-મહેન્દ્ર ભટ્ટ
સુખ આપો કે પ્રભુ તમે દુઃખ આપો,
કરીશું બંને સ્વીકાર ,પ્રભુજી તારી પ્રસાદી
હોઈશું અમે હાલ કે બેહાલ ,પ્રભુજી તારી રચનામાં
પણ છોડીશું નહિ તારો સાથ ,પ્રભુજી તારી પ્રસાદી
સુખ દુઃખ બંને નદીના કિનારા બન્યા
પ્રભુ બંને કિનારે તારો વાસ ,પ્રભુજી તારી પ્રસાદી
સુખમાં સુમિરન દુઃખમાં નહિ,
કેમ ભક્ત શોધે સરળ માર્ગ,પ્રભુજી તારી પ્રસાદી
સુખમાં સારું જગ હસે, દુઃખમાં હસે ન કોઈ
કેવી છે જગની વિચિત્રતા ,પ્રભુજી તારી પ્રસાદી
હું કેમ જાણું જગતની વ્યથા ,બસ ભક્તિમાં માલુ,
તારી મરજી તું સુખ કે દુઃખ આપે,પ્રભુજી તારી પ્રસાદી
સુખ આપે તો આભારી થઈશ દુઃખમાં નહિ કોઈ ફરિયાદ,
બસ વિનંતી પ્રેમે ભક્તિ સ્વીકારજે ,પ્રભુજી તારી પ્રસાદી.
No comments:
Post a Comment