેવાળ તેના સ્વાંગમાં ગમે તે પરિસ્થિતિ સામે તાકાતથી સામનો કરવા યોગ્ય હતા, મજબુત બાંધો અને હિંમત થી તેની રખેવાળીમાં હજુ સુધી કોઈએ સામનો કરવાની હિંમત નથી કરી,ચાંદની રાત હતી ,દુર સુધી બધું દ્રષ્ટિગોચર હતું, ખેતરો સુમસામ પડ્યા હતા,સાપ સાપોલિયાં,તથા બીજા ઝેરી જીવોથી બચાવ કરતા તેઓ ગામની મુખ્ય કેડી ઉપર થઇ ગામની આજુબાજુ બીજો ફેરો મારવાના વિચાર સાથે આગળ વધ્યાં ત્યાં કેડી ઉપરની ચહલ પહલથી તે એક ઝુફાની આડ લઇ છુપાય ગયા ,કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,ગજબ થયું હોય તેમ, બારીકાઈથી જાણવાનો પ્રયત્ન કર્યો,કોણ હશે..? સ્ત્રી જરૂર હતી,એટલે પ્રથમ તેમના મન ઉપર તેની બચાવ માટેના વિચારો જાગ્યા, દુર સુધી કેડી ઉપર તથા ખંડેર ઉપર તેમણે બારીકાઈથી જોઈ લીધું,બધું બરાબર જણાયું પણ, આટલી રાતે પહેલો બનાવ હતો કે જેમાં કોઈ સ્ત્રી આ રીતે ઘરની બહાર હતી,શું હેતુ હશે, અનેક આડા અવળા વિચારોએ સ્થાન લીધું,કઈ પણ હોય શકે,ગામમાં ક્યારેક નવરી સ્ત્રીઓ કેટલીક વખત દોરા ધાગાને ભક્તિની આડમાં કોઈ વહેમવમળમાં ખેચાઈને ખોટા પગલા ભરી દુખી થતી હોય છે,ડાકણ ભૂત થી ભડકાવીને ઘણા ભુવા પેટ ભરતા હોય છે,અને આવા કોઈ રોગનો આ સ્ત્રી ભોગ બની હોઈ શકે...!નહિ તો આટલી રાતે ગમે તેટલી હિંમત હોઈ તો પણ આવી રીતે સુમસામ કેડી ઉપર ભયાનકતાની સમજ હોવા છતાં જવું, રામલાલે પરિસ્થિતિને એકવાર પડકાર કરવાનો વિચાર કર્યો ,પણ બીજી પળે ચુપ રહી તેને પસાર થવા દીધી,અને તેનો છુપાતા છુપાતા પીછો કર્યો,ખંડેર સુધી પહોચી તે તેમાં પ્રવેશી ગઈ,પછી રામલાલની નઝર બહાર થઇ ગઈ,ખંડેરના અંધારામાં ઓજલ થઇ ગઈ,ખંડેરનો વિસ્તાર બહુ નાનો હતો અને આટલા વર્ષોની રખેવાળીમાં રામલાલને તેના ખૂણે ખુણાની માહિતી હતી, એટલે જેટલું નજીક જવાય તેટલું નજીક જઈ,માહિતી લેવાનો તેમણે નિર્ણય કર્યો,એક વાત તો નક્કી હતી,કે રામલાલ આજે આ બાજુ હતા એટલે આ સ્ત્રી કોઈ અણબનાવ થી રક્ષિત હતી ,નહિ તો રાતની આ વાત ગમે તે બની શકે, એકવાર રામલાલને પણ થોડી ભયની કંપારી છૂટી ગઈ,કદાચ કોઈ અગોચર દુનિયાનો જીવ પ્રગટ થયો હોય તો, જીવન પછીનો ભાગ કે જે આત્મ તત્વ છે તે દુનિયાની સમજ મુજબ અમર હોય છે અને અંતિમ ઈચ્છા ને વશ થઇ તેની ગતિ ન થઇ હોય તો તેની તાકાત પણ ખુબ વધી જતી હોય છે,ક્યારેક તેની તાકાતને વાવાઝોડા સાથે પણ સરખાવી છે,એટલે વિવેકી રામલાલે પોતાની જાતને ખંડેરમાં જતા રોકી,પણ પોતાની નજર જ્યારથી તે સ્ત્રી ઉપર પડી ત્યારથી અત્યાર સુધીનો વિચાર કરતા રામલાલને મનુષ્ય દેહના ચિન્હો નજરે પડ્યા અને હિંમત કરી તેમણે પણ પુરાણા ખંડેરમાં પ્રવેશ કર્યો, સાવચેતીની જરૂર હતી પણ રખેવાળીમાં બધું આપમેળેજ આવી જતું હોય ,આજુબાજુ જોતી તે સ્ત્રી એક બેઠક ઉપર પગની આજુબાજુ હાથ વીટાળી ખંડેરથી આગળ જતી કેડી તરફ નજર કરતી બેસી ગઈ,રામલાલ પોતાને છુપાવતા ,તેની નજીકની દીવાલ પાસે પહોચી ગયા,પણ અંધારામાં હજુ સ્ત્રીની ખબર પડતી નહોતી,એકદમ તેની સામે જવું તે પણ ઠીક ન હતું, તેથી તેને ગભરાઈને બેહોશ થઇ જવાનો ડર હતો,એટલે કોઈક બીજા પ્રયોગથી પોતાની હાજરીનો અનુભવ કરાવવાનો વિચાર કરી એક પથ્થર તેની દિશામાં ફેક્યો,એકદમ પોતાને સાવચેત કરી તેણે પોતાને દીવાલની આડમાં છુપાવી દીધી,હવે આવેલા પથ્થરની દિશામાં તે જોવા માંડી, અને તે ઘડીએ રામલાલે તે બેઠી હતી ત્યાં જઈ કહ્યું ,"બેન, મારાથી ડરવાની જરૂર નથી,હું રામલાલ છું,ગામનો રખેવાળ"ઓળખ આપવા છતાં તે સામે ન આવી "જુઓ હું આપને વચન આપું છું,અને સાથે સચેત પણ કરું છું,આટલી રાતે એકલા નીકળવું સારું નથી,"અને રામલાલને રડવાનો અવાજ સંભળાયો ,એટલે મજબુરીથી તેમને જવું પડ્યું તે સ્ત્રી જયા છુપાઈ હતી ત્યાજ બેસીને રડી પડી, હવે રામલાલ તેની નજીક ગયા,"શું દુખ છે બહેન,મને કહો ,હું વચન પાળીશ,કોઈને નહિ કહું," અને પોતાના પગ ઉપરથી છુપાવેલો

No comments:

Post a Comment