Monday, July 9, 2012

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા (જલીયાર ભજન)

જોગીડા પૂરો મારી આશ,જલીયાર ચરણોમાં રાખજો (૨)
બાપાના બગીચાના છોડ  મારે થવું,
પુજાના ફૂલ નિત નવલા ખીલાવું,
દેજો બાપા નિત નવા નીર જલીયાર.......
જોગીડા.....
ધજા થઇ જાવું તારી ફરકું ભવનમાં
કીર્તિ જલીયારની પ્રસરાવું ગગનમાં,
વર્તાવું  જયજયકાર જલીયાર...
જોગીડા.........
જોગી તારી આરતીનો દીપ બની જાવું,
જાતને પ્રજાળીને અંધારું તાળું,
પ્રગટું  હું થઈને પ્રકાશ, જલીયાર.......
જોગીડા.......
ઉડી ઉડી જાઉં હું પુરણ બનીને,
વિરપુર ગામની ધૂળમાં મળીને,
પાવન પાવન થઇ જાઉં,જલીયાર.....
જોગીડા....
રહેવું થઈને તમારા દાસ ,જલીયાર........
જોગીડા પૂરો મારી આશ જલીયાર......

જય  જલારામ બાપા

No comments:

Post a Comment