Thursday, August 1, 2019

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો ●●●●


ગુજરાત રાજ્યના પિશ્ચમ સમુદ્રના કિનારે આવેલા ચાર ધામોમાંથી એક ધામ અને ૭ પવિત્ર પુરીઓમાંની એક પુરી દ્વારકા છે , જ્યા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે ચાલો તેના રહસ્યોના ઇતિહાસ અંગે જાણીયે..

૧. પુરાણી કથાઓ પ્રમાણે મહારાજા રેવાતકના સમુદ્ર તટ પર કુશ પાથરીને યજ્ઞ કરવાને કારણે આ નગરીનું નામ પહેલા કુશસ્થલી હતું.

૨. હરિવંશ પુરાણના આધારે કુશસ્થલીના ઉઝડી ગયા પછી શ્રી કૃષ્ણના આદેશ થી મયાસુર અને  ઋષિ વિશ્વામિત્રે અહીં ભવ્ય નગરનું નિર્માણ કર્યું હતું જેનું નામ દ્વારિકા રાખવામાં આવ્યું હતું.

૩.કેટલાય દરવાજાનું શહેર હોવાથી દ્વારિકાને દ્વારાવતી,કુશસ્થલી,આનર્તક,ઓખા-મંડળ,ગોમતી દ્વારિકા,ચક્રતીર્થ,અંતરદ્વીપ,વારિદુર્ગ,અને ઉદધિમથ્યસ્થાન પણ કહેવાય છે.

૪. આ નગરમાં વિશાળકાય સભામંડપ હતો.સમુદ્રી વહેપાર માટે બંદરગાહ પણ હતું. કહેવાય છે કે શહેરમાં સોનુ,રજત અને રત્નો સાથે ૭,૦૦,૦૦૦ મહેલો હતા.તેના સિવાય કુદરતી ઉદ્યાન અને ઝરણાઓ પણ હતા.

૫. જૈન સૂત્રના 'અંતકૃતદશાંગ'માં ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તારનો ઉલ્લેખ છે.તથા તેનું કુબેર દ્વારા નિર્માણ બતાવવામાં આવ્યું છે.અને તેના વૈભવ અને સુંદરતાને કારણે તેની તુલના અલકા સાથે કરવામાં આવી છે.

૬. ઘણા પુરાણકારો માને છે કે શ્રી કૃષ્ણ ૧૮ સાથી અને કુળ સાથે દ્વારકા આવ્યા હતા. અહીં તેમણે ૩૬ વર્ષો સુધી રાજ કર્યું હતું.તેમના નિર્વાણ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો.

૭. એ પણ કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી અને દુર્વાશા ઋષિએ  યદુવંશના નાશ માટેનો શ્રાપ આપ્યો હતો તેના કારણે દ્વારિકા નાશ પામી હતી.

૮. એક માન્યતા  એ પણ છે કે આ નગર અરબી સમુદ્રમાં ૬ વાર ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા સાતમું શહેર અથવા નગર છે જેનું પુરાણી દ્વારકા પાસે ફરી નિર્માણ કરવામાં આવ્યું છે.

૯.વર્તમાન દ્વારિકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત છે.દ્વારકાધીશ મંદિરનું વર્તમાન સ્વરૂપ ૧૬મી સદીમાં નિર્માણ પામ્યું હતું.અહીં પહેલા કેટલાય મંદિરો હતા પણ મોગલોએ તેને તોડી નાખ્યા હતા.

૧૦. દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા વિરાજમાન છે.અહીં તેને 'રણછોડજી' પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે આ મંદિરની જગ્યા પહેલા અહીં નિજીમહેલ અને હરિગૃહ હતા.

૧૧. વર્તમાન દ્વારિકા બે છે,ગોમતી દ્વારિકા,બેટ દ્વારિકા.ગોમતી દ્વારિકા ધામ છે.અને બેટ દ્વારિકા પુરી છે બેટ દ્વારિકા માટે સમુદ્ર માર્ગે જવું પડે છે. 

૧૨.'ધ હિન્દૂ' ની એક રિપોર્ટ અનુસાર ૧૯૬૩ માં સહુથી પહેલા દ્વારકા નગરીની ઍસ્કવેશન ડેક્કન કોલેજ પુણે,ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યું હતું. તે વખતે ૩૦૦૦ હજાર વર્ષો પુરાણા વાસણો મળ્યા હતા.ત્યાર પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અંડરવોટર આર્કિયોલોજિ  વિંગને સમુદ્રમાં કેટલાક ત્રામ્બાના સિક્કાઓ અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચરો પણ મળ્યા હતા.ત્યાર પછી આખું નગર શોધી કઢાયું.

(એક પુબ્લીશ રિપોર્ટનો અનુવાદ.-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.)

No comments:

Post a Comment