Saturday, December 17, 2011

two of one

ચહેરો ઉંચો થયો અને રડવાના આક્રંદ સાથે "રામુકાકા " કહી તે રામલાલને વળગી પડી, “ઓહ,ગૌરી, ગૌરી બેટા,આ પહેલા તો તું ક્યારેય દુખી નહતી અને આટલું બધું રડવાનું ,શાંત થા બેટા,મને માંડીને તારા દુઃખનું કારણ કહે,અંધારામાં તારી ખબર ન પડી બેટા,શાંત થા મને તારા બાપની જગ્યાએ માનીને કહે બેટા,હું તને જરૂર મદદ કરીશ,અને ધીરે ધીરે ગૌરી શાંત પડી , રામલાલની આંખોના છેડા પણ ભીના થયા."ઘેર ,તારી માં તો બરાબર છેને બેટા અને તને આટલી રાતે એકલી કેવી રીતે નીકળવા દીધી,"રામુકાકાના વચન અને સહારામાં ગૌરીને વિશ્વાસ બેઠો એટલે તે બોલી "કાકા,મારું અહી આવવું જરૂરી હતું"અને આંસુ લુછતા તેણે રામુકાકાને કહેવા નક્કી કર્યું,પોતાની અંગત વાત હતી એટલે કહેતા પહેલા વિચાર કરવો ખુબ જરૂરી હતો,એકલી આવી હતી પણ હવે રામુકાકાની હાજરી હતી અને વાત છુપાવવાથી પણ નુકશાન હતું,રામુકાકા રખેવાળ હતા,પણ ઘણા વખતથી ગૌરી તેમને જાણતી હતી અને ગામમાં પણ લોકોમાં તેમની સારી છાપ હતી,ઉત્તર બાજુથી કામની શોધમાં આવેલો આ માણસ આ ગામમાં લોકો
સાથે ઘણોજ ભળી ગયો હતો,ગમે તેમ પણ ગૌરીને પોતાની અંગત વાત રામુકાકાને જણાવવામાં કોઈ વાંધો દેખાતો ન હતો. અને પોતાના અંગત સવાલની તેણે રજૂઆત કરી ,"ત્રણ વર્ષ પહેલા એક યુવાન કે જે આ ખંડેરમાં આરામ અર્થે રોકાયો હતો ,અને હું અને મારી બે સહેલીયો સુકી ડાળીઓ અને ગોબર ભેગી કરતી અહી આવી હતી અને આ યુવાનનો ત્યાં ભેટો થયો,સહેલીયોના સમજાવવા છતાં,આ અજાણ્યા યુવાનમાં મારું મન પરોવાયું,સહેલીયો મારી જીદથી નારાજ થઈને જતી રહી અને યુવાન સાથે થોડો સમય પસાર થયો, તે વેપારી હતો,લાંબી વાતચીત ન થઇ પણ અમારા બંનેની આંખોએ સબંધ બંધાયો,ફરી કોઈ ચાંદની રાતે આવવાના વચન આપી તે જતો રહ્યો, ત્યારથી એક વર્ષ સુધી અહી દર પૂનમે હું આવી એની રાહ જોતી,થાકેલી માં સુતા પછી હું ઘરની બહાર બધાથી નજર બચાવતી નીકળી જતી,પછીતો મારી સહીલીયોએ પણ સંબંધ કાપી કાઢ્યા ને મારી માએ ગામ અને નાતમાં છોકરા શોધવા પ્રયત્ન કર્યા,પણ ગામમાં આ બનાવ પછી મારું નામ વગોવાયું,અને કોઈ સાથ આપતું નથી ,માં પણ હવે થાકી ગઈ છે,કંટાળીને હિંમત ભેગી કરીને આજે પણ આવી ,યુવાન તો ન મળ્યો પણ પ્રેમથી વાત કરવાવાળું કોઈ મળ્યું, મને વચન આપ્યું છે તો કાકા સાથ પણ આપજો ,નહિ તો આ ગામ મને મરવાની ફરજ પાડશે " અને ચોધાર આંસુએ તે રડી પડી,રામલાલ પણ વાત સાંભળી થોડા ક્ષોભમાં પડ્યા અને ઊંડા વિચારમાં સરકી પડ્યા,ગૌરીની વાતમાં ઘણું સત્ય હતું પણ ગૌરીને સાથ આપતા બીજી ઘણી મુશ્કેલીયોનો સામનો ઉભો થયો,અને અત્યાર સુધી જે ગામ તેમને ઓળખતું હતું તે આવતી કાલથી ભૂલવા માંડશે અને પછી તો તબાહી તબાહી,પણ વચનથી બંધાયા પછી વચન
ભંગ રામલાલને માન્ય ન હતો અને ગૌરીને સાથ આપવાનું નક્કી કર્યું પછી ગમે તે થાય,અને ગૌરીને હાથ પકડી ઉભી કરતા કહ્યું," હું સાથ આપીશ બેટા ચાલ,તારે વધારે હવે રડવું નહિ પડે,હું તને ઘરે મૂકી દઉ "અને અત્યાર સુધી તૂટી પડેલી ગૌરીના ચહેરા ઉપર ખુશીઓની લહેર દોડી ગઈ,જીવવાનો સહારો મળ્યો,જતા જતા ગૌરીએ એક સવાલ રજુ કર્યો
"કાકા, હજી મને એ યુવાન મળશે.....?"
જવાબમાં રામલાલે આછા હાસ્યથી કહ્યું"તું એવી વ્યક્તિના શોધમાં છે કે જેનું નામ નથી,ઠેકાણું નથી,થોડા સમયનું મીઠું સ્વપ્નું તને પરેશાન કરતુ ગયું છે પણ તારો સાચો પ્રેમ હશે તો જરૂર આવશે,અને બેટી કહી છે તો હું તેને શોધવામાં મદદ કરીશ બંને સાથે શોધીશું "અને આમ ગૌરીએ રામલાલના સાથથી શાંતિનો શ્વાસ લીધો , બીજા દિવસની સવાર થઇ ,રામુકાકા મુકીને ગયા પછી પહેલીવખત ગૌરી શાંતિથી ઊંઘી હતી,માં જયારે ઉઠી ત્યારે ગૌરીના કાયમ નાખુશ લાગતો ચહેરા ઉપર
લાલીમાં જોઈ એટલે માએ ટકોરે કરી ,
"આજે કઈ નવું કરવાની છે કે આટલી ખુશ છે,કામ ઘણું પડ્યું છે "
"માં ,મારી કોઈ ખુશી પણ ગમતી નથી,કામ રોજ તો કરું છું "
"સારું,હવે જીભાજોડી કર્યા વગર કામે લાગ "
ગૌરી કઈ બોલી નહી,પણ બારણું કોઈએ ઠોક્યું અને માંડીએ જાતે જઈને બારણું ઉઘાડ્યું ,ગામનો કોતવાલ પંચાયતનો સંદેશો લાવ્યો હતો,
"માડી,પંચને કેટલાક ખુલાશા જોઈએ છે એટલે તમારા બંનેને આવવાનું છે"
"બધા પાછળ પડી ગયા છે,હવે અમે શું કર્યું ...?"અને માંડીએ ગૌરી સામે જોયું ,ગૌરી નીચું જોઈ ગઈ
"સારું ,આવીશું" અને બારણું બંધ કરી ગૌરીનો હાથ પકડી બોલ્યા
"છોરી,કઈ થયું હોય તો અત્યારે કહી દે,રસ્તો સુઝે.."
"માડી ,કઈ નથી થયું,...."
"આ ઘરમાં ક્યારેય શાંતિ આવવાની નથી ...."
અને કુધાપો કરતા બંને માં-દીકરી કામે લાગ્યા,ઘડીક માટે આવેલી ગૌરી ની ખુશી ઉપર ફરીથી ચિંતાઓનો ઢગલો
થયો. સાંજ પડી પંચ ભેગું થયું ગામલોકોની હાજરી વચ્ચે ગૌરી તેની માં અને રામલાલ પણ હતા,પહેલો પ્રશ્ન રામલાલને થયો "રામલાલ,ગામ માટે રખેવાલી માટે બધાને માન છે પણ ગઈ રાતે કેટલાકે તમને ગૌરી

No comments:

Post a Comment